________________
૩૮૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ पपन्नमिति पृच्छति-किं पुनरिति । समाधत्ते-लिङ्गमिति । हेत्वादिकमपि लिङ्गत्वेन प्रसिद्धमिति पृच्छति-किं पुनस्तदिति ।
અનુવાદ - હવે પુલિંગ અથવા તો સ્ત્રીલિંગ શું છે? આ લિંગો ઓળખવા માટેનો સિદ્ધાંત કયો? એના સંબંધમાં ચર્ચા ચાલુ થાય છે. અંતે લિંગનું સ્વરૂપ જણાવાશે.
પૂર્વપક્ષ - જે જે હાથ, પગ વગેરેવાળી વ્યક્તિ હોય તથા પુરુષ સંબંધી જેટલા કાર્યો હોય એને કરી શકનાર હોય તે પુરુષ કહેવાય છે. અર્થાત્ પુરુષ સંબંધી કાર્યો કરી શકનાર એવી વ્યક્તિ જો હાથ, પગ વગેરેવાળી હોય તો તે પુરુષ કહેવાય છે. તથા હાથ, પગવાળી એવી એ જ વ્યક્તિ જો સ્તન અને કેશવાળી હોય તો સ્ત્રી કહેવાય છે. જો આ રીતે પુરુષ અને સ્ત્રીને ઓળખવામાં આવશે તો “સીમન' વગેરે શબ્દોના પદાર્થોમાં આવા કોઈ ચિહ્નો અથવા તો કાર્યો જણાતા નથી. આથી તેવા પદાર્થોમાં સ્ત્રી અથવા પુરુષનો વ્યવહાર થઈ શકશે નહીં અને તેમ થશે તો એવા શબ્દોમાં સ્ત્રીલિંગ, પુલિંગ વગેરે નક્કી થઈ શકશે નહીં. આથી “સીમન' વગેરે શબ્દમાં ખરેખર સ્ત્રીલિંગ વગેરે થવું જોઈએ. પરંતુ એ પ્રમાણે થઈ શકતું નથી. આથી અવ્યાપ્તિદોષથી આવું લક્ષણ દૂષિત થાય છે. માટે સ્ત્રી અને પુરુષને ઓળખવાનું આવું સ્વરૂપ અસંગત થશે.
ઉત્તરપક્ષ - આ શંકાને નજરમાં રાખીને બૃહદ્રવૃત્તિમાં આચાર્ય ભગવંતશ્રીએ પંક્તિઓ લખી છે કે “કિં પુનઃ પુમાન સ્ત્રી વી ?' અર્થાત્ પુરુષ અથવા તો સ્ત્રી શું છે? એના સમાધાનમાં જણાવે છે કે પુરુષ અથવા તો સ્ત્રી એ લિંગ છે. અર્થાત્ ચોક્કસ પ્રકારનું ચિહ્ન એ પુરુષ અથવા તો સ્ત્રી છે.
પૂર્વપક્ષ :- દર્શનશાસ્ત્રમાં હેતુને પણ લિંગ કહેવામાં આવે છે. દા. ત. “પર્વતો વદ્ધિમાન ધૂમતું' અહીં ‘ધૂમ' લિંગ સ્વરૂપે છે. આ લિંગ દ્વારા પર્વતમાં અગ્નિની સિદ્ધિ થાય છે. આ પ્રમાણે જે જે હેતુ સ્વરૂપ હોય તેને તેને પણ લિંગ કહેવાય છે. આ સંજોગોમાં અહીં લિંગ તરીકે શું સમજવું?
ઉત્તરપક્ષ :- આ શંકાનાં અનુસંધાનમાં બૃહવૃત્તિ ટીકામાં “ પુનઃ તત્..' પંક્તિઓ લખી છે. અર્થાત્ તે વળી શું છે? હવે આ પ્રશ્નના ઉત્તર માટે સૌ પ્રથમ ‘મયમfમપ્રાય:..' પંક્તિઓ સમજવી પડશે.
(शन्या०) अयमभिप्राय:-न तावद् गोत्वादिवत् संस्थान(विशेष)व्यङ्ग्यत्वं स्त्रीत्वादिलिङ्गस्य सामान्य-विशेषरूपताप्रसङ्गात् (जातिविशेषरूपत्वं स्यात्), ततश्च खट्वा-शिशपा-दार