Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫૪ -
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિવેચન= હે સીમંધરસ્વામી પ્રભુ ! આપશ્રી સર્વગુણ સંપન્ન છો. વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી છો. તીર્થંકર નામકર્મ સ્વરૂપ તીવ્ર પુણ્યોદયવાળા છો. તેથી આપની સેવાની સ્પૃહા કોણ ન રાખે ? માટે કરોડોની સંખ્યામાં રહેલા દેવો, દેવેન્દ્રો, માનવો, રાજાઓ અને ચક્રવર્તીઓ આપશ્રીની સેવા ભક્તિ, કરે છે. આ કારણે આપને તો કરોડો સેવકો છે.
પરંતુ અગાધ એવા ભવસાગરથી તારવામાં, તરવાનો સાચો રાહ બતાવવામાં, યથાર્થ દિશા સૂચવવામાં અમારા માટે તો એક તમે જ છો. તેથી મેં આપશ્રીને એકને જ સ્વામી બનાવ્યા છે. (માન્યા છે). તમારા જેવું સામર્થ્ય અન્ય કોઈમાં પણ ન હોવાથી મારે મન તમે એક જ સ્વામી છે. તેથી મારી સારસંભાળ લેવી એ તમારી ફરજ થઈ પડે છે. તેથી જો તમે અમારી સાર સંભાળ કરશો તો જ તમે જગતમાં ઉચિતવિવેકવાળા કહેવાશો.
જે સેવકને ઘણા સ્વામી હોય તે સેવકની એક સ્વામી કદાચ સારસંભાળ ન કરે તો ચાલે. કારણકે તે પોતાની સારસંભાળ બીજા સ્વામી પાસે અથવા ત્રીજા-ચોથા-પાંચમા સ્વામી પાસે કરાવી શકે છે. આ કારણે આવા સેવકની જો કોઈ એક સ્વામી ઉપેક્ષા કરે તો તે સ્વામી ઉપાલંભને પાત્ર બનતા નથી. સેવકની સારસંભાળ કરવાનું અટકી જતું નથી. સેવક ડુબી જતો નથી. પરંતુ જે સેવકને એક જ સ્વામી હોય છે. તે સ્વામી જો સેવકની સારસંભાળ કરવામાં ઉપેક્ષા કરે તો સેવકને કેટલું નુકશાન થાય ? તે તો ભવસમુદ્ર તરી જ ન શકે. અગાધ ઊંડા જળમાં ડુબી જ જાય. આટલું મોટું નુકશાન કરાવવામાં સ્વામીની ઉપેક્ષાબુદ્ધિ જ કારણ કહેવાય. તેથી સ્વામી પણ ઉપાલંભને પાત્ર બને જ છે. જે સેવકે “આ સ્વામી મને અવશ્ય તારશે જ” “મને તારવામાં તેઓ જ સમર્થ છે.” આમ માનીને એક પાક્ષિક અભિલાષા કરી અને સ્વામી-સેવક ભાવનો સંબંધ બાંધી તેઓની જ આશાએ જે સેવક સમય પસાર કરે છે. અને જો સ્વામી અનેક સેવકોની સેવામાં અંજાઈ જઈ આ એક જ સ્વામી માનનારા સેવકને ભૂલી જાય તો શું તે સ્વામી પણ ઠપકાપાત્ર આ સંસારમાં ન ગણાય ? અર્થાત્ ગણાય જ. તો આપશ્રી અનેક સેવકોવાળા હોવા છતાં પણ મને ભૂલી ન જાઓ. મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org