________________
સૂ૦ ૧-૧-૨૯
૩૮૪ સ્તન અને કેશવાળી જે હોય તે સ્ત્રી કહેવાય છે. અહીં સ્તન અને કેશ બંને શબ્દને “તું” પ્રત્યય લાગ્યો છે. “મા” પ્રત્યય બહુલપણાને જણાવે છે. દા. ત. સામાન્ય માણસ પાસે ધન હોય છે તેમજ સામાન્ય માણસમાં થોડું થોડું બળ પણ હોય છે, છતાં પણ તેઓ ધનવાન અને બળવાન કહેવાતાં નથી. તેમની પાસે જ્યારે ઘણું ધન અને ઘણું બળ હોય ત્યારે જ તેઓ ધનવાન અથવા તો બળવાન કહી શકાશે. એ જ પ્રમાણે અહીં પણ જ્યારે સ્તનની બહુલતા હશે તથા વાળની બહુલતા હશે ત્યારે જ તે વ્યક્તિને સ્ત્રી કહી શકાશે. કુમારી જ્યારે નાની હોય છે ત્યારે એનાં સ્તનમાં વિશાળપણું નથી હોતું તેમજ વાળમાં અધિકપણું નથી હોતું. કુમારીનું સ્તન અને વાળમાં અધિકપણું તો ‘પ્રાય:' અઢાર વરસની ઉંમર પછી થાય છે. આથી નાની નાની બાલાઓને સ્ત્રી કહી શકાશે નહીં. આમ જ્યાં ખરેખર સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે ત્યાં ઉપરોક્ત લક્ષણથી સ્ત્રીપણાંનો અભાવ થાય છે. આ પ્રમાણે અવ્યાપ્તિદોષ આવે છે.
હજામનાં (નાઈનાં) ઘરને વરવુરી' કહેવામાં આવે છે. હવે ‘વરદી'નો અર્થ પણ લક્ષણા સંબંધથી હજામ જ કરવામાં આવે છે. આથી “વરી ' શબ્દ ખરેખર તો હજામનાં ઘર સ્વરૂપ અર્થને પ્રગટ કરતો હતો. પરંતુ એ ઘરમાં હજામનો અભેદઉપચાર થવાથી આ “રટી' શબ્દ હજામનું (મનુષ્યનું) કથન કરનારો થાય છે. આ પ્રમાણે પુરુષ સ્વરૂપ મનુષ્યનું કથન કરનાર એવા “વરપુટી' શબ્દમાં પુરુષપણું માનવાની આપત્તિ આવે છે. ખરેખર તો “રટી” શબ્દ સ્ત્રીપણાંનો વાચક છે. પરંતુ આ “ઘરકુરી'નો જે અર્થ છે એમાં કર્કશ વાળવાળાપણું હોવાથી પુરુષપણું પ્રાપ્ત થાય છે અને પુરુષપણું પ્રાપ્ત થતું હોવાથી ‘વરદી: પશ્ય' એવો પ્રયોગ પ્રાપ્ત થવો જોઈએ એને બદલે “વરટીન પ’ એવાં અનિષ્ટ રૂપની આપત્તિ આવશે. જે જે નામો પુલિંગમાં હોય તે તે નામોમાં ‘શોડતા...' (૧/૪/૪૯) સૂત્રથી ‘'નો ‘’ થવાની પ્રાપ્તિ આવશે. આ પ્રમાણે ઉપરોક્ત લક્ષણ માનવાથી ‘વરી' શબ્દમાં અતિવ્યાપ્તિદોષ આવે છે. “તું હજામોને જો.' એ પ્રમાણેનો અર્થ “રટીન પ’નો થશે જે અનિષ્ટ પ્રયોગ છે.
' અને વૃક્ષ'માં આમ તો અનુક્રમે સ્ત્રીલિંગપણું અને પુલિંગપણું છે. છતાં પણ ઉપરોક્ત લક્ષણ પ્રમાણે આ “વદ્ય' અને “વૃક્ષ'માં અનુક્રમે સ્ત્રીપણાં અને પુરુષપણાનો અભાવ થાય છે. વળી આ બંને શબ્દોનાં પદાર્થો સત્ત્વ સ્વરૂપ છે. આથી લિંગપણું પ્રાપ્ત થવું જોઈએ. વળી, લિંગપણાંથી આ બંનેમાં પુરુષપણું અને સ્ત્રીપણું પ્રાપ્ત ન થાય તો સ્ત્રી અને પુરુષનાં સદશમણાંથી નપુંસકપણાનો પ્રસંગ આવશે. અહીં ‘સ્ત્રીપુરસશત્વા” હેતુ આગળ અલ્પવિરામ સમજી અને પાછળ “નપુંસર્વપ્રસ:'નો અન્વય કરવાથી ઉપરોક્ત બોધ પ્રાપ્ત થશે.
તથા હવે બીજો હેતુ આપીને પણ તે બંને શબ્દોમાં નપુંસકત્વનો દોષ બતાવે છે – આ બંને શબ્દો અસત્ત્વભૂત નથી. આથી લિંગ અને સંખ્યાથી રહિત એવા અસત્ત્વભૂત અવ્યય સ્વરૂપ