________________
૩૮૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ પણ નથી. જે જે અસત્ત્વભૂત હોય તેની વ્યાખ્યા થઈ શકતી નથી. આથી અસત્ત્વભૂતે એવા અવ્યય કે જેની વ્યાખ્યા થઈ શકતી નથી એવા અર્થનો અભાવ “á' અને “વૃક્ષ' શબ્દમાં હોવાથી નપુંસકત્વનો પ્રસંગ આવે છે. બંને શબ્દો સત્ત્વવાચક હોવાથી તથા ઉપરોક્ત લિંગનો અભાવ હોવાથી તેમજ અસત્ત્વભૂત એવાં ન કથન કરી શકાય એવાં અવ્યયનો પણ અભાવ હોવાથી નપુંસકપણાંનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે વર્તી’ અને ‘વૃક્ષ'માં અતિવ્યાપ્તિ દોષ આવે છે.
(शन्या०) न च सूक्ष्मत्वात् खट्वादौ स्तनकेशादेर्दुर्बलेन्द्रियैरनुपलम्भ इति वाच्यम्, इन्द्रियदौर्बल्यमप्यनुपलब्धिकारणं प्रमाणान्तरावसितवस्तुविषयमेवाभिधातुं शक्यम्, न चात्र किञ्चिदपि तत्सद्भावे प्रमाणमस्ति ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- “વદ્વ' વગેરેમાં સ્તન તથા કેશ વગેરેવાળાપણું તો છે જ, પરંતુ અત્યંત સૂક્ષ્મ હોવાથી અને આપણી ઇન્દ્રિયો દુર્બળ હોવાથી તે લિંગની પ્રાપ્તિ થઈ શકતી નથી. આમ પ્રત્યક્ષથી નહીં જણાવા માત્રથી એમાં પુલિંગ અને સ્ત્રીલિંગપણનો સદ્દભાવ નથી એવું કહી શકાશે નહીં.
અહીં ઇન્દ્રિયની દુર્બલતા સ્વરૂપ હેતુને આપીને “á' અને વૃક્ષ' શબ્દનાં પદાર્થમાં સ્ત્રીલિંગ અને પુલિંગ હોવા છતાં પણ અપ્રાપ્તિ બતાવી તેના અનુસંધાનમાં સિદ્ધાંતકારો કહે છે કે વિદ્યમાન પદાર્થોની અપ્રાપ્તિ છ પ્રકારે થાય છે.
(૧) મતિરિષઃ - આંખોની અત્યંત સમીપ કોઈ વસ્તુ આવી જાય તો પણ તેનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. દા. ત. આંખોમાં કાજળ આંજવામાં આવે તો કાજળ આંખોની અત્યંત સમીપ હોવાથી તે વ્યક્તિ કાજળનું પ્રત્યક્ષ કરી શકતી નથી.
(૨) ગતિવિપ્રવર્ષાઃ - આંખોથી કોઈ વસ્તુ અત્યંત દૂર હોય તો પણ તેનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. દા. ત. દૂર-દૂર આકાશમાં પક્ષી ઊડતું હોય તો વિદ્યમાન એવાં પક્ષી પદાર્થની પણ આંખો દ્વારા પ્રાપ્તિ થઈ શકતી નથી.
(૩) મૂર્યન્તર વ્યવસ્થાના:- મૂર્ત પદાર્થોનું વચ્ચે વ્યવધાન આવી જાય તો પણ પદાર્થનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. દા. ત. પેટીમાં રહેલું સુવર્ણ પેટીનાં આવરણને કારણે દેખાતું નથી.
(૪) તમસાડવૃતત્ત્વીઃ - અંધકારથી કોઈ વસ્તુ ઢંકાઈ જાય ત્યારે પણ આંખો દ્વારા એ વસ્તુનું પ્રત્યક્ષ થઈ શકતું નથી.
(૫) રૂન્દ્રિયવીર્થત્યાત્:- આપણી ઇન્દ્રિય દુર્બલ હોય તો પણ સામે રહેલાં પદાર્થની પ્રતીતિ થતી નથી. દા. ત. આંખોમાં નંબર વધી ગયા હોય તો પણ વસ્તુનું પ્રત્યક્ષ થતું નથી.