Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001100/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વ્યાયાચાઈ-ળ્યાયવિશારદ-મહામહોપાધ્યાય) શ્રી યશોવિજયજી મ.સા. વિરચિત સવાસો ગાથાનું ઉડીનું રતવાની (સરળ ગુજરાતી વિવેચન) ચિનકાર 8 ધીરજલાલ ડાહ્યાલાલા શહેવ) , Page #2 -------------------------------------------------------------------------- ________________ * | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ન્યાચાચાર્ય-વ્યાવિશારદ-મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. વિરચિત સવાસો ગાથાનું હુંડીનું તાવના (સરળ ગુજરાતી વિવેચન) : વિવેચનકાર : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : પ્રકાશક : શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત. : પ્રકાશન વર્ષ : વિક્રમ સંવત્ ૨૦૫૯ ઇસ્વીસન્ ૨૦૦૩ વીર સંવત્ ૨૫૨૯ પ્રથમ આવૃત્તિ કિંમત : રૂા. ૬૦-૦૦ AILY Page #3 -------------------------------------------------------------------------- ________________ . જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ. ૭૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (INDIA) ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (INDIA) ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ. રંગમહોલના નાકે, મહેસાણા.(ઉત્તર ગુજરાત) | સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ફોન : પ૩પ૬૬૯૨ (જે ૨, સેવંતીલાલ વી. જૈન | ૨૦, મહાજનગલી. ઝવેરીબજાર, મુંબઇ. ફોન : ૨૪૧૨૪૪૫ સુઘોષા કાર્યાલય : શેખનો પાડો, ઝવેરીવાડ બસ સ્ટોપ | સામે, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૨૧૩૧૪૧૮ જૈનોકાશન મંદિર ઃ દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૧. ફોન : ૨૪૦૪૭૧૭. Dr. C. P. Shah Saint Claire Circle, Schaumburg. IL. 60173 T.N. 847-517 3324 => $ર કમ્પોઝ-) પ્રિન્ટીંગ- II બાઈન્ડીંગ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (0.) (079) 2134176, (R.) 2124723 Page #4 -------------------------------------------------------------------------- ________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- સામાયિકના સૂત્રો ઉપરનું વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મોના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી, કાલાદિ પાંચ સમવાય કારણો ઉપર વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- બે પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર વિવેચન. (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર :- શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત શાસ્ત્રનું વિવેચન (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક શબ્દોના અર્થો સંગૃહીત કર્યા છે. (૭) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- ભાગ-૧ પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સંગ્રહ. (૮) ‘કર્મવિપાક” પ્રથમ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૯) “કર્મસ્તવ” દ્વિતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૦) “બંધસ્વામિત્વ” તૃતીય કર્મગ્રંથનું સરળ ગુજરાતી, વિવેચન. (૧૧) “ષડશીતિ” ચતુર્થ કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૧૨) શતક : પૂજ્યપાદ, આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રંથનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન. (૧૩) પૂજા સંગ્રહ સાર્થ :- પંચ કલ્યાણક, અંતરાયકર્મ આદિ હાલ વધુ પ્રમાણમાં ભણાવાતી પૂજાઓ તથા તેના સરળ ગુજરાતી અર્થો. (૧૪) “સ્નાત્ર પૂજા સાર્થ” સ્નાત્ર પૂજા અર્થ સહિત. (૧૫) “સમ્યક્ત્વની સજ્ઝાય” ઘણી જ રોચક કથાઓ સાથે સમ્યક્ત્વના ૬૭ બોલની ઉપાધ્યાયજીકૃત સજ્ઝાયના અર્થ. (૧૬) “નવસ્મરણ” મૂલ ગાથા, તથા અર્થો ગુજરાતી અને ઇંગ્લિશમાં. (૧૭) રત્નાકરાવતારિકા :-ભાગ-૧, પરિચ્છેદ : ૧-૨, પૂ. આ. શ્રી રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. (૧૮) રત્નાકરાવતારિકા :-ભાગ-૨, પરિચ્છેદ : ૩-૪-૫, પૂ. આ. શ્રી રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ (૧૯) શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય : પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે મૂલગાથાઓનું તથા સંસ્કૃત ટીકાનું સરળ ગુજરાતી વિવેચન. (૨૦) આઠ દૃષ્ટિની સજ્ઝાય : પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.કૃત શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ ષ્ટિની સજ્ઝાયનું સરળ ગુજરાતી વિવેચન. (૨૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર : પૂજ્ય ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી મ. કૃત સંબંધકારિકા સાથે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રનું પાઠ્યપુસ્તકરૂપે સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન. (૨૨) વાસ્તુપૂજા સાર્થ : પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત વાસ્તુપૂજા સરળ સંક્ષિપ્ત ગુજરાતી સુંદર વિવેચન. (૨૩) શ્રાવકનાં બાર વ્રત : શ્રાવક જીવનને ઉપયોગી બાર વ્રતો તથા પાંચ આચારો અને પંદર કર્માદાનોનું વિવેચન. તથા ૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયોનાં નામો. (૨૪) સવાસો ગાથાનું સ્તવન : પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ-વિવેચન સાથે. હાલ છપાતા ગ્રંથો (૨૫) રત્નાકરાવતારિકા ભાગ-૩ : પરિચ્છેદ ૬-૭-૮. પૂજ્ય રત્નપ્રભાચાર્ય મ. સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. ભાવિમાં લખવાની ભાવના (૨૬) દ્રવ્ય-ગુણ પર્યાયનો રાસ : પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ. શ્રી કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના વિવેચન યુક્ત અર્થ સાથે. (૨૭) સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) : અર્થ વિવેચન સાથે. (૨૮) સમ્મતિ પ્રકરણ : પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે સરળ ગુજરાતી વિવેચન. (૨૯) જ્ઞાનસાર અષ્ટક દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અનંત ઉપકારી પરમાત્મા શ્રી વીતરાગદેવના શાસનમાં જણાવ્યા પ્રમાણે આ સંસારમાં અનંતાનંત જીવો છે. અને તે સર્વે જીવો અનાદિકાળથી કર્મવાળા છે. આ જીવ કર્મના સંયોગથી સંસારી કહેવાય છે. અને કર્મરહિત થવાથી મુક્ત કહેવાય છે. જીવ, કર્મ અને તે બન્નેનો સંયોગ, આ ત્રણ વસ્તુ છે અનાદિની. પરંતુ ધર્મમય પુરુષાર્થ વિશેષ કરવાથી આ સંયોગનો વિયોગ કરી શકાય છે. આથી જીવને કર્મોથી વિખુટો કરવા માટે ધર્મમય પુરુષાર્થની જરૂર રહે છે. જેમ ખાણમાં સુવર્ણ જ્યારથી ઉત્પન્ન થાય છે ત્યારથી માટીમય મેલથી સંયુક્ત જ હોય છે. પરંતુ ખારપૂર્વકના અગ્નિના તાપથી તે બન્નેને છુટા પાડીને શુદ્ધ સુવર્ણ બનાવી શકાય છે. તેવી જ રીતે ધર્મમય પુરુષાર્થથી જીવ અને કર્મ છુટા પાડી શકાય છે. માટે જ સર્વે મહર્ષિ પુરુષો શાસ્ત્રોમાં “ધર્મતત્ત્વ’” સમજાવતા આવ્યા છે અને જીવનમાં આચરતા આવ્યા છે. આ સંસારમાં “ધર્મતત્ત્વ” સમજાવવા દ્વારા પરોપકાર કરવા જેવો બીજો કોઈ પરોપકાર જ નથી. કારણ કે ધન-વસ્ત્ર-આહાર અને વસવાટ વગેરેના દાનથી જે પરોપકાર થાય છે. તે અલ્પકાલીન તૃપ્તિજનક છે. અને ધર્મતત્ત્વ સમજાવવા દ્વારા જીવો કર્મક્ષય કરીને જ્યારે મુક્તિપદ પામે છે. ત્યારે અનંતકાળ સુધી સુખજનક બને છે. અને મુક્તિ ન પામે, ત્યાં સુધી પણ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરવા દ્વારા સુખમય જીવન જીવનારા બને છે. તેથી મહાપુરુષો ધર્મ તત્ત્વ સમજાવે છે. અને સર્વે સંસારી જીવોએ આ ધર્મતત્ત્વ સમજવાનું હોય છે. જેમ “અર્થ” એ કામનું સાધન છે. તેવી જ રીતે “ધર્મ” એ ‘“મોક્ષ’”નું સાધન છે. અર્થ અને ધર્મ આ બે સાધન છે. અને કામ તથા મોક્ષ આ બે સાધ્ય છે. સંસારસુખના અર્થી જીવોને જેમ અર્થ અને કામ પ્રિય હોય છે. તેવી જ રીતે મુમુક્ષુ આત્માઓને ધર્મ અને મોક્ષ પ્રિય હોય છે. આ કારણથી પૂર્વાચાર્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ મહર્ષિઓ ભવ્ય જીવોના ઉપકાર અર્થે વિવિધ ઉપાયો દ્વારા અનેકવિધ શાસ્ત્ર રચનાઓ વડે ધર્મતત્ત્વ સમજાવવાનો ભગીરથ પ્રયાસ કરે છે. - પૂ. ઉમાસ્વાતિજી મ., પૂ. હરિભદ્રસૂરિજી મ., પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ., પૂ. જિનભદ્રગણિજી મ. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિજી મ. આદિ અનેક મહાત્મા પુરુષોએ અનુક્રમે પ્રશમરતિ, યોગના ગ્રંથો, વીતરાગસ્તોત્ર, વિશેષાવશ્યક ભાષ્ય અને સમ્મતિ પ્રકરણ વગેરે અનેક પ્રકારનું વિપુલ સાહિત્ય સર્જન ધર્મતત્ત્વ સમજાવવા માટે કર્યું છે. આ સઘળું સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં હોવાથી તે તે કાળના જીવોને ઘણું જ ઉપકારક હોવા છતાં, સંસ્કૃતપ્રાકૃત ભાષાના અજાણ એવા વર્તમાન કાલીન જીવોના ઉપકાર અર્થે આશરે ૩૦૦ થી ૩૨૫ વર્ષ પૂર્વે થયેલા, કાશીમાં વિદ્વાન બ્રાહ્મણોને વાદ-વિવાદમાં જીતીને ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી પ્રાપ્ત કરનારા, લઘુહરિભદ્રસૂરિજી જેવા ઉપનામના ધારક એવા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે ગુજરાતી ભાષામાં પણ આ ધર્મતત્ત્વ સમજાવવાનો ઘનિષ્ઠ પ્રયત્ન કરેલ છે. તે મહાત્મા પુરુષે ચોવીસ પરમાત્માનાં ૨૪ સ્તવન, ૧૨પ-૩૫૦ ગાથાનાં સીમંધર સ્વામિનાં સ્તવનો તથા મહાવીર પરમાત્માની સ્તુતિરૂપે ૧૫૦ ગાથાનું હુંડીનું સ્તવન, સમક્તિ સડસઠ બોલની સઝાય, છ સ્થાનની ચોપાઈ, આઠ દૃષ્ટિની સઝાય ઇત્યાદિ વિશાળ સાહિત્ય ગુજરાતી ભાષામાં જ બનાવ્યું છે. જે વાંચતાં રોમે રોમ હર્ષાવેશથી ખીલી ઉઠે છે. જુદા-જુદા અનેક દર્શનકારો, તથા જૈન દર્શનમાં પ્રગટ થયેલા અનેક ફિરકાઓ જાદી-જાદી રીતે આ ધર્મતત્ત્વને સમજાવે છે. પાંચમા આરાના વિષમ કાળની પ્રબળતા અને મોહાલ્પતાની તીવ્રતાના કારણે સૂત્રોના અર્થોને મરડીને, પોત પોતાના મનમાન્યા અર્થો કરીને, ધર્મતત્ત્વને ઉલટાવીને જે સમજાવે છે. ધર્મતત્ત્વ સમજાવવાની પાછળ અર્થ-કામની જ જે અપેક્ષા રાખે છે. ચિંતામણિ રત્નથી પણ અધિક મૂલ્યવાળા ધર્મને જે દોકડાથી (ધનથી) જ મૂલવે છે. આવું કુગુરુઓનું અનુચિત આચરણ જોઈને ઉપાધ્યાયજી મહારાજશ્રીનું હૃદય દ્રવી ઉઠે છે. તેઓનાં નેત્રો હૃદયગત દુ:ખજન્ય અશ્રુજળથી ભરાઈ જાય છે. મન ઘણુ જ દુઃખી દુઃખી થાય છે. તેથી આ દુ:ખ અહીં ભરતક્ષેત્રમાં જાણે કોઈને કહેવાય તેમ નથી, આમ માનીને દૂર દૂર ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રમાં) રહેલા શ્રી સીમંધરસ્વામી Page #8 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માને “અમને આ દુઃખદર્દમાંથી બચાવો” આવા પ્રકારની વિનંતી કરવારૂપે ૧૨૫-૩૫૦ ગાથાનાં આ સ્તવનો બનાવ્યાં છે. (૧૨૫ ગાથાના સ્તવનમાં નિશ્ચયનયથી અને વ્યવહાર નથી “ધર્મતનું સ્વરૂપ” સમજાવ્યું છે. ૧૫૦ ગાથાના સ્તવનમાં આગમપાઠોની સાક્ષી આપીને ભૂતકાળના ઉદાહરણો સાથે મૂર્તિમંદિરની આવશ્યકતા સમજાવી છે. અને ૩૫૦ ગાથાના સ્તવનમાં ખોટી ખોટી દલીલો ઉભી કરીને સાધુ જીવનમાં લેવાતા શિથિલાચારને દૂર કરવા જોરદાર ઉત્તરો આપ્યા છે.' આ સ્તવન ૧૨૫ ગાથાનું છે. જૈન સમાજમાં કેટલોક વર્ગ કેવળ એકલા નિશ્ચયનયનું જ અવલંબન લઈને ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરનાર બન્યો છે. નિમિત્ત કંઈ કરતું જ નથી. આમ સમજાવી ત્યાગ-તપમય ક્રિયામાર્ગથી દૂર રહેનાર બન્યો છે. અને બીજો કેટલોક વર્ગ કેવળ એકલા વ્યવહાર નયનું જ અવલંબન લઈને જ્ઞાનમાર્ગનો ઉચ્છેદ કરનાર બન્યો છે. ક્રિયામાર્ગમાં જ રચ્યો પચ્યો રહ્યો છતો સર્વથા જ્ઞાનમાર્ગની ઉપેક્ષા કરનાર બન્યો છે. નિમિત્તને જ માત્ર વળગી રહી, તે નિમિત્ત જ મારું કલ્યાણ કરનાર છે. એમ માની જ્યાં ત્યાં બાહ્ય ભાવમાં જ ઓતપ્રોત બન્યો છે. આવા પ્રકારનાં બન્ને એકાન્તવાદી જીવોને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પ્રથમની ૨ થી ૪ ઢાળમાં નિશ્ચયનયથી અને પાછળની ઢાળ ૫ થી ૧૦માં વ્યવહારનયથી ધર્મનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. ગ્રંથકારશ્રી નિશ્ચયનયથી સમજાવે છે કે હે આત્મન્ ! ધર્મ તો તારા પોતાના આત્મામાં જ છે. બહાર ક્યાં ભટકે છે ! આત્માને જ વિષય-કષાયોની પ્રબળ વાસનાઓથી દૂર કરવો એ જ પારમાર્થિક ધર્મ છે. પરિણતિને નિર્મળ કરવી. પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનય-વિવેક આદિ ગુણોને પ્રાપ્ત કરવા એ જ સાચો આત્મધર્મ છે. આ વિષય બહુ જ સુંદર રીતે સમજાવ્યો છે. આવા પ્રકારની તત્ત્વપ્રાપ્તિ પ્રત્યે સાધનભાવે જે જે ધર્માનુષ્ઠાન કરાય છે. તે સર્વે વ્યવહારનયથી ધર્મ છે. વર્તમાન કાળમાં નિશ્ચયદષ્ટિને સર્વથા ભૂલી ગયેલા, અને અર્થની તથા કામની વાસનામાં ફસાયેલા, પોતાના સ્વાર્થનેજ સાધવાની મનોવૃત્તિવાળા કેટલાક કેવલ વેષધારી આત્માઓ જે ઉન્માર્ગની દેશના આપે છે. ભદ્રિક લોકોને ફસાવે Page #9 -------------------------------------------------------------------------- ________________ છે. પૈસાથી જ ધર્મ જણાવે છે. તેના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી પ્રથમ ઢાળમાં ઉપકારક બુદ્ધિથી ઘણું ઘણું કહી દીધું છે. જો આ વિષયનું હૃદયની લાગણી પૂર્વક ચિંતન-મનન કરવામાં આવે તો હૃદયને ઘણું જ પલ્ટી નાખે તેમ છે. આત્માર્થી મહાત્માઓને ઘણી ઘણી અસર થાય તેવું સુંદર ઉપાધ્યાયજી મહારાજશ્રીનું કથન છે. તથા વિષયરસિક અને માનભુખ્યા જીવોને દુઃખ થાય તેવું પણ આ કથન છે. મધ્યસ્થવૃત્તિ રાખીને આત્માને કેવળ તારવાની બુદ્ધિથી જો વિચારીએ તો આ સ્તવન ઘણી સબુદ્ધિ આપનાર છે. આ સ્તવન ભાન ભૂલેલા જીવને માર્ગે લાવનાર છે. છેલ્લી ઢાળમાં ફક્ત ભક્તિ રસથી પ્રભુને વારંવાર સંસારથી તારવાની વિનંતી કરેલ છે. આવાં ઉપકારક શાસ્ત્રોનું અધ્યયન વારંવાર કરવા જેવું છે. વાગોળવા જેવું છે અને કંઠસ્થ કરવા જેવું છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. સાહેબનું સંક્ષિપ્ત જીવચરિત્ર, અમોએ તેઓની બનાવેલી “આઠદષ્ટિની સજઝાય” અને “સમક્તિ સડસઠ બોલની સઝાય” ઉપર જે વિવેચન લખીને પ્રકાશિત કર્યું છે. તેમાં આપેલ છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ' આ ૧૨૫ ગાથાના સ્તવનનો અર્થ ગંભીર, સૂક્ષ્મબુદ્ધિગમ્ય, અને પોતાની ખોટી માન્યતાને ત્યજાવવા ગાલ ઉપર તમાચા મારવા સમાન છે. તેથી ચંચળતાઅંતર્હષ અને નિશ્ચયનયાદિ પ્રત્યેનો દુર્ભાવ ત્યજીને આ સ્તવન ભણવા જેવું છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને ભણાવતાં, તેઓશ્રીની આ વિષય ઉપર વિવેચન લખવાની વારંવાર પ્રેરણા થવાથી અને વિદેશના ભાઈ-બહેનોનો સહયોગ મળવાથી અમે વિવેચન લખીને પ્રકાશિત કરવાનું યથામતિ અને યથાશક્તિ આ કામ કર્યું છે. ૧૩૦૦ બુકો સિકાગોમાં વસતા શ્રી ચંદ્રકાન્તભાઈએ, ૩૦૦ બુકો LAમાં વસતા રમેશભાઈએ, અને ૧૦૦ બુકો . શ્રી યશોવિજયસૂરિજી મહારાજશ્રીએ નોંધાવીને આ કાર્ય કરવામાં તેઓ મને વધારે પ્રેરક બન્યા છે. તેથી આ સમયે તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ગુજરાતી વિવેચન લખાયા પછી, અમારા વિશેષ ઉપકારી અને અમારા દેશમાં વધારે વિચરેલા પૂજયપાદ પ્રાતઃસ્મરણીય ૐકારસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન સરળસ્વભાવી, અધ્યાત્મપ્રિય આચાર્યદેવશ્રી પૂજ્ય યશોવિજયસૂરીશ્વરજી મ.શ્રી તથા સિદ્ધાન્તરસિક Page #10 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ સાહિત્યસર્જક આચાર્યદેવશ્રી પૂજ્ય મુનિચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબને આ લખાણ તપાસી જવા વિનંતિ કરતાં સહર્ષ અમારી વિનંતિ સ્વીકારીને ઘણા કામોમાં વ્યસ્ત હોવા છતાં અમૂલ્ય સમય કાઢીને અમારું આ લખાણ સાદ્યન્ત વાંચી આપ્યું છે અને ક્યાંય ક્યાંય યોગ્ય રીતે સુધારી આપ્યું છે. તેથી આ બન્ને મહાત્મા પુરુષોનો હું ઘણો જ ઋણી છું. આ સમયે તેઓનો બહુ આભાર માનું છું– તથા પ્રકાશન વેળાએ પંડિતજી શ્રી રતિલાલ ચીમનલાલ દોશીએ “મારૂં પોતાનું આ પુસ્તક છે” એમ માનીને ઝીણવટભરી દષ્ટિએ મુદ્દો સુધારી આપ્યાં છે. વિષયવિવેચનને બારીકાઈથી જોઈ આપેલ છે. તથા પંડિતરત્ન શ્રી માણેકલાલભાઈ સોનેથાએ પણ પોતાના બહોળા અનુભવ પૂર્વક પ્રફો વાંચી આપવામાં ઘણો સહયોગ આપેલ છે. આ બન્ને વ્યક્તિઓનો “આત્મીયતા” બતાવવા બદલ આ સમયે ઘણો આભાર માનું છું. આ સ્તવનનું અર્થગાંભીર્ય ઘણું જ છે. ઘણી કાળજી અને ઉપયોગ રાખીને વિવેચન લખ્યું છે. છતાં છબસ્થતા અને અનુપયોગ દશા આદિના કારણે કંઈ પણ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ ગયું હોય, અથવા કોઈ પણ જાતનો અર્થવિપર્યય થઈ ગયો હોય તો તે બદલ સંઘસમક્ષ ક્ષમા યાચના કરું છું. તથા કોઈ પણ ક્ષતિ જણાય તો તુરત જણાવવા વિનંતિ કરૂં છું. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ અને છાપકામ કરવા બદલ ભરત ગ્રાફીના શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈનો પણ આભાર માનું છું, ચતુર્વિધ શ્રી સંઘ આ પુસ્તકનું સુંદર અધ્યયન કરી સર્વકર્મો ખપાવી તુરત મુક્તિમાળાને વરે. એજ આશા. ૭૦૨, રામશા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯ ફોન. (૦૨૬૧) ૨૬૮૮૯૪૩. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Page #11 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિનો સરળ માર્ગ બત આત્માનુભૂતિ માટે સાધનાને કઈ ઊંચાઈ પર લઈ જવી જોઈએ? મઝાના આ પ્રશ્નનો હૃદયંગમ જવાબ મળે છે સવાસો ગાથાના સ્તવન (ઢાળઃ૪)માં “જેહ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે...” વિકલ્પોના ઘોડાપૂરથી સાધકે ઉપર ઊઠવું જોઈએ. અને વિકલ્પો પાંખા બનશે કે તરત સ્વગુણોની આછી સી અનુભૂતિ થવા લાગશે. કંઈક અંશે આ આવું છે : ભીમસેન જોષી જેવા દિગ્ગજ સંગીતકાર ખંડમાં સંગીત આલાપી રહ્યા છે. પણ બહાર ઘોંઘાટ બહુ જ છે; સંગીતનો આસ્વાદ નહિ મળે; પણ જ્યાં ઘોંઘાટ બંધ કે સાવ ઓછો થયો; તરત જ સંગીતની દુનિયામાં આપણે ડૂબી જઈશું. ફરી પ્રશ્ન થશેઃ વિકલ્પોથી ઉપર કેમ ઊઠવું ? એકદમ સરળ છે એ : વિકલ્પો વિકલ્પોની જગ્યાએ, હું મારી જગ્યાએ. વિકલ્પો ચિત્તાકાશમાં, હું ચિદાકાશમાં. વિચારો મને શું કરે ? એટલે કે વિકલ્પોથી સ્વસત્તાને બિલકુલ ભિન્ન અનુભવવી. બીજી વાત છે નિર્મળ આન્તર દશાની : ભીતર રાગ, દ્વેષ, ઈર્ષા આદિ જેમ પાંખા બને; વિકલ્પો ઓછા આવશે. મૂળીયા જ ઢીલા થઈ ગયા ને ! જે સાધકે મૂળીયાને શિથિલ કરવા પ્રયત્ન નથી કર્યો અને માત્ર વિકલ્પોને હટાવવા મહેનત કરે છે, તે પાંદડાને તોડવાની ચેષ્ટાથી વધુ કાંઈ કરતો નથી. જે હ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે...” એકત્વાનુભૂતિની આ વ્યાખ્યા જ શુદ્ધ દયાની – અહિંસાની વ્યાખ્યા છે. એટલે કે સ્વમાં-સ્વગુણોના ઉપયોગમાં રહેવું તે અહિંસા, અને પરમાંપરના ઉપયોગમાં રહેવું તે હિંસા.. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નિર્વિકલ્પતાને પ્રતિષ્ઠિત કરતી બીજી મઝાની આ કડી (૩-૩) : જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...” તીક્ષ્ણ, સૂક્ષ્મ જ્ઞાતાભાવ તે ચારિત્ર. ચારિત્ર એટલે ઉદાસીનભાવ. જ્ઞાતાભાવ ઘૂંટાય એટલે એ ઉદાસીનભાવમાં પરિણમે. જ્ઞાયકભાવને સુખ સાથે સાંકળતાં સરસ વાત કહેવાઈ (૪-૬) : જ્ઞાયકભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે... આવી રણઝણાવનારી પંક્તિઓ એક પછી એક વહ્યા જ કરે છે સ્તવનમાં અને ભાવક એના પ્રવાહમાં લસર્યા જ કરતો હોય છે. આ તો થઈ મૂળ સ્તવનાની વાત. હવે થોડીક વાતો અનુવાદક વિષે. અનુવાદક પંડિત ધીરુભાઈને માટે એક વાક્ય કહેવાનું ખાસ મન થાય : તેઓ વિદ્વત્તાના ભાર વિનાના વિદ્વાન છે. તેમની આંખોમાં ગ્રન્થો ભણાવતી વખતે જે અહોભાવનું પૂર પ્રગટે છે તે દેખતા જ રહી જવાય તેવું છે. અહોભાવ ગ્રંથકાર ભગવંત પ્રત્યે, અહોભાવ ભણનાર પૂ. સાધુસાધ્વીજી મહારાજાઓ પ્રત્યે. પંડિત ધીરુભાઈ ભણનારને ઉપયોગી થાય એ પદ્ધતિથી જે ગ્રન્થોની શ્રેણિ પ્રગટ કરી રહ્યા છે, તેનો આ એક સમૃદ્ધ મણકો છે. પંડિતજી દ્વારા આવા અનુવાદો આવ્યા જ કરો એવી મંગળ ભાવના. ભદ્રકરસૂરીશ્વરજી સમાધિમંદિર, - વાસણા, અમદાવાદ. મહા વદિ ૧૧, વિ. ૨૦૫૯ -આચાર્ય યશોવિજયસૂરિ Page #13 -------------------------------------------------------------------------- ________________ | મારી દ્રષ્ટિએ..... કૂર્ચાલી સરસ્વતીના બિરુદથી વિખ્યાત પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા.ના નામથી વિદ્વત્ જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. સુજેસવેલી ભાસમાં પૂ. કાન્તિવિજયજી મ. સાહેબે જણાવ્યું છે કેપૂજ્યશ્રીને શ્રી વિજયપ્રભસૂરિજીએ વિ. સં. ૧૭૧૮માં વાચકપદથી વિભૂષિત કર્યા હતા. અને વિ. સં. ૧૭૪૩માં તેઓશ્રી દર્શાવતી (ડભોઈ)માં અનશન સ્વીકારવા પૂર્વક કાળધર્મ પામ્યા હતા. પૂજ્યપાદશ્રીએ વીશ-સ્થાનક તપની પણ આરાધના કરી હતી. બ્રાહ્મણોએ કાશીમાં તેઓશ્રીને ન્યાયવિશારદ અને ન્યાયાચાર્ય પદથી અલંકૃત કર્યા હતા. આ પૂજ્ય ઉપા. મ.સાહેબે સંસ્કૃત ભાષામાં જેમ અનેક કૃતિઓનું સર્જન કર્યું છે. તેમ માતૃભાષા ગુર્જરગિરામાં પણ ઘણા સાહિત્યનું સર્જન કર્યું છે. જેમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, સમ્યકત્વ જસ્થાન ચોપાઈ, યોગની આઠ દૃષ્ટિની સજઝાય, સમક્તિ સડસઠ બોલની સજઝાય, મહાવીર પરમાત્માનું દોઢસો ગાથાનું સ્તવન, શ્રી સીમંધર પ્રભુનું સાડા ત્રણસો ગાથાનું સ્તવન વગેરે મુખ્ય છે. થોડામાં ઘણું” કહેવાની તેમની અદ્ભુત શક્તિના કારણે આ ગુર્જર રચનાઓ પણ મધ્યમબુદ્ધિવાળાઓને દુર્બોધ બની છે. આ કારણથી આ કૃતિઓને સારી રીતે સમજાવવા કોઈ વિદ્વાને તેના ઉપર સંસ્કૃત ભાષામાં ટીકા રચેલ છે. તો કોઈક વિદ્વાને ગુજરાતી ભાષામાં વિવેચન કરેલ છે. અને કોઈક વક્તાઓએ “ટબારૂપે વિવેચન લખેલ છે. જેથી આ રચનાઓ સમજવી સુગમ બને છે. આવી જ એક રચના છે. “સવાસો ગાથાનું સ્તવન.” પૂ. ઉપા. મહારાજાએ શ્રી સીમંધરસ્વામિ પરમાત્માને વિનંતિરૂપે આ સ્તવનની રચના કરી છે. અગિયાર ઢાળ બદ્ધ આ સ્તવનમાં પૂજ્યશ્રીએ શ્રી સીમંધરસ્વામિ પરમાત્માને સ્વ-સંવેદનાઓને લક્ષ્યમાં રાખી હૃદયમાં આવિર્ભાવ પામતી વિચારણા-વેદનાઓને શબ્દદેહ આપી વિનંતિરૂપે રજુ કરી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રથમ ઢાળમાં દશ ગાથામાં કુગુરુ કોને કહેવાય ? તેનું સ્વરૂપ જણાવ્યું છે. બીજી ઢાળમાં અગિયાર ગાથા દ્વારા ટુંકમાં પણ સચોટ ધર્મના સ્વરૂપને સમજાવ્યું છે. આત્મભાવમાં રમવું-રહેવું તે ધર્મ અને પરભાવમાં રમવું-રહેવું તે અધર્મ (મિથ્યાત્વ). નિશ્ચયનયને અનુસાર આ ધર્મ-અધર્મની વ્યાખ્યા સમજાવી છે. ત્રીજી ઢાળમાં પંદર ગાથા દ્વારા એ નિશ્ચયનયથી આ વાતને જ આગળ વધારતાં “આત્માનું અજ્ઞાન” એટલે જ સંસાર અને “આત્માનું જ્ઞાન એ જ મોક્ષ, આ સત્ય સમજાવવા શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર (સામાયિક)નું સ્વરૂપ સહજભાવે સમજાવ્યું છે. ચોથી ઢાળમાં પંદર ગાથા દ્વારા નિશ્ચયનયે આત્માને પરભાવનો અકર્તા સ્વીકારતાં ઉત્પન્ન થતા અનેકવિધ સંશયોનું નિવારણ કરવા સાથે નિશ્ચય દયા અને વ્યવહારદયા વગેરેનું સ્વરૂપ જણાવ્યું છે. પાંચમી ઢાળમાં બાર ગાથા દ્વારા કેવળ નિશ્ચયનયનો સ્વીકાર કરીએ તો જ્ઞાનમાર્ગનો આદર કરવા જતાં ક્રિયામાર્ગનો અનાદર થવાથી ક્રિયામાર્ગનો લોપ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી પ્રવૃત્તિમાં વ્યવહાર અને પરિણતિમાં નિશ્ચયનય રાખવો જરૂરી છે વગેરે સમજણ આપી છે. છઠ્ઠી ઢાળમાં પંદર ગાથા દ્વારા ક્રિયામાર્ગની સ્થાપના માટે વ્યવહાર નાનું અવલંબન જણાવતાં સાધુપણાને આશ્રયી શુદ્ધ-અશુદ્ધ વ્યવહારનું સ્વરૂપ વગેરે હકિકત વર્ણવી છે. સાતમી ઢાળમાં પાંચ ગાથા દ્વારા સંવિજ્ઞપાક્ષિકનું સ્વરૂપ બતાવી સાધુ, શ્રેષ્ઠ શ્રાવક અને સંવિજ્ઞપાક્ષિક, આ ત્રણને મોક્ષમાર્ગમાં જણાવ્યા. જ્યારે યતિલિંગે કદાગ્રહયુક્ત નિદ્વવાદિક, કુલિંગે તાપસાદિ અને અન્યદર્શની ગૃહસ્થ આ ત્રણને ભવ-સંસારના માર્ગે વર્તનારા છે વગેરે સત્ય સમજાવ્યું છે. આઠમી ઢાળમાં દશ ગાથા દ્વારા દયાના નામે, દયાના બહાના હેઠળ જેઓ શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા આદિનો નિષેધ કરે છે તેને અનેક સરળ યુક્તિઓ દ્વારા સુંદર બોધ આપ્યો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવમી ઢાળમાં અગિયાર ગાથા દ્વારા શ્રી મહાનિશીથ સૂત્ર, જ્ઞાતાધર્મકથા, રાયપણી સૂત્ર વગેરે આગમગ્રન્થોનો આધાર આપી મુનિ ભગવંતોને ભાવ-પૂજા અને ગૃહસ્થોને દ્રવ્ય તથા ભાવપૂજા હોવાનું ઉદાહરણ સાથે જણાવ્યું છે. દશમી ઢાળમાં નવગાથા દ્વારા દ્રવ્ય એ ભાવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ એ ભાવ સ્તવનું કારણ છે. પરિણતિ સ્વરૂપ નિશ્ચયધર્મ જીવનમાં પરિણત બનાવવા માટે પ્રવૃત્તિ સ્વરૂપ વ્યવહાર ધર્મની જરૂરિયાત વગેરેનું વર્ણન કર્યું છે. અગિયારમી ઢાળમાં અગિયાર ગાથા દ્વારા દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામી પરમાત્માની “તારા ઉપરનો રાગ” પણ મારા “સંસારને નાશનું કારણ છે” વગેરે જણાવવા સાથે અંતરના ઉત્કટ ભાવપૂર્વક સ્તવના કરી છે. અને છેલ્લે ઉપસંહાર કરવા સાથે કર્તાએ પોતાના ગુરુના નામ નિર્દેશ સાથે પોતાના નામનો નિર્દેશ પણ કરેલ છે. આ અગિયાર ઢાળમાં બતાવેલ વિષય વર્તમાન કાળની વાસ્તવિક વિષમતાને જણાવે છે. તેથી ખૂબ ગંભીરતાપૂર્વક સારી રીતે સમજવા જેવો છે. આ સ્તવન ઉપર પૂ. શ્રી પદ્મવિજયજી મ. સાહેબે ટબાર્થ લખેલ છે. લગભગ તેને અનુસારે પૂ. પં. શ્રી ચરણવિજયજી મ. સાહેબે તેમજ અન્ય વિદ્વાનોએ પણ ભાવાર્થ લખેલ છે. પરંતુ તે ભાવાર્થ વિદ્વદ્ભોગ્ય છે. એટલે તેના ઉપર બાલજીવો પણ સારી રીતે સમજી શકે એવા વિવેચનની જરૂર હતી. આદરણીય પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈએ આ જરૂરિયાતને પૂર્ણ કરવા પોતાનાથી શક્ય બને તેટલો પ્રયત્ન આ વિવેચન દ્વારા કર્યો છે. સુંદર અને સરળ ભાષામાં કરાયેલ આ વિવેચન અભ્યાસકોને ખૂબ ઉપયોગી બનશે. તેમનો આ પ્રયત્ન કેટલા અંશે સફળતાને વર્યાં છે ? તે તો આ વિવેચનના વાચકો જાતે જ નક્કી કરી જણાવશે. અભ્યાસોપયોગી આવા અન્ય ગ્રન્થો ઉપર પણ સુંદર વિવેચનો લખી જિજ્ઞાસુઓને આત્મ-પરિણતિ શુદ્ધ કરવામાં પંડિતજી સહાયક બને એજ અભ્યર્થના. -રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા) ભાભર. (ઉ.ગુ.) Page #16 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. સા. વિરચિત સવાસો ગાથાના સીમંધરસ્વામિ ભગવાનના સ્તવનના અભ્યાસની આવશ્યકતા અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોએ આધ્યાત્મિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા પરમાત્માની મૂર્તિનું આલંબન અને પરમાત્માનાં આગમશાસ્ત્રોનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ. મહામહોપાધ્યાયજીએ પરમાત્માના શાસનને પામવા અને જૈનદર્શનનાં રહસ્યોને સમજવા માટે તૈયાયિક પરિભાષા યુક્ત સંસ્કૃત ભાષામાં અલૌકિક સાહિત્ય સર્જન સાથે ગુજરાતી ભાષામાં ચોવીસ પરમાત્માનાં સ્તવનો, ગુજરાતી પદ્યો તથા હૃદયની લાગણીને વ્યક્ત કરતાં શ્રી સીમંધરસ્વામીને વિનંતિ સ્વરૂપે સવાસો તેમજ સાડા ત્રણસો ગાથાનાં સ્તવનોની રચના કરી છે. ગાગરમાં સાગરની જેમ જૈન દર્શનના સ્યાદ્વાદ સિદ્ધાન્તને સારી રીતે બતાવીને સ્વભાવદશા પ્રાપ્ત કરવા વ્યવહારનયની અને નિશ્ચયનયની જરૂરિયાત સારી રીતે સમજાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. “મુક્તિથી અધિકી તુજ ભક્તિ મુજ મન વસી” આવી પંક્તિઓ દોહરાવીને પરમાત્માની ભક્તિ બહુ જ ઉપયોગી છે. દ્રવ્યક્રિયા ભાવવૃદ્ધિનું કારણ છે. આ વાત આ સ્તવનમાં અત્યન્ત સ્પષ્ટ કરેલ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાના હૃદયની વાતો પ્રગટ કરી લોકોને આત્મકલ્યાણ માટે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડેલ છે. અત્યારના અભ્યાસી જૈન વિદ્વાનોમાં મૂર્ધન્ય ગણાતા પંડિત શ્રી ધીરૂભાઈ દ્રવ્યાનુયોગના સારા અભ્યાસક છે. પૂ. સાધુ-સાધ્વીજી મ. સાહેબોને પદર્શન સમુચ્ચય-વૈરાગ્યકલ્પલતા-ઉપદેશ રહસ્ય આદિ વિદુર્ભાગ્ય ગ્રન્થોનો સરળભાષામાં Page #17 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસ કરાવી તેઓએ જ્ઞાન તરફનો પ્રેમ બતાવેલ છે. અને અભ્યાસક વર્ગમાં આદર પાત્ર બનેલ છે. પ્રમાણનયતત્ત્વ ઉપરની રત્નાકરાવતારિકા ટીકાનું સરળ ભાષામાં વિવેચન કરી અભ્યાસકોને બહુ જ ઉપયોગી સાહિત્ય આપેલ છે. પંચમ કાળમાં પરમાત્માની મૂર્તિ અને આરામ આ બે જ આપણા માટે આલંબનરૂપ છે. આ સ્તવનમાં મહાનિશિથસૂત્ર, રાયપરોણી સૂત્ર આદિ આગમગ્રન્થોના સાક્ષીપાઠો આપી ગૃહસ્થો માટે મૂર્તિપૂજાની આવશ્યકતા સમજાવી છે. અભ્યાસકવર્ગ આ સ્તવનના અભ્યાસ દ્વારા તત્ત્વદર્શી બની આન્તરદશા નિર્મળ બનાવી, પરપદાર્થોના વિકલ્પોથી પર બની, સચ્ચિદાનમંદમય બનવા પૂર્વક રાગ-દ્વેષ મોળા કરી સ્વગુણોમાં રમણતાવાળા બનો. અંતે શાસનદેવને પ્રાર્થના કરૂ છું કે મારા આત્મીયમિત્ર શ્રી ધીરૂભાઈ મહેતા દ્રવ્યાનુયોગના બીજા ગ્રંથો “જ્ઞાનસારાષ્ટક, પ્રશમરતિ આદિ ગ્રંથોનું” સરળ ભાષામાં પ્રકાશન કરે એવી અભિલાષા રાખું છું. ૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, ગોપીપુરા-કાજીનું મેદાન, સુરત. ફાગણ સુદ-૩ તા. ૬-૩-૨૦૦૩ લિ. માણેકલાલ હરગોવનદાસ સોનેથા સાહિત્યશાસ્ત્રી, ડી-બી. એડ. પ્રથમવર્ગ Page #18 -------------------------------------------------------------------------- ________________ ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત શ્રી સીમંધરસ્વામીને વિનંતિ કરવા સ્વરૂપે શ્રી સવાસો ગાથાનું હુંડીનું સ્તવન ઢાળ-પહેલી અજ્ઞાન અને મોહની વાસનાના જોરે સર્વે જીવો અનાદિ કાળથી સંસારમાં પાપકર્મો કરી ભટકી રહ્યા છે અને વારંવાર દુર્ગતિમાં જઈ અનંત દુઃખોને ભોગવે છે. તેવા પ્રકારના દુર્ગતિમાં જતા જીવોને જે ધારણ રે (બચાવે) અર્થાત્ તેઓની રક્ષા કરે તે ધર્મ કહેવાય છે. ધર્મ એ આત્માને શુદ્ધ-બુદ્ધ કરવાનું પરમપવિત્ર સાધન છે. તેના દ્વારા જ આત્મા સ્ફટિક રત્નની જેવો નિર્મળ થઈ મુક્તિપદ પામનાર બને છે. પરિણતિની નિર્મળતા એ નિશ્ચયધર્મ છે. અને પ્રવૃત્તિની નિર્મળતા એ વ્યવહારધર્મ છે. પ્રવૃત્તિની નિર્મળતા રૂપ વ્યવહારધર્મ પરિણતિની નિર્મળતા રૂપ નિશ્ચયધર્મને પમાડનાર (પ્રાપ્ત કરાવનાર) છે અને પરિણતિની નિર્મળતા એ પ્રવૃત્તિની નિર્મળતાને જન્માવનાર છે. આ રીતે નિશ્ચયધર્મ એ સાધ્ય છે અને વ્યવહારધર્મ એ સાધન છે. બન્ને પ્રકારના ધર્મો સાધ્ય-સાધનદાવથી પરસ્પર સંકળાયેલા છે. પરિણતિની નિર્મળતા જ્ઞાન દ્વારા વધારે શક્ય છે અને પ્રવૃત્તિની નિર્મળતા ક્રિયા દ્વારા (ચારિત્ર દ્વારા) વધારે શક્ય છે. તેથી બન્ને ધર્મો અનુક્રમે જ્ઞાન અને ક્રિયા (ચારિત્ર) સ્વરૂપ છે અને પરસ્પર ઉપકારી હોવાથી આત્માર્થી મુમુક્ષુ જીવોને માટે બન્ને ધર્મો ઉપાદેય છે. એક અભ્યન્તર શુદ્ધિનો હેતુ છે અને બીજો બાહ્ય શુદ્ધિનો હેતુ છે.આ સ્તવનમાં જ પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે - Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત નિશ્ચયષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર છે. સોભાગી જિન. / પ-૪. શુદ્ધ ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે હોવા છતાં કલિયુગના (પાંચમા આરાના) પ્રતાપે, અભ્યાસની હીનતાના કારણે, પોતપોતાના મતોના આગ્રહોના કારણે, કેવલી, તીર્થંકરપ્રભુ અને પૂર્વધરાદિના વિરહના કારણે, તથા મિથ્યાત્વની તીવ્રતાના કારણે કેટલાક આત્માઓ “ધર્મનું સાચું સ્વરૂપ” સમજતા નથી અને જગતના જીવોને સમજાવતા પણ નથી. પોતપોતાના મનથી માની લીધેલા વ્યવસાયોમાં જ ધર્મ છે. એમ સમજે છે અને જગતને સમજાવે છે. ધર્મ પ્રાપ્ત કરવાની ઘેલછાવાળી અને ભોળી એવી પ્રજાને આડોઅવળો અને ઉધો રસ્તો બતાવી છેતરે છે. પ્રજાની અજ્ઞાનતાનો લાભ લઈ તેઓના આત્મધનને લુંટે છે. તેવા આત્માઓ પ્રત્યે (હૈયામાં રોષ ન લાવતાં) ભાવકરુણા ભરી દષ્ટિ રાખીને તેઓને સુધારવા માટે અને આત્માર્થી જીવોને તેવા કુગુરુઓથી બચાવવા માટે “હિત શિખામણ રૂપે” નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ સમજાવવા સ્વરૂપે આ સ્તવનની રચના પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ કરી છે. કુટુંબમાં જેમ ભારે કલેશ વ્યાપ્યો હોય, કોઈ કોઈને કહી શકતું કે સમજાવી શકતું ન હોય અને અંતરવેદના જ્યારે અત્યન્ત વધી ગઈ હોય ત્યારે કુટુંબનો કોઈ સમજુ ડાહ્યો સભ્ય, દૂર દૂર દેશમાં રહેતા પોતાના નિકટના સગપણવાળા અને કુટુંબના સાચા હિતેચ્છુને કાગળ લખે છે અને તેમાં પોતાના ઘરની અને કુટુંબીઓના કલેશની આત્મવ્યથા જણાવે છે. લખીને હૃદય ઠાલવે છે અને કલેશ નિવારણ અર્થે સાચો રાહ બતાવવાની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી વર્તમાનકાળમાં ભરતક્ષેત્રમાં નવા નવા મતોની સ્થાપના દ્વારા ચાળણીની જેમ ચળાતા અને છિન્નભિન્ન થતા જૈનશાસનને જોઈને પીડિતહૃદયે દૂર દૂર દેશમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) બીરાજમાન, અત્યન્ત શુદ્ધ હિતોપદેશક Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પહેલી તરીકે નિકટના સગપણવાળા પરમ ઉપકારી શ્રી સીમંધરસ્વામી ભગવાનને હુંડીના સ્વરૂપે આ કાગળ લખે છે. અમારી આ હુંડી સ્વીકારજો. એટલે કે અમારો આ કાગળ બરાબર વાંચજો. અને સાચા ધર્મનું સ્વરૂપ સમજાવનારા સદ્ગુરુનો અમને સંયોગ કરાવજો. (સાચા સદ્ગુરુને મોકલજો, એમ જાણે સૂચવતા હોય) તેમ આ સ્તવન રચે છે. આ સ્તવન રચવા દ્વારા ધર્મનું સાચું સ્વરૂપ આપણને ઉપાધ્યાયજી મહારાજશ્રી સમજાવે છે. આ સ્તવન નિષ્પક્ષપાતહૃદયે (હૈયું તટસ્થ રાખીને), આત્મ કલ્યાણની બુદ્ધિએ, વાસ્તવિકપણે સમજવા જેવું છે. સાંભળવા જેવું છે. વારંવાર ગાવા જેવું છે અને કંઠસ્થ કરી પુનઃ પુનઃ લલકારવા જેવું છે. સ્વામી સીમંધરા વિનતિ, સાંભળો માહરી દેવ રે । તાહરી આણ હું શિર ધરું, આદરું તાહરી સેવ રે ।। સ્વામી ! સીમંધરા વિનંતિ. ॥ ૧-૧ || ગાથાર્થ હે સીમંધરસ્વામી પરમાત્મા ! તમે મારી વિનંતિ બરાબર સાંભળો. હું તમારી આજ્ઞાને મસ્તકે ધારણ કરું છું. અને તમારા ચરણકમળની સેવા આદરું છું. તેથી હે પ્રભુ ! તમે મારી વિનંતિ સાંભળો || ૧ || ૩ વિવેચન= “હું તમારી આશા સ્વીકારું છું અને તમારી સેવા આદરું છું” એમ પ્રથમગાથામાં કહીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનો સેવકભાવ અને સીમંધરસ્વામી પરનો સ્વામિત્વભાવ પ્રગટ કર્યો છે. જ્યાં જ્યાં સાચો નિખાલસ સ્વામિ-સેવકભાવ હોય છે ત્યાં ત્યાં અવશ્ય આત્મ-કલ્યાણ થાય જ છે. યથાર્થ સ્વામિ-સેવકભાવ હોય, ત્યાં જ સેવક પોતાનું હૃદય સ્વામિને સમર્પિત કરે છે. અને સ્વામી પણ અત્યન્ત પ્રેમ, લાગણી અને વાત્સલ્યપૂર્વક સેવકના દુ:ખ-દર્દની વાત સાંભળે છે અને સાચા ઉપાયો જણાવવા દ્વારા સેવકનાં તે દુઃખ-દર્દો દૂર કરે છે. મનમાં આવી જ ઉત્પ્રેક્ષા (કલ્પના) કરીને ગ્રંથકાર પૂજ્ય Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ઉપાધ્યાયજી મહારાજા અને પરમાત્મા શ્રી સીમંધરસ્વામી પ્રભુ જાણે એકાન્તમાં ક્યાંક ભેગા થયા હોય, બન્નેનાં નેત્રો જાણે સામસામાં મળ્યાં હોય, એક-બીજાની સામે ધારી ધારીને જોતા હોય, એક વ્યક્તિ દુ:ખીનાં દુઃખો સાંભળવા માટે સેવકની સામે ટીકી ટીકીને જોતી હોય અને બીજી વ્યક્તિ પાંચમા આરાના ભાવોથી વ્યથિત હૃદયવાળી થઈને બીજે ક્યાંય દુઃખ-દર્દ કહેવાનું સ્થાન જ નથી એમ સમજીને દુઃખ-દર્દ કહેવા માટે જ સ્વામી તરફ દુઃખજન્ય અશ્રુભીની આંખે જાણે તાકી તાકીને જોઈ રહી હોય એવું મનની કલ્પનાજન્ય સ્વામી-સેવકનું આ મીલન થયું હોય એવા ભાવો ધ્વનિત થાય છે. સેવકની ભાવપીડાજન્ય ઉદાસીન મુખાકૃતિ જોઈને જાણે સ્વામી તેઓની પીડા જાણવા માટે ઈતિજાર હોય અને સ્વામીની પ્રસન્નમુદ્રા તથા વાત્સલ્યભરી દૃષ્ટિ જોઈને જાણે દુઃખ-દર્દ કહેવાનું અને હૃદયને ઠાલવવાનું (હળવું કરવાનું) આ જ એક સ્થાન છે. એમ સમજીને ભરાઈ આવેલા હૃદયે અને ચોધાર આંસુએ રડતા નેત્રે દુઃખ-દર્દ કહેવા માટે સેવક ઈંતજાર હોય એવું માનસિક-મીલન આ બન્નેનું થયેલ છે. એવો પરમાર્થ ધ્વનિત થાય છે. તેથી જ ગ્રંથકાર ભારપૂર્વક કહે છે કે હે પ્રભુ ! તમે અમારા સ્વામી છે. અમે તમારી આજ્ઞાને પાળનારા છીએ, તમારા ચરણકમળની સેવા આદરનારા છીએ, તેથી અમારી વિનંતિ બરાબર ધ્યાનપૂર્વક એકાગ્રચિત્તે સાંભળો, તમે જો નહીં સાંભળો તો અમે અમારા દુઃખની વાતો બીજા કોની આગળ કરીશું. તે જ સાચા સ્વામી કહેવાય છે. કે જે સેવકની વાતને બરાબર ધ્યાનથી સાંભળે. માનસિક પરસ્પર મીલનજન્ય આ ભવ્ય ઉદ્ગારો છે. સાથે સાથે એવો ભાવ પણ ધ્વનિત થાય છે કે આપ સર્વજ્ઞ, સર્વદર્શી છો. હું આપનો સેવક છું. આપની પાસેથી પ્રાપ્ત થયેલું ધર્મનું સાચું સ્વરૂપ આ સ્તવન દ્વારા જગતના જીવોને કહું છું. તે આપશ્રી સાંભળો. અને તેને સાચાપણાની છાપ આપો. (મારા લખેલા આ કાગળમાં આપશ્રી સાક્ષીભૂત થાઓ.). / ૧-૧ | Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પહેલી ધર્મના નામે અધર્મનું પ્રસારણ કરનારા એવા કુગુરુઓના પંજામાં જે ભદ્રિક જીવો ફસાઈ જાય છે, તેઓને હે પ્રભુ ! તમારા વિના બીજા કોઈનું પણ શરણ કામ આવતું નથી. એવું ભરતક્ષેત્રની પરિસ્થિતિથી ઉત્પન્ન થયેલું પોતાનું દુ:ખ ગ્રંથકારશ્રી પ્રભુ પ્રત્યે વ્યક્ત કરે છે. કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે । તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે । સ્વામી સીમંધરા વિનતિ. ॥ ૧-૨ ॥ વાસના = ખોટા સંસ્કારો, પાસ જાળ, પરે પેઠે, ફોક ફોગટ. ૫ = ગાથાર્થ=જે લોકો કુગુરુઓની મિથ્યા ઉપદેશ આપવા રૂપ વાસનાની (એટલે કે મિથ્યા ઉપદેશ આપવાના સંસ્કારની) જાળમાં હરણની જેમ ફસાયા છે. તે લોકોને હે પ્રભુ ! તમારા વિના બીજા કોઈનું શરણ નથી. બિચારા તે લોકો ફોગટ (નિરર્થક) ટળવળે છે (આમથી તેમ રખડે છે) II ૨ ॥ = વિવેચન= “દેવ-ગુરુ-ધર્મ” આ ત્રણ તત્ત્વો જ સંસારથી તારનારાં છે પરંતુ “ગુરુ” શબ્દ વચ્ચે મૂકવાનું કારણ તે જ છે કે દેવને અને ધર્મને ઓળખાવનાર જો કોઇ તત્ત્વ હોય તો તે ગુરુ છે. ગુરુની સાથે આત્માનું સાક્ષાત્ જોડાણ થાય છે અને દેવ તથા ધર્મની સાથે ગુરુ દ્વારા પરંપરાએ જોડાણ થાય છે, તેથી ગુરુપદનું મૂલ્ય ઘણું અધિક છે. જો ગુરુપદમાં સદ્દગુરુને બદલે કુગુરુ મળી જાય તો તેવા દેવ અને તેવા ધર્મને (એટલે કે કુદેવ અને કુગુરુને) સમજાવે અને સદ્ગુરુ મળી જાય તો તેવા દેવ અને તેવા ધર્મને સમજાવે. તેથી ગુરુપદ અતિશય મહત્ત્વવાળું હોવાથી વચ્ચે પ્રસ્થાપિત કર્યું છે. હે પરમાત્મા ! આપશ્રીનાં શાસ્ત્રોને સાંભળવા પ્રમાણે દશે દૃષ્ટાન્ત દુર્લભ એવો માનવભવ, તેમાં પણ આર્યદેશ, ઉત્તમકુળ, જૈનત્વ, નિરોગી દેહ, પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા, અને ધર્મ સંસ્કારોવાળું ઘર, ઈત્યાદિ Page #23 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત મુક્તિપદમાપક સર્વસામગ્રી સંસારી જીવોને અનંત અનંત પુણ્યાઈના ઉદય જ પ્રાપ્ત થાય છે. અતિશય વિશાળ એવા પૂર્વબદ્ધ પુણ્યોદયના પ્રતાપે આ આત્મા ઉપરોક્ત સર્વ સામગ્રી પ્રાપ્ત કરવા દ્વારા મુક્તિપદની પ્રાપ્તિનો નિકટવર્તી થાય છે. પરંતુ આ સામગ્રી મેળવ્યા બાદ સંસાર તરવા માટે દેવતત્ત્વ અને ધર્મતત્ત્વને ઓળખાવનારા એવા “નિર્યામક”ના સ્થાને વર્તનારા “ગુરુજીનો આશ્રય અવશ્ય કરવો જ પડે છે. ગુરુજી જ સાચા, યથાર્થ, વીતરાગ પરમાત્મા સ્વરૂપ, દેવતત્ત્વની અને સંસારથી તારનારા અહિંસા, સંયમ અને પરૂપ અથવા દાન, શીયલ, તપ અને ભાવરૂપ ધર્મતત્ત્વની ઓળખાણ કરાવે છે. અને આ આત્માને સન્માર્ગે ચઢાવે છે. તેથી ગુરુતત્ત્વનો અવશ્ય આશ્રય કરવો જ પડે છે. તેથી ગુરુની નિશ્રા અવશ્ય આદરણીય બને છે. સામગ્રી પ્રાપ્ત કર્યા પછી ગુરુતત્ત્વની નિશ્રાના ઈચ્છુક આત્માઓ સાચા ગુરુની શોધમાં ફરે છે. પરંતુ તે પરમાત્મા ! બહારથી સદ્ગુરુ જેવા દેખાતા અને અભ્યત્તરપણે કુત્સિત ભાવોથી ભરેલા કુગુરુ હાથમાં આવી જાય છે. ગુરુ બે પ્રકારના હોય છે. (૧) સગુણ અને (૨) કુગુરુ. તે બન્નેનાં લક્ષણો આ પ્રમાણે છે. સદ્ગુરુનું લક્ષણ આ પ્રમાણે છે. (૧) આત્મતત્ત્વના જ્ઞાનમાં જ સ્થિતિ, (૨) શત્રુ-મિત્ર, નમસ્કારતિરસ્કારાદિમાં સમભાવ, (૩) કર્મોદયની આધીનતામાત્રથી જ વિચરવાપણું, (૪) નિજ અનુભવ યુક્ત અપૂર્વવાણી, (૫) હેય-ઉપાદેય ભાવપૂર્વક ષદર્શન શાસ્ત્રોનું જ્ઞાતાપણું આ સદ્ગુરુનાં પાંચ લક્ષણો છે. તેનાથી વિપરીતભાવો વાળા જે ગુરુ હોય તે કુગુરુ કહેવાય છે. ઉત્તમ ધર્મસામગ્રી, પ્રબળ વૈરાગ્ય, અને સંસારસાગર તરણની તીવ્ર મહેચ્છાવાળા આ મુમુક્ષુ આત્માઓ નિર્ધામક સમાન સદ્ગુરુની શોધમાં ફરે છે. પરંતુ ક્યારેક ક્યારેક બહારથી (વેષાદિથી) સદ્ગુરુ Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી જેવા દેખાતા (બલ્ક કદાચ અધિક દેખાતા) એવા કુગુરુ તેઓના હાથમાં આવી જાય છે. જેમ સો, પાંચસો રૂપિયાની સાચી નોટના જેવા જ રંગ ચિત્રામણ અને આકાર વાળી ખોટી નોટ હાથમાં આવી જાય છે. અને લેનાર જીવ છેતરાઈ જાય છે. તેવી જ રીતે મુમુક્ષુ આત્માર્થી આત્માઓ પણ છેતરાઈ જાય છે. પરમાત્મા શ્રી વીતરાગદેવની વાણીનો મનફાવતો અર્થ કલ્પીને પોતાના પક્ષને જ જમાવવાની વૃત્તિવાળા, નવા નવા મતો જ ઉભા કરવાની ભૂખવાળા, માન-મોભાની અને પ્રતિષ્ઠાની જ કેવળ ઘેલછા વાળા, પાંચમા આરાના બહાના હેઠળ, સંઘયણબળની હાનિના બહાના હેઠળ, અથવા ગીતાર્થ જ્ઞાનીઓના વિરહના બહાના હેઠળ સ્વમતિકલ્પના પ્રમાણે આગમ વિરુધ્ધ શાસ્ત્રોના અર્થો કરીને ઉપદેશ આપનારા અને બહારથી બોલવાની ક્રિયામાં બહુ જ છટાવાળા કેટલાક ગુરુઓ હોય છે. તેઓની બાહ્ય આડંબરવાળી પ્રક્રિયામાં આત્મ-કલ્યાણના સાચા અર્થી, ભદ્રિક અને તત્ત્વના અજ્ઞાની આ આત્માઓ ફસાઈ જાય છે. કામાન્ધ આત્માઓની વિષયભોગ કરવાની તીવ્ર ઈચ્છાને જેમ વાસના કહેવાય છે, કે જે વાસના કામાન્ય પુરુષને વિવેકશૂન્ય બનાવે છે. તેવી જ રીતે પોતાના પક્ષની જમાવટનો અને માન-મોભા આદિનો તીવ્રભાવ જેમાં વર્તે છે. તેવા આત્માઓની સૂત્ર-વિરુદ્ધ કલ્પના અને પ્રરૂપણા કરવાની અને ભદ્રિક જીવોને તેમાં ફસાવવાની જે મેલી મુરાદ હોય છે તેને પણ વાસના જ કહેવાય છે કે જે વાસના તે ગુરુઓને વિવેકશૂન્ય બનાવે છે. સંસારસાગર તરવાની મહેચ્છાથી વૈરાગ્યવાસિત હૃદયવાળા ભદ્રિક જીવો મોક્ષસાધનાના ઉપાયભૂત ગુરુજીની શોધમાં ફરતા હોય છે અને આવા કુગુરુઓ પોતાનો સમુદાય વધારવાની અને મોટાઈની ભૂખમાં શિકાર શોધતા ફરતા હોય છે. તેવામાં જેમ હરણ શિકારીઓની જાળમાં ફસાઈ જાય તેમ આવા ભદ્રિક આત્માર્થી આત્માઓ પણ કુગુરુઓની Page #25 -------------------------------------------------------------------------- ________________ ૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વાસનાની જાળમાં ફસાઈ જાય છે. તેઓને બચાવનાર હે વીતરાગ પરમાત્મા ! તમારા વિના બીજું કોઈ જ નથી. મૃત્યુને સાક્ષાત્ નજરોનજર દેખતું હરણ જેમ તરફડીયા મારે છે, અહીં તહીં અશ્રુભીની આંખે જોયા કરે છે, જોનારાને દયા ઉપજે તેવી રીતે બચાવો, બચાવોની પોતાની ભાષાથી બૂમ મારતું હોય છે. તેવી જ રીતે સૂત્રવિરુધ્ધ અને કપોલકલ્પિત કલ્પનાવાળી પ્રરૂપણા કરવાવાળા તથા બાહ્ય-આડંબરાશિવાળા કુગુરુઓની વાસનાની જાળમાં ફસાયેલા આ ભદ્રિક આત્માર્થી જીવો પણ સૂત્રવિરુદ્ધ આચરણા આચરવા દ્વારા અનંત જન્મમરણની પ્રાપ્તિ રૂપ ભાવમરણને સાક્ષાત્ નજરોનજર દેખતાં છતા, હૃદયથી ઉદ્વેગ પામતા, અશ્રુભીની આંખે અમને સાચો માર્ગ બતાવવા રૂપે અને સાચે માર્ગે લઈ જવા રૂપે કોઈક “બચાવો બચાવો”ની બૂમરાણ કરતા જ્યાં ત્યાં ફરે છે. ટળવળે છે. ફાંફા મારે છે. પોતે ફસાઈ ગયા છે. તેવું જાણીને અત્યન્ત દુ:ખ ધરે છે. બચાવનારા સાચા સદ્ગુરુની અપેક્ષા હૃદયમાં રાખી અશ્રુભીની નજરે બચવા માટે ચારે તરફ ડોકીયાં કરે છે. હે પરમાત્મા ! આવા જીવોને તમારા વિના બીજા કોઈનું પણ શરણ નથી. તમારૂં જ શરણ તેઓને બચાવી શકે છે. તેથી કંઈક કૃપા કરો, અને ભરતક્ષેત્રના માનવીઓની પરિસ્થિતિની વાર્તા બરાબર ધ્યાન આપીને સાંભળો. અમારી આ વિનંતિ હૃદયમાં અવધારો. ૧-૨ આત્મકલ્યાણની પ્રાપ્તિની મહેચ્છાવાળા અને તે કારણે ગરજવાન એવા આ ભદ્રિક જીવો પાસે કુગુરુઓ ક્વાં કેવાં (સ્વાર્થ ભરેલાં) કામો કરાવે છે. તે સંબંધી હૃદય-વ્યથા ગ્રંથકાર ઉપાધ્યાય મહારાજશ્રી પ્રભુ પાસે ઠાલવે છે – જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે ! લુંટીઆ તેણે જન દેખતાં, કહાં કરે લોક પોકાર રે ! સ્વામી ! સીમંધરા વિનતિ. / ૧-૩ | Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી ચરણ = ચારિત્ર, કુલાચાર = કુલ સંબંધી આચાર, પોકાર = બૂમરાણ. ગાથાર્થ= જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ આત્માના ગુણોની આરાધના વિના કેવળ કુલાચાર માત્ર રૂપે ધર્મક્રિયાઓ જે ગુરુઓ કરાવે છે તે ગુરુઓ લોકોના દેખતાં દેખતાં આત્મધન લુંટી રહ્યા છે. લુંટાતા એવા આ ભદ્રિક જીવો, હે પ્રભુ ! ક્યાં જઈને પોતાના દુ:ખના પોકારો કરે ? | ૩ | વિવેચન= આત્માર્થી આત્માઓએ આત્માર્થસાધક એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણની જ સૌ પ્રથમ આરાધના કરવી જોઈએ. એટલે કે જ્ઞાનારાધના (૧) આત્માની શુદ્ધદશાનું ભાન કરવું. (૨) તે પ્રાપ્ત કરવાની લગની લાગવી, (૩) તેને જ પ્રગટ કરવા પુરુષાર્થ કરવો, (૪) તેના કારણભૂત અધ્યાત્મ શાસ્ત્રોનું સતત અધ્યયન કરવું, (૫) તેવા જ્ઞાનીઓનો સંપર્ક કરવો, (૬) તેમના સાન્નિધ્યમાં રહી નિરંતર વૈરાગ્યવાહી ગ્રંથોની વાચના લેવી, (૭) આત્માની અંદર અંતરંગ પરિણતિથી તે જ્ઞાન પચાવવું આ જ્ઞાનગુણની આરાધના છે. દર્શનારાધના (૧) જ્ઞાનગુણની આરાધનાથી જાણેલ તત્ત્વોની રુચિ કરવી, (૨) આત્મા અને શરીરના ભેદનું શ્રદ્ધાપૂર્વક ભાન કરવું. (૩) શરીર ઉપરની મમતા ઘટાડવી, (વૈરાગ્ય વાસિત ચિત્ત થવું.) (૪) શરીરજન્ય પુત્રાદિ ઉપરની મમતા ઘટાડવી, (વૈરાગ્ય વાસિત ચિત્ત થવું.) (૫) ધનાદિ સંસારસામગ્રીને અસાર સમજી રાગ ઘટાડવો, (વૈરાગ્ય વાસિત ચિત્ત થવું.) (૬) વૈરાગ્ય વાસિત ચિત્ત બનાવવું, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત (૭) વીતરાગ પરમાત્માના શાસન પ્રત્યે (આજ્ઞા પ્રત્યે) અતિશય રુચિ કરવી. આ દર્શનગુણની આરાધના છે. ચારિત્રારાધના (૧) નિરવદ્ય અને નિરતિચાર જીવન જીવવું, (૨) વિષયવિકારોનો ત્યાગ કરી અલિપ્ત જીવન બનાવવું, (૩) સાધુસામાચારીની ઉત્તમધર્મક્રિયાઓથી સંયુક્ત જીવન બનાવવું, (૪) જ્ઞાનીઓ વડે કહેવાયેલ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે સદાચારી બનવું, (૫) સ્વાધ્યાય, સત્સંગ અને યથાશક્તિ તપગુણથી સુશોભિત જીવન જીવવું, (૬) આત્મપ્રશંસા અને પરનિંદા આદિ દોષોથી રહિત થવું, (૭) આત્મહિતકારક શાસ્ત્રોના અધ્યયનમાં જ લયલીન બનવું. અને તેને અનુસરનારું પવિત્ર જીવન બનાવવું. આ ચારિત્ર ગુણની આરાધના છે. જે ગુરુઓના પોતાના જીવનમાં રત્નત્રયીની આવી ભાવ આરાધના આવી નથી, ત્યાગ અને વૈરાગ્યની વાસનાથી વાસિત એવાં જૈનશાસ્ત્રોનું “સૂક્ષ્મ જ્ઞાન” જેઓએ પોતે મેળવ્યું નથી અને મેળવવા પ્રયત્ન પણ કરતા નથી. એટલે કે જેઓ જ્ઞાનગુણની પ્રાપ્તિ કરવા રૂપ આરાધનાથી વંચિત છે. તથા જીવનમાં સ્વમતિ-કલ્પનાની પ્રધાનતા હોવાથી વીતરાગ પરમાત્માનાં વચનો પ્રત્યે, તેના અર્થો પ્રત્યે, આદરમાન કે રુચિ (પ્રીતિ) નથી, અનેક બહાનાં આગળ કરીને, નવા નવા અર્થો કલ્પીને, નવી નવી માન્યતાઓ ઉભી કરીને, મૂલમાર્ગનો ઉચ્છેદ કરવા દ્વારા દર્શનગુણની આરાધનાથી પણ જેઓ વંચિત છે. તથા શાસ્ત્રાનુસારી જીવન જીવવાને બદલે સ્વચ્છંદપણે જે વિચરે છે. અને માન-મોભાની, મોટાઈની અને પ્રતિષ્ઠાની જ મહેચ્છા હોવાથી રાગાદિ કષાયોના વિજય કરવારૂપ શુદ્ધ ચારિત્ર ગુણની પણ આરાધના જેઓ કરતા નથી. એવા ગુરુઓને કુગુરુ કહેવાય છે. તેવા કુગુરુઓ શાસ્ત્રોનું અધ્યયન કરવા-કરાવવા રૂપ જ્ઞાનની, અર્થે ભણાવીને રુચિ દઢ કરવા-કરાવવા રૂપ દર્શનની, અને તેને અનુસારે નિર્દોષ અને પવિત્ર જીવન જીવવા રૂપ ચારિત્રની એમ રત્નત્રયીની આરાધના જેઓ સ્વયં પોતે કરતા નથી અને શિષ્યો પાસે કરાવતા નથી. પરંતુ નોકરો પાસે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી શેઠ જેમ કામો જ કરાવે તેમ શિષ્યો પાસે વસ્તુઓ લાવવા-મુકવાનાં કેવળ કામો જ જે કરાવે છે, અર્થાત્ કામકાજો કરાવવા માટે જ જે ગુરુઓએ શિષ્ય પરિવાર બનાવ્યો છે તેઓ આ ધર્મક્રિયાઓ કુલપરંપરાથી જ જાણે ચાલી આવે છે એમ માનીને કોઈ પણ જાતનો અર્થબોધ કરાવ્યા વિના શિષ્યો પાસે ધર્મક્રિયાઓ કરાવે છે. સારાંશ કે કુલાચાર માત્ર જ છે એમ સમજીને જે કરે છે અને કરાવે છે. નથી તો તે ક્રિયાઓનું જ્ઞાન આપતા કે નથી પોતે પ્રાપ્ત કરતા, તથા નથી તો તે ક્રિયાઓનું પ્રયોજન સમજાવતા, કે નથી પોતે સમજતા, તેમજ નથી તો તે ક્રિયાઓમાં રસ અને ભાવના વધારતા, કરવા પુરતી જ કુલાચાર રૂપે જેઓ ક્રિયાઓ કરે છે અને કરાવે છે. તેવા તે કુગુરુઓ પોતાનાં કામો જ કરાવી લેવાની સ્વાર્થભરી વાસનાની જાળમાં ફસાયેલા શિષ્યવર્ગનું “આત્મકલ્યાણ” રૂપ પરમાર્થ-ધન લુંટી રહ્યા છે. આ શિષ્યોએ જ્યારે ચારિત્ર લીધું ત્યારે (૧) મારા કર્મો કેમ તુટે? (૨) રાગાદિકષાયોનો વિજય કેમ થાય ? (૩) વૈરાગ્ય કેમ વધે ? (૪) ક્ષમા આદિ આત્મગુણોનો વિકાસ કેમ થાય ? (૫) શાસ્ત્રોના અધ્યયનમાં લયલીન કેમ બનાય ? ઇત્યાદિ તેઓની જે ઉમદા ભાવનાઓ હતી, તેના કારણે જ કંચન-કામિનીનો ત્યાગ કરી રત્નત્રયીની આરાધના માટે જ તેઓ શિષ્ય બન્યા છે. તેઓને શાસ્ત્રવાચના આપવા દ્વારા અને વૈરાગ્યવાસિત હિતશિક્ષા આપવા દ્વારા આત્માના ગુણોરૂપી ધનની ગુરુઓએ વૃદ્ધિ કરવી જોઇએ. તેને બદલે શાસ્ત્રવાચના અને હિતશિક્ષા આપવાનું કામ અદ્ધર મૂકીને કેવળ બાહ્ય આડંબર અને પોતાનાં કામકાજો કરાવવામાં જ રચ્યા પચ્યા રાખવા દ્વારા પૂર્વકાળમાં પ્રાપ્ત કરેલા ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાનાદિગુણો રૂપી શિષ્યવર્ગનું આત્મધન દુનીયાના લોકો દેખતાં દેખતાં જેઓ લુંટી રહ્યા છે. ગુણોની રક્ષા અને વૃદ્ધિ માટે જેઓનું શરણું લીધું હતું તેઓ જ ગુણોની વૃદ્ધિની ઉપેક્ષા (અર્થાત્ હાનિ) કરી રહ્યા છે. આવું દેખાય છે. બહુધા આવી ભરતક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત હે સીમંધરસ્વામી પ્રભુ । રક્ષકો દ્વારા અને આશ્રય આપનારા દ્વારા જ આત્મધન લુંટાતા એવા સજ્જન શિષ્યો પોતાના દુઃખના પોકારો ક્યાં જઈને કરે ? જેમ ૨ક્ષક એવા સરકારી માણસો (એટલે કે રાજપુરુષો) જ જો લાંચ રુશ્વત દ્વારા પ્રજાને લુંટવા માંડે તો લુંટાતી એવી તે પ્રજા ફરીયાદ ક્યાં જઈને કરે ? તેમ આજે કુગુરુઓ જ શિષ્યોનું આત્મધન લુંટે છે ત્યાં આત્મકલ્યાણના અર્થી એવા મુમુક્ષુ વૈરાગી શિષ્યો પોતાના દુઃખના પોકારો (ફરીયાદ) હે પ્રભુ ! ક્યાં જઈને કરે ? તેથી તમે અમારી વાત પૂરેપૂરા ધ્યાનથી સાંભળો. ૧-૩ || ૧૨ જેહ નવિ ભવ તર્યા નિર્ગુણી, તારશે કેણી પેરે તેહ રે । એમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે ।। સ્વામી ! સીમંધરા વિનતિ. ॥ ૧-૪ | તે ફંદમાં = જાળમાં, = પેઠે, તેહ ગાથાર્થ જે ગુરુઓ પોતે નિર્ગુણી છે અને સંસારસાગર તર્યા નથી, તેવા ગુરુઓ શિષ્યોને કોની જેમ તારશે ? અર્થાત્ નહીં જ તારી રાકે. આવું નહીં જાણનારા ભદ્રિક લોકો આ કુગુરુઓના ફંદમાં (માયાજાળમાં) ફસાઈ જાય છે અને પાછળથી પસ્તાયા છતા આર્ત-રૌદ્ર ધ્યાન દ્વારા નિરંતર પાપકર્મોના બંધમાં જ વર્તે છે. ।। ૪ ।। જેહ = જે, પેરે - વિવેચન= “સમુદ્ર” અપરિમિત પાણીથી ભરપૂર હોય છે, ઘણાં ઘણાં ઉંચા ઉંચા મોજાંઓ (તરંગો) તેમાં ઉછળતાં હોય છે, તે અગાધ ઊંડાં હોય છે. મગરમચ્છાદિ અનેકવિધ જલચર જીવોથી વ્યાપ્ત હોય છે. જેનો છેડો ઘણો જ દૂર દૂર હોય છે. સ્ટીમર આદિને પણ પહોંચતાં મહિનાઓ લાગે છે. જેનું દૃશ્ય પણ ભયજનક હોય છે. આવો સમુદ્ર પોતાના બે હાથ દ્વારા તરવો દુષ્કર છે અને અશક્ય પણ છે. તરવૈયો ગણાતો માનવી પણ આવા સમુદ્રને જો તરી શકતો નથી તો પછી તે સમુદ્ર સામાન્ય માનવી કેમ તરી શકે ? અને તે વ્યક્તિ અન્યને કેવી રીતે તારી શકે ? આ સત્ય હકીકત છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી ૧૩ તેવી જ રીતે જેઓ ધર્મગુરુ થયા, પરંતુ પોતે ઊંડું શાસ્ત્ર-અધ્યયન કરતા નથી, તલસ્પર્શી સૂક્ષ્મ-જ્ઞાન મેળવતા નથી, વૈરાગ્ય કે સંયમભાવ પ્રત્યે આદરમાન રાખતા નથી, સંવેગ અને નિર્વેદના ભાવથી શૂન્ય કેવળ દાંભિકપણે નિયત ધર્માનુષ્ઠાનો કરે છે. આ ધર્માનુષ્ઠાનોમાં પણ સ્વચ્છંદતાના જોરે અવિધિ રૂપે અનેક પ્રકારનાં પાપાચરણની પ્રવૃત્તિઓ આદરે છે. માન-મોભાની, મોટાઈની અને પ્રતિષ્ઠાની ઘેલછાથી બાહ્ય વ્યવસાયોમાં જ જેનું ચિત્ત ચોંટેલું રહે છે. શાસ્ત્રાર્થ ભણવા-ભણાવવા રૂપ સૂત્રવાચના જેઓ લેતા નથી. અને આપતા નથી. લાગણીભર્યા હૃદય પરહિત કરવાની હિતશિક્ષા આપવા દ્વારા વૈરાગ્યાદિ ગુણોની વૃદ્ધિ કરવાનો જેઓને સમય નથી, ફક્ત બાહ્ય આડંબરોમાં અને ભભકાદાર પૌદ્ગલિક વ્યવસાયોમાં જ રચ્યા પચ્યા રહેવા સ્વરૂપ અને તેના જ હિસાબ-કિતાબમાં તથા લેવડ દેવડમાં લયલીન બનવા સ્વરૂપ પર પરિણતિમાં જેઓ પોતે ફસાયા છે. જેઓ પોતે જ ગુણ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા નથી અને તેથી જ જેઓ નિર્ગુણ છે. તેવા નિર્ગુણી અને પર પરિણતિમાં જ તન્મય બનેલા એવા આ ગુરુઓ સંસારરૂપી આ અગાધ સાગરને પોતે તર્યા નથી તે બીજાને કેમ તારશે ? વહાણ અને પત્થર આ બન્ને પદાર્થપણે સમાન છે. પરંતુ વહાણ તરવા તથા તારવાના સ્વભાવવાળું છે. અને પત્થર ડુબવા અને ડુબાડવાના સ્વભાવવાળો છે. તેમ સદ્ગુરુ વહાણ સમાન છે. કુગુરુ પત્થર સમાન છે. આવા પ્રકારના નિર્ગુણી ગુરુઓ કે જે ભવ તર્યા નથી તેઓ શિષ્યવર્ગને કેમ તારી શકશે ? તેથી કુગુરુઓનો યોગ જીવને સંસારસાગરથી તારવા માટે સમર્થ નથી. (બલ્ક ડુબાડનારો છે.) આ સંસારમાં મોહની વાસના અનાદિની છે. અને ઘણી જ બળવત્તર છે. જેમ સંસારમાં મોહના સંસ્કારો જોર કરે છે તેમ સાધુ થયા પછી પણ જો જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય અને વાચનાનાં આલંબનો ન રાખવામાં આવે તો ત્યાં પણ મોહના સંસ્કારો ઉછળે જ છે. સંસારમાં જેમ ધન, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કંચન, કામિની, અલંકારો અને રંગબેરંગી વસ્ત્રો ઈત્યાદિ પૌગલિક પદાર્થો જોતાં જ ગમી જાય તે લોભ, તેને મેળવવા આ જીવ અનેક કાવાદાવા કરે, પ્રપંચ ગોઠવે તે માયા, ઇષ્ટ વસ્તુ (માયાથી પણ) પ્રાપ્ત થઈ જાય એટલે હર્ષ, પ્રીતિ, અને ગૌરવ થાય તે માન, અને ઈષ્ટવસ્તુ પ્રાપ્ત થવામાં કંઈ વિઘ્ન આવે અથવા કોઈ વિઘ્ન નાખે તો જે ગુસ્સો આવે તે ક્રોધ એમ આ ચંડાળ ચોકડી સાથે જ હોય છે. અને ઇનિષ્ટભાવોની પ્રાપ્તિઅપ્રાપ્તિમાં જોર કરે છે. તેવી જ રીતે સાધુ થયા પછી પણ જો સ્વાધ્યાય, સત્સંગ, વાચના અને હિતશિક્ષા આદિના વર્ગોનું આલંબન આ આત્માને ન આપવામાં આવે અને કુલાચાર પૂરતી જ, અર્થબોધ વિનાની, ધર્મક્રિયા જ માત્ર કરાવવામાં આવે અને બાકીનો બધો જ સમય બાહ્યવ્યવસાયોમાં અને લૌકિક વ્યવહારોમાં જ માત્ર ગાળવામાં આવે તો આ મોહનીય કર્મની ચંડાળ ચોકડી ભભૂકી ઉઠે છે. બાહ્યવ્યવસાયો જ કરવા અને તેને જ કરાવવાની પ્રીતિ રૂપ લોભ, તેના માટે અનેક પ્રકારે જુદું જુદું બોલવું અને વર્તવું તે માયા, અનુયાયીઓ દ્વારા તે તે કાર્ય કરી-કરાવી લેવાનું માન, અને કોઈ વિઘ્ન નાખે અને તેથી તે તે કાર્ય ન થાય તો ક્રોધ, વેરઝેર ઇત્યાદિ માંહની ચંડાળ ચોકડી ચાલુ જ રહે છે. કષાયોનો વિજય થતો નથી. પરંતુ આત્મા ઉપર કષાયો ચડી બેસે છે. મોહરાજાની આ ચંડાળ ચોકડી જીવની સાથે અનાદિની જોડાયેલી છે. તેને હણવાનું (દૂર કરવાનું) કામ જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, શાસ્ત્રવાચના અને હિતશિક્ષાનું પ્રદાન જ કરી શકે છે. આવું ઉત્તમ કાર્ય જે ગુરુઓ કરે છે તે સદ્ગુરુ કહેવાય છે અને જે ગુરુઓ આવું હિતકારી કાર્ય કરતા નથી અને બાહ્યવ્યવસાયોના બોજા નીચે દબાયેલા છે તથા શિષ્યોને પણ તેવા કામોમાં જ અને તેની જ આળપંપાળમાં જોડે છે. તે ગુરુઓ પોતે પણ સંસાર તર્યા નથી અને બીજાને પણ તારી શક્તા નથી. પરંતુ આવું સદ્ગુરુ અને કુગુરુનું જ્ઞાન નહીં ધરાવનારા એટલે કે અજાણ્યા ભદ્રિક શિષ્યો કુગુરુઓની બોલવા-ચાલવાની બાહ્ય વાચ્છટામાં અને ભભકાભર્યા બાહ્યજીવનમાં આકર્ષાઈ જાય છે. આ જ “ સગુરુ” Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી છે. મને સંસારસાગરથી આ જ ગુરુ તારશે એમ સમજીને તેઓના ફંદામાં ફસાઈ જાય છે. જાળમાં ફસાયા પછી ક્યારેક ખ્યાલ આવે છે કે આપણે ફસાયા છીએ, અને ક્યારેક રાગાન્ધતાના કારણે ખ્યાલ પણ આવતો નથી કે આપણે ફસાયા છીએ. તે શિષ્યો પણ તેવા પ્રકારના ગુરુઓના સંપર્કથી અને અનાદિની મોહની વાસનાની બળવત્તરતાથી તેવા બાહ્યવ્યવસાયોના કામકાજમાં જ લયલીન થઈ જાય છે. સંસારસાગર તરવાને બદલે બાહ્યવ્યવસાયોની જ મોહમાયામાં રંગાઈ જવાથી અને તેના જ હિસાબ-કિતાબમાં અંજાઈ જવાથી સંસારસાગરમાં ડૂબી જાય છે. આવા ગુરુઓ અને તેઓને અનુસરનારા શિષ્યો સાધુવેષમાં (સંયમમાં) હોવા છતાં મનમાં કરવા ધારેલા બાહ્યવ્યવસાયોને પૂર્ણ કરવાની માનસિક ચિંતામાં અને તેના જ વહીવટની આળપંપાળમાં ઓતપ્રોત બનવાથી આરંભ-સમારંભ આચરવારૂપ દ્રવ્ય-પાપબંધનોમાં તથા ચંડાળ ચોકડીને આચરવા રૂપ ભાવ-પાપબંધનોમાં નિરંતર વર્તતા જ રહે છે. આવા પ્રકારના પાપના બંધનોમાં જે વર્તે છે, જે સ્વયં નિર્ગુણી છે, જે પોતે સંસારથી તર્યા નથી, તેવા કુગુરુઓ અન્યને સંસારસાગરથી કેમ તારી શકશે ? ભદ્રિક પ્રજા આવા ગુરુઓને ધર્મગુરુ સમજીને માન આપે છે. અને આ ગુરુઓ તે ભદ્રિક જીવોની ભદ્રિકતાનો અને અજ્ઞાનતાનો સ્વાર્થ સાધવામાં ઉપયોગ કરે છે. આ બન્નેમાં કોઈ તરતું નથી કે તારતું નથી. કેવળ ભદ્રિક આત્માર્થી જીવો છેતરાય છે. કહ્યાગરો શિષ્યવર્ગ મળે, પાંચ-પંદર ધનવાન પુરુષો અનુયાયી બને, બોલવા-ચાલવાની બાહ્ય છટા પ્રાપ્ત થઈ જાય, તેના કારણે સમાજમાં કદાચ માન-મોટાઈ મળી જાય. પરંતુ હૃદયમાં વૈરાગ્ય અને નિશ્ચય દૃષ્ટિ ખીલી ન હોય ત્યારે અનાદિની ઘર કરીને દબાઈને રહેલી કષાયોની ચોકડી ભભૂકી ઉઠે છે. ધર્મનાં કાર્યોના નામે ધર્મવિરુદ્ધ પ્રરૂપણા અને ધર્મવિરુદ્ધ આચરણા કરવા દ્વારા આ ગુરુઓ જૈનશાસનની ભારે વિડંબના (નિંદા-આશાતના) કરે છે અને કરાવે છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જિમજિમ બહુશ્રુત બહુજનસમ્મત,બહુશિષ્ય પરવરીઓ તિમતિમ જિનશાસનનો વૈરી, જો નવિ નિશ્ચય દરીઓ છે જિનાજી, ! વિનતડી અવધારો / ૧-૧૪ / સમ્મતિ પ્રકરણમાં પણ ગાથા ૩-૬૬ માં આ જ ભાવ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પણ કહ્યો છે. તે ગાથા આ પ્રમાણે છે. जह जह बहुस्सुओ, सम्मओय सिस्सगणसंपरिवुडो अ। अविणिच्छिओ य समए, तह तह सिद्धंतपडिणीओ ॥ 3-६६ ।। અર્થ = જેમ જેમ બહુશ્રુત થાય, સમાજમાં માનનીય બને, ઘણા શિષ્યગણથી પરિવરેલો બને, તેમ તેમ તે જીવ જૈનશાસનનો વૈરી જાણવો, જો શાસ્ત્રકથિત ભાવો પ્રત્યે નિશ્ચયવાળી દૃષ્ટિ ન હોય તો. આ પ્રમાણે કુગુરુઓ સ્વાર્થાન્ધ અને છેતરનાર હોવાથી આત્માર્થી મુમુક્ષુ ઉત્તમ આત્માઓએ ગીતાર્થ એવા સદ્ગુરુની નિશ્રા લેવી. પરંતુ નિર્ગુણીનો સંગ ન કરવો. તે સંસારસાગરથી તરતા પણ નથી અને તારતા પણ નથી. જે અજાણ્યા પુરુષો તેઓના ફંદામાં ફસાય છે તે આર્ત-રૌદ્ર ધ્યાન દ્વારા નિરંતર પાપબંધનોમાં જ વર્તે છે./ ૧-૪ | કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે ! દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગ શૂલ રે ! સ્વામી ! સીમંધરા વિનતિ. / ૧-૫ | દોડે= પૈસાથી, દાખવે= બતાવે છે. ગાથાર્થ “ કામકુંભ” વગેરે પદાર્થોથી પણ અધિક મૂલ્યવાળો આ ધર્મ છે કે જે ધર્મનું મૂલ્ય આંકી શકાતું નથી (અર્થાત્ અમૂલ્ય છે) તેવા પ્રકારના અમૂલ્ય ધર્મને કુગુરુઓ પૈસાથી મૂલવે છે. ખરેખર હે પરમાત્મા ! હૈયામાં શૂલની જેમ ખટકે એવું જગતમાં આ શું થયું છે.? તે કંઈ સમજાતું નથી. મેં પ // Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી વિવેચન= મનમાં જે જે સાંસારિક સુખોની ઈચ્છાઓ કરીએ તે તે ઈચ્છાઓને પૂર્ણ કરી આપે એવાં કામકુંભ, ચિંતામણિરત્ન, કલ્પવૃક્ષ, કામધેનુ ઈત્યાદિ પદાર્થો બહુ જ કિંમતી છે. અર્થાત્ અમૂલ્ય છે. પરંતુ ધર્મતત્ત્વ તો તેનાથી પણ કેટલાય ગણું અમૂલ્ય છે. કારણકે કામકુંભાદિક પદાર્થો જે જે સુખ (સુખનાં સાધનો) આપે છે તે તે સર્વે સાધનો નાશવંત છે. રાગાદિ કરાવનારાં છે. કષાયોને ઉત્તેજિત કરનારાં છે. અને મોહબ્ધ કરનાર છે. તેથી સંસારમાં ડુબાડનાર છે. તથા જન્મ, જરા, મૃત્ય, રોગ, શોક આદિ નિત્યદુઃખોમાંથી અંશે પણ બચાવનાર નથી. જ્યારે ધર્મતત્ત્વ, અવિનાશી, વીતરાગાવસ્થાવાળું, કષાયોથી સર્વથા રહિત, એવું સ્વગુણરમણતાનું અનંત, અખંડ, ચિદાનંદ સુખ આપનાર છે. સંસારથી તારનાર અને જન્મ, જરા, મૃત્યુ આદિ નિત્યદુઃખોનો સર્વથા નાશ કરનાર છે તેથી ધર્મતત્ત્વ એ કામકુંભ આદિ થકી અનેકગણું કિંમતી અર્થાત્ અમૂલ્યતત્ત્વ છે. આ ધર્મતત્ત્વ આત્માની સ્ફટિકરત્નના જેવી શુદ્ધ નિર્મળદશા આપનાર હોવાથી તે અમૂલ્ય-અમૂલ્યતત્ત્વ છે. અને આ ધર્મતત્ત્વ આત્મામાં જ છે. બહાર ક્યાંય નથી. પરંતુ ભરતક્ષેત્રમાં આજે વર્તમાનકાળે આ કુગુરુઓ આ ધર્મને દોકડેથી પસાથી-ધનથી) દાખવે છે. (બતાવે છે-વેચે છે) આ સ્થાનમાં આટલા પૈસા આપો તો આટલો લાભ થશે. (ધર્મ થશે) બીજા આ સ્થાનમાં આટલા પૈસા આપો તો આ ધર્મ થશે. ત્રીજા આ સ્થાનમાં આટલી રકમ આપશો તો આ ધર્મ થશે. એમ જે જે સ્થાનોમાં વધારે વધારે રકમ (પૈસા-ધન) અપાય ત્યાં તમને વધારે લાભ મળશે, વધારે ધર્મ થશે. આવું સમજાવી જ્યાં ત્યાં ધનથી જ ધર્મ દેખાડે છે. જ્ઞાન આપવાનું, સ્વાધ્યાય કરાવવાનું, કષાયોનો વિજય કરાવવાનું, ક્ષમા-નમ્રતા આદિ ગુણો આપવાનું, ત્યાગ-વૈરાગ્ય સમજાવવાનું અને ત્યાગ-વૈરાગ્ય વધારવાનું કાર્ય તો ક્યાંય દેખાતું જ નથી. આત્માના ગુણોનો વિકાસ કરવો એ જ સાચો ધર્મ છે. ધર્મ તો નિજ-ઘરમાં છે. આવું તો પ્રાયઃ કોઈ સમજતું પણ નથી અને સમજાવતું પણ નથી. પરદ્રવ્યથી જ ધર્મ સમજાવે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ બધી પ્રક્રિયા જોઈને હું સીમંધરસ્વામી ભગવાન ! અમને મનમાં એમ થાય છે કે અરેરે, જગતમાં શૂળ જેવું આ શું થયું છે ? શું થઈ રહ્યું છે ? જોઈ શકાતું નથી, વેદનાથી હૃદય પીડાય છે. હૃદય ભરાઈ આવે છે. એટલે જ તમને અમારા હૃદયની પીડાના ઉદ્દગારો જણાવવા સ્તવનની રચના કરવા સ્વરૂપે આ કાગળ લખેલ છે. હુંડી મોકલેલ છે. અમારી આ હૂંડી અવશ્ય સ્વીકારજો. ધનથી ધર્મ થાય છે અને ધર્મથી ધન વધે છે” આવું આ કુગુરુઓ સમજાવે છે. જો આમ જ હોય અને ધનથી ધર્મ થતો હોય તો કંચન-કામિનીના ત્યાગી, સર્વથા ધનરહિત એવા સાધુ-સંતો-મહાત્માઓ અને આચાર્યોને તો ધર્મ થાય જ નહીં. તેઓ તો મુક્તિપદ પામે જ નહીં. અને ધનવાનો જ મોક્ષે જાય. પરંતુ આવું બનતું નથી. પુણીયો શ્રાવક ધનરહિત હોવા છતાં એવો ધર્મી હતો કે જેના સામાયિકની અનુપમતા પ્રભુએ વખાણી, મમ્મણ શેઠ ઘણો ધનવાન હતો છતાં નરકગામી થયો, શ્રેણીક મહારાજા ધનવાન અને રાજા હતા, છતાં ધનથી ધર્મ વેચાતો લઈને નરક તોડી ન શક્યા. સુભૂમ ચક્રવર્તી, ચક્રવર્તી હોવા છતાં નરકગામી થયા. આવાં અનેક ઉદાહરણો છે. ઉપરોક્ત ઉદાહરણોથી અને શાસ્ત્રપાઠોથી સમજાય છે કે ધર્મ એ બજારમાં પૈસાથી મળતી અને ખરીદી શકાય તેવી વસ્તુ નથી. પરંતુ વિકાર, વાસના, રાગાદિ કષાયો, અજ્ઞાન અને મોહ ઈત્યાદિ દોષોનો ત્યાગ કરવો અને ગુણોને પ્રાપ્ત કરવા એ જ ધર્મ છે. આત્માની શુદ્ધભાવના રૂપ ધર્મ છે. ધનથી ધર્મ થતો નથી. પરંતુ ધન ઉપરની મૂછના-મમતાના અને રાગના ત્યાગથી ધર્મ થાય છે અને મૂર્છાનો ત્યાગ એ ભાવનાસ્વરૂપ ધર્મ છે. તથા ધર્મથી ધન મળતું નથી પરંતુ પૂર્વબદ્ધ પુણ્યોદયથી ધન મળે છે. ધર્મથી તો ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ-વૈરાગ્ય આદિ ગુણો પ્રાપ્ત થાય છે કે જે આત્મધન છે. ધર્મથી તો ઉંચા-ઉંચા ગુણો મળવા રૂપ ગુણસ્થાનકોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ધનની પ્રાપ્તિમાં ધર્મ કારણ નથી. પરંતુ પુણ્ય કારણ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પહેલી ૧૯ આવી સુંદર અને નિર્દોષ વ્યવસ્થા જૈનશાસનમાં હોવા છતાં પણ સ્વાર્થાન્ધ અને બાહ્યભાવના રસિક એવા ગુરુઓ ભોળી અને અજ્ઞાની પ્રજાને ધનથી ધર્મ અને ધર્મથી ધન સમજાવે છે. આ ભવમાં ઘણું ધન પામ્યા છો તો અહીં તહીં આટલી આટલી રકમ આપશો તો અથવા આવું આવું દાન-પુણ્ય કરશો તો ભવાન્તરમાં તમને દશગણું મળશે. યોગ્ય ભૂમિમાં વાવેલું ધાન્ય જેમ અનેકગણા દાણા પેદા કરે છે તેમ આ ભવમાં થોડું આપેલું દાન ભવાન્તરમાં દશગણું ફળ આપશે. આવું સમજાવી ભદ્રિક જીવોને પરભવમાં અધિક ધન મળવાની આશા કરાવીને ધનના લોભી અને લાલચુ બનાવે છે. ધનની મૂર્છા વધારે છે. નિષ્પરિગ્રહી કે મૂર્છાના ત્યાગી બનાવવાની વાત રહેતી નથી. આવી, ઉત્સૂત્ર પ્રરૂપણા સાંભળી હે પરમાત્મા ! અમારું દિલ દાઝે છે. હૃદયમાં શૂલ ભોંકાણી હોય અને જેવી પીડા થાય, તેવી પીડા થાય છે. પગમાં કાંટો વાગ્યો હોય અને જેમ પીડા થાય તેમ આવી ઉત્સૂત્ર પ્રરૂપણા સાંભળીને અમને હૃદયમાં અતિશય પીડા થાય છે કે અરેરે ! આ જગતમાં શૂળની જેવું પીડાકારી આ શું બની રહ્યું છે ? જ્યાં જોઈએ ત્યાં ધનની જ વાત, ધનની ઉપજ સાથે જ વધારે સંબંધ, જે ધર્માનુષ્ઠાનમાં વધારે ધનની ઉપજ થાય તે ધર્માનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ, જે ગુરુને ત્યાં બોલીમાં વધારે દ્રવ્ય ઉપજે તે ગુરુ સર્વોત્તમપુરુષ, તથા તેઓનું ધ્યાન પણ દ્રવ્યની વધારે ઉપજ તરફ, આત્માના ગુણોરૂપી ધનની તો ક્યાંય વાત જ નહીં અને તેથી ગુણવંત પુરુષોને બદલે જ્યાં ત્યાં ધનવાન પુરુષો જ આગળ, તેઓની જ સર્વત્ર સત્તા, આ બધું જોઈને પગમાં લાગેલી શૂળ જેમ પીડા કરે તેમ હે સીમંધરસ્વામી પરમાત્મા ! અમારૂં હૃદય ઘણું જ પીડાય છે. અમારે અમારા દુઃખ-દર્દની વાત બીજે ક્યાં કરવી ? તેથી આપશ્રીને આ વાત કાગળમાં લખીએ છીએ. તો અમારી વાત ધ્યાન આપીને સાંભળો. ॥ ૧-૫ || અર્થની દેશના આપનારા ગુરુઓને તો તેઓ પરમપદના પ્રગટ ચોર છે. એવા ભારે શબ્દોથી ગ્રંથકાર શ્રી સમજાવે છે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે | પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથે રે | સ્વામી ! સીમંધરા વિનતિ. / ૧-૬ / અર્થની=ધનની, ઓળવે છુપાવે, પરમપદનો=મુક્તિપદનો, પ્રગટ=સાક્ષાત્, પંથ =માર્ગ ગાથાર્થ= જે ગુરુઓ પોતાના સ્વાર્થો સાધવા માટે અર્થની દેશના આપે છે અને ધર્મના ગ્રંથો (માં કહેલી યથાર્થ હકીકત) ને ઓળવે છે (છુપાવે છે). તે ગુરુઓ પરમપદના સાક્ષાત્ ચોર (મોક્ષમાર્ગના ઉચ્છેદક) છે. આવા ગુરુઓથી જૈનશાસનનો આ માર્ગ કેમ વહન થાય ? | ૬ | વિવેચન=જેગુરુઓ સાંસારિક સુખોનાં સાધનોની સાનુકુળતા મેળવવા, યશ-કીર્તિના પ્રલોભનથી પોતાની મોહની વાસનાને પોષવા અને ધનસંપત્તિ એકઠી કરવા-કરાવવા રૂપસ્વાર્થ સાધવા માટે અર્થપ્રધાન (ધનની પ્રધાનતાવાળી) દેશના આપે છે. ધનની પ્રાપ્તિ માટે જ ધર્માનુષ્ઠાનો પ્રત્યે આદરમાન બતાવે છે. જેઓનું દૃષ્ટિબિંદુ કેવળ અર્થ ઉપાર્જન તરફ જ છે. કયા ગામમાં, કયા ધર્મ અનુષ્ઠાનમાં કેટલું દ્રવ્ય ઉપાર્જન થયું? કેટલી કેટલી, ક્યાં ક્યાં આવક થઈ ? તેની જ જેઓ નિરંતર ચર્ચા કરે છે. અધિક દ્રવ્યોપાર્જનથી જેઓ રાજી થાય છે. દ્રવ્યવ્યય કરનારાઓ ઉપર જેઓ રાગી થાય છે. અને જ્યાં ઓછી આવક થાય ત્યાં જેઓ નારાજ થાય છે. આવા જે ગુરુઓ છે. તેઓ આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ અને પવિત્ર પ્રવૃત્તિ એ જ ધર્મ છે એવા યથાર્થ ઉપદેશને સમજાવનારા દશવૈકાલિક, આચારાંગ આદિ શાસ્ત્રગ્રંથોને પણ ઓળવે છે. છુપાવે છે. જાણીબુઝીને આવા મહાગ્રંથોમાં કહેલા સાચા અર્થોને ઢાંકી દે છે. તે અર્થો ભક્તો સામે ખોલતા નથી. સમજાવતા નથી. જેઓ પોતે ઊંડું ભણ્યા નથી. વ્યાખ્યાન આદિમાં ઊંડું જ્ઞાન પીરસતા નથી. આત્માની પવિત્રતા અને નિર્મળતા કરનારા તથા નિર્દોષ આચરણ સમજાવનારા એવા આચારાંગ આદિ મહાગ્રંથોમાં કહેલા ભાવો પ્રરૂપતા નથી. ફક્ત વાકછટા અને બોલવાની જોશિલી શૈલિથી જૈન સમાજને દ્રવ્ય-વ્યય તરફ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી ૨૧ આકર્ષી જાય છે. દોષ-વ્યય અને ગુણપ્રાપ્તિ તરફ ધ્યાન ખેંચતા નથી. અને તેથી જ અધિક ધન-વ્યય કરનારાની જ પ્રશંસા, માન-બહુમાન, તેઓની જ સાથે વાર્તાલાપ, તેઓનું જ આગળ આસન ઇત્યાદિ કરવા-કરાવવા દ્વારા ફુલાય છે. તેવા ગુરુઓ પવિત્ર એવા ધર્મગ્રંથોના નિદ્ભવ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઇત્યાદિ ગુણોની આરાધના, પંચાચારનું પાલન, બાહ્યભાવોનો ત્યાગ, વૈરાગ્ય, અઢાર પ્રકારના પાપસ્થાનકોના સેવનનો ત્યાગ, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ગુણોની પ્રાપ્તિ, તથા કષાયોનો વિજય ઇત્યાદિ રૂપ મુક્તિપદની પ્રાપ્તિનો જે ધોરી માર્ગ (રાજમાર્ગ) છે. તે માર્ગના અને તેના દ્વારા પ્રાપ્ત થનારા પરમપદના (મુક્તિપદના), એમ બન્નેના આ ગુરુઓ પ્રગટ (સાક્ષાત) ચોર છે. સાચા માર્ગના ઉચ્છેદક છે. ધોળા દિવસના ધાડપાડુઓ ગામમાં ધાડ પાડીને લોકોના ધનને લોકો દેખતાં દેખતાં જેમ લુંટી જાય છે, તેમ આવા ગુરુઓ ધનવ્યય તરફ જ લોકમાનસને ખેચીને, ઉત્તમ ધર્મગ્રંથોના અર્થોને છુપાવીને ભદ્રિક આત્માઓમાં આવેલા આત્માર્થિતા, મુમુક્ષુતા, ત્યાગ ભાવના, વૈરાગ્ય, સંવેગ, નિર્વેદ ઈત્યાદિ ગુણો રૂપી આત્મધન લુંટી રહ્યા છે. પ્રત્યેકનું ધ્યાન ધન તરફ જ જાય છે કે ગમે તેમ કરીને પણ એકવાર ઘણું ધન કમાઓ અને ઘણું ધન ખર્ચો, આવી ભાવના હૃદયમાં પ્રગટ થવાથી ગુણાત્મક ધન લુંટાઈ રહ્યું છે. આવા ગુરુઓ કે જેઓ મૂળમાર્ગને છુપાવવા ઈચ્છે છે. બાહ્ય આડંબરમાં રાચે છે. યશ-કીર્તિના જ અર્થી છે. શાસ્ત્રાજ્ઞા પ્રમાણે સંયમમાર્ગ સાધવામાં અને સમજાવવામાં જેઓ પ્રમાદી છે. આવા ગુરુઓથી વીતરાગ પરમાત્માએ પ્રકાશ પરમપદની પ્રાપ્તિનો પંથ (માર્ગ) કેમ વહન થાય? અર્થાત્ તેઓ પરમપદની પ્રાપ્તિના પંથના વાહક નથી પરંતુ ઉચ્છેદક છે. એમ જાણવું. તેથી તેવાઓના સંપર્કથી દૂર રહેવું અને સદ્ગુરુઓનો સંપર્ક કરવો. લાંચ રુશ્વતથી ભરેલ રાજા અને રાજપુરુષો જે દેશમાં હોય છે તે રાજ્ય Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત લાંબો ટાઈમ ચાલતું નથી, દેશ ખલાસ થઈ જાય છે. દેશ દેવાદાર થઈ જાય છે. તેમ આ શાસનનો પંથ પણ આવા સ્વાર્થાન્ય અને મોહબ્ધ પુરુષોથી ચાલતો નથી. તેઓ શાસનમાં વિડંબક અને ઉચ્છેદક જ બને છે. તે સીમંધરસ્વામી પરમાત્મા ! અમારી હૈયાની વાત કંઈક સાંભળો. . ૧-૬ . વિષયરસમાં ગૃહી માચીયા, નાચિયા કુગુરુ મદ પૂર રે ! ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે સ્વામી સીમંધરા વિનતિ. / ૧-૭ | ગૃહી-ગૃહસ્થ, માચીયા=હર્ષિત થયા, મદપૂર=અહંકારનો નશો. ગાથાર્થ= ગૃહસ્થ લોકો સંસારી હોવાથી પાંચ ઇન્દ્રિયોના વિષયસુખમાં સહજ રીતે લયલીન તો હોય જ છે અને તેઓને કુગુરુઓનો સહયોગ મળતાં અભિમાનથી ભરપૂર થયા હતા તેમાં વધારે ને વધારે ડૂબે છે. આ રીતે બન્નેમાં ગાજ-વાજાં વગડાવવા પૂર્વક ધૂમધામ સહિત સર્વત્ર ધમાધમ જ પ્રવર્તે છે. શાસ્ત્ર-આજ્ઞાને અનુસારે વૈરાગ્યવાહી જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ તો અતિશય દૂર જ ચાલ્યો ગયો છે. | ૭ || વિવેચન= હે સીમંધરસ્વામી પરમાત્મા ! આપશ્રીની આગળ અમે ઘણું શું કહીએ ? આપશ્રી પોતે જ વીતરાગ સર્વજ્ઞ ભગવાન હોવાથી સઘળું ય જાણો છો, છતાં શાસનની વ્યથા જોઈને દુઃખથી ભરાયેલું અમારું હૈયું આ બોલી રહ્યું છે ગૃહસ્થ લોકો સંસારી છે. સંસારના સુખોમાં જોડાયેલા છે. પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસે વિષયોમાં સદા આસક્ત હોય જ છે. મનગમતા વિષયો માણવા અને અણગમતા વિષયોથી દૂર રહેવું આ વાત સર્વે ગૃહસ્થોમાં સહજપણે હોય જ છે. તેમાં કુગુરુઓની વાણી સહયોગ આપનારી બની જાય છે. ધન એ પરદ્રવ્ય છે. રાગ-દ્વેષ, કલેશ-કંકાશ કરાવનાર છે. તેની પ્રાપ્તિમાં પણ અનેક કષ્ટો વેઠવાં પડે છે. ઘણી પરસેવા અને પરાધીનતા વેઠવી પડે છે. સંપત્તિના સંરક્ષણમાં પણ મન ચિંતાઓથી ઘેરાયેલું જ રહે Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી ૨૩ છે છતાં જ્યારે એ જ સંપત્તિનો વિયોગ થાય છે ત્યારે શોક-રુદન-આઘાતપ્રત્યાઘાત અને મરણ જેવાં દુઃખો આવે છે. માટે ધન અસાર છે. નાશવંત છે. અંતે અવશ્ય વિયોગ પામનાર જ છે. તેથી ત્યજવા જેવું છે. આવી ઉત્તમવાણી ન સમજાવતાં, ઉલટી વાણી કુગુરુઓ સમજાવે છે કે તમે પુણ્યથી ધન પામ્યા છો ! વળી ધર્મના કાર્યોમાં ખરચીને નવું પુણ્ય બાંધો તો ભવાન્તરમાં પામશો અને દશગણું મળશે. આ વાવણીની વેળા છે. વાવી લો, ભાઈ ! વાવી લો. જો ખર્ચીને વાવશો નહીં તો પુણ્ય સમાપ્ત થતાં ભવાન્તરમાં દુઃખી થશો. તેથી જો સુખી થવું હોય તો ધન ખર્ચો. આવી વાણી પ્રકાશીને લોકોને ભવાન્તરમાં પણ સંસારસુખના રસીયા બનાવવાનું કામ આ ગુરુઓ કરે છે. સંસાર ઉપરનો વૈરાગ્ય વધારવાને બદલે સંસાર સદાય સુખોથી લીલોછમ જ કેમ રહે ? તેવો માર્ગ બતાવી સુખનો રાગ વધારે છે. જીવોને સંસારસુખના રસીયા કરે છે. ગૃહસ્થો પોતે ઇન્દ્રિયોના સુખમાં મસ્ત તો હતા જ, અને તેમાં ધર્મમાં ધન ખરચી સંસાર સંબંધી ઇન્દ્રિય જન્ય સુખે ભવાન્તરમાં સુખી થવાનો ગુનો ઉપદેશ સહાયક બન્યો. ભોગસુખના અર્થી જીવો આવા ગુરુઓના અનુયાયી બન્યા. પછી તો જોઈ લો મઝા, પોતે ધનવાન હોવાથી સહેજે માનથી ભરેલા હતા. અને આવા ગુરુઓનો સહાયક તરીકે ટેકો મળ્યો એટલે વધારે ને વધારે મદના પૂરથી (અભિમાનના જોરથી) આ ગૃહસ્થો નાચી ઉઠ્યા. અમે તો આ ભવમાં ય સુખી અને ભવાન્તરમાં પણ નક્કી સુખી જ થશું. અમારો કોઈ વાળ વાંકો કરનાર નથી. આવા અભિમાનથી તે ગૃહસ્થો માન-મોભાના અને જ્યાં ત્યાં ફૂલહાર પહેરનારા અને વાજાં વગડાવનારા જ થયા. ધૂમધામ કરીને ચોતરફ ધમાધમ કરનારા જ બન્યા છે. તેમને આવો ઉલટો માર્ગ સમજાવનારા ગુરુઓ પણ તે ધનવાનો દ્વારા પ્રાપ્ત થયેલા યશ-કીર્તિ, ધન અને માનમાં મસ્ત બન્યા છતા ધૂમધામ વાળા (બાહ્ય આડંબર અને દેખાવવાળા) પ્રસંગો ઉભા કરવા દ્વારા, ધમાધમ કરનારા બન્યા. ગુરુ અને શિષ્ય બન્ને વિષયરસમાં આસક્ત, ભવાન્તરના સંસારસુખના લાલચુ, અભિમાનથી ભરપૂર, કોઈ તેઓને ન કહી શકે તેવા, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જાણે હાથમાં શાસનની સત્તા આવી ગઈ હોય તેવા બન્યા છે. ગૃહસ્થો પાસેથી મનમાન્ય અર્થવ્યય કરાવવાથી અમારા ધારેલા કાર્યની સિદ્ધિ થઈ ગઈ છે. એમ મનમાં માની તેવા ગુરુઓ ફુલાય છે. દ્રવ્યની વધારે ઉપજ કરાવવા દ્વારા પ્રાપ્ત થયેલી પ્રશંસા અને મોટાઈથી અહંકારના પૂરમાં નાચી રહ્યા છે. ગૃહસ્થો પણ વિષયસુખના અને પ્રતિષ્ઠાના અર્થી હતા અને તેઓને તે મળી ગયું. અને ભવાન્તરમાં પણ મળશે જ એવી ગુરુજી પાસેથી આશા બંધાઈ ગઈ. આ રીતે પરસ્પર એકબીજા એકબીજાની પ્રશંસા કરતાં થાકતા જ નથી. પોતાની મોટાઈનાં વાજાં વગડાવવા દ્વારા ધૂમધામ ચાલી રહી છે. બન્ને જીવો માનના ખપ્પરમાં ધીંગામસ્તી કરી રહ્યા છે. મદિરાના નશાની જેમ મોહમાં ચકચૂર બનીને નાચી રહ્યા છે. હે સીમંધરસ્વામી પ્રભુ ! આ કાળે ભરતક્ષેત્રમાં ધનની જ બોલબાલા છે. જ્ઞાનમાર્ગ તો ઘણો જ દૂર ચાલ્યો ગયો છે. જ્ઞાન ભણવાની, શાસ્ત્રો ફેંદવાની, આત્મતત્ત્વ જાણવાની, આત્માના ગુણરૂપી ધનને મેળવવાની, આત્મા એ શરીરાદિથી ભિન્ન, શુદ્ધ, નિર્મળ દ્રવ્ય છે એવી પવિત્રપરિણતિ પ્રાપ્ત કરવાની, નિશ્ચયષ્ટિ સાધવાની, ભેદજ્ઞાન કરવાની કોઈને કંઈ પડી જ નથી. ગુરુઓને પોતાની કીર્તિ અને માન વધારવાં હતાં તે મળી ગયાં છે અને ગૃહસ્થોને વિષયરસ જોઈતો હતો તે આ ભવમાં મળી ગયો છે અને ભવાન્તરમાં મળવાનો નિર્ણય થઈ ચૂક્યો છે. હવે ત્યાગ અને વૈરાગ્ય મેળવીને પણ શું કરવાનું ? અરસપરસ મેળ સારો મળી ગયો છે. બન્નેનો તાલ બરાબર જામી ગયો છે. અલિતદશા, નિઃસ્પૃહદશા નિષ્પરિગ્રહતા આદિ મેળવવાની વાત તો દૂર રહો પરંતુ તે જાણવાની પણ કોઈને તમન્ના નથી. લિHદશામાં આવા ગુરુઓ અને તેમના અનુયાયીઓ એવા અંજાઈ ગયા છે કે શુદ્ધ આત્મતત્ત્વની તથા જ્ઞાનદશાની વાતો તો ઘણી જ દૂર રહી ગઈ છે. પરંતુ શુદ્ધ આત્મદશાની યત્કિંચિત્ ઝાંખી થવી પણ ઘણી દૂર થઈ ગઈ છે. હે સીમંધરસ્વામી પ્રભુ ! અમારા ભરતક્ષેત્રની આવી ઘણી બધી વાતો છે, તે વાતો કંઈક તો સાંભળો. / ૧-૭ | Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી અનુયાયી વર્ગનો ટેકો મળવાથી આવા ગુરુઓ મદોન્મત્ત થયા છતા નિર્ભયપણે પોતપોતાના નવા મતો આ શાસનમાં થાપે છે. અને જિનેશ્વરના વચનોનો ઉલટો-સુલટો અર્થ કરીને જૈનશાસનને ચાળણીની જેમ ચાળી નાખે છે. છિન્નભિન્ન કરે છે. તે વાત ગ્રંથકાર શ્રી કહે છે કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે / જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે ! સ્વામી સીમંધરા વિનતિ. | ૧-૮ | કલહકારી કજીયાખોર, થાપતાનું પ્રસ્થાપિત કરતા, અન્યથાર વિપરીત, ઉલટું. * ગાથાર્થ= કલેશને કરનારા અને કદાગ્રહ (હઠાગ્રહ)થી ભરેલા આવા ગુરુઓ ઢોલ વગાડીને જાણે જાહેરાત કરતા હોય, તેમ જિનવચનને વિપરીત કહીને પોતપોતાના મતો (ચોકાઓ) થાપી રહ્યા છે. | ૮ || વિવેચન= કુગુરુઓએ ગૃહસ્થોને ભવાન્તરમાં અનેકગણો લાભ બતાવીને લોભામણિ વૃત્તિથી પોતાના તરફ આકર્ષ્યા છે. અને ગૃહસ્થો તરફથી પ્રાપ્ત થતા અતિશય માનપાન, ધન અને પ્રશંસાદિથી ગુરુઓ ગૃહસ્થો તરફ અંજાયા છે. આમ પરસ્પર સહયોગ મળી જવાથી, જુગલજોડી બની જવાથી અને પોતપોતાના ક્ષેત્રમાં સત્તાવાળા અને અહંકારી બન્યા છે. કોઈ ત્રીજી વ્યક્તિ આ બન્ને વ્યક્તિઓને સાચું કહી શકે તેવી પરિસ્થિતિ રહી નથી. અને જો કોઈ કહેવાની હિમ્મત કરે તો એક-બીજાના ટેકાથી કહેનારી એવી ત્રીજી વ્યક્તિને ઉખેડીને ફેંકી દેવામાં આવે છે. સમાજબહાર-સંઘબહાર જાહેર કરવામાં આવે છે. અતિશય કજીયાનું રૂપ ધારણ કરવામાં આવે છે. આવા પ્રકારના કલહકારી આ જીવો છે. વળી મારું જ સાચું છે. હું કહું છું તે જ બરાબર છે. ઈત્યાદિ. આગ્રહથી ભરપૂર ભરેલા છે. સાચી વાત સાંભળવા કે સમજવા આ જીવો Page #43 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તૈયાર જ નથી. અતિશય હઠાગ્રહથી ભરેલા છે. જુઠાણાનો પહાડ એટલો બધો મોટો થઈ ગયો છે કે સત્ય સર્વથા દબાઈ જ ગયું છે. આવા આ ગુરુઓ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનીને જગતને દબાવતા ચાલે છે. આવા પ્રકારના કલહકારી (કજીયાખોર) અને કદાગ્રહી (ખોટા હઠાગ્રહવાળા) એવા આ ગુરુઓ પોતાના સ્વાર્થો સાધવા, યશ-કીર્તિપ્રશંસા મેળવવા, અને અર્થોપાર્જનની આસક્તિને પોષવા માટે શ્રી વીતરાગ પરમાત્માના સ્વાવાદયુક્ત વચનોને ઉલટાવીને (ઉસૂત્ર પ્રરૂપણા રૂપે કરીને) પોતાના મનમાન્યા અર્થને આગળ ધરીને કપોલકલ્પિત નવા નવા મતોને (પક્ષોને) રોપવા માટે (સ્થાપવા માટે) ઘણા ઘણા પ્રયત્નો કરે છે. એકાન્તનિશ્ચયની દૃષ્ટિવાળા કોઈ કુગુરુઓ પ્રજાને આ પ્રમાણે સમજાવે છે કે “આત્મા તો શુદ્ધ-બુદ્ધ જ છે. કર્મ કરતો જ નથી, શરીર જ ભોગનાં કાર્યો કરે છે. જડ જડનું કામ કરે એમાં આત્માને શું લાભનુકશાન ? શરીર ભોગ ભોગવે એ શરીરનો ધર્મ છે તેમાં આત્માને કર્મો કેમ બંધાય ? આત્મા તો શરીરથી ભિન્ન જ છે. આત્મા ચેતન છે અને શરીર જડ છે. માટે જડ એવું શરીર ભોગ ભોગવે છે. આત્મા ભોગવતો નથી. આત્મા તો અકર્તા, અભોક્તા, શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર જ છે. આમ કહીને પરમાત્માની અનેકાન્તાત્મક વાણીને ઉથલાવે છે.” હવે જો આ આત્મા શુદ્ધ બુદ્ધ જ હોય અને કર્મોનો અકર્તા અને અભોક્તા જ હોય તો તેને ધર્મ પણ કરવાનો ક્યાં રહ્યો ? કર્મો લાગ્યાં જ નથી તો તેને ખપાવવા શાનો પુરુષાર્થ કરવાનો ? શુદ્ધ, બુદ્ધ જ છે તો મુક્તિપદની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાનો પણ ક્યાંથી હોય ? શરીરને પત્થર, લાકડી કે ચપ્પ મારે ત્યારે શરીર જ છેદાય છે. બચાવો બચાવોની બૂમો આત્માએ મારવાની શી જરૂર ? માટે આત્મા શરીરથી એકાન્ત ભિન્ન જ છે આ ઉત્સુત્ર પ્રરૂપણા છે. જ્યારે શરીરથી ભિન્નાભિન્ન છે એવું સ્યાદ્વાદવાળું વાક્ય જ યથાર્થ છે. સૂત્રાનુસારી છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પહેલી ૨૭ એવી જ રીતે એકાન્ત વ્યવહારનયની દૃષ્ટિવાળા કોઈ કુગુરુઓ પ્રજાને આ પ્રમાણે સમજાવે છે કે “આપણે ધર્માનુષ્ઠાનો કરો, ધર્માનુષ્ઠાનો કરતાં કરતાં કર્મોનો ક્ષય જઈ જશે.” પરંતુ સાધ્યના લક્ષ્ય વિના એકલા અનુષ્ઠાનમાત્રથી સાધ્યસિદ્ધિ કેવી રીતે થાય ! અમદાવાદથી સુરત જ જવું છે. પરંતુ તેનું લક્ષ્ય રાખ્યા વિના ગાડી ચલાયા જ કરવાથી સુરત કેવી રીતે આવે ? અનંતભવોમાં આ જીવે અનેકવાર સાધુપણું પણ લીધું છે. પરંતુ નિશ્ચયદૃષ્ટિ ન આવવાથી જ સફળતા મળી નથી. વળી વ્યવહાર માત્રની દૃષ્ટિવાળો જીવ સાધનની જ આળ-પંપાળમાં રચ્યો પચ્યો રહે છે. સાધ્યને જાણવા કે મેળવવા પ્રયત્ન પણ કરતો જ નથી. ભગવાનની અંગરચના લાખેણી કરે, તે જોઈ જોઈને ઘણો આનંદ પામે, પરંતુ આવી લાખેણી કિંમતની અંગરચના ત્યજીને પ્રભુ અણગાર બન્યા, આ હીરામાણેક-મોતી-સોનું-રૂપું અસાર છે. ત્યજવા જેવું છે. પ્રભુની જેમ હું પણ ત્યજું. આ ભાવ જીવ ક્યારેય પણ લાવતો નથી, કારણકે તેને તેવું જ્ઞાન મળ્યું નથી. આવી અનેક બાબતોમાં નિશ્ચય દૃષ્ટિ વિના કેવળ એકલા વ્યવહારનયની જ પ્રરૂપણા કરવી તે પણ ઉત્સૂત્ર છે. આમ, હાલ વર્તમાન કાલે ભરતક્ષેત્રમાં આવા પ્રકારના એકાન્તવાદી ગુરુઓ પોત પોતાના મનમાન્યા મતને સ્થાપવા ઢોલ વગાડી વગાડીને જાહેરમાં સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરે છે. જેમ સંસારમાં ઢોલ વાગતે છતે ઘણા લોકો ભેગા થાય, પછી જે જાહેરાત કરવી હોય તે થાય અને તે જાહેરાત વ્યાપક બને, તેવી રીતે આવા ગુરુઓ નિર્ભયપણે કઠોર હૃદયવાળા થઈને જોરશોરથી ઉસૂત્ર પ્રરૂપણા કરે છે. પોત પોતાના નવા નવા મતો થાપે છે. જિનેશ્વર પ્રભુના વચનોના અર્થો મન માને તે રીતે ઉલટા કરે છે. જો કોઈ સત્ય કહેવા જાય તો કલહ કરે છે. કલેશકડવાશ અને ઝઘડા જ થાય છે. અને પોતાનું જ સાચું છે એવા કદાગ્રહો રાખે છે. હે સીમંધરસ્વામી પ્રભુ ! તમે અમારા ભરતક્ષેત્રની વાતો ધ્યાન આપીને સાંભળો. ॥ ૧-૮ ॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત | મનમાં મેલી મુરાદ હોવાથી આવા ગુરુઓ સત્યધર્મ સમજાવતા જ નથી એ વાત ગ્રંથકાર શ્રી સ્પષ્ટ જણાવે છેકેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે ! ધર્મની દેશના પાલટે, સત્ય ભાખે નહી મંદ રે સ્વામી સીમંધરા વિનતિ. / ૧-૯ | નિજ= પોતાના, ગોપવા= છુપાવવા, રોપવા= સ્થાપવા, કેઈ= કેટલાક, મંદ= અજ્ઞાની. ગાથાર્થ= કેટલાક કુગુરુઓ પોતાના દોષોને છુપાવવા માટે અને નવા નવા ચોકા જમાવવાનાં મૂળીયાં રોપવા માટે ઉત્તમ એવા ધર્મતત્ત્વની દેશનાને પણ સમય અને સંજોગોના નામે પલટી (બદલી) નાખે છે. સાચો યથાર્થ ધર્મોપદેશ મંદ (અજ્ઞાની) એવા તેઓ કહેતા જ નથી. | ૯ || વિવેચન= પોતાના દોષિત જીવનને ઢાંકવા માટે અને નવા નવા મતોનાં મૂળીયાં રોપવા માટે આવા ગુરુઓ ધર્મની દેશના બદલી નાખે છે, સાચો ધર્મ માર્ગ સમજાવતા નથી. દ્રવ્ય પાસે રાખવું, બીજા પાસે દ્રવ્ય રખાવવું, તેની આસક્તિ-મમતા રાખવી, તેની જ સારસંભાળમાં ચિત્ત પરોવવું, તેવી તેવી સંસ્થાઓનો વહીવટ સંભાળવો, તેમાં પોતાની જ સત્તા રાખવી, તેના માટે દ્રવ્ય-ઉપાર્જનની જ દેશના આપવી, દ્રવ્યોપાર્જન દ્વારા જ પોતાની મહત્તા માનવી. શિથિલાચારને સેવવો, શરીરવિભૂષા કરવી, નિષ્કારણ અપવાદો સેવવા, લોકવ્યવહારમાં જ રચ્યાપચ્યા રહેવું, સ્વપ્રશંસા અને પરનિંદામાં જ વધારે ભાગ લેવો, સ્વાધ્યાય, સત્સંગ, સૂત્રવાંચના આદિ ન કરવાં. આ બધા દોષો છે. કુગુરુઓ આવા ઘણા દોષો સેવતા હોય છે. છતાં કોમળ હૃદય રાખી જો ક્ષમા માગતા હોય, ફરીથી આવા દોષો ન સેવાઈ જાય તેની સાવધાની રાખતા હોય, કરેલા દોષોનું પ્રાયશ્ચિત્ત-આલોચના કરતા હોય, તો તે હજુ પણ તેઓ સંવેગપાક્ષિક હોવાથી માર્ગમાં કહેવાય. કાલાન્તરે પણ નિર્દોષ માર્ગે આવી શકે, પરંતુ મોહની Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી ૨૯ તીવ્રતાના કારણે પોતાના દોષોના બચાવ માટે ધર્મની દેશના પલટે છે અર્થાત્ બદલે છે. પોતાના દોષોનો બચાવ કરવા માટે જ ભૂતકાળમાં ગાઢ કારણવશ મહાત્મા પુરુષોએ સેવેલા અપવાદવાળા ઉદાહરણોને આગળ કરે છે. તે ઉદાહરણો કેવા સંજોગોમાં અને કેવા કારણે બન્યાં હતાં. તે સ્પષ્ટ ન કરતાં માત્ર પોતાના બચાવમાં તે ઉદાહરણોને આ ગુરુઓ જોડી દે છે. સ્થિરવાસ કરવામાં સંગમ આચાર્યનું, ચૈત્યની દ્રવ્યભક્તિ કરવામાં વજસ્વામીનું, સાધ્વીજીની પાસે સેવા લેવામાં અર્ણિકાપુત્રનું અને વિગઈઓના નિત્યસેવનમાં ઉદાયન રાજર્ષિનું ઉદાહરણ આપે છે. પરંતુ સંગમ આચાર્ય ક્ષીણજંઘાબળવાળા હતા, સ્થવિર હતા, ગોચરી માટે ગામના ભાગ કલ્પીને રહેતા હતા, આ વાત આ ગુરુઓ જણાવતા નથી. અન્ય દર્શનીઓના શાસન દ્વારા જૈનશાસનની મલીનતા થતી હતી તે ટાળવાના સમયે વજસ્વામીએ ચૈત્યભક્તિનું કાર્ય કર્યું હતું, અર્ણિકાપુત્રમાં પણ દુષ્કાલનો સમય હતો, જંઘાબળ ક્ષીણ હતું, આહારની દુર્લભતાના કારણે શિષ્યોને વિહાર કરાવ્યો હતો, પુષ્પચૂલા સાધ્વીજી નિર્મળ અધ્યવસાયવાળાં હતાં, ભક્તિની ભાવનાથી કેવલી થયેલાં હતાં, આવાં કારણો આ ગુરુઓ ખોલતા નથી. ઉદાયન રાજર્ષિનું શરીર રુક્ષ થવાથી રોગમય બની ગયું હતું. ઇત્યાદિ અનેકવિધ કારણોસર આ આત્માઓ અપવાદ સેવતા હતા. આ માટે વિશેષાધિકાર જાણવો હોય તો સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં ત્રીજી-ચોથી ઢાળ જોવી. આત્માર્થી શુદ્ધ મહાત્માઓએ મોહના દોષોને પોષ્યા વિના પ્રતિકૂળ સંજોગોની પરવશતાથી અપવાદો સેવ્યા હતા. વિષય-સેવનની રસિકતાથી આવા દોષો સેવ્યા ન હતા જ્યારે આ જ ઉદાહરણો આગળ ધરીને મોહના દોષોને પોષવાનું કામ કરવું તે અત્યન્ત સૂત્ર વિરુદ્ધ વાત છે. લબ્ધિધારી મુનિઓ હોય, પ્રથમ સંઘયણ હોય, ઘણા વર્ષો સંયમ પાળી આત્મદમન કર્યું હોય ત્યારે જિનકલ્પવાળી અવસ્થામાં દિગંબરાવસ્થા ઉપકારક બને તેને બદલે “નિષ્પરિગ્રહતા”ના શબ્દાર્થ માત્રને પકડી સર્વ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સામાન્ય મુનિઓમાં તે દિગંબર અવસ્થાનો ઉપદેશ આપવો. આ નવા મતનું મૂળ રોપવામાં આવ્યું છે. વસ્ત્ર-પાત્રનો ત્યાગ કરીને નિષ્પરિગ્રહતા સાધવા છતાં શરીરશુદ્ધિ માટે, જયણા માટે અને શરીર ટકાવવા માટે અનુક્રમે કમંડળ, મોરપિંછી અને આહાર આદિ વસ્તુઓ તો લેવી જ પડે છે. રાખવી જ પડે છે. એટલે નિષ્પરિગ્રહતાનો જે સાચો અર્થ નિર્મમત્વભાવ છે. તેને પલટવામાં આવ્યો છે. પરંતુ મિથ્યાત્વમોહના ઉદયને આધીન થયેલા જીવને આ સમજાતું નથી. સંસારમાં રહેલા અને માત્ર સ્થલ હિંસાના જ ત્યાગી એવા શ્રાવક-શ્રાવિકાઓને શાન્તરસથી ભરપૂર પ્રભુપ્રતિમાનું દર્શન, વંદન, પૂજન, ભાવનાની વૃદ્ધિમાં ઉપકારક હોવા છતાં “હિંસાના જ” મુદાને આગળ કરી મૂર્તિ-મંદિરનો વિરોધ કરવા રૂપ નવા મતનાં મૂળીયાં રોપવામાં આવ્યાં છે. સર્વથા હિંસાના ત્યાગીને પણ વિહારમાં, આહારની ગવેષણામાં અને નદી ઉતરવામાં હિંસા થાય જ છે. છતાં તે તે કરવાની શાસ્ત્રાજ્ઞા છે. તો પછી ત્રસકાયની જ માત્ર અને તે પણ આંશિક હિંસાના ત્યાગી શ્રાવક-શ્રાવિકાને પૂજાનો નિષેધ કરવો તે કેમ યુક્તિ સંગત ગણાય ? છતાં મિથ્યાત્વ મોહના ઉદયથી જીવોને આ વાત સમજાતી નથી. ચૈત્યનો વહીવટ નાશ જ પામતો હોય, કોઈ ધ્યાન આપનાર જ ન હોય, ત્યારે જ સાધુ તેમાં માથું મારે અને વ્યવસ્થિત કરી ટ્રસ્ટી ગણને સોંપી દે, આવું શાસ્ત્રવચન હોવા છતાં આખો વહીવટ જ પોતે લઈ લે, સત્તા પોતાની પાસે જ રાખે, આ કેમ ઉચિત કહેવાય ? છતાં મોહના ઉદયની બળવત્તરતાના કારણે આવા ગુરુઓ પોતાના ઈષ્ટ અર્થની સિદ્ધિને માટે સૂત્રોના અર્થોને મરડીને ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે. પોતાના દોષો ઢાંકે છે અને આવા નવા નવા મતોનાં બીજ જ રોપે છે. ઉત્સર્ગ અને અપવાદનું સાધ્ય સદા એક જ હોય છે. ઉત્સર્ગ માર્ગથી જે સાધ્ય સાધવાનું હોય છે, તે જ સાધ્ય ઉત્સર્ગ માર્ગે ચાલવાથી સાધી શકાય તેમ ન જ હોય અને બીજો કોઈ માર્ગ જ ન હોય, Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી મરણેકશરણ હોય ત્યારે જ તે સાધ્ય સાધવા અપવાદ સેવવાનો હોય છે. ઉત્સર્ગનું સાધ્ય જુદું અને અપવાદનું સાધ્ય જુદું હોય, ત્યારે અપવાદ એ અપવાદ રહેતો નથી. આવી સુંદર વીતરાગ શાસનની વ્યવસ્થા છે. પરંતુ આવો સાચો રસ્તો સૂક્ષ્મતાથી કોઈ જાણતું પણ નથી અને કોઈ બતાવતું પણ નથી. હે પરમાત્મા ! અમારે આવા સત્યની આશા ક્યાં રાખવી ? || ૧-૯ || સાચો ધર્મ જાણવા ભદ્રિક લોકો ભ્રમરની જેમ ફરે છે. તે જણાવે છેબહુમુખે બોલ એમ સાંભળી, નવિ ધરે લોક વિશ્વાસ રે. ઢંઢતાં ધર્મને તે થયા, ભ્રમર જિમ કમળની વાસ રે ! સ્વામી સીમંધરા વિનતિ ll૧-૧૦ બહુમુખે= ઘણા વક્તાઓ પાસે, ઢુંઢતાં= શોધતાં, બોલ= આડીઅવળી પ્રરૂપણા. ગાથાર્થ= જુદા જુદા વક્તાઓ પાસે જુદી જુદી ધર્મપ્રરૂપણા સાંભળીને લોકો સમજાવનારાઓ ઉપર વિશ્વાસ રાખતા નથી. અને ભ્રમર જેમ સુંગંધ માટે કમળને શોધ્યા જ કરે છે. તેમ લોકો પણ સત્યધર્મને સમજાવનારાની શોધમાં ફર્યા જ કરે છે. ૧૦ | વિવેચન= સંસારમાં સર્વે જીવો સર્વકાળ સુખના અર્થી છે અને દુ:ખમાંથી મુક્ત થવાની પ્રબળ ઈચ્છાવાળા છે તથા સુખની પ્રાપ્તિ અને દુઃખમુક્તિ ધર્મથી જ થાય છે. એટલા માટે જ ધર્મનું આલંબન લેવાની તીવ્ર મહેચ્છા જીવોની વર્તે છે. તેથી જે કોઈ ગુરુ વિહાર કરતા ગામમાં પધારે ત્યારે ત્યાં ધર્મ જાણવા-સાંભળવા આવા ભદ્રિક જીવો આવી જાય છે. પરંતુ ક્યારેક તે ભદ્રિક જીવો આવા ગુરુઓના પરિચયમાં આવે છે. આ ગુરુઓ પણ તેઓની ભદ્રિકતાને જાણીને તેઓની લાગણીનો દુરુપયોગ કરે છે. દોષોના નાશ સ્વરૂપ અને ગુણોની પ્રાપ્તિ સ્વરૂપ યથાર્થ ધર્મ માર્ગે લોકોને ચઢાવવાના બદલે અધર્મના પંથે ચઢાવી પોત પોતાના Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત મતલબો સાથે છે. આવા ગુરુઓ પોત પોતાના મતલબો કેમ સિદ્ધ થાય ? તેનું લક્ષ્ય રાખીને જ દેશના આપે છે એટલે ભિન્ન-ભિન્ન વક્તાઓના મુખથી ભિન્ન દેશના નિકળે છે. બહુમુખે= ભિન્ન ભિન્ન વક્તા એવા ગુરુઓ પાસે ધર્મનું ભિન્ન ભિન્ન સ્વરૂપ સાંભળીને આત્માથી આદિધાર્મિક આ આત્માઓ મનમાં ઉભગી જાય છે. અને વક્તાઓ પ્રત્યે મનમાં નારાજગી ભાવવાળા બની સર્વત્ર અવિશ્વાસવાળા બને છે. અને ફરી ફરી જ્યાં ત્યાં સાચા ધર્મની પ્રાપ્તિ માટે ફર્યા જ કરે છે. સુગંધ માત્રને શોધતો ભ્રમર જે કોઈ કમળ દેખાય તેના ઉપર વાસ કરે છે. પરંતુ ત્યાં સુગંધ ન દેખાતાં જ્યાં ત્યાં અન્યત્ર જેમ ભટકે છે. તેમાં સામાન્ય લોકો સાચા ધર્મતત્ત્વને જાણવા, સાંભળવા, મેળવવા અને આચરવા માટે જે જે સાધુ-સંત પુરુષો મળે તેમની પાસે જાય છે. પરંતુ સાચી દિશા ન મળવાથી અને પરસ્પર વિરુદ્ધ દેશના સાંભળવાથી, વિશ્વાસ ન બેસવાથી, સાચા ધર્મતત્ત્વને સમજાવનારા સદ્ગુરુની શોધમાં ફર્યા જ કરે છે. પ્રથમ ઢાળ સમાપ્ત Page #50 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-બીજી સત્ય ધર્મ સમજાવનારા સગુરુની શોધ કરતાં કરતાં જ્ઞાની ગુરુની પ્રાપ્તિ એમ ટૂંઢતાં રે ધર્મ સોહામણો, મિલીઓ સદ્ગુરુ એક તેણે સાચો રે માર્ગ દાખવ્યો, આણી હૃદય વિવેક ૨-૧ શ્રી સીમંધર સાહેબ સાંભળો ૧૧ | ઢંઢતાં શોધતાં, સોહામણો સુંદર, મિલીઓ મળ્યા, તેણે= તેઓએ. ગાથાર્થ= આ પ્રમાણે સોહામણા (સુંદર યથાર્થ-સત્ય) ધર્મને શોધતાં શોધતાં એક જ્ઞાની સદ્ગુરુ પ્રાપ્ત થયા. તે મહાત્માએ હૃદયમાં વિવેક લાવીને સર્વત્ર અવિશ્વાસુ (સંભ્રમવાળા) થયેલા જીવને સાચો માર્ગ દેખાડ્યો. હે સીમંધરસ્વામી પ્રભુ ! અમારી વાત સાંભળો. || ૨-૧ વિવેચન= અનાદિ કાળથી સર્વે જીવો હિંસા, જુઠ-ચોરી, મૈથુન વગેરે પાપોમાં જ પ્રવર્તે છે. મારું-તારું કરીને કલેશ-કંકાસથી જ જીવન પૂર્ણ કરે છે. તેવા પ્રકારનું મોહમય અને કલેશમય જીવન જીવતાં જીવતાં તથાભવ્યત્વનો કાલ પરિપાક જેનો થાય છે તે જીવ પંચેન્દ્રિયત્વમનુષ્યત્વ-આર્યદેશ-ઉત્તમકુલ-જૈનત્વ વગેરે ધર્મસામગ્રી પામે છે. ત્યાં પણ મોહરાજાના સૈનિકો તેને પકડવા અને મોહબ્ધ કરવા પ્રયત્ન કરે છે. જીવ તેમાં ફસાય પણ છે. તેમ કરતાં કરતાં ક્યારેક ઉપર આવવાનો કાળ પરિપક્વ થાય, ત્યારે પાપકાર્યો પ્રત્યે જુગુપ્સા ઉપજે છે. પાપકાર્યો કરવાની તીવ્રતા મોળી પડે છે. મધ્યસ્થભાવ (નિર્ધ્વસપણાનો અભાવ) આવે છે. આત્માર્થ સાધક ધર્મતત્ત્વ જાણવાની ભૂખ લાગે છે. નિર્દભ ભાવ રાખી ધર્મગુરુઓનાં પ્રવચન સાંભળવા આ જીવ ઉદ્યમી બને છે. ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા અને હિનાધિક જ્ઞાનની Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત માત્રાવાળા વિવિધ ગુરુઓનાં પ્રવચનો જીવ સાંભળે છે. ઘણીવાર પ્રથમ ઢાળમાં કહ્યા પ્રમાણે કુગુરુઓનો યોગ પણ થઈ જાય છે. આત્માર્થ સાધવાની ભૂખવાળી ભૂમિકા સુધી આવેલો જીવ પાછો પુલાનંદી થયો છતો ધર્મના નામે અધર્મ તરફ પણ ઢસડાઈ જાય છે. ક્યારેક ધર્મવિમુખ પણ બની જાય છે. ધર્મદશા તરફ પ્રયાણ કરતો તે જીવ ચડતી-પડતી પામે છે. છતાં નજીકના કાળમાં જ કલ્યાણ થવાની રહેલી સત્તા (નિયતિ) જ, સાચો ધર્મ જાણવા તરફ અને સાચો ધર્મ જણાવનારા ગુરુની શોધ તરફ પ્રેરણા કર્યા જ કરે છે. તેની અંતર્ગત પ્રેરણાથી જ આ જીવ સોહામણા (યથાર્થ) ધર્મને અને તે ધર્મ સમજાવનારા ગુરુને શોધતો શોધતો ફરે છે. જેમ જેમ કાળ જાય છે તેમ તેમ તેની ભવ્યતાની પરિપક્વતા વધે છે. અને સુયોગ્ય કાળ આવે છતે જૈનશાસન જયવંતુ હોવાથી સત્ય ધર્મતત્ત્વ સમજાવનારા કોઈ એક સગુનો યોગ આ જીવને થઈ જાય છે. પ્રાપ્ત થયેલા આ સદ્ગુરુ આત્મતત્ત્વના અને આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાના ઉપાયોના સાચા જાણકાર અને અનુભવી હોવાથી તથા પરોપકાર પરાયણ હોવાથી સંસારમાં ડુબેલા જીવને તારવાની ભાવકરુણા અને સાંભળવા આવેલા જીવની પાત્રતાને ઉચિત ધર્મોપદેશ આપવાનો વિવેક આ બન્ને ગુણો હૃદયમાં લાવીને હવેની ઢાળોમાં કહેવાતો (સમજાવાતો) યથાર્થ ધર્મ તેઓશ્રી આ જીવને જણાવે છે. પગલાનંદી એવો આ સંસારી જીવ પણ વૈરાગ્ય પ્રાપ્ત કરી પરદ્રવ્ય પ્રત્યેની પરિણતિને પીલીને સ્વગુણને અને તેના આનંદને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય કરે છે. અને આ રીતે સ્વ-પરનો ભેદ કરી ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા દ્વારા દ્વિબંધક - સકૂબંધક - અપુનબંધક - માર્માભિમુખ ( ૧ સીત્તેર કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફક્ત બે વાર જ બાંધે, પણ વધારે વાર ન બાંધે તેવી યોગ્યતા તેટ્રિબંધક. આ ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત એકવાર જ બાંધે તેવી યોગ્યતા તે સક્રબંધક.જ્યારે આવી ઉત્કૃષ્ટસ્થિતિ એકવાર પણ ન બંધાય, તેવી જે યોગ્યતા તે અપુનબંધક. વીતરાગ પરમાત્માએ બતાવેલા આત્માના હિતકારી સાચા માર્ગ તરફ આત્માનું વળવું. તે માર્ગાભિમુખ માર્ગ ઉપર ચઢવું તે માર્ગપતિત, અને માર્ગ ઉપર ચઢ્યા પછી મુક્તિ તરફ તે માર્ગે આગળ પ્રયાણ કરવું તે માર્ગાનુસારી. Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી ૩પ માર્ગપતિત-માર્ગાનુસારી થઈ સમ્યત્વગુણ પ્રાપ્ત કરી વિરતિધર થઈ કેવલજ્ઞાની બનીને શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર બને, આવા પ્રકારનો ઉત્તમ ધર્મ તે સદ્ગુરુજી આ જીવને બતાવે છે. તેઓશ્રી જે રીતે ધર્મ બતાવે છે. તે રીતે તે ધર્મનું વર્ણન હવે અમે આ ઢાળથી કહીએ છીએ. હે સીમંધરસ્વામી પ્રભુ! સદ્ગુરુ વડે ભવ્યજીવને સમજાવાતો તે ધર્મ હવે અમે અહીં લખીએ છીએ (કહીએ છીએ). તે અમારી કહેવાતી વાત આપશ્રી બરાબર સાંભળો. અને તેની યથાર્થતામાં સાક્ષીભૂત થાઓ.// ૨-૧ પરઘર જોતાં રે ધર્મ તુમે ફિરો, નિજ ઘર ન હો રે ધર્મા જિમ નવિ જાણે રે મૃગકસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ / ર-૨ . શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૧૨ // પરઘર પરદ્રવ્યમાં, નિજઘરગ પોતાના આત્મામાં, મૃગ= હરણ, મૃગમદ= કસ્તુરી, પરિમલ= સુગંધ, મર્મ= સાર. ગાથાર્થ= જેમ કસ્તુરી મૃગ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીની સુગંધનો મર્મ જાણતો નથી તેમ હે મહાનુભાવ આત્મન્ ! તમે પણ પોતાના જ આત્મા રૂપી નિજઘરમાં રહેલા ધર્મતત્ત્વને જાણતા નથી અને પરઘરમાં (પરદ્રવ્યમાં) ધર્મ સમજીને લેવા માટે ચારે તરફ (નિરર્થક) ફરો છો. (અર્થાત્ ભટકો છો) મે ૨-૨ વિવેચન= આ જગતમાં અનેક પ્રકારનાં મૃગ (હરણો) હોય છે. તેમાં “કસ્તુરીયો” એ નામનું પણ હરણ હોય છે. કસ્તુરીયો મૃગ તેને કહેવાય છે કે જેના નાભિભાગમાં (ડુંટીમાં) અત્યન્ત સુગંધ વાળી કસ્તુરી હોય છે. જે કસ્તુરીની સુગંધ ચારે દિશામાં અત્યન્ત પ્રસરે છે. જ્યારે આજુબાજુના વાતાવરણમાં સર્વત્ર અતિશય ઘણી સુગંધ મહેકાય છે ત્યારે તે કસ્તુરીયા મૃગને પણ ખબર પડતી નથી કે આ સુગંધ ક્યાંથી આવે છે. અને કોની આવે છે ? શંકાશીલ થયેલો તે કસ્તુરીયો મૃગ સુગંધના મૂલભૂત કસ્તુરી પોતાનામાં જ હોવા છતાં તે વિષયનો અજાણ હોવાથી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તે સુગંધના મૂલકારણભૂત દ્રવ્યને અને તેના ઉત્પત્તિસ્થાનને શોધવા માટે ચારે દિશામાં ઘણું જ ફરે છે. અહીં-તહીં ભટકે છે. જાએ છે. ઊંચ-નીચે અને તિહુઁ જાએ છે. પરંતુ તેને સુગંધનું મૂલ સ્થાન દૃષ્ટિગોચર થતું નથી. નિરાશ થઈને હતાશાને અનુભવે છે. હે મહાનુભાવ ! તેવા જ પ્રકારનું આ જીવમાં પણ બને છે. એમ સંવિજ્ઞ પાક્ષિક (મોક્ષાભિલાષી-સંવેગનો જ પક્ષપાત કરનારા) ગીતાર્થ (સૂત્ર-અર્થના-યથાર્થ જાણ) એવા સદ્ગુરુભગવંત આત્માર્થી આત્માઓને આત્મશુદ્ધિ અર્થે શુદ્ધ ધર્મતત્ત્વનું સ્વરૂપ સમજાવે છે. તેઓ કહે છે કે હે ભાગ્યશાળી જીવો ! અપાર એવા આ સંસારસાગરથી જીવને તારે એવો યથાર્થ ધર્મ તો તમારા પોતાના આત્મામાં જ છે. બહાર નથી. (૧) પરદ્રવ્યો પ્રત્યેની પ્રીતિ ત્યજીને આત્માના શુદ્ધસ્વરૂપની પ્રીતિ કરવી તે જ સાચો ધર્મ છે. (૨) પરપરિણતિનો ત્યાગ અને સ્વપરિણતિની પ્રાપ્તિ તે જ ધર્મ છે. (૩) કાષાયિક ભાવોનો ત્યાગ અને સ્વભાવદશાની રમણતા તે જ ધર્મ છે. (૪) બહિર્દષ્ટિપણાનો ત્યાગ કરીને અંતર્મુખવૃત્તિ કેળવવી તે જ ધર્મ છે. (૫) ઔદયિકભાવોનો રાગ-દ્વેષ ત્યજીને ક્ષાયોપથમિકભાવની શુદ્ધિ-વૃદ્ધિ કરવા દ્વારા ક્ષાયિકભાવ તરફ પ્રયાણ કરવું એ જ ધર્મ છે. પરદ્રવ્યોને પોતાનાં માનવાં, તેના રંગ-રાગમાં મોહબ્ધ થવું, તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક કરવો, તેના સંયોગ અને વિયોગમાં કષાયો કરવા, આ બધી બહિદૃષ્ટિ છે. વિભાવદશા છે. પરપરિણતિ છે. આવા પરિણામોથી કર્મબંધ કરવા દ્વારા આત્માના ગુણો આવૃત્ત થાય છે. માટે તે અધર્મ છે. આ અધર્મ પણ આત્મામાં જ છે. આત્મામાં રહેલી બહિદૃષ્ટિ એ જ સાચો અધર્મ છે. તેનાથી જ આ જીવ હિંસા-જુઠ-ચોરી-આદિ પાપો કરવા તરફ પ્રેરાય છે. તથા આત્માના શુદ્ધસ્વરૂપનું લક્ષ્ય થવું, સ્વભાવદશાની ઓળખાણ થવી અને પ્રીતિ થવી, મોહનીયકર્મની મંદતા થવી, તેનાથી અંતર્મુખવૃત્તિ પ્રગટ થવી, ચાર ઘાતકર્મોના લાયોપશમિક Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી ૩૭ ભાવથી પ્રગટ થતા જ્ઞાનાદિ ગુણો એ જ આત્માનું ધન છે. એમ સમજી તેની જ શુદ્ધિ-વૃદ્ધિનું લક્ષ્ય જામવું અને ગુણોની પ્રગટતા અને ગુણોમાં જ રમવાનો આનંદ થવો એ જ સાચો ધર્મ છે. આવો ધર્મ નિજારમાં (પોતાના આત્મામાં) જ હોય છે. વળી તે મહાનુભાવ ! પરઘરમાં (પરદ્રવ્યમાં) ધર્મ છે. એવું સમજે છો. એટલે કે પૈસા ખરચીએ તો ધર્મ થાય છે. તીર્થે જઈએ તો ધર્મ થાય છે. એમ સમજીને તમે જ્યાં ત્યાં કસ્તુરીયા મૃગની જેમ ફરો છો. પરંતુ તે સાચું નથી. ધન ઉપરની મૂચ્છ-સ્પૃહા કરી આ ધન મારું છે એમ જે માન્યું છે. તે પરપરિણતિનો ત્યાગ કરવો, તે ધર્મ છે. જે પરપદાર્થોની ત્યાગબુદ્ધિ છે. તે જીવનો ધર્મ હોવાથી જીવમાં જ છે. તેવી જ રીતે તીર્થે જઈને સંસાર ભૂલવાની જો બુદ્ધિ હોય, તો તે સ્વપરિણતિ હોવાથી મોહના ત્યાગરૂપ પરિણતિને ધર્મ કહેવાય છે. જે પરિણતિ જીવમાં પોતાનામાં જ છે. ભમરાની જેમ તમે જ્યાં ત્યાં શા માટે ફરો છો ! ધર્મ પણ જીવમાં જ છે અને અધર્મ પણ જીવમાં જ છે. તે સીમંધરસ્વામી પરમાત્મા ! અમારા દ્વારા સમજાવાતું ધર્મનું આ સ્વરૂપ તમે સાવધાનીથી સાંભળો. (ભૂલચૂક હોય તો સુધારો. અને સાચું હોય તો સાક્ષીભૂત બનો) એવા સેવકના હૃદયના ભાવ છે. તે ૨-૨ || પરમાર્થદષ્ટિએ અંધ એવા મિથ્યાદષ્ટિ જીવો બહાર ધર્મને શોધે છે. જેમ તે ભૂલો રે મૃગ દશદિશિ (દિશિદિશિ) ફરે, લેવા મૃગમદ ગંધા તેમ જગ ટૂંઢે રે બાહિર ધર્મને, મિથ્યાષ્ટિ રે અંધ / ર-૩ | - શ્રી સીમંધર સાહિબ સાંભળો || ૧૩ | દિશિદિશિ= દિશાએ દિશાએ, દશદિશિ= દશે દિશાએ, ટૂંઢ= શોધે. ગાથાર્થ= જેમ બ્રાન્ડ એવો તે કસ્તુરી મૃગ કસ્તુરીની સુગંધ લેવા માટે દશે દિશાએ (દિશાએ-દિશાએ) ફરે છે. તેમ આ જગતમાં પરમાર્થને જોવામાં અંધ એવો મિથ્યાદૃષ્ટિ જીવ બહાર-બહાર ધર્મને શોધે છે. જે ૨-૩ II વિવેચન= સંસારમાં સર્વે દ્રવ્યો પોતપોતાના ગુણોથી સદા સંયુક્ત જ હોય છે. અને તે તે દ્રવ્યો તે તે ગુણોથી સંયુક્ત હોય તો જ તેની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કિંમત છે. જેમ જ્યાં સુધી ફૂલ સુગંધવાળું હોય ત્યાં સુધી કિંમતી, શેરડી જ્યાં સુધી રસવાળી હોય ત્યાં સુધી જ કિંમતી, લીંબડો કડવાશ વાળો હોય તો જ કિંમતી, મરચું તીખાશ વાળું હોય તો જ કિંમતી, તેવી જ રીતે આ આત્મદ્રવ્ય પણ જ્ઞાનાદિ ગુણોવાળું હોય તો જ કિંમતી છે. આ આત્મદ્રવ્ય અનંત અનંત ગુણોથી સંયુક્ત છે. તે જ તેનું સાચું સ્વરૂપ છે. તેથી પોતાના જ્ઞાનાદિ ગુણોમાં પરિણામ પામવું, ગુણો પ્રાપ્ત કરવા, ગુણોમાં રમવું, ગુણોમાં જ આનંદ માનવો એ જ સાચો ધર્મ છે. એ જ સાચું સુખ છે. આ ગુણો-ધર્મ-આનંદ બધું જીવમાં પોતાનામાં જ રહેલું છે. મોહના ઉદયથી આ ઢંકાયેલું છે. તેથી તે ધર્મ-ગુણો અને આનંદ જીવે જ પ્રાપ્ત કરવાના છે. જીવના પોતાના પુરુષાર્થથી જ ગુણો મેળવવાના છે. અને આત્મામાં જ સદા રાખવાના છે. છએ કારક આત્મામાં જ છે. પૂજ્ય ગ્રંથકારશ્રીએ જ જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે आत्माऽत्मन्येव यच्छुद्धं जानात्यात्मानमात्मना । તેય રત્નત્રયે શિવ તા : ૧૩-૨ આ આત્મા પોતે જ પોતાના આત્મામાં જ પોતાના આત્મપુરુષાર્થ વડે શુદ્ધ એવા આત્મતત્ત્વને જાણે છે. રત્નત્રયીમાં તે જ જ્ઞાન-ચિ અને આચારની એકતા મુનિ-મહાત્માની જાણવી. આત્માના ગુણો-ગુણોનો આનંદ-અને ગુણોની પ્રાપ્તિ, એવા સ્વરૂપવાળો ધર્મ પર પુગલ દ્રવ્યમાં કે અન્ય જીવ દ્રવ્યમાં હોતો નથી. છતાં જેમ કસ્તુરીયો મૃગ બ્રાન્ત થયો છતો કસ્તુરીની સુગંધ લેવા દશે દિશાઓમાં આમતેમ ફરે છે. પરંતુ તે કસ્તુરીની સુગંધનું મૂળભૂત ઉત્પત્તિસ્થાન તેને શોધ્યું મળતું નથી. અને જે સ્થાન પોતાની નાભિ જ) છે. તેની તેને ખબર નથી. એવી રીતે મિથ્યાત્વમોહનીયના ઉદયથી અવળી દૃષ્ટિવાળો બનેલો અને તેથી જ સાચો પરમાર્થ જાણવામાં અંધ બનેલો આ જીવ પોતાનામાં રહેલા ગુણો, ગુણોનો આનંદ, અને ગુણોની પ્રાપ્તિ રૂપ ધર્મને ન દેખતાં પરની પાછળ ફર્યા જ કરે છે. પર એવા જડ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી ૩૯ દ્રવ્યોના વર્ણ-ગંધ-રસ અને સ્પર્શાદિ ચિત્ર-વિચિત્ર ભાવોમાં મુગ્ધ બનીને તેના આનંદને જ પોતાનો આનંદ માનીને ચોતરફ ફરે છે. પરંતુ તેના વર્ણાદિ બદલાતા અથવા તે જડવસ્તુનો વિયોગ થતાં દુઃખી થાય છે. રડે છે. અને પાને પોતાનું માન્યાની ભૂલનું ભાન થાય છે. એવી જ રીતે અન્ય જીવદ્રવ્યના સંયોગો અને ગુણો પણ આપણા નથી. પતિ-પત્ની આદિ ભાવે થયેલા અન્ય જીવદ્રવ્યના સંયોગને જીવ સુખ-આનંદનો હેતુ માને છે. પરંતુ વિયોગકાળે એટલા જ દુઃખનું કારણ તે બને છે. ગુણો જીવની સાથે જેવા સદા રહે છે. તેવું કોઈ અન્ય દ્રવ્ય જીવની સાથે સદા રહેતું નથી અને સુખહેતુ પણ બનતું નથી. માટે હે મહાનુભાવ! ધર્મ તો જીવમાં પોતાનામાં જ છે. અન્યમાં નથી. જે ૨-૩ છે. જાતિઅંધ અને મિથ્યાદૃષ્ટિ આ બન્નેમાં કોણ અધિક ? તે સમજાવે છે - જાતિ અંધનો રે દોષ ન આકરો, જે નવિ દેખે રે અર્થા મિથ્યાદ્રષ્ટિ રે તેહથી આકરો, માને અર્થ અનર્થ ૨-૪ | શ્રી સીમંધર સાહિબ સાંભળો ૧૪ | જાતિઅંધ=જન્મથી અંધ, આકરો ભારે, અનર્થ વિપરીત પદાર્થ. ગાથાર્થ= જે પુરુષ જન્મથી જ અંધ છે. તેનો દોષ તેટલો ભારે નથી કારણકે તે પદાર્થને જોઈ શકતો નથી. પરંતુ મિથ્યાષ્ટિનો દોષ તો તેનાથી ઘણો આકરો છે. કે જે અર્થનો અનર્થ માને છે. ર-૪ || વિવેચન= જે પુરુષ ન્મથી બને આંખે દેખતો નથી. અને સર્વથા અંધ છે. તે પુરુષનો અંધત્વનો દોષ અત્યન્ત આકરો નથી. વધુ ભયંકર નથી. કારણકે તેને પોતાને ખબર છે કે હું અંધ છું. મને પદાર્થ દેખાતો નથી, માટે દૃષ્ટિવાળો પુરુષ જે પદાર્થ જ્યાં બતાવે તે પદાર્થ ત્યાં છે એમ મારે માની લેવું જોઈએ. અને આ કારણથી જ જન્માંધ પુરુષ દેખતા Page #57 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પુરુષની સામે ન કોઈ પણ જાતની દલીલ કરે કે ન કોઈ પણ જાતનો ક્રોસ કરે, સરળ રીતે નિખાલસ ભાવે દૃષ્ટા પુરુષ જેમ કહે તેમ માની લે છે. તેથી જન્માંધ પુરુષની અંધતાનો દોષ તેવો આકરો નથી. ૪૦ કોઈ જન્માંધ પુરુષ લાકડીના સહારે સહારે રોડ ઉપર જતો હોય અને બાજુમાં કોઈ દેખતો પુરુષ ઉભો હોય અને તેના ધ્યાનમાં આવે કે આ જન્માંધ ભાઈ જે બાજુ આગળ જાય છે તે બાજુ થોડેક દૂર ગાયબળદ ઉભાં છે. અથવા ખાડા-ટેકરા છે. અથવા ગાડી આવી રહી છે. તે જોઈને દેખતો પુરુષ જન્માંધને કહે કે હે ભાઈ ! તમે થોડાક જમણા (અથવા ડાબા)વળી જાઓ પછી આગળ જાઓ. હાલ જે બાજુ જાઓ છો તે બાજુ ગાય-બળદ-ખાડા-ટેકરા છે કે ટ્રેન આવે છે. તો આ સાંભળીને જન્માંધ પુરુષ તુરત જ તેની સૂચના મુજબ વળી જાય છે. કોઈ પણ જાતની દલીલ કરતો નથી કે ગાય-બળદ-ખાડો-ટેકરો કે ટ્રેન મને બતાવો. ક્યાં છે ? તમે મને દેખાડો તો જ હું માનું, એમ ને એમ ન માનું, આવી દલીલ પણ તે જીવ કરતો નથી. તે પોતે જાણે છે કે મને પદાર્થ દેખાતો નથી. હું અંધ છું. માટે દેખતો માણસ કહે તેમ મારે માનવું જોઈએ. તેથી તેનું અંધત્વ આકરું નથી. પરંતુ મિથ્યાદૃષ્ટિ આત્માઓ જન્માંધના જેવા અંધ નથી. અર્થાત્ ઔદારિકશરીરની બનેલી ચક્ષુથી તો જોનારા છે. તેથી વસ્તુઓને ચર્મચક્ષુથી જાણે છે. દેખે છે. અને દેખી શકે છે. છતાં મિથ્યાત્વમોહનીયનો ઉદય હોવાથી જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવી જાણતા નથી, તેવી દેખતા નથી, પરંતુ ઉલટ રીતે જાણે છે. આ આત્મતત્ત્વ નિત્ય-શુદ્ધ અનંતગુણમય છે. તેને અનિત્ય-અશુદ્ધ-ભોગમય માને છે. અને અનિત્ય-અશુદ્ધ-દુઃખદાયી એવા જડપદાર્થને (અને જડ પદાર્થના સંયોગને તથા અન્ય જીવદ્રવ્યોના સંયોગને) નિત્ય-શુદ્ધ-સુખદાયી માની તેની જ આળપંપાળમાં રચ્યો-પચ્યો રહે છે. કોઈ જ્ઞાની મહાત્મા સમજાવે કે આ પૌલિક સંજોગો અને Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી તજન્ય સુખ ક્ષણિક છે. નાશવંત છે. દુઃખદાયી છે. તેની પ્રાપ્તિમાં, પ્રાતના સંરક્ષણમાં અને અંતે વિયોગમાં ઘણાં દુઃખો આવે છે પરંતુ આવી જ્ઞાનીની વાત તે જીવ સ્વીકારતો નથી ઉલટું તેની સામે દલીલો કરે છે કે સાહેબ! ગાડી, વાડી અને લાડીના સુખમાં જે આનંદ આવે છે તે તો કોઈ અભૂતપૂર્વ છે. જે માણે એને જ ખ્યાલ આવે. આવી ઉલટી બુદ્ધિ હોવાથી તે જલ્દી માર્ગે આવતો નથી. અંતે દુ:ખી જ થાય છે. માટે મિથ્યાષ્ટિના અંધત્વનો દોષ અતિશય આકરો છે. જન્માંધ પુરુષ પોતે જાણે છે કે હું દેખતો નથી, તેથી પોતાની અન્ધતા હોવાથી દેખતાને અનુસરે છે. દેખતાની આંગળીએ ચાલે છે. માટે કાળાન્તરે સુખી થાય છે. દુઃખી થતો નથી અને તેના અંધત્વનું દુઃખ માત્ર આ ભવ પૂરતું જ દુઃખદાયી બને છે. જ્યારે મિથ્યાદૃષ્ટિ આત્મા ઉલટી બુદ્ધિવાળો હોવાથી આત્માના ગુણો સમજાવનારા અને આપનારા વીતરાગ દેવને દેવ માનવાને બદલે અને વૈરાગી ગુરુને ગુરુ માનવાને બદલે ભોગસુખો-રાજપાટ આપનારા દેવ-ગુરુને જ દેવ-ગુરુ માની બહિરાત્મ ભાવમાં જ રચ્યો પચ્યો રહે છે. પોતે હોંશિયાર-ચતુર છે. બધું જ સમજે છે. એમ માનતો છતો કોઈ જ્ઞાનીને તે અનુસરતો નથી. જ્ઞાનીની આંગળીએ ચાલતો નથી. તેથી ભોગસુખોની ચડતી-પડતીમાં સુખી-દુઃખી થાય છે. અને મોહને વશ થયો છતો આર્ત-રૌદ્રધ્યાન કરી પોતે પણ અનેકભવ રખડે છે અને વિપરીત પ્રરૂપણા વડે અનેકને અવળે રસ્તે વાળવા દ્વારા અનેકને સંસારમાં રખડાવે છે. તેનું અંધત્વ ભવોભવમાં દુઃખદાયી છે. આ કારણથી તેના અંધત્વનો દોષ આકરો છે. શાસ્ત્રોમાં આ મિથ્યાત્વના ૧૦ પ્રકારો કહ્યા છે. તે આ પ્રમાણે "धम्मे अधम्मसन्ना, अधम्मे धम्मसन्ना, उम्मग्गे मग्गसन्ना, मग्गे उम्मग्गसन्ना, साहुसु असाहु सन्ना, असाहुसु साहु सन्ना, जीवे अजीवसन्ना, अजीवे जीवसन्ना, मुत्ते अमुत्तसन्ना अमुत्ते मुत्तसन्ना।" Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ૧ ધર્મમાં અધર્મ સંજ્ઞા, ૬ અસાધુમાં સાધુ સંજ્ઞા ૨ અધર્મમાં ધર્મ સંજ્ઞા ૭ જીવમાં અજીવ સંજ્ઞા ૩ ઉન્માર્ગમાં માર્ગ સંજ્ઞા ૮ અજીવમાં જીવ સંજ્ઞા ૪ માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા ૯ મૂર્તિમાં અમૂર્ત સંજ્ઞા ૫ સાધુમાં અસાધુ સંજ્ઞા | ૧૦ અમૂર્તમાં મૂર્તિ સંજ્ઞા મિથ્યાદૃષ્ટિ જીવનાં જૈનશાસ્ત્રોમાં ૨૧ લક્ષણો પણ બતાવ્યાં છે. તે ૨૧ લક્ષણો ગુરુગમથી જાણીને આપણા આત્માને તેનાથી અળગો કરી શુદ્ધ કરવો જરૂરી છે. આ રીતે જન્માંધ પુરુષ કરતાં મિથ્યાત્વી જીવની અંધતાનો દોષ અતિશય-ઘણો વધારે આકરો છે. | ર-૪ | મિથ્યાદૃષ્ટિ આત્માનું વર્તન કેવું હોય છે ? તે સમજાવે છેઆપ પ્રશંસે રે પરગુણ ઓળવે, ન ધરે ગુણને રે લેશ . તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દિએ મિથ્યા ઉપદેશ / રપ છે. શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૧૫ || આપ= પોતાની, ઓળ= છુપાવે, લેશ= અંશ, શ્રવણે= કાને, સુણે= સાંભળે ગાથાર્થ= મિથ્યાદૃષ્ટિ આત્માઓ પોતાની પ્રશંસા કરે છે. પરના ગુણોને છુપાવે છે. પોતાનામાં ગુણનો એક અંશ પણ ધારણ કરતા નથી. જિનેશ્વર પરમાત્માની વાણી ક્યારેય પણ (ભાવથી) શ્રવણે સુણતા નથી અને લોકોને મનોરંજન થાય તે રીતે આડા-અવળો ઉપદેશ આપે છે. જે ૨-૫ // વિવેચન= આ મિથ્યાદષ્ટિ આત્માઓમાં મિથ્યાત્વમોહનીય કર્મનું જોર ઘણું જ બળવત્તર હોય છે. મિથ્યાત્વમોહની બળવત્તરતાના કારણે તેઓની બુદ્ધિ દુર્બુદ્ધિરૂપે બનેલી હોય છે. શાસ્ત્રપાઠોના અર્થોને મરડીને પોતાના સ્વાર્થને સાધવા અને મહેચ્છાઓને પોષવા તેઓ ઉદ્યમશીલ હોય છે. તેઓમાં નીચે મુજબ વિપરીત લક્ષણો જાણવાં. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ બીજી ૪૩ (૧) આપપ્રશંસા=હંમેશાં સર્વત્ર પોતાની જ બડાઈ દેખાડે, પોતાનો નાનો ગુણ મેરુપર્વત જેવડો મોટો કરી ગાય, બીજાઓ દ્વારા પોતાની પ્રશંસા કરાવે, પોતાનાં માન-પાન વધે તેવા પ્રસંગો ઉભા કરે, પોતાના દોષોને ઢાંકે, કોઈ અન્ય વ્યક્તિ દોષ કાઢે તો પાંચમો આરો, છઠ્ઠું સંઘયણ ઈત્યાદિ બહાનાં કાઢીને દોષને છાવરે, છાપાઓમાં અને કારણવશાત્ છપાતી જુદી જુદી પત્રિકાઓમાં પોતાના નામની આગળપાછળ અનેક વિશેષણો લખવા-લખાવવાની તમન્ના રાખે, પ્રશંસામાત્રની જ તીવ્રભૂખ હૈયામાં વર્તે. (૨) પરગુણ ઓળવે= અન્ય કોઈ પણ વ્યક્તિના ગુણોને છૂપાવે. અથવા દોષરૂપે જ જાએ. અથવા ગુણોની અવગણના કરે. બીજાના નાના દોષોને મોટા કરે, અને મોટા ગુણોને નાના કરે. હૈયામાં વેર-ઝેર રાખી દૈનિક આદિ પેપરોમાં ખોટી રીતે ચિતરે. દોષો પ્રગટ કરવા દ્વારા પરના ગુણોને આચ્છાદિત કરે. ઇર્ષ્યાવૃત્તિ તીવ્ર રાખે. (૩) ન ધરે ગુણનો લેશ= આટલો મોટો અહંભાવ અને મોટાપણાની બુદ્ધિ હોવાથી પોતાનામાં બધા ગુણો જ દેખાય. એટલે હવે મેળવવા જેવો કોઈ ગુણ મારે બાકી જ રહ્યો નથી એમ માની ગુણો મેળવવાની ઈચ્છા કે પ્રયત્ન પણ કંઈ ન કરે. જીવનમાં ગુણો તો હોય નહીં પરંતુ ગુણોનો અંશ (લેશ) પણ હોય નહીં, દોષોને જ ગુણોમાં ખપાવે, બોલવાની વાગ્છટાના જોરે બધાંનો પરાભવ કરી પોતે જ સર્વે સર્વા છે એમ મનમાં માનીને ચાલે, એટલે જ ભણવાની કે જ્ઞાન પ્રાપ્તિની લેશ પણ અપેક્ષા રાખે નહીં, વાતોડીયાપણામાં અને લોકસંજ્ઞામાં જ રસિક બની જાય. (૪) જિનવાણી નવિ શ્રવણે સુણે= પોતાને શાસ્ત્રોનું જ્ઞાન ન હોવા છતાં મનમાં અહંભાવ એવો કે “મને બધું જ આવડે છે. મારે ભણવા જેવું કે સાંભળવા જેવું હવે કંઈ બાકી જ નથી' એમ મનમાં માની લઈ વાતચીતમાં, લોકપરિચયમાં, લોકોની આગતા-સ્વાગતામાં, અને બાહ્યવ્યવસાયોમાં સમય વીતાવે. પરંતુ ગીતાર્થ ગુરુઓની નિશ્રા, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વ્યાખ્યાનશ્રવણ, વાચનાનું શ્રવણ, અને જ્ઞાનાભ્યાસ વગેરે સેવે નહીં. જ્યાં જ્યાં આવાં કાર્યો ચાલતાં હોય ત્યાં જાય જ નહીં. આવા પ્રકારનાં અંતર્મુખવૃત્તિવાળાં કાર્યો તો ગમે જ નહીં. કેવળ બહિર્મુખતા જ રુચે. (૫) દીએ મિથ્થા ઉપદેશ= પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવાકરાવવા વારા લોકોને ઉન્માર્ગ પ્રત્યે આકર્ષણ ઉપજાવવાનું કામ કરે. શાસ્ત્રોનો અભ્યાસ કે સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન તો હોય જ નહીં, તેથી અનુયાયી વર્ગ કેમ રાજી રહ અને તેમાં કેમ વધારો થાય ? તથા તેઓ દ્વારા પોતાનાં માન-મહત્તા કેમ વધે ? તે રીતે લોકરંજનવાળો શાસ્ત્રવિરુદ્ધ ઉપદેશ આપે. મિથ્યાત્વી જીવોમાં આ પાંચ લક્ષણો સ્વાભાવિક હોય છે. અનુયાયી વર્ગ વધારવાની, તેના દ્વારા માન-પ્રતિષ્ઠા મેળવવાની, અને લોકરંજન કરીને વિષયરસ પોષવાની તીવ્ર ઘેલછા આવા જીવોમાં હોય છે. એટલે સાચો ધર્મમાર્ગ પોતે ભણતા નથી-જાણતા નથી-ગીતાર્થોની નિશ્રા રાખતા નથી. તેઓની સાથે વિચરતા નથી. તેઓનું હૃદય ધર્મપરિણામમય બન્યું હોતું નથી. તેઓના મુખેથી યથાર્થ ધર્મતત્ત્વની વાત નીકળવાની જ ક્યાંથી હોય ? હે સીમંધરસ્વામી પરમાત્મા ! અમારી વાત સાંભળો. / ૨-૫ / જ્ઞાન પ્રકાશે રે મોહતિમિર હરે, જેહને સગુરુ સૂર ! તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર | ૨-૬ || શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૧૬ / મોહતિમિર= મોહરૂપી અંધકાર, નિજ= પોતાનામાં, સૂર= સૂર્ય, ચિદાનંદ= જ્ઞાનનો આનંદ, ભરપૂર= અતિશય ઘણો. ગાથાર્થ સદ્ગુરુરૂપી સૂર્ય ઉગવાથી જ્ઞાનરૂપી પ્રકાશ મળવા દ્વારા જે જે આત્માઓમાંથી મોહરૂપી અંધકાર દૂર કરાયો છે. તેઓ જ પોતાના આત્મામાં ધર્મની સત્તા દેખે છે. અને તેઓ પોતાનામાં ધર્મસત્તા જોઈને જ્ઞાનના આનંદથી ભરપૂર ભરેલા તેઓ થાય છે. જ્ઞાનાનંદને અનુભવનારા બને છે. | -૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ બીજી વિવેચન= પૂર્વની ગાથામાં મિથ્યાત્વી જીવનું સ્વરૂપ સમજાવ્યું. જ્યારે આ જીવમાં મિથ્યાત્વ ઢીલું પડે છે ત્યારે જ ધર્મની સત્તા (ધર્મતત્ત્વનું અસ્તિત્વ) પોતાનામાં છે એ વાત સમજાય છે. તેના ઉપર એક ઉપમા આપીને વસ્તુસ્થિતિ ગ્રંથકારશ્રી સમજાવે છે કે જેમ આ જગતમાં જ્યારે સૂર્ય ઉગે છે અને તે સૂર્ય ચારે તરફ જ્યારે પ્રકાશ પાથરે છે. પૂર્વે ફેલાયેલા અંધકારનો તે પ્રકાશ જ્યારે નાશ કરે છે. ત્યારે જ આ જીવ જગતને-(એટલે કે જગતના જીવોને) જગતમાં જ રહેલા પદાર્થોને પોતાની નરી આંખે જોઈ શકે છે. જે ઘટ-પટ આદિ પદાર્થો પહેલાં પોતાની પાસે હોવા છતાં પણ અંધકારના કારણે દેખાતા ન હતા. તે હવે દેખાવા લાગે છે. તેવી જ રીતે જ્યારે સૂર્ય સમાન સંવિજ્ઞ પાક્ષિક ગીતાર્થ સદ્ગુરુ ભવ્ય જીવોને મળે છે. અને તે ગીતાર્થ ગુરુ શુદ્ધ સાધ્ય-સાધન દાવવાળી નિશ્ચયશુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિથી યુક્ત એવો સૂત્રાનુસારી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે. અને તે જ્ઞાનરૂપી પ્રકાશથી જ્યારે મોહરૂપી તિમિર (એટલે કે મિથ્યાત્વ મોહરૂપી અંધકાર) દૂર થાય છે. ત્યારે તે જીવ પોતે જ પોતાનામાં જ રહેલ અનંતગુણમય ધર્મની સત્તા દેખે છે. જે દેખીને સહજ સુખના આનંદથી ભરપૂર થયેલો આ જીવ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે. ૪૫ અંધકારમાં ઉભેલી એક વ્યક્તિના હાથમાંથી પોતે પહેરેલી લાખોની કિંમતની એક વીંટી ધારો કે પડી જાય છે. ખોવાઈ જાય છે. શોધવા છતાં અંધકાર હોવાથી મળતી નથી. ત્યારે તે જીવ દુ:ખી દુ:ખી થઈ જાય છે. તેવામાં આકાશમાં સૂર્યનો ઉદય થાય. ચારે બાજુ પ્રકાશ પથરાય, અંધકાર નાશ પામે, પોતાના પગની પાસે જ પડેલી વીંટી દેખાય, તે જોઈને વીંટીનો માલિક રાજી રાજી થઈ જાય છે. તેવી જ રીતે સદ્ગુરુરૂપી સૂર્ય મળવાથી, જ્ઞાનરૂપી પ્રકાશ પથરાવાથી, મોહરૂપી અંધકારનો નાશ થવાથી પોતાનામાં જ રહેલા ગુણો રૂપી ધર્મની સત્તા આ સમ્યગ્દષ્ટિ જીવને દેખાય છે. અને તેથી તે જીવ જ્ઞાન-સુખના આનંદથી ભરપૂર બની રાજી રાજી થઈ જાય છે. ચિદાનંદમય બને છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ - પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જ્ઞાની ગીતાર્થ સદ્ગુરુરૂપી સૂર્ય સંસારી જીવમાં આ પ્રમાણે જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે કે- હે મહાનુભાવ! તારામાં રહેલા તારા જ્ઞાનાદિ ગુણો એ જ તારું ધન છે. તેને પ્રગટ કરવા એ જ ધર્મ છે. ગુણો તારામાં જ છે. તારે જ પ્રગટ કરવાના છે. તારામાંથી જ પ્રગટ કરવાના છે. પ્રગટ કરીને સદાકાળ તેમાં જ તારે વર્તવાનું છે. રમવાનું છે. આ ધર્મની સત્તા તારામાં જ છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય થવું એ જ નિશ્ચય ધર્મ છે અને તેના ઉપાય રૂપે શાસ્ત્રાનુસારિણી ધર્મક્રિયામાં પ્રવર્તન કરવું, ત્યાગમાં, વૈરાગ્યમાં પ્રવર્તવું એ વ્યવહારધર્મ છે. ઉપાય રૂપ ક્રિયાપ્રવર્તનમય વ્યવહારધર્મ પણ તારામાં જ છે. અને ગુણોના આવિર્ભાવ રૂપ નિશ્ચયધર્મ પણ તારામાં જ છે. જે સાધન, સાધ્યસિદ્ધિ અર્થે વપરાય તે જ સાધન ખરેખર સાચું સાધન કહેવાય છે. ઘડા બનાવવા માટે જે માટી લાવ્યા હોય તે માટી એક તગારું પણ જો કોઈ લઈ જાય તો ન પોષાય, કારણ કે તેમાં સાધ્યબુદ્ધિ છે. જ્યારે મકાન પડી ગયું હોય અને માટીના ઢગ થયા હોય ત્યારે કોઈ જો ઘણાં તગારાં ભરીને પણ માટી લઈ જાય તો દુ:ખ થતું નથી અને જો કોઈ ન લઈ જાય તો પૈસા ખર્ચીને પણ બહાર નખાવવી પડે છે કારણકે તેમાં ઘટ બનાવવાની સાધ્યબુદ્ધિ નથી. તેવી જ રીતે શાસ્ત્રાન્સારી ક્રિયાવ્યવહાર એ સાધન છે અને દોષો દૂર કરવાની અને ગુણો મેળવવાની જે દૃષ્ટિ એ સાધ્ય છે. તથા સાધન એ વ્યવહાર છે સાધ્ય એ નિશ્ચય છે. બહિરાત્મ ભાવનો ત્યાગ કરી અંતરાત્મભાવમાં આવવું એ જ સાચો ધર્મ છે. તેનાથી જ આત્મા પરમાત્મભાવ પામી શકે છે. કૂવામાંથી બહાર નીકળવા સાંકળની જરૂરીયાત પણ રહે જ છે. અને સાંકળ મળ્યા પછી જે રીતે બહાર અવાય તે રીતે તે સાંકળનું ગ્રહણમોચન પણ કરવું જ પડે છે. સાધ્યને સાધી આપે, એ રીતે સાધનને જોડવું. તેને સાધ્ય-સાધન દાવ કહેવાય છે. આ રીતે સાધ્ય-સાધન દાવ પૂર્વક, નિશ્ચયશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ જાળવવાપૂર્વક, આત્મામાં જ રહેલા ગુણોરૂપી ધર્મની સત્તા પ્રગટ કરવી એ જ સાચો સન્માર્ગ છે. સાચો ધર્મ છે. આવો ઉપદેશ સદ્ગુરુ મહાત્મા આપે છે અને મોહ-તિમિરને હણે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી - પોતાનામાં જ ધર્મસત્તા સમજાવાથી, દેખાવાથી અને પ્રાપ્ત કરવાની તમન્ના લાગવાથી જે આનંદ થાય છે તે આનંદ કોઈ અદ્ભુત હોય છે શબ્દોથી અવાચ્ય હોય છે. માત્ર અનુભવગોચર જ હોય છે. ર-૬ | ધર્મ એ જીવના શુદ્ધસ્વભાવાત્મક પદાર્થ છે. તે સમજાવે છેજેમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી, તેમ તે જીવ સ્વભાવ તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ / ર-૭ | શ્રી સીમંધર સાહેબ સાંભળો | ૧૭ || નિર્મળતા= મેલ રહિતતા, પ્રબળ= તીવ્ર, અભાવ= ન હોવું. ગાથાર્થ= જેમ સ્ફટિકરત્નની નિર્મળતા એ સ્વાભાવિક છે. તેમ જીવની શુદ્ધ-બુદ્ધ, નિર્મળ અવસ્થા એ સ્વાભાવિક છે. આ સ્વાભાવિક નિર્મળતા પ્રાપ્ત કરવી અને પ્રબળ કષાયોના ઉદયરૂપ મલીનતાનો અભાવ કરવો એ જ સાચો ધર્મ છે. એમ શ્રી વીરપરમાત્માએ ધર્મ પ્રકાશિત કર્યો છે. તે ૨-૭- | વિવેચન= સ્ફટિક રત્નમાં રહેલી નિર્મળતા પોતાની છે. સ્વતઃ છે. કોઈ પણ અન્યદ્રવ્યની મિશ્રતાથી કરાયેલી નથી. પરંતુ તેની મલીનતા તેના ઉપર લાગેલી માટી-ધૂળ આદિ અન્ય દ્રવ્યોની મિશ્રતાથી જન્ય છે. મલીનતા દૂર કરવા પ્રયત્ન કરવો પડે છે. પરંતુ નિર્મળતા લાવવા પ્રયત્ન કરવો પડતો નથી. મલીનતા જાય એટલે અંદર રહેલી નિર્મળતા આપોઆપ સ્વતઃ જ પ્રગટ થાય છે. એવી જ રીતે સુવર્ણની ચમક (પીળાશ) પોતાની સ્વતઃ છે તેની મલીનતા તેમાં ભળેલા ચાંદી-ત્રાંબા આદિ અન્યદ્રવ્યજન્ય છે. કપડાંની ઉજ્જવલતા સ્વતઃ છે. મલીનતા અન્યદ્રવ્યજન્ય છે. તેવી જ રીતે આપણા બધાના શરીરોમાં ચૈતન્ય ગુણવાનું એક આત્મદ્રવ્ય છે. તેનું અનંતજ્ઞાનાદિ ગુણમય શુદ્ધ-બુદ્ધ નિર્મળ જે સ્વરૂપ છે. તે સ્વરૂપ સ્વાભાવિક છે. કોઈ પણ અન્ય પુદ્ગલાદિ દ્રવ્યજન્ય કે અન્યદ્રવ્યથી મિશ્રિત નથી. પોતાનું નિર્મળ જ્ઞાનાદિ ગુણોમય જે શુદ્ધસ્વરૂપ છે. આત્માનો ધર્મ છે. આ ધર્મતત્ત્વ આત્માનું પોતાનું સ્વરૂપ છે. પોતાનામાં જ રહેલું છે અને ત્યાંથી જ પ્રાપ્ત કરવાનું છે. તથા પ્રાપ્ત કરીને પણ ત્યાં જ રાખવાનું છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા આ આત્મામાં થયેલી પરદ્રવ્ય જન્ય મલીનતા એ અધર્મ છે ભાવકર્મ-દ્રવ્યકર્મ અને નોકર્મથી થયેલી મલીનતા એ જીવનું સ્વરૂપ નથી માટે સ્વાભાવિક ન હોવાથી અને વિભાવિક સ્વરૂપ હોવાથી અધર્મ છે. શરીર, પરિવાર, ધન-કંચન, અને મિત્રાદિ બાહ્યભાવોના સંયોગોરૂપ ઔદયિકભાવોની જે પ્રાપ્તિ છે. તે નોકર્મ, પૂર્વબદ્ધ અને બધ્યમાન જ્ઞાનાવરણાદિ અષ્ટવિધ કર્મ કે જે કાર્મણવર્ગણાનું બને છે તે દ્રવ્યકર્મ, અને આત્મામાં થતા રાગ-દ્વેષ-મમતા-મૂચ્છ-કલેશ-અને ક્રોધાદિના પરિણામો આ ભાવકર્મ છે. આ ત્રણે પ્રકારનાં કર્મો આત્મામાં મલીનતા જન્માવે છે. તે જ અધર્મ છે. તેવા પ્રકારના પ્રબળ રાગાદિ કષાયો સ્વરૂપ ભાવકર્મોનો અભાવ કરવો એ જ સાચો ધર્મ શ્રી વીરપરમાત્માએ પ્રકાશ્યો છે. સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકનાથ, વીતરાગ એવા શ્રી વીરપરમાત્માએ જણાવ્યું છે કે વસ્તુસ્વરૂપે તો આ આત્મતત્ત્વ સ્ફટિકની જેમ અત્યન્ત નિર્મળ-અક્ષય-અરૂપી-સચ્ચિદાનંદમય-અનંતગુણોનો ભંડાર છે. પરંતુ (નોકર્મ-દ્રવ્યકર્મ અને ભાવકર્મ એમ) ત્રિવિધ કર્મના સંયોગે મલીન થયો છતો સંસારમાં જન્મ-મરણ-રોગ-શોક આદિ વિવિધભાવોને પામીને દુઃખી થાય છે. અને સંસારમાં ભટક્યા જ કરે છે. શાશ્વત સુખના અભિલાષી આત્માઓએ ત્રિવિધ કર્મોનો ક્ષય કરી પ્રથમ ક્ષાયોપથમિક ભાવે અને અન્ને ક્ષાયિકભાવે પોતાના ગુણો પ્રાપ્ત કરવા એ જ સાચો ધર્મ છે. પર પરિણતિનો ત્યાગ અને સ્વભાવદશાની પ્રાપ્તિ એ જ યથાર્થ અવિતથ ધર્મતત્ત્વ છે. અને તે આત્મામાં જ છે. બહાર નથી. જ્ઞાનસાર અષ્ટકમાં પૂજ્ય ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે કે निर्मलस्फटिकस्येव, सहजं रूपम्पत्मनः । अध्यस्तोपाधिसम्बन्धो, जडस्तत्र विमुह्यति ॥ ४-६॥ આત્માનું પોતાનું સ્વાભાવિક સ્વરૂપ નિર્મળ સ્ફટિક જેવું છે. એટલે કે શુદ્ધતા પોતાની છે. સહજ છે. પરંતુ પ્રાપ્ત થયેલાં (એટલે કે આત્માએ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી બાંધેલ) એવાં કર્મોના ઉદયરૂપી ઉપાધિના સંબંધ વાળો જડ (અર્થાત્ અજ્ઞાની-મૂ) એવો આ આત્મા તેમાં મોહબ્ધ બને છે. પારદ્રવ્યજન્ય સ્વરૂપને પોતાનું માની લે છે આ જ વાસ્તવિક અધર્મ છે. મહાન અજ્ઞાનદશા છે. ૨-૭ | આ જ વાત ગ્રંથકારશ્રી અત્યન્ત સ્પષ્ટ કરે છેજેમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ ! પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ | ૨-૮ | શ્રી સીમંધર સાહિબ સાંભળો / ૧૮ . રાતે ફૂલે= લાલ ફૂલથી, રાતડું= લાલ, શ્યામ ફૂલથી= કાળા ફૂલથી, જગ જીવને= જગતમાં રહેલા જીવને. ગાથાર્થ= નિર્મળ અને ઉજ્જવલ એવું પણ સ્ફટિક જેમ લાલફૂલના સંપર્કથી લાલ, અને શ્યામફૂલના સંપર્કથી શ્યામ દેખાય છે તેવી જ રીતે નિર્મળ અને શુદ્ધ-બુદ્ધ એવા આ આત્માને સંસારમાં પૂર્વબદ્ધ એવા પુણ્યપાપના ઉદયથી રાગ અને દ્વેષના પરિણામો થાય છે. તે ૨-૮ / વિવેચન= સ્ફટિકરત્ન સ્વાભાવિકપણે લાલ-લીલું-પીળું કે કાળું નથી. નિર્મળ છે. વલ છે. સફેદ છે. પરંતુ તેની સામે લાલ ફૂલ રાખવામાં આવે તો સફેદ એવું પણ સ્ફટિકરત્ન લાલ દેખાય છે. એવી જ રીતે કાળું-લીલું કે પીળું ફૂલ રાખવામાં આવે તો તે જ સ્ફટિકરત્ન કાળું, લીલું કે પીળું પણ દેખાય છે. આ ઉદાહરણમાં નિર્મળતા અને સફેદ સ્વરૂપ સ્ફટિકરનનું પોતાનું છે અને સહજ છે. તથા લાલ, કાળું લીલું, પીળું સ્વરૂપ તેવા તેવા ફૂલ વગેરે ઉપાધિભૂત અન્યદ્રવ્યોથી થયેલું છે અને તે ઔપચારિક છે. પરદ્રવ્યના સંપર્કથી પ્રતિબિંબિત થયેલું છે. ફૂલના સંપર્ક કાળે લાલ-લીલું, પીળું દેખાતું એવું તે સ્ફટિકરત્ન પોતે તો શ્વેત જ છે. તેવી જ રીતે જગતમાં રહેલા આ તમામ સંસારી જીવો સ્વાભાવિકપણે તો શુદ્ધ-બુદ્ધ, અનંતજ્ઞાનાદિ ગુણોવાળા અને અત્યન્ત Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત નિર્મળ જ છે. પરંતુ પૂર્વે બાંધેલા પુણ્ય (૪૨) અને પાપ (૮૨) રૂપ જે દ્રવ્યકર્મો છે તેના ઉદયથી, તથા તે તે દ્રવ્યકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલાં સાંસારિક સુખ-અને દુઃખનાં સાધનોના સંયોગ રૂપ નોકર્મોથી, આ સંસારી જીવો રાગ અને દ્વેષના પરિણામો રૂપી ભાવકર્મો વાળા બને છે. સંસારી જીવોને પ્રાપ્ત થયેલાં સાંસારિક સુખનાં જે સાધનો જેમકે સુંદર ઘર, ધન, પરિવાર આદિ છે. તે સર્વે પૂર્વબદ્ધ ૪૨ પ્રકારના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલાં છે. જીવનાં પોતાનાં નથી. અજ્ઞાની જીવો પ્રાપ્ત થયેલી તે સુખસામગ્રીને પોતાની માનીને જે રાગ પરિણામ કરે છે અને તેના વિયોગ કાળે જે દ્વેષ પરિણામ કરે છે આ સર્વ વિભાવદશા છે અને તે જ અધર્મ છે. એવી જ રીતે પૂર્વબદ્ધ ૮૨ પ્રકારના પાપના ઉદયથી પ્રાપ્ત થયેલી જે પ્રતિકુલ સામગ્રી છે. તે પણ પોતાની નથી, કર્મોદયજન્ય હોવાથી પરાયી છે. તેથી તેના ઉદય કાળે દુ:ખ, દ્વેષ અને ક્રોધાદિ જે થાય છે. આ સર્વે પણ વિભાવદશા છે. અને તે જ સાચો અધર્મ છે. આ રાગઅને દ્વેષના પરિણામ રૂપ અધર્મના કારણે જ જીવ હિંસા-જાઠ-ચોરીઅબ્રહ્મ ઇત્યાદિ ૧૮ પાપસ્થાનકો આચરે છે. જ્ઞાની પુરુષો પ્રાપ્ત થયેલી સુખ-દુ:ખની સામગ્રીને પુણ્ય-પાપ કર્મજન્ય છે. ક્ષણિક છે. નાશવંત છે. કર્મરાજાની માલિકીની છે એટલે પરાઈ છે. આપણી નથી. કર્યોદય પૂરો થતાં જવાવાળી જ છે. એમ સમજે છે. તેથી તેમાં રાગ-દ્વેષના પરિણામ કરતા નથી. લેપાતા નથી આ જ સાચો ધર્મ છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે आया सहावनाणी, भोई रमइ वि वत्थुधम्मंमि । સો ઉત્તમો મહપ્પા, અવરે ભવસૂયા નીવા ॥ ૧ ॥ આ આત્મા સ્વભાવે જ જ્ઞાનગુણવાળો છે. પોતાના ગુણોનો જ ભોક્તા છે પોતાના વસ્તુધર્મમાં જ રમનારો છે. આવો આત્મા એ જ ઉત્તમ મહાત્મા છે. બાકીના જીવો કે જે (પુણ્ય-પાપના ઉદયજન્ય સુખદુઃખના સંયોગને પોતાના માની) રાગ-દ્વેષના પરિણામવાળા થઈને તેમાં જ ડુબેલા છે તે જીવો ભવમાં ભૂંડ જેવા છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ બીજી હવે સમજાશે કે સ્વભાવ દશામાં વેતનું પરપ્રેરિણતિનો ત્યાગ કરવો એ જ સાચો ધર્મ છે અને પરને પોતાનું માનીને રાગ-દ્વેષના પરિણામવાળા થવા રૂપ વિભાવદશામાં વર્તવું તે જ સાચો અધર્મ છે. આવા પ્રકારનું ધર્મતત્ત્વ (અને પ્રતિપક્ષપણે અધર્મતત્ત્વ) જ્ઞાની ગીતાર્થ સદ્ગુરુ સંસારી જીવોને આ રીતે સમજાવી રહ્યા છે. / ૨-૮ || રાગ અને દ્વેષના પરિણામને (ભલે પ્રશસ્ત હોય તો પણ) ધર્મ ન કહેવાય. આ વાત સમજાવે છેધર્મ ન કહીએ રે નિચે તેહને, જેહ વિભાવ વડવ્યાધિ ! પહેલે અંગે રે એણી પેરે ભાખીયું, કર્મે હોય ઉપાધિ / ર-૯ | શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૧૯ વિભાવ= વિભાવદશા, વડવ્યાધિ= મોટો રોગ, ભાખીયું= કહ્યું. ગાથાર્થ= રાગ અને દ્વેષના પરિણામાત્મક વિભાવદશા રૂપ જે મોટો રોગ છે. મોટી વ્યાધિ છે. તેને નિશ્ચયનયથી ધર્મ કહેવાતો નથી. આ પ્રમાણે આચારાંગ નામના પ્રથમ અંગમાં કહ્યું છે. આ રાગ અને ષના પરિણામ રૂ૫ ઉપાધિ કર્મોના ઉદયથી થાય છે. એટલે વૈભાવિક છે. સ્વાભાવિક નથી. મેં ૨-૯ || વિવેચન= આ સંસારમાં જન્મ, જરા, મરણ, રોગ, શોક, ધન અને પરિવારાદિનો વિરહ વગેરે જે કંઈ દુઃખ આવે છે તે સર્વે પૂર્વકૃત પાપકર્મના ઉદયજન્ય છે અને તેમાં જે અણગમા રૂપ દ્રષબુદ્ધિ થાય છે તે મોહનીય કર્મના ઉદયજન્ય છે. એવી જ રીતે ધન, કંચન, કામિનીના સંજોગો, આરોગ્ય, યશ, પ્રતિષ્ઠા આદિ જે કંઈ પણ સુખ આવે છે તે સર્વે પૂર્વકૃત પુણ્યના ઉદયજન્ય છે. અને તેમાં જે સુખબુદ્ધિ થાય છે. તે મોહનીય કર્મના ઉદયજન્ય છે. સારાંશ કે દુ:ખના સંજોગો અને સુખના સંજોગો પૂર્વકૃત પાપ-પુણ્યના ઉદયથી આવે છે અને તે સંજોગો રાગ, દ્વેષ થવામાં કારણભૂત બને છે. તેથી તે સંજોગોને નોકર્મ કહેવાય છે. આ સર્વે જીવના પોતાના નથી, પાપ અને પુણ્ય નામના Page #69 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી પોવિજયજી મહારાજશ્રી વિરચિત કર્મરાજાની માલિકીના છે. કર્મરાજાની ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે રહેનારા અને જનારા છે. માટે હે જીવ ! આ સંજોગો તારા પોતાના નથી. પર આવા પ્રકારના દુ:ખ અને સુખના સંજોગોને પોતાના માની લેવા એ જ વિભાવદશા છે. ઉલટી બુદ્ધિ છે. આત્માને ભાન ભૂલાવનારો આ જ મોટો રોગ (વડવ્યાધિ) છે. પારકી સ્ત્રીને અથવા પારકાં બાળકોને પોતાનાં માની તેઓની સાથે તેવો વ્યવહાર કરવામાં જેમ ઘણાં દુ:ખો જ આવે છે તેમ અહીં પણ પ૨પદાર્થ ઘણાં દુ:ખો જ આપે છે. તેથી પરને પોતાનું માનવું એ જ મહાવ્યાધિ છે. વિભાવદશા છે. પરપરિણતિ છે. જુઠાણું છે. અધર્મ છે. સુખ-દુઃખના સંજોગો, સુખ-દુ:ખની સામગ્રીનો યોગ, અને તેમાં થતા રાગ-દ્વેષના (પ્રીતિ-અપ્રીતિના) પરિણામો આ સર્વે હે આત્મા ! તારૂં સ્વરૂપ નથી. અને તેં આ સર્વને પોતાનું માન્યું છે. હોંશે હોંશે તું તેમાં જોડાયો છે. આ જ વિભાવદશા છે. વડવ્યાધિ છે અને અધર્મ છે. આવું આચારાંગ નામના પ્રથમ અંગમાં કહેલું છે. તે આ પ્રમાણે અમ્નસ્તવવહારોનવિઘ્ન, મ્મળાવાદી નાયજ્ઞ( ત્રીજુંઅધ્યયન ) કર્મરહિત જીવોને સુખ-દુ:ખનો કે રાગ-દ્વેષનો વ્યવહાર હોતો નથી. સંસારી જીવોને આ ઉપાધિ કર્મોના ઉદયથી જ આવે છે. માટે સુખ-દુઃખમાં, કે તેની સામગ્રીમાં રાગ-દ્વેષ કરવા, મારાપણાની બુદ્ધિ કરવી અથવા હર્ષ-શોક કરવા તે જ અધર્મ છે અને વડવ્યાધિ છે. પ્રશ્ન- રાગ-દ્વેષના પરિણામ બે જાતના હોય છે. પ્રશસ્ત (શુભ), અને અપ્રશસ્ત (અશુભ), જે સંસારના સુખો ઉપર કે સુખસામગ્રી ઉપર રાગ કરાય છે. તે અપ્રશસ્તરાગ, અને સંસારનાં દુઃખો ઉપર કે દુઃખસામગ્રી ઉપર જે દ્વેષ કરાય છે. તે અપ્રશસ્ત દ્વેષ. આ બન્ને તો અધર્મ છે. ત્યજવા જેવા છે. અને તેથી જ વડવ્યાધિરૂપ છે. પરંતુ ધર્મ ઉપ૨ કે ધર્મની સાધન-સામગ્રી ઉપર જે રાગ થાય છે. તે તો પ્રશસ્ત રાગ કહેવાય છે. તથા ધર્મનો અને ધર્મની સામગ્રીનો નાશ કરનારી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી વ્યક્તિ ઉપર જે ઠેષ થાય છે તે પ્રશસ્ત દ્વષ કહેવાય છે. આ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્રષ, સામાન્યથી જે કરવા જેવો છે. તેને ધર્મ કહેવાય કે નહીં ? તેને વડવ્યાધિ મનાય કે નહી ? જ્ઞાનનાં સાધનો પુસ્તકાદિ, દર્શનનાં સાધનો મૂર્તિમંદિરાદિ, અને ચારિત્રનાં સાધનો રજોહરણ આદિ, તથા ઉત્તમ જ્ઞાની પરમાત્મા-સાધુ-સાધ્વી-સંત. આ બધા ઉપકારી પદાર્થો ઉપર રાગ, અને તેમના વિધ્વંસક ઉપર કરાતો દ્વેષ એ શું ધર્મ કહેવાય કે નહીં ? તેને શું વડવ્યાધિ મનાય? કે ન મનાય? ઉત્તર- સાંસારિક સુખ-દુ:ખની સામગ્રી ઉપર રાગ-દ્વેષનો પરિણામ અનાદિનો છે. એટલે ગાઢ છે. તીવ્ર છે. મજબૂત છે. તેથી તેને ખસેડવા માટે અર્થાત્ દૂર કરવા માટે પ્રારંભમાં દેવ-ગુરુ-ધર્મનો અને તે સંબંધી સામગ્રીનો રાગ અને વિનાશક ઉપર દ્વેષ કર્તવ્ય બને છે. માટે વ્યવહારથી (ઉપચારથી) ધર્મ કહેવાય છે પરંતુ નિશ્ચયથી તો તે પણ ધર્મ કહેવાતો નથી. અંતે તેને પણ છોડવાનો જ છે. પગમાં લાગેલા કાંટાને કાઢવા પ્રારંભમાં સોય પગમાં નાખવી પડે છે. તેનો આશ્રય કરવો પડે છે પરંતુ કાંટો નીકળી જતાં જ સોય કાઢી લેવાની જ હોય છે. કારણકે કાંટો એ જેમ પીડાકારી હોવાથી કાંટો છે. તેમ સોય પણ પીડાકારી હોવાથી એક જાતનો કાંટો જ છે. તેવી રીતે ભૌતિક રાગ-દ્વેષના પરિણામને દૂર કરવા માટે પ્રારંભમાં આધ્યાત્મિક સામગ્રી ઉપર રાગ-દ્વેષ કરવા પડે છે. ભૌતિક રાગ-દ્વેષ દૂર થતાંની સાથે જ આધ્યાત્મિક સામગ્રી ઉપરને રાગ-દ્વેષ આદિના પરિણામ પણ ત્યજી દેવાના જ હોય છે. વીતરાગાવસ્થા પ્રાપ્ત કરવાના લક્ષ્યવાળા આ જીવને જેમ ભૌતિક રાગાદિ હેય છે. તેમ આધ્યાત્મિક સામગ્રીના રાગાદિ પણ અંતે હેય જ છે. મુક્તિ પ્રત્યેનો રાગ પણ આઠમા ગુણઠાણાથી છુટી જાય છે. ગૌતમસ્વામીજીએ પરમાત્મા મહાવીર પ્રભુ પ્રત્યેનો પણ રાગ ત્યજ્યો ત્યારે જ કેવલજ્ઞાનવાળું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થયું. આ કારણથી પગ સાજા ન હોય ત્યાં સુધી જ લાકડીનો ટેકો લેવાય, પગ સાજો થયે છતે તે લાકડીને પણ ત્યજી દેવાની જ હોય છે. આંખ સારી ન હોય ત્યાં સુધી જ ચશ્માં પહેરવાનાં હોય છે. ઔષધોથી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આંખ સારી થયે છતે ચશ્માં પણ ઉપાધિભૂત હોવાથી ત્યજવાનાં જ હોય છે. ઈત્યાદિ ઉદાહરણોથી સમજાય તેમ છે કે અશુભ કે શુભ જે કોઈ પણ રાગ-દ્વેષના પરિણામ છે તે કાષાયિક પરિણામ છે. તેથી સર્વે ઉપાધિભૂત છે. પરદ્રવ્યજન્ય છે. દ્રવ્યકર્મજન્ય અને નોકર્મજન્ય છે. રાતા અને શ્યામ ફૂલથી સ્ફટિકમાં થયેલી રક્તતા અને શ્યામતાની જેમ આરોપિત છે. જીવનું પોતાનું સ્વરૂપ નથી. પોતાની સાથે તે સામગ્રી આવી પણ નથી અને જવાની પણ નથી. તેથી તેને મારું માનવું આ જ વિભાવદશા છે. વડવ્યાધિ છે. અને અધર્મ છે. રાગ-દ્વેષના પરિણામને ત્યજવા એ જ સાચો ધર્મ છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે परसंगेण बन्धो, मुक्खो परभावचायणे होइ ।। सव्वदोसाण मूलं, परभावाणुभवपरिणामो ॥ १ ॥ પરપદાર્થના સંગ વડે બંધ થાય છે. અને પરભાવદશાના ત્યાગ વડે મોક્ષ થાય છે. પરભાવદશાના અનુભવનો પરિણામ એ જ સર્વદોષોનું મૂલકારણ છે તેથી અપ્રશસ્તની જેમ પ્રશસ્ત રાગાદિ પરિણામ પણ ઉપાધિભૂત જ છે. અંતે હેય જ છે. નિશ્ચયનયથી અધર્મ જ છે. વીતરાગ થનારા આ આત્માને અંતે તે પણ ત્યજવા યોગ્ય છે. / ર-૯ || આખી વાતનો સારાંશ હવેની ગાથાથી સમજાવે છેજે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણી રે ધર્મ | સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવ શર્મ ૨-૧૦ || - શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૨૦ | નિરુપાધિકપણું= ઉપાધિરહિતતા, શિવશર્મ= મુક્તિનું સુખ. ગાથાર્થ= આ આત્મામાં જેટલા જેટલા અંશે નિરુપાધિકદશા આવે છે તેટલા તેટલા અંશે ધર્મપ્રાપ્તિ થઈ છે. એમ જાણવું. અવિરતસમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકથી યાવત્ મુક્તિના સુખની પ્રાપ્તિ સુધી નિરુપાધિકતા રૂપ ધર્મની પ્રાપ્તિ ઉત્તરોત્તર અધિક અધિક જાણવી. છે ૨-૧૦ || Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ બીજી પપ વિવેચન= સંસારમાં રહેલા સર્વે જીવો દુઃખ અને દુઃખની સામગ્રીને તો ઉપાધિ સમજે જ છે. થોડું પણ જો દુઃખ આવ્યું હોય, માનહાનિ, ધનહાનિ, યશહાનિ, પરિવારહાનિ કે શારીરિક આરોગ્યહાનિ થઈ હોય ત્યારે ઇણનિષ્ટ વસ્તુઓના વિયોગ-સંયોગ કાળે માથા ઉપર દુ:ખના ડુંગરો તૂટી પડ્યા હોય તેમ હૈયામાંથી “હાય” શબ્દ ખરી પડે છે. આ રીતે દુઃખને અને દુઃખની સામગ્રીને ઉપાધિ છે એમ સર્વે જીવો સમજે છે. પરંતુ સુખને અને સુખની સામગ્રીને “આ પણ એક મોટી ઉપાધિ જ છે” એમ જીવો મોહવશ સમજતા નથી. પરંતુ સુખને અને સુખની સામગ્રીને વધારે વધારે મેળવવા પ્રયત્ન કરે છે. તેમાં સુખબુદ્ધિ કરીને લયલીન થવા પ્રયત્ન કરે છે. સુખનો રાગ એટલો બધો વધી જાય છે કે દાન-પુન્યાદિ કોઈ ધર્માનુષ્ઠાન આચરે તો પણ ભવાન્તરમાં દશ ગણું મળશે, પુણ્ય બંધાશે, સ્વર્ગ પ્રાપ્તિ થશે ઈત્યાદિ સાંસારિક સુખની જ આશાઓ અને તમન્ના હૈયામાં રાખે છે અને તેની જ પુષ્ટિ કરે છે. કેટલીકવાર તત્ત્વ નહીં સમજવાના કારણે ધર્મ પણ સંસારસુખ માટે જ કરે છે. પરંતુ “પાપનો ઉદય” જેમ એક પ્રકારનું બંધન છે. તેમ “પુણ્યનો ઉદય” એ પણ પરદ્રવ્યની પરાધીનતા કરાવનાર હોવાથી અને જીવદ્રવ્યની સ્વતંત્રતાનો વિનાશક હોવાથી એક પ્રકારનું બંધન જ છે. એટલું જ નહીં પરંતુ તીવ્ર બંધન છે. કારણ કે પાપનો ઉદય અને તજજન્ય દુઃખ અનિષ્ટ હોવાથી તેનાથી ભયભીત થઈને પણ જીવો દૂર રહે છે. પરંતુ પુણ્યનો ઉદય અને તજ્જન્યસુખ અત્યન્ત પ્રિય હોવાથી બંધનરૂપ લાગતું જ નથી. આ જીવ તેમાં વધુ ને વધુ જકડાવાનું જ ઇચ્છે છે. સુખસામગ્રી વધારવા ઈચ્છે છે. આ સુખ સામગ્રી પણ આસક્તિ કરાવનાર છે. કર્મ બંધાવનાર છે. વિયોગકાળે દુઃખ આપનાર છે એવું જીવને સમજાતું જ નથી. એટલે પુણ્યનો ઉદય જીવને લલચાવનાર અને વધારે ફસાવનાર છે. માટે તીવ્રબંધન છે. શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે કે દુઃખ, દુઃખની સામગ્રી અને પ્રતિકૂળતા આ બધું પાપના ઉદયજન્ય છે. તેથી તેના ઉપર જેમ કેષ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પરિણામ થાય છે. એ જ રીતે સુખ, સુખની સામગ્રી અને અનુકૂળતા આ સર્વ પુણ્યના ઉદયજન્ય છે. તેથી તેના ઉપર રાગપરિણામ થાય છે. આ બન્ને પ્રકારનો ઔદયિકભાવ એ કર્મનું સ્વરૂપ હોવાથી જીવનું સ્વરૂપ જ નથી. તેથી આ બન્ને પ્રકારના થયેલા આત્મપરિણામ એ ઉપાધિરૂપ જ છે આત્માને બાંધનાર છે. એક પ્રકારની જાળરૂપ છે. જીવને જકડી રાખનાર છે. કર્મરાજા રૂપ પરદ્રવ્ય કૃત સામગ્રી છે. પોતાની નથી. તેથી તેના પ્રત્યે થતા રાગ અને દ્વેષના પરિણામો એ નિશ્ચયનયથી ઉપાધિ છે તથા તેના કારણભૂત જે દુ:ખ-સુખની સામગ્રીનો સંયોગ છે એ વ્યવહારનયથી ઉપાધિ છે. આ બન્ને ઉપાધિઓ એ જ અધર્મ છે. પાપ છે. તથા નિશ્ચયનયથી રાગ-દ્વેષના પરિણામરૂપ ઉપાધિનો અને વ્યવહારનયથી દુઃખ-સુખની સામગ્રી રૂપ ઉપાધિનો જેટલા જેટલા અંશે આ જીવ ત્યાગ કરે છે અને ઉપાધિથી દૂર રહીને નિરુપાધિક બને છે તે જ સાચો ધર્મ છે. એટલે જ ગ્રંથકારશ્રી કહે છે કે જેટલા જેટલા અંશે નિરુપાધિકપણું જીવમાં આવે છે તેટલો તેટલો ધર્મ થયો છે એમ જાણવું. ઔદિયકભાવ એ આત્માનું સ્વરૂપ નથી પરંતુ ક્ષાયિકભાવ તથા પોતાના ગુણોમાં પરિણામ પામવા સ્વરૂપ પારિણામિકભાવ આ બે જ ભાવો જીવનું સ્વરૂપ છે અને તેના ઉપાયરૂપે (સાધનભાવપણે) ક્ષાયોપમિક ભાવ, એ પણ વ્યવહારનયથી આત્માનું સ્વરૂપ છે. તેની પ્રાપ્તિ કરવી એ જ યથાર્થ ધર્મ છે. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં કહ્યું છે કેअस्य स्वलक्षणमिदं, धर्मस्य बुधैः सदैव विज्ञेयम् । सर्वागमपरिशुद्धं, यदादिमध्यान्तकल्याणम् ॥ ३-१ ॥ धर्मश्चित्तप्रभवो, यतः क्रियाधिकरणाश्रयकार्यम् । મતવિમેનૈતત્વનું, પુછ્યામિતેષ વિજ્ઞેયઃ ॥ ૩-૨ ॥ रागादयो मलाः खल्वागमे सद्योगतो विगम एषाम् । તત્ત્વ યિાત ડ્વ હિ, પુષ્ટિઃ શુદ્ધિશ્ન ચિત્તસ્ય ॥ ૩-૩॥ Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી ૫૭ અર્થ આત્મધર્મનું આ સ્વલક્ષણ સર્વ આગમોથી પવિત્ર, આદિમાં મધ્યમાં અને અંતે કલ્યાણ કરનારું એવું જ્ઞાની મહાત્માઓ વડે સદાને માટે (એક જ લક્ષણ) કહેવાયું છે. તે ૩-૧ / ઉપાદેયમાં પ્રવૃત્તિ કરવા રૂપ અને હેયમાંથી નિવૃત્તિ કરવા રૂપ ચિત્તમાં થયેલો જે પરિણામ તે જ ધર્મ છે. જે ચિત્તપરિણામ રૂપ ધર્મ છે. તે ધર્મક્રિયાના આધારભૂત એવા શરીરને આશ્રયી કરી શકાય છે. અને રાગાદિ ભાવમલોનો નિગમ થવાથી આ ચિત્તપરિણામ પુષ્ટિશુદ્ધિવાળો બને છે. આ જ ધર્મતત્ત્વ જાણવું // ૩-|| રાગ અને દ્વેષના પરિણામો એ ભાવશત્રુ હોવાથી આત્માના મલ છે (મેલ છે = ભાવમલ છે) આગમશાસ્ત્રોના પરિપૂર્ણ અનુભવ પૂર્વકના પરિપક્વ બોધથી અને આવા પ્રકારના બોધપૂર્વકના ઉત્તમ એવી યોગદશાના સેવનથી આ રાગાદિમલોનો વિગમ (નાશ) થાય છે. તથા રાગાદિ મલોનો થયેલો આ વિગમ જ ધર્મક્રિયાઓ દ્વારા ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ રૂપ બને છે. તે ૩-૩ ચિત્તમાં ઉઠેલા રાગ અને દ્વેષના પરિણામો એ જ ભાવમલ છે અધર્મ છે અને ઉપાધિરૂપ છે. તેનાથી રહિતપણું એટલે કે નિરુપાયિક્તા એ જ સાચો આત્મધર્મ છે. આવા પ્રકારનો આ યથાર્થ આત્મધર્મ અવિરતસમ્યગૃષ્ટિ નામના ચોથા ગુણઠાણાથી અંશે અંશ શરૂ થાય છે. તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં ચૌદમે ગુણઠાણે પણ અઘાતી કર્મોનો ઉદય હોવાથી ઔદયિકભાવ રૂ૫ આંશિક ઉપાધિ ચાલુ છે. સર્વ કર્મોના ક્ષયજન્ય ક્ષાયિકભાવવાળી નિરુપાધિકતા અને માત્ર પોતાના જ ગુણોમાં પરિણામ પામવા સ્વરૂપ પારિણામિકભાવમય નિરુપાધિકતા મુક્તિમાં જ છે અને તે જ સાચું સુખ છે. સાચો ધર્મ છે. ઔપશમિક ભાવ, ઔદયિકભાવ અને ક્ષાયોપથમિકભાવ કર્મસાપેક્ષ હોવાથી એ પણ નિશ્ચયથી ઉપાધિયુક્ત છે. સર્વથા નિરુપાધિકતા તો ક્ષાયિક અને પરિણામિક ભાવમાં જ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત નિપાધિકતા સ્વરૂપ આ આત્મધર્મ ચોથા ગુણઠાણાથી શરૂ થાય છે. મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચતુષ્કના ઉદયરૂપ ઉપાધિ ચાલી જવાથી ચોથું ગુણસ્થાનક આવે છે. અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયરૂપ ઉપાધિ જવાથી પાંચમું ગુણસ્થાનક આવે છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાનાવરણ રૂપ ઉપાધિ જવાથી છઠું, પ્રમાદાત્મક ઉપાધિ જવાથી સાતમું, સમ્યકત્વ મોહનીયના ઉદયજન્ય શંકા, આકાંક્ષા આદિ અતિચારો રૂપ ઉપાધિ જવાથી આઠમું, હાસ્યષકના ઉદય રૂ૫ ઉપાધિ જવાથી નવમું, સંજવલનત્રિક અને વેદત્રિકના ઉદયરૂપ ઉપાધિ જવાથી દસમું, સંજવલન લોભના ઉદયરૂપ ઉપાધિ જવાથી અગિયારમું-બારમું, જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતકર્મોના ઉદયરૂપ ઉપાધિ જવાથી તેરમું, અઘાતી કર્મોની ત્રીસ પ્રકૃતિઓના ઉદય રૂપ ઉપાધિ જવાથી ચૌદમું, અને શેષ અઘાતીના ઉદયરૂપ ઉપાધિ જવાથી સર્વ કર્મોના ઉદયના નાશની સાથે પૂર્ણપણે નિરુપાલિક્તા મુક્તિમાં પ્રગટ થાય છે. આ પ્રમાણે ચોથા ગુણસ્થાનકથી આંશિક નિપાધિકતા રૂપ જે ધર્મતત્ત્વની પ્રાપ્તિ થઈ છે. તે જ ઉત્તરોત્તર પુષ્ટિ-(વૃદ્ધિ) પામતાં અધિક અધિક નિરુપાધિકતાથી જ ઉપરનાં ગુણસ્થાનકો પ્રાપ્ત થતાં ચૌદમે ગુણસ્થાનકે અનાશ્રવભાવ-સર્વસંવરભાવ-શૈલેશીક આવવા છતાં ચાર અઘાતી કર્મોનો ઉદય ચાલુ છે. સર્વથા ઔદથિકભાવ ટળ્યો નથી. જ્યારે આ જીવ દેહનો ત્યાગ કરી એક સમયની સમશ્રેણીથી મોક્ષે જાય છે તે વખતે આ આત્મા સર્વકર્મરહિત, ઔદયિકાદિ ત્રણ ભાવ રહિત, માત્ર સાયિક અને પારિણામિકભાવે પરિણમન પામનાર, શુધ્ધ-બુદ્ધ-નિરંજનનિરાકાર, કેવળ જ્યોતિમય સ્વ-સ્વરૂપમાં જ રમણતા કરનારો બને છે. આ જ પૂર્ણ આત્મધર્મ છે. તે ર-૧૦ || નિરુપાધિક એવા શુદ્ધ આત્મધર્મમાં જ વર્તવાનો ઉપદેશએમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ પરપરિણતિથી રે ધર્મ ન છાંડીએ, નવિ પડીએ ભવકૂપ ને ર-૧૧ / શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૨૧ // Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી ૫૯ ભજી=સેવીએ, છાંડીએ છોડી દઈએ, ભવકૂપસંસારરૂપી કૂવો. ગાથાર્થ= આ પ્રમાણે ધર્મતત્ત્વનું સાચું સ્વરૂપ જાણીને આત્મતત્ત્વની જ્ઞાનદશાને જ નિરંતર સેવીએ, અને આત્મસ્વરૂપમાં મગ્ન થઈને રહીએ, પર-પરિણતિને આધીન થઈને સ્વભાવદશા રૂપ ધર્મ ન ત્યજીએ કે જેથી ભવરૂપી કૂવામાં ન પડીએ. તે ૨-૧૧ / વિવેચન= આ ઢાળની ૧૧ ગાથાઓમાં ધર્મતત્ત્વનું જે સુંદર સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, તે ગીતાર્થ જ્ઞાની એવા સદ્દગુરુ પાસે બરાબર જાણીને નિરંતર જ્ઞાનદશામાં જ રમણતા કરવી. કસ્તુરીની સુગંધ જેમ કસ્તુરીયા મૃગની નાભિથી બહાર નથી, તેમ ધર્મતત્ત્વ પણ આત્મદ્રવ્યથી બહાર (એટલે કે પરદ્રવ્યમાં) નથી. જન્માંધ આત્મા તો દેખતો પુરુષ સમજાવે તેમ હજુ સમજે છે. પરંતુ મિથ્યાદૃષ્ટિ જીવ કદાગ્રહી હોવાથી, કુંઠિત હોવાથી અને અવળી બુદ્ધિને લીધે વક્ર હોવાથી આ વાત સમજતો નથી. અને વિપરીત પ્રરૂપણા કરતો છતો સ્વ અને પર એમ બન્નેનું અહિત કરે છે. તેથી મિથ્યાત્વાંધતાનો દોષ મહા-આકરો છે. જે અંધતા જલ્દી જતી નથી. પરંતુ જ્ઞાની ગીતાર્થ એવા સદ્ગુરુ રૂપી સૂર્યનો જો યોગ થઈ જાય. તો તેઓ પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવીને મોહરૂપી અંધકાર દૂર કરીને આત્માની અંદર જ રહેલ ક્ષાયિકભાવે અનંતજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ રૂપ ધર્મસત્તા દેખાય છે. તે ધર્મસત્તાનાં દર્શન પ્રાપ્ત થતાંની સાથે જ જીવના પોતાના સહજ આનંદનો પાર રહેતો નથી. આત્મદ્રવ્યની પોતાના જ ગુણોમાં રમણતા, સ્વસ્વરૂપમાં જ તન્મયતા, પ્રબળ કષાયોનો અભાવ, પરપરિણતિનો ત્યાગ, નોકર્મ અને દ્રવ્યકર્માદિ જન્ય રાગ-દ્વેષના પરિણામનો ત્યાગ, વિભાવદશાથી સર્વથા મુક્તિ આ સાચું ધર્મતત્ત્વ છે. આવા પ્રકારનું આ ધર્મતત્ત્વ નિજઘરમાં જ (પોતાના આત્મામાં જ) છે. પોતાનો આત્મા જ મેળવી શકે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત મેળવીને પણ આત્માને જ આપવાનું છે. આત્મદ્રવ્યમાં જ આ ધર્મસત્તા રહે છે. એમ છ એ કારકચક્ર સ્વમાં જ સંભવે છે. આત્માની ધર્મસત્તા પરમાં ક્યાંય છે જ નહીં, કર્મોના ઉદયજન્ય સર્વ પરભાવ પરિણમનથી ભાવપૂર્વક અળગા થવાનો મનમાં દૃઢ સંકલ્પ કરીને સમ્યક્તાદિ ગુણોમાં જ રમણતા પ્રાપ્ત કરવી એ જ હિતોપદેશ છે. અપ્રશસ્ત કષાયો જેમ હોય છે તેમ પ્રશસ્ત કષાયો પણ અંતે હેય છે માટે સર્વ પ્રકારના કષાયોથી અલિપ્ત થઈને, સર્વ બાહ્યભાવોથી અલિપ્ત થઈને, કરવાં જ પડે એવાં આહાર-નિહાર-વિહાર આદિ શારીરિક અને સામાજિક કાર્યોને કરવાં, રાચ્યા-માગ્યા વિના કર્તવ્યતા માત્ર સમજીને તે કાર્યો કરવા અને જ્ઞાનદશામાં જ લયલીન રહેવું-અન્ય સમસ્ત પુદ્ગલ દ્રવ્યો તરફથી તથા અન્ય સમસ્ત રાગી-અનુયાયી ભક્તવર્ગોમાંથી પણ ચિત્તને ખેંચી લઈને પ્રીતિ-અપ્રીતિ કર્યા વિના આત્મગુણોના વિકાસમાં જ જોડાઈ જવું. જેનાથી ભવરૂપી કૂવામાં આપણે ન ડૂબીએ. આ જ હિતોપદેશ આ ઢાળમાં સમજાવ્યો છે. || ૨-૧૧ || બીજી ઢાળ સમાપ્ત છેb 96 Page #78 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ત્રીજી જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું ! તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું કે ૩-૧ | આતમ તત્ત્વ વિચારીએ / ૨૨ ગુણઠાણું= ગુણસ્થાનક, ભલું સુંદર,ઉપરનું, તાણ્યું ખેંચવાથી ગાથાર્થ= જ્યાં સુધી આત્મદ્રવ્યનું લક્ષણ (પારમાર્થિક સ્વરૂપ) આ જીવ જાણતો નથી. ત્યાં સુધી ઉપર-ઉપરનું ઉંચું ગુણસ્થાનક તાણવાની (ખેંચવાની) ક્રિયા માત્ર વડે કેમ આવે ? અર્થાત્ ન જ આવે. ને ૩-૧ || - વિવેચન= પ્રત્યેક શરીરમાં એક એક “આત્મા” નામનું સૂક્ષ્મ અને અરૂપી દ્રવ્ય છે. અને સાધારણ વનસ્પતિકાયના શરીરમાં એકએક શરીરમાં અનંત-અનંત આત્મદ્રવ્ય હોય છે. આ સર્વે આત્મા શરીરોમાં રહેલા હોવા છતાં શરીરોથી ભિન્ન અને સ્વતંત્ર પદાર્થ છે. અસંખ્ય પ્રદેશ, અનંતસ્વરૂપી, સૂક્ષ્મ, અતીન્દ્રિય અને સિદ્ધ પરમાત્માની જેમ અનંત અનંત જ્ઞાનાદિ ગુણમય દ્રવ્ય છે. કાદવથી ખરડાયેલા સ્ફટિકની જેમ જો કે સંસારી આત્મા કર્મમલથી ખરડાયેલા છે. છતાં સ્ફટિકની જેમ પોતાની શુદ્ધતાવાળા છે. પોતાની શુદ્ધતા ચાલી જતી નથી. આ આત્મા શુદ્ધ નિશ્ચયનયથી તો જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા છે. અશુદ્ધ નિશ્ચયનયથી રાગાદિ ભાવકર્મોનો કર્તા છે. અને વ્યવહારનયથી ગૃહાદિ પૌદ્ગલિક ભાવોનો તથા દ્રવ્યકર્મોનો કર્તા છે. પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મોના ઉદયથી થયેલું ઔદયિકભાવનું સ્વરૂપ, આ આત્મામાં રાગ-દ્વેષની પરિણતિનું કારણ બનતું હોવાથી બાધક સ્વરૂપ છે. ક્ષયોપશમભાવથી થયેલું ગુણોના આંશિક આવિર્ભાવાત્મક સ્વરૂપ, અને સાયિકભાવથી થયેલું પરિપૂર્ણ ગુણોની પ્રાપ્તિવાળું સ્વરૂપ એ સાધ્ય સ્વરૂપ છે. આ આત્મા દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે. શરીરથી ભિન્નભિન્ન છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આવા પ્રકારનું જૈન આગમગ્રંથોમાં કહેલું આત્માનું યથાર્થ લક્ષણ જ્ઞાની ગીતાર્થ સદ્ગુરુઓ પાસેથી તથા આગમ-શાસ્ત્રોના અભ્યાસથી જ્યાં સુધી જાણ્યું નથી. ત્યાં સુધી અધ્યવસાયોની ભાવપરિણતિ નહી બદલાવાના કારણે ઉપર ઉપરનું ઉંચું ગુણસ્થાનક કેમ આવી શકે ? ઉપર ઉપરનાં ગુણસ્થાનકો એ કંઈ ઘટ-પટ જેવી પૌદ્ગલિક વસ્તુઓ નથી કે દોરડે બાંધીને ખેંચવાથી કે સાંકળે બાંધીને ખેંચવાથી આવી જાય. આ ગુણસ્થાનકો તો આત્માનો શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ ભાવપરિણામ છે તે તો મોહદશા દૂર કરીને આત્મહત્ત્વના શુદ્ધ સ્વરૂપને જાણવાથી અને જાણીને તેને પ્રાપ્ત કરવા માટેનો તે તરફ પ્રયાસ કરવાથી આવે છે. આત્મતત્ત્વના અજાણ જીવો આત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. જેમ હીરા, માણેક, મોતી, સોનું, અને રૂપું આદિ ઝવેરાતની વસ્તુઓના અજાણ પુરુષો હીરા, માણેક આદિ કિંમતી વસ્તુઓની ખરીદ વેચાણ કરી શકતા નથી અને કદાચ ક્યાંયથી મળી જાય તો પણ કાગડાને ઉડાડવામાં ફેંકેલા પત્થરના ટુકડાની માફક સામાન્ય મૂલ્યમાં વેચી નાખે છે. તેમ આત્મતત્ત્વના અજાણ જીવો પૌદ્ગલિક ભાવોના રંગરાગમાં રચ્યા પચ્યા રહ્યા હતા તેમાં જ સુખબુદ્ધિ કરીને નરભવ હારી જાય છે. કિંમતી મળેલી આ સામગ્રી નિરર્થક ગુમાવી બેસે છે. માટે આત્મદ્રવ્ય, તેનાં લક્ષણો અને તેની પ્રાપ્તિના ઉપાયો આત્માર્થી આત્માઓએ અવશ્ય જાણવા જોઈએ અને તે તરફ આદરમાન કરીને તેને મેળવવા સાવધાન બનવું જોઈએ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतः । यत्तदात्मक एवैष, शरीरमधितिष्ठति ॥ १ ॥ आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् य आत्मनि । તવ તસ્ય ચારિત્ર, તારં ત તનમ્ | ૨ || Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૩ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી અર્થ- આ આત્મા જ જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ છે. અથવા આ ત્રણ ગુણોમય એવો આત્મા જ શરીરમાં વર્તે છે. || ૧ | જે આત્મા પોતાના આત્મામાં રહેલા આત્માને (આત્મ-સ્વરૂપને) પોતાના જ આત્માથી જાણે છે તે જ તેનું ઉત્તમ ચારિત્ર છે. તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. તે ૨ આ પ્રમાણે “આત્મતત્ત્વ” ને યથાર્થપણે જાણવું, સદહવું, અને આચરવું અત્યન્ત આવશ્યક છે. જો જાણે તો જ તેના ઉપર લાગેલાં કર્મો અને કર્મોદયજન્ય વિભાવદશા દૂર કરવા આ જીવ પ્રયત્નશીલ બને. અન્યથા પરભાવોને જ પોતાનું સ્વરૂપ માની તેમાં મોહબ્ધ થયો છતો, તેની જ આળપંપાળમાં રચ્યો પચ્યો રહ્યો છતો, ઈનિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિવાળો થયો છતો, નવાં નવાં કર્મો બાંધીને ભવમાં રખડે છે. તે ૩-૧|| આત્મતત્ત્વનું યથાર્થ જ્ઞાન જ ભવદુઃખ ટાળનાર છે તે સમજાવે છેઆતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ | આતમ શાને તે ટળે, એમ મન સદહીએ | ૩-૨ | આતમ તત્ત્વ વિચારીએ | ૨૩ ! ગાથાર્થ= “આત્મતત્ત્વ” ની અજ્ઞાનતાથી આ જીવને સંસારમાં જે જે દુઃખો આવ્યાં છે. અને આવે છે, તે સર્વે દુઃખો “આત્મતત્ત્વના જ્ઞાનથી” દૂર થઈ જાય છે. એમ મનમાં અવશ્ય શ્રદ્ધા કરવી. || -૨ // વિવેચન= અનાદિકાળથી જીવો ચાર ગતિરૂપ સંસારમાં ભટકે છે. તેનું મૂળ કારણ પોતાના આત્માને યથાર્થપણે ઓળખ્યો નથી- એ જ છે. આત્મતત્વની અજ્ઞાનતાથી મોહબ્ધ થયેલા જીવો ઘણાં પાપો કરે છે અથવા ક્યારેક ધર્મકરણી કરે છે, પરંતુ તે પણ ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞાએ કરે છે. તેથી મોહરાજાની પરાધીનતામાંથી અને જન્મ-જરામરણાદિ અનંત દુઃખોથી આ જીવ બચી શકતો નથી. આ દુઃખોમાંથી જો જીવને છોડાવવો હોય તો સમ્યકત્વાદિ ગુણોમય આ આત્મતત્ત્વ છે એમ ઓળખવું જ પડશે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને Page #81 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આસ્તિકતા એમ પાંચ અને વિશેષ ભેદ સ્વરૂપે ૬૭ બોલવાળા સમ્યક્ત્વગુણને પ્રાપ્ત કરીને યથાતથ્યપણે આત્મતત્ત્વનું જ્ઞાન મેળવવું જ પડશે. અજ્ઞાનતા એ ભવદુઃખનું મૂળ કારણ છે અને જ્ઞાનદશા એ ભવદુઃખના નાશનું પ્રધાન કારણ છે. તે આ પ્રમાણે ૬૪ આ શરીર એ પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ પરમાણુઓનું બનેલું છે. ચૈતન્ય રહિત છે. આ ભવમાં આવ્યા પછી બનાવ્યું છે. અને ભવ પૂર્ણ થતાં અહીં જ રહી જવાનું છે. તેથી શરીરથી આત્મા અને આત્માથી શરીર ભિન્ન પદાર્થો છે. હવે જો શરીર જ ભિન્ન છે. તો તે શરીરથી ઉત્પન્ન થયેલા પુત્રાદિ પરિવાર, ધનાદિ સંપત્તિ અને મિત્રાદિ પરિવાર તો આત્માથી ભિન્ન જ હોય એ વાત સમજાય તેમ છે. છતાં આત્મતત્ત્વનો અજ્ઞાની આ જીવ અજ્ઞાનની પરવશતાથી શરીર એ જ હું અને હું એ જ શરીર એમ સર્વત્ર અભેદ માની લે છે. તેથી શરીરના દુઃખે દુઃખી થાય છે. શરીરમાં રોગ આવ્યો, કાંટો વાગ્યો, પત્થર વાગ્યો, કોઈએ ચપ્પુ-છરી મારી, શરીર થાક્યું, અથવા કદરૂપતાવાળું બન્યું, ઈત્યાદિ શારીરિક દુઃખો આવતાં પોતાના માથે જાણે આભ તુટી પડ્યું હોય એમ માની આ જીવ દુ:ખી-દુ:ખી થઈ જાય છે. શરીરની સાથેની અભેદબુદ્ધિથી આ જીવ દુઃખી-દુઃખી થાય છે. એવી જ રીતે પરિવાર, ધનસંપત્તિ, મિત્રમંડળી આ સર્વે પણ આત્મદ્રવ્યથી ભિન્ન દ્રવ્યો છે. ઉપરોક્ત દ્રવ્યોમાંનું કોઈ પણ દ્રવ્ય આ જીવ પરભવથી સાથે લાવ્યો નથી. પરભવમાં સાથે લઇ જવાનો નથી, જીવનાં છે જ નહીં, મોહના વશથી મારાં છે એમ માની લીધું છે. એટલે જ તેની વૃદ્ધિમાં હર્ષ, સુખબુદ્ધિ, અભિમાનાદિ થાય છે અને તેની હાનિમાં શોક, દુઃખ, બુદ્ધિ અને ભયભીતતા આદિ ભાવો થાય છે. આ રીતે આત્મતત્ત્વનું અજ્ઞાન એ દુઃખનું કારણ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કેआत्माऽज्ञानं हि विदुषामात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैस्तत्तु न शम्यते ॥ १ ॥ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી આત્મતત્ત્વનું અજ્ઞાન (એટલે કે પુદ્ગલદ્રવ્યોમાં અને પોતાના સિવાયના અન્ય જીવદ્રવ્યોમાં થયેલો મારાપણાનો ભ્રમ = મમત્વબુદ્ધિ અભેદબુદ્ધિ) તથા તેનાથી થયેલી રાગ-દ્વેષાદિની કાષાયિક પરિણતિ જીવને અપાર દુઃખ આપે છે. આકુલવ્યાકુલ કરે છે. બેબાકળો બનાવે છે. હાયવોયમાં અને શોકની ગર્તામાં નાખે છે. આ બધું જ દુઃખ વિદ્વાન પુરુષોને “આત્મજ્ઞાન” વડે એટલે ભેદજ્ઞાન વડે નાશ પામે છે. આત્મતત્ત્વના વિજ્ઞાનથી રહિત પુરુષો ગમે તેટલાં તપ આદિ ધર્માનુષ્ઠાનો કરે તો પણ તે દુ:ખ નાશ પામતું નથી. = આડોશ-પાડોશમાં રહેતા બે કુટુંબોમાં ઔપચારિક મિલન હોય છે. પરંતુ મમતા હોતી નથી, તેથી એકના સંયોગ-વિયોગે બીજાં કુટુંબ બહુ સુખી-દુ:ખી થતું નથી. તેવી જ રીતે પોતાના શરીરાદિનું આત્મા સાથે ઔપચારિક મિલન માત્ર જ થયું છે. વિયોગ અવશ્ય થવાનો જ છે. કાયમ કંઈ રહેવાનું જ નથી. આ શરીરદિ જીવનું પોતાનું કંઈ છે જ નહીં. આવું સમજનારા જ્ઞાનીને સંયોગ-વિયોગે બહુ સુખ-દુઃખ થતું નથી. અહીં ગજસુકુમાલ મુનિ, ખંધકમુનિના શિષ્યો, અને નમિરાજર્ષિનાં ઉદાહરણો સમજવાં. સંવેગરંગશાળામાં પણ કહ્યું છે કે ते धन्ना सुकयत्था, जेसिं नियतत्तबोहरुई जाया । ને તત્તવોમોર્ફ, તે પુના સન્નમન્ત્રાળ ॥ ૧ ॥ जेसिं निम्मलनाणं, जायं तत्तसहावभोइत्तं । તે પરમતત્તસુદી, તેસિં નામ પિ સુદુર્ં ॥ ૨ ॥ તે મહાત્મા પુરુષો ધન્ય છે. કૃતપુણ્ય છે. કૃતાર્થ છે. કે જેઓને નિયતત્ત= પોતાના આત્મતત્ત્વની રુચિ પ્રગટ થઈ છે. તેઓ જ આત્મતત્ત્વના જ્ઞાનનો અનુભવ કરનારા છે અને સર્વ ભવ્યજીવોને પૂજનીય છે. ॥ ૧ ॥ આત્મતત્ત્વના શુદ્ધસ્વભાવનો અનુભવ કરાવનારું નિર્મળ જ્ઞાન જેઓને પ્રગટ થયું છે. તે જ મહાત્માઓ પરમ એવું જે તત્ત્વ છે તેના સુખને ભોગવનારા બને છે. અને આ સંસારમાં તેઓનું જ નામ શ્રેયસ્કર છે. ॥ ૨ ॥ પ Page #83 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ પ્રમાણે “આત્મતત્ત્વનું અજ્ઞાન” એ ભવદુઃખનું કારણ છે. અને ‘‘આત્મતત્ત્વનું જ્ઞાન” એ ભવદુઃખના નાશનું કારણ છે. II ૩-૨ ॥ ઉત્કૃષ્ટ એવી જે જ્ઞાનદશા છે. તે જ ચારિત્ર છે. અને તે જ સંવર છે. એવી વાત ગ્રંથકારશ્રી સમજાવે છે ૬૬ જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો । નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો ॥ ૩-૩ || આતમતત્ત્વ વિચારીએ ॥ ૨૪ ॥ આકરી= ઉત્કૃષ્ટ, નિર્વિકલ્પ= મોહના વિચારો વિનાના, ચારો આગમન. ગાથાર્થ= ઉત્કૃષ્ટ એવી જે જ્ઞાનદશા છે. તે જ ચારિત્ર છે. મોહરહિત જ્ઞાનદશાના ઉપયોગમાં વર્તનારા જીવને કર્મોનું આગમન સંભવતું નથી. || ૩-૩ || વિવેચન= સંસારમાં રહેલાં સર્વે પુદ્ગલ દ્રવ્યો અને સર્વે જીવ દ્રવ્યો (કે જેમાં પોતાનું શરીર, પરિવાર, ધન-કંચનની સંપત્તિ પણ આવી જાય છે. એવાં સર્વે પુદ્ગલો અને જીવો) એ મારાં નથી. હું એનો નથી, મારાથી તે સર્વે ભિન્ન દ્રવ્યો છે. હું પણ તે સર્વેથી ભિન્ન દ્રવ્ય છું. મારા ગુણધર્મો જુદા છે. તેઓના ગુણધર્મો જુદા છે. આ પરપદાર્થો આજે મારી સાથે છે. કાલે ન પણ હોય, અને આજે જે મારી સાથે ન હોય, તેનો સહવાસ કાલે થાય પણ ખરો. તેથી વૃક્ષની શાખા ઉપર ભેગાં થયેલાં પક્ષીઓના મેળા જેવો જ આ સંસાર છે. માટે મારે તે સર્વે ઉપરથી મારાપણાની મોહાત્મકબુદ્ધિ ત્યજી દેવી જોઈએ. ‘“મારાપણાની બુદ્ધિથી’ ખેંચાવું જોઈએ નહીં. આ પ્રમાણે પોતાના આત્મા સિવાયના સચેતન અને અચેતન એવા સર્વે પર પદાર્થોને પર સમજીને તેની આસક્તિના ત્યાગપૂર્વક તેનો ત્યાગ કરવાની, તેનાથી દૂર રહેવાની જે આત્મપરિણતિ છે. એ “પ્રત્યાખ્યાન પરિક્ષા” કહેવાય છે. વારંવાર આવાં શાસ્ત્રોના દોહનથી Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી અને જ્ઞાની, ગીતાર્થ, સંવેગ પાક્ષિક સગુરુઓના સંપર્કથી આ જીવમાં પરપદાર્થોથી અલિપ્ત રહેવાની ઉત્કૃષ્ટ જ્ઞાનદશા જ્યારે જાગે છે. ત્યારે તે સર્વે પરપદાર્થોના ત્યાગની, તથા તે પ્રત્યેની મૂર્છાના ત્યાગની પરિણતિ આ જીવમાં સહેજે સહેજે આવી જ જાય છે. વાસ્તવિકપણે આ જ ચારિત્ર છે. “પરભાવની પરિણતિનો ત્યાગ એ જ પારમાર્થિક ચારિત્ર છે ” આવા પ્રકારના જ્ઞાનપૂર્વકનું પરભાવની પરિણતિના ત્યાગવાળું ચારિત્ર આત્મામાં આવવાથી પરપદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિકલ્પો, તેનાથી થનારા હર્ષ-શોકના વિકલ્પો, અને તેનાથી થનારા સુખદુ:ખના માનસિક વિકલ્પો મનમાં ઉઠતા જ નથી. આત્મા પોતે મોહના વિકારો રહિત નિર્મળ આત્મતત્ત્વના જ્ઞાનના ઉપયોગમાં જ વર્તે છે. બાહ્યભાવના વિકારો આવતા જ નથી. તેથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કે કષાયાદિ. રૂપ કર્મબંધના હેતુઓ પેદા થતા નથી અને તે કારણથી નવા નવા કર્મ બંધો પણ આ જીવને બંધાતા નથી, તેથી સહેજે સહેજે આ જીવ સંવરભાવમાં વૃદ્ધિ પામે છે. એટલે જ ગાથામાં કહ્યું છે કે નિર્વિકલ્પ (મોહના વિકલ્પો વિનાના) શુદ્ધ એવા જ્ઞાનોપયોગમાં વર્તનારા જીવને કર્મનો ચારો (કર્મોનું આવવું) સંભવતું નથી. જ્ઞાનસાર અષ્ટકમાં પણ પૂ. ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે કેनिर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । તવેવ જ્ઞાનમુઈ, નિર્બન્યો નાસ્તિ મૂસા | પ-૨ વારંવાર માત્ર એક નિર્વાણપદની (શુદ્ધ, નિર્મળ એવા આત્મ સ્વરૂપની સાથે જ આત્માની એક્તા, પરંતુ અન્યની સાથે એકતાનો અભાવ, આવા પ્રકારના જ્ઞાનની) ભાવના ભવાય તો તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. વધારે શાસ્ત્રજ્ઞાનનો આગ્રહ રાખવાની જરૂર નથી. જે જ્ઞાનદશા મોહને હણે છે. તે જ્ઞાનદશા જ આત્મા માટે ઉત્કૃષ્ટ દશા છે. તે જ સચ્ચારિત્ર રૂપ છે સંવરાત્મક છે. જે જ્ઞાનદશા મોહને ન હણે તે જ્ઞાન નવ પૂર્વાદિ સુધીનું હોય તો પણ તે પારમાર્થિક દૃષ્ટિએ જ્ઞાન જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે Page #85 -------------------------------------------------------------------------- ________________ ६८ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત तद् ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ જે જ્ઞાન આવે છતે રાગ-દ્વેષાદિ શત્રુગણ રહેતા હોય (ટકતા હોય) તો તે જ્ઞાન એ જ્ઞાન જ ન કહેવાય. સૂર્યનાં કિરણોની આગળ અંધકારની રહેવાની શક્તિ શું સંભવતી હશે ? અર્થાત્ ન જ હોય. તેમ જ્યાં સમ્યગૂજ્ઞાન હોય ત્યાં રાગાદિ ન હોય, અને જ્યાં રાગાદિગણ હોય ત્યાં સાચું જ્ઞાન ન હોય. જ્ઞાનસાર અષ્ટકમાં પણ કહ્યું છે કે स्वभावलाभसंस्कार-कारणं ज्ञानमिष्यते । ध्यान्ध्यमात्रमतस्त्वन्यदिति चोक्तं महात्मना । જે જ્ઞાન આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણ બને છે. તે જ જ્ઞાન એ જ્ઞાન કહેવાય છે. એનાથી બાકીનું બધું જ્ઞાન એટલે કે મોહયુક્ત જ્ઞાન અથવા મોહ વધારે એવું જ્ઞાન એ બુદ્ધિનું અંધપણું અર્થાત્ દેવાળું જ માત્ર છે. એમ મહાત્મા પુરુષોએ કહ્યું છે. જે આ પ્રમાણે આત્મતત્ત્વનું જે ઉત્કૃષ્ટ જ્ઞાન એ જ ચારિત્ર છે. એ જ સંવર છે. અને એ જ મોહના નાશનું પ્રબળ સાધન છે. જે ૩-૩ / આ બાબતમાં ભગવતીસૂત્રની સાક્ષી આપે છેભગવાઈ અંગે ભાખિઓ, સામાયિક અર્થ સામાયિક પણ આતમા, ધરો સુધો અર્થ છે ૩-૪ || આતમતત્ત્વ વિચારીએ તે ૨૫ / ભગવઈ= ભગવતી સૂત્ર, સુધો અર્થ= શુદ્ધ અર્થ, સ્પષ્ટ અર્થ, ભાખીઓ= કહ્યો. ગાથાર્થ= ભગવતી નામના પાંચમા અંગમાં “આત્મા એ જ સામાયિક છે” એમ સ્પષ્ટ કહ્યું છે. આવા શુદ્ધ અર્થને મનમાં ધારણ કરો. || ૩-૪ || Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ૬૯ વિવેચન= ભગવતી સૂત્રમાં પણ આ જ વાત અત્યન્ત સ્પષ્ટ-પણે કહી છે તે આ પ્રમાણે છે - “માયા સાફા, માથા સામયિલ્સ ”= આત્મા એ જ સામાયિક છે. આત્મા એ જ સામાયિકનો અર્થ છે. સારાંશ કે સમભાવમાં વર્તવું એ જ સાચું સામાયિકચારિત્ર છે. જે જે આત્માઓ પરદ્રવ્યોને પોતાનાં માને છે તે તે જીવો ઈષ્ટાનિષ્ટના સંયોગવિયોગમાં સમભાવ રાખી શક્તા નથી. પરદ્રવ્યોના સંયોગ-વિયોગે હર્ષ અને શોકાદિમાં ડુબી જાય છે. તેથી પરભાવ-પરિણતિનો જે ત્યાગ કરે છે. તે જ આત્મા સમભાવમાં વર્તી શકે છે. અને તેથી તે જ આત્મા સામાયિકમય બને છે. સમભાવમય બને છે. આત્મામાં રાગ-દ્વેષાદિ પરિણામોનો અભાવ થવો, પરપરિણતિનો ત્યાગ થવો, અને તેથી આકુળ-વ્યાકુળતા તથા અસ્થિરતાનો ત્યાગ થવો, સમભાવમાં વર્તવું એ જ સામાયિકચારિત્ર છે આવા પ્રકારના ભાવવાળો જે આત્મા, તે આત્મા જ સામાયિક છે. માતા-પિતા આદિ પરિવારનો ત્યાગ, ધન, કંચનનો ત્યાગ, વસ્ત્રપાત્રાદિનો ત્યાગ, સાંસારિક નામ, સાંસારિક વેશભૂષા અને કેશાદિનો ત્યાગ, આ સર્વ પ્રક્રિયા દીક્ષા લેતી વખતે જે કરાય છે તે સર્વે “પદ્રવ્યનો ત્યાગ છે” કે જે પર-પરિણતિના ત્યાગનું મૂળ કારણ બનવાનો સંભવ છે. આવા પ્રકારના બાહ્ય ત્યાગ દ્વારા પરદ્રવ્યો પ્રત્યેની મૂછ-મમતાના ત્યાગ-સ્વરૂપ પરપરિણતિનો ત્યાગ કરવો એ ભાવચારિત્ર કહેવાય છે અને તે ભાવ ચારિત્રના કારણરૂપે પરદ્રવ્યનો ત્યાગ કરવો એ દ્રવ્યચારિત્ર છે. દ્રવ્ય ચારિત્રને ચારિત્ર જ તો કહેવાય કે જો તે ભાવચારિત્રનું કારણ બને, અન્યથા સર્પ જેમ કાંચળી ઉતારે તેથી તે સર્પ નિર્વિષ થતો નથી. તેમ દ્રવ્યત્યાગ માત્રથી જીવ પારમાર્થિક ચારિત્રવાન બનતો નથી. અસંખ્યવાર રૈવેયકમાં જીવોનો ઉત્પાદ શાસ્ત્રોમાં કહ્યો છે. અને તે દ્રવ્યત્યાગ રૂપ દ્રવ્યચારિત્રથી જ શક્ય બન્યો છે. છતાં શાસ્ત્રમાં ૧ થી ૪ ગુણસ્થાનકોમાં વર્તનારા દ્રવ્યત્યાગીને અવિરત જ કહ્યા છે. તેથી દ્રવ્યચારિત્ર પણ તે જ કહેવાય છે કે જે ભાવચારિત્રનું કારણ બને. પર પદાર્થોનો ત્યાગ એ દ્રવ્યચારિત્ર છે અને પરપદાર્થો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ રૂપ પરિણતિનો Page #87 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ત્યાગ કરવો એ ભાવ ચારિત્ર છે. એક કારણ છે, બીજું કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને દ્રવ્યચારિત્રને ચારિત્ર કહેવામાં આવ્યું છે. ઉપચાર (આરોપ) ક્યાં કરાય ? જ્યાં મુખ્ય વસ્તુનો સંભવ હોય ત્યાં ઉપચાર કરાય, રાજાના પુત્રને રાજા કહેવાય, શેઠના પુત્રને શેઠ કહેવાય. કારણકે કાળાન્તરે અનુક્રમે તે રાજા અને શેઠ બનશે તેવો સંભવ છે. અથવા કોઈક સ્થાને મુખ્યવસ્તુ હોય તો અન્યસ્થાને તેનો સંબંધ બતાવવા માટે ઉપચાર કરાય છે. જેમ સાચી નદી જ્યાં હોય છે ત્યાં તેના કાંઠાના ભાગને પણ નદી કહેવાય છે. વરસાદના પાણીથી ધાન્ય પાકતાં સારા ધંધા ચાલતાં લોકોના ઘરમાં ધન આવે છે તેથી “સોનું વરસે છે” એમ ઉપચાર કરાય છે. સાચો સિંહ જંગલોમાં છે તો જ તેના પુતળામાં સિંહનો ઉપચાર કરાય છે. તેવી રીતે દ્રવ્યચારિત્ર ભાવચારિત્રની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. માટે દ્રવ્યચારિત્રને ચારિત્ર કહેવાય છે. જો તે દ્રવ્યચારિત્ર ભાવચારિત્ર લાવનાર ન બને તો તે અવિરતિ જ છે. એમ જાણવું. પરપદાર્થોનો ત્યાગ એ દ્રવ્યચારિત્ર છે. અને પરપદાર્થો પ્રત્યેના પ્રીતિ-અપ્રીતિ રૂપ સંબંધોનો ત્યાગ એ ભાવચારિત્ર છે. ભાવચારિત્ર પૂર્વકનું દ્રવ્યચારિત્ર કર્મક્ષયનો હેતુ બનવા દ્વારા મુક્તિપદનો હેતુ બને છે. અને ભાવચારિત્ર વિનાનું દ્રવ્ય ચારિત્ર સદાચારી જીવન હોવાથી પુણ્યબંધનો હેતુ બનવા દ્વારા દેવગતિ આદિનો હેતુ બને છે. આ કારણથી ઉત્તમ આત્માઓ પરદ્રવ્યોના ત્યાગ માત્રથી પુષ્ટિ (આનંદ) પામતા નથી પર પરિણતિના ત્યાગ પૂર્વકની સ્વભાવદશાની પ્રાપ્તિથી પુષ્ટિ (આનંદ) પામે છે. જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना । પરતૃપિસમારોકો, જ્ઞાનિનસ્તન યુથો ૧૦-૫ પુદ્ગલોના પરસ્પર મળવાથી પુદ્ગલો વૃમિને-પુષ્ટિને પામે છે સ્કંધો બને છે. પરંતુ આત્મા તો આત્મભાવ વડે જ (પોતાના ગુણોના Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી આવિર્ભાવ રૂપ સ્વદશાની પ્રાપ્તિ વડે જ) પુષ્ટિક આનંદ પામે છે. પરદ્રવ્યોની પ્રાપ્તિ દ્વારા તૃમિ માનવાનો ભ્રમ જ્ઞાની આત્માને શોભતો નથી. જો પરદ્રવ્યો સાથે પ્રીતિ થાય તો તે પ્રીતિ પરદ્રવ્યોની પ્રાપ્તિમાં હર્ષ-ઉત્સાહ અને આનંદ આદિ-વિકારો કરાવે છે. અને અપ્રાપ્તિમાં (અથવા વિયોગમાં) શોક-ઉદાસીનતા અને આકુળ-વ્યાકુળતાના વિકારો કરાવે છે. અનિષ્ટ વસ્તુઓના સંયોગ અને વિયોગમાં તેનાથી ઉલટા વિકારો થાય છે. તેથી આ આત્મા સમભાવમાં રહી શકતો નથી. તેથી પદ્રવ્યો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ ત્યજવા રૂપ જે ભાવપરિણતિ છે તે જ સામાયિક છે. આ જ સામાયિકનો અર્થ છે. જે જ્ઞાની આત્મા હોય છે. તે જ આવા પરિણામવાળો બને છે. પરંતુ અજ્ઞાની આત્મા આવા પરિણામવાળો બનતો નથી. તેથી આવા પ્રકારના નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગવાળો જે આત્મા છે તે જ સામાયિક છે. આવું ભગવતીસૂત્રમાં જણાવેલ છે. ગુણી એવા આત્માને સમતાભાવાદિ ગુણોથી જો અભિન્ન સમજીએ તો શુદ્ધાત્મસ્વરૂપી એવો આ આત્મા જ સામાયિક કહેવાય છે. તે સામાયિક નિશ્ચયનયથી એક જ પ્રકારનું છે. પરંતુ ભેદગ્રાહક વ્યવહારની દૃષ્ટિએ ચાર પ્રકારે જણાવેલ છે. (૧) વીતરાગ પરમાત્મા કથિત તત્ત્વો ઉપર યથાર્થ અવિરુદ્ધપણે શ્રદ્ધા કરવી, રુચિ કરવી, પ્રીતિ કરવી તે સમ્યકત્વ સામાયિક. (૨) વીતરાગ પ્રણીત તત્ત્વોનો અભ્યાસ કરવો તે શ્રુતસામાયિક. (૩) વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર આશ્રવોનો અંશથી ત્યાગ કરવો તે દેશવિરતિ સામાયિક. (૪) વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર આશ્રવોનો સર્વથા ત્યાગ કરવો તે સર્વવિરતિ સામાયિક. આ બાબતમાં ગ્રંથકારશ્રી લોકસાર અધ્યયનની સાક્ષી આપે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત લોકસાર અધ્યયનમાં, સમકિત મુનિ ભાવે ! મુનિ ભાવ જ સમક્તિ કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે . ૩-૫ / આતમ તત્ત્વ વિચારીએ ર૬ | મુનિભાવ= મૌનપણું, નિજ= પોતાના, શુદ્ધસ્વભાવે= શુદ્ધસ્વભાવમાં. ગાથાર્થ= લોકસાર નામના અધ્યયનમાં કહ્યું છે કે આ જીવ પોતાના શુદ્ધ સ્વભાવમાં વર્તે તો તે જ સમ્યકત્વ છે. અને સમ્યકત્વ એ જ મુનિભાવ છે. તથા મુનિભાવ એ જ સમ્યત્વ જાણવું. . ૩-૫ / વિવેચન= આચારાંગ નામના પ્રથમ અંગના પાંચમા અધ્યયનના ત્રીજા ઉદેશામાં જણાવ્યું છે કે जं सम्मं ति पासह, तं मोणं ति पासह । નં મોઇ તિ પાસ૬, તે સમે તિ પાસદ | ૧ || અર્થ આત્મામાં તમે જે સમ્યકત્વ ગુણને દેખો છો તે જ મૌન (મુનિપણું) છે એમ જાણો, તથા આત્મામાં જે મૌન ભાવ તમે દેખો છો તે જ સમ્યકત્વ છે એમ દેખો. સારાંશ આ પ્રમાણે છે- “મન” શબ્દ “બોલવું નહીં” એવા અર્થમાં પ્રસિધ્ધ છે. પરંતુ તે અર્થ અહીં લેવાનો નથી. તથા મુનિભાવ એટલે સાધુપણું (સાધુતા) એ અર્થ પ્રસિધ્ધ છે તે અર્થ પણ અહીં લેવાનો નથી પરંતુ અહીં નીચે મુજબનો અર્થ લેવાનો છે. જેમ બોલવાથી અટકવું (વિરામ પામવો) તેને વ્યવહારમાં મૌન કહેવાય છે. તેમ બાહ્ય ભાવોથી વિરામ પામવો, બહિરાત્મભાવ ત્યજવો, પર એવાં સર્વે સચેતન-અચેતન દ્રવ્યો પ્રત્યેથી પ્રીતિ-અપ્રીતિ ઉઠાવી લેવી, સાંસારિક સુખોથી નિર્વેદી બનવું, માત્ર સર્વથા શુદ્ધ આત્મસ્વરૂપના (મુક્તિમાત્રના) જ અભિલાષી બનવું. તેનું નામ મૌન કહેવાય છે. આવા પ્રકારનું મૌન એ જ સમ્યકત્વ છે. અને આવા પ્રકારનું સમ્યકત્વ એ જ મૌન છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ગાથા ૨૪માં ઉત્કૃષ્ટ જ્ઞાનદશાને ચારિત્ર કહ્યું છે. અને આ ગાથામાં ઉત્કૃષ્ટજ્ઞાનદશાને સમ્યકત્વ કહ્યું છે. એમ સમજાવીને નિજ શુદ્ધસ્વભાવમાં વર્તવું, નિર્વિકલ્પ (મોહના વિકારો વિનાના) ઉપયોગમાં વર્તવું એ જ ચારિત્ર છે. અને એજ સમ્યકત્વ છે. એમ અભેદનયની દૃષ્ટિએ જ્ઞાન એ જ ચારિત્રાત્મક છે. અને સમ્યકત્વાત્મક છે. આ પ્રમાણે હોવાથી સમ્યગ્દષ્ટિ આત્મા સાંસારિક ઇન્દ્રિયજન્ય પૌદ્ગલિક સુખનો અભિલાષી હોતો નથી. પરંતુ અવિરતિ ભાવવાળા ચારિત્રમોહનીય કર્મના ઉદયથી સાંસારિક કાર્યોમાં વર્તતો હોય છે. તેથી સાંસારિક સુખોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં થનારા રાગષના પરિણામો રૂપી જે ગ્રંથિ છે. તેને ભેદવાવાળો હોવાથી આત્મશુદ્ધિનો અર્થી હોય છે. પરંતુ સુખનો અર્થી હોતો નથી. અને તેનાથી અન્યથા ભાવવાળા મિથ્યાત્વી આત્માઓ ક્ષણિક અને ઉપચરિત એવા પૌગલિક સુખ-દુ:ખમાં જ અતિશય મુગ્ધ હોય છે. સતત તેમાં જ રચ્યાપચ્યા વર્તે છે. જ્ઞાનસાર અષ્ટકમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે मन्यते यो जगत्तत्वं, स मुनिः परिकीर्तितः । સંખ્યત્ત્વમેવ તમૌન, નૌન સંખ્યત્વમેવ વા | ૧૩-૧ | જે મહાત્મા પુરુષ જગતના તત્ત્વને સ્વ-પરના વિવેકપૂર્વક યથાર્થપણે જાણે છે તે જ મુનિ કહેવાય છે. સમ્યકત્વ એ જ મુનિપણું છે. અને મુનિપણું એ જ સમ્યકત્વ છે. આ જ શ્લોકના દ્રવ્યાનુયોગના પ્રખરઅભ્યાસી શ્રી દેવચંદ્રજી મહારાજશ્રીએ પોતાની ટીકામાં લખ્યું છે કે मुनेः निर्ग्रन्थस्य इदं मौनं, एवेति निर्धारणे, तत् सम्यक्त्वं, यत् यथा ज्ञातं तथा कृतमिति, तत्सम्यक्त्वं एव मुनित्वं सम्यक्त्वं वा, पुनः सम्यक्त्वं एव मौनं निर्ग्रन्थत्वम् ॥ આ પાઠોથી સ્પષ્ટ સમજાય છે કે સ્વ-પરના વિવેકપૂર્વક પોતાના આત્મસ્વરૂપને (આત્માના ક્ષાયોપથમિક અને ક્ષાયિકભાવોના ગુણોને) જ સ્વરૂપ માની તેમાં જ પારિણામિક ભાવે પરિણામ પામવું અને ઔદયિક ભાવથી પ્રાપ્ત થતા સુખ-દુઃખાદિના પ્રસંગો, એ પરસ્વરૂપ છે એમ સમજીને Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જેવું જાણ્યું છે તેવું જ આચરણમાં લાવીને દુનિયાના ભાવોથી પર રહેવું એ જ સમ્યકત્વ છે. એ જ મૌન છે. અને એ જ મુનિપણું છે. મોહના વિકલ્પો ત્યજીને નિર્વિકલ્પ એવી શુદ્ધ જ્ઞાનદશામાં વર્તવું એ જ ચારિત્ર છે. અને એ જ કલ્યાણ કરનાર તત્ત્વ છે. તે ૩-૫ | જ્ઞાનદશાની લીનતા વિના કષ્ટકારી પાળેલું ચારિત્ર પણ કર્મક્ષય માટે સમર્થ બનતું નથી. તે હવે સમજાવે છે. કષ્ટ કરો સંયમ ધરો, ગાળો નિજ દેહ / જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખનો છેહ . ૩-૬ || આતમ તત્ત્વ વિચારીએ ૨૭ | કષ્ટ= દુઃખ, નિજ= પોતાનો, ગાળો= ઓગાળો, ઉતારો, દેહ= શરીર, છેહ= છેડો, નાશ. ગાથાર્થ= દુઃખો સહન કરો, કષ્ટકારી સંયમ ભલે પાળો, પોતાના શરીરને ભલે ઓગાળો (ઉતારો), પરંતુ સ્વતત્ત્વ-પરતત્ત્વના વિવેકવાળી જ્ઞાનદશા વિના કર્મોનો (અને તદુદય-જન્ય દુઃખોનો) ઉચ્છેદ થતો નથી. ૩-૬ કે. વિવેચન= સ્વતત્ત્વ અને પરતત્ત્વના ભેદયુક્ત વિવેકવાળો સમ્યકત્વ ગુણ પ્રાપ્ત કર્યા વિના આત્માને સમ્યજ્ઞાન થતું નથી. એટલે કે આત્માર્થ સાધવાની બુદ્ધિ થતી નથી. તેમ છતાં મોહાલ્વ જીવો સાંસારિક સુખ મેળવવાની બુધ્ધિથી જે જે પ્રકારની ષ્ટકારી તપ અને વિહાર આદિ ધર્મક્રિયાઓ કરે છે. સમિતિ, ગુપ્તિ આચરવા રૂપ સંયમ પાળે છે અને ઉપસર્ગ-પરિષદો સહન કરવા દ્વારા પોતાની કાયાને ઓગાળે છે. તેઓ તેવી ક્રિયાઓથી અને દ્રવ્યસંયમથી સંસાર-પરિભ્રમણના કારણભૂત એવું પુણ્યકર્મ બાંધીને સાંસારિક સુખ મેળવવા દ્વારા અને તેનો ઉપભોગ કરવા દ્વારા પાંચ ઈન્દ્રિયોના વિષયભૂત કંઈક સુખ પામે છે. પરંતુ તેમાં આસક્ત થયા છતા જન્મ, જરા, મરણોના દુઃખોમાંથી મૂકાવનારા એવા પરમાર્થતત્ત્વને પામતા નથી. (પામી શકતા નથી) Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭પ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી “દ:ઉં મહાત્નમ્” શરીરને દુ:ખ આપવું એ જ મહાફળ છે આટલું જ માત્ર સમજીને આ જીવ સાધુજીવન અથવા વ્રતધારી શ્રાવકજીવન સ્વીકારીને શરીરને કષ્ટ આપવામાં જ માત્ર ધર્મ સમજે છે. અને તેથી ઉગ્રવિહાર, લોચ, દીર્ઘતપ, ઈત્યાદિ શારીરિક ઘણું કષ્ટ સહન કરે છે. માખીની પાંખને પણ દુઃખ ન થાય તેવુ સંયમ પાળે છે. અને વડીલોનો વિશ્વાસ તથા પ્રેમ મેળવે છે. વિનયરત્નની જેમ પ્રીતિપાત્ર શિષ્ય પણ બને છે. સુદીર્ઘતપ અને ઉગ્રવિહારાદિ વડે તથા શીત-ઉષ્ણ-સુધા-તૃષા આદિ પરિષદો અને ઉપસર્ગો વડે પોતાના લષ્ટપુષ્ટ શરીરને ઓગાળીને સુકલકડી શરીર પણ કરે છે. અગ્નિશર્માની જેમ માવજીવ ઉગ્રતપ પણ કરે છે. - ઉપરોક્ત કષ્ટકારી સંયમ પાળવા છતાં અને શરીર ઉતારવા છતાં જો ભેદજ્ઞાન થવારૂપ જ્ઞાનદશા જાગી ન હોય, સ્વ-પરનો વિવેક પ્રગટ્યો ન હોય, મોહદશા પાતળી પડી ન હોય, રાગદ્વેષ આદિ કષાયોને તોડવાની વૃત્તિ જન્મી ન હોય તો અંતર્મુખ જ્ઞાનદશા વિના, સર્વકર્માના નાશથી થનારો એવો સર્વથા દુઃખોના ઉચ્છદ રૂપ મોક્ષ થતો નથી. જ્યાં સુધી બહિર્મુખવૃત્તિ છે. પરપદાર્થોને મારા માન્યા છે. તેની જ પ્રાપ્તિ માટે જીવ પ્રયત્નશીલ છે. શરીર નિરોગી કેમ રહે ? ભવાન્તરમાં રૂપવાન અને નિરોગી દેહ કેમ મળે ? રાજ્યસંપત્તિ, ધનસંપત્તિ, યશસંપત્તિ અને માનસંપત્તિ કેમ મળે ? ઈત્યાદિ બહિર્મુખવૃત્તિ હોય, અંતર્મુખવૃત્તિ ખીલી ન હોય તો તેવા પ્રકારના “દેહાદિથી આત્માના ભેદજ્ઞાનવાળી દશા વિના” સહન કરાતું કષ્ટ, પળાતું સંયમ, અને ઓગાળાતો દેહ સર્વ કર્મોના નાશનું અને સર્વ દુઃખોના ઉચ્છેદનું કારણ બનતું નથી. હર્ષિ મહત્નમ્ આ શાસ્ત્રવાક્ય સંપૂર્ણ સત્ય છે. પરંતુ તેની પૂર્વ મોક્ષયાય આવું વિશેષણ મનમાં સમજીને અર્થ કરવો જોઈએ. અર્થાત્ મોહના નાશની બુદ્ધિએ જે શારીરિક કષ્ટ સહન કરાય તે અવશ્ય મહાનિર્જરા રૂપ મહાફળને આપનાર છે. સહન કરાતાં કષ્ટોથી, પળાતા સંયમથી અને ઓગાળાતા દેહથી જો રાગ-દ્વેષ આદિ કષાયોની પરિણતિ તોડવામાં આવે, પર પદાર્થો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ કાપી નાખવામાં આવે, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પૂજ૧૫ હર્ષ-શોકના વિકારો દૂર કરવામાં આવે તો અવશ્ય દેહદુઃખ મહાફળને આપનાર જ છે. (અહીં અરણિકમુનિ, શાલિભદ્ર, ધન્ના અણગાર અને ગજસુકુમાલ મુનિ, આદિનાં ઉદાહરણો સુપ્રસિદ્ધ છે) માટે મોહના નાશની બુદ્ધિ રાખીને અંતર્મુખ વૃત્તિએ જ્ઞાનદશા પૂર્વક જે સંયમ પળાય, દેહને દુઃખ અપાય તે જરૂર ઉપકાર કરનાર જ થાય છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં ગ્રંથકારશ્રીએ જ કહ્યું છે કેકોઈ કહે લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ / તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે છે ૧-૧૫ | જો કષ્ટ મુનિ મારગ થાવે, તો બળદ થાએ સારો / ભાર વહે જે તાવડે તપતો, ખમતો ગાઢ પ્રહારો રે / ૧-૧૬ અર્થ= કોઈ પ્રશ્નકાર કહે છે કે- લોચ-વિહારાદિનાં કષ્ટ સહન કરવાં. અને ભિક્ષાવૃત્તિએ જીવન જીવવું. એ જે માર્ગ છે. પરંતુ તે વાત મિથ્યા છે. કારણ કે લોકસંજ્ઞાને અનુસરવું તે માર્ગ ન હોય. I૧-૧પ જો કષ્ટ સહન કરીએ તે જ માર્ગ હોય. તો બળદને જ સારો કહેવો પડે. કારણકે ભારને ઉપાડતો, તાપમાં તપતો, જે ગાઢ પ્રહાર ખમે છે. ll૧-૧૬/ ઉપરોક્ત સાક્ષીપાઠો જોતાં કેવળ કષ્ટ સહન કરવું તે મુક્તિમાર્ગ નથી. પરંતુ વૈરાગ્યવાસિત હૃદયપૂર્વક, શાસ્ત્રોક્ત સૂક્ષ્મ અર્થબોધ પૂર્વક, શરીરાદિ પરદ્રવ્યો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ રૂપ પર પરિણતિના ત્યાગ પૂર્વક અને સ્વભાવદશાની પ્રાપ્તિનું લક્ષ્ય રાખવા પૂર્વક જે કષ્ટ સહન કરાય, સંયમ પળાય અને દેહદમન કરાય તે આત્મધર્મ છે. ૩-૬ / અને તેવી સાધના જ સાચો મુક્તિમાર્ગ છે. આ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે. બાહિર યતના બાપડા, કરતાં દુહવાએ / અંતર જતના જ્ઞાનની, નવિ તેણે થાય છે ૩-૭ | આતમ તત્ત્વ વિચારીએ / ૨૮ | Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી ৩৩ બાહિરયતનાબહાર બહારની જયણા,બાપડા=બીચારા, દુહવાએ= દુઃખી થાય, તેણે= તેટલા માત્રથી, અંતર જયણા= અંદરની જયણા ગીતાર્થ= જે બીચારા અજ્ઞાની આત્માઓ બાહ્યજયણા બહુ બહુ પાળે છે. તેથી શારીરિક રીતે ઘણાં દુ:ખો સહન કરે છે. પરંતુ તેટલા માત્રથી આંતરિક જ્ઞાનદશા રૂપ જયણા પ્રગટ થતી નથી ( જે જ્ઞાનદશા વચનાતીત છે. અને અલૌકિક સુખદાયક છે.) || ૩-૭ || વિવેચન= “આત્મતત્ત્વનું” જેઓને પારમાર્થિક જ્ઞાન નથી. જેમ કે કર્મોના ઉદયને આધીન થયેલો આ જીવ ૮૪ લાખ જીવયોનિઓમાં જન્મ-જરા-મરણાદિ દુઃખો પામે છે. અજ્ઞાનદશા અને મોહાધીનદશાના કારણે જ સમયે સમયે બાહ્યથી ત્રિવિધ યોગમાં વર્તતો અને અત્યંતરથી રાગ-દ્વેષ આદિ કષાયોમાં વર્તતો છતો નવાં નવાં કર્મો બાંધે છે. કર્મબંધના હેતુભૂત મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગને બરાબર ઓળખીને, ભણીને, યથાર્થપણે જાણીને આત્માને ક્રમશઃ તેનાથી દૂર કરવો જોઈએ. પ્રથમ મિથ્યાત્વ જ દૂર થાય, પછી જ અવિરતિ જાય, ત્યાર બાદ અનુક્રમે જ પ્રમાદ અને કષાય જાય. તથા અંતે યોગનો ત્યાગ થાય, મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનક સુધી, અવિરતિ ચાર ગુણસ્થાનક સુધી, પ્રમાદ છ ગુણસ્થાનક સુધી, કષાય દશ ગુણસ્થાનક સુધી અને યોગ તેર ગુણસ્થાનક સુધી હોય જ છે. આવા પ્રકારનો શાસ્ત્રાનુસારી ક્રમ છોડીને મિથ્યાત્વાદિ પ્રથમના ચાર દોષોને દૂર કર્યા વિના એટલે કે જ્ઞાનદશા દ્વારા આંતરિક શુદ્ધિ કર્યા વિના જે ઉગ્ન વિહારાદિ, લોચાદિ અને સુદીર્ઘ તપ આદિ ધર્માનુષ્ઠાન કરવા રૂપ મન-વચન અને કાયાથી ક્રિયા કરવા સ્વરૂપ યોગક્રિયામાં જ માત્ર જયણાવાળા બને છે. તે જીવો બીચારા (જેના ઉપર ભાવદયા ઉપજે) એવા અજ્ઞાની છે. એમ જાણવું. ત્રિવિધ યોગક્રિયા માત્ર કરવા રૂપે ધર્માનુષ્ઠાનો આચરવામાં જ જેઓનું ધ્યાન વર્તે છે. અજ્ઞાનદશાને દૂર કરવામાં કે કાષાયિક પરિણતિ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત દૂર કરવામાં જેઓનું લક્ષ્ય નથી, મેં આ કરી લીધું, આટલું થઈ ગયું, હવે આ કરવાનું છે, તેની પછી અનુક્રમે તે તે કાર્યો મારે કરવાનાં છે. ઈત્યાદિ કાર્યો કરવા માત્રની જ ખેવના જ રાખે છે. તે જીવો તેવાં કાર્યો કરવા દ્વારા શારીરિક ઘણાં કષ્ટો સહન કરે છે. ઘણાં દુઃખો-મુશ્કેલી અનુભવે છે. મેં ધર્મ કર્યો, એમ મનમાં માની લઈ ફુલાય છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિનું ભાન ન હોવાથી (એટલે કે મિથ્યાત્વ, અજ્ઞાન, કષાયાદિ દૂર કરવા દ્વારા આંતરિક શુદ્ધિ માટે પ્રાપ્ત કરવી જોઈએ એ તરફ લક્ષ્ય જ ન હોવાથી) યથાર્થ આત્મશુદ્ધિ આ જીવો પામી શકતા નથી. કાયા દ્વારા ધર્માનુષ્ઠાનોનું આચરણ, વચન દ્વારા સૂત્રાભ્યાસ, અને મન દ્વારા તેના અર્થોનું ચિંતન એમ ત્રિવિધ શુભ યોગના સેવન દ્વારા બાહ્ય અશુભ આશ્રવને છોડીને આ જીવ શુભ આશ્રવોના સેવનરૂપ ધર્માનુષ્ઠાન કરે છે. પરંતુ જ્ઞાનદશા વિના કષાયોને ત્યજવારૂપ ભાવાશ્રવોનો ત્યાગ આવતો નથી. એટલે આંતરિક શુદ્ધિ થતી નથી. આ જીવમાં અજ્ઞાનદશા તો છે. અને વળી મેં આ કર્યું, મેં આ કર્યું, એવાં ગાણાં ગાવાની મહત્તા વધારવાની અને યશ મેળવવાની તમન્ના અને અહંકારદશા આ જીવમાં પેદા થાય છે. એટલે જેમ વાંદરાની જાત હોય એ કુદાકુદ તો કરે જ, તેમાં પણ પુછડે વીંછી કરડે કે આગનો તણખો લાગે તો વધારે ને વધારે કુદાકુદ કરે તેની જેમ અજ્ઞાની અને વળી અહંકારી જીવો મોહના ભાવોમાં ઘણા રાચે-માગે છે. સ્વને અને પરને ઘણું નુકશાન કરનારા બને છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । મર્થ હિતમાં વા, ને વેર વેનાવૃતો નીવઃ || ૧ | અજ્ઞાનદશા” એ ક્રોધ આદિ અન્ય સર્વપાપોથી વધારે ભયંકર છે. જે અજ્ઞાનતાથી ઘેરાયેલો જીવ હિતકારી અને અહિતકારી અર્થને જાણતો જ નથી. તેથી સ્વભાવદશાનો જ્ઞાની, સ્વ-પરના વિવેકવાળો અને જ્ઞાનોપયોગ દ્વારા આંતરિક શુદ્ધિ કરનારો જીવ જ સંસાર તરે છે. અને બીજાને તારે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી જ્ઞાનસારાષ્ટકમાં પણ કહ્યું છે કેज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । સ્વયે તૌ વાધે: પસ્તારયિતું ક્ષમ: | ૯-૧ | જે આત્મા આત્મતત્ત્વનો જ્ઞાની છે. ધર્મક્રિયાયુક્ત છે. સમભાવ દશાવાળો છે. સંસ્કારિત આત્મા છે. ઈન્દ્રિયોના વિષયોને જિતનારો છે. તે જ આત્મા સ્વયં પોતે ભવસાગરને તરે છે. અને બીજાને તારવાને સમર્થ બને છે. એટલે એકલી બાહ્યયતના (બહારથી પળાતી જીવોની જયણા અર્થાત્ હિંસાના આચરણથી નિવૃત્તિ, જીવને ઉપકારક થતી નથી. પરંતુ આન્તરશુદ્ધિનું કારણ બને તથા મોહદશાને ઢીલી કરવાનું કારણ બને એવા પ્રકારની જ્ઞાનદશાપૂર્વકની બાહ્યયતના જીવનું કલ્યાણ કરનારી બને છે. બાહ્ય જયણા પાળવી અવશ્ય જરૂરી છે. પરંતુ આંતરશુદ્ધિ કરનારી જ્ઞાનદશા પૂર્વકની જો તે હોય તો અલ્પકાળમાં મહાકલ્યાણ કરનારી બને છે. અહીં જ્ઞાનદશા પણ આધ્યાત્મિક શાસ્ત્રોના અધ્યયન દ્વારા થયેલી આત્મજાગૃતિવાળી સમજવી, સ્કુલ, કોલેજ આદિનું વ્યાવહારિક જ્ઞાન, તથા માત્ર વિદ્વત્તા મેળવવાના આશયથી અથવા યશ-માન કે ધનાદિના આશયથી મેળવેલું ધાર્મિક જ્ઞાન પણ અહીં ન સમજવું. કારણ કે આવા પ્રકારનું વ્યાવહારિક જ્ઞાન અને ધાર્મિક જ્ઞાન સ્વભાવદશાની પ્રાપ્તિનું કારણ બનતું નથી. પરંતુ મોહદશાની વૃદ્ધિનું કારણ બને છે. માટે તેવી જ્ઞાનદશા ન લેવી. અંતરશુદ્ધિ કરનારી એવી જ્ઞાનદશા પૂર્વકની બાહ્યયતના આ જીવને અતિશય ઉપકારક બને છે. તે ૩-૭ || આ જ વાત વધારે સ્પષ્ટ કરતાં પૂ. ઉપાધ્યાયજી મ. સાહેબ જણાવે છે કેરાગ દ્વેષ મલ ગાળવા, ઉપશમ જલ ઝીલો / આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલો છે ૩-૮ | આતમ તત્ત્વ વિચારીએ . ૨૯ || મલ= મેલ, ગાળવા= ઓગાળવા, ઝીલો= લ્હાવો, પીલો= દૂર કરો. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થક રાગ અને દ્વેષ રૂપી મેલને ગાળવા માટે ઉપશમભાવ રૂપી જળથી સ્નાન કરો, આત્મ સ્વભાવની પરિણતિને સ્વીકારીને પર-પરિણતિને પીલી નાખો (આત્મામાંથી દૂર જ દૂર ફગાવી દો.) I ૩-૮ || વિવેચન= રાગ-દ્વેષ-અને અજ્ઞાનાદિ દુર્ગુણો એ આત્માનો મેલ છે. શરીરનો મેલ દૂર કરવા માટે સરોવર, નદી અથવા તળાવના જળથી જીવો જેમ સ્નાન કરે છે. તેવી રીતે આત્મામાં અનાદિકાળથી જામેલો આ રાગાદિરૂપ ભાવ મેલ દૂર કરવા માટે (પ્રશમભાવ-સમતાભાવ કે જે વીતરાગદશાની પ્રાપ્તિનું પ્રધાનતમ કારણ છે તેવા) ઉપશમભાવરૂપી જળથી તમે સ્નાન કરો. ઉપશમભાવમાં લયલીન બની જાઓ. ભોગી જીવો મનગમતા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળી મોહક વસ્તુઓ પ્રત્યે તથા પોતાના ભોગમાં સહાયક થનારી વ્યક્તિઓ પ્રત્યે રામાન્ય બને છે. અને અણગમતી વસ્તુઓ પ્રત્યે તથા પ્રતિકૂળ વર્તનારી વ્યક્તિઓ પ્રત્યે દ્વેષાન્ય બને છે. તથા સમ્યજ્ઞાન વિનાના મન, વચન, કાયાના શુભયોગ માત્રથી ધર્મક્રિયા કરનારા ધમી જીવો હિંસા-જુઠ-ચોરીઅબ્રહ્મ આદિ પાપક્રિયાઓ પ્રત્યે અને તેવી પાપ ક્રિયા કરનારા જીવો પ્રત્યે તિરસ્કાર ભાવ પૂર્વક પાન્ધ થાય છે. અને દયા, દાન, વ્રત આદિ ધર્મક્રિયાઓ પ્રત્યે અને આવી ધર્મક્રિયાઓ કરનારી વ્યક્તિઓ પ્રત્યે સ્નેહભાવપૂર્વક રાગાન્ધ બને છે. આવા પ્રકારનો આ રાગ અને દ્વેષનો પરિણામ આત્માને લેશમાં, આર્ત-રૌદ્ર ધ્યાનમાં નાખનાર હોવાથી અને પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ, શોક કરાવનાર હોવાથી ભાવમલ કહેવાય છે. અને કર્મ બંધાવનાર બને છે. આત્માના શુદ્ધિકારક એવા ઉપશમભાવથી આત્માને અળગો રાખે છે. તેથી આ રાગાદિ પરિણામ એ આત્મિક-મેલ છે. તે મેલ દૂર કરવા સમભાવરૂપી જળથી તમે સ્નાન કરો. સાનુકૂળ કે પ્રતિકૂળ પૌદ્ગલિક વસ્તુઓની પ્રાપ્તિ, સુખ કે દુઃખના સંયોગો, આજ્ઞાંકિત કે આજ્ઞાબહિર્મુખ પરિવારની પ્રાપ્તિ, યશ-અપયશ કે માન-અપમાનની પ્રાપ્તિ હે આત્મન્ ! તારા પોતાના પૂર્વકૃત પુણ્ય-પાપ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી કર્મોના ઉદયથી જ આવી છે. અને કર્મોદય પૂર્ણ થતાં ચાલી જવાવાળી પણ છે જ. સદા રહેવાની જ નથી, ભવાન્તરમાં સાથે આવવાની નથી. એ તારૂં સ્વરૂપ નથી. તેથી તું સાનુકૂળતાદિમાં રાગ પરિણામવાળો અને પ્રતિકૂળતાદિમાં વૈષ પરિણામવાળો ન થા. અને સમભાવમાં સ્થિર થા. ઉપશમભાવવાળો બન. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે वंदिज्जमाणा न समुल्लसंति, हेलिजमाणा न समुज्जलंति । दंतेण चित्ते न चलंति धीरा, मुणी समुग्घाइयरागदोसा ॥१॥ નાશ કર્યો છે રાગ અને દ્વેષ જેઓએ એવા મુનિઓ વંદન કરાતા છતા હર્ષ પામતા નથી, અને હાલના (અપમાન) કરાતા છતા ગુસ્સે થતા નથી. ચિત્તમાં ઈન્દ્રિયદમનવાળા હોવાથી તે ધીરપુરુષો સ્વભાવદશાથી ચલિત થતા નથી. આત્માર્થી આત્માઓએ સાનુકૂળ-પ્રતિકૂળ એવી પૌલિક વસ્તુઓ પ્રત્યે અને મિત્ર-શત્રુઓ પ્રત્યે તો રાગ-દ્વેષ કરવાના હોતા નથી પરંતુ ધર્મક્રિયા અને પાપક્રિયા પ્રત્યે તથા તે કરનારી વ્યક્તિઓ પ્રત્યે પણ રાગ-દ્વેષ કરવાના હોતા નથી. આવા રાગ-દ્વેષથી પણ જીવ અક્કડ અને અહંકારી બને છે. પોતાની જાતનો પ્રશંસક અને પરનિંદક બને છે. માટે હે આત્મા ! સર્વત્ર સમભાવવાળો તું થા. આત્માના ગુણોની જ ઝંખના કરવારૂપ “આત્મ પરિણતિ” ને જ આદર. અને સાનુકૂળ કે પ્રતિકૂળ એવી સર્વે પૌલિક વસ્તુઓ કે પર વ્યક્તિઓ તારી પોતાની ન હોવાથી તેમના પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ-હર્ષ-શોક-રાગ-દ્વેષ રૂપ પરપરિણતિને તું પીલી નાખ. કચડી નાખ. કદાપિ પાછી ન આવે તેવી રીતે દૂર ફેંકી દે. સચેતન કે અચેતન એવા પરદ્રવ્યો પ્રત્યેની મોહક એવી “આ પરપરિણતિ આ જીવને આશારૂપી પાશથી (જાળથી) બાંધીને ચારે ગતિ રૂપ અપાર સંસારમાં ભટકાવે છે.” કહ્યું છે કે जे परभावे रत्ता, मत्ता विसयेसु पावबहुलेसु । માસીપાસનિર્વદ્ધા, મતિ વડે રૂ મહારને || ૧ || Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮ર પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જે આત્માઓ પરભાવદશામાં રક્ત છે. અને તેના કારણે પાપની બહુલતાવાળા થયા છતાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત છે. તે આત્માઓ આશારૂપી પાશથી બંધાયા છતા ચાર ગતિરૂપ મહા અરણ્યમાં ભટકે છે. પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસા, તે કાટલું કરો અભ્યાસા, લહો સદા સુખવાસા, આપ સ્વભાવમાં રે અવધુ સદા મગનમેં ૨હના. પરદ્રવ્યોની આશા હંમેશાં નિરાશારૂપ જ છે. આ આશા જ જગતના જીવોને ફસાવનારી જાળ છે. તે જાળને કાપવાનો હંમેશાં પ્રયત્ન કરો, તો જ નિત્ય સુખની સ્થિતિ તમે પામશો. આ પ્રમાણે પર દ્રવ્યો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિરૂપ પર પરિણતિ અનેક પ્રકારના કલેશોનું, કષાયોનું અને દુઃખોનું જ કારણ હોવાથી તેને પીલીને (ત્યજીને) સમભાવ (મધ્યસ્થભાવ) એટલે કે રાગ, દ્વેષરહિત ઉપશમભાવમાં આવીને આત્મપરિણતિને આદરમાન કરનારા થાઓ. જે અનંત સુખ-સંપત્તિનું અને સ્વાધીન સુખનું તથા કલ્યાણનું કારણ છે. ૩-૮ || પર-પરિણતિથી આ જીવ જડતાને અનુભવનાર બને છે. તે સમજાવે છે હું એહનો, એ માહરો, એ હું, એણી બુદ્ધિ ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ ને ૩-૯ છે. આતમ તત્ત્વ વિચારીએ તે ૩૦ છે. એ હું આ શરીરાદિ તે હું, એણીક આવી, વિમાસે= વિચારે, એ માહરો= આ પરિવારાદિ મારો છે. ગાથાર્થ= હું આ પુત્રાદિનો પિતા છું, આ પુત્રાદિ મારા છે. આ શરીરાદિ પુદ્ગલ સામગ્રી તે જ હું છું. આવા પ્રકારની મોહમયી Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ૮૩ બુદ્ધિથી ચેતન એવો આ જીવ જડતાને (મૂર્ખતાને) અનુભવે છે. પરંતુ આત્મતત્ત્વની શુદ્ધિ વિચારતો નથી. / ૩-૯ || વિવેચનઃ અપાર એવા આ સંસારમાં સર્વે જીવો મોહરાજાની મહાજાળમાં ખૂબ જ ફસાયેલા છે. જ્યાં જુઓ ત્યાં મોહરાજાનું જ સામ્રાજય દેખાય છે. જે પોતાનું નથી તેને આ જીવ પોતાનું માની બેઠો છે. અને જે પોતાનું છે, તેનું તો તેને ભાન જ નથી. આવું ઘોર અજ્ઞાન આ જીવમાં વર્તે છે. - જ્યારે આ જીવ કોઈ એક પૂર્વભવમાંથી મૃત્યુ પામીને વિવલિત એવા બીજા ભવમાં જન્મે છે ત્યારે પૂર્વભવના પોતાના કુટુંબના કોઈપણ સભ્યને આ ભવમાં સાથે લાવતો નથી. પૂર્વભવની કોઈ પણ પૌદ્ગલિક સામગ્રી પણ આ ભવમાં સાથે લાવતો નથી. એકલો જ જન્મ પામે છે. એવી જ રીતે મૃત્યુ પામીને ભવાન્તરમાં જતાં પણ પોતાના ચાલુ કુટુંબના કોઈ પણ સભ્યને કે સગાં-વહાલાંને કે સ્વજનોને કે બંગલા, ગાડી-વાડીને પણ સાથે લઈ જતો નથી. એકલો જ જાય છે. છતાં મોહરાજાની જાળથી હું એહનો છું. (હું આ વ્યક્તિઓનો પિતા-પુત્ર-પતિ-પત્ની-ભાઈ-બહેનમા-મામા વગેરે છું) અર્થાત્ હું આ કુટુંબનો ઉપરોક્ત સગપણે સગો છું. તથા એ માહરો= આ જીવ મારા પિતા-પુત્રાદિભાવે સગા છે. તથા “એ હું” શરીર, ઘર, ધન, કંચનાદિ એ જ હું છું. “શરીરાદિ એ જ હું અને હું એ જ શરીરાદિ” એવી અભેદબુદ્ધિ થઈ ગઈ છે. આ જ મોહરાજાનું પ્રબળ સામ્રાજ્ય છે. આવા પ્રકારની સચેતન-અચેતન એવા પરદ્રવ્યો પ્રત્યેની મમતામૂચ્છ ભરી જે અભેદબુદ્ધિ, એ જ નરી આ જીવની જડતા (મૂર્ખતા) છે. પોતાની આંખે સાક્ષાત્ સંયોગ-વિયોગ દેખાતો હોવા છતાં તે તે પદાર્થો આવે અથવા જાય તેમાં પોતાની કંઈ પણ સત્તા ન ચાલતી હોવા છતાં, પહેરવા માટે ઉછીના માગેલા સગા-વહાલાંના અલંકાર સમાન આ પદાર્થો હોવા છતાં પણ પરદ્રવ્યને પોતાનું માનીને સમજુ, ડાહ્યો અને બુદ્ધિશાળી Page #101 -------------------------------------------------------------------------- ________________ ८४ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગણાતો એવો પણ આ જીવ જડ (મૂર્ખ બને છે. અને પારમાર્થિકપણે જે પોતાનું છે. જે અનાદિ અનંતકાળ સાથે રહેનારું છે. આવ્યા પછી કદાપિ જવાનું નથી એવું ક્ષાયિકભાવનું જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય વગેરે ગુણોમય જે આત્મસ્વરૂપ છે. તેની શુદ્ધિ-આ જીવ વિચારતો નથી. ઔદયિકભાવ જન્ય ભાવો પરાયા છે. કર્મરાજા-કૃત છે. તેને પોતાના માની લીધા છે. ક્ષાયિકભાવકૃત ભાવો જીવના પોતાના છે તથા ક્ષયોપશમભાવકૃત ભાવો શાયિકભાવના સાધન રૂપે થયા છતા પોતાના છે. છતાં તેનું કંઈ જ્ઞાન જ નથી. આવા પ્રકારનું સ્વ-પરના ભેદનું સ્વરૂપ મોહાલ્વ એવો આ જીવ સમજતો નથી માટે મૂર્ખ છે. જડ છે. સમયપ્રાકૃત નામના ગ્રંથમાં આત્માનું સ્વરૂપ આવું કહેલ છેअहमिक्को खलु सुद्धो, निम्मओ नाणदंसणसमग्गो । તમિત્ત વિ તત્તો, સર્વે Ug gયું નેfમ || 1 || હું એકલો જ છું, શુદ્ધ-બુદ્ધ છું. નિર્મદ છું. જ્ઞાન-દર્શન આદિ. ગુણોથી પરિપૂર્ણ છું, તેટલું જ મારું સ્વરૂપ છે. તે કારણથી તે ગુણોથી અન્ય એવા સર્વે ભાવો મારા આત્મામાંથી ક્ષયને પામો. સંથારા પોરિસિમાં પણ કહ્યું છે કે एगोहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । gવમતિમાસો, મMા મજુસ || ૧ || હું આ સંસારમાં એકલો જ છું, મારૂં કોઈ જ નથી, હું પણ અન્ય કોઈનો નથી. આ પ્રમાણે દીનતારહિત મનવાળા થઈને આત્મા એ જ પોતાના આત્માને સમજાવવો જોઈએ. एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । રેસા મે ત્રાફિર માવી, સર્વે સંગોર્નિવUTI || ર || संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । તષ્ઠા સંગ સંવંધ, સંવં તિવિ વોfસરિગં || ર . Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી શાશ્વત એવો મારો એક આત્મા જ મારો છે. કે જે જ્ઞાન, દર્શન, આદિ ગુણોથી સંયુક્ત છે. બાકીના સર્વે ભાવો આત્માથી બાહ્ય છે. અને સંયોગ માત્રથી જ મળેલા છે. (નિયમા વિયોગ થવાવાળા જ છે). પરપદાર્થોના આ સંયોગના કારણે જ આ જીવવડે દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાઈ છે. તેથી સંયોગજન્ય સર્વ સંબંધોનો હું ત્યાગ કરૂં છું. આ પ્રમાણે અનેક ગીતાર્થ જ્ઞાની મહાત્માઓએ ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં જણાવ્યું છે. અને પ્રત્યક્ષ અનુભવનો વિષય પણ છે કે “આ મારું છે. હું એનો છું” આ સર્વે મોહસંજ્ઞા છે. બાહ્યભાવ છે. લોકસંજ્ઞા છે. બહિરાત્મભાવ છે. પરંપરિણતિ છે. તે સર્વેનો ત્યાગ કરીને અંતરાત્મદશાને જ પ્રધાનપણે આદરી સ્વભાવદશામાં લયલીન બનવું એ જ આત્મધર્મ છે. કલ્યાણ કરનાર છે. તે ૩-૯ / આ જ વાત હજુ વધારે સ્પષ્ટ કરે છેબાહિર દૃષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે ! અંતર દષ્ટિ દેખતાં, અક્ષયપદ પાવે ૩-૧૦ આતમ તત્ત્વ વિચારીએ તે ૩૧ || બાહિર= બાર, ધાવે= દોડે અક્ષયપદ= મુક્તિપદ, પાવે= પ્રાપ્ત કરે. ગાથાર્થ= જે આત્માઓ ચર્મચક્ષુથી શરીરાદિને મારાં છે એમ દેખે છે તેનું મન બહાર (બાહ્યભાવોના સંયોગ-વિયોગમાં) જ દોડે છે. અને જે આત્માઓ જ્ઞાન-ચક્ષુથી સ્વગુણોને મારા છે એમ દેખે છે તેનું મન મોહરહિત થયું છતું અક્ષયપદ (મુક્તિપદ) પામનાર બને છે. વિવેચનઃ આ આત્મામાં પદાર્થોને જોવાની બે પ્રકારની દૃષ્ટિ છે એક ચર્મચક્ષુ અને બીજી જ્ઞાનચક્ષુ, પહેલીને બાહ્યદૃષ્ટિ કહેવાય છે. અને બીજીને આન્તરદૃષ્ટિ કહેવાય છે. એક ચક્ષુ પુદ્ગલની બનેલી છે. અને Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત બીજી ચક્ષુ આત્મતત્ત્વના ગુણરૂપ હોવાથી ગુણની બનેલી છે. એક દૃષ્ટિ ઘટ-પટ આદિ પદાર્થોના રૂપને જોનારી અને જાણનારી છે. જ્યારે બીજી દૃષ્ટિ આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યાદિ ગુણોને જાણનારી છે. જે જે આત્માઓ ચક્ષુ આદિ પુદ્ગલમય બનેલી પાંચ ઈન્દ્રિયો સ્વરૂપ બાહ્ય દૃષ્ટિ વડે જડ એવા પુદ્ગલ દ્રવ્યોના વિવિધ વર્ણાદિ ગુણોને જાણે છે. જાએ છે. અને જોઈને તેમાં ઇષ્ટાનિઝ બુદ્ધિ કરવા પૂર્વક સુબ્ધ થઈ લુબ્ધ બની વારંવાર તેના સંયોગ-વિયોગને જ ઇચ્છે છે. તેઓનું મન પણ તેના તરફના સંકલ્પ- વિક્મ વાળું જ નિરંતર રહે છે. તે જીવોને તે પદાર્થો જ સુખદાયક અને દુઃખદાયક દેખાય છે એટલે ઈષ્ટના સંયોગને અને અનિષ્ટના વિયોગને ઈચ્છતા તે જીવો નિરંતર તેના જ ઉપાયોમાં અને માનસિક વિચારોમાં ડુબેલા રહે છે. ચિંતા તથા ઉદ્ગમય જીવન જીવે છે. અને માનવભવનો કિંમતી સમય ગુમાવે છે. સારાંશ કે બાહ્યદૃષ્ટિથી પૌદ્ગલિક ભાવોના જ ગુણો દેખાય છે અને તેમાં રાગવૈષની પરિણતિ થતાં તેની જ પ્રાપ્તિ-અપ્રાપ્તિના સંકલ્પ-વિકલ્પોમાં મન બહાર ને બહાર દોડ્યા જ કરે છે. “આત્મતત્ત્વ” વિચારવાનો કે જાણવાનો તેવા જીવોને સમય જ આવતો નથી. અને કલ્યાણકારક એવો આ માનવ ભવ સમાપ્ત થઈ જાય છે. પરાયા પદાર્થોને પોતાના માની તેના પ્રત્યે રાગ-દ્વેષ કરી અનેકવિધ કલેશ અને કષાયો કરવા દ્વારા નવાં ચીકણાં કર્મો બાંધી આ બાહ્યદૃષ્ટિ જીવો સંસારમાં રઝળે છે અને અનંતા દુઃખો પામે છે. બાહ્ય પદાર્થોને જોવાનો કદાપિ અંત આવતો નથી તે તરફ મન દોડ્યા જ કરે છે. સદા દોડ્યા જ કરે છે. પરંતુ જ્ઞાની, ગીતાર્થ, સંવેગ-નિર્વેદ પરિણામી એવા સુગુરુનો યોગ પ્રાપ્ત થવાથી સમ્યક્ શાસ્ત્રોના અધ્યયન દ્વારા પરમાત્માની વાણીને વારંવાર વાગોળવાથી જ્યારે “બાહ્ય પદાર્થો એ બાહ્ય છે, પર છે, મારા નથી, હું તેઓનો નથી. સ્વતંત્ર એક મારો આત્મા એ જ સાચું મારું દ્રવ્ય છે. અનંત-અક્ષય જ્ઞાનાદિ ગુણો એ જ મારા ગુણો છે. તે ગુણોનો જ હું Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી સ્વામી છું. ગુણોરૂપી મારું ધન આ કર્મરાજાએ દબાવેલું છે. આવૃત કરેલું છે. કર્મરાજાએ ભૌતિક સુખ-દુઃખ અને તેનાં સાધનો મને આપીને તેમાં મારાપણાની બુદ્ધિ કરાવવા દ્વારા મોહલ્પ કર્યો છે.” આવી જ્યારે જ્ઞાનદષ્ટિ ઉઘડે છે. દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા દ્વારા વસ્તુ સ્વરૂપને યથાતથ્યપણે આ જીવ જ્યારે જાણે છે ત્યારે તે જીવનું મન તે કર્મબંધનો તોડીને પોતાના દબાયેલા આત્મધનને સ્વાધીન કરવા તરફ અંદર ને અંદર ઊંડું ઉતરે છે. તેની પોતાની આંતરિક જ્ઞાનચક્ષુ રૂપી આ દૃષ્ટિ સુગુરુઓ દ્વારા શાસ્રાધ્યયનથી જ્યારે ખીલી ઉઠે છે ત્યારે તેને પોતાને જ બધું સ્વયં સમજાઈ જાય છે. દેખાઈ જાય છે કે રાગ-દ્વેષાદિ કષાયોની પરિણતિથી હું નવાં નવાં કર્મો બાંધું છું. અને ઉદયમાં આવેલાં તે કર્મો મારા ગુણોરૂપી આત્મધનને આવૃત કરે છે. લુંટે છે.અને મને વિવેકશૂન્ય, જડ બનાવે છે. મારા ગુણો એ જ મારુ ધન છે. બાહ્ય પદાર્થો એ મારા નથી. તેના પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ, વિષથી પણ વધુ ભયંકર છે. રાગાદિ-પરપરિણતિને વશ થયેલો આ જ આત્મા કર્મોનો કર્તા, ભોક્તા છે. આ જીવ જ કર્મ બાંધે છે. જડવસ્તુ કર્મોની કર્તા ભોક્તા કદાપિ હોઈ શક્તિ નથી. વળી આ જ મારો આત્મા રાગાદિ પરિણતિને જો વશ ન થાય અને ક્ષાયોપથમિકભાવજન્ય તથા ક્ષાયિકભાવજન્ય આત્માના ગુણોરૂપી શુદ્ધ સ્વભાવદશામાં જ પરિણમન પામે તો આ જ આત્મા કર્મોનો અકર્તા અને અભોક્તા પણ બની શકે છે. આ રીતે ગુણોમાં રમણતા કરવી એ જ મારૂં કર્તવ્ય છે એમ અંતર્દષ્ટિથી જોતાં પોતાનું મન પોતાના ગુણોને વિકસાવવામાં જ લાગી જાય છે. બહારના બધા જ ભાવો ભ્રામક લાગે છે. સાંસારિક ભાવોમાંથી મન ઉભગી જાય છે.આન્તરિક જીવનમાં વૈરાગ્ય અને બાહ્યજીવનમાં ભોગસુખોનો ત્યાગ અનાયાસે જ આવી જાય છે. આવી આત્મતત્ત્વ તરફ જો દૃષ્ટિ જામી જાય, આત્મા તેમાં રમી જાય તો મન સ્થિર બની જાય છે. આકુળ-વ્યાકુલતા વિનાનું Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત બની જાય છે. ઉપશમભાવથી પરિણત બની જાય છે. અનુક્રમે સમતાભાવની વૃધ્ધિ થતાં સર્વકર્મોનો ક્ષય કરીને આ જીવ અક્ષયપદ પામનાર બને છે. આ જીવને દૃષ્ટિ જ બદલવાની તાતી જરૂર છે. બહિરાત્મભાવમાંથી નીકળીને આ દૃષ્ટિ જો અંતરાત્મભાવમાં આવે તો અલ્પકાળે • જ પરમાત્મપદ પામે. ૩-૧૦ || અંતરાત્મદષ્ટિ વિનાનું બાહ્ય આચરણ મુક્તિ-હેતુ બનતું નથી. તે સમજાવે છે. ચરણ હોય લજ્જાદિકે, નવિ મનને ભંગ ! ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે ૩-૧૧ આતમ તત્ત્વ વિચારીએ રે ૩૨ / લજ્જાદિક= શરમ વગેરેથી, ભંગ ભાંગવું, નવિ= નહીં. ગાથાર્થ= આ જીવ ઘણીવાર લજ્જા (શરમ) વગેરેથી પણ ચરિત્ર લે છે. અને પાળે છે. પરંતુ મનને ભાંગતો (જીતતો) નથી. આવું પણ બને છે. એમ પહેલા અંગમાં ત્રીજા અધ્યયનમાં સ્પષ્ટ કહ્યું છે. ૩-૧૧ || વિવેચન= જે જે આત્માઓ, સંસારમાં ડુબેલા છે. પાંચ ઈન્દ્રિયોના વિષયસુખમાં લીન છે. ભોગોમાં જ આસક્ત છે. જેઓ તત્ત્વજ્ઞાન પામ્યા નથી. બાહ્યદૃષ્ટિ માત્ર છે. રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવમાં જેઓ ઓતપ્રોત બનેલા છે. તેઓનું મન તો ભોગોમાં હોય આ વાત સ્વાભાવિક છે પરંતુ જેઓએ વૈરાગ્ય પ્રાપ્ત કરી, સંસારનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું છે. સંયમક્રિયામાં વર્તે છે. પરંતુ સદ્દગુરુનો યોગ ન મળવાથી, અથવા વૈરાગ્યવાહી ગ્રંથોનો અભ્યાસ ન કરવાથી, અથવા સત્સંગ અને સ્વાધ્યાયાદિનું આલંબન ન મળવાથી અથવા મળ્યું હોય તો તેને સતત ન જાળવી રાખવાથી આત્મતત્ત્વની સાચી જ્ઞાનદશા પ્રગટ ન થવાથી આ કાયા દ્રવ્યચારિત્ર માત્ર પાળવામાં અને મન ભોગોમાં જ જ્યારે વર્તવું હોય છે. ત્યારે આ જીવ લજ્જા આદિના કારણે ચારિત્ર પાળે છે. પરંતુ મનને Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ૮૯ વિષયભોગોથી રોકી શકતો નથી. અર્થાત્ મન જીતી શકાતું નથી. આવું દ્રવ્યચારિત્ર માત્ર આત્મકલ્યાણનો હેતુ બનતું નથી. એમ આચારાંગસૂત્રના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે, તે પાઠ આ પ્રમાણે છે जमिणं अन्नमन्नवितिगिच्छाए पडिलेहाए न करेइ पावं कम्म, किं तत्थ मुणिकारणं सीया समयं तत्थ उवेहाए अप्पाणं विप्पसायए ॥ અન્યોન્ય (અરસપરસ-એકબીજાની પરસ્પર લજ્જા-શરમથી) અથવા (પાપ કરતી વખતે) બીજા કોઈ લોકોની દૃષ્ટિ પડતી હોય ત્યારે આ જીવ પાપ કરે નહીં તેમાં શું મુનિપણું કારણ કહેવાય ? અર્થાત્ : કેવળ લજ્જાથી જ આ જીવ ચારિત્ર પાળતો હોય અને તે જીવનું મન વિષયભોગોની આસક્તિમાં જ વર્તતું હોય, વિષયભોગોની પ્રાપ્તિની તક જોતું હોય તો ત્યાં પાપ ન કરવામાં શું મુનિપણું કારણ કહેવાય ? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે “ના” મુનિત્વ એ પાપ અકરણમાં કારણ નથી. પરંતુ લજ્જામાત્ર કારણ છે. તેથી પાપબંધ અટકતો નથી. પરંતુ સમતાભાવ પૂર્વક (રાગ-દ્વેષની પરિણતિ લાવ્યા વિના) વિષયવિકારોને જીતીને જો પાપકર્મો ન કરવામાં આવે અને નિર્મળ ચિત્તે આત્મસાધના કરવામાં આવે તો જ તે ચારિત્ર આત્મકલ્યાણ કરનારું બને છે. પૂજ્ય શાસ્ત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ પણ ષોડશકમાં કહ્યું છે કેबालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । ગામતરૂં તું યુધ: પરીક્ષત્તિ સર્વત્નર | ૧-૨ | બાલજીવો સાધુનો વેષમાત્ર દેખીને સાધુને સાધુ માને છે. મધ્યમ બુદ્ધિવાળા જીવો સાધુના બાહ્ય સદાચારોને જોઈને સાધુને સાધુ માને છે અને ગીતાર્થ જ્ઞાની પુરૂષો તો જીવોમાં આગમતત્ત્વ=આત્મકલ્યાણકારક એવી જ્ઞાનદષ્ટિ અર્થાત્ વિવેકદૃષ્ટિ કેટલી છે? તેની જ સર્વ પ્રયત્નથી પરીક્ષા કરે છે. સાધુપણાના આચારો પાળવા એ ઘણા દુષ્કર છે. અને આચારો પાળવાનું જીવન પ્રાપ્ત કર્યા પછી મનને વિષયવિકારોથી રોકવું તે તેનાથી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પણ વધારે દુષ્કરતર છે. દ્રવ્ય ચારિત્ર એ ભાવચારિત્રની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. માટે અવશ્ય આદરણીય છે. પરંતુ વિષયવિકારોથી મનને જીત્યા વિના, યથાર્થપણે વૈરાગ્યવાસિત હૃદય કર્યા વિના, કેવળ એકલા દ્રવ્ય-ચારિત્ર માત્રથી કલ્યાણ થતું નથી. જ્યારે મન ભોગોમાં જ રમતું હોય છે. ત્યારે લોકલજજાથી, લોકભયથી, અથવા ઓઘ અને લોકસંજ્ઞાએ કરી, આ જીવ દ્રવ્યચારિત્ર પાળે, પરંતુ મન તો સતત વિષયભોગોમાં જ ડુબેલું હોય, ત્યારે આવા પ્રકારના જીવનું આ દ્રવ્ય ચારિત્ર ઉપકારક બનતું નથી. પુણ્યબંધ કરાવનાર બને છે. પરંતુ અક્ષયપદ આપનાર બનતું નથી. જે ૩-૧૧ / અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનમલ તોલે . મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે ૩-૧૨ | આતમ તત્ત્વ વિચારીએ છે ૩૩ | તકુમલ=શરીરનો મેલ,તોલેzતુલ્ય,મમકારાદિક=મમત્વાદિભાવ. ગાથાર્થ= અધ્યાત્મદશા વિના કરાતી ધર્મક્રિયા મમતાદિનું કારણ બનતી હોવાથી શારીરિક મેલ તુલ્ય છે. એમ જ્ઞાની પુરુષો કહે છે. ૩૧૨ વિવેચન= જે જે આત્માઓએ આત્મશુદ્ધિ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું નથી. અમારો આ આત્મા મોહના દોષો અને વિકારોથી રહિત કેમ બને ? આવા પ્રકારની સાધ્યશુદ્ધિનું લક્ષ્ય આવ્યા વિના જે જે ધર્મક્રિયાઓ આ જીવ કરે છે. તેનાથી તે જીવ મમત્વભાવની વૃદ્ધિ કરે છે. અને અહંકારાદિ ભાવોને પણ પોષે છે. સાધ્યશુદ્ધિ વિના કરાતાં વ્રત-તપ-જપથી આ જીવ “અમે આ ધર્મકાર્ય કર્યું તે ધર્મકાર્ય કર્યું. એમ ગણતરી કરીને પોતાની જાતની અંદર તેવાં તેવાં વિશેષણો લગાડીને ફોગટ ફુલાય છે અમારા જેવું ધર્મકાર્ય બીજા કોઈ જીવોમાં નથી. બીજા તો તેવા તેવા અપવાદોને સેવનારા છે. શિથિલાચારી છે. ઈત્યાદિ રીતે પોતાના જ આચરણની પ્રશંસા અને મહત્તા ગાતા છતા અભિમાની બનીને પરનિંદામાં જ રચ્યા પચ્યા રહે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ૯૧ યશની ઝંખના, માન-પ્રતિષ્ઠાની ઝંખના, અને સ્વ-પ્રશંસા આદિની ઝંખના સ્વરૂપ મમતા (મમત્વભાવના) પ્રતિદિન અધિક અધિક હૃદયમાં જાગતી જ જાય છે. તેથી માયા-લોભ આદિ બીજા દોષો પણ આવી જ જાય છે. આવા પ્રકારની માત્ર યોગક્રિયાઓ કરીને આત્મદશાની ભાવના વિનાનો આ જીવ કર્મોથી લેપાય છે. જ્ઞાનસાર અષ્ટકમાં કહ્યું છે કે तप:श्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते । ભાવનાજ્ઞાનસંપનો, નિયોડપિ ને નિતે / ૧૧-૫ | તપ, શ્રત અને આદિ શબ્દથી બીજી ધર્મક્રિયાઓ દ્વારા મદોન્મત્ત (અહંકારી) બનેલો આ જીવ ધર્મક્રિયાવાળો હોવા છતાં પણ કર્મોથી લેપાય છે. અને આત્મતત્ત્વની ભાવનાના જ્ઞાનથી સંયુક્ત એવો આ જીવ ક્રિયા રહિત હોવા છતાં પણ કર્મોથી લપાતો નથી. - સારાંશ કે ધર્મની સઘળી ક્રિયાઓ રાગ-દ્વેષ અને કષાયોના પરિણામોનો નાશ કરવા માટે જ પરમાત્માના શાસનમાં ગોઠવવામાં આવી છે. તેથી અત્યન્ત ઉપકાર કરનારી છે. અને કર્તવ્ય છે. પરંતુ રાગ-દ્વેષ આદિ કષાયોની પરિણતિના નાશનું લક્ષ્ય જો રાખવામાં ન આવે અને પૌગલિક સુખોની અને યશકીર્તિ આદિની જ દૃષ્ટિ રાખવામાં આવે તો તે વ્રત-તપ-જપ-કૃત આદિ માનસિક, વાચિક અને કાયિક યોગમાત્રના સેવન રૂપ ધર્મક્રિયાઓ “તનુમલ” શારીરિક મેલની તુલ્ય છે. ઉપકાર કરનાર તો બનતી નથી. પરંતુ મમત્વભાવ અને અહંકારભાવ પોષાતાં કર્મબંધ કરાવવા દ્વારા પાપાનુબંધી પુણ્યનો બંધ કરાવવા દ્વારા સંસારહેતુ બને છે. તેથી શારીરિક મેલતુલ્ય છે. અહીં કમઠ, અગ્નિશર્મા, વિનયરન અને ચંડકૌશિક થનાર મુનિનાં ઉદાહરણો જાણવાં. || ૩-૧૨ || પરભાવના કર્તુત્વની બુદ્ધિ જ આ જીવને કર્મ બંધાવનારી છે હું કરતા પરભાવનો, એમ જેમ જેમ જાણે ! તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે છે ૩-૧૩ છે આતમ તત્ત્વ વિચારીએ || ૩૪ / Page #109 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કર્મોના બંધરૂપ ઘાણમાં. નિજ= પોતાના, કર્મન ઘાણે ગાથાર્થ= હું પરભાવોનો (પૌદ્ગલિક આદિ ભાવોનો) કર્તા છું, એમ જેમ જેમ આ જીવ જાણે છે. તેમ તેમ તે અજ્ઞાની જીવ પોતાના કર્મોનો બંધ થવા રૂપ ધાણમાં પડે છે. (ફસાય છે.) II ૩-૧૩ II ૯૨ વિવેચન= પૂર્વે બાંધેલા અઘાતી કર્મોના ઉદયથી આ જીવ શરીર, ઇન્દ્રિયો, પુત્રાદિ પરિવાર, ધન-કંચન અને ઘર આદિ સામગ્રી પામે છે. જેને શાસ્ત્રમાં પુણ્યોદય કહેવાય છે. પુણ્યોદયની ૪૨ પ્રકૃતિઓ અધાતી કર્મોની છે તથા ૮૨ પાપપ્રકૃતિઓમાંથી ઘાતીકર્મોની ૪૫ આત્માના ગુણોને આવૃત કરનાર છે. તેને બાદ કરતાં શેષ અઘાતીકર્મોની ૩૭ પ્રકૃતિઓના ઉદયથી આ જીવ સાંસારિક પ્રતિકૂળતાઓ (દુઃખો) પામે છે. સાંસારિક આ તમામ સુખ-સામગ્રી અને દુઃખ-સામગ્રી અપાવનારો પુણ્યપાપ કર્મોનો ઉદય છે. અર્થાત્ ઔદિયકભાવ છે જે જીવનું સ્વરૂપ નથી પરંતુ અજ્ઞાનતાથી ભ્રાન્તદશાના કારણે એટલે કે મોહાન્યતાને લીધે આ જીવે તે સર્વ સામગ્રીને મારી છે. એમ માની લીધું છે. હું તેનો કર્તા છું. મેં જ આ બધુ જમાવ્યું છે. ઘણી મહેનત કરીને હું ઉપર આવ્યો છું. એમ મમતાથી મારી-મારી માનીને તેના કર્તુત્વભાવનો અહંકાર કરે છે અને તેનાથી અનેકવિધ કલેશ પામે છે. જેમ કોઈ એક મોટર કંપનીએ નવા મોડલની અને વિવિધ સગવડોવાળી કાર બનાવીને બજારમાં મૂકી. તે નવું મોડલ અને વિવિધ સગવડો ગોઠવવાનું અને બનાવવાનું કામકાજ તે કંપનીના કર્મચારીઓએ કર્યું. છતાં તેના સારા ભાવ ઉપજે તો ઘણો નફો અને યશ કંપનીને મળે. કર્મચારીઓને ન મળે. તથા જો તે મોડલ ન ચાલે, કારો ખોટમાં વેચવી પડે તો નુકશાન તથા અપયશ પણ કંપનીને મળે. તે ખોટ કે અપયશ કર્મચારીઓને ન મળે, કર્મચારીઓનો ન તો પગાર કપાય કે ન ઠપકો મળે. તેનું કારણ એ છે કે વ્યવહારિક રીતિએ (બાહ્યદૃષ્ટિએ) કર્મચારીઓએ આ મોડલ અને સગવડો બનાવી છે. પરંતુ કંપનીના માલિકની ઇચ્છાનુસાર બનાવી છે. તેથી વાસ્તવિક તે મોડલનું કર્તૃત્વ કંપનીનું ગણાય, કર્મચારીઓનું ન ગણાય. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી - ૯૩ તેવી જ રીતે પૂર્વબદ્ધ પુણ્ય-પાપની અઘાતી કર્મોની ૪૨+૩૭ પ્રકૃતિઓના ઉદયને આધીન થઈને (તે કર્માનુસરે) આ જીવે સુખસામગ્રી અને દુઃખસામગ્રી મેળવી છે. પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. તેથી શરીર, ઈન્દ્રિય, પુત્રાદિ પરિવાર, ધન-કંચન તથા ગૃહાદિનો કર્તા વાસ્તવિકપણે તો પોતાની ઈચ્છા પ્રમાણે પુણ્ય-પાપકર્મોનો ઉદય જ બનાવનાર છે. જીવ નથી. જીવ તો તે તે કર્મોની આજ્ઞા પ્રમાણે કર્મચારીની જેમ ઉપચારથી (વ્યવહારથી) કર્તા છે. શરીરનું કર્તુત્વ જો જીવનું જ હોત તો સર્વે જીવો સુંદર-રૂપાળું અને સર્વ અંગોથી પરિપૂર્ણ જ શરીર બનાવત. ઈન્દ્રિયોનું કર્તુત્વ જો જીવનું હોત તો અંધાપો કે બહેરાશ મેળવત જ નહીં. એમ સર્વત્ર જાણવું. પૂર્વે બાંધેલા પુણ્ય-પાપ કર્મો કે જે કાર્મણવર્ગણાના પુદ્ગલદ્રવ્યરૂપ છે. તે સર્વે દ્રવ્યકર્મો કહેવાય છે. તેના ઉદયથી પ્રાપ્ત થયેલાં શરીર, ઈન્દ્રિય, પુત્રાદિ પરિવાર, ધન-કંચન અને ગૃહાદિ જે સુખ-દુઃખની સામગ્રી છે. તે સર્વે નોકર્મ કહેવાય છે, અને તે શરીર તથા ઈન્દ્રિયાદિ ઉપર જે રાગ-દ્વેષાદિ પરિણામો થાય છે, તે ભાવકર્મ છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ દ્રવ્યકર્મો તથા તદુદયજન્ય શરીરાદિ સામગ્રીરૂપ નોકર્મ આ બને વસ્તુઓ જીવથી તત્ત્વતઃ પર છે. અને પરદ્વારા પ્રાપ્ત થઈ છે. છતાં મોહાન્ય એવો આ જીવ તેને પોતાની માને છે અને તેનું કર્તુત્વ પોતાનું માને છે. આ જ મહા અજ્ઞાન દશા છે. તે આત્મા ! તું આ અજ્ઞાનતાથી પરભાવનું કર્તુત્વ માનીને કર્મો બાંધીને તેની ઘાણીમાં પડે છે. (ફસાય છે.). આ દ્રવ્યકર્મો અને દ્રવ્યકર્મોના ઉદયજન્ય શરીરાદિ સામગ્રીરૂપ નોકર્મનો વ્યવહારનયથી તું કર્તા છે ( ઉપચારથી છે) વાસ્તવિક કર્તા નથી કાર બનાવનાર કર્માચારીઓના કર્તુત્વ જેવું પરાધીનતાએ તારૂં કર્તત્વ છે. વાસ્તવિકપણે એટલે સ્વતંત્ર રીતે તારૂં કર્તૃત્વ નથી. છતાં જેમ જેમ તે તે પદાર્થોનું કર્તુત્વ તું તારું માને છે. તેમ તેમ તેમાં થતા રાગ-દ્વેષાદિ કષાયો દ્વારા કર્મો બાંધીને તું સંસારમાં રખડે છે. કર્મબંધોની ઘાણીમાં પડે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા જેમ કોઈ ફેકટરીમાં એક માણસ કચરો વાળવાનું કામકાજ કરે છે. તે માણસ ત્યાં પણ કચરો વાળે છે. અને નોકરીથી છુટ્યા પછી ઘેર આવીને ઘરનો પણ કચરો વાળે છે. છતાં ફેક્ટરીનો કચરો વાળવાનું કામકાજ પગારની પરવશતાથી કરે છે. પગાર મળે ત્યાં સુધી જ કરે છે. કાયમ કરતો નથી. તેમ દ્રવ્યકર્મો અને નોકર્મોનું કર્તુત્વ રાગ-દ્વેષ આદિ ભાવકર્મોની પરવશતાથી જીવ કરે છે. ભાવકર્મો દૂર થતાં જ તે જીવ દ્રવ્યકર્મો કે નોકર્મો કરતો નથી. તેથી ત્યાં વ્યવહારનયથી જ (ઔપચારિક રીતિએ જ) કર્તુત્વ છે. પારમાર્થિક રીતિએ નહીં. તથા તે જ કર્માચારી પોતાના ઘરનો કચરો હંમેશાં વાળે છે. સ્વેચ્છાએ વાળે છે. ઘર સ્વચ્છ રાખવાની બુદ્ધિથી હોંશે હોંશે વાળે છે. તેમ આ જીવ જ્ઞાનાદિ ગુણોનો કર્તા છે. અને તેમાં પરાધીનતા નથી. તેથી તે ગુણોનો નિશ્ચયનયથી કર્તા છે. આ વાત સમજવા હવે પછીની બે ગાથા જુઓ. + ૩-૧૩ | પુદ્ગલ કર્માદિક તણો, કરતા વ્યવહારે . કરતા ચેતન કરમનો, નિશ્ચય સુવિચારે છે. ૩-૧૪ . કરતા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધ કહીએ ! કરતા પરપરિણામનો, બેઉ કિરિયા ગ્રહીએ રે ૩-૧૫ | આતમ તત્ત્વ વિચારીએ ૩૫-૩૬ / ગાથાર્થ= આ જીવ શરીરાદિ પૌગલિક ભાવોનો, તથા જ્ઞાનાવરણીયાદિ બધ્યમાન દ્રવ્યકર્મોનો એમ બન્નેનો કર્તા વ્યવહારનયથી જાણવો. તથા રાગ-દ્વેષાદિ સ્વરૂપ ભાવકર્મોનો આ ચેતન જે કર્તા છે તે (અશુદ્ધ) નિશ્ચયનયથી જાણવો. તથા જ્ઞાનાદિ ગુણો રૂપ શુદ્ધસ્વભાવોનો આ જીવ જે કર્તા છે તે શુદ્ધ નિશ્ચયનયથી જાણવો. પરપરિણામનો જ્યારે કર્તા છે ત્યારે પણ કથંચિત્ ક્ષયોપશમભાવ અવશ્ય હોવાથી ઔદયિક અને ક્ષાયોપથમિક એમ બન્ને ભાવોના (શુદ્ધાશુદ્ધ) કર્તુત્વરૂપ બન્ને ક્રિયા જીવમાં હોય છે એમ જાણવું. જે ૩-૧૪,૧૫ / Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ૯૫ ગાથાર્થ= આ બન્ને ગાથાઓમાં ગ્રંથકાર શ્રી જુદા જુદા નયોથી જીવનું કર્તુત્વ સમજાવે છે.- તે સમજતાં પહેલાં વ્યવહારનય અને નિશ્ચયનય તથા તેના ભેદોનું કંઈક સ્વરૂપ સમજી લઈએ. વ્યવહારનય નિશ્ચયનય સદ્ભૂત અસભૂત અશુદ્ધ અશુદ્ધ શુદ્ધ અનુણ્યરિત ઉપચરિત સ્વજાતીય વિજાતીય ઉભયજાતીય આ વિષય સમજવા માટે ઉપર લખેલા શબ્દોના અર્થો પ્રથમ સમજીને પછી તે નયોના અર્થો સમજીએ. ૧. નય= દૃષ્ટિ, વસ્તુનું સ્વરૂપ સમજવાનું લક્ષ્ય, અપેક્ષા, નીતિરીતિ. ૨. વ્યવહારનય= ભેદગ્રાહી દૃષ્ટિ, જે તે દ્રવ્યો અને પર્યાયો જીવથી ભિન્ન છે, તેને જોનારી જે દૃષ્ટિ, અથવા અભિન્ન હોવા છતાં પણ વિવક્ષાના વશથી ભિન્ન રીતે જોનારી જે દૃષ્ટિ તે વ્યવહારનય. ૩. નિશ્ચયનય= અભેદગ્રાહી દષ્ટિ. જે તે દ્રવ્યો અને પર્યાયો જીવથી અભિન્ન છે, તેને અભેદભાવે જોનારી જે દૃષ્ટિ તે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સદ્ભત= વસ્તુમાં પોતાનું જ સ્વરૂપ વિદ્યમાન છે. તેને વસ્તુથી ભિન્નપણે જાણવાની જે દૃષ્ટિ તે સદ્ભુત વ્યવહારનય. જેમ મતિજ્ઞાનાદિ ક્ષાયોપથમિકભાવવાળાં ૪ જ્ઞાનો એ જીવના ગુણો છે. અહીં મતિજ્ઞાનાદિ ગુણો જીવના છે અને જીવના જ કહ્યા છે તેથી સદ્દભૂત, અને ષષ્ઠી વિભક્તિથી ભેદ નિર્દેશ કર્યો છે માટે વ્યવહારનય કહેવાય છે. અસદ્ભત= પર વસ્તુમાં વિવલિત વસ્તુના સ્વરૂપપણે જે સ્વરૂપ નથી. અર્થાત્ જે પરનું સ્વરૂપ છે પરંતુ જુદા જુદા સંબંધોને લીધે ઉપચાર (આરોપ) કરીને જે પોતાનું માનવામાં આવે અથવા તો એકમેકતા હોવાથી પોતાનું માનવામાં આવે તે અસક્ત. અનુપચરિત= જેમાં ઉપચાર કરવામાં ન આવે અર્થાત્ વિના ઉપચારે જે જણાય. ૭. ઉપચરિત= જેમાં ઉપચાર (આરોપ) કરવામાં આવે. જે આરોપથી જણાય તે. ૮. સ્વજાતીય=જીવ દ્રવ્યમાં જીવદ્રવ્યનો ઉપચાર કરાય તે સ્વજાતીય. ૯. વિજાતીય= અજીવદ્રવ્યમાં જીવદ્રવ્યનો ઉપચાર કરાય તે વિજાતીય. ૧૦. ઉભયજાતીય= સ્વજાતીય એવા જીવદ્રવ્યમાં અને વિજાતીય એવા અજીવદ્રવ્યમાં એમ ઉભયમાં જીવદ્રવ્યનો ઉપચાર કરાય તે ઉભયજાતીય. ૧૧. અશુદ્ધ લાયોપથમિક ભાવના જે ગુણો છે કે જેમાં કર્મોનો ઉદય પણ સાથે હોય છે તે. ૧૨. શુદ્ધ= ક્ષાયિકભાવના જે ગુણો છે તે. કે જેમાં કર્મોના ઉદયનો સંબંધ નથી, તથા જે ગુણો આવ્યા પછી જવાના જ નથી તે શુદ્ધ. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી ૯૭ નયોમાં આવતા શબ્દોના સામાન્ય અર્થો સમજીને હવે આ જ બધા નયો ઉદાહરણો સાથે આપણે વિચારીએ. ઉપર જણાવેલા ચિત્રમાં (ટેબલમાં) જે નંબરો આપ્યા છે તે નંબરો પ્રમાણે અર્થો આ પ્રમાણે છે. (૧) અશુદ્ધ સદ્ભૂત વ્યવહારનય= “મતિજ્ઞાનાદિ ૪ જ્ઞાનો, ચક્ષુ આદિ ત્રણ દર્શનો વગેરે જીવના ગુણો છે” આવું બોલવું તે. મતિજ્ઞાનાદિ ગુણો ક્ષાયોપશમિક ભાવના છે. (એટલે ક કર્મોનો ઉદય પણ સાથે છે.) પરંતુ ક્ષાયિકભાવના નથી માટે અશુદ્ધ, આ ચારે ગુણો જીવના પોતાના છે. પરદ્રવ્યના નથી. માટે સદ્ભુત, છઠ્ઠી વિભક્તિથી ભેદ બતાવવામાં આવ્યો છે માટે વ્યવહારનય. આ રીતે યોજના કરવી. (૨) શુદ્ધ સદ્ભૂત વ્યવહારનય= “કેવળજ્ઞાન અને કેવળદર્શન ઈત્યાદિ જીવના ગુણો છે” એમ બોલવું તે. આ ગુણો ક્ષાયિકભાવના હોવાથી શુદ્ધ છે. પોતાના જ ગુણો હોવાથી સદ્ભૂત છે. અને ‘‘જીવના’’ આમ કહીને ભેદ બતાવ્યો છે. માટે વ્યવહારનય છે. (૩) અનુપરિત અસદ્ભૂત વ્યવહારનય= ‘જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો આ જીવ કર્તા છે’ એમ બોલવું તે. અહીં જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મો કાર્યણવર્ગણાના પુદ્ગલોનાં બનેલાં છે. અને આત્મા સાથે લોહાગ્નિની જેમ તથા ક્ષીર-નીરની જેમ એકમેક થયેલાં છે. માટે ઉપચાર કરવાની જરૂર નથી તેથી અનુપરિત, દ્રવ્યકર્મો એ પુદ્ગલ દ્રવ્ય છે અર્થાત્ પરદ્રવ્ય છે. માટે અસદ્ભૂત. અને દ્રવ્યકર્મોનો કર્તા એમ ભેદ પ્રધાન નિર્દેશ છે તેથી તથા પરદ્રવ્યનું કર્તૃત્વ વિચાર્યું. તેથી અનુ. અસ. વ્યવહારનય કહેવાય છે. (૪) સ્વજાતીય ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય= પુત્રાદિ પરિવાર મારા છે. તથા હું તેઓનો કર્તા છું એમ બોલવું-માનવું તે. અહીં જીવ પોતે પણ ચેતન છે. અને પુત્રાદિ પરિવાર પણ ચેતન છે. એમ સમાન દ્રવ્ય હોવાથી સ્વજાતીય, જીવમાં પ્રથમ રાગાદિ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ભાવકર્મો થયાં, તેનાથી પુત્રાદિ પરિવાર થયો, આ રીતે કાર્યના કાર્યરૂપે દૂર દૂર રહેલા પદાર્થોમાં મારાપણાનો (ર્તાપણાનો) ઉપચાર કર્યો તેથી ઉપચરિત. પુત્રાદિ એ અન્ય ચેતનદ્રવ્યો છે. પોતાના ચેતન સ્વરૂપ નથી. માટે અસભૂત. અને ભિન્નપણે નિર્દેશ છે. માટે વ્યવહારનય કહેવાય છે. (૫) વિજાતીય ઉપચરિત અસભૂત વ્યવહારનય= ધન-કંચન, ઘર અને અલંકારાદિને આ મારા છે. એમ માનવું તે, અહીં બધી હકીકત ઉપરની જેમ જ સમજી લેવી. ફક્ત ધન-કંચન-ધરાદિ પદાર્થો અચેતન હોવાથી જીવથી વિજાતીય છે. (૬) ઉભયજાતીય ઉપચરિત અસભૂત વ્યવહારનય=નગર, દેશ, અને રાજ્યાદિ મારાં છે. એમ માનવું તે. નગર-દેશ અને રાજ્યાદિમાં રહેનારા જે જીવો છે. તે સજાતીય છે અને ઘર વગેરે છે તે વિજાતીય છે. એમ ઉભયનો સમાવેશ હોવાથી ઉભયજાતીય. બાકીનું બધું પૂર્વની જેમ. (૭) અશુદ્ધ નિશ્ચયનય= રાગ, દ્વેષ, અજ્ઞાન અને સંક્લેશાદિ કલુષિત પરિણામોનો આ જીવ કર્તા છે. એમ જાણવું અને માનવું છે. આ સર્વે પરિણામો જીવમાં જ થાય છે. જડમાં થતા નથી. તેથી અશુદ્ધ એવા પણ જીવના જ પરિણામો છે. પરંતુ નવા નવા કર્મબંધનું કારણ હોવાથી અશુદ્ધ કહેવાય છે. અને જીવ પોતે જ રાગાદિ વિભાવદશા રૂપે પરિણામ પામ્યો છે. તેથી અભેદની પ્રધાનતાએ નિશ્ચયનય કહેવાય છે. (૮) શુદ્ધ નિશ્ચયનય= કેવળજ્ઞાનાદિ જે જે ક્ષાવિકભાવના ગુણો છે. તે ગુણોનો કર્તા જીવ છે. અર્થાત્ કેવળજ્ઞાનાદિ ગુણમય જીવ છે. એમ બોલવું તે શુદ્ધ નિશ્ચયનય છે. આ ગુણો ક્ષાયિકભાવના હોવાથી કર્મોદયરહિત છે માટે શુદ્ધ. અને અભેદની પ્રધાનતા હોવાથી નિશ્ચયનય કહેવાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી ઉપરોક્ત ચર્ચાથી હવે સમજાશે કે પુત્રાદિ પરિવાર, ધન-કંચનાદિ, અને નગર, દેશ, રાજ્યાદિ જીવથી ભિન્ન એવા દૂર-દૂર રહેલા પદાર્થોનો આ જીવ કર્તા છે. એમ માનવું તે ઉપચરતવ્યવહારનય છે. પુત્રાદિપરિવાર, ધન-કંચનાદિ અને નગર, દેશ, રાજ્યાદિ વસ્તુઓ પુણ્ય-પાપના ઉદયથી મળી છે. એટલે પુણ્ય-પાપના ફળરૂપ છે. તથા રાગાદિ થવા દ્વારા નવા કર્મબંધમાં કારણ છે. અર્થાત્ અપૂર્વબંધમાં હેતુભૂત છે. એમ દ્રવ્યકર્મોના ફળરૂપ અને ભાવકર્મોના હેતુભૂત હોવાથી તે પુત્ર-પરિવારાદિને નોકર્મ કહેવાય છે. તે પદાર્થોનો આ જીવ કર્યા છે. એમ જે જાણવું તે ઉપરિત વ્યવહારનય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ જે કર્મો છે તે કાર્યણવર્ગણાનાં પુદ્ગલોનાં બનેલાં છે. તેથી તે કર્મોને દ્રવ્યકર્મો કહેવાય છે. તેવા પ્રકારના દ્રવ્યકર્મોનો આ જીવ જે કર્તા છે તે અનુપરિત વ્યવહારનય છે. પુત્ર-પરિવારાદિ દ્રવ્યકર્મોના ફળ સ્વરૂપ છે અને જીવથી ભિન્ન રૂપે છે. એકમેક સ્વરૂપે નથી અને દ્રવ્યકર્મો આત્માની સાથે એકમેક મિશ્ર થયેલાં છે. દ્રવ્યકર્મો મિશ્ર થયેલાં હોવાથી અનુપચિરત અને ઘરાદિ તથા પુત્રાદિ પરિવાર આત્માની સાથે મિશ્ર થયેલ ન હોવાથી ઉપચિરત એમ બે પ્રકારનો વ્યવહારનય છે. આ બન્ને પદાર્થો ૫૨ દ્રવ્ય છે. તેનું કર્તૃત્વ આત્મામાં લીધું. તેથી તે વ્યવહારનય છે. એમ ૩૫મી ગાથાની પ્રથમપંક્તિ સ્પષ્ટ થઈ કે પુદ્ગલોનો (ઘરાદિનો) અને કર્મોનો (અષ્ટવિધ દ્રવ્યકર્મોનો) આ જીવ જે કર્તા છે તે (અનુક્રમે ઉપચિરત અને અનુપરિત) વ્યવહારનય જાણવો. ૯૯ રાગ, દ્વેષ, કષાયાદિ જે ભાવકર્મો છે તેનો આ જીવ જે કર્તા છે તે અશુદ્ધ નિશ્ચયનય સમજવો. કારણકે રાગાદિ ભાવે આત્મા પોતે જ પરિણામ પામ્યો છે. ભિન્નદ્રવ્ય નથી. માટે નિશ્ચયનય કહેવાય છે અને કલુષિત પરિણતિ છે એટલે અશુદ્ધ કહેવાય છે. આ ૩૫મી ગાથાની બીજી પંક્તિનો અર્થ થયો. ચેતન એવો આ આત્મા કર્મોનો (એટલે કે રાગાદિ ભાવકર્મોનો) જે કર્તા છે તે (અશુદ્ધ) નિશ્ચયનય જાણવો. એમ ઉત્તમ વિચારોથી યથાર્થ સ્વરૂપને જાણો. