Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 12
________________ ૦ ૧-૧-૨૯ ३८० ત્યારે ક્યાંતો ‘ઇન્દ્ર જાય છે’ એવો બોધ થાય છે અથવા તો ‘વિષ્ણુ જાય છે’ એવો બોધ થાય છે.-પરંતુ એક જ વાક્યમાં ઇન્દ્ર જાય છે તથા વિષ્ણુ જાય છે એ પ્રમાણે બંને અર્થનો બોધ કરાવી શકવાનું સામર્થ્ય નથી. હા, ‘હરિ’ શબ્દનો આવૃત્તિથી બેવાર પ્રયોગ કરવામાં આવે તો બંને અર્થનો બોધ થઈ શકે છે. આમ, નવો નવો અર્થ સમજવા માટે શબ્દ તો ભિન્ન ભિન્ન આવશ્યક જ છે. એ પ્રમાણે અહીં પણ ‘ઞૌ' શબ્દ એક જ વાર લખ્યો છે. છતાં પણ એ ‘ૌ' શબ્દથી પ્રથમા દ્વિવચનનો બોધ પણ કરવો છે. તેમજ દ્વિતીયા દ્વિવચનનો બોધ પણ કરવો છે. આમ એક જ ‘ઔ’ શબ્દથી જો બે અર્થનો બોધ કરવો હોય તો ‘ઔ’ શબ્દની આવૃત્તિ (પુનરાવૃત્તિ) કરવા દ્વારા જ થઈ શકશે અને સૂત્રમાં જે વ્યતિક્રમનિર્દેશ જણાવ્યો છે એનાથી જ જણાય છે કે આવૃત્તિથી ઉભય અર્થનું ગ્રહણ થઈ શકશે. જ્યારે જ્યારે શબ્દ એક જ ઉચ્ચારણવાળો હશે છતાં બે અર્થમાં પ્રચલિત હશે તો એક જ વાર એ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવશે તથા એ શબ્દની આવૃત્તિ કરી બે વાર ઉચ્ચારણવાળો થયો છે એવું માની લેવામાં આવશે. અહીં અર્થભેદ હોવાને કારણે આવૃત્તિથી શબ્દભેદ થઈ જશે. આવી પ્રક્રિયાને શાસ્ત્રમાં તંત્રનિર્દેશ કહેવામાં આવે છે. આમ જેનું બાહ્ય સ્વરૂપ એક જેવું જ હોય ત્યારે એક જ વાર ઉચ્ચારણ કરાયેલો શબ્દ પણ આવૃત્તિ દ્વારા બે વાર ઉચ્ચારણવાળો માનીને અર્થભેદ થઈ શકશે. આ પ્રક્રિયાને તંત્રનિર્દેશ કહેવામાં આવે છે. આવો અર્થ વ્યતિક્રમનિર્દેશ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે ‘મૌ’ હશે ત્યારે દ્વિતીયાવિભક્તિનો ‘ઔ’ ગ્રહણ થશે. પછી આવૃત્તિથી ‘ઔ’ બીજી વાર ગ્રહણ કરવામાં આવશે. આથી ‘બૌનસ્’ માનીને પ્રથમા વિભક્તિનો લેવામાં આવશે. આમ સ્વરૂપથી બંને ‘ઔ’નો બોધ થશે. આથી જ સૂત્રમાં બંને ‘ઔ’ને અવિશેષતાથી કહ્યા છે. જો વિશેષ એવા ‘ઔ’નું ગ્રહણ જ કરવું હોત તો ‘ઔ’ની પૂર્વમાં ‘ખસ્’ને કહેત. અર્થાત્ સૂત્ર આ પ્રમાણે બનાવત ‘સ્વૌનસમ્'. આવી રચનામાં વિશેષ એવા પ્રથમા વિભક્તિના ‘ઔ’નો જ બોધ થાત, પરંતુ આવો બોધ કરવો નથી. માટે જ ટીકામાં લખ્યું છે કે ‘સૌ’નું અવિશેષતાથી ગ્રહણ થાય છે એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. અહીં ક્રમભંગ લાઘવ કરવા માટે કર્યો છે. હવે ‘સૌમન્’ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે : ‘સો’ ધાતુને ‘સ્યતેરી = વા' (૩Ī૦ ૧) સૂત્રથી ‘મન્’ પ્રત્યય થતાં અને અન્ય સ્વરનો ‘' થતાં ‘સીમન્’ રૂપ સિદ્ધ થશે. ( श०न्या० ) ननु र्करचरणादिमती व्यक्तिः पुरुषार्थोपयोगिनी पुमानित्युच्यते, सैव च स्तनकेशवती स्त्रीति, तद्ग्रहणे च 'सीमा, सीमानौ' इत्यादावप्रसङ्गेनाव्याप्तिदोषपराहतत्वादिदमनु ૬. ‘રા॰' મૈં ।

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 396