________________
૩૭૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ નથી. આમ, ઇતરેતરદ્વન્દ્રસમાસમાં પૃથગુ પૃથગુ પદ દ્વિત્ય સ્વરૂપ અર્થને જણાવે છે એ અલૌકિક નિર્દેશ છે.
અથવા તો વિવાશ્રય સ્વરૂપ સામાસિક શબ્દમાં ‘વિ' શબ્દ ‘માર' અંતવાળો પ્રયોગ કરાય છે. સમાસ સિવાય જો “વિવ’ શબ્દ આવે તો વ્યંજનાન્ત “વિવું' શબ્દનો જ પ્રયોગ કરાય છે. વ્યંજનાંત “વિવું' શબ્દનો પ્રયોગ એ લૌકિક પ્રયોગ છે. જ્યારે સમાસમાં મરીન્ત દ્વિવ શબ્દનો પ્રયોગ એ અલૌકિક પ્રયોગ છે. જો સમાસમાં વ્યંજનાંત “વિવું' શબ્દનો પ્રયોગ થયો હોત તો પૂર્વનું નામ સમાસમાં પદસંજ્ઞાવાળું થતાં ‘વિવું'ના ‘વ’નો ‘આદેશ થાત અને ‘થ્વાશ્રયઃ' પ્રયોગની સિદ્ધિ થાત. આમ છતાં પણ સમાસમાં ‘વિવું' શબ્દ “મારાન્ત’ જ મનાય છે. આ જ અલૌકિક નિર્દેશ કહેવાય છે. હવે બૃહદુવૃત્તિની ટીકાના શબ્દોની સ્પષ્ટતા કરે છે - (शन्या०) औरिति प्रथमेति-ननु कथं प्रथमा (सम्बन्धिन औ इत्यस्य ग्रहणम् अमुत्तरोपादानाद्) द्वितीयासंबन्धिन एव ग्रहणं प्राप्नोति ? अन्यथा प्रथमापरिग्रहार्थं 'स्यौजसमौ' इति विदध्यात् । नैवम्-व्यतिक्रमनिर्देश एव आवृत्त्योभयपरिग्रहं साधयति । तथाहि 'अमौ' द्वितीयाया इति (इति द्वितीयायाः) परिग्रहः, 'औ-जस्' इति प्रथमायाः, अनेनैव स्वरूपेण स्यादिति सूत्रेऽविशेषेण पठितौ, अन्यथाऽतः पूर्वं जसं पठेदिति, अत एव 'अविशेषेण' इत्युक्तम् । “स्यतेरी च वा" [उणा० ९१५.] इति मनि सीमन् ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- કૌંસમાં રહેલો પાઠ પણ પૂર્વપક્ષનાં પ્રશ્ન સંબંધી હેતુ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સૂત્રમાં કમ્ પ્રત્યય પછી સૌ પ્રત્યયનું ગ્રહણ કર્યું છે. આથી મમ્ દ્વિતીયા વિભક્તિનો હોવાથી સૌ પણ દ્વિતીયા વિભક્તિ સંબંધી જ લઈ શકાય છે. છતાં પણ પ્રથમ વિભક્તિ સંબંધી ગૌ શા માટે લેવામાં આવ્યો છે? જો પ્રથમ વિભક્તિનો સૌ પણ ગ્રહણ કરવો હોત તો ચીનની સૂત્ર જ બનાવવું જોઈએ. આથી સૂત્ર પ્રમાણે તો પ્રથમ વિભક્તિનો સૌ ઘુટ્સજ્ઞાવાળો થઈ શકશે નહીં.
ઉત્તરપક્ષ:- અહીં ક્રમભંગ કરીને નિર્દેશ કરવામાં આવ્યો છે, એને વ્યતિક્રમનિર્દેશ કહેવામાં આવે છે. પ્રથમ ‘સિ’ આવે, પછી “ગૌ' આવે, પછી “કમ્' આવે તેને ક્રમિકનિર્દેશ કહેવાય છે. અહીં તો ‘ત્તિ’ પછી ‘૩' છે, પછી ‘ગૌ’ છે. માટે વ્યતિક્રમનિર્દેશ છે. અહીં વ્યતિક્રમનિર્દેશ જ આવૃત્તિથી ઉભય ‘ગૌ'ના ગ્રહણને સિદ્ધ કરે છે.
વ્યાકરણમાં સિદ્ધાંત છે કે અર્થનો ભેદ હોય તો શબ્દનો ભેદ હોવો જ જોઈએ. દા.ત. “રિ' શબ્દનાં બે અર્થ છે : (૧) ઇન્દ્ર અને (૨) વિષ્ણુ. હવે જ્યારે “હરિ: છત’ વાક્ય આવશે