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦) પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા ક્ષાયિકભાવના કેવળજ્ઞાનાદિ નિર્મળ ગુણોરૂપ જે આત્મસ્વભાવ છે. તે શુદ્ધસ્વભાવ છે. તે શુદ્ધસ્વભાવનો આ જીવ કર્તા છે. તે શુદ્ધ નિશ્ચયનયથી જાણવો. આ અર્થ ૩૬મી ગાથાની પ્રથમ પંક્તિમાં છે. તથા આ આત્મા જ્યાં સુધી પર-પરિણતિનો કર્તા છે ત્યાં સુધી ઔદયિકભાવ અને ક્ષાયોપથમિકભાવ એમ બન્ને ભાવોની (અનુક્રમે યોગાત્મક તથા ઉપયોગાત્મક) ક્રિયાઓ જીવમાં હોય છે એટલે કે શુભ, અશુભ અનુષ્ઠાનોનું સેવન કરવારૂપ મન, વચન, કાયાની કરાતી યોગાત્મક જે ક્રિયા-અનુષ્ઠાન છે. એ વ્યવહાર પણ હોય છે. અને ૧ થી ૧૨ ગુણસ્થાનકોમાં જ્ઞાનાવરણીયાદિના (વિશેષ કરીને મોહનીયના) ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ગુણોની રમણતારૂપ ઉપયોગાત્મક ક્રિયા એ નિશ્ચય પણ હોય છે. આ રીતે અશુભયોગાત્મક ક્રિયાની હાનિ અને શુભ યોગાત્મક ક્રિયાની વૃદ્ધિ, તથા અશુદ્ધ ઉપયોગની હાનિ અને શુદ્ધ ઉપયોગની વૃદ્ધિ, એ જ ગુણસ્થાનકોનું ઊર્ધ્વરોહણ છે. આ પ્રમાણે યોગક્રિયાત્મક વ્યવહાર અને જ્ઞાનાદિ ગુણોના ઉપયોગાત્મક નિશ્ચય એમ બન્ને ક્રિયાઓ તેરમા ગુણસ્થાનક સુધી જીવમાં હોય છે. એમ શુદ્ધાશુદ્ધ અને સ્વરૂપે પ્રત્યેક જીવો પરિણામ પામતા હોય છે. તેમાં જેમ જેમ શુદ્ધભાવની વૃદ્ધિ અને અશુદ્ધભાવની હાનિ થાય છે. તે જ ઉપર ઉપરનાં ગુણસ્થાનકોનું આરોહણ કહેવાય છે. જે લોકો એકાંત નિશ્ચયમાત્રને જ ભણીને વ્યવહારને કલ્પના માત્ર અથવા બીનજરૂરી જાણે છે. તેઓ પોતાના આત્માને એકાંત શુદ્ધ-બુદ્ધ જ માની લેતા હોવાથી અશુદ્ધતા માનતા જ નથી. તેથી તે અશુદ્ધતાને દૂર કરવા પ્રયત્નશીલ થતા નથી. તથા એકાત્ત નિશ્ચયનયવાદી તેઓ પાંચ આચારોને પાળવા રૂપ વ્યવહાર ધર્મનો સ્વ-પરમાં ઉચ્છેદ કરનારા બને છે. પરંતુ બને નયોની અપેક્ષાપૂર્વક શુદ્ધાશુદ્ધતા જે લોકોએ જાણી છે, તે જીવો અશુદ્ધતા દૂર કરવા માટે પંચાચારાદિ વ્યવહારધર્મ પાળવા પૂર્વક શરીર, સ્ત્રી, પુત્ર, અને ધનાદિક નોકર્મના સંબંધો વિયોગી છે એમ મનમાં સમજીને સૌ પ્રથમ તેમાંથી Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી ૧૦૧ કર્તુત્વબુદ્ધિ દૂર કરે છે. તેમાં રાગ-દ્વેષ મોળા પડવાથી રાગ-દ્વેષાત્મક ભાવકર્મોનું કર્તુત્વ ઘટે છે. અને રાગ દ્વેષાત્મક મોહના પરિણામો દૂર થવાથી પૂર્વે બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં દ્રવ્યકર્મોમાંથી આ આત્મા અનુક્રમે મુક્ત બને છે મોહનીયનો ક્ષય દસમે, શેષત્રણ ઘાતકર્મોનો ક્ષય બારમે, અને અઘાતીનો ક્ષય ચૌદમે કરીને આ આત્મા નોકર્મ-ભાવકર્મ અને દ્રવ્યકર્મ રહિત થયો છતો સિદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર થાય છે. તે ૩-૧૪,૧૫ / ત્રીજી ઢાળ સમાપ્ત છ હજી (. Page #119 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચોથી બીજી અને ત્રીજી ઢાળમાં કહેલું નિશ્ચયનયનું સ્વરૂપ સાંભળીને કોઈક શિષ્ય ગુરુજીને પ્રશ્ન કરે છે કે શિષ્ય કહે જો પરભાવનો, અકર્તા કહ્યા પ્રાણી | દાન-હરણાદિક કિમ ઘટે, કહે સદ્ગુરુ વાણી | ૪-૧ શુદ્ધ નય અર્થ મન ધારીએ || ૩૦ || અકર્તા= કર્તુત્વનો અભાવ, દાન-હરણાદિક= આપવું-લેવું વગેરે. ગાથાર્થ= કોઈ શિષ્ય ગુરુજીને પૂછે છે કે જો આ જીવ પરભાવનો અકર્તા કહો છો. તો દાન અને હરણ (આપવું અને લેવું) વગેરે કેમ ઘટશે ? તેનો ઉત્તર હવે (પછીની ગાથાઓમાં) ગુરુજી પોતે જ આપે છે. જે શુદ્ધ નિશ્ચયનયના અર્થો છે. તેને (સૂક્ષ્મદષ્ટિએ વિચારીને) મનમાં ધારીએ. || ૪-૧ | વિવેચન= ત્રીજી ઢાળમાં જણાવેલા શુદ્ધ નિશ્ચયનયના અર્થને સાંભળીને કોઈક શિષ્ય ગુરુજીને પૂછે છે કે હે ગુરુજી ! તમે ઉપરોક્ત ઢાળમાં એવું સમજાવો છો કે “આ આત્મા કેવળ પોતાના શુદ્ધ ગુણોમાં જ રમણતા પામનારો (એટલે કે જીવ સ્વ-સ્વભાવનો જ કર્તા ) છે. પર-પરિણામનો કર્તા નથી એવું શુદ્ધ નિશ્ચયનય જણાવે છે” તો ત્યાં એવી શંકા ઉપસ્થિત થાય છે કે જો પરભાવનું કર્તુત્વ ન હોય તો દાન અને હરણ અર્થાત્ તેના ઉપલક્ષણથી આચરણ કરાતી દયા, દાન, અને પરોપકારાદિ ધર્મક્રિયા તથા હિંસા, ચોરી, જાઠ આદિ પાપક્રિયા જે થાય છે તે કોણ કરે છે ? એકલું જડતત્ત્વ તો આવી ક્રિયા કરે નહીં અને ચેતનતત્ત્વને પરભાવનો તમે અકર્તા કહો છો ? તો પછી દાનાદિ ધર્મક્રિયાઓ અને હિંસાદિ પાપક્રિયાઓનો કર્તા કોણ છે ? આ સર્વે ક્રિયાઓ (કર્તા માન્યા વિના) કેમ સંભવશે ? Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી ૧૦૩ છે સંસારમાં પણ કોઈ વ્યક્તિએ કોઈ સંસ્થામાં અથવા કોઈ દીન-દરિદ્રીને પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા હોય તો આપનાર તે વ્યક્તિ દાન કરનાર = દાતા કહેવાય છે. અને દાતા તરીકેના માનપાનને પામે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિએ કોઈના ઘરમાંથી પાંચ-પચીસ હજાર ઉઠાવ્યા હોય તો તે વ્યક્તિ ચોર કહેવાય છે. અને તેના ફળ રૂપે અપયશ તથા મારપીટ પણ પામે છે. આ વાત પ્રત્યક્ષ અનુભવસિદ્ધ છે. જો આ જીવ દાન અને હરણનો કર્તા ન માનીએ તો આ સઘળી વ્યવસ્થા જે જગપ્રસિદ્ધ છે તે ઘટશે નહીં. આ પ્રશ્નનો ઉત્તર પ્રથમ શુદ્ધનયની દષ્ટિએ અને પછી વ્યવહાર નયની દ્રષ્ટિએ ગુરુજી આપે છે. કારણકે અત્યારે આપણા આત્મતત્ત્વનું સ્વરૂપ શુદ્ધાશુદ્ધ છે. એકલું શુદ્ધ પણ નથી અને એકલું અશુદ્ધ પણ નથી. પૂર્વબદ્ધ કર્મોના ઉદયજન્ય જે ઔદયિકભાવનું સ્વરૂપ છે તે સઘળું અશુદ્ધ છે અને પ્રારંભમાં ક્ષયોપશમજન્ય અને અંતે ક્ષાયિકભાવજન્ય જે સ્વરૂપ છે તે શુદ્ધ છે. એમ હવે સમજાવે છે. || ૪-૧ | ધર્મ નવિ દીએ નવા સુખ દીએ, પર જંતુને દેતો ! આપ સત્તા રહે આપમાં, એમ હૃદયમાં ચેતો. શુદ્ધo | ૪-ર | જોગવશે જે પુગલ ગ્રહ્યાં, નવિ જીવનમાં તેલ | તેહથી જીવ છે જાજાઓ, વળી જુઓ દેહ છે ૪-૩ | શુદ્ધ નય અર્થ મન ધારીએ છે ૩૮-૩૯ ! નવિ દીએ= આપી શક્તો નથી, દેતો- આપતો, આપમાં= પોતાનામાં, જોગવશેઃ યોગના વશથી, જુજુઓ= જુદો, દેહ= શરીર ગાથાર્થ= વસ્ત્રાદિ પર પદાર્થો દીન-દરિદ્રી આદિ અન્ય પ્રાણીને આપતો એવો આ આત્મા અન્ય પ્રાણીને નથી તો ધર્મ આપી શકતો કે નથી તો સુખ (આનંદ) આપી શકતો. ધર્મ અને સુખ આદિ આત્માના ગુણોની સત્તા આત્મામાં જ રહે છે. (તે ગુણો પરમાં અપાતા નથી) એમ હૃદયથી (ભાવથી) જાણો. | ૪-૨ || Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧/૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત મન, વચન અને કાયાના યોગથી જે પુદ્ગલો ગ્રહણ કર્યા છે. તે પુદ્ગલો જીવનાં નથી. તે પુદ્ગલોથી જીવ જુદો છે. અને જીવથી દેહાદિ પુદ્ગલો પણ જુદાં છે. જે ૪-૩ || વિવેચન= ગુરુજી શિષ્યને સૂક્ષ્મબુદ્ધિથી સમજાય તેવો સુંદર અને અતિશય ઉત્તમ એવો ઉત્તર આપે છે કે હે મહાનુભાવ ! આ જીવ જ્યારે જ્યારે દીન-દુઃખી, દરિદ્રી આત્માઓને ધન-ધાન્ય-વસ્ત્ર તથા આહાર-પાણી આદિ પૌગલિક પદાર્થો આપે છે ત્યારે અથવા કોઈ કોઈ સંસ્થાઓમાં ધનનું દાન કરે છે ત્યારે અથવા કોઈની પાસેથી કંઈ લે છે. ત્યારે ત્યારે પોતાના આત્માની માલિકીવાળો અને પોતાના આત્મામાં જ રહેલો એવો ધર્મ (જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય આદિ ગુણમય ધર્મ) તથા સુખ (સ્વાભાવિક આનંદ) આ જીવ બીજા જીવને આપી શકતો નથી. અને જે આપે છે તે આ જીવની માલિકીનું નથી. પોતાનું નથી. - સારાંશ કે ગુણો અને ગુણોનો આનંદ આ જ પારમાર્થિક જીવનું સ્વરૂપ છે. જીવની માલિકીનું છે. તે પરને આપી શકાતા નથી. અને ધન-ધાન્યાદિ જે જે પૌલિક ચીજો અપાય છે તે ચીજો પરભવથી આત્મા સાથે લાવ્યો નથી, ભવાન્તરમાં સાથે લઈ જવાનો નથી. આ વર્તમાન ભવમાં પુણ્યના ઉદયથી મળી છે. અને પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી જ રહેવાવાળી છે. એટલે કે “પુણ્યોદય” નામના કર્મરાજાની માલિકીની છે. જીવની પોતાની માલિકીની નથી. ઔદયિકભાવથી પ્રાપ્ત થયેલી સંપત્તિ અને વિપત્તિને મોહાશ્વેતાથી આ જીવે પોતાની માની લીધી છે. આ જ મહા-મિથ્યાત્વ છે. આ સંપત્તિ પોતાની ન હોવા છતાં પોતાની માનવી આ પહેલી ભૂલ છે. અને આવી પરાઈ વસ્તુ પર-વ્યક્તિને આપતાં “મેં આપી” એમ પોતાનું કર્તુત્વ માનવું એ બીજી ભૂલ છે. પોતાના આત્મામાં રહેલા ક્ષાયોપશમિક ભાવના અંશથી પ્રગટ થયેલા અને ક્ષાયિક ભાવના પૂર્ણ પણે પ્રગટ થયેલા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો રૂપે જે ધર્મ છે. તે ગુણોરૂપી ધર્મ જો બીજાને આપી શકાતો Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ચોથી ૧૦૫ હોત તો તો આ જીવે પોતાની વસ્તુનું દાન કર્યું કહેવાય અને દાતા તરીકેનું કર્તૃત્વ સ્વીકારી શકાય. પરંતુ આત્માના પોતાના ગુણોની અને ગુણોના આનંદ રૂપ સહજ સુખની સત્તા તો પોતાના આત્મામાં જ રહે છે. તે ગુણોરૂપ ધર્મતત્ત્વ કે તેનો સાહજિક આનંદ અન્યને આપી શકાતો નથી. (આપ સત્તા રહે આપમાં) અને “પુણ્યોદય” થી મળેલી ધનધાન્યાદિરૂપ પૌદ્ગલિક સામગ્રી બીજાને આપી શકાય છે. અને જીવ આપે પણ છે. પરંતુ તે પોતાની નથી, પુણ્યોદય રૂપ કર્મરાજાની હોય છે. પુણ્યોદય ચાલુ હોય ત્યાં સુધી જ રહેનારી છે. અર્થાત્ પરાયી વસ્તુ છે. પરાયી વસ્તુ પરને આપતાં દાતા કેમ કહેવાય ? જેમ કાન્તિભાઈ નામના એક પુરુષે મુંબઈ જતા એવા વિજયભાઈને એક હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે આ એક હજાર રૂપિયા તમે મુંબઈ જાઓ છો તો ત્યાં રહેલા મારા ભાઈ શાન્તિલાલને આપજો. હવે મુંબઈ પહોંચ્યા પછી વિજયભાઈએ શાન્તિભાઈને (કાન્તિભાઈએ આપેલા) એક હજાર રૂપીયા આપ્યા. તો શું વિજયભાઈ એક હજાર રૂપીયાના દાતા કહેવાશે ? નહીં જ કહેવાય. કારણકે તે એક હજાર રૂપીયા વિજયભાઈ પાસે હોવા છતાં પણ વિજયભાઈની માલિકીના નથી, કાન્તિભાઈની માલિકીના છે. બેંકોમાંથી કે સગાંવહાલાઓ પાસેથી ધંધા માટે લીધેલી લોનના પૈસા લેનારના હાથમાં હોવા છતાં શું તેનું તે દાન કરી શકે ? ના, ન જ કરી શકે, કારણ કે તે પૈસા લોન લેનારના હાથમાં હોવા છતાં પણ જરૂરિયાત પ્રમાણે લીધા હોવાથી તેની પોતાની માલિકીના નથી. બેંકની અને જમા આપનાર સગાંવહાલાંની માલિકીના છે. તેવી જ રીતે પુણ્યોદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિ પણ હે આત્મા ! તારી પાસે છે. પરંતુ તે તારી નથી. પુણ્યકર્મરાજાની છે. હવે જો તે સંપત્તિ તારી નથી જ. તો તેનો દાતા તું કેમ થઈ શકે ? નાહક ‘દાતા’” તરીકેનું અભિમાન કેમ કરે છે ? હે આત્મા ! તું કંઈક વિચાર. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કોઈ પણ જીવ પૂર્વભવથી મૃત્યુ પામીને જ્યારે ઉત્પત્તિસ્થાનમાં આવે છે ત્યારે પોતાના ગુણો અને પોતાના દોષો જ સાથે લઈને આવે છે અને તે ગુણો તથા દોષો જ સાથે લઈને ભવાન્તરમાં જાય છે. બાકી લેવડ-દેવડ કરી શકાય એવું એક પણ પુદ્ગલદ્રવ્ય આ જીવ સાથે લાવતો નથી અને સાથે લઈને જતો નથી. ઉત્પત્તિસ્થાનમાં આવ્યા પછી કાયયોગ, વચનયોગ અને મનયોગને પ્રથમ પ્રાપ્ત કરીને તે યોગો દ્વારા જીવન જીવવાના સાધનભૂત પુદ્ગલોને ગ્રહણ કરે છે. અને બીનજરૂરી પુગલોને મળ-મૂત્રાદિ રૂપે ત્યજે છે. શરીરાદિ આ સર્વે પુદ્ગલ દ્રવ્યો હે આત્મા! તારાં છે જ નહીં. જીવ તો આ પુદ્ગલદ્રવ્યોથી ભિન્ન છે. શરીર જેવો અત્યન્ત નિકટ વર્તી પદાર્થ કે જે આત્મપ્રદેશોની સાથે ક્ષીર-નીર અને લોહાગ્નિની જેમ મિશ્ર થયેલો છે તે શરીર પણ જીવથી ભિન્ન છે અને શરીરથી જીવ પણ ભિન્ન છે. તો પછી શરીરથી ઉત્પન્ન થયેલ પુત્રાદિ પરિવાર, અને તેના સંરક્ષણાદિ માટે મેળવેલાં ધન-ધાન્યાદિ, હે આત્મા ! તારાં કેમ હોઈ શકે ? આ સર્વ પર પદાર્થોને મોહબ્ધતાથી તેં તારા માન્યા છે એ જ પ્રથમ તારી મોટી ભૂલ છે. કે જેનાથી તને દાતા આદિની અહંકારબુદ્ધિ થઈ છે. અને થાય છે. પરદ્રવ્યના કર્તુત્વપણાની બુદ્ધિનો જે અહંકાર છે. તે અહંકાર પરિણામ જ કર્મબંધ કરાવે છે. એવી જ રીતે પરવ્યક્તિનાં ધન-ધાન્યાદિની ચોરી કરતાં તે દ્રવ્યો પણ પરવ્યક્તિની માલિકીનાં નથી. તેનું ગ્રહણ કરવામાં તું તેનો “હર્તા” કેમ કહેવાય ? આ રીતે પર પુદ્ગલદ્રવ્યોનું દાતૃત્વ અને હવ નિશ્ચયનયથી આ જીવમાં ઘટતું જ નથી. પરંતુ દાતૃત્વ અને હતૃત્વનો શુભ અને અશુભ એવો મનમાં જે સંકલ્પ (વિચાર વિશેષ) થયો તેનાથી તું બહિર્ભાવમાં ગયો. તારા નિર્મળ શુદ્ધસ્વરૂપથી ભ્રષ્ટ થયો. આ પરપરિણતિ જ= વિભાવદશા જ તને પુણ્ય-પાપ રૂપ કર્મબંધની બેડીમાં જકડનાર બને છે. આ વાત હવે પછીની ગાથાઓમાં સમજાવશે. વાતનો સારાંશ એ છે કે જીવની પોતાની માલિકીના પોતાની સત્તાવાળા જ ગુણોરૂપ ધર્મો છે. અને સ્વભાવદશાની પરિણતિ રૂપ જે Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ચોથી ૧૦૭ આનંદ-સુખ છે. તે કોઈને પણ આપી શકાતું નથી. કે કોઈનું લઈ શકાતું નથી. પોત પોતાના ગુણોની અને સુખ-આનંદની સત્તા ત્રણે કાળે આપ આપમાં જ રહે છે. અને ધન-ધાન્યાદિ જે કંઈ પણ પુદ્ગલદ્રવ્યો તું બીજાને આપે છે અથવા બીજાની પાસેથી વસ્તુઓ લે છે. તે સર્વે પદાર્થો હે આત્મા ! જીવની માલિકીના નથી. કર્મરાજાની માલિકીના છે. તેથી હે આત્મા ! દાતૃત્વ અને હર્તૃત્વ નિશ્ચયનયથી પર એવા પુદ્ગલદ્રવ્યોનું જીવમાં ઘટતું નથી. ॥ ૪-૨,૩ ॥ આ જ વાત ગ્રંથકારશ્રી વધારે સ્પષ્ટ કરે છે. ભક્તપાનાદિક પુદ્ગલ પ્રત્યે, ન દીએ છતી વિના પોતે । દાન હરણાદિક પર જંતુને, એમ નવી ઘટે જોતે ॥ ૪-૪ ॥ શુદ્ધ નય અર્થ મન ધારીએ | ૪૦ ॥ ભક્તપાનાદિક= ભોજન પાણી વગેરે, ન દીએ= આપી શકાતાં નથી, છતી વિના= સત્તા વિના, પોતે= પોતાની, પરજંતુને= અન્ય જીવન. ગાથાર્થ= ભોજન પાણી આદિ પૌદ્ગલિક પદાર્થો પોતાની સત્તા (માલીકી) વિનાના છે. તેથી આપવાનું (લેવાનું) ઘટી શકતું નથી. આ પ્રમાણે જોતાં (વિચારતાં) પર પ્રાણી પ્રત્યે દાતૃત્વ અને હર્તૃત્વ વગેરે વ્યવહારો નિશ્ચયનયથી ઘટતા નથી. || ૪-૪ || વિવેચન= ઉપર કરેલી ચર્ચાથી ભોજન-પાણી અને આદિ શબ્દથી વસ્ત્ર-પાત્ર-ઘર-અલંકાર તથા શરીર વગેરે પૌદ્ગલિક સર્વે પદાર્થો જીવથી ભિન્ન છે. અને આ જીવ તે સર્વે પદાર્થોથી ભિન્ન છે. આ કારણે આવા પ્રકારના પૌદ્ગલિક પદાર્થોની લેવડ-દેવડ કરતી વખતે પોતે= પોતાની, છતÎ= સત્તા, માલિકીહક્ક, વિના= વિના, અર્થાત્ પોતાના માલિકી હક્ક વિના ન હ્રી= આ જીવ તે પુદ્ગલોનું દાન (હરણ) કરી શકતો નથી. મ નોતે= આ પ્રમાણે દૃષ્ટિપાત કરતાં (વિચારતાં) પરનન્તુને= અન્ય જીવને પૌદ્ગલિક સામગ્રી આપવામાં (અને લેવામાં) વાનદર=િ દાતૃત્વ અને હર્તૃત્વ વગેરે વિ ટે= સંભવી શકતા નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જે વસ્તુઓ આપણી પોતાની હોય, આપણી પોતાની માલિકી હક્કવાળી હોય, તેનું જ દાનાદિ થઈ શકે. પરંતુ જે વસ્તુઓ આપણી પોતાની ન હોય, આપણા પોતાના માલીકી હક્કવાળી ન હોય, જે પરાયી વસ્તુ હોય તેનું દાન આ જીવ કરી શકતો નથી. લગ્ન પ્રસંગે પહેરવા માટે લાવેલા સ્નેહીઓના અલંકારો વર-વધૂ પહેરે છે. પરંતુ તેમના પોતાના માલીકીના નથી. તેથી તેવા અલંકારોનું તે વર-વધૂ દાન કરી શકતાં નથી. પ્રસંગ સમાપ્ત થયે છતે જેના હોય તેને પાછા આપે છે. તેવી જ રીતે કે આત્મન્ ! પરાયી વ્યક્તિનાં ઘર, ધન-અને વસ્ત્રાદિ તો તારાં નથી, પરંતુ પુણ્યોદયથી પ્રાપ્ત કરેલાં અને વ્યવહારથી તારાં પોતાનાં ગણાતાં ધર-ધન અને વસ્ત્રાદિ પણ તારાં નથી. કારણકે તે સર્વે પૌદ્ગલિક પદાર્થો તારા આત્મા સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવતા નથી. પરંતુ તે ઈષ્ટાનિષ્ટ પૌદ્ગલિક પદાર્થો પુણ્યોદય અને પાપોદયની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવે છે. તેથી તેની માલીકીનાં છે. પરંતુ તારાં નથી. કારણ કે તે કર્મરાજાએ પોતાનો માલીકીહક્ક રાખીને તને (વાપરવા પૂરતાં જ) આપ્યાં છે. તેની જ્યારે લઈ લેવાની ઈચ્છા થાય ત્યારે (એટલે કે પુણ્ય-પાપનો ઉદય પૂર્ણ થાય ત્યારે) તે ચાલ્યાં જ જાય છે. તું તે પદાર્થોને પકડી રાખી શકતો નથી. આવા પ્રકારની પરની સત્તાવાળા પુદ્ગલદ્રવ્યોને પોતાનાં માનવાં એ જ મિથ્યાત્વ છે. મિથ્યાબુદ્ધિ છે. અજ્ઞાનદશા છે. અને તેનું કર્તૃત્વ (એટલે કે દાતૃત્વ વિગેરે) માનવું તે પણ મિથ્યા બુદ્ધિ જ છે. ૧૦૮ આ જ વાત જ્ઞાનસાર અષ્ટકમાં પણ પૂજ્ય ગ્રંથકારશ્રી જણાવે છે કેशुद्धद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम 1 નાયોડદું, ન મમાન્ય, ચેત્યો મોદામુલ્લળમ્ ॥ ૪-૨ ॥ नाहं पुद्गलभावानां कर्ता कारयितापि च થમ્ || ૧૧-૨ || નાનુમન્તાપિ ચેત્યાત્મજ્ઞાનવાન્ તિખતે स्वभावलाभात्किमपि प्राप्तव्यं नावशिष्यते । નૃત્યાત્મશ્ચર્યસંપનો, નિ:સ્જીદો નાયતે મુનિ:।। ૧૨-૧ ॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી ૧૦૯ અર્થ= હું આત્મા નામનું દ્રવ્ય જ છું. શુદ્ધજ્ઞાન એ જ મારો ગુણ છે. આત્માથી અન્ય કોઈપણ સ્વરૂપે હું નથી, બીજા કોઈ પણ પદાર્થો મારા નથી. આવા વિચારો એ જ મોહરાજાના નાશનું તીવ્રશસ્ત્ર છે. તે ૪-૨ / હું પૌલિકભાવોનો કર્તા નથી. કરાવનાર નથી. અને અનુમોદનાર પણ નથી. (કારણકે પૌદ્ગલિક ભાવો અને મારો આત્મા ભિન્ન દ્રવ્ય હોવાથી તે બન્નેનો કોઈ સંબંધ નથી) એમ સમજીને શરીરાદિથી ભિન્ન આત્મદ્રવ્ય છે એવા પ્રકારના ભેદજ્ઞાનવાળો આ આત્મા કર્મોથી કેમ લેપાય ? / ૧૧-૨ . આ સંસારમાં સ્વભાવના લાભથી (આત્માના પોતાના ગુણોને મેળવવા સિવાય) બીજાં કંઈ પણ મેળવવા જેવું છે જ નહીં. એમ સમજીને આત્માના સ્વાભાવિક ઐશ્વર્ય રૂપી ધનસંપત્તિયુક્ત એવા મુનિ પૌલિક સાંસારિક ભાવોમાં નિઃસ્પૃહ બને છે. જે ૧૨-૧ ) આ પ્રમાણે શુદ્ધ નિશ્ચયનયથી વિચારણા કરતાં આત્માના ગુણો રૂપ ધર્મો સિવાય બીજું કંઈ પણ આ આત્માનું પોતાનું છે જ નહીં. કોઈ પણ પુદ્ગલદ્રવ્ય કે કોઈપણ અન્ય જીવદ્રવ્યો હે આત્મા ! તારી માલિકીનાં છે જ નહીં. તેથી તે આત્મા ! તેઓનું સ્વામિત્વ, મમતા, મારાપણાની બુદ્ધિ ત્યજી દે. આ ઘર, ધન, પરિવાર મારાં છે એમ માનવું તે મિથ્યા અભિમાન છે. તારું છે નહીં, તારું થશે નહીં અને તારી સાથે સદા રહેશે નહીં. સૌ સૌનો સમય પૂરો થયે છતે સર્વે ચાલ્યું જશે અને તારો કાળ પૂર્ણ થયે છતે સર્વને મૂકીને તારે પણ ચાલ્યા જ જવાનું છે. માટે પ્રાપ્ત થયેલા ધનાદિ પદાર્થો ઉપર મારાપણાની બુદ્ધિ ન કરે. અને તેનાથી થનારી કર્તાપણાની બુદ્ધિ અને તજ્જન્ય અહંકારાદિ પણ ન કર. તારું પોતાનું જે છે તે તું આપી શકતો નથી. અને જે આપે છે તે તારું પોતાનું છે જ નહીં. આત્માર્થી એવા અત્માઓએ આવા વિચારો કરવા જોઈએ. // ૪-૪ / પ્રશ્ન- આ રીતે પૌગલિક પદાર્થોથી અને શરીરથી જો આ જીવ ભિન્ન પદાર્થ છે. તથા બાહ્ય સર્વે પદાર્થો જીવની માલીકીના નથી. અને તેથી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ જીવ પરપ્રાણીને દાનાદિ કરી શકતો નથી. તથા પરધનાદિનું અપહરણ પણ કરતો નથી. આમ જ જો માનવામાં આવે તો દાનાદિથી પુણ્ય બંધાય છે અને અપહરણાદિથી પાપ બંધાય છે. દાનાદિથી જીવ ભવાન્તરમાં સુખી થાય છે. અને અપહરણાદિથી દુ:ખી થાય છે. આવાં વાક્યો શાસ્ત્રોમાં અને લોકનીતિમાં સુપ્રસિદ્ધ છે. તે કેમ ઘટશે ? તથા જગતમાં દાતા-હર્તાપણાની વ્યવસ્થા પણ કેમ ઘટશે? એટલે કે દાન આપનારનાં બહુમાનાદિ અને અપહરણ કરનારનાં અપમાન, મારપીટ અને કારાવાસાદિ જે થાય છે. તે પણ કેમ ઘટશે ? જગતના સર્વે વ્યવહારો અસંગત થશે. તેનો ઉત્તર હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી આપે છે. દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પે | દીએ હરે તું નિજ રૂપને, મુખે અન્યથા જલ્પે ॥ ૪-૫ || શુદ્ધ નય અર્થ મન ધારીએ ॥ ૪૧ ॥ અવસરે= સમયે, સંક્ષે= વિચારોથી, નિજરૂપને= પોતાના સ્વરૂપને, મુખે= મુખથી, અન્યથા= ઉલટું, જલ્પે= બોલે. ગાથાર્થ= દાન અને અપહરણ વગેરેના પ્રસંગોમાં તારા પોતાના આત્મામાં શુભ અને અશુભ જે સંકલ્પ-વિકલ્પો (વિચારો) થાય છે. તેનાથી તું તારા પોતાના શુદ્ધ સ્વરૂપને આપે છે અથવા ચોરે છે. અને મુખે તેનાથી ઉલટું (પુદ્ગલોના આદાન-પ્રદાન કર્યાનું) ગાય છે. ॥ ૪-૫ || વિવેચન= જ્યારે જ્યારે આ આત્મા ધન-વસ્ત્ર અને આહારાદિનું દાન કરે છે અથવા પરનાં ધન-વસ્ત્ર અને આહારાદિને લે છે એમ પૌદ્ગલિક પદાર્થોની લેવડદેવડ કરે છે. ત્યારે તે પૌદ્ગલિક પદાર્થો જીવના પોતાના ન હોવાથી અને જીવ તેનાથી ભિન્ન હોવાથી તે પદાર્થોનું દાતાપણું કે અપહર્તાપણું આ જીવમાં નિશ્ચયનયથી ઘટતું નથી પરંતુ તે તે પૌલિક પદાર્થોની લેવડ-દેવડ કરવાના અવસરે આગળ-પાછળ જે દાન આપવાના અને અપહરણ કરવાના સંકલ્પો કર્યા (વિચારો કર્યા, પરિણામો કર્યા) તેનો હે જીવ ! તું કર્તા છે. અને તેનાથી તું પુણ્ય-પાપ કર્મોને બાંધનાર બને છે Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી ૧૧૧ તથા ક્યારેક નિર્જરા કરનાર પણ બને છે. પૌદ્ગલિક વસ્તુનું લેવડ-દેવડનું જે કામકાજ કર્યું. તેનો નિશ્ચયનયથી તું કર્તા નથી. (વ્યવહારનયથી તું કર્તા છે, પરંતુ દાન-અપહરણ કરવાના મનમાં જે જે પરિણામો ઉઠ્યા. તે પરિણામોનો ( વિલ્પોનો= ભાવકર્મોનો) અશુદ્ધ નિશ્ચયનયથી તું કર્તા છે એટલે તેનાથી પુણ્ય-પાપ રૂપ દ્રવ્યકર્મો તું બાંધે છે. વસ્તુનું દાન કરવામાં પરનું હિત કરવાના, સુખી કરવાના, જે પરિણામો છે તે પરના હિતને કરનારા રાગાત્મક પરિણામો છે તેથી તે પરિણામોને શુભ પરિણામ કહેવાય છે. તેનાથી પુણ્યકર્મ બંધાય છે. અને પરની વસ્તુનું અપહરણ કરવાના જે પરિણામો છે તે પરના દિલને દુભવનાર-નુકશાન કરનાર હોવાથી દ્રષાત્મક પરિણામો છે, તેથી તે પરિણામોને અશુભ પરિણામ કહેવાય છે. તેનાથી પાપકર્મ બંધાય છે. તથા દાન કરતી વખતે ક્યારેક પૌગલિક વસ્તુ પ્રત્યેના મોહને તજવાના વૈરાગ્યવાળા પરિણામ પણ થાય છે. તેનાથી ક્યારેક તું કર્મોની નિર્જરા પણ કરે છે. આ પ્રમાણે પરિણામો જ પુણ્યબંધ-પાપબંધ અને નિર્જરાનું કારણ છે. પરંતુ પુદ્ગલોની લેવડ-દેવડ પુણ્યબંધાદિનું કરાણ નથી. આ પ્રમાણે પૌદ્ગલિક પદાર્થોના લેવડ-દેવડના અવસરે મનમાં દાન કરવાના, અપહરણ કરવાના, જે જે શુભ-અશુભ સંકલ્પો તને થાય છે તેનાથી તું પુણ્ય-પાપકર્મો બાંધે છે. તથા દાન આપતી વખતે પદાર્થો પ્રત્યેનો મોહ તજવાના અને વૈરાગ્યની વૃદ્ધિના જો પરિણામો થયા હોય તો તે પરિણામથી તું નિર્જરા પણ કરે છે. શુભાશુભ આત્મપરિણામ જ પુણ્યબંધાદિનું કારણ છે. આ રીતે સૂક્ષ્મબુદ્ધિએ વિચારતાં દાનના અવસરે જો તું મોહના ત્યાગનો અને વૈરાગ્યનો પરિણામ કરે છે. તો પરજંતુને વસ્તુનું દાન કરતો એવો તું તારા પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. અને તેવા પ્રગટ થયેલા શુદ્ધસ્વરૂપની પોતાના આત્માને ભેટ ધરે છે (દાન કરે છે) તથા દાનના અવસરે પરના ઉપકાર માત્રનો જ જો પરિણામ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કરે છે તો તેનાથી પુણ્ય બાંધવા દ્વારા, અને અપહરણના અવસરે પરના અપકારના પરિણામ વડે પાપ બાંધવા દ્વારા કર્મબંધો વડે તું તારા પોતાના શુદ્ધસ્વરૂપનું અપહરણ કરે છે. તારું શુદ્ધ સ્વરૂપ તું હારે છે. આ પ્રમાણે શુદ્ધ નિશ્ચયનયથી તું તારા પોતાના રૂપને (શુદ્ધ સ્વરૂપને) જ પ્રગટ કરનાર કે અપહરણ કરનાર છે. તું પરદ્રવ્યોની લેવડ-દેવડનો કર્તા નથી. કોઈ શિકારીએ પક્ષીને વિંધવા બાણ માર્યું. ધારો કે બાણના સનસનાટ શબ્દને સાંભળીને બાણ આવતાં પહેલાં પક્ષી ઉડી ગયું અને પક્ષી ન વિંધાયું. તો પણ બાણ મારનાર હિંસક કહેવાશે જ. અને પાપકર્મ બાંધશે જ. કારણકે પંખીનું વિંધાવું એ વ્યવહારનયથી હિંસા છે. અને પક્ષીને વિંધવાના પરિણામ એ નિશ્ચયનયથી હિંસા છે. તેમ અહીં પણ પૌગલિક વસ્તુનો આ જીવ દાતા-અપહર્તા વ્યવહાર નયથી છે. અને શુભાશુભ સંકલ્પોનો કર્તા-હર્તા અશુદ્ધ નિશ્ચયનયથી છે. એમ હૃદયમાં ચિતવો. (વિચારો). આ ચર્ચા સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો જ સમજાય તેવી છે. તેથી જ જીવ પોતાના સ્વરૂપનો જ દાતા (પ્રગટ કરનાર) અને અપહર્તા (કર્મોથી આવૃત કરનાર) હોય છે. પરદ્રવ્યોનો કર્તા-હર્તા નથી છતાં સ્કૂલબુદ્ધિવાળા જીવો તેનાથી અન્યથા– ઉલટું (હું પૌગલિક પદાર્થોનો કર્તા-અપહર્તા છું એમ) મુખથી બોલે છે. પરંતુ સ્વ-સ્વરૂપનું કર્તુત્વ આદિ આ જીવ જાણતો નથી વાસ્તવિક પણે પરનું કર્તુત્વ નથી, માત્ર સ્વનું જ કર્તુત્વ છે. મોહાલ્વ એવા સ્થૂલબુદ્ધિવાળા જીવો આવું સમજી શકતા નથી અને ઉર્દુ મુખથી બોલે છે. ૪-૫ / અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે ! શાકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે છે ૪-/ શુદ્ધ નય અર્થ મન ધારીએ છે ૪૨ || અન્યથા=વિપરીત, જ્ઞાયકભાવ=જ્ઞાતાપણાનો ભાવ એકલો ફક્ત. ગાથાર્થ= પારમાર્થિક પરિસ્થિતિ ન સમજવાથી “હું દાનાદિનો કર્તા છું” એવાં ઉલટાં (વિપરીત) વચનો બોલી બોલીને ફરી ફરી (વારંવાર) તું ફોગટ કર્મો જ બાંધે છે. દાન-અપહરણાદિના કાળે આત્મા કેવળ એકલા “જ્ઞાયકભાવ”ને ગ્રહણ કરે છે તે આત્મા પારમાર્થિક સુખને સાધે છે. ૪-૬ || Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી ૧૧૩ વિવેચન= આહારાદિનું દાન આપવાની જે ક્રિયા કરી તે શુભ યોગપ્રવૃત્તિ છે. અને અપહરણાદિની જે ક્રિયા કરી તે અશુભયોગપ્રવૃત્તિ છે. આ બન્ને પ્રકારની શુભાશુભ યોગ પ્રવૃત્તિ નામકર્મના ઉદયજન્ય છે. અને પૂર્વે બાંધેલા રાગ-દ્વેષાત્મક મોહનીય કર્મના ઉદયથી સંમિશ્રિત છે. નામકર્મ અને મોહનીયકર્મના ઉદયજન્ય હોવાથી આત્માની પોતાની આ પ્રવૃત્તિ નથી. છતાં અજ્ઞાની આત્માઓ તેવા પ્રકારની શુભાશુભક્રિયાઓમાં પોતાનું કર્તૃત્વ સ્થાપીને ફરી પાછા રાગ-દ્વેષાદિ કરે છે. જે શુભાશુભ ક્રિયાઓ ઔદયિકભાવની હોવાથી પુણ્ય-પાપ કર્મની માલિકીની છે. પરંતુ જીવની પોતાની નથી. તેને પોતાની માનીને પોતાની ગાવી તે જ અન્યથા વચન. “મેં આટલા રૂપીયાનું અહીં આ દાન આપ્યું, મેં આ સંસ્થા બંધાવી. મેં ગામના લોકોને ખાવા-પીવાનું કરી આપ્યું” ઈત્યાદિ વચનો બોલીને ઔદયિકભાવની ક્રિયાઓને પોતાની માનીને તેના કર્તુત્વભાવવાળાં મિથ્યાવચનો બોલવા દ્વારા દાનાદિ ક્રિયાઓનું અભિમાન કરીને તે આત્મા ! તું ફરી ફરીને ફોગટ કર્મ બાંધે છે. અહીં દાનાદિ ક્રિયાઓ મોહત્યાગનો અને પરોપકારનો હેતુ હોવાથી ખોટી નથી. પરંતુ તેની પાછળ કર્તુત્વબુદ્ધિ અને અહંકારાદિ ભાવ ખોટા છે. આ ચારે ઢાળોમાં આવેલી આવી ઉત્તમ-સુંદર ગાથાઓના અર્થ સાંભળીને, સમજીને આત્માર્થી મુમુક્ષુ ભવ્ય જીવોએ આત્મહિત માટે અહીં ઘણો વિચાર કરવો ઘટે છે કે પોતાના પુરુષાર્થથી કમાયેલા પોતાની માલિકીવાળા, અને પોતાની ઈચ્છા પ્રમાણે જેનો ઉપયોગ કરી શકાય તેવા પોતાના રૂપીયા પણ હે આત્મા ! નિશ્ચયનયથી જો તારા નથી. પરદ્રવ્ય છે. પુણ્યકર્મરાજાના છે. આ બધો તો ઔદયિકભાવમાત્ર છે. આત્માના ગુણસ્વરૂપ નથી. બંધનકર્તા છે. અભિમાન કરાવનાર છે અને રાગાદિ દ્વારા ફરી ફરી કર્મ બંધાવનાર છે. તો પછી ગામલોકો પાસેથી અથવા બહારગામના લોકો પાસેથી રૂપીયા લાવીએ અને તેના દ્વારા દીન-અનાથોને જમાડીએ, વસ્ત્રાદિ આપીએ. પશુઓને ઘાસ આદિ નાખીએ અથવા દેરાસર. ઉપાશ્રય બંધાવીએ. સ્કુલ-કોલેજ બંધાવીએ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અથવા કોઈ આવું સંકુલ ઉભુ કરીએ, તેવાં તેવાં કાર્યોમાં “મેં આ કાર્ય કર્યું” હું હતો તો આ સંસ્થા ઉભી થઈ, આ મારી સંસ્થા છે” હું કહું તેમ જ થશે ઈત્યાદિ કર્તુત્વબુદ્ધિ રાખવી, અભિમાન કરવું, ગૌરવ લેવું, વગેરે કેટલું ઉચિત ગણાય ? જો જ્ઞાનદશા જાગૃત રાખવામાં ન આવે તો આસક્તિ અને મમતામાં ડુબવા દ્વારા માત્ર કર્મ બંધાવનાર છે. પોતાની પૌગલિક વસ્તુઓને પણ કર્મોદયજન્ય હોવાથી પોતાની માનવાની નથી, એમ શાસ્ત્રકાર ભગવંતો સમજાવે છે, તો પછી પરાયી વસ્તુઓને તો પોતાની કેમ મનાય ? માટે સર્વ જીવ દ્રવ્યો અને સર્વ પુદગલ દ્રવ્યો પરાયાં માનીને તે આત્મા ! તું પર પરિણતિનો (વિભાવદશાનો) ત્યાગ કર. પ્રશ્ન- તમારી ઉપર સમજાવેલી વાત સર્વથા સાચી છે. અને ઘણી ઉંચી છે. એમ જણાય છે. પરંતુ જ્યારે જ્યારે અમે અમારા કમાયેલા ધન, વસ્ત્ર અને આહારાદિનું દાન કરતા હોઈએ, ત્યારે પોતાની અથવા અન્ય લોકો પાસેથી રૂપીયા લાવીને નવું સંકુલ ઉભુ કરીએ ત્યારે, કર્તુત્વબુદ્ધિ, માન અને ગૌરવ થઈ જ જાય છે. અને તે કર્તુત્વબુદ્ધિ વગેરેથી તમારા સમજાવ્યા પ્રમાણે શુભ-અશુભ સંકલ્પો કરવા દ્વારા પુણ્ય-પાપ કર્મો પણ અવશ્ય બંધાઈ જ જાય છે. પુણ્યકર્મ એ પણ એક પ્રકારનું બંધન (સોનાની પણ બેડી) જ છે. તો પછી કર્મો ન બંધાય અને પૂર્વે બાંધેલાં કર્મોથી મુક્ત થવાય તે માટે શું કરવું જોઈએ ? તેનો ઉપાય કયો ? તે સમજાવો. ઉત્તર= “જ્ઞાયકભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે” જે જે આત્માઓ આવા પ્રકારના દાનાદિ ક્રિયા કરવાના અવસરે પોતાના આત્માને કેવળ એકલા “જ્ઞાયકભાવમાં” રાખે છે, કર્તાભાવમાં લઈ જતા નથી તે આત્માઓ નવાં કર્મો બાંધતા નથી અને જુનાં કર્મો ખપાવીને અનંત આનંદમય મુક્તિસુખને સાધે છે. પ્રશ્ન- “એકલો જ્ઞાયકભાવ” એટલે શું? અને તે કેવી રીતે રખાય? ઉત્તર- આપણાથી બીજા કોઈ ધનવાન પુરુષો કોઈ દીન, દરિદ્ર તથા યાચકવર્ગને આહાર, વસ્ત્ર કે ધનાદિ આપતા હોય, અથવા કોઈ સંકુલ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ ચોથી ઉભું કરતા હોય તો તે અવસરે તે ધનવાનો દ્વારા થતી દાનાદિની ક્રિયા દૂર ઉભા ઉભા આપણે માત્ર (જ્ઞાયકભાવવાળા) જોવા વાળા જ બનીએ છીએ. તે જોઈને અત્યંત રાજી-નારાજ થતા નથી. કર્તુત્વભાવ, અહંકાર કે ગૌરવ લેવાનું મન જ થતું નથી. કારણકે તે આહાર-વસ્ત્ર-અને ધનાદિ આપણાં નથી એમ જાણીએ છીએ. માત્ર આ એક સારું કામ કરે છે. એવો અહોભાવ થાય છે. એવી જ રીતે આપણા પોતાના ધનાદિ પૌગલિક પદાર્થો પણ આપણા પોતાના નથી. કર્મરાજાના છે. પરાયા છે સંસારવર્ધક છે. એક પ્રકારની ઉપાધિ (બલા) છે, એમ સમજીને તે ધનાદિ ઉપરના રાગાદિભાવો ટાળીને, આ ઉપાધિ આટલી તો ઓછી થઈ એમ મનમાં માનીને રાગદ્વેષરહિતપણે, હર્ષ-શોક રહિતપણે, મધ્યસ્થભાવે દાનાદિની આ ક્રિયાને કરતાં માત્ર જ્ઞાયકભાવથી નિરીહભાવે જોવાની જ રહે છે. આવા પ્રકારના અલિપ્તભાવથી અભિમાન આવતું નથી, કર્તુત્વબુદ્ધિ થતી નથી, માન-બહુમાન કે ગૌરવ લેવાનું મન થતું નથી. નામનાનો કે તકતીનો મોહ રહેતો નથી. અનાસક્ત ભાવના જોરે આ જીવ પૂર્વબદ્ધ કર્મો ખપાવી નિર્મોહી થઈને ક્ષપકશ્રેણિ રચવા દ્વારા મુક્તિનાં અનંત અનંત સુખોને સાધે છે. આ ગાથાઓમાં તથા તેના વિવેચનોમાં દાનાદિ ક્રિયાનો નિષેધ નથી પરંતુ તેની પાછળ રહેલી આશયની અશુદ્ધિનો નિષેધ છે. જે ૪-૬ .. શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, ધરે જે નટ માયા ! તે ટળે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા ! ૪-૭ / શુદ્ધ નય અર્થ મન ધારીએ |૪૩ નટમાયા=નટની પ્રક્રિયા,તેરનટની પ્રક્રિયાને,ટળેeત્યજી દે ત્યારે. ગાથાર્થ= આ જીવ શુભ અને અશુભ આવા પ્રકારના માનસિક સંકલ્પો અને વિકલ્પો દ્વારા નટની માયાને (હર્ષ-શોકાદિને) ધારણ કરે છે. પરંતુ જ્યારે આ આત્મા તેવા પ્રકારની (હર્ષ-શોકાદિ સ્વરૂપ) નટમાયાને ત્યજી દેશે ત્યારે જ આ આત્મારૂપી રાજા પ્રભુ થયો છતો સ્વાભાવિક સુખને અનુભવશે. ૪-/ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિવેચન= જ્યારે નાટક બતાવવાની રંગભૂમિ ઉપર ઉતરેલો નટ જે જે પાત્ર ભજવવા માટે જેવો જેવો વેશ પહેરે છે અને તેને અનુસરતા જે હાવભાવ કરે છે ત્યારે તે પોતાની અસલી મૂલજાતને વિસરી જાય છે અને ભજવવા ધારેલા પાત્ર રૂપે જ બની જાય છે તો જ તે પાત્ર પોતે ન્યાય પૂર્વક ભજવી શકે છે. જો તે નાટક ભજવતી વખતે પોતાની ભૂલ અસલી જાત તેને સ્મરણમાં આવી જાય તો ભજવવા ધારેલું પાત્ર યથાર્થતાથી ભજવી શકાય નહીં અને નાટકનો રસ તથા મહત્તા ખલાસ થઈ જાય. તેવી જ રીતે આ આત્મા પોતાના મૂલ અસલી સ્વરૂપે પરદ્રવ્યોથી ભિન્ન હોવાના કારણે દાનાદિનો અકર્તા અને અનપહર્તા હોવા છતાં આવા પ્રકારની પોતાની અસલી જાતને ભૂલી જઈને તે અજ્ઞાનતાથી, મોહાલ્પતાથી મનમાં શુભ-અશુભ સંકલ્પો કરીને પોતાની જાતને દાનાદિનો કર્તા અને અપહર્તા માની લે છે અને તેથી અભિમાનાદિ કરીને જીવ ફરી ફરી નવાં નવાં કર્મો બાંધે છે. પરનો ઉપકાર કરવા રૂપ રતિમોહનીયના અને અપકાર કરવા રૂપ અરતિમોહનીયના ઉદયથી અનુક્રમે દાન અને અપહરણ કરવાના શુભ અને અશુભ સંકલ્પો દ્વારા આ આત્મા નટની જેમ ભિન્નભિન્ન સ્વરૂપવાળો માયાવી બને છે. અને તેના દ્વારા કર્મો બાંધીને તેના ઉદયથી રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગી, સુરૂપ-કદ્રુપ, ધનવાન-નિધન ઇત્યાદિ રીતે અનેક પાત્ર રૂપ બને છે. જ્યારે તે તે= આ અજ્ઞાનદશા ટળી જાય છે. અને પારદ્રવ્યને પરદ્રવ્ય રૂપે જાણીને તેમાંથી પોતાની મમતા-પ્રીતિ દૂર કરીને કર્તુત્વાદિ બુદ્ધિને દૂર કરે છે. કેવળ એકલા જ્ઞાયકભાવમાં આવી જાય છે. ત્યારે પરદ્રવ્યના કર્તુત્વાદિના અહંકારાદિને ત્યજીને ભવાભિનંદીપણું ટાળીને તે જીવ ભોગી, વિલાસી, પુદ્ગલાનંદી બનતો નથી, પરંતુ વૈરાગ્ય ભાવ પ્રાપ્ત કરીને સ્વભાવદશાના અનુભવ તરફ વળ્યો છતો પોતાના આત્માની અલિપ્ત દશારૂપ શુદ્ધ નિર્મળતા પ્રાપ્ત કરતો છતો વીતરાગ અવસ્થા= પ્રભુત્વ પ્રાપ્ત કરીને આ આત્મા (આત્મા રૂપી રાજા) સ્વાભાવિક અનંત-અનંત સુખનો અનુભવ કરનાર બને છે. | ૪-૭ | Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી પર તણી આશા વિષવેલડી, ફલે કર્મ બહુ ભાંતિ ! જ્ઞાન દહને કરી તે દહે, હોએ એક જે જાતિ છે ૪-૮ શુદ્ધ નય અર્થ મન ધારીએ તે ૪૪ / વિષવેલડી= ઝેરની વેલ, લેક બંધાય છે. બહુભાંતિ= બહુ પ્રકારે, જ્ઞાનદહને= જ્ઞાનરૂપી અગ્નિ વડે. ગાથાર્થ= પર દ્રવ્યોની આશા એ વિષની વેલડી સમાન છે. તેનાથી બહુ પ્રકારે કર્મો બંધાય છે. જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા જો તે વિષવેલડી બાળી નાખવામાં આવે તો આ આત્મા વિશિષ્ટ એવી એક શુદ્ધ જાતિવાળો બને છે. ૪-૮ || વિવેચન= ઉપર કરેલી વિસ્તૃત ચર્ચાથી સમજાશે કે અજ્ઞાન અને મોહને પરવશ બનેલા મૂઢ આત્માઓ પર એવા પુદ્ગલ દ્રવ્યોના સંયોગમાં અને અન્ય જીવદ્રવ્યોના સંયોગમાં જ સુખ પ્રાપ્ત થવાની કલ્પનાઓ કરીને, તેને જ પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં રચ્યા-પચ્યા રહે છે. અધિક ને અધિક પરદ્રવ્યોની પ્રાપ્તિની આશામાં જ જીવન પસાર કરે છે. આ પરની આશા એ જ વિષની વેલડી સમાન છે. સર્વે અન્ય પુગલદ્રવ્યો અને પોતાના આત્મા સિવાય અન્ય સર્વ જીવદ્રવ્યો પોતાનાં નથી. પરાયાં છે. છતાં તેમાં મારાપણાની કલ્પના કરીને ઈનિષ્ટની પ્રાપ્તિ-પરિહારની ઈચ્છા રૂપી આશાથી આ જીવ બંધાય છે. આ પરની આશા એ જ ભયંકર વિષની (ઝેરની) વેલડી છે. (જેની છાયા પણ દેહાંત કરાવનારી છે) પર પ્રત્યેની આશાના કારણે જ આ જીવ ઈષ્ટની પ્રાપ્તિમાં રામાન્ય અને ઈષ્ટની અપ્રાપ્તિમાં પાન્ધ બને છે. તથા અનિષ્ટની પ્રાપ્તિમાં દ્વેષાન્ય અને અનિષ્ટની અપ્રાપ્તિમાં રાગાન્ધ બને છે. આવા પ્રકારના રાગ-દ્વેષના કાષાયિક પરિણામોને લીધે આ જીવ જ્ઞાનાવરણીય અને મોહનીય આદિ વિવિધ કર્મોને બાંધે છે. અને અનંત સંસાર-પરિભ્રમણ કરનારો બને છે. વૈરાગ્યની એક સઝાયમાં પણ કહ્યું છે કે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૮ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાશા | તે કાટકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા / આપ સ્વભાવમાં રે અવધુ સદા મગનમેં રહના. || " અર્થ પર પદાર્થોની આશા હંમેશાં નિરાશારૂપ જ છે. કોઈ પણ જાતનું સુખ આપનાર નથી. (દુઃખ જ આપનાર છે, તેથી આ પરની આશા જગતના જીવોને ફસાવનારી એક પ્રકારની જાળ જ છે. તેથી તે આશાને કાટવાનો (છેદવાનો) પ્રયત્ન કરો અને તેનાથી (પરની આશાને છેદવાથી) હંમેશને માટે સુખવાળો વસવાટ પ્રાપ્ત કરો. સજ્જન પુરુષોનો નિરંતર સંગ, આધ્યાત્મિક ગ્રંથોનું વારંવાર પઠન-પાઠન, મહાત્મા પુરુષો પ્રત્યેનો હાર્દિક બહુમાનનો ભાવ, સાંસારિક સુખો ઉપરનો વૈરાગ્ય, સંસારનાં સુખોને પણ બંધન સમજી તેનાથી મુક્ત થવાની અભિલાષા, વૈરાગ્યવાહી દેશનાનું સતત શ્રવણ, ધાર્મિક અનુષ્ઠાનોના આચરણકાલે પણ સંવેગ-નિર્વેદની વૃદ્ધિનું જ લક્ષ્ય, ઈત્યાદિ ઉત્તમ આચરણાઓ અને વિચારસરણીઓથી જ્યારે આ આત્મા શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાનું સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત કરે છે. અને તેવા પ્રકારના સમ્યજ્ઞાન દ્વારા વિષની વેલડી સમાન આ પરદ્રવ્યોની આશાને (પરપરિણતિને) જ્યારે ટાળે છે. પરદ્રવ્યોનો મોહ ત્યજે છે. ત્યારે જ નિર્વેદ-સંવેગ આદિ ગુણો પ્રાપ્ત કરવા દ્વારા પોતાના શુદ્ધ આત્મતત્ત્વને જ અક્ષય અને અનંતગુણવાળો જોતો છતો, જાણતો છતો, પુણ્ય-પાપ કર્મોના ઉદયજન્ય સઘળા પણ સાનુકૂળ-પ્રતિકૂળ ભાવો તરફથી ઉદાસીનવૃત્તિવાળો થયો છતો રાગ-દ્વેષ નહીં કરવા વડે (સમભાવમાં રહેવા વડે) પૂર્વસંચિત કર્મોને ખપાવી શુદ્ધસ્વભાવદશાની રમણતાને પ્રાપ્ત કરે છે. જેમ અગ્નિના તાપ દ્વારા જેમાંથી મેલ બળી ગયો છે એવું સુવર્ણ વિશિષ્ટ જાતવાનું બને છે. તેવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ દ્વારા જે આત્મામાંથી પદ્રવ્યોમાં સુખબુદ્ધિવાળી વિષવેલડી બની ગઈ છે. તે આત્મા શુદ્ધ-બુદ્ધનિર્મળ એવો એક વિશિષ્ટ જાતવાન બને છે. / ૪-૮ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી રાગ દ્વેષ રહિત એક જે, દયા શુદ્ધ તે પાળે છે પ્રથમ અંગે એમ ભાખિયું, નિજ શક્તિ અજુઆળે છે ૪-૯ છે! શુદ્ધ નય અર્થ મન ધારીએ છે ૪૫ / ગાથાર્થ= જે આત્મા રાગ અને દ્વેષ રહિત બને છે. તે જ એક આત્મા પોતાના આત્માની શુદ્ધ એવી ભાવદયા પાળે છે. આવી ભાવદયા દ્વારા પોતાના આત્માના ગુણોના વિકાસ સ્વરૂપ આત્મશક્તિને તે ઉજ્જવળ કરે છે. એમ પ્રથમ અંગ (આચારાંગમાં) કહ્યું છે. | ૪-૧૦ || વિવેચન= સંસારમાં પરિભ્રમણ કરતા એવા સર્વે જીવોને પૂર્વે બાંધેલા પુણ્ય-પાપ કર્મોના ઉદયથી સુખ-દુઃખ અને સુખ-દુઃખના સંયોગવિયોગો નિરંતર પ્રાપ્ત થતા જ હોય છે. એમાં આશ્ચર્ય પામવા જેવું કશું છે જ નહીં. સંસારી જીવોમાં પર પદાર્થજન્ય ચડતી અને પડતી આ સંસારમાં સદા આવે જ છે. પર પદાર્થને જે પોતાના માને છે તેને જ આ ચડતી અને પડતી, હર્ષ-શોક તથા રાગ-દ્વેષ કરાવનારી બને છે. પરંતુ જે આત્માઓ શાસ્ત્રોના જાણકાર બની યથાર્થ વૈરાગ્યવાસિત હૃદયવાળા બન્યા છે. અને તેના જ કારણે પુણ્યોદયજન્ય સાનુકૂળ સંજોગોમાં રાગ અને પાપોદાય જન્ય પ્રતિકૂળ સંજોગોમાં વૈષ કરતા નથી. પોતાના આત્મામાં રાગ-દ્વેષના પરિણામ લાવતા નથી (મલીન પરિણામોને આવવા દેતા નથી) તે જ આત્માઓ શુદ્ધ એવી ભાવદયાના યથાર્થ પ્રતિપાલક બને છે. એમ જાણવું. પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસ આ દશ દ્રવ્યપ્રાણો છે સાંસારિક જીવન જીવવાનાં સાધન હોવાથી તેને દ્રવ્યપ્રાણ કહેવાય છે. તેવા દ્રવ્યપ્રાણોનો સંયોગ તે જન્મ, અને દ્રવ્યપ્રાણોનો વિયોગ તે મરણ કહેવાય છે. તેવા પ્રકારના દ્રવ્યપ્રાણોના વિયોગાત્મક મરણમાંથી જીવને બચાવવો તેને દ્રવ્યદયા કહેવાય છે. અણુવ્રતધારી શ્રાવક-શ્રાવિકામાં અને મહાવ્રતધારી સાધુ-સાધ્વીજીમાં “પ્રાણાતિપાત વિરમણ વ્રત” મુખ્યત્વે આ દ્રવ્યદયા સ્વરૂપ હોય છે. કારણકે આ વ્રતથી અન્યજીવના દ્રવ્યપ્રાણોને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત હણવાની ક્રિયાનું વિરમણ કરાય છે. આ દ્રવ્યદયાના સંસ્કારો માનસિક, વાચિક અને કાયિક શુભ યોગાત્મક હોવાથી પુણ્યબંધના હેતુ બને છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર, વીર્ય, મધ્યસ્થતા, સમભાવ, રાગ-દ્વેષ રહિત પરિણતિ, વિભાવદશાનો ત્યાગ, સ્વભાવદશાની રમણતા આ બધા ગુણો આત્માનું શુદ્ધ સ્વસ્વરૂપ હોવાથી ભાવપ્રાણ કહેવાય છે. જેમ દ્રવ્યપ્રાણીથી એકભવનું જીવન ટકે છે તેમ ભાવપ્રાણોથી આ આત્માનું આત્મત્વ ટકે છે. તેથી ભાવપ્રાણીની રક્ષા કરવી એ ભાવદયા છે. માટે જે જે આત્માઓ સુખ-દુઃખના સંયોગ-વિયોગોમાં રાગ-દ્વેષના પરિણામ કરતા નથી. પોતાના આત્માની શુદ્ધ સ્વભાવદશામાં જ વર્તે છે. પરપરિણતિમાં ડુબતા નથી. તે મહાત્માઓ અન્ય જીવો ઉપર પણ આવી ભાવદયાના પરિણામ કરવા પૂર્વક વર્તનારા બને છે. તેથી જ અન્ય સંસારી જીવો પણ સાંસારિક સુખ-દુઃખના સાધનભૂત પુદ્ગલ આદિ પરદ્રવ્યો ઉપરના રાગ-દ્વેષના પરિણામથી કેમ તુરત મુક્ત બને ? એવી ભાવદયા હૃદયમાં લાવી વૈરાગ્યમાર્ગની ધર્મદેશના આપતા છતા નિરીહભાવે (બદલામાં કંઈ પણ નહીં લેવાની વૃત્તિ રાખીને) પૃથ્વીતલ ઉપર વિચરે છે. તથા વૈરાગ્યવાહી ધર્મદેશનાથી પરજીવોને સંસારથી તારે છે અને ભવ્ય દેશના આપતા છતા પોતાના આત્માની પણ વિશેષ વિશેષ શુદ્ધિ કરતા તે મહાત્માઓ પોતાના આત્માની શક્તિને સ્વ-પર ઉપકાર કરવા દ્વારા ઉજ્જવળ કરે છે. અને સર્વત્ર અનાશસભાવે સ્વ-પરનું હિત કરીને કલ્યાણ સાધે છે. આ પ્રમાણે આચારાંગસૂત્રમાં કહ્યું છે. | ૪-૯ || એક્તા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે છે જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે છે ૪-૧૦ || શુદ્ધ નય અર્થ મન ધારીએ ! ૪૬ એકતા= લીનતા, ભાખે= કહે, અવિકલ્પ= મોહના વિકલ્પો રહિત. ગાથાર્થ= જે મહાત્માઓ પોતાના આત્માના જ્ઞાનાદિગુણોની સાથે એકતા (લીનતા) વાળા બને છે (પર-પરિણામોને ત્યજી દે છે) તે મહાત્માઓ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી નિશ્ચયનયથી ભાવદયાવાળા છે. એમ મહર્ષિપુરુષો કહે છે. ભાવદયાના પરિણામોવાળા અને મોહના વિકલ્પોથી રહિત એવા શુદ્ધ ઉપયોગમાં વર્તતા આ આત્માઓ પોતાના (ભાવ) પ્રાણીની રક્ષા કરનારા બને છે. / ૪-૧૦ || વિવેચન= જેમ શરીર આદિ ૧૦ દ્રવ્યપ્રાણો જીવને પ્યારા છે કારણકે દ્રવ્યપ્રાણી હોતે છતે જીવ પોતાનું જીવન જીવી શકે છે. ભવનો તે તે વિવક્ષિત પર્યાય દ્રવ્યપ્રાણી વડે ટકે છે. તેથી દ્રવ્યપ્રાણીની રક્ષા કરવી તેને જેમ દયા કહેવાય છે અને દ્રવ્યપ્રાણોનો વિયોગ કરવો-કરાવવો તે જેમ હિંસા કહેવાય છે તેવી જ રીતે પારદ્રવ્યો પ્રત્યેની પરિણતિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મતત્ત્વના અનુભવ રૂપ જ્ઞાનાદિ ગુણોમય જે પ્રાણો છે તે ભાવપ્રાણી છે. ભવાભિનંદીપણું ટળે ત્યારે આ ભાવપ્રાણી તરફ પ્રીતિ થાય છે. તે ભાવપ્રાણી હોતે છતે આ જીવ પોતાનું મોહના વિકલ્પો -વિનાનું શુદ્ધ-આત્મતત્ત્વના અનુભવરૂપ આત્મરમણતાવાળું જીવન અનંતકાળ જીવી શકે છે. તેવા પ્રકારના આ ભાવપ્રાણોની રક્ષા કરવી તે પણ ભાવથી દયા કહેવાય છે અને મોહના દોષોને આધીન થઈને આવા પ્રકારના આ ભાવપ્રાણોને હણવા તે ભાવહિંસા કહેવાય છે. જે આત્માઓ પરજીવોને આહાર, વસ્ત્ર-પાત્ર, ધન આદિ આપીને ભુખ્યા-તરસ્યા માણસોને અને પશુ-પક્ષીઓને જીવાડે છે. અર્થાત્ તેઓના શરીર, ઇન્દ્રિય આદિ દ્રવ્યપ્રાણીની રક્ષા કરે છે તેને દ્રવ્યદયા કહેવાય છે. અને આવા દ્રવ્યપ્રાણોથી જીવનો વિયોગ (હત્યા) કરાવે છે તેને દ્રવ્યહિંસા કહેવાય છે. તેવી જ રીતે જે આત્માઓ પોતાના આત્માને અને યથાર્થ ધર્મોપદેશ દ્વારા પરના આત્માને મોહના દોષોથી છોડાવે છે. પરદ્રવ્યો પ્રત્યેના રાગ-દ્વેષથી મુક્ત બનાવે છે. અને આત્માના જ્ઞાનાદિ ગુણોની સાથે એકતા (લીનતા) કરે છે અને કરાવે છે. તેને સુગુરુઓ (પૂર્વના મહર્ષિ પુરુષો) ભાવદયા કહે છે અર્થાત્ નિશ્ચયનયથી તે દયા છે. એમ કહે છે. કારણકે આવી દયાથી સુરક્ષિત બનેલો આ જીવ હવે અનંતકાળ મરણ પામવાનો નથી. તથા કોઈ જીવને કે પોતાના જીવને પોતાના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગુણોરૂપી ભાવપ્રાણોથી વિખુટો કરવો એટલે કે મોહના વિકારોમાં જોડવો. કામ, ક્રોધ, માન આદિ વિકારોમાં નાખવો તે નિશ્ચયનયથી ભાવહિંસા કહેવાય છે. મોહાન્યતાથી આ જીવ આવી ભાવહિંસા કરીને કર્મો બાંધે છે. અને અનંતીવાર મૃત્યુ પામનાર બને છે. ઉપરોક્ત ચર્ચાથી સમજાય છે કે દ્રવ્યપ્રાણોનો વિયોગ તે દ્રવ્યમ૨ણ, ભાવપ્રાણોનો વિયોગ તે ભાવમરણ, દ્રવ્ય પ્રાણોની રક્ષા તે દ્રવ્યદયા, અને ભાવપ્રાણોની રક્ષા તે ભાવદયા કહેવાય છે. દ્રવ્યદયા એ પરજીવના દ્રવ્યપ્રાણોની રક્ષા કરવા સ્વરૂપ હોવાથી અવશ્ય શુભ છે. પરંતુ તેના (તે જીવના) રક્ષાયેલા દ્રવ્યપ્રાણો એક ભવ પૂરતા જ છે. કાળાન્તરે નાશ તો પામવાના જ છે. વળી દ્રવ્યદયા કરનારાને ધન-આહારાદિ મેળવવામાં સાવદ્યયોગ સેવવો જ પડે છે. તથા પરને આપવામાં અને આપ્યા પછી સદુપયોગ થયો કે દુરુપયોગ થયો તેમાં, હર્ષ-શોક, અને ક્રોધ-માનાદિ મોહના વિકલ્પો થવાનો પણ સંભવ તો રહે જ છે. આ કારણથી દ્રવ્યદયા જરૂર કર્તવ્ય છે. પરંતુ તેની સાથે ભાવદયા પણ કર્તવ્ય તથા વિશેષે ઉપકારી છે. અને અતિશયે કરીને કર્તવ્ય છે તથા જે ભાવદયા કરનારો જીવ હોય છે. તે સત્સંગ, સ્વાધ્યાય, અને ગીતાર્થોની નિશ્રાથી પરદ્રવ્ય પ્રત્યેના મોહના ત્યાગથી પુણ્યકર્મ અને પાપકર્મ બન્નેની બેડીરૂપતા સમજી બન્નેના આશ્રવોથી દૂર રહી હર્ષ-શોક-પ્રીતિ-અપ્રીતિ આદિ મોહના સંકલ્પ-વિકલ્પોથી રહિત બની શુદ્ધ એવા આત્મતત્ત્વના જ્ઞાનાદિ ગુણોના ઉપયોગમાં જ વર્તનાર બને છે. આવા પ્રકારની નિર્વિકલ્પવાળી શાનોપયોગદશા આ આત્માના ભાવપ્રાણોની રક્ષા કરનાર બને છે. જેનાથી અનંતકાળમાં પણ ક્યારેય મૃત્યુ ન આવે તેવી અવસ્થા તે જીવ પામે છે. અને શ્રોતાઓને પમાડે છે. તેથી જ મહાપુરુષો વર્ષીદાન આદિ વડે કરાતી દ્રવ્યદયા એ દયા હોવા છતાં પણ, તેમાં પરનો ઉપકાર થતો હોવા છતાં પણ, તેને ગૌણ કરીને સર્વ બાહ્યસંપત્તિના ત્યાગવાળી દીક્ષા ગ્રહણ કરે છે. જેમાં પોતાના મોહના સંકલ્પ-વિકલ્પો જીતવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને પોતાનો Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ચોથી ૧૨૩ મોહ જીત્યા પછી વીતરાગ બની કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પરજીવોને પણ મોહના દોષોથી બચાવવા માટે શુદ્ધધર્મની દેશના આપતા છતા વિચરે છે. આવા પ્રકારના આત્મરમણી આત્માઓને શાસ્ત્રકારભગવંતોએ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ દયાવાળા કહેલા છે. ।। ૪-૧૦ || આ જ વાત ગ્રંથકારશ્રી હજુ વધારે સ્પષ્ટ કરે છે કેજેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે । નિજ દયા વિણ કહો પરદયા, હોવે કવણ પ્રકારે ॥