Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી
૧૩ તેવી જ રીતે જેઓ ધર્મગુરુ થયા, પરંતુ પોતે ઊંડું શાસ્ત્ર-અધ્યયન કરતા નથી, તલસ્પર્શી સૂક્ષ્મ-જ્ઞાન મેળવતા નથી, વૈરાગ્ય કે સંયમભાવ પ્રત્યે આદરમાન રાખતા નથી, સંવેગ અને નિર્વેદના ભાવથી શૂન્ય કેવળ દાંભિકપણે નિયત ધર્માનુષ્ઠાનો કરે છે. આ ધર્માનુષ્ઠાનોમાં પણ સ્વચ્છંદતાના જોરે અવિધિ રૂપે અનેક પ્રકારનાં પાપાચરણની પ્રવૃત્તિઓ આદરે છે. માન-મોભાની, મોટાઈની અને પ્રતિષ્ઠાની ઘેલછાથી બાહ્ય વ્યવસાયોમાં જ જેનું ચિત્ત ચોંટેલું રહે છે. શાસ્ત્રાર્થ ભણવા-ભણાવવા રૂપ સૂત્રવાચના જેઓ લેતા નથી. અને આપતા નથી. લાગણીભર્યા હૃદય પરહિત કરવાની હિતશિક્ષા આપવા દ્વારા વૈરાગ્યાદિ ગુણોની વૃદ્ધિ કરવાનો જેઓને સમય નથી, ફક્ત બાહ્ય આડંબરોમાં અને ભભકાદાર પૌદ્ગલિક વ્યવસાયોમાં જ રચ્યા પચ્યા રહેવા સ્વરૂપ અને તેના જ હિસાબ-કિતાબમાં તથા લેવડ દેવડમાં લયલીન બનવા સ્વરૂપ પર પરિણતિમાં જેઓ પોતે ફસાયા છે. જેઓ પોતે જ ગુણ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા નથી અને તેથી જ જેઓ નિર્ગુણ છે. તેવા નિર્ગુણી અને પર પરિણતિમાં જ તન્મય બનેલા એવા આ ગુરુઓ સંસારરૂપી આ અગાધ સાગરને પોતે તર્યા નથી તે બીજાને કેમ તારશે ?
વહાણ અને પત્થર આ બન્ને પદાર્થપણે સમાન છે. પરંતુ વહાણ તરવા તથા તારવાના સ્વભાવવાળું છે. અને પત્થર ડુબવા અને ડુબાડવાના સ્વભાવવાળો છે. તેમ સદ્ગુરુ વહાણ સમાન છે. કુગુરુ પત્થર સમાન છે. આવા પ્રકારના નિર્ગુણી ગુરુઓ કે જે ભવ તર્યા નથી તેઓ શિષ્યવર્ગને કેમ તારી શકશે ? તેથી કુગુરુઓનો યોગ જીવને સંસારસાગરથી તારવા માટે સમર્થ નથી. (બલ્ક ડુબાડનારો છે.)
આ સંસારમાં મોહની વાસના અનાદિની છે. અને ઘણી જ બળવત્તર છે. જેમ સંસારમાં મોહના સંસ્કારો જોર કરે છે તેમ સાધુ થયા પછી પણ જો જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય અને વાચનાનાં આલંબનો ન રાખવામાં આવે તો ત્યાં પણ મોહના સંસ્કારો ઉછળે જ છે. સંસારમાં જેમ ધન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org