________________
૦ ૧-૧-૨૯
૩૮૬
:
(૬) અતિપ્રમાવાત્ ઃ- અન્ય વિષયમાં ચિત્ત આસક્ત થઈ જાય તો પણ સમીપ રહેલા પદાર્થનું પ્રત્યક્ષ થઈ શકતું નથી.
આ પ્રમાણે અનુપલબ્ધિનાં ૬ હેતુઓમાં આચાર્ય ભગવંતશ્રીએ ઇન્દ્રિયની દુર્બલતા સ્વરૂપ હેતુ બતાવીને ‘હા’ અને ‘વૃક્ષ’ શબ્દમાં સ્તન વગેરેનો સદ્ભાવ હોવા છતાં પણ પ્રતીતિ થતી નથી એવો અર્થ જણાવ્યો.
પૂર્વપક્ષ :- અત્યંત સૂક્ષ્મપણાંથી ‘હા’ વગેરેમાં સ્તન, કેશ વગેરે પણ દુર્બલ એવી ઇન્દ્રિયથી પ્રાપ્ત કરી શકાતું નથી, એવું કહી શકાતું નથી. ઇન્દ્રિયની દુર્બલતા ત્યારે જ કહી શકાય કે જો અન્ય પ્રમાણથી તે લક્ષણોની પ્રાપ્તિ ‘વા’ વગેરેમાં થઈ શકતી હોય. ‘હા, વૃક્ષ' વગેરેમાં સ્તન, કેશ વગેરેનાં સદ્ભાવમાં કોઈ પણ પ્રમાણ નથી.
(श०न्या० ) अथ आदित्यगतिवत् सदपि नोपलभ्यते इति चेद्, नैवम् - तत्रादित्यगतेरनुपलभ्यमानत्वेऽपि देशान्तरप्राप्तिलक्षणेन कार्येणानुमीयमानत्वात् सत्त्वमुपपद्यते । एवं तर्हि खट्वादौ आबादेर्लिङ्गकार्यस्य दर्शनात् तदनुमानमस्तु ।
ઉત્તરપક્ષ :- સૂર્યમાં ગતિ વિદ્યમાન હોય છે છતાં પણ પ્રત્યક્ષપ્રમાણથી તે પ્રાપ્ત થઈ શકતી નથી. પરંતુ તેટલામાત્રથી સૂર્યમાં ગતિ નથી એવું કહી શકાતું નથી. એ જ પ્રમાણે ‘હા, વૃક્ષ’ વગેરેમાં પણ સ્તન, કેશ વગેરેનો સદ્ભાવ તો છે જ, પરંતુ તેનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. આ પ્રમાણે પ્રત્યક્ષ ન થવા માત્રથી તેમાં સ્તન, કેશ વગેરે ચિહ્નો નથી તેવું કહી શકાતું નથી.
પૂર્વપક્ષ :- આ પ્રમાણે જો તમે કહેતાં હો તો એવું નથી. ત્યાં સૂર્યની ગતિ ભલે પ્રત્યક્ષથી પ્રાપ્ત ન થાય તો પણ દેશાંતર પ્રાપ્તિ સ્વરૂપ કાર્યથી સૂર્યની ગતિનું અનુમાન થઈ શકે છે. અને એ પ્રમાણે સૂર્યમાં ગતિ વિદ્યમાન જ છે જે દેશાંતર પ્રાપ્તિ સ્વરૂપ લિંગથી નક્કી થઈ શકે
છે.
ઉત્તરપક્ષ :- જો દેશાંતર પ્રાપ્તિ સ્વરૂપ કાર્યથી સૂર્યમાં ગતિનો નિશ્ચય થઈ શકે છે તો ‘હા’ વગેરેમાં પણ ‘આપ્' વગેરે ચિહ્ન પ્રાપ્ત થાય છે. આથી ‘આપ્’ની પ્રાપ્તિ સ્વરૂપ કાર્યથી ‘વા' વગેરેમાં સ્તન વગેરેનું અનુમાન કરી શકાય છે. માટે ‘વા' વગેરેમાં સ્તન વગેરે લક્ષણને આધારે સ્ત્રીપણું વગેરે માની શકાશે.
(श० न्या० ) अत्राभिधीयते - आदित्यगत्यनुमाने देशान्तरप्राप्तिः प्रामाणिकी सती लिङ्गं भवति, इह तु तल्लिङ्गस्वरूपविविक्तखट्वादिवस्तुविषयेण प्रत्यक्षेण लिङ्गाभावनिश्चयकरणे (०कारिणा) विरुध्यते, इतरेतराश्रयत्वं च सति आबादौ लिङ्गावगमः, सति च लिङ्गे आबादय इति । तथा 'तट:, तटी, तटम्' इति कार्यदर्शनात् सर्वलिङ्गप्रसङ्गः; न चैकस्मिन् द्रव्ये सर्वलिङ्गत्वं युक्तं