Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ આઠમી
૧૯૫
આત્માઓ આરંભ સમારંભમાં જ બેઠેલા એવા શ્રાવક-શ્રાવિકાઓમાં સાધુને ઉપાદેય એવો સર્વસાવદ્ય યોગના ત્યાગનો આચાર જોડીને જિનપૂજાદિ કાર્યોનો નિષેધ કરે છે. તે પણ શાસ્ત્રવિરુદ્ધ અને પરમાત્માની આજ્ઞાનું લોપકપણું છે. એમ જાણવું.
તેથી જિનેશ્વર પરમાત્માની પૂજામાં સ્નાન અને પુષ્પાદિના વ્યવહારને જોઈને અપાર આરંભ છે.” એમ માનીને જે કોઈ ગૃહસ્થોમાં પૂજાદિના શુભ વ્યવહારનો નિષેધ કરે છે. તેઓએ મનમાં કંઈક વિચારવું જોઈએ કે સર્વ સાવધયોગનો ત્યાગ કરનારા મુનિઓને વિહાર કરતાં કરતાં રસ્તામાં નદી આવે તો તેઓ નદી ઉતરે જ છે. તે વેળાએ અપ્લાયના જીવો ઉપરની જીવદયા ક્યાં ગઈ ?
જો સર્વસાવદ્યત્યાગી મુનિ નદી ઉતરી શકે છે. તો પછી આરંભ-સારંભમાં જ રહેલા ગૃહસ્થો અલ્પ આરંભવાળી પૂજા કેમ ન કરી શકે ? ।। ૮-૨ ॥ જો ઉતરતાં મુનિને નદી, વિધિ જોગે નવિ હિંસા વદી । તો વિધિ જોગે જિનપૂજના, શિવકારણ મત ભૂલો જના || ૮-૩ II
|| ૮૬ ॥
ગાથાર્થ જો વિધિ પૂર્વક મુનિમહારાજ નદી ઉતરે તો હિંસા કહેવાતી નથી તો પછી તે જ પ્રમાણે વિધિપૂર્વક જિનેશ્વરની પૂજા ગૃહસ્થો કરે તો તે પૂજા પણ મુક્તિનું કારણ બને છે. માટે હે ભાગ્યશાળીઓ ! ભૂલ ન કરો.
વિવેચન= મુનિઓ સર્વથા સાવદ્યયોગના ત્યાગી છે. એટલે કે નાનો પણ આરંભ સમારંભ સેવતા નથી. છતાં વિહાર કરતાં નદી આવે તો ઉતરે જ છે. કારણકે નદી ઉતરવામાં થતા સાવધના ભયથી એક ગામમાં વધારે જો રહે તો ગૃહસ્થોની સાથેના અતિશય પરિચયથી રાગ દ્વેષમાં ફસાય કે જેને જૈન શાસ્ત્રોમાં ભાવહિંસા કહી છે. તે ભાવહિંસા ત્યજવા માટે વિહાર કરે છે. તેથી રસ્તામાં નદી આવે તો શાસ્ત્રમાં કહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org