________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
અનુવાદ :- સ્તન, કેશવાળાપણું તથા કર્કશવાળવાળાપણું તથા બંનેનાં લિંગપણાંથી સદેશવાળાપણું જેમાં જેમાં હોય તેમાં તેમાં અનુક્રમે સ્ત્રીપણું, પુરુષપણું અને નપુંસકપણું થશે અને એ પ્રમાણે સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગનો વ્યવહાર થશે. મહાભાષ્ય વગેરેમાં પણ કહ્યું છે કે
૩૮૩
જે સ્તન અને કેશવાળી હોય તે સ્ત્રી છે તથા કર્કશ રુંવાટીવાળા (છાતી વગેરે ઉપર વાળવાળા) જે હોય તે પુરુષ છે તથા જે વ્યક્તિ આ બેની મધ્યમાં છે અર્થાત્ જેમાં સ્તન, કેશ નથી તથા કર્કશ વાળ વગેરે નથી તે નપુંસક છે.
આ લક્ષણ પણ સંગત થતું નથી. જો સ્ત્રી અને પુરુષનું આવું લક્ષણ માનવામાં આવશે તો તે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષથી દૂષિત થાય છે. આ પ્રમાણે બે દોષથી દૂષિત હોવાથી આ લક્ષણ પણ સંગત થતું નથી.
(श०न्या० ) तथाहि - स्त्रीवेषधारिणि भ्रूकुंसे स्तन - केशवत्त्वात् स्त्रीत्वप्रसङ्गः(भ्रूकुंसः स्त्रीवेषधारी नटस्तस्य स्तनकेशसम्बन्धात् स्त्रीत्वे सत्याप् स्यात्), केशवपने च स्त्रियाः स्त्रीत्वं न स्यात्, तदानीं केशैः संबन्धाभावात्, कुमार्याश्च स्तनादिसंबन्धस्योत्तरकालभावित्वादतिशयेऽपि मतौ विज्ञायमाने स्त्रीत्वं न स्यात् । नापितगृहाभिधायकस्याभेदोपचारेण मनुष्याभिधायिनः खरकुटीशब्दस्य ‘खरकुटी: पश्य' इत्यत्र तदर्थस्य लोमशत्वेन पुंस्त्वात् "शसोऽता०” [१.४.४९.] इति नत्वप्रसङ्गः । खट्वा - वृक्षयोः स्त्रीत्व - पुंस्त्वयोरभावात् सत्त्ववाचितया लिङ्गवत्त्वेन स्त्री-पुंससदृशत्वाल्लिङ्गसंख्यारहितस्यासत्त्वभूतस्याव्ययाख्यातार्थस्याभावान्नपुंसक
त्वप्रसङ्गः ।
અનુવાદ :- હવે સૌ પ્રથમ અતિવ્યાપ્તિદોષ બતાવે છે - જે જે સ્તન અને કેશવાળી હોય તે સ્ત્રી છે એવું માનવામાં આવશે તો સ્ત્રીવેષને ધારણ કરનાર એવા નટમાં સ્તન અને કેશવાળાપણું હોવાથી સ્ત્રીપણાંનો પ્રસંગ આવશે. નટ જ્યારે પોતાનું સ્ત્રી તરીકેનું પાત્ર ભજવતો હોય છે ત્યારે કૃત્રિમ સ્તન અને વાળવાળાપણાંની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે જે ખરેખર સ્ત્રી નથી તેમાં પણ સ્ત્રીપણાંની પ્રાપ્તિ થાય છે અને સ્ત્રીપણાંની પ્રાપ્તિ થવાથી ‘ધ્રૂસ’ શબ્દ ‘ઝારાન્ત' હોવાથી સ્ત્રીલિંગમાં ‘આપ્’ લાગવાની પ્રાપ્તિ આવે છે. આ પ્રમાણે અતિવ્યાપ્તિ નામનો દોષ પ્રાપ્ત થાય છે.
વળી કોઈક સ્ત્રી પોતાના વાળ કપાવી નાંખે ત્યારે વાળનો અભાવ થવાથી તે સ્ત્રી હોવા છતાં પણ સ્ત્રીપણાંને પ્રાપ્ત કરી શકશે નહીં. આ પ્રમાણે સ્ત્રીમાં સ્ત્રીપણાનું લક્ષણ જવું જોઈએ, છતાં પણ એ લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ દોષ આવે છે.