________________
૩૮૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ विरोधात्, स्त्री-पुंस-सद्भावे च नपुंसकत्वं न स्यात्, 'तदभावे नपुंसकम्' इति वचनात्, तस्माद् वैयाकरणैः स्वसिद्धान्तः कश्चिदाश्रयितव्य इति । पुनः समाधत्ते-अयमियमिदमिति
અનુવાદ - પૂર્વપક્ષ :- સૂર્યની ગતિનાં અનુમાનમાં દેશાંતરપ્રાપ્તિ એ પ્રામાણિક લિંગ છે. દા. ત. કોઈક મનુષ્ય એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જતો હોય ત્યારે દેશાંતરપ્રાપ્તિ સ્વરૂપ કાર્યથી તેનાં કારણ સ્વરૂપ ગમનક્રિયાનું પણ પ્રત્યક્ષ થાય જ છે. એ જ પ્રમાણે સૂર્યને વિશે સવાર, બપોર અને સાંજના સમયે દેશાંતરપ્રાપ્તિ સ્વરૂપ કાર્ય તો જણાય જ છે પરંતુ સૂર્યની ગતિ અત્યંત ધીમી હોવાથી પ્રત્યક્ષથી એ ગતિનો નિર્ણય થઈ શકતો નથી. આમ છતાં પણ દેશાંતરપ્રાપ્તિ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થયેલી હોવાથી લિંગ થઈ શકે છે અને તેનાં દ્વારા સૂર્યની ગતિનું અનુમાન થઈ શકે છે. જ્યારે અહીં તો ‘ઘર્વાદ્રિ' વસ્તુના જે સ્તન, કેશ વગેરે લિંગો છે. તે લિંગ સ્વરૂપથી રહિત એવી “વદ્વત્રિ' વસ્તુ વિષયમાં પ્રત્યક્ષથી લિંગના અભાવનો નિશ્ચય થાય છે અર્થાત્
વાદ્રિ વસ્તુઓમાં ક્યારેય પણ સ્તન, કેશ વગેરેનું પ્રત્યક્ષ થતું જ નથી. આમ સ્તન, કેશ વગેરે લિંગના પ્રત્યક્ષનો અભાવ હોવાથી બીજા કોઈ લિંગથી પણ તે લક્ષણોનું અનુમાન થઈ શકતું નથી. અહીં એવું લિંગ છે જે લિંગના અભાવનું જ પ્રત્યક્ષ કરાવે છે. નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય તો પર્વત ઉપર વરસાદ છે એવું કહી શકાય છે, તેમ અહીં તો પ્રત્યક્ષથી કોઈ લિંગ જણાતું નથી. આથી “ઘર્વા' વગેરેમાં સ્તન, કેશ વગેરે લિંગનાં અભાવનો જ નિશ્ચય થાય છે. કોઈ સારી આંખવાળાઓ પણ એ લિંગનું પ્રત્યક્ષ કરી શકતા નથી. માટે લિંગાભાવનો જ અહીં નિશ્ચય થાય છે. તે
વળી ઇતરેતરઆશ્રયદોષ પણ આવે છે. “બાપુ' વગેરે હોય તો લિંગનો બોધ થાય છે અને લિંગ હોય તો ‘મા' વગેરે પ્રત્યય થઈ શકે છે. જો સ્તન વગેરે ચિહ્નોનું પ્રત્યક્ષ ન થઈ શકે તો ‘બાપુ’ વગેરે કેવી રીતે થઈ શકે ? અને ‘બાપુ’ વગેરે હોય તો તેનાથી સ્તન વગેરે લિંગનો નિશ્ચય કેવી રીતે થઈ શકે ? “ગાપુ' વગેરે હોય તો સ્તન વગેરે લિંગો હોય અને સ્તન વગેરે લિંગો હોય તો ‘મા' વગેરે પ્રત્યય હોય. આ પ્રમાણે ઇતરેતરઆશ્રયદોષ આવતો હોવાથી ઉપર કહેલા ચિહ્નોવાળા સ્ત્રી, પુરુષ અને નપુંસકનો વિચાર યોગ્ય જણાતો નથી.
વળી, ‘ટ:, તટી, ટમ્' એ પ્રમાણે એક જ પદાર્થનાં ત્રણ શબ્દોમાં ત્રણેય લિંગની પ્રાપ્તિ હોવાથી પદાર્થોમાં બધા લિંગોનો પ્રસંગ આવે છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકને ઓળખાવનાર જુદા જુદા ચિહ્નો હોય છતાં પણ બધા ચિહ્નોનો એક જ પદાર્થમાં સમાવેશ થાય તે યોગ્ય નથી. ગાયને ઓળખાવનાર જે લિંગ છે એ જ ગાયમાં ભેંસને ઓળખાવનાર લિંગનો પણ સમાવેશ થઈ જાય તો વિરોધ નામનો દોષ આવે છે. આમ વિરોધ હોવાથી એક જ દ્રવ્યમાં બધા લિંગો માની શકાતા નથી. સ્ત્રી અને પુરુષનાં સદ્ભાવમાં નપુંસકપણું નથી હોતું અને સ્ત્રી, પુરુષના