________________
સૂ૦ ૧-૧-૨૯
૩૮૨
પુરુષ-નમો-મેન:-પ્ર(મૃ)તિવૃતિ તૈવ ચાત્ મિન્નસંસ્થાનત્વાત્। ન ચ સવાાત સ્ત્રીત્વાતિलिङ्गं गोत्वादिवत् सर्वेषु स्त्री-पुं- नपुंसकेषु व्यक्त्यन्तरेषु ग्रहीतुं शक्यते ।
અનુવાદ :- અહીં અભિપ્રાય આ પ્રમાણે છે – જે પ્રમાણે ગોપિંડની આકૃતિવિશેષથી ગોત્વજાતિ પ્રગટ કરી શકાય છે (અભિવ્યક્ત કરી શકાય છે). તે જ પ્રમાણે ચોક્કસ આકૃતિવિશેષથી સ્ત્રીલિંગ, પુલિંગપણું અભિવ્યક્ત થાય છે, એવું નથી. જગતમાં સાસ્ના, લાઙ્ગલ, શિંગડાં વગેરે સ્વરૂપ આકૃતિથી ગોત્વજાતિ અભિવ્યક્ત થાય છે. એ જ પ્રમાણે ચોક્કસ આકૃતિવિશેષથી સ્ત્રીત્વ વગેરે હિંગનું જાતિવિશેષપણું પ્રગટ કરાય છે, એવું કહી શકાતું નથી. જો આ પ્રમાણે આકૃતિવિશેષથી જ સ્ત્રીત્વ વગેરે લિંગ ઓળખી શકાત તો ઘા, શિશપા, દ્વારા, પુરુષ, નમસ્ તેમજ મનસ્ વગેરેમાં અલિંગપણું જ પ્રાપ્ત થાત. અહીં ‘હા, શશા’ વગેરેમાં તો પુરુષ અને સ્ત્રીની આકૃતિથી ભિન્ન આકૃતિ જોવા મળે છે. આથી લિંગવિશેષનો નિર્ણય થઈ શકત નહીં અને એવા નામોમાં અલિંગપણું સિદ્ધ થાત. પરંતુ ‘પુરુષ’ શબ્દમાં તો પુરુષને ઉપયોગી એવા કાર્ય કરવાવાળાપણું પણ છે તેમજ હાથ, પગવાળાપણું પણ છે, તો એમાં અલિંગપણાંનો દોષ કેવી રીતે આવે ? એના અનુસંધાનમાં એવું કહી શકાશે કે પુરુષોને પણ છાતીનાં ભાગ ઉપર નાના સ્તન જેવો આકાર હોવાથી સ્ત્રીલિંગની અભિવ્યક્તિ થવાની આપત્તિ આવે છે. આથી ‘પુરુષ' શબ્દમાં પણ ઉપર કહેલા લક્ષણ પ્રમાણે (પુરુષને ઉપયોગી એવા કામો કરવાવાળાપણું તથા સ્તન, કેશવાળાપણું) અન્યલિંગપણું જ પ્રાપ્ત થાય છે. જુદા જુદા પદાર્થોમાં આકૃતિની ભિન્નતા હોવાથી કોઈપણ પદાર્થમાં આકૃતિ દ્વારા લિંગપણું પ્રગટ થઈ શકશે નહીં.
જે પ્રમાણે એક ગાયને બતાવીને કહેવામાં આવે છે કે આનાં જેવી આકૃતિ આ દુનિયામાં જેની જેની છે તેને ગાય કહેવામાં આવે છે. આ પ્રમાણે એક વાર કહેવાથી નહીં કહેવાયેલી વ્યક્તિને પણ ગ્રહણ કરી શકાય છે. પરંતુ આ પ્રમાણે કોઈ પદાર્થમાં સ્ત્રી અથવા તો પુરુષની ઓળખાણ કરાવીને કહી શકાતું નથી કે આવા આવા જેટલા પદાર્થો છે તે બધા જ સ્ત્રીલિંગ અથવા તો પુલિંગ અથવા તો નપુંસકલિંગ છે. આ પ્રમાણે એકવાર કથન કરવાથી પણ સ્ત્રીલિંગ, પુલિંગ વગેરે જાણી શકાશે નહીં. આ પ્રમાણે ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ નક્કી થઈ શકતું નથી.
(श०न्या० ) अथ स्तन-केशवत्त्वं रोमशत्वमुभयोर्लिङ्गवत्त्वेन सदृशत्वं च स्त्रीत्वं पुंस्त्वं नपुंसकत्वं च लिङ्गमिति । यदाहु:
“સ્તન-શવતી સ્ત્રી સ્વાત્ રોમશઃ પુરુષઃ સ્મૃતઃ । ૩મયોરન્તાં યત્ત્વ તમાવે નવુંસમ્' ॥૮॥ કૃતિ । एतदपि न संगच्छते, अतिव्याप्त्यव्याप्तिदोषदुष्टत्वात् ।