Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 276
________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ અગ્યારમી ૨૫૯ તથા વિક્રમ સંવત- -માં જન્મેલા. કાશીમાં જઈ વિશિષ્ટ સંસ્કૃત પ્રાકૃત અને ન્યાય શાસ્ત્રોનો જેઓએ ઘણો અભ્યાસ કર્યો હતો તે. તેમના ગુરુનું નામ પૂજ્ય શ્રી નયવિજયજી મહારાજશ્રી. આ પ્રમાણે પૂજ્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયમાં થયેલા એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ સ્તવન બનાવ્યું. તેમાં મહાવિદેહક્ષેત્રમાં વર્તમાન કાળે વિચરતા, ધર્મદેશના આપતા સીમંધરસ્વામી ૫રમાત્માને વિનંતી કરવા રૂપે આ સ્તવન બનાવ્યું છે. સીમંધરસ્વામીના સાત ગુણો આ છેલ્લી ૧૨૫મી ગાથામાં ગાવા વડે સ્તુતિ કરેલી છે. ૧ સકલ સુખકર= સકલ સુખોને કરનારા, જેઓની આરાધના કરવાથી એટલે કે ભાવપૂર્વક સ્તવના વંદના કરવાથી, સ્થિર અને અનંત કાળસ્થાયી એવા સર્વોત્તમ મુક્તિસુખની પ્રાપ્તિ થાય છે. ૨ દુરિત ભયહર= પાપો અને ભયોને હરનારા, જેમના શાસનની (આજ્ઞાની) પાલના (આચરણા) કરવાથી પૂર્વબદ્ધ પાપો અને ભયો ચાલ્યા જાય છે. ૩ વિમલ લક્ષણ ગુણધરો= નિર્મળ લક્ષણો અને ગુણોને ધારણ કરનારા. તીર્થંકરપણાનાં હાથ-પગની રેખાવાળાં બહુ બાહ્ય લક્ષણો અથવા ૩૪ અતિશયોરૂપી બાહ્ય લક્ષણો અને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રવીર્યાદિ ગુણોરૂપી ભાવ લક્ષણોને ધારણ કરનારા. ૪ અજર= જરા વિનાના, જેના જીવનમાં હવે જન્મ જરાદિ આવવાનાં નથી એવા. ૫ અમર નદિ વંદિત= દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે વંદાયેલા. ૬ નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત ૩૫ ગુણોથી ભરેલી પોતાની ધર્મદેશના આપવાવાળી અદ્ભૂતવાણી વડે તર્જના કરી છે મેઘના ગર્જારવની જેણે એવા. અર્થાત્ મેઘના ગર્જારવ કરતાં પણ અત્યન્ત ગંભીર વાણીવાળા. ૭ ધૈર્ય નિર્જિત મંદરો– ધૈર્યગુણ વડે જિત્યો છે મેરૂપર્વત જેઓએ એવા. અર્થાત્ કલિકાલના તોફાની પવનો વડે પણ મેરૂપર્વત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292