Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 273
________________ ૨૫૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ વચનો મનમાં જ રાખજો. કોઈ બીજાને કહેશો નહીં. નહીં તો આવાં વિવેકશૂન્ય વચનો બોલવા બદલ અમારૂં માઠું દેખાશે. અમારી ઇજ્જત ઓછી થશે. પ્રેમથી બોલાયેલાં વિવેકશૂન્ય વચનો બીજાને કહેવાનાં હોતાં નથી. વિવેકવાળુ અથવા વિવેક વિનાનું અમે આપશ્રીને ઘણું ઘણું કહી દીધું છે. તે કહેવાની પાછળ સર્વે વચનોનો એક જ સાર છે કે આપના અતિશય ભક્તિભાવવાળા આ દાસનાં ભવદુઃખો વારો. અને હાથ પકડીને પણ તારો. એટલે કે મારામાં મોહના સંસ્કારો આજ કાલના નથી. અનાદિના છે. જ્હી ટળે તેમ નથી. તેમાં કાળવિલંબ પણ કદાચ થવાનો સંભવ છે. મારે તો તે મોહના સંસ્કારો જલ્દી જલ્દી નાશ કરવા છે. તેથી આપશ્રી એવી જાદુઈ લકડી ચલાવો કે જેથી હું આ મોહના સંસ્કારોનો નાશ કરી, ભવના પેલે પાર પહોંચનારો થાઉં. આપશ્રી જ આ કામ કરી શકો તેમ છો. || ૧૧-૯ | બાળ જિમ તાત આગળ કહે, વિનવું હું તેમ તુજ રે । ઉચિત જાણો તેમ આચરો, નવિ રહ્યો તુજ કિસ્યુ ગુજ્જી રે ।। ૧૧-૧૦ II સ્વામી સીમંધર તું જ્યો ॥ ૧૨૩ ॥ નવિ રહ્યો= રાખ્યું નથી, કિસ્યુ= કોઈપણ પ્રકારનું, ગુઝ= ગુપ્ત. ગાથાર્થ= જેમ બાળક પોતાના પિતાની આગળ પોતાની દુઃખદર્દ ભરેલી આપવીતી કહે છે. તેમ હે પરમાત્મા ! હું પણ આપશ્રીને વિનંતિ કરું છું કે મારા માટે આપશ્રીને જે ઉચિત લાગે તેમ કરો. પણ જલ્દી કરો. કારણકે મેં આપની પાસે કંઈ પણ ગુપ્ત રાખ્યું નથી. ॥ ૧૧-૧૦ || વિવેચન= હે સીમંધરસ્વામી પરમાત્મા ! આપ તો છએ દ્રવ્યોના, ત્રણે કાળના, અનંતાનંત વર્તના પર્યાયોને જાણનારા છો. લોકાલોકવ્યાપી કેવળજ્ઞાન કેવળદર્શનવાળા છો. મારા પણ ત્રણે કાલના સર્વ પર્યાયોને આપશ્રી જાણો છો જ. જેથી આપને જણાવવા માટે મારે બીજુ કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ બાળક જેમ પોતાના હૈયાના ભાવો પોતાની મધુર લાગતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292