૪-૧૧ શુદ્ધ નય અર્થ મન ધારીએ ॥ ૪૭ ॥ ગાથાર્થ= જે આત્માઓ પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરે છે તે વ્યવહારનયથી દયા કહેવાય છે. પરંતુ પોતાની ભાવદયા વિના પરની કરાતી તે દ્રવ્યદયા કહો તો ખરા કે કેવી રીતે આત્મશુદ્ધિરૂપ ઉપકારનેકરનારી બને ? | ૪-૧૧ || વિવેચન= જે આત્માઓ પશુઓની રક્ષા માટે તૃણાદિ, પક્ષીઓની રક્ષા માટે ચણ આદિ, અને મનુષ્યોની રક્ષા માટે આહાર-વસ્ત્ર, પાત્ર-ધનાદિ આપવા દ્વારા દ્રવ્યદયા કરે છે. તેને શાસ્ત્રકારભગવંતો વ્યવહારનયથી દયા કહે છે. કારણ કે આ દ્રવ્યદયા પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરનારી છે. લાગણીરૂપ છે. પરના પ્રાણો પ્રત્યેના પ્રેમવાળી છે. પરજીવો પણ પ્રાપ્તજીવનને જીવવાના અર્થી છે. તેમનું જીવન જીવવાનું પ્રયોજન સધાય છે. તેથી અવશ્ય શુભ છે. પ્રાથમિક કક્ષામાં આદરણીય પણ છે. અને આ અનુકંપા અવશ્ય કર્તવ્ય જ છે. પરંતુ ભાવદયાની તુલનામાં આવે તેવી નથી. કારણકે આ દ્રવ્યદયા કરવા માટે ધન અવશ્ય જોઈએ. તે મેળવવામાં આ જીવ રાગ-દ્વેષ અને આરંભ-સમારંભના અનેક દોષો સેવનાર હોય છે. તથા પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિના અનેક પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે. વળી પર-પ્રાણીઓને આહાર-ધનાદિ આપ્યા પછી તેઓએ તેનો ઉપયોગ બરાબર કર્યો કે ન કર્યો ? કોઈ કોઈનું પડાવી ગયું કે કોઈ બે-ત્રણ વાર લઈ ગયું, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ઈત્યાદિ જોતાં આપનારાને પણ ક્યારેક ક્રોધ-માનાદિના અનેક પ્રકારના મોહજન્ય-સંકલ્પ-વિકલ્પો મનમાં ઉઠે છે. તથા આવું દાનનું કામકાજ કરનારાઓનું માન તે તે સંસ્થાઓમાં (સંસ્થાઓની કમિટિઓમાં) બરાબર સચવાયું કે ન સચવાયું, તેમાં પણ અનેક પ્રકારના કષાયોના વિકલ્પો ઉઠે છે. માટે આત્માને વિભાવદશામાં લઈ જવાની સંભાવનાવાળી આ દ્રવ્યદયા હોવાથી શુભાશુભ કાષાયિક પરિણતિનો હેતુ પણ ક્યારેક ક્યારેક બનતી હોવાથી ભાવદયાની તુલનામાં આ દ્રવ્યદયા આવતી નથી. પરદ્રવ્યો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ ત્યજી દેવી. વિભાવદશાનો ત્યાગ કરવો, પરદ્રવ્યોને વિયોગવંત સમજીને, અંતે અસાર અને દુ:ખદાયી છે એમ માનીને ત્યાગ કરવો. તથા મોહનો નાશ કરાવનારા અને સંકલ્પ-વિકલ્પોથી દૂર રાખનારા તથા મહાસાગરની જેમ આત્માને શાન્ત ચંચળતા રહિત, અને સ્થિર કરનારા એવા જ્ઞાનોપયોગમાં (સ્વગુણ-રમણતામાં) જ સ્થિર થવું તે ભાવદયા છે. આ ભાવદયા પ્રાચીન અને અર્વાચીન એમ બને પ્રકારનાં કર્મનાં બંધનોમાંથી તથા રાગ-દ્વેષ, હર્ષ અને શોકાદિ મોહના વિકલ્પોમાંથી, અને અનંત જન્મ-મરણોની પરંપરાના પાશમાંથી મુકાવનાર છે. માટે નિશ્ચયનયથી આત્માને મોહના દોષોથી રહિત કરવો તે જ શ્રેષ્ઠદયા છે. ભાવદયા છે. આ ભાવદયા દ્વારા આ આત્મા પ્રથમ પોતાના આત્માને નિર્મળ કરતો છતો વીતરાગ કેવળી બની ઉત્તમ એવી યથાર્થ ધર્મદેશના દ્વારા અનેક પર જીવોને પણ મોહના વિકારો અને વિલાસોમાંથી મુક્ત બનાવીને નિર્વાણપદ પ્રાપ્ત કરાવે છે કે જ્યાં કદાપિ મરણ આવતું જ નથી. આ રીતે દ્રવ્યદયા કરતાં ભાવદયા વધારે શ્રેષ્ઠ છે. વ્યવહારદયા કરતાં નિશ્ચયદયા વધારે શ્રેષ્ઠ છે. દ્રવ્યદયા પરના દ્રવ્યપ્રાણીની રક્ષા કરનાર હોવાથી શુભ પ્રવૃત્તિ છે. તેના દ્વારા આત્મા પુણ્ય ઉપાર્જન કરીને સ્વર્ગાદિ સંસારનાં સુખો કદાચ પામે છે પરંતુ તે પણ એક પ્રકારનાં બંધનો જ છે. તેથી આ આત્મા બંધનમુક્ત થતો નથી. સંકલ્પ-વિકલ્પો વિનાની નિષ્ઠાષાયિકપરિણતિમય આત્માની જે આત્મશુદ્ધિ છે. etiopal - Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી ૧૨૫ તેનો હેતુ તે દયા બનતી નથી. બલ્ક પોતાની ઈચ્છા પ્રમાણે થયું હોય તો રાગપરિણતિમાં અને ધાર્યું ન થયું હોય તો દૈષની પરિણતિમાં આ આત્મા પ્રાયઃ આવી જાય છે. જે પોતાની પણ ભાવદયા કરી શકતો નથી. એટલે કે પોતાના આત્માને પણ કર્મબંધનોમાંથી અને કર્મબંધનોના હેતુભૂત કાષાયિક પરિણતિઓમાંથી બચાવી શકતો નથી. આવો (નિઝ ઢયા વિ) પોતાની ભાવદયા વિનાનો આ આત્મા પરજીવોને કર્મબંધનોમાંથી અને કાષાયિક પરિણામોમાંથી છોડાવી નિર્વાણ પદ પમાડવા રૂપ (દો પર તથા હવે વળી પ્રશ્નારે) પર દયા કેવી રીતે કરી શકે ? તે કહો તો ખરા. અર્થાત્ પોતે જ મોહના દોષોમાં જે ફસાયેલો છે તે આત્મા પર જીવદ્રવ્યોને મોહના દોષોથી બચાવી શકતો નથી. તેથી મોહના દોષો દૂર કરવા-કરાવવા પ્રયત્ન કરવો એ જ શ્રેષ્ઠ દયા માર્ગ છે. આ રીતે દ્રવ્યદયા કરતાં ભાવદયા કરવી તે વધારે ઉત્તમ માર્ગ છે. આનો અર્થ દ્રવ્યદયા ન કરવી તેવો ન સમજવો. પરંતુ દ્રવ્યદયા સોપાધિક છે. અને ભાવદયા નિપાધિક છે. / ૪-૧૧ || ભાવદયા વિનાની દ્રવ્યદયા કેવી હોય છે ? તે સમજાવે છે. લોક વિણ જેમ નગર મેદિની, જેમ જીવ વિણ કાયા ! ફોક તેમ જ્ઞાન વિણ પર દયા, જિસી નટી તણી માયા ૪-૧૨ . શુદ્ધ નય અર્થ મન ધારીએ ૪૮ / નગર મેદિની= શહેરની ભૂમિ, ફેક= ફોગટ, નટીતણી= નટડીની ગાથાર્થ જેમ લોકો વિના નગરની ભૂમિ, તથા જીવ વિના કાયા, શોભા પામતી નથી. તેવી જ રીતે શુદ્ધજ્ઞાનદશાના ઉપયોગાત્મક ભાવદયા વિના દ્રવ્યદયા પણ શોભા પામતી નથી કે જે નટડીની માયા સમાન છે. તે ૪-૧૨ છે. વિવેચન= કોઈ એક સુંદર નગર હોય કે જ્યાં કાશ્મીર દેશના જેવી ઘણી જ હરીયાળી (વનરાજી) હોય, પાંચ પાંચ લાઈનોના ગાડીઓને Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જવા-આવવાના અમેરિકાના વિશાળ માર્ગો જેવા રસ્તાઓ હોય, ઠેક-ઠેકાણે ચાર રસ્તાઓમાં પાણીના ફુવારાઓ મુકેલા હોય, મુંબઈના વાલકેશ્વર જેવાં ઘણા ઊંચા ઊંચા એપાર્ટમેન્ટો હોય, રોડની બન્ને બાજુ વૃક્ષોની હારમાળા હોય તથા એક સરખા ઘાટની ક્રમશઃ ગોઠવાયેલી વિવિધ દુકાનો હોય. ઉપર-નીચે જવા આવવાના કેલીફોનીયા જેવા ઝાળમાળીયા પુલો હોય, એમ (નગરમેદિની) શહેરની ભૂમિ ઘણી જ રળીયામણી હોય. પરંતુ સ્વરાજ્ય-પરરાજ્યના ભયોથી, પાણીના પ્રદૂષણના કારણથી, રોગાદિના ભયોથી, લુંટારાના ભયોથી, અથવા કોમવાદજન્ય તોફાનોના ભયથી, ઇત્યાદિ કોઈ પણ કારણના લીધે એક પણ માણસ તે નગરમાં રહેવા તૈયાર ન હોય તો જેમ લોકો વિના તે નગરની પૃથ્વીની શોભા ગણાતી નથી. તેમ ભાવદયા વિનાની દ્રવ્યદયા જાણવી. તથા શરીર રૂપવાન, દેખાવડું અને મોહક હોય, પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ હોય, શરીરનો બાંધો મજબૂત અને વ્યવસ્થિત હોય, પરંતુ જો તેમાં જીવ ન હોય તો જીવ વિના તે શરીરની પણ શોભા ગણાતી નથી. તેમ ભાવદયા વિના દ્રવ્યદયા જાણવી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આદિ આત્માના ગુણો વિના, તથા શમ, સંવેગ, નિર્વદ, અનુકંપા અને આસ્તિક્યતા વગેરે પ્રશસ્ત ભાવોની પ્રગટતા વિના, કષાયોની વાસનાના ત્યાગ વિના, બહારથી કરાતી દયા-દાનાદિ તમામ ધર્મકરણી નટની સ્ત્રીની માયાતુલ્ય તુચ્છ છે. ક્ષુલ્લક છે. દાંભિક છે. કેવળ સારા દેખાવા માટે જ છે. આત્મશુદ્ધિનો હેતુ બને તેવી નથી. રંગભૂમિ ઉપર નાચ કરતી નટની સ્ત્રી જેમ પ્રેમભર્યા હાવભાવ બતાવે, વિવિધ અંગમરોડ કરે, ગુપ્તઅંગોનું પ્રદર્શન પણ કરે. પરંતુ આ સર્વે ધનપ્રાપ્તિ માટે જ હોય છે. પ્રેક્ષકોને રાજી કરવા પુરતું જ હોય છે. પ્રેક્ષકો તરફ તેને વાસ્તવિક પ્રેમ હોતો નથી. આ માયા છે. દંભ છે. દેખાવ માત્ર છે. તેવી જ રીતે સમ્યજ્ઞાનાદિ ગુણોના ઉપયોગ વિનાની માત્ર દ્રવ્યદયા માન વધારવા, જશ લેવા, દુનીયામાં સારા દેખાવા For, Private & Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ચોથી ૧૨૭ માટેની હોય છે. આત્મશુદ્ધિ માટે હોતી નથી. તેથી દાંભિક છે અને પુણ્ય બંધાવા દ્વારા સ્વર્ગીય સુખહેતુ બનતી છતી તે દ્રવ્યદયા કાળાન્તરે સંસારહેતુક જ બને છે. ।। ૪-૧૨ | મોહના વિકારો વિનાનો શુદ્ધાત્મતત્ત્વનો અનુભવ એ જ સર્વશ્રેયસ્કર માર્ગ છે. તે સમજાવે છે યોગ । સર્વ આચારમય પ્રવચને, જાણ્યો અનુભવ તેહથી મુનિ વમે મોહને, વળી અતિ-રિત શોગ ॥ ૪-૧૩ ॥ શુદ્ધ નય અર્થ મન ધારીએ ॥ ૪૯ 11 ગાથાર્થ= આ કારણથી સર્વ પ્રકારના ઉત્તમ આચારમય એવા જૈન પ્રવચનમાં આત્મતત્ત્વનો “અનુભવ યોગ” એ જ શ્રેષ્ઠ કહ્યો છે. કે જે આત્માનુભવથી મુનિરાજ મોહને વમે છે. (દૂર કરે છે) અને વળી અરિત-રિત તથા શોકને પણ દૂર કરે છે. | ૪-૧૩ || વિવેચન= દ્રવ્યહિંસા પાપબંધનો હેતુ છે. ભાવહિંસા પાપબંધની નિકાચનાનો હેતુ છે. દ્રવ્યદયા પુણ્યબંધનો હેતુ છે. અને ભાવદયા સંવરનિર્જરાનો હેતુ છે. માટે ભાવદયા સર્વથી વધારે શ્રેયસ્કર છે. દ્રવ્યહિંસા અને ભાવહિંસા તો હેય છે જ. પરંતુ દ્રવ્યદયા અને ભાવદયામાં પણ વ્યવહારથી દ્રવ્યદયા કર્તવ્ય છે અને નિશ્ચયથી ભાવદયા કર્તવ્ય છે. દ્રવ્યદયા, પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરનારી હોવા છતાં પરજીવને એક ભવ પૂરતી જ રક્ષક છે. સંપૂર્ણપણે મૃત્યુને અટકાવનારી નથી. તથા ક્રોધમાનાદિના અનેક સંકલ્પ-વિકલ્પોવાળી છે. જ્યારે ભાવદયા પરજીવના ભાવપ્રાણોની સદા રક્ષક છે. મૃત્યુને સંપૂર્ણપણે રોકનાર છે. (મૃત્યુ જ ન આવે એવી સ્થિતિ આપનાર છે) તથા આ ભાવદયા સંકલ્પ-વિકલ્પોથી રહિત શુદ્ધ જ્ઞાનદશામાં આત્માને પ્રવર્તાવના૨ છે. તેથી જૈનપ્રવચનોમાં દયા-દાન-પચ્ચક્ખાણ-ત્યાગ આદિ સર્વ પ્રકારની ધર્મકરણીના આચારોમાં કષાયરહિત નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ કરવો એને જ કલ્યાણકારી તત્વ કહેલું છે. એમ માનવું જોઈએ. www.jainellbrary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કષાય રહિત, નિર્વિકલ્પ, શરીરાદિ પરદ્રવ્યથી ભિન્ન, એવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ કરવા માટે મહાત્મા પુરુષો સાંસારિક ભોગોનો ત્યાગ કરે છે. પરિવારનો ત્યાગ કરે છે. ધનસંપત્તિનો ત્યાગ કરે છે. અરણ્યવાસ સ્વીકારે છે. નિર્જનાવસ્થામાં કાયોત્સર્ગ મુદ્રાએ આત્મતત્ત્વના શુદ્ધ ઉપયોગમાં વર્તે છે. જેનાથી મોહના વિકારોનો અને રાગ-દ્વેષ આદિ કષાયોની કાષાયિક પરિણતિનો આ જીવ ક્ષય કરતાં કરતાં મુનિ તમે મોદને= આ મુનિમહાત્મા મોહને તથા અરતિ-રીતિ અને શોકને વમે છે. એટલે કે મોહરાજાના સર્વ સૈનિકોનો નાશ કરીને આત્માને શુદ્ધ વીતરાગ દશાવાળો બનાવે છે. આવા પ્રકારના ભાવમાં વર્તનારા, અને પ્રતિદિન ચઢતા પરિણામવાળા મહાત્મા પુરૂષોને સાધક આત્મા કહેવાય છે. તેઓ પરદ્રવ્યોના સંબંધે તેમાં લુબ્ધ-સુબ્ધ બનતા નથી. મોહના વિકારો રહિત બનેલા અને આત્મહત્ત્વના અનુભવને પામેલા એવા મહાત્મા પુરુષો પૂર્વે થઈ ગયેલા મહર્ષિ પુરુષોએ બનાવેલાં વૈરાગ્યવાળાં અધ્યાત્મ અને આત્મહિતને અદ્દભૂત શૈલીથી સમજાવનારાં શાસ્ત્રોનું નિરંતર પઠન-પાઠન કરનારા બને છે. અને તે પઠન પાઠન કરવા દ્વારા આ સાધક આત્માઓ સમતારસના અનુભવમાં ઝુલનારા (તેમાં ડુબી જનારા) બને છે તે મહાત્માઓને આવાં શાસ્ત્રોનું ચિંતનમનન અને તેમાં લીન થઈ જવું એ પોતાના પ્રાણોથી પણ અધિક પ્રીતિવાળું હોય છે. એ ૪-૧૩ | સૂત્ર (અર્થ) અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી ! તાસ રસ અનુભવ ચાખીએ, જીહાં એક છે સાખી ૪-૧૪ . શુદ્ધ નય અર્થ મન ધારીએ છે ૫૦ ૫ પરાવર્તનાત્ર વારંવાર ગણવું, દાખી= કહી, તાસ= તે સૂત્રાદિનો, સાખી= સાક્ષી. ગાથાર્થ સૂત્રોના પદોનું અને તેના અર્થોનું સતત પુનરાવર્તન કરવું એ, રસભરપૂર શેલડી જેવું મીઠું આ મહાત્માઓને લાગે છે. તેના અમૃત Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી તુલ્ય રસનો નિત્ય અનુભવ કરે છે. જેની મીઠાશમાં પોતાનો આત્મા એ જ એક સાક્ષીભૂત છે. (આ મીઠાશ, શબ્દોથી અવર્ણનીય છે.) | ૪-૧૪ | વિવેચન= જે આત્માઓ બહિરાત્મભાવ ત્યજીને અંતરાત્મભાવમાં આવ્યા છે. ભોગદશાના પરિણામો ત્યજીને યોગદશાના પરિણામોથી પરિણત બન્યા છે. સંસારના સર્વ સંબંધો વિભાવદશા તરફ લઈ જનારા છે એમ સમજી તેનાથી વિમુખ બન્યા છે. શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરવાની દઢ લગની જેઓને લાગી છે. એવા આત્માઓ પૂર્વપુરુષોથી રચિત એવાં અને શુદ્ધ આત્મતત્ત્વની ઝાંખી (અનુભવ) કરાવનારાં સૂત્રોનું, તેના અર્થોનું તથા તેના એક એક પદોનું નિરંતર ચિંતન-મનન કરતા છતા વારંવાર તે પદો દોહરાવનારા બને છે. જ્યારે જ્યારે તેમની સાથે કંઈ પણ વાર્તાલાપ કરીએ ત્યારે ત્યારે પરસ્પૃહા મહાવું, નિ:સ્પૃહત્વે મહાસુવું, પરતણી આશ વિષ વેલડી, અહં નલ્થિ મે વોડું, નહિમનસ સફ, આવા પ્રકારના ભાવવાહી સૂત્રો-પદો અને શ્લોકો આ મહાત્માઓ ગાતા હોય છે. બોલતા હોય છે. સમજતા હોય છે સમજાવતા હોય છે. અને ઉત્તમ ભાવનામાં લયલીન બનીને ઉપરનાં પદો જેવાં પદો લલકારતા હોય છે. તે મહાત્માઓને આવા શ્લોકોના પદોનું નિરંતર ગાન કરવું. પુનરાવર્તન કરવું તેમાં રમી-ઝુમી જવું, તે રસથી ભરપૂર ભરેલી શેરડી જેવું મીઠું લાગે છે. જ્યારે ત્યારે તેમની આંખ સામે આવાં પદો જ રમતાં હોય છે. બીજી કોઈ વાતચીતમાં કે ભોગાનુભવમાં તેઓને રસ હોતો જ નથી. અપૂર્વ અપૂર્વ અર્થોથી સૂત્રોનું અવધારણ કરે છે. આત્મા અરૂપી છે. આવું શાસ્ત્રજ્ઞાન પણ અરૂપી છે. અને તેના દ્વારા પ્રાપ્ત થતો શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ તે પણ અરૂપી છે.તથા તજ્જન્ય નિર્મળ શુદ્ધ આનંદ એ પણ અરૂપી છે. શબ્દોથી અવાચ્ય છે. શબ્દાતીત કેવળ અનુભવમાત્રથી જ ગોચર એવા આ અનુભવને જાણવામાં-માણવામાં પોતાનો એક આત્મા જ સાક્ષી છે. આ શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ અને તેના જ્ઞાનનો આનંદ, એ જ સંસારના બંધનોમાંથી આત્માને મુક્ત કરાવનાર છે. તેથી તે મહાત્માઓ તેમાં જ લયલીન હોય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આનાથી ઉલટું, પર એવા જડ દ્રવ્યોના ભોગ સંબંધી, મિથ્યા સુખાભાસરૂપ ભોગાસક્તિનું જે અનુભવજ્ઞાન થાય છે. તે તો કેવળ સંકલેશની વૃદ્ધિ કરનારું અને આ આત્માને અનેક બંધનોમાં પ્રતિબંધિત કરનારું છે. માટે ભોગાનુભવજ્ઞાનને ત્યજીને આત્મહત્ત્વના શુદ્ધ અનુભવજ્ઞાનમાં જ છે મહાનુભાવો ! તમે રમનારા-ઝુમનારા થાઓ. લયલીન બનનારા થાઓ. પરદ્રવ્યોની પ્રીતડી ત્યજો. એવો ગુરુજીના ઉપદેશનો ધ્વનિ છે. ! ! ૪-૧૪ | આ જ હકિકત ગ્રંથકારશ્રી વધુ દૃઢ કરતાં સમજાવે છેઆતમરામ અનુભવ ભજો, તજ પરતણી માયા ! એહ છે સાર જિનવચનનો, વળી એ શિવ છાયા / ૪-૧૫ / શુદ્ધ નય અર્થ મન ધારીએ છે પ૧ છે. આતમરામ= આત્મતત્ત્વમાં રમવું, ભો= આદર, શિવછાયામુક્તિનો આંશિક અનુભવ. ગાથાર્થ= તેથી આત્મતત્ત્વના અનુભવને જ સ્વીકારો, પરદ્રવ્યોની માયાને (પ્રીતિને) ત્યજો. જિનેશ્વર પરમાત્માના વચનોનો આ જ એક સાર છે. આવા અનુભવની લીનતા એ મુક્તિના સુખના અનુભવના એક અંશરૂપ (છાયારૂપ) છે. | ૪-૧૫ / વિવેચન= શુદ્ધ આત્મદ્રવ્ય, અને શુદ્ધ આત્મતત્ત્વના અનુભવાત્મક જ્ઞાન, આ બન્ને ગુણ-ગુણી છે. અભેદતત્ત્વ છે. આ જ ઉપાદેય છે. આ જ શુદ્ધ આત્માનું યથાર્થ સ્વરૂપ છે. તેથી હે મહાનુભાવ આત્મા ! તું તેમાં જ રમનારો બન. શુદ્ધ આત્મતત્ત્વના અનુભવને જ ભજનારો બન. નિર્મળ શુદ્ધ જ્ઞાનાનંદને જ પ્રાપ્ત કરનારો બન. આ જ માર્ગ આત્માનું કલ્યાણ કરનારો છે. જિનેશ્વર પરમાત્માના પ્રવચનનો પણ આ જ સાર છે. પર એવા પુદ્ગલદ્રવ્યોની, અને પર એવાં અન્ય જીવદ્રવ્યોની (પુત્રાદિ પરિવારની અને શિષ્યાદિ પરિવારની) માયા (મૂર્ણા-મમતા) તું ત્યજી દે. આ સર્વે સાંયોગિક ભાવો છે. વિનશ્વર સ્વભાવવાળા છે. પ્રાપ્તિમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી ૧૩૧ સુખાભાસ કરાવનારા છે. અને વિયોગમાં દારૂણ દુ:ખ આપનારા છે. સંયોગ થાય ત્યારે તું જેમ હર્ષ પામે છે. તેમ તેના વિયોગમાં તું રડનાર અને દીન બનનાર છે. ખસના રોગીને ખંજવાળ ઉપડે ત્યારે ખણવાની પ્રક્રિયા ખંજવાળને ઘડીભર માટે જેમ રોકનાર છે તેમ પરદ્રવ્યો ઘડીભર માટે દુ:ખનો પ્રતિકાર માત્ર કરનારાં છે. પરંતુ દુઃખનો નાશ કરનારાં નથી કે સુખ આપનારાં નથી. સુખ અને આનંદ એ તો આત્માના સહજ (સ્વાભાવિક) ગુણો છે. પરત ગુણો નથી. તેથી પરદ્રવ્યોની આશા મમતા ઇચ્છા સ્પૃહા અપેક્ષા હે આત્મા ! તું ત્યજી દે. આ તો વિષવેલડીથી પણ વધારે ભયંકર છે. આ જ પરમાત્માના વચનોનો સાર છે. તથા પરદ્રવ્યોના સાંયોગિક ભાવોનો, તેના દ્વારા થનારા સુખાભાસના અનુભવનો અને તેના તરફની પ્રીતિવિશેષનો આ જીવ જેમ જેમ ત્યાગ કરે છે. અને શુદ્ધ આત્મતત્ત્વના અનુભવનો જેમ જેમ રસ ચાખે છે. અધ્યાત્મદશાના જ્ઞાનનો આનંદ જેમ જેમ માણે છે. તેમ તેમ તેવા પ્રકારનાં શાસ્ત્રોનું વાંચન ચિંતન મનન તેને ગમે છે. અને સતત તે જ કરે છે, તેવા તેવા શ્લોકો પદો ગાથાઓ અને શાયરીઓ ગાય છે. ગવરાવે છે. પોતાના આત્માને તેના અર્થથી પલ્લવિત કરે છે. એનો જે આનંદ આનંદ થાય છે તે તો ખરેખર અનુભવગમ્ય માત્ર જ છે. શબ્દોથી ન સમજાવી શકાય તેવો છે. તથા મુક્તિના સુખના સ્વાદની એક છાયા છે. તેનો આંશિક અનુભવ છે. તેના દ્વારા આત્મા અક્ષય-અનંત શાશ્વત સુખના અનુભવને પ્રાપ્ત કરનારો બને છે. કે ૪-૧૫ | ચોથી ઢાળ સમાપ્ત ( ) (W Page #149 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પાંચમી એમ નિશ્ચયનય સાંભળીજી, બોલે એક અજાણ ! આદરશું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચકખાણ / પ-૧ | સોભાગી જિન સીમંધર સુણો વાત પર || ગાથાર્થ= આવા પ્રકારનો નિશ્ચયનય સાંભળીને અજ્ઞાની એવો એક પ્રશ્નકાર કહે છે કે અમે તો હવે જ્ઞાનને જ આદરીશું. પચ્ચકખાણો (વિષયભોગોનો ત્યાગ) કરવાની શું જરૂર છે ? હે સૌભાગ્યશાળી પરમાત્મા સીમંધરસ્વામી દેવ ! તમે અમારી વાતો સાંભળો. | પ-૧ || - વિવેચન= બીજી, ત્રીજી અને ચોથી ઢાળમાં નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય અર્થાત્ સાધ્ય સ્વરૂપ અને સત્તામાં રહેલું એવું પરમશુદ્ધ, અનંત, અક્ષય, અરૂપી, અવ્યાબાધ એવું આત્મસ્વરૂપ સમજાવ્યું. તે જ મેળવવા યોગ્ય છે. પરમ સાધ્ય છે. આ સ્વરૂપ સાંભળીને પોતાને આ શુદ્ધ સ્વરૂપ સમજાઈ ગયું છે. એમ મનમાં માની લઈને, સમજાઈ ગયાનો ડોળ કરીને, તેને જ જે લોકો વાગોળ્યા કરે છે. પરંતુ તેની પ્રાપ્તિ અર્થે “સાધન રૂપે શાસ્ત્રોમાં કહેલા પંચાચારનું પાલન, ભોગોનો ત્યાગ, સત્સંગ, સ્વાધ્યાય, આદિ ઉપાયોને અપનાવતા નથી. તેવા ઉપાયો પ્રત્યે અનાદરભાવ રાખે છે. “આવી જડ ક્રિયા તો ઘણી કરી” એમ કહીને ક્રિયાને મનમાં ને મનમાં જડ માની લઈ તેનો જે ત્યાગ કરે છે, તે પોતાના આત્માને શુદ્ધ કરી શકતા નથી. આત્મશુદ્ધિના સાધ્યને પ્રાપ્ત કરી શકતા નથી. અર્થાત્ તેઓ નિશ્ચયના એકાન્ત વાદી છે. અને તેથી જ મિથ્યાદૃષ્ટિ છે. કારણથી કાર્યની, ઉપાયોથી ઉપેયની, સાધનથી સાધ્યની પ્રાપ્તિસિદ્ધિ થાય આ સ્વભાવિક ન્યાય છે. જે જે સાધ્યનાં જે જે સાધનો હોય તે તે સાધનોને સાધક આત્મા જે રીતે સાધ્યની સિદ્ધિ થાય તે તે રીતે Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ પાંચમી ૧૩૩ જોડે તો જ સાધ્યની સિદ્ધિ થાય. આ જ સાચો સાધ્યસાધનદાવ કહેવાય છે. દાખલા તરીકે અમદાવાદથી મુંબઈ જવું છે. ત્યાં મુંબઈની પ્રાપ્તિ એ સાધ્ય છે ગાડી ચલાવવી એ સાધન છે. ચલાવનાર આત્મા એ સાધક છે. અને મુંબઈનો રસ્તો કપાય, તે નગર નજીક આવે, તેવી રીતનું લક્ષ્ય રાખીને યોગ્ય માર્ગે ગાડી ચલાવવી તે સાધ્યસાધનદાવ કહેવાય છે. ઘટ બનાવવો હોય ત્યારે ઘટ તે સાધ્ય છે. દંડ, ચક્ર, ચીવર આદિ સામગ્રી એ સાધન છે. બનાવનાર કુલાલ એ સાધક છે. અને તે કુંભાર (કુલાલ) યથાર્થપણે ઘટ બને તે રીતે માટીનું દંડ-ચક્રાદિની સાથે જે કુંજન કરે છે. તે સાધ્યસાધનદાવ” કહેવાય છે. આ જ રીતે જ્યારે “પટ” એ સાધ્ય હોય ત્યારે તુરીવેમાદિ સાધન છે. પટ એ સાધ્ય છે. વણકર એ સાધક છે અને પટની નિષ્પત્તિ થાય તે રીતે તન્તુઓનો તુરીવેમાદિની સાથે સંયોગ કરવો-પુંજન કરવું તે સાધ્યસાધનદાવ કહેવાય છે. ઉપરોક્ત ઉદાહરણોને અનુસારે આત્મા એ સાધક છે. શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી એ સાધ્ય છે. દાન-દયા-પચ્ચક્ખાણ ભોગોનો ત્યાગ, સત્સંગ સ્વાધ્યાય, તપ, સામાયિક, પ્રતિક્રમણ, અને પરમાત્માની પૂજા આદિ ધર્માનુષ્ઠાનો (ધર્મક્રિયાઓ)નું આચરણ અર્થાત્ પાંચ અણુવ્રત, મહાવ્રત અને પંચાચારાદિનું જે પાલન છે. એ સાધન છે સાધક એવા આત્માએ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ રૂપ સાધ્યને અર્થે ઉપરોક્ત ધર્માનુષ્ઠાનોને પોતામાં જોડવાં તે સાધ્યસાધનદાવ છે. ધર્માનુષ્ઠાનો એવી રીતે કરવાં કે જેનાથી ૫૨૫રિણતિનો ત્યાગ કરવા દ્વારા મોહદશાનો ક્ષય કરતાં કરતાં શુદ્ધ આત્મતત્ત્વરૂપ સાધ્યની પ્રાપ્તિ થાય. તથા શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે, શુદ્ધ અનુષ્ઠાનોનું સેવન એ અનિવાર્ય છે. તેથી તેનું યથાસ્થાને મુંજન કરવું એ જ સાધ્યશુદ્ધિ અને સાધનશુદ્ધિ કહેવાય છે. આવો સુંદર કાર્યકારણભાવવાળો એટલે કે સાધ્યસાધન ભાવને સમજાવનારો પરમાત્માએ બતાવેલો નિર્દોષ માર્ગ હોવા છતાં કેવળ એકલા નિશ્ચયનયને આગળ કરીને સાધ્યમાત્રને જ વાગોળનારા અને Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ધર્માનુષ્ઠાનોને આચરવા રૂપ સાધનભૂત ક્રિયામાર્ગનો ઉચ્છેદ કરનારા જીવો સાચા ન્યાયમાર્ગ નથી. જેમ રસ્તાને જાણવાની જરૂર છે તેમ રસ્તો કાપવા રૂપ ક્રિયા કરવાની પણ અવશ્ય જરૂર છે. તેથી આચાર (ક્રિયા) શૂન્ય એવા કેવળ એકલા જ્ઞાનમાત્રથી સાધ્યસિદ્ધિ થતી નથી. લાડવાના જ્ઞાન માત્રથી કંઈ પેટ ભરાઈ જતું નથી. આ વાત સમજાવવા માટે ગુરુજી કોઈ શિષ્ય દ્વારા પ્રશ્ન કરાવે છે કે આપશ્રીએ સમજાવેલો આવો નિશ્ચયનય સાંભળીને અમને એક પ્રશ્ન થાય છે કે હવે અમે આ નિશ્ચયનયને જ સ્વીકારીશું. પચ્ચકખાણો (ત્યાગ, તપ, સાધના અને આરાધના) કરવાની જરૂર શું છે ? | પ-૧ || કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ | નવિ જાણે તે ઉપજેજી, કારણ વિણ નવિ કાજ પ-૨ / સોભાગી જિન, સીમંધર સુણો વાત. પ૩ // ગાથાર્થ= જે આત્માઓ ક્રિયામાર્ગનું ઉત્થાપન કરે છે. તે આત્માઓએ લાજ (શરમ) છોડી દીધી છે. એમ જાણવું કારણ કે તે અજ્ઞાની જીવો “કારણ વિના કાર્ય થાય નહીં” આ વાત જાણતા નથી. / પ-ર | વિવેચન= તત્ત્વમૂઢ એવા જે આત્માઓ સંગ્રહનયથી સત્તામાં રહેલા સિદ્ધના સરખા શુદ્ધ આત્મતત્ત્વને જ ગાયા કરે છે. અને તેની પ્રાપ્તિ માટેના ઉપાયોમાં (સાધનામાં) વર્તવા પ્રત્યે બેદરકાર રહે છે. “આ આત્મા શુદ્ધ-બુદ્ધ છે. નિરંજન નિરાકાર છે. અનંત જ્ઞાનાદિ ગુણમય છે. તે આત્મતત્ત્વને જ બરાબર જાણો. ક્રિયાઓ કરીને શું કામ છે ? ક્રિયાઓ તો શુભાશુભ યોગમાત્ર છે. યોગ તો પાંચ બંધહેતુઓમાંનો એક બંધહેતુ છે. “હું આત્મા છું શુદ્ધ છુ. બુદ્ધ છું” એવું જ્ઞાન-ધ્યાન માત્ર જ કરો. તે વિના બીજું કંઈ કરવાની જરૂર નથી” આમ જોરશોરથી જે ગાય છે. તેઓએ પોતાના ઘરની લાજમર્યાદા છોડી દીધી છે. એટલે જૈનશાસન પામીને પરમાત્માના શાસનવિરૂદ્ધ આપણે આ શું બોલીએ છીએ ? તેની Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી પણ શરમ સર્વથા ત્યજી દીધી છે. આવું બોલતાં તેઓને કંઈ શરમ પણ આવતી નથી. નાનો બાળક પણ સમજી શકે છે કે “કારણ વિના કાર્યની સિદ્ધિ થતી નથી” આવી વાત તે પંડિતમાની પરુષો (પોતાની જાતને પંડિત માનનારા પુરુષો) જાણતા નથી કે જ્ઞાન અને ક્રિયા આ બન્ને સાધ્યસિદ્ધિના ઉપાયો છે. જેટલી જ્ઞાનની આવશ્યકતા છે. તેટલી જ ક્રિયાની પણ આવશ્યકતા છે. અને જેટલી ક્રિયાની આવશ્યકતા છે તેટલી જ જ્ઞાનની પણ આવશ્યકતા છે. એક જ રથનાં બે પૈડાં છે. જેમ બને પૈડાં વિના રથ ગતિ કરી શકતો નથી. તથા જેમ સ્ત્રી-પુરુષ વિના સંસાર ચાલતો નથી. એ જ રીતે જ્ઞાન અને ક્રિયા વિના સાધ્ય સિદ્ધિ થતી નથી. કોઈ પણ ઈષ્ટસ્થાને પહોંચવા માટે તેના રસ્તાની જાણકારી અને રસ્તા ઉપર ગાડી ચલાવવાની ક્રિયા એમ બન્નેની અનિવાર્યતા છે. તેવી જ રીતે શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિ માટે અધ્યાત્મ શાસ્ત્રોનું જ્ઞાન જેમ જરૂરી છે. તેવી જ રીતે પંચાચારાદિનું પાલન પણ અત્યન્ત જરૂરી છે. એટલું જ નહીં પરંતુ હૃદયની અંદર જો અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન યથાર્થપણે વ્યાપક બન્યું હોય તો બહારથી સાંસારિક ભોગોના ત્યાગાત્મક ક્રિયામાર્ગ આવ્યા વિના રહે જ નહીં. શરીરમાં રોગ હોય તો મુખ ઉપર ગ્લાનિ અને શરીરમાં નિરોગિતા હોય તો મુખ ઉપર પ્રસન્નતા જેમ આવ્યા વિના રહે જ નહીં. તેમ હૈયામાં વૈરાગ્યદશાનું જ્ઞાન જો સાચું આવ્યું હોય તો બાહ્ય જીવનમાં ક્રિયામાર્ગ વ્યાપકપણે પ્રસરેલો જ હોય. જેની પરિણતિ યથાર્થ નિર્મળ બની છે. તેની શુભ પ્રવૃત્તિ અવશ્ય વધી જ છે. આ માટે પ્રયત્નવિશેષ કરવો પડતો જ નથી. બાહ્યજીવનમાં ધર્માનુષ્ઠાનોનું સવિશેષ આચરણ, એ જ અંતરંગ નિર્મળ પરિણતિનું પ્રતીક છે. મેં પ-૨ // એકલા નિશ્ચયનયનું અવલંબન લેનારાને ગ્રંથકાર ઠપકો આપે છેનિશ્ચયનય અવલંબતાં જી, નવિ જાણે તસ મર્મ | છોડે જે વ્યવહારનેજી, લોપે તે જૈન ધર્મ છે પ-૩ | સોભાગી જિન, સીમંધર સુણો વાત છે પ૪ | Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અવલંબતા= આલંબન લેતાં, છોડે= ત્ય, લોપે= નાશ કરે. ગાથાર્થ= કેવળ એકલા નિશ્ચયનય માત્રનું આલંબન લેનારા તત્ત્વમૂઢ આત્માઓ તેના મર્મને જાણતા નથી. જે વ્યવહારનયનો ત્યાગ કરે છે તે જૈનધર્મનો લોપ કરનારા જાણવા. / પ-૩ | વિવેચન= સુવિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોવાળું આત્મતત્ત્વનું પારમાર્થિક જે સ્વરૂપ છે. તેને પ્રાપ્ત કરી ચુકેલા જીવો શુદ્ધ-બુદ્ધ-અક્ષયઅનંત ચિદાનંદ સુખવાળા બન્યા છે. અર્થાત્ સાધ્યને સાધી ચુકેલા જે જીવો છે તેઓ સિદ્ધ થઈ ચુકેલા હોવાથી, હવે કંઈ સાધ્ય સાધવાનું બાકી ન હોવાથી તેઓને વ્યવહાર આચરવાનો હોતો નથી. પરંતુ આવા પ્રકારના શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખીને, તેની પ્રાપ્તિના અસાધારણ ઉપાયભૂત ચારે નિક્ષેપે પંચ પરમેષ્ઠિનું અવલંબન લઈને, પંચાચારનું પાલન કરવા પૂર્વક, સંવર નિર્જરાની સાધકતા જીવનમાં આવે તેવાં દેશવિરતિધરનાં અને સર્વવિરતિધરનાં અનુષ્ઠાનો પાળવા રૂપ વ્યવહારો કરવા જ જોઈએ. વ્યવહારોમાં ઉદ્યમશીલ થવું જ જોઈએ. તેને જ આત્મતત્ત્વના પરમાર્થ સાચા સાધક કહેવાય છે. આવા પ્રકારના શુદ્ધ વ્યવહારો એ સાધ્યસિદ્ધિના ઉપાયો છે. અને તેના દ્વારા મહાદિ કર્મોનો ક્ષય કરી આત્માને શુદ્ધ કરવો એ સાધ્યસિદ્ધિ છે. એમ-વ્યવહાર એ કારણ છે અને નિશ્ચય એ કાર્ય છે. આવા મર્મને (સારભૂત તત્ત્વને) નહીં જાણનારા નીચેની દલીલો કરીને માત્ર એકલા નિશ્ચયનયનું જ અવલંબન લે છે અને વ્યવહારનયનો ત્યાગ કરે છે તે પરમાર્થે જૈનધર્મનો લોપ (નાશ) કરનારા જાણવા. તેઓ વ્યવહારનયનો લોપ કરવા માટે નીચેની દલીલો કરે છે. (જે કલ્પના માત્ર જ છે.) (૧) ધર્માનુષ્ઠાનોની ક્રિયા કરવી તે મન વચન અને કાયાની શુભ એવી યોગપ્રવૃત્તિ છે. અને મિથ્યાત્વ-અવિરતિ પ્રમાદ તથા કષાય Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી ૧૩૭ આ ચાર જેમ બંધહેતુઓ છે. તેમ યોગ પ્રવૃત્તિ પણ બંધહેતુ છે. માટે તે ક્રિયાઓ કરવાની કંઈ જરૂર નથી. (૨) કાયિક ધર્મક્રિયાઓ એ “આત્મપરિણામ” રૂપ નથી જ્ઞાનગુણ જેવા પ્રકારનો આત્મધર્મ છે. તેવા પ્રકારની ક્રિયા એ આત્મધર્મ નથી. બલ્ક આત્મપ્રદેશોની અસ્થિરતા (પ્રવૃત્તિ) રૂ૫ છે. માટે કર્તવ્ય નથી. (૩) સ: આશ્રવ: તે આશ્રવરૂપ છે. શુભ આશ્રવ અને અશુભ આશ્રવ એમ બે પ્રકારના આશ્રવમાં શુભ આશ્રવ પણ કર્મના બંધરૂપ છે. માટે કર્તવ્ય નથી. (૪) ચૌદમે ગુણઠાણે જઈને અંતે અયોગી જ થવાનું છે એટલે કે યોગ પ્રવૃત્તિને અંતે પણ ત્યજવાની જ છે. તો તે યોગ પ્રવૃત્તિ પ્રથમથી જ કેમ ન ત્યજવી ? (૫) આવા પ્રકારની ધર્મક્રિયાઓ તો ભવોભવમાં આ જીવે ઘણીવાર કરી છે. પરંતુ જ્ઞાનવિનાની આવી જડ ક્રિયાઓથી આજ સુધી કલ્યાણ થયું નથી. તેથી તેવી જડ ક્રિયાઓ કરવાથી શું લાભ ? (૬) ભરત મહારાજા, ઈલાચી, ચિલાતી, પૃથ્વીચંદ્રરાજા અને ગુણસાગરે ક્યાં ધર્મક્રિયાઓ કરી હતી. માત્ર જ્ઞાનની નિર્મળતાથી જ તરી ગયા છે. તેથી ક્રિયાઓ કરવાની જરૂર નથી. આવી આવી અનેક દલીલો કરીને વ્યવહારમાર્ગનો જે ત્યાગ કરે છે અને કરાવે છે. તેઓએ જૈનધર્મનો ધોરી રાજમાર્ગ લોપ્યો છે. રાજમાર્ગનો નાશ કર્યો છે. એમ જાણવું. ઉપરોક્ત મિથ્થા દલીલોના સંક્ષિપ્ત ઉત્તરો આ પ્રમાણે છે. ૧ “ધર્માનુષ્ઠાન કરવાં તે યોગપ્રવૃત્તિ જરૂર છે પરંતુ યોગપ્રવૃત્તિ એ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું જ કારણ છે. સ્થિતિબંધ અને રસબંધનું કારણ નથી અને સ્થિતિબંધ-તથા રસબંધ જ આત્માનું અહિત Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કરનારા છે. તથા ધર્માનુષ્ઠાનો ન કરીએ તો પણ સાંસારિક કાર્યો આ જીવ કરતો જ રહે છે એટલે યોગ પ્રવૃત્તિ તો ચાલુ જ રહે છે. શુભયોગને બદલે અશુભયોગ તો પ્રવર્તે જ છે. ધર્માનુષ્ઠાનો ન કરે તો પણ યોગપ્રવૃત્તિ કંઈ અટકી જતી નથી. તેથી “યોગપ્રવૃત્તિના બહાના” હેઠળ ધર્મપ્રવૃત્તિનો નિષેધ ઉચિત નથી. સાંસારિક સર્વે કાર્યોની યોગ પ્રવૃત્તિ ચાલુ રાખવી અને ધર્માનુષ્ઠાનોમાં આવી દલીલો કરવી તે ન્યાયમાર્ગ કેમ કહેવાય ? તથા એકથી તેર ગુણસ્થાનક સુધી યોગ સદા હોય જ છે. તેથી યોગથી ડરવાની જરૂર નથી પરંતુ શુભ યોગ સેવતાં ઉપયોગની શુદ્ધિ કેમ થાય તેનું લક્ષ્ય રાખવું જોઈએ. અને ધર્માનુષ્ઠાનો દ્વારા કષાયો ઉપરનો વિજય મેળવી ઉપયોગશુદ્ધિ પ્રાપ્ત કરવી એ જ સાચો માર્ગ છે. ૨ ધાર્મિક ક્રિયાઓ એ યોગદશા હોવાથી આત્મપરિણામરૂપ નથી. પરંતુ શુદ્ધ ઉપયોગાત્મક આત્મપરિણામ પ્રાપ્ત કરવામાં તે અવશ્ય કારણ છે. તેથી ગ્રામોત્તર પ્રાપ્ત કરવામાં ગાડીની જેમ જરૂર રહે છે. તેમ ઉપાયરૂપે (સાધનપણે) તે ક્રિયાઓ અવશ્ય આદરણીય છે. ગામ આવી જાય ત્યારે જ જેમ ગાડી છોડી દેવાની હોય છે. તેમ શુદ્ધ આત્મ તત્ત્વ જ્યારે પ્રગટ થાય, ત્યારે જ ક્રિયા- માર્ગ છોડવાનો હોય છે. ' ૩ : મકવતે ધર્મક્રિયાઓ પણ યોગસ્વરૂપ છે અને યોગ તે આશ્રવ છે આ વાત બરાબર છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ રૂપ આશ્રવ અવશ્ય છે પરંતુ આ ક્રિયાઓ મોહના નાશનો હેતુ છે. પૂર્વકાળમાં બાંધેલા કર્મોની સ્થિતિ-રસનો ઘાત કરનાર છે. તેથી નિર્જરાનો હેતુ પણ અવશ્ય છે. બંધ અલ્પ છે અને નિર્જરા અનંતી છે. તેથી કર્તવ્ય છે. - ૪ “જે અંતે ત્યજવાનું હોય છે તે પ્રથમથી જ ત્યજી દેવું જોઈએ” આ નિયમ સાચો નથી. પગમાં વાગેલા કાંટાને કાઢવા માટે નખાતી સોય અંતે કાઢી જ નાખવાની હોય છે. તો પણ પહેલેથી જ કાઢી નખાતી નથી. ગામાન્સર પહોંચ્યા પછી ગાડી છોડી જ દેવાની હોય Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી ૧૩૯ છે તો પણ પહેલેથી તે છોડી દેવાની હોતી નથી. મૃત્યકાળે કાયાને અંતે ચિતામાં (અગ્નિના ભઠ્ઠામાં) જ મૂકવાની હોય છે એટલે પહેલેથી ચિતામાં મૂકવાની હોતી નથી. ઈત્યાદિ ઉદાહરણોથી સમજવું જોઈએ કે ક્રિયાઓ પણ અંતે છોડી દેવાની છે. એટલે પ્રથમથી છોડવાની હોતી નથી. ૫ ભવોભવમાં આવી જડક્રિયાઓ ઘણી કરી પરંતુ કલ્યાણ થયું નથી. આ વાત જો બરાબર સમજાઈ હોય તો જડક્રિયાઓને બદલે ચેતનવંતી ક્રિયાઓ (સમજણ પૂર્વકની-જ્ઞાનવાળી ક્રિયાઓ) કરો. પરંતુ ક્રિયાઓનો નિષેધ કરવાની શું જરૂર ? જડક્રિયા શબ્દમાં જડ એ વિશેષણ નકામું છે પરંતુ ક્રિયા એ વિશેષ્ય નકામું નથી. તેથી વિશેષણ બદલવું જોઈએ પરંતુ વિશેષ્યનો ત્યાગ કરવો જોઈએ નહીં. આ મલીન વસ્ત્ર છે. આ તુટેલો હાર છે ઈત્યાદિ પ્રયોગોમાં મલીન અને તુટેલાં એ વિશેષણો જ દૂર કરાય છે. પરંતુ વસ્ત્ર અને હાર એ વિશેષ્યો ત્યજાતાં નથી. ૬ ભરત મહારાજા, ઈલાચી, ચિલાતી, વિગેરેનાં દૃષ્ટાન્તો અપવાદરૂપ છે. ધોરીમાર્ગમાં આવાં અપવાદરૂપનાં દૃષ્ટાન્તો લેવાતાં નથી. જેમ લોટરીની ૧ રૂપીયાની ટિકિટથી કોઈને ક્યારેક લાખો કરોડો રૂપીયા મળી જાય છે. પરંતુ તેનો દાખલો લઈને બધાંને પોત-પોતાના નોકરી ધંધા ત્યજી દેવાના હોતા નથી. આ પ્રમાણે કુતર્કોના ઉત્તરો પણ જરૂર છે. તેનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ માટે ધર્મક્રિયાઓ એ શુદ્ધ ઉપયોગદશાની પ્રાપ્તિનો પરમ ઉપાય છે. તેથી અવશ્ય કર્તવ્ય છે. શુદ્ધ આત્મતત્ત્વ જે સાધવું છે તેનું લક્ષ્ય હૈયામાં રાખીને તેની સિદ્ધિ જે રીતે થાય તે રીતે તેના ઉપાયભૂત એવી આ ધર્મક્રિયાઓ કરવા રૂપ વ્યવહાર આદરવો જોઈએ. એ જ સાચો ન્યાયમાર્ગ છે. પ-૩ / નિશ્ચયદૃષ્ટિ હદયે ધરીજી, પાળે જે વ્યવહાર | પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર | પ-૪ સોભાગી જિન, સીમંધર સુણો વાત ! પપ || Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થ= નિશ્ચયનયની દૃષ્ટિને હૈયામાં રાખીને તેની પ્રાપ્તિ અર્થ તેના ઉપાયરૂપે) જે જે આત્માઓ વ્યવહારને (પંચાચારાદિ આચાર પાલનને) આચરે છે. તે જ પુણ્યશાળી આત્માઓ આ ભવસમુદ્રનો પાર પામનાર બને છે. જે પ-૪ || વિવેચન= પોતાના શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાનું બરાબર લક્ષ્ય રાખવું તે નિશ્ચયદષ્ટિ છે અને આ ધ્યેયને અવિચલિત પણે હૈયામાં રાખીને તે સાધ્યને સાધવા માટે શાસ્ત્રાનુસારી પંચાચાર-પાંચ મહાવ્રત પાંચ સમિતિત્રણ ગુપ્તિ આદિના પાલનરૂપ ધર્મક્રિયાઓ કરવી, તે વ્યવહાર દૃષ્ટિ છે. જે જે મહાત્માઓ નિશ્ચયદષ્ટિ પૂર્વક શુદ્ધ વ્યવહારનું આચરણ કરે છે. તે તે મહાત્માઓ આ પ્રમાણે પવિત્ર સાધ્ય-સાધન દાવને અનુસરવા પૂર્વક પોતાના આત્મામાં સત્તાગત રહેલી શુદ્ધતાને (નિર્મળ અનંત ગુણવત્તાને) આવિર્ભત કરીને પરમસિદ્ધિપદ પ્રાપ્ત કરનારા થયા છે. થાય છે અને થશે. ખાલી ખાલી નિશ્ચયનયની મૌખિક વાતો માત્ર કરનારા અને તેના સાધનને નહીં આચરનારા આત્માઓ આ તત્ત્વ પામી શકતા નથી. ૧ ધન કમાવાનું લક્ષ્ય દરેક સંસારી આત્માઓને હોય છે. પરંતુ લક્ષ્ય માત્રથી ધનપ્રાપ્તિ થતી નથી. તેના સાધનભૂત નોકરી-ધંધો અથવા કોઈપણ વ્યવસાય કરવો જ પડે છે. હા, એટલું જરૂર સમજવું જોઈએ કે આ નોકરી ધંધો આદિ વ્યવસાય ધનપ્રાપ્તિ કરાવે તેવા હોવા જોઈએ. ખાલી ખાલી વેઠકરૂપ ન હોવા જોઈએ. તેને જ સાધ્યસાધનદાવ કહેવાય છે. ૨ દુકાનમાં કોઈ પણ જાતનો ધંધો કરતી વખતે નફાનું લક્ષ્ય હૃદયમાં રાખીને જ વકરો કરાય છે. નફાનું લક્ષ્ય એ નિશ્ચય છે. જે હૃદયમાં હોય છે. અને વકરો કરવો એ વ્યવહાર છે. જે કાયિક પ્રવૃત્તિ છે. વસ્તુની લેવડ-દેવડ (ખરીદ-વેચાણ) કરવાં તે વેપાર છે. ખરીદ કિંમત કરતાં વેચાણકંમત વધારે રાખવાની જે દૃષ્ટિ તે નિશ્ચય છે. વકરા વિના નફો બેસે નહીં તેથી નફાની પ્રાપ્તિ માટે વકરો કરવા જેવો છે (કર્તવ્ય જ ગણાય.) હ, એટલી વાત ચોક્કસ છે કે ૧૦૦ રૂપિયાની ખરીદેલી વસ્તુ ૧૦૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી ૧૪૧ રૂપિયા માત્રમાં વેચી મારવી કે ઓછી કિંમતમાં વેચી મારવી અને લાંબો વકરો કરી બતાવવો તે નફાને આપનાર ન હોવાથી કરવા જેવો નથી. પરંતુ બે-પાંચ-દસ રૂપિયા નફો આપે તેવો વકરો અવશ્ય કર્તવ્ય જ છે. તેમ સાધ્યસિદ્ધિને અભિમુખ વ્યવહાર અવશ્ય કરવા જેવો જ છે. નિશ્ચયદૃષ્ટિ એ નફાતુલ્ય છે. અને વ્યવહારની પ્રવૃત્તિ એ વકરાતુલ્ય છે. ૩ કૂવામાં પડી ગયેલા માણસને કૂવામાંથી બહાર આવવું એ લક્ષ્ય છે. (નિશ્ચય છે. સાધ્ય છે) અને કૂવાના પગથીયાંનું અથવા લટકાવેલી સાંકળનું ગ્રહણ-મોચન કરવું તે વ્યવહાર છે. સાધન છે. પગથીયાના કે સાંકળના ગ્રહણ-મોચન વિના કૂવા બહાર આવવું શક્ય નથી. માટે આ વ્યવહાર સાધ્યસાધક હોવાથી આદરણીય છે. હા, એટલી વાત ચોકસ છે. કે પગથીયાનું અથવા સાંકળનું ગ્રહણ-મોચન કૂવાના કાંઠા તરફ લાવનારૂં એટલે કે સાધ્યાભિમુખ હોવું જોઈએ, કૂવાના પાણીમાં ઊંડુ-ઊંડુ નીચે લઈ જાય તેવું સાધ્યથી વિમુખ ન હોવુ જોઈએ. આને જ સાધ્યસાધનદાવ કહેવાય છે. - ઈત્યાદિ અનેક ઉદાહણોથી સાધ્યસિદ્ધિ માટે સાધક આત્માએ સાધ્યને અભિમુખપણે સાધનથી પ્રવૃત્તિનો વ્યવહાર અવશ્ય સ્વીકારવો જોઈએ. સાધ્યાભિમુખ એવા સાધનના વ્યવહાર વિના સાધ્યની સિદ્ધિ કદાપિ થતી નથી. તેથી સાધ્યાભિમુખ એવો વ્યવહાર અવશ્ય આદરવા જેવો છે. તેમાં બીજી કોઈ પણ દલીલ ચાલે નહીં. જે જે નિશ્ચયમાત્રને સ્વીકારનારા વાદીઓ આજે જોરશોરથી આવા પ્રકારનો પ્રચાર કરે છે કે “સમ્યકત્વ પામ્યા વિના બધી ધર્મકરણી એકડા વિનાના મીંડા જેવી શૂન્ય છે. નિરર્થક છે” પરંતુ આ જ માત્ર વાર્તાને સાંભળીને સમ્યકત્વની માત્ર ઝંખના રાખીએ અને ધર્મકરણી નિરર્થક છે એમ સમજીને ત્યજી દઈએ તો શું કોઈ રાતમાં અચાનક જ સમ્યકત્વ આવી જાય ખરું? એકડા વિનાનાં મીંડાં નકામા છે એમ સમજીને “એકડો આવડી જાય” તેની ઝંખના જ માત્ર રાખવાથી શું એકડો આવડી જાય ખરો ? Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ખરેખર તો અનેક પ્રકારનાં લીસોટા અને અનેક મીંડા કરતાં કરતાં એકડાના લક્ષ્યવાળાને કાળાન્તરે એકડો આવડે છે. તેવી જ રીતે નિશ્ચયની દૃષ્ટિ હૃદયમાં રાખીને વ્યવહારને પાળતાં પાળતાં નિશ્ચયની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે. આવા જ પુણ્યશાળી મહાત્માઓ નિશ્ચય શુદ્ધ સ્વરૂપ પામ્યા છે. પામે છે અને પામશે, બાકી કેવળ એકલા નિશ્ચયનયની વાતો જ કરનારા અને તેના ઉપાય ભૂત વ્યવહારનો અપલાપ કરનારા કદાપિ ભવસમુદ્રનો પાર પામવાના નથી. આ રીતે જે જીવો ઉભયનયની સાપેક્ષ દૃષ્ટિવાળા છે. તે જીવો જ ભવસમુદ્રનો પાર પામી શકે છે. પ-૪ || આ જ વાત ગુરુજી એક ઉદાહરણ આપીને સમજાવે છે. તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરનો પંથ ! મારગ તિમ શિવનો લહેજી, વ્યવહાર નિર્ચન્થ / ૫-૫ // સોભાગી જિન, સીમંધર સુણો વાત. તે પ૬ | મહેલ ચઢતાં જિમ નહીજી, તેહ તુરંગનું કાજ | સફળ નહી નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ / પ-૬ || સોભાગી જિન, સીમંધર સુણો વાત. || પ૭ || તુરંગ= ઘોડો, વેગે= જલ્દી જલ્દી, નિર્ગસ્થ મુનિપુરુષ, મહેલ હવેલી ઉપર, કાજ= પ્રયોજન, તનુકિરિયા= કાયિકક્રિયાઓ, સાજ= સમૂહ. ગાથાર્થ= જેમ ઘોડા ઉપર ચઢીને ગ્રામાન્તર જઈએ તો જલ્દી જલ્દી નગરનો માર્ગ આવે છે. તેવી જ રીતે મુનિ પુરુષો વ્યવહાર (ધર્મક્રિયાઓ) કરતાં કરતાં મુક્તિનો માર્ગ જલ્દી જલ્દી પ્રાપ્ત કરે છે. જે પ-પ છે. વિવક્ષિત નગર અને ઘર આવી ગયા પછી તે ઘરમાં ઉપર ચઢતાં જેમ ઘોડાનું કંઈ પણ પ્રયોજન નથી તેથી ઘોડો છોડી દેવાય છે. તેવી જ રીતે નિશ્ચય પ્રાપ્ત થયે છતે કાયિક ક્રિયાઓનો સમૂહ હવે ફળ આપનાર Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી નથી. (જરૂર નથી). તેથી કરવાની હોતી જ નથી. (અર્થાત્ નિશ્ચય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધનભાવે ક્રિયાઓ આવશ્યક છે.) / પ-૬ // વિવેચન= નિશ્ચય-વ્યવહારની સાધ્ય-સાધનતાને દૃષ્ટાન્ત સાથે સમજાવે છે કે જેમ કોઈ એક મુસાફરને એક ગામથી બીજા ગામે દૂર દૂર જવું છે. તે મુસાફરને ઘોડો (અથવા આવા પ્રકારનું કોઈ પણ વાહનો જલ્દી જલ્દી સામે ગામ પહોંચવામાં સહાયક છે. ઉપકારક છે. તેમ નિગ્રન્થ પુરુષને મોક્ષનો પંથ કાપવામાં વ્યવહાર (ધર્મક્રિયાઓનું સેવન) ઉપકારક છે. સહાયક છે. તે ગામ પહોંચ્યા પછી ગામમાં પ્રવેશતાં, અથવા ગામ મોટું હોય તો ઘરે પહોંચ્યા પછી ઘરમાં ચઢતાં (ધરનાં પગથીયાં ચઢતાં) તે ઘોડાનું (કે કોઈ પણ વાહનનું) જેમ હવે કંઈ પ્રયોજન નથી એટલે ઘોડો ત્યજી દેવામાં આવે છે. તેવી જ રીતે નિશ્ચય એવું જે શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ છે. તે પ્રાપ્ત કર્યા પછી હવે કાયિક ધર્મક્રિયાઓનો સમૂહ સફળતાવાળો નથી. અર્થાત્ પ્રયોજનભૂત નથી. એટલે ચૌદમે ગુણઠાણે ગયા પછી યોગાત્મક ક્રિયાઓ ત્યજાય છે. પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે જનારા આત્માએ મિથ્યાત્વના ત્યાગવાળી અને સમ્યક્ત્વની પ્રાપ્તિવાળી ધર્મક્રિયાઓનો વ્યવહાર કરવો જોઈએ. ધર્મશ્રવણ, ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ, નિરંતર નિર્ઝન્યમુનિઓની સેવાભક્તિ, વીતરાગ પરમાત્માનાં દર્શન-પૂજન આદિ ધર્માનુષ્ઠાનોના આચરણથી આ આત્માનું મિથ્યાત્વ મંદ થતું જાય છે. અને કાળાન્તરે ૧ દ્વિબંધક ર સકૃબંધક, ૩ અપુનબંધક, ૪ માર્ગાભિમુખ, ૫ માર્ગપતિત, ૬ માર્ગાનુસારી, ૭ ચરમયથાપ્રવૃત્તકરણ, ૮ ગ્રન્થિભેદ, ૯ અપૂર્વકરણ, ૧૦ અનિવૃત્તિકરણ અને ૧૧ અન્તરકરણ ઈત્યાદિ કરવા દ્વારા અત્ત શુદ્ધિ પ્રાપ્ત કરીને આ જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરનાર બને છે. એ જ રીતે ચોથાથી પાંચમા ગુણસ્થાનકે જવા માટે બાહ્યરીતિએ અણુવ્રતો ધારણ કરવાં, બારવ્રત સ્વીકારવાં, સંસારને પરિમિત ભોગવાળો Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ - પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કરવો ઈત્યાદિ વ્યવહાર કરતાં સાંસારિક સુખો ઉપરની આસક્તિ સ્વરૂપ અપ્રત્યાખ્યાનીય ૪ કષાયોનો વિજય કરવા દ્વારા અંતઃશુદ્ધિ પ્રાપ્ત કરીને પાંચમું ગુણસ્થાનક આ જીવ પ્રાપ્ત કરે છે. આ રીતે પાંચમાથી છ જતાં અને છથી સાતમે ગુણસ્થાનકે જતાં ઉપર ઉપરના તે તે ગુણસ્થાનકોની પ્રાપ્તિને અનુરૂપ વ્યવહાર આ જીવે કરવો જોઈએ. અને ઉપર-ઉપરના ગુણસ્થાનકોની જેમ જેમ પ્રાપ્તિ થતી જાય તેમ તેમ નીચે નીચેના ગુણસ્થાનકોના વ્યવહારો છોડવા જોઈએ. આ જ સાચો સંસાર તરવાનો ન્યાય માર્ગ છે. // પ-૫, ૬ / વ્યવહાર વિના નિશ્ચય પ્રાપ્ત કરી શકાતો નથી તે સમજાવે છે. નિશ્ચય નવિ પામી શકે છે, પાળે નવિ વ્યવહાર ! પુણ્યરહિત જે એહવાજી, તેહનો કુણ આધાર / પ-૭ " સોભાગી જિન, સીમંધર સુણો વાત. / ૫૮ II ગાથાર્થ= જે આત્માઓ વ્યવહાર પાળતા નથી તેઓ નિશ્ચય પ્રાપ્ત કરી શકતા નથી. પુણ્ય વિનાના એવા તે જીવોને સંસારથી તારવામાં કોણ આધારરૂપ બને તેમ છે ? અર્થાત્ કોઈ તેઓને તારી શકતું નથી. પ-૭ || - વિવેચન= ઉપર કરેલી લાંબી ચર્ચાથી, પોતપોતાના અનુભવ પ્રમાણથી અને વીતરાગ પરમાત્માના વચનોના અભ્યાસથી અવિરૂદ્ધપણે સ્પષ્ટ સમજાય તેમ છે કે સાધન વિના સાધ્યની સિદ્ધિ થાય નહીં. ક્રિયા વિના ધર્મતત્ત્વની પ્રાપ્તિ થાય નહીં, ઉપાયો આદર્યા વિના ઉપયની પ્રાપ્તિ થાય નહીં. તેવી જ રીતે સમ્યકત્વ-દેશવિરતિ-સર્વવિરતિ-અપ્રમાદાવસ્થા આદિ ગુણોરૂપ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે, તેના તેના ઉપાયભૂત “નિધિપામવા ઈત્યાદિ સૂત્રાનુસારે ગીતાર્થ ગુરુભગવંતોની નિશ્રા, તેમની પાસે વ્યાખ્યાનશ્રવણ, પ્રમાણ અને નય સાપેક્ષ નવતત્ત્વોનો અભ્યાસ, તેમાં હેય, શેય અને ઉપાદેય ભાવોની જાણકારી તથા યથાશક્તિ હેયનો ત્યાગ, ઉપાદેયનો આદર કરવારૂપ વ્યવહાર કરવો જ જોઈએ. આવા પ્રકારના નિશ્ચય સાપેક્ષ વ્યવહાર આદરવાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. જેમ નિશ્ચય વિનાનો કેવલ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી ૧૪પ એકલો વ્યવહાર એ જડક્રિયા છે. અને તે સાધ્યસિધ્ધિમાં અસમર્થ છે. તેવી જ રીતે વ્યવહાર વિનાનો કેવળ એકલો નિશ્ચય એ પણ શુષ્કજ્ઞાન સ્વરૂપ હોવાથી સાધ્યસિદ્ધિમાં અસમર્થ જ છે. પૂજ્ય અધ્યાત્મયોગી શ્રી આનંદધનજી મહારાજશ્રીએ પરમાત્માના સ્તવનમાં કહ્યું છે કેવચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો , વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો, ધાર તરવારની સોહિલી દોહિલી ચૌદમા જિનતણી ચરણસેવા. આ પ્રમાણે આત્માર્થી ધર્મતત્ત્વજ્ઞ મુમુક્ષુ પુરુષોએ શાસ્ત્રવચનોની અપેક્ષા રાખવા પૂર્વક તેમાં કહ્યા પ્રમાણે દેશવિરતિ-સર્વવિરતિની ધર્મપ્રવૃત્તિ કરવામાં ઉત્સુક બનવું જોઈએ. સાધ્યસાપેક્ષ કરાયેલા આદરવા યોગ્ય અને પાળવા યોગ્ય વ્યવહારથી જ સાધકને સાધ્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી જીવનને આરંભ સમારંભ અને પરિગ્રહાદિ દોષોવાળુ જ રાખીને, તથા રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન, વિષયસેવન, વિગેરે પાપાશ્રવો ચાલુ રાખીને “હું આત્મા છું” “હું શુદ્ધ આત્મા છું” ઈત્યાદિ પદો માત્ર બોલવાબોલાવવા પૂર્વક કેવળ સાધ્યને ગાવા-ગવરાવાથી સાધ્યસિદ્ધિ થતી નથી. પરમાત્મા શ્રી વીતરાગદેવે પ્રથમ સર્વવિરતિ સમજાવીને ત્યારબાદ તે ધર્મ કરવામાં અસમર્થ જીવો માટે દેશવિરતિ ધર્મની પ્રરૂપણા કરી હતી. બન્નેમાં પણ વિરતિધર્મની પ્રરૂપણા પ્રધાનપણે કરી છે અને તે જ ઉપાદેય છે. તેથી ત્યાગમાર્ગની પુષ્ટિ કરનારા એવા વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ કેમ થાય ? આવા પ્રકારનું સાચું તત્ત્વ સમજવામાં મૂઢ બનેલા અને તેથી જ તત્ત્વદૃષ્ટિ આપે એવા ભાવ પુણ્ય વિનાના એકાન્તવાદીઓને હે વીતરાગ પરમાત્મા ! સીમંધરસ્વામી દેવ ! કોણ આધાર બની શકે ? અર્થાત્ આવી ઉત્સુત્ર પ્રરૂપણા કરીને તેઓ ભવ રૂપી કૂવામાં ડુબે છે. તેઓને આપશ્રી જ તારણહાર છો. || પ-૭ / એકલા નિશ્ચયની વાતો કરનારામાં સાચી જ્ઞાનદશા કેટલી છે? તેની પરીક્ષા સુવર્ણની જેમ ક્રિયાની વ્યાપકતાથી જ થાય છે. તે સમજાવે છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત હેમ પરીક્ષા જેમ હુએ, સહત હુતાશન તાપ ! જ્ઞાનદશા તેમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ પ-૮ સોભાગી જિન, સીમંધર સુણો વાત. પ૯/ હુતાશન= અગ્નિ, પરખીએજી= પરીક્ષા કરો, વ્યાપક વ્યાપકપણે. ગાથાર્થ= જ્યારે સુવર્ણ અગ્નિના ઘણા એવા તાપને સહન કરે છે. ત્યારે જ તેની પરીક્ષા થાય છે. (નિર્મળ થઈને બહાર આવે છે) તેવી રીતે જેના જીવનમાં ઘણી ધર્મક્રિયાઓ વ્યાપકપણે આવી હોય. તે જ આત્મા સાચી (યથાર્થ) જ્ઞાનદશાને પામ્યો કહેવાય છે. એમ ક્રિયાઓ દ્વારા જ્ઞાનદશાની પરીક્ષા થાય છે. જે પ-૮ | વિવેચન= સોના ચાંદીના વેપારી લોકો અર્થાત્ ઝવેરી પુરુષો સુવર્ણના દાગીનાઓની લેવડ-દેવડ કરતી વખતે આ દાગીનામાં સુવર્ણ કેટલું હશે ? કેટલા ટચ (કેટલા ટકા) હશે ? તે જાણવા માટે તેની પ્રથમ કષ દ્વારા (કસોટીના પત્થર ઉપર ઘસવા દ્વારા), પછી છેદ દ્વારા (તેના ટુકડા કરીને અંદરથી જોવા દ્વારા) અને ત્યારબાદ અંતે અગ્નિના તાપમાં તપાવવા દ્વારા એમ કષ-છેદ-તાપ દ્વારા તે સુવર્ણની પરીક્ષા કરે છે. આ ત્રણે પરીક્ષામાંથી સુવર્ણ જ્યારે બરાબર જણાય છે ત્યારે જ તેના સાચા મુલ્યથી કિંમત અંકાય છે. આ દાગીનામાં કેટલા ટચ (કેટલા ટકા) સુવર્ણ છે. તે સમજાય છે. અને તેની સાચી કિંમત ઉપજે છે. તેવી જ રીતે આ અધ્યાત્મી આત્મામાં સમ્યગ્દર્શન યુક્ત એવું સમ્યજ્ઞાન સાચું કેટલું છે ? તે જાણવાનો ઉપાય બાહ્યજીવનમાં વ્યાપેલી ઘણા પ્રકારની વિવિધ) ધર્મક્રિયાઓ જ છે. અર્થાત્ બાહ્ય આચરણરૂપે કરાતી ધર્મપ્રવૃત્તિઓથી જ તેનામાં રહેલા સમ્યગ્દર્શનયુક્ત સમ્યજ્ઞાનની પરીક્ષા કરાય છે. જેમ કોઈ એક માણસને “આ સર્પ છે, પ્રાણનાશક પ્રાણી છે, તેના દંશથી અવશ્ય મરણ થાય છે.” એવું ભાન થાય છે. ત્યારે તે જ્ઞાન દ્વારા તેનાથી દૂર રહેવાની બાહ્યપ્રવૃત્તિ આપોઆપ આવી જ જાય છે. તે માણસને સર્પથી દૂર રહેવાનું સમજાવવું પડતું નથી. તથા કોઈને પણ આ કાલકુટ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી ૧૪૭ પ્રાણ ઘાતક વિષ છે એમ જ્ઞાન થાય છે. ત્યારે તે તેનાથી આપોઆપ દૂર થઈ જ જાય છે. સમજાવવાની જરૂર રહેતી નથી. તેવી રીતે આ બધા આશ્રવો પાપબંધના હેતુભૂત છે, ભાવપ્રાણના નાશક છે, મુક્તિતત્ત્વના વિરોધી છે. એવું શાસ્ત્રાનુસારી સમ્યગજ્ઞાન જ્યારે અંદર પરિણામ પામે છે ત્યારે યથાશક્તિ દેશવિરતિ અને સર્વવિરતિનાં પચ્ચકખાણો ઉચ્ચરવા દ્વારા પાપાશ્રવોનો ત્યાગ આપોઆપ આવી જ જાય છે. આવા પ્રકારનાં પાપાશ્રવોનો ત્યાગ કરવાનું અને સંવર-નિર્જરાના ભેદ-પ્રભેદોનો આશ્રય કરવાનું સમજાવવું પડતું નથી. આ સહજપણે આપોઆપ જીવનમાં વ્યાપી જાય છે. આ જ વ્યવહાર માર્ગ છે. અને સાધક આત્માએ આદરવો જ જોઈએ. સારાંશ કે જેના જીવનમાં બાહ્ય-ત્યાગ-તપ-સંયમ અને તેને અનુસરનારી ઉત્તમ ધર્મક્રિયાઓ પ્રસરી હોય છે. તે જ આત્માઓ સાચા સમ્યગ્દર્શનને અને તપૂર્વક સમ્યજ્ઞાનને પામેલા છે એમ જાણવું. અન્યથા તો સત્સંગ અને સ્વાધ્યાયના બહાના નીચે માત્ર અધ્યાત્મનાં પદો બોલી જાય, ગાઈ જાય અને ત્યાગમાર્ગને તથા તેના વ્યવહારને સ્પર્શે નહીં. તો તે સંગીતની પ્રિયતાની જેમ શ્રોત્રેન્દ્રિયનું વિષય સેવન માત્ર જ જાણવું. તેવી જ રીતે કર્મો ખપાવવાના લક્ષ્યરૂપ અને શુદ્ધ આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાના લક્ષ્યરૂપ નિશ્ચયની દૃષ્ટિ વિનાનું કેવળ બાહ્ય રીતે આચરણ કરાતું જે ધર્માનુષ્ઠાન, તે પણ પુણ્યબંધ માત્ર કરાવનારૂં છે. પરંતુ આત્મશુદ્ધિ કરાવનારૂં નથી. આવાં અનુષ્ઠાનોને શાસ્ત્રોમાં વિષ-ગર અને અનનુષ્ઠાન કહ્યાં છે. ૧) આ ભવમાં સુખોની ઈચ્છા રાખીને જે ધર્માનુષ્ઠાનો કરાય. તે વિષ અનુષ્ઠાન કહેવાય છે. (યોગબિંદુ. ગાથા ૧૫૬) ' ૨) પરભવમાં સુખો મળે એવી ઈચ્છા રાખીને જે ધર્માનુષ્ઠાનો કરાય તે ગર અનુષ્ઠાન કહેવાય છે. (યોગબિંદુ. ગાથા. ૧૫૭) ૩) કોઈપણ જાતના ઉપયોગની શૂન્યતા પૂર્વક જે ધર્માનુષ્ઠાન કરાય તે • અનનુષ્ઠાન કહેવાય છે. (યોગબિંદુ. ગા. ૧૫૮) Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ૪) ઉત્તમાનુષ્ઠાનનું કારણ બને તેવું, કંઈક શુભભાવનાથી યુક્ત, અને અમૃતાનુષ્ઠાન પ્રત્યેના રાગથી કરાતું જે અનુષ્ઠાન, તે તદ્ધતુઅનુષ્ઠાન કહેવાય છે. (યોગબિંદુ. ૧૫૯) ૫) અતિશય ભાવપૂર્વક અને સંવેગપરિણામ જેમાં ભારોભાર ભરેલો છે એવું જે અનુષ્ઠાન, તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. (યો. બિ. ૧૬૦) પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો આત્મશુદ્ધિનો હેતુ બનતાં નથી અને પાછળનાં બે અનુષ્ઠાનો આત્મશુદ્ધિનાં કારણ બને છે. જે પ-૮ | આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ ! મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ ક્રિયા ઘાટ || ૫-૯ | સોભાગી જિન, સીમંધર સુણો વાત. / ૬૦ | વિષમી વાટ= ભયંકર અટવી, મુગ્ધ= ભોળા, ક્રિયાઘાટ= ક્રિયાનો સમૂહ. ગાથાર્થ ભોમીયાના આલંબન વિના જે વિષમમાર્ગે ચાલે છે. તે ભયંકર અટવીના માર્ગમાં આવી પડે છે. તેવી રીતે અજ્ઞાની આત્માઓ જીવનમાં ક્રિયાઓનો સમુહ લાવ્યા વિના ભવકૂપમાં ડુબે છે. એ પ-૯ || વિવેચન= કોઈ એક મુસાફર એક ગામથી બીજે ગામ જવા માટે નીકળ્યો, તે મુસાફર તે ગામના રસ્તાનો અજાણ છે. અને રસ્તાના જાણકાર એવા ભોમીયાને રસ્તો બતાવનાર તરીકે ધારો કે સાથે લીધો નથી. બન્ને ગામોની વચ્ચે જાળમાળીયા અનેક રસ્તાઓ આવે છે અને ભય ઉત્પન્ન કરનારાં ગીચ વિવિધ જંગલો આવે છે. ત્યારે તે મુસાફર પોતે માર્ગનો અજાણ હોવાથી, રસ્તાઓ જાળમાળીયા ચિત્ર વિચિત્ર હોવાથી, અને જાણકાર એવા રસ્તાના ભોમિયાનું આલંબન સાથે ન હોવાથી ચાલતાં ચાલતાં વિષમ વાટમાં (દુર્ગમ માર્ગમાં) આવી પડે છે. જ્યાં કોઈ રસ્તો દેખાય નહીં, ચારે બાજુ ઝાડી જ માત્ર હોય, શિકારી પશુઓ અને લુંટારૂઓના અવાજ જ માત્ર સંભળાતા હોય, ઘોર અંધકાર છવાતું જતું હોય એવી વિષમ વાટમાં તે મુસાફર આવી પડે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી ૧૪૯ તેવી જ રીતે આલંબન ભૂત એવી ધર્મક્રિયાઓ વિનાની કેવળ માત્ર નિશ્ચયનયની વાતો જ કરનારા જીવો અને નિશ્ચયનયથી શુદ્ધ એવા રત્નત્રયીમય આત્મતત્ત્વને પ્રાપ્ત કરવાના લક્ષ્ય વિના સંસારાભિલાષી પણ કેવળ એકલી ધર્મક્રિયા જ કરનારા ભવાભિનંદી જીવો, નિશ્ચય-વ્યવહારના સમન્વયાત્મક એવી જૈનશાસ્ત્રાનુસારી દૃષ્ટિકોણરૂપ આલંબન વિના ભવરૂપ કૂવામાં ડુબે છે. નિશ્ચયનયની દૃષ્ટિ હૈયામાં રાખ્યા વિના કરાતી ધર્મક્રિયાઓમાં આ ભવ અને પરભવના સંસારસુખની તમન્નાઓ જ કામ કરતી હોવાથી ભોળા જીવો ભવરૂપી કૂવામાં પડે છે. અને કેવળ એકલી નિશ્ચયનયની જ દષ્ટિ રાખવાથી અને વ્યવહારભૂત ધર્મક્રિયાઓ ન કરવાથી સાધ્યની ઈચ્છા હોવા છતાં પણ સાધનભૂત ક્રિયાઓનો સમૂહ ન હોવાથી સાધ્યસાધનદાયના અભાવે પણ આ જીવ ફળ પામી શકતો નથી. બલ્ક વ્યવહારનો ઉચ્છેદ કરતો તે જીવ ઉસૂત્રભાષી થઈને અનંત સંસારફળને પામનાર બને છે. તેથી હદયમાં શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિનું લક્ષ્ય રાખવું જોઈએ. અને તેની પ્રાપ્તિ માટે સાધ્યને સાધી આપે તેવા પ્રકારની સાધ્યાભિમુખ એવી ધર્મક્રિયાઓ કરવારૂપ વ્યવહાર પણ આદરવો જોઈએ. સંસારમાં નફાનું લક્ષ્ય રાખીને માલનું ખરીદ-વેચાણરૂપ વ્યવહાર જો કરાય, તો જ ધનપ્રાપ્તિ શક્ય બને છે. આ પ્રમાણે સર્વત્ર નિશ્ચય-વ્યવહારનો પરસ્પર સાધ્યસાધનદાવ જાણવો. તે પ-૯ | ચરિત ભણી બહુ લોકમાંજી, ભરતાદિકનાં જેહ .. લોપે શુભ વ્યવહારને જી, બોધિ હણે નિજ તેહ છે પ-૧૦ || સોભાગી જિન, સીમંધર સુણો વાત. / ૬૧ | ચરિત= ચરિત્ર, બોધિ= સમ્યકત્વ, નિજ= પોતાનું. ગાથાર્થ= આ લોકમાં ભરત મહારાજા વગેરેનાં બહુ પ્રકારનાં ચરિત્રો કહીને જે જે આત્માઓ શુભવ્યવહારનો લોપ કરે છે, તે તે આત્માઓ પોતાના (અને પરના) સમ્યકત્વગુણને હણે છે. કે ૫-૧૦ || Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિવેચનઃ સમ્યકત્વ ગુણ પામવા માટેના પરમાત્માના દર્શન વંદન પૂજન આદિના વ્યવહારો તથા દેશ ત્યાગ અને સર્વત્યાગના વ્યવહારો જે લોકોને ગમતા નથી, કરવા નથી તથા વ્રત, નિયમ, પચ્ચકખાણ આદિના વ્યવહારો પણ જેઓને ગમતા નથી, કરવા નથી એવા કેટલાક કુતર્કવાદીઓ “ઉપરોક્ત વ્યવહારો કરવાની કંઈ જરૂર નથી, આવા વ્યવહારો આદર્યા વિના પણ કેવલજ્ઞાન પામી જીવો મોક્ષે જઈ શકે છે.” આ પ્રમાણે કહે છે માને છે અને જોરશોરથી પ્રચાર કરે છે. અને તે માટે ભરત મહારાજા, ઈલાચીપુત્ર, ચિલાતીપુત્ર, ગુણસાગર, પૃથ્વીચંદ્રરાજા, ઈત્યાદિ આત્માઓના દૃષ્ટાંતો આપીને વ્યવહારની (ધર્મક્રિયાઓ-અનુષ્ઠાન કરવાની) જરૂર નથી. એમ વ્યવહારમાર્ગનો લોપ કરે છે. તે આત્માઓ (તથા માલતુષ મુનિ આદિનાં દૃષ્ટાન્તો આપીને જ્ઞાન મેળવવાની પણ જરૂર નથી. એમ જ્ઞાનમાર્ગને જે લોપ કરે છે. તે બન્ને એકાન્ત કુતર્કવાદી આત્માઓ) પોતાનામાં આવેલા અથવા આવવાના સંભવવાળા “સમ્યકત્વગુણ”નો પણ ઉચ્છેદ કરે છે. અને આવા પ્રચાર દ્વારા અનેકના સમ્યકત્વ ગુણનો ઉચ્છેદ કરીને ઉન્માર્ગે પ્રવર્તાવવાનું પાપકર્મ કરે છે. આવા લોકો ઉન્માર્ગ પ્રરૂપક, પાખંડી, આભિગ્રાહક મિથ્યાત્વવાળા કહેવાય છે. એમ જાણવું. ભરત મહારાજા આદિ જીવોની અંતર્ગત આત્મપરિણતિ એક વીંટી પડી જવા જેવા સામાન્ય નિમિત્તથી એટલી બધી નિર્મોહી બની હતી કે છ ખંડના રાજ્યના સ્વામી હોવા છતાં અન્યના મોતના ત્યાગની સાથે શરીરના પણ રાગાદિ ત્યજીને શ્રેષ્ઠતર શુદ્ધ આત્મપરિણતિવાળા એવા બન્યા હતા કે જેને ત્યાગના બાહ્ય વ્યવહારો લેવા કે પાળવાનો સમય જ રહ્યો ન હતો. તેથી ઉત્તમ શ્રેષ્ઠ આત્મપરિણતિ દ્વારા આ આત્માઓ કેવળી થઈ મોક્ષે ગયા છે. અને આવાં ઉદાહરણો આપીને ધર્મક્રિયાઓ ન કરવાની વૃત્તિવાળા આત્માઓમાં મોહદશા તો પૂરેપૂરી ભરેલી જ હોય છે. અલ્પમાત્રાએ પણ ઓછી થઈ હોતી નથી, અને આત્મપરિણતિ પણ એટલી નિર્મળ થયેલી હોતી નથી, કેવળ બાહ્ય વ્યવહારો કરવા નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી ૧પ૧ અને તેનો ઉચ્છેદ કરવો છે તેથી આવાં ઉદાહરણો આપે છે તે માટે તેઓ કુતર્કવાદી પાખંડી અને આભિગ્રહક મિથ્યાત્વવાળા કહેવાય છે. ભરત મહારાજા કે મરૂદેવા માતા આદિને ક્રિયાવ્યવહારો કરવા ન હતા એમ નથી પરંતુ મોહના ત્યાગથી નિર્મળ બનેલી તીવ્ર આત્મદશાએ આ વ્યવહાર કરવાનો સમય જ આપ્યો નથી. આ રીતે બનેલાં અપવાદભૂત ઉદાહરણો પોતાને મનગમતા અર્થમાં જોડવાં તે આભિગ્રહક મિથ્યાત્વ છે. બીજાં કંઈ જ નથી. કોઈ લોકો લોટરીની એક ટિકિટથી બહુ ધન કમાય છે. કોઈ છોકરાઓ સ્કૂલે ગયા વિના ઘેર ભણીને પણ પરીક્ષા પાસ કરે છે. કોઈ લોકોને વેચાણ લીધેલા ઘરને ખોદાવતાં પણ ધન મળે છે. કોઈ લોકોને મહેનત કર્યા વિના બાપદાદાનું ધન ભાગમાં મળી જાય છે. આમ હોવા છતાં આવાં ઉદાહરણો આગળ કરીને કમાવાના ઉપાયો નોકરી ધંધા બધાએ છોડી દેવા અને લોટરીની ટિકિટથી, ઘર ખોદવાથી, કે બાપદાદાથી મળી જશે એવી આશાએ રહેવું અને બીજાને પણ આવું સમજાવવું એ ઉન્માર્ગ છે. ખોટો રસ્તો છે. છોકરાઓને સ્કૂલ છોડાવી દેવી તે સાચો રસ્તો નથી, તેમ અહીં પણ ક્યારેક ક્યારેક આત્મદશાની નિર્મળ પરિણતિની તીવ્રતા અતિશય વિશેષ બની હોય અને બાહ્યવ્યવહારો લેવા-પાળવાનો સમય ન રહ્યો હોય તેમ પણ બને છે. તેથી સર્વને માટે આ માર્ગ ઉચિત નથી. પરમાત્મા શ્રી વીતરાગ દેવે પ્રથમ દેશનામાં પ્રથમ સર્વવિરતિ ધર્મ અને પછી દેશવિરતિ ધર્મ પ્રરૂપ્યો છે. તેમાં પાંચ અને બાર વ્રતો જણાવ્યાં છે. પાંચ મહાવ્રત પાળવાના અને પાંચ અણુવ્રતાદિ બાર વ્રત પાળવાના અનેક નાના-મોટા નિયમો જણાવ્યા છે. જે જે આત્માઓ આ વ્રતો લેવા-પાળવા તૈયાર થયા. તેઓને વ્રત પાળવાનાં પચ્ચકખાણો આપીને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા બનાવ્યાં. અને આ રીતે આવા પ્રકારનો ચતુર્વિધ સંઘ સ્થાપ્યો કે જે તીર્થ કહેવાય છે. તથા આવા તીર્થની સ્થાપના કરવાથી ભગવાનને તીર્થકર કહેવાયા છે. ભગવત્તે પોતે પણ દીક્ષા ગ્રહણ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કરતી વેળાએ વ્રતો ઉચ્ચર્યા છે. તથા વ્રતના અર્થી જીવોને પચ્ચકખાણો ઉચ્ચરાવીને વ્રતી બનાવીને તીર્થની સ્થાપના કરી છે. આજે પણ એ જ મા વ્રતો લેવાય છે. અપાય છે. અને પળાય છે. આમ હોવા છતાં જેઓને આવાં વ્રતો લેવાં નથી, પાળવાં નથી, બાહ્ય ધર્માચારો ગમતા જ નથી, તેઓ જ એકાન્તનિશ્ચયને આગળ કરીને વ્યવહારમાર્ગનો ઉચ્છેદ કરે છે. આવા વ્યવહાર ઉચ્છેદક ઉન્માર્ગ,રૂપક, સન્માર્ગનાશક એકાન્તના આગ્રહક આ આત્માઓ ભગવંતોએ સ્થાપેલા ચતુર્વિધ સંઘના વિનાશક જાણવા. આશાના ઉલ્લંઘક જાણવા. પોતાના અને પરના સમ્યકત્વગુણના નાશક જાણવા અને મિથ્યામાર્ગના પ્રરૂપક, પોષક અને વર્ધક જાણવા. આ કારણથી આવી એકાન્ત નિશ્ચયની પ્રરૂપણા કરનારાના સમાજમાં સર્વત્યાગી સાધુ-સાધ્વીજી તો હોતા જ નથી. માત્ર શ્રાવક-શ્રાવિકા જ હોય છે અને તે પણ પોતાના મનનાં માનેલાં માત્ર શ્રાવક-શ્રાવિકા સમજવાં. વ્રતધારી તો નહીં. તેથી શાસ્ત્રોક્ત ધર્માનુષ્ઠાનો અને બાર વ્રત ધારણ કરવાનું છોડીને નવી નવી કપોલકલ્પિત પ્રાર્થનાઓ, સ્તુતિઓ, દુહાઓ કે કોઈ એકાદ નિયત વ્યક્તિના ગુણગાન કરીને ધર્મ કર્યાનો સંતોષ માનનારા આ જીવો હોય છે. આ રીતે વ્યવહારમાર્ગનો ઉચ્છેદ કરવો, એ ન્યાયમાર્ગ નથી. | પ-૧૦ || બહુ દલ દીસે જીવનાં જી, વ્યવહારે શિવ યોગા છીંડી તાકે પાધરોજી, છોડી પંથ અયોગ -૧૧ | સોભાગી જિન, સીમંધર સુણો વાત. ૬૨ || દલ= ઉપાદાન કારણ, છીંડી= અપવાદમાર્ગ, તાકે જાએ, પાધરો= સીધેસીધો રોડ માર્ગ, છોડી= ત્યજીને, અયોગ= ખોટો. ગાથાર્થ= જીવોનાં ઉપાદાનકરણ બહુ પ્રકારનાં દેખાય છે. વ્યવહારમાર્ગથી મુક્તિનો યોગ થાય આ રાજમાર્ગ છે. તેવા રાજમાર્ગને છોડીને જે લોકો પાધરો (સીધેસીધો) અપવાદમાર્ગ જુએ છે તે માર્ગ અયોગ્ય (ખોટો) છે એમ સમજવું. | પ-૧૧ | Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫ - શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી વિવેચન= આ સંસારમાં કોઈ પણ કાર્ય કરનારા આત્માઓની પાત્રતા ભિન્ન ભિન્ન હોય છે. એક જ ગુરુજીની પાસે એક જ વર્ગમાં એકી સાથે અભ્યાસ કરતાં ૫૦ વિદ્યાર્થીઓને એક જ વિષયનું એક સરખું જ્ઞાન ગુરુજી દ્વારા આપવામાં આવ્યું હોય છે. તો પણ તે વિદ્યાર્થીઓમાં પાત્રતાને અનુસારે જ ફળ આવે છે. આ વાત અનુભવ સિદ્ધ છે. તેવી જ રીતે અહીં આત્મતત્ત્વની પ્રાપ્તિ માટેની યોગ્યતા (પાત્રતા-ઉપાદાનતા) બધા જીવોમાં સરખી હોતી નથી. “બહુ દલ” એટલે અનેક પ્રકારની ઉપાદાનતા હોય છે. મોક્ષે જવા માટેનો ભવસ્થિતિ પરિપાક કોઈનો પાકી ચૂક્યો હોય, કોઈનો અલ્પ અલ્પતર પાક્યો હોય અને કોઈનો હજા ન પણ પાક્યો હોય. તેથી ધર્માર્થી એવા જીવોમાં ઉપાદાનના બહુ પ્રકારની ભિન્નભિન્ન હોય છે. પાત્રતાની ભિન્નભિન્નતાના કારણે જ જૈનશાસ્ત્રકારોએ “ગુર્જનજ્ઞાન વારિત્રાળ મોક્ષH:” તથા જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ: વિગેરે સૂત્રો દ્વારા શ્રદ્ધા-જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે ગુણોની એકાકારપણે બનેલી આત્મપરિણતિને જ મોક્ષમાર્ગ કહ્યો છે. તથા જ્ઞાન અને ક્રિયા એમ ઉભયાત્મક આત્મપરિણામને જ મોક્ષ કહ્યો છે. આમ આત્મશુદ્ધિમાં જ્ઞાન અને ક્રિયા એમ બન્નેની પરસ્પર સાપેક્ષભાવે આવશ્યકતા છે. અને આજ સાચો માર્ગ સ્વીકારીને મોક્ષે જનારા જીવોની સંખ્યા અનંતી છે. ભરત મહારાજા આદિની જેમ અપવાદ માર્ગે મોક્ષે જનારાની સંખ્યા અતિશય અલ્પ છે. તેથી “વ્યવરે શિવ યોગ” વ્યવહારમાર્ગ સ્વીકારી-પાળીને મુક્તિ પ્રાપ્ત કરવી, આ જ રાજમાર્ગ છે. ધોરીમાર્ગ છે. પ્રસિદ્ધમાર્ગ છે. આ પ્રમાણે હોવા છતાં અજ્ઞાન અને મિથ્યાત્વમોહની તીવ્રતાની કારણે કેવળ એક જ્ઞાન જ મુક્તિનું કારણ છે, ક્રિયાની જરૂર નથી (અથવા તપ-જપ-સંયમ આદિ ક્રિયા જ મુક્તિનો હેતુ છે. જ્ઞાનની જરૂર નથી) આ પ્રમાણે એકાન્ત માર્ગની જે આત્માઓ પ્રરૂપણા કરે છે. તે સૂત્રવિરૂદ્ધ છે. જે ભરતાદિનાં ઉદાહરણો બન્યાં છે તે આત્મશુદ્ધિની અતિશય તીવ્ર પરિણતિના કારણે વિશિષ્ટ વ્યવહાર સ્વીકારવાના સમયના અભાવે બન્યાં છે. પરંતુ વ્યવહારના ઉદરૂપ બન્યાં નથી. છતાં આવાં ઉદાહરણોને Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આગળ ધરીને જે આત્માઓ પંથ છોડી= રાજમાર્ગ છોડીને પાધરો (સીધે સીધો) છડી તાવે છે= (અપવાદ માર્ગ જ જાએ છે) તે તેઓનો પંથ (માર્ગ) અયોગ (અયોગ્ય-અનુચિત) છે. સારાંશ કે આવા પ્રકારના રાજમાર્ગને ત્યજીને અપવાદ માર્ગે વર્તવું તે માર્ગ અયોગ્ય છે અનુચિત છે. ન્યાયવિરુદ્ધ છે. આમ કરવામાં આભિગ્રહીક મિથ્યાત્વતા-પાખંડિતતા વિના બીજું કાંઈ કારણ નથી. જે પ-૧૧ || આવશ્યકમાં ભાખીયોજી, એહી જ અર્થ વિચારો ફળસંશય પણ જાણતાંજી, જાણીજે સંસાર પ-૧૨ | સોભાગી જિન, સીમંધર સુણો વાત. } ૬૩ | ભાખીયોજી=કહ્યો છે.એહી જ=આ જ ફળસંશય ફળનો સંશય. ગાથાર્થ= આવશ્યકસૂત્રમાં પણ આવો જ અર્થવિચાર બતાવેલો છે. તથા વ્યવહાર ધર્મની આચરણના ફળનો સંદેહ કરવામાં પણ અનંત સંસાર (જન્મ મરણની વૃદ્ધિ) થાય છે. એમ જાણવું. . ૫-૧૨ / વિવેચન= શ્રી આવશ્યક સૂત્રમાં પણ ઉપરની ગાથામાં કહેલો જ અર્થ અને તેને અનુસરતા જ વિચારો મહર્ષિ પુરુષોએ બતાવ્યા છે. અમે પણ આવા પ્રકારના આગમપાઠોને અનુસારે જ આ અર્થો કહ્યા છે. આ પ્રમાણે સાધ્ય સાધવાની જે દૃષ્ટિ છે તે નિશ્ચયનય છે. અને તે જ્ઞાનાત્મક આત્મગુણ છે. તેના ઉપાયભૂત પંચાચાર-પાંચ મહાવ્રત આદિનું જે પાલન છે. દેશવિરતિ-સર્વવિરતિના આચરણરૂપ જે જે ધર્માનુષ્ઠાનોનું સેવન છે. તે વ્યવહારનય છે. તે ત્રિવિધ યોગાત્મક છે. તેથી જેમ જેમ સાધ્યની (શુદ્ધ આત્મતત્ત્વની) સિદ્ધિ થતી જાય છે. તેમ તેમ નીચેની યૌગિક પ્રવૃત્તિઓ ત્યજવાની હોય છે અને ઉપર ઉપરની યૌગિક પ્રવૃત્તિઓ આદરવાની હોય છે. યૌગિક પ્રવૃત્તિઓ યોગરૂપ હોવાથી દ્રવ્ય આશ્રવ હોવા છતાં આત્મપરિણતિની નિર્મળતાનું અસાધારણ કારણ હોવાથી અસંખ્ય ગુણ નિર્જરા કરાવનાર છે જેથી આશ્રવને ગૌણ કરી સંવર-નિર્જરાને પ્રધાન કરીને યથાયોગ્ય ક્રિયાઓ ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી કરવી જ જોઈએ. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી ૧૫૫ આ ધર્મક્રિયાઓ કરતાં તેનું ફળ મળશે કે નહીં મળે ? એવો તેના વિષે મનમાં સંદેહ કરવો એ પણ અનંત સંસાર વધારે છે. કારણ કે સંદેહ કરવાથી ચિત્ત ડામાડોલ થાય છે. અશ્રદ્ધા વધે છે. ક્રિયા કરવામાં ચિત્ત ઉદ્વેગ પામે છે અને અંતે ક્રિયા હાથમાંથી છૂટી જાય છે. આચારાંગ સૂત્રના લોકસાર નામના પાંચમા અધ્યયનમાં સ્પષ્ટ કહ્યું છે કે- વિતિનિચ્છા સમાવના સખા નંદડું સાહિં= શંકા-કાંક્ષા અને વિતિગિચ્છા આદિ દોષોને પામેલા આત્માઓ સમાધિ રૂપ ધર્મને પામતા નથી. તથા જ્યાં ફળ મળવાની શંકા હોય, અર્થાત્ ફળ મળે પણ ખરું અને કદાચ ન પણ મળે. આવું કાર્ય હોય, ત્યાં પણ ફળના અર્થીજીવો ઉપાય (સાધન) સેવવાનો જ પ્રયત્ન કરતા હોય છે. જેમ કે(૧) ઘરાક આવે અથવા ન પણ આવે, પરંતુ દુકાન ખોલવાની જ હોય છે. (૨) ધાન્ય ઉગે અથવા કદાચ ન પણ ઉગે, પરંતુ ખેતી કરવાની જ હોય છે. (૩) યુદ્ધ થાય અથવા ન થાય પરંતુ લશ્કર (તૈયાર) રાખવું જ પડે છે. આવા પ્રકારનાં અનેક ઉદાહરણો છે. કાર્યના અર્થીએ કારણ સેવવું જ જોઈએ, કારણ સેવવા છતાં (અન્ય કારણ સામગ્રીના અભાવે) કદાચ કાર્ય ન પણ થાય. તેવી જ રીતે આત્મતત્ત્વની પ્રાપ્તિના અર્થી જીવે ધર્મક્રિયા કરવા રૂપ ઉપાયભૂત વ્યવહાર આદરવો જ જોઈએ. ભાવપરિણામ આવવાસ્વરૂપ કારણોત્તરના અભાવે કદાચ નિર્જરારૂપ ફળ ન પણ મળે. છતાં ભાવપરિણામ આવવાનો જો કોઈ રાજમાર્ગ હોય તો ક્રિયા કરનારા જીવોમાં જેટલો સંભવિત છે. એટલો ક્રિયા ન કરનારામાં સંભવતો નથી. તેથી ફળ મળશે કે નહીં મળે ? એવો સંશય કરવાથી પણ આ જીવ અનંતસંસારી થાય છે. તે પ-૧૨ . પાંચમી ઢાળ સમાપ્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ ઢાળ છઠ્ઠી અવર ઈસ્યો નય સાંભળી, એક ગ્રહે વ્યવહારો રે. મર્મ ક્રિવિધ તસ નવિ લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે II ૬-૧ તુજ વિણ ગતિ નહીં જંતુને, તું જગજંતુનો દીવો રે જીવીએ તુજ અવલંબને, તું સાહેબ ચિરંજીવો રે I ૬-૨ // તુજ વિણ ગતિ નહી જંતુને- ૬૪-૬૫ / અવર= બીજો પુરુષ, ઈસ્યો= આવો, મર્મ ફલિતાર્થ, દ્વિવિધ બે પ્રકારનો, ગતિ= શરણ, જગજંતુનો= જગતના જીવોને, અવલંબને આધારે. ગાથાર્થ= વળી કોઈ અન્ય શિષ્ય આવા પ્રકારના વ્યવહારનયનું સ્વરૂપ સાંભળીને એકલા વ્યવહારને જ ગ્રહણ કરે છે તે વ્યવહારના બે ભેદ છે. એવો ફલિતાર્થ તે જીવ જાણતો નથી. શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારનો વ્યવહાર છે એમ વિચારો. (એમ જાણો). I ૬-૧ | હે પરમાત્મા ! સાંસારિક જીવોને તારા વિના બીજા કોઈનું પણ શરણ નથી. તથા હે પરમાત્મા ! તું જ જગતના જીવોને દીપક રૂપ (પ્રકાશ આપનાર) છે. તારા આધારે જ અમે જીવીએ છીએ. હે પરમાત્મા ! તમે ઘણું લાંબુ જીવનારા થાઓ. ૫ ૬-૨ | વિવેચન= બીજી ત્રીજી અને ચોથી ઢાળમાં સાધ્યશુદ્ધિ અર્થે નિશ્ચયનયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવ્યું. રત્નત્રયી સ્વરૂપ આત્માના ગુણો વિના આ સંસારમાં પ્રાપ્ત કરવા જેવું બીજું કંઈ છે જ નહીં. રાગાદિ કષાયો, સંકલેશરૂપ પર પરિણતિ અને તેના સંબંધી અાં તથા મમ એ જ મોટા દોષો છે. જે મૂળથી દૂર કરવા જેવા છે. જેનાથી આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ યથાર્થ સત્ય સાધ્ય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી આવા પ્રકારના શુદ્ધ સાધ્યની પ્રાપ્તિ અર્થે સાધનશુદ્ધિ સમજાવવા માટે પૂર્વે પાંચમી ઢાળ કહી. ધર્મક્રિયાઓ કરવા રૂપ ઉપાયો એ જ સાચી સાધનશુદ્ધિ છે. અને આ જ વ્યવહારનય છે. શુદ્ધ સાધ્યને સાધી આપે એવી સાધનસામગ્રી જે હોય તેને સાધનશુદ્ધિ કહેવાય છે. સાધક એવા આત્માએ શુદ્ધસાધ્યની પ્રાપ્તિ અર્થે તેના સાધનભૂત ધર્મક્રિયાઓ કરવારૂપી સાધનશુદ્ધિ અવશ્ય સ્વીકારવી જોઈએ. અને તે ધર્મક્રિયાઓને વિષયસુખોનું સાધન ન બનાવતાં શુદ્ધ સાધ્યની (નિઃસ્પૃહદશા-વૈરાગ્યદશાની) પ્રાપ્તિનું સાધન બનાવવું જોઈએ. કુહાડો કાષ્ટચ્છેદનું અવશ્ય સાધન છે. પરંતુ છેદકે સાધનભૂત એવા કુહાડાનો ઉપયોગ કાષ્ટ છેદાય તે રીતે (ઘા મારવા દ્વારા) કરવો જોઈએ. પરંતુ પગ કપાય તે રીતે કરવો જોઈએ નહીં. તેમ અહીં પણ સમજવું. આ જ યથાર્થ અને ન્યાયસંગત સાધ્યસાધનદાવ છે. આ સમજાવવા માટે જ બીજી, ત્રીજી, ચોથી ઢાળમાં સાધ્ય અને પાંચમી ઢાળમાં સાધન સમજાવ્યું છે. સુંદર અને વ્યવસ્થિત રીતે આ બને નયોનો સમન્વય સમજાવવા છતાં અજ્ઞાન, અહંકાર અને મમત્વાદિમાં મૂઢ બનેલા (મારૂ જ સાચું, હું જે કહું છું તે જ બરાબર છે ઈત્યાદિ મનમાં માની બેઠેલા) કદાગ્રહી કેટલાક આત્માઓ પોતાને મનગમતા કોઈ પણ એકાંત પક્ષને સ્વીકારી લઈને તે તે પક્ષના, પક્ષસંબંધી અનુયાયીઓના, અને કપોલકલ્પિત મિથ્યા અર્થોના દૃષ્ટિરાગી બનીને સ્વચ્છેદાચારે પ્રવર્તતા છતા માનવભવ હારી જાય છે અને અનંત સંસાર વધારી નાખે છે. પોતે પોતાની જાતને ધર્માત્મા માની લે છે. અને લોકસમક્ષ મનગમતી ઉન્માર્ગની દેશના આપીને ધર્માત્મા મનાવે છે. અને તેના દ્વારા માન-પ્રતિષ્ઠા પામી જુલાઈને સંસાર વધારે છે. પાંચમી ઢાળમાં “ધર્મક્રિયાઓ” કરવારૂપ વ્યવહાર આદરવા જેવો છે એમ કહ્યું, તે સાંભળીને કોઈ અજ્ઞાની શિષ્ય ગુરુને કહે છે કે હવે તો અમે ધર્મક્રિયાઓ કરવારૂપ વ્યવહારને જ ગ્રહણ કરીશું. બસ, તેને જ બરાબર Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વળગી રહીશું. બીજાં કંઈ પણ અમે તો સમજીએ નહીં. માત્ર આટલું જ સમજીએ કે જે જે ધર્મક્રિયાઓ કરવારૂપ વ્યવહાર છે. તે જ કર્તવ્ય છે. ગુરુજી આવી મતિવાળા શિષ્યને ઠપકો આપતાં કહે છે કે આવા અજ્ઞાની જીવો એ જાણતા નથી કે વ્યવહાર શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકરના છે. શુદ્ધ વ્યવહારો કર્તવ્ય છે અને અશુદ્ધ વ્યવહારો અકર્તવ્ય છે. આવા પ્રકારના મર્મને (ફલિતાર્થને) તે જીવો વિચારતા નથી. અર્થાત્ જાણતા નથી. આવા અજ્ઞાની અહંકારી અને મદાન્ય જીવો પ્રત્યે હૃદયમાં ભાવ કરુણા લાવીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી જણાવે છે કે એકાન્ત નિશ્ચય કે એકાન્ત વ્યવહારના આગ્રહી બનેલા જીવો સાપેક્ષપણે અને સમન્વયાત્મક ભાવે બન્ને નયોની વાતોને જણાવતી, તીર્થંકર પરમાત્માની વાણી સાંભળવા છતાં ગણધર ભગવંતોએ બનાવેલાં સૂત્રો અને અને બદલીને નવા નવા મતો, પક્ષો, મઠો, આશ્રમો વિગેરે સ્થાપીને ચતુર્વિધ શ્રી જૈનસંઘ ઉપર જે અપ્રીતિભાવવાળા બને છે. પરમાત્માના શાસનને ચાલણીની જેમ ચાળી નાખે છે. તેઓને તુઝ વિ જાતિ નદી વસ્તુને સબુદ્ધિ આપવા માટે, સન્માર્ગે લાવવા માટે હે પરમાત્મા ! તમારા વિના બીજુ કોઈ શરણરૂપ નથી. બીજા કોઈની તાકાત નથી કે આવા કદાગ્રહી ઉસૂત્રપ્રરૂપક ભવાભિનંદી જીવોને સન્માર્ગે લાવે. તેથી તે સીમંધરસ્વામી પ્રભુ ! તમે જ સમર્થ છે. તેથી આ અમારી વાત સાંભળો. હે પરમાત્મા ! તમે એક જ સાચા વીતરાગ છે, નિર્દોષ પુરુષ છો. પૂર્ણ જ્ઞાનવાળા છો. સૂર્યની જેમ અદ્ભૂત પ્રકાશ પાથરનારા છો. સર્વજ્ઞ સર્વદર્શી અનંતવીર્યવાન છો. તેથી તમે જ આવા અજ્ઞાની જીવોને પ્રતિબોધ કરવામાં દીપક સમાન છે. આપશ્રીનો જ અમને આધાર છે. અને કલિકાલમાં તો સવિશેષ આધાર છે. તમારા (શાસનના) જ આલંબને, તેમાં ઓતપ્રોત લયલીન બનીને અમે અમારું જીવન જીવી રહ્યા છીએ. તમે જ અમને સાધ્યશુદ્ધિ અને તેના ઉપાયભૂત સાધનશુદ્ધિ સમજાવનારા બન્યા છે. આ સમજ્યા પછી સાધ્યદ્ધિના અર્થી કોઈપણ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી જીવો અશુદ્ધ સામગ્રીનો કદાગ્રહ રાખતા નથી. અને તેમાં નાચતા-કુદતા નથી. શુદ્ધ સામગ્રીના જ ખપી બને છે. અને તેને જ આરાધે છે. શરીરને નિરોગી કરવાનો અર્થી જીવ, રોગ વધારનાર અથવા રોગ ન મટાડનાર દવા લેવાનો કે તેવી દવાઓ બતાવનાર ડોકટરનો આગ્રહી કદાપિ રહેતો નથી. તેવી જ રીતે આત્માને નિરોગી કરવાનો અર્થી જીવ, સંસાર વધારનાર અથવા સંસાર ન ઘટાડનાર એવા અશુદ્ધ વ્યવહારનો કે એવા અશુદ્ધવ્યવહાર બતાવનાર કૃત્રિમ ધર્માત્માઓનો આગ્રહી કદાપિ રહેતો નથી. પરંતુ શુધ્ધ વ્યવહાર કયો ? અને અશુદ્ધ વ્યવહાર કયો ? તેનો ગીતાર્થ જ્ઞાની સદ્ગુરુઓ પાસે અભ્યાસ કરે છે. અભ્યાસ કરીને અશુદ્ધવ્યવહાર ત્યજીને શુદ્ધવ્યવહારને સ્વીકારી તેના દ્વારા શુદ્ધ સાધ્ય સિદ્ધ કરી આત્મકલ્યાણ કરનાર બને છે. આવું સુંદર અમૃતસમાન તત્ત્વપાન કરાવનાર એવા હે સીમંધર સ્વામી પરમાત્મા ! તમે દીર્ધાયુષી હો. (જેનાથી ઘણા સંસારી જીવો સંસારનો પાર પામનારા બને-આવી ભક્તોની હૃદયગત ભાવના છે.) | ૬-૧,૨ || પ્રથમ શુદ્ધવ્યવહાર કોને કહેવાય ! તે સમજાવે છેજેહ ન આગમ વારીઓ, દીસે અશઠ આચારો રે. તેહ જ બુધ બહુ માનીઓ, શુદ્ધ કહ્યો વ્યવહારો રે I ૬-૩. તુજ વિણ ગતિ નહી જંતુને. // ૬૬ | વારીઓ= નિષેધ્યો છે, અશઠક સજ્જન, બુધ= ગીતાર્થોએ. ગાથાર્થ= જે જે વ્યવહારોનો આગમમાં નિષેધ કરેલો ન હોય, તથા જે વ્યવહાર ઉત્તમ આચારરૂપ જણાતો હોય અને પાછળ થયેલા ગીતાર્થ મુનિઓએ જે વ્યવહારને ઘણું માન આપ્યું હોય તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર છે એમ જાણવું. . ૬-૩ | | વિવેચન= પરમાત્મા શ્રી તીર્થંકર દેવોએ જે વાણી પ્રકાશી છે. તે અનંત અનંત અર્થોથી ભરેલી અગાધ અને અમાપ હતી. તેનો અનંતમો Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ભાગ ગણધરભગવંતોએ દ્વાદશાંગીમાં સૂત્ર રૂપે ગુંથી છે. તેમાં પણ બારમું અંગ દૃષ્ટિવાદ કે જેમાં ચૌદપૂર્વોનું જ્ઞાન હતું તે વિચ્છેદ પામ્યું છે. બાકી રહેલા અગિયાર અંગો તથા તેના મૂલાધારે પાછળથી બનાવેલાં શેષ શાસ્ત્રો કે જેને હાલ ૪૫ આગમશાસ્ત્રો કહેવાય છે. તે ૪૫ આગમશાસ્ત્રોમાં ત્રણે કાળના પદાર્થોના ઘણા ઘણા ભાવો જણાવ્યા છે.તો પણ પદાર્થો અનંતાનંત છે. તેના ભાવો એકેકના અનંતાનંત છે. જ્યારે શાસ્ત્રો જે છે તે પરિમિત છે. ધારો કે એક એક આગમનાં ૧૦૦૦ પાનાં કલ્પીએ તો પણ ૪૫OOO થી ૫૦૦૦૦ પાનાં થાય. તેમાં કેટલું લખી શકાય ? અર્થાત્ સર્વ ભાવો લખી શકાતા નથી. કહી શકાતા નથી. જે કંઈ લખ્યું છે કહ્યું છે તે બધું મળીને સર્વભાવોનો અનંતાનંતમો ભાગ છે. તેથી બધું આગમમાં કહેલું જ હોય એમ બનતું નથી. (જો કે લક્ષણથી તો કહેલું હોય જ છે ફક્ત શબ્દથી કહેલું ન પણ હોય) તેથી આગમમાં જે જે વ્યવહારો કહેલા હોય, બતાવ્યા હોય તે તે જ, શુદ્ધ વ્યવહાર કહેવાય છે. એવું વિધાનાત્મક લક્ષણ ન કરતાં, ગ્રંથકારશ્રી નિષેધાત્મક લક્ષણ કરે છે કે “જેહ ન આગમ વારીઓ” = આગમશાસ્ત્રોમાં જે વ્યવહારનો નિષેધ ન કર્યો હોય “આ વ્યવહાર ન આદરવો” એમ નિષેધપણે જેનું કથન કરેલું ન હોય, તે શુદ્ધ વ્યવહાર જાણવો. તથા ગણધર ભગવંતો પછી જે જે અશઠ=ઉત્તમ આચાર્ય ભગવંતો થઈ ગયા કે જે ભવભીરૂ, જ્ઞાની, ગીતાર્થ, સંવિગ્ન પાક્ષિક અને સંઘના હિતચિંતક આદિ મહાગુણોથી ગરિષ્ઠ હતા. તેઓએ ચતુર્વિધ શ્રી સંઘમાં રહેલા જીવોનું કલ્યાણ થાય તેવા જે જે અશઠ આચારો ઉત્તમ આચારો જ્યારે જ્યારે પ્રયોજન પડ્યું ત્યારે ત્યારે આદર્યા અને તેમની પાછળ થયેલા અન્ય ગીતાર્થ ભગવંતોએ વાર્યા નહીં. પરંતુ બહુમાન આપીને તે આચારોને સ્વીકાર્યા, એવા છે જે આચારો-વ્યવહારો-ક્રિયામાર્ગો છે તે સઘળો શુદ્ધ વ્યવહાર કહેવાય છે. આ શુદ્ધ વ્યવહારનું સામાન્યથી ત્રણ પદોવાળું આ લક્ષણ છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ છઠ્ઠી (૧) આગમ શાસ્ત્રોમાં જેનો સ્પષ્ટ નિષેધ નથી. (૨) જે ઉત્તમ આચાર્યોએ આચરેલો ઉત્તમ આચાર જણાય છે. (૩)પાછળ થયેલા ગીતાર્થોએ જે વ્યવહારોને ઘણું જ માન આપી સ્વીકાર્યા છે. તે સઘળા વ્યવહારો શુદ્ધવ્યવહાર કહેવાય છે. જે આત્માને સર્વથા કર્મમુક્ત કરાવનાર છે. જૈન આગમોમાં પાંચ પ્રકારના વ્યવહાર જણાવ્યા છે તે પાંચે પરસ્પર સાપેક્ષપણે જો જોડવામાં આવે તો ઉપકારક છે અને જો એકાંતે સ્વીકારવામાં આવે તો અન્ય વ્યવહારોના ઉચ્છેદક થયા છતા તે મિથ્યા બને છે. તે પાંચ વ્યવહારોનું સંક્ષેપમાં સ્વરૂપ આ પ્રમાણે છે ૧૬૧ (૧) આગમવ્યવહાર= જિનેશ્વર પરમાત્માના સ્વમુખે સાંભળીને અથવા અતીન્દ્રિય સમ્યગ્ગાની મહાત્મા પુરુષો પાસેથી આત્માના હિતાહિતનો માર્ગ જાણીને તે માર્ગને અનુસરીને જે આત્માઓ કલ્યાણ સાધે છે. તે આપ્તવચનાનુસારી જે માર્ગ તે આગમવ્યવહાર કહેવાય છે. (૨) શ્રુતવ્યવહાર= જે આચાર્ય-ઉપાધ્યાયાદિ મહાનુભાવોએ આપ્તપુરુષોની (આગમવાણી) સાંભળીને તેની શ્રદ્ધા-રૂચિ-કરીને પ્રતીતિ કરીને પોતાના ક્ષયોપશમાનુસાર સ્વ-પરના કલ્યાણ અર્થે જે જે શ્રુત-શાસ્ત્રોની રચના કરી છે. તે શ્રુતશાસ્ત્રોને ભણીને, યથાર્થ સ્વરૂપને અવધારીને, પોતાના કલ્યાણ માટે તત્કથિત જે જે વ્યવહારો આચર્યા છે. અને આચરે છે તે શ્રુતવ્યવહાર કહેવાય છે. (૩)આશાવ્યવહાર જેઓએ આગમવ્યવહારાનુસારી શ્રુતવ્યવહારનો આશ્રય લીધેલો છે તેવા સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ જ્ઞાની અનુભવી એવા ગુરુઓની આજ્ઞા પ્રમાણે આત્મકલ્યાણ કરવા માટે જે વ્યવહાર સ્વીકારાય તે આજ્ઞાવ્યવહાર જાણવો. (૪)ધારણા વ્યવહાર=જે મહાત્માઓએ પ્રથમ ગુરુકુલવાસમાં વર્તીને સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ ગુરુઓ પાસેથી આત્માની સાધક-બાધક અવસ્થાનું યથાર્થ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તથા તે જ્ઞાનનો પરિપૂર્ણ વિવેક અને આત્માની ભાનદશા ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જેઓને વર્તે છે. તે આત્માઓ પોતાના જાણપણામાત્રથી (એટલે કે ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલી યથાર્થ જ્ઞાનદશાની ધારણા શક્તિના આધારે) સ્વ-પરના કલ્યાણ અર્થે જે પ્રયત્નો આદરે છે તે ધારણા વ્યવહાર જાણવો. (૫) જિતવ્યવહાર= જેનાથી રાગ-દ્વેષ-કષાય અને સંલેશાદિક ભાવો જિતાય એવો દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવને આશ્રયી ભલે ભિન્ન ભિન્ન વ્યવહાર હોય. પણ સ્વ-પરનો ઉપકાર કરનારો જે કોઈ વ્યવહાર તે જિતવ્યવહાર કહેવાય છે. ઉપરોક્ત પાંચ પ્રકારના વ્યવહારો પરસ્પર સાપેક્ષભાવે ભિન્નભિન્ન છે. તેથી જ આ પાંચ પ્રકારના વ્યવહારો શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિના અસાધારણ કારણ હોવાથી શુદ્ધ વ્યવહારો છે. આનાથી અન્યથા એટલે કે જિનાજ્ઞા નિરપેક્ષ અને પરસ્પરના સંબંધ વિનાના કેવળ એકાન્તપણે ગ્રહણ કરાયેલા જે વ્યવહારો તે અશુદ્ધ વ્યવહારો જાણવા. / ૬-૩ / અશુદ્ધ વ્યવહાર હવે સમજાવે છેજેહમાં નિજ મતિ કલ્પના, જેહથી નવિ ભવ પારો રે ! અંધ પરંપરા બાંધીઓ, તેહ અશુદ્ધ આચારો રે / ૬-૪ | તુજ વિણ ગતિ નહીં જંતુને / ૬૭ || નિજ= પોતાની, મતિ કલ્પના= બુદ્ધિ અનુસારે કલ્પના, અંધ= અજ્ઞાની આત્માઓએ, પરંપરા બાંધીઓ= પરંપરાએ ચલાવેલો. ગાથાર્થ= જે વ્યવહારોમાં પોતાની બુદ્ધિ પ્રમાણેની કલ્પના છે. જેનાથી ભવનો પાર પામી શકાતો નથી. અને અજ્ઞાની આત્માઓએ પરંપરાથી ચલાવેલો છે. તે સર્વે અશુદ્ધ આચાર (અશુદ્ધ વ્યવહાર) છે. ૬-૪ || વિવેચન= છાસઠમી ગાથામાં શુદ્ધ વ્યવહારનું લક્ષણ બાંધીને આ સડસઠમી ગાથામાં અશુદ્ધ વ્યવહારનું લક્ષણ બાંધે છે. જે વ્યવહારો પ્રવર્તાવવામાં ગણધર ભગવંતોએ બનાવેલા આગમગ્રંથો અને ભદ્રબાહુસ્વામી Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી ૧૬૩ આદિ શ્રુતકેવલીઓએ બનાવેલાં આવશ્યક સૂત્રો, તેની નિર્યુક્તિઓ, ટીકાગ્રન્થો, આદિ મૂળપાઠો અને તેના અર્થોને અનુસાર બોધ જેમાં પ્રાપ્ત થયેલો હોતો નથી. પરંતુ પોત પોતાની મતિ પ્રમાણે નવા નવા વ્યવહારો કલ્પવામાં આવ્યા હોય છે. લોકરંજન માટે અથવા લોકોને પોતાના તરફ આકષીને અનુયાયીવર્ગ વધારવા માટે જે વ્યવહારો ઉપસ્થિત કરવામાં આવ્યા હોય છે કે જે વ્યવહારોથી આત્મામાંથી રાગ-દ્વેષ અને કષાયોનો સંકલેશ ઘટતો ન હોય પરંતુ વધતો જતો હોય અને તેથી જ આવા વ્યવહારોથી “નવિ ભવ પારો રે” ભવપાર ઉતરાતું નથી. સંસાર સાગર તરાતો નથી પરંતુ પરસ્પરના ભિન્ન ભિન્ન વ્યવહારોની ખેંચાતાણીમાં સંકલેશ જ જામતો જતો હોય તથા અજ્ઞાની અને (પોતાની જાતના) અહંકારી એવા આત્માઓ વડે “આ તો વ્યવહાર પરંપરાથી ચાલ્યો આવે છે. કરવો જ જોઈએ” એમ કહીને અથવા પોતાની ઈચ્છાનુસાર શાસ્ત્રના અર્થને કલ્પીને “શાસ્ત્ર આમ જ કહે છે' ઇત્યાદિ કહીને ઠોકી બેસાડવામાં આવ્યો હોય તે સઘળો વ્યવહાર અશુદ્ધ આચાર (અર્થાત્ અશુદ્ધ વ્યવહાર કહેવાય છે.) સચ્ચિદાનંદમય આત્મતત્ત્વ છે. સ= સત્તાવાળો, વિ– જ્ઞાનવાળો, માનં= સ્વાભાવિક સુખના આનંદવાળો. આ આત્મા સત્તાગત રીતે આવો છે. તેને કર્મોના બંધનોથી મુક્ત કરાવીને સત્તાગત રીતે તિરોભૂતપણે રહેલી વાસ્તવિક સ્થિતિને આવિર્ભત કરવી એ જ શુદ્ધ સાધ્ય છે. અને આ સાધ્યની પ્રાપ્તિ અર્થે ધર્માનુષ્ઠાનો (સદ્ગુરુઓ પાસેથી સન્શાસ્ત્રોનું વિધિપૂર્વક શ્રવણચિંતન-મનન, અને તેના માટે જ સદ્દગુરુઓનો સંગ તથા સ્વાધ્યાય આદિ ધર્માનુષ્ઠાનો) આ બધાં શુદ્ધ સાધન છે. નિશ્ચય એ સાધ્ય છે. અને વ્યવહાર એ સાધન છે. સાધ્ય ત્રણે કાળે એક જ હોય છે. સાધન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે બદલાતા હોય છે. શુદ્ધ સાધ્યની સિદ્ધિને અભિમુખ જે વ્યવહાર તે શુદ્ધ સાધન છે. અને શુદ્ધ સાધ્યને બાધા પહોંચાડે એવા જે વ્યવહાર તે અશુદ્ધ સાધન છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારના વ્યવહાર છે. એક વ્યવહાર ઉપાદેય છે. અને બીજો વ્યવહાર હેય છે. જે શુદ્ધવ્યવહાર છે તે ઉપાદેય છે. અને જે અશુદ્ધ વ્યવહાર છે તે હેય છે. તેથી જ જેમ જેમ સાધ્યસિદ્ધિ થતી જાય છે. જેમ જેમ ગુણસ્થાનકો બદલાતાં જાય છે. જીવ ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં જેમ જેમ આરૂઢ થાય છે તેમ તેમ વ્યવહારો બદલાતા જાય છે. ૧૬૪ આ પ્રમાણે શુદ્ધ આચાર અને અશુદ્ધ આચાર સમજાવ્યા. ॥ ૬-૪ ॥ હવે અશુદ્ધ વ્યવહારનાં કેટલાંક ઉદાહરણો આપે છેશિથિલ વિહારીએ આચર્યા, આલંબન જે કુડાં રે । નિયત વાસાદિક સાધુને, તે નવ જાણીએ રૂડાં રે ॥ ૬-૫ ॥ તુજ વિણ ગતિ નહીં જંતુને ॥ ૬૮ ॥ શિથિલ= ઢીલાં, કુડાં= ખોટાં, નિયત= સ્થિર, રૂડાં= સારાં. ગાથાર્થ= શિથિલ વિહારી સાધુઓએ “નિયત વાસ” વગેરે જે જે કુડાં આલંબનો આદર્યાં છે. તે સાધુને માટે સારાં ન જાણવાં. ॥ ૬-૫ || વિવેચન= “પરમાર્થપદ પ્રાપ્તિની” તીવ્ર ઝંખના જેમનામાં વર્તે છે. સાંસારિક ભોગસુખોનો રાગ જેઓને ઓસરી ગયો છે. આત્માર્થિતા જેઓમાં પ્રગટ થઈ છે. તેવા મહાત્માઓ સંવેગ-નિર્વેદ ગુણે કરીને શાસ્ત્રાનુસારી વિધિ-નિષેધ રૂપે શુદ્ધાશુદ્ધ વ્યવહારને જાણે છે. યથાતથ્ય ભાવે શક્તિ અનુસાર તેનું અનુસરણ કરે છે. વિધેય આચરણમાં પ્રવર્તન અને નિષેધ્ય આચરણમાં નિવર્તન કરવા દ્વારા તે મહાત્માઓ સ્વ-પરનું કલ્યાણ સાધે છે. પરંતુ જેઓનાં પરિણામમાંથી મોહદશા ઓગળી નથી. ચિત્તવૃત્તિઓમાંથી વિષયવિકારો નષ્ટ થયા નથી. કેવળ માનમોભાની, સ્વપ્રતિષ્ઠાની અને બાહ્ય આડંબરોની જ તીવ્ર બુભૂક્ષા જેમના હૃદયમાં Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી ૧૬૫ પ્રવર્તે છે તેવા (અને માત્ર બાહ્ય આચારોથી સાધુજીવનમાં આવેલા એવા) શિથિલાચારી આત્માઓ ખોટી પ્રસિદ્ધિ મેળવીને અહંકારી બને છે. અને કાળદોષ, સંઘયણ દોષ, આદિના બહાનાં બતાવીને પોતાના દોષને છુપાવવા (અથવા મોટા દોષને નાના દોષમાં ખપાવવા) “સાધુને નિયત વાસાદિ” કરી શકાય. એમાં કંઈ દોષ નથી. ઈત્યાદિ કહીને જુઠાં આલંબનોનો પોતે આશ્રય લે છે અને તેવી પ્રરૂપણા કરવા દ્વારા અન્યને પણ જુઠા આલંબનોમાં જે પ્રેરે છે તે બધા અશુદ્ધ વ્યવહારો છે. આ અશુદ્ધ જુઠા આચારોનું અનુસરણ કરવું તે સાધુસંતો માટે રૂડું નથી (અર્થાત્ સારૂં નથી. ઉપકાર કરનાર નથી) આ જ વિષયને વિસ્તારથી સમજાવતાં પૂજ્ય ગ્રંથકારશ્રીએ શ્રી સીમંધરસ્વામી પરમાત્માના ૩૫૦ ગાથાના સ્તવનમાં પહેલી તથા ત્રીજી ઢાળમાં જણાવ્યું છે કે આલંબન કુડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે ! આણાભંગ તિલક તે કાળું, થાપે આપ નિલ્લાઓ રે ! ૧-૩ દુષ્ટ આલંબન ધરે જે, ભગ્ન પરિણામી ! તેહ આવશ્યકે ભાખ્યા, ત્યજે મુનિ નામી ૩-૨ (૧) નિયતવાસવિહાર, (એક ગામમાં વધારે સ્થાપી થઈને રહેવું.) (૨) ચૈત્યભક્તિનો ધંધો (મંદિરો, તેની ભક્તિ, દ્રવ્યોપાર્જન, તેનો વહીવટ.) (૩) આર્યાલાભ (સાધ્વીજી મ. તથા શ્રાવિકાઓ પાસે પોતાનાં કામો કરાવવાં.) (૪) વિગઈ પડિબંધ (વિગઈઓમાં આસક્ત બની તેનો નિત્ય ઉપયોગ કરવો.) આ ચારે કુડાં આલંબનો છે. કેટલાક શિથિલાચારીઓ આ ચારે આલંબનોના પ્રચાર માટે અનુક્રમે સંગમ આચાર્ય, વજસ્વામી, અર્ણિકાપુત્ર Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અને ઉદાયન રાજર્ષિનાં દૃષ્ટાન્તો આપીને સ્વબચાવ કરે છે. તે સર્વથા ખોટી (ઉસૂત્ર) પ્રરૂપણા છે. આ માટે સાડા ત્રણસો ગાથાના સ્તવનની ઢાળ ત્રીજીની ગાથા ૨ થી ૧પમાં કહેલો અધિકાર મનન કરવા જેવો છે. બહિરાત્મદષ્ટિ જીવો શિથિલાચાર સેવે અને વળી તેના બચાવ માટે ઉપરોક્ત ઉદાહરણો આપી તેની આજુબાજુનાં બીજાં પાસાં (સાચાં કારણો) નહીં બતાવીને માત્ર શિથિલાચારની પુષ્ટિમાં જ જોડે. જ્યારે અંતરાત્મદષ્ટિવાળા આત્માઓ શરીરાદિ સંજોગોની પરવશતાથી કદાચ કોઈ શિથિલાચાર સેવવો પડે તો પણ નિંદા-ગ કરી, આલોચના અને પશ્ચાત્તાપ કરીને ફરીથી દોષ ન સેવવાની બુદ્ધિવાળા અને પ્રયત્નવાળા બને છે. બહિરાત્મદૃષ્ટિ અને અંતરાત્મદષ્ટિવાળા જીવોમાં દૃષ્ટિભેદથી આટલો મોટો તફાવત થાય છે. તે ૬-૫ / આજ નવિ ચરણ છે આકરૂં, સંહનાનાદિક દોષે રે એમ નિજ અવગુણ ઓળવી, કુમતિ કદાગ્રહ પોષે રે I ૬-૬ // તુજ વિણ ગતિ નહી જંતુને / ૬૯ છે. આકરું= શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, અવગુણ= દોષ, ઓળવી= છુપાવીને. ગાથાર્થ= આ પાંચમા આરાના કાળમાં સંઘયણ વગેરે દોષોના કારણે ઉત્કૃષ્ટ ચારિત્ર નથી એમ કહીને જે પોતાના દોષને છુપાવે છે તે પોતાની કુમતિને અને કદાગ્રહને પોષે છે. ૬-૬ // વિવેચન= જે શિથિલાચારી સાધુઓ પોતાના દોષોને ઢાંકવા અથવા દોષોને ગુણમાં ખપાવવા આવી દલીલ કરે છે કે આજે પંચમ કાલમાં છેવટું સંઘયણ છે. તથા પરમાત્મા મહાવીર પ્રભુ આદિ સર્વજ્ઞ પુરુષો વિચરતા હતા તે કાળે વજઋષભનારાચ સંઘયણ હતું. તેથી સંઘયણ બળ તથા આદિ શબ્દથી પૂર્વધર આદિ મહાપુરુષોનો વિરહ છે. વગેરે કારણોને લીધે આજે ઉત્કૃષ્ટ ચારિત્ર નથી. જેટલું પળાય એટલું અમે પાળીએ છીએ. એમ કહીને કાળ-સંઘયણ-પૂર્વધરોનો વિરહ છે. ગરબળ તથા તે કાળે વાત્મા મહાવીર છે કે આજે Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી ૧૬૭ આદિ કહીને અનેક પ્રકારના સાવદ્યવ્યાપાર યુક્ત ધર્માનુષ્ઠાનો કરવાકરાવવા દ્વારા જે સાધુઓ પોતાને “ધર્મરક્ષક-ધર્મગુરુ” માને છે મનાવે છે-તે સર્વે સાધુઓ પોતાના અવગુણોને (દોષોને) છુપાવીને કુમતિ અને કદાગ્રહને પોષનારા જાણવા. મોહને પરતંત્ર એવા તેઓને શિથિલાચાર સેવવો છે. શિથિલાચારી પણાનો જ રસ છે. અને તેને ઢાંકવા સંઘયણાદિનાં બહાનાં છે તે માયા પૂર્વક જાડું બોલતા (કરતા) હોવાથી દુઝ બુદ્ધિ છે. અને તેને સાચાપણામાં ખપાવવાનો દુરાગ્રહ છે. જે મિથ્યાત્વના ઉદયની તીવ્રતા છે. એમ જાણવું. કલ્પસૂત્રાદિ ગ્રંથોમાં અજિતનાથ પ્રભુથી પાર્શ્વનાથ પ્રભુના કાળે મુનિઓને દશવિધ સમાચારી પાળવાની નિયત કહી નથી. પરંતુ પહેલાછેલ્લા તીર્થકરના શાસનમાં મુનિઓને પાંચમા આરાના છેડા સુધી દશવિધિ સમાચારીનું સેવન સરખું કહેલું છે. તથા સાવઘયોગના ત્યાગનાં “કરેમિ ભંતે સામાઈય” સૂત્ર દ્વારા પચ્ચકખાણો પણ સરખાં જ કહેલાં છે. તેથી સમાચારીના સેવનમાં કે સાવદ્યયોગના ત્યાગને અનુસરવામાં સંઘયણાદિના કારણે બચાવો કરવા તે ઉચિત નથી. ફક્ત અનુપયોગદશાએ અથવા સંયોગોની પ્રતિકૂળતાએ કદાચ કોઈ દોષ સેવાઈ જાય તો પણ તેની નિંદા ગઈ કરી આલોચના અને પ્રાયશ્ચિત્ત કરી આત્મશુદ્ધિ કરવાની હોય છે. તથા સંઘયણ આદિના કારણે પાંચમા આરામા મુનિઓ પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો પાળવામાં શિથિલ હશે પરંતુ મૂળગુણો પાળવામાં હીન નહીં હોય એવું પંચાશક આદિ ગ્રન્થોમાં પણ કહ્યું છે. તે વાતની હવે પછીની ગાથામાં સાક્ષી જણાવે છે. // ૬-૬ | ઉત્તર ગુણમાં હીણડા, ગુરુ કાલાદિક પાખે રે ! મૂળગુણે નહીં હીણડા, એમ પંચાશક ભાખે રે I ૬-૭ | તુજ વિણ ગતિ નહીં જંતુને || ૭૦ || હીણડા= હીન, ન્યૂન, પાખે= બચાવ પક્ષ મૂલગુણેઃ મૂલગુણોમાં. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થક કાલાદિકનો બચાવપક્ષ કરીને ઉત્તરગુણોમાં હીનચારિત્ર વાળા સાધુઓ હશે. પરંતુ મૂલગુણોમાં હીન ચારિત્રવાળા નહીં હોય. એમ પંચાશક સૂત્ર જણાવે છે. આવું ગુરુજી કહે છે. / ૬-૭ . વિવેચનઃ પૂર્વના મહાત્માઓ પ્રથમ સંઘયણ આદિના બળવાળા હતા. આ કાળના મહાત્માઓ છઠ્ઠા સંઘયણવાળા હોવાથી તેવા બળવાળા નથી. તેથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યકુચારિત્રાદિ ગુણો પાળવામાં હીનાયિક્તા હશે, અર્થાત્ પિંડ વિશુદ્ધિ આદિ સાધુ સમાચારીના જે ઉત્તરગુણો છે તેના પાલનમાં તરતમતા જરૂર હશે. પરંતુ પાંચ મહાવ્રત પાળવામાં અને સાવધના ત્યાગના મૂળ પચ્ચકખાણને આચરવામાં તરતમતાવાળા (ન્યૂનાધિક્તાવાળા) નહીં હોય એવું ૧૪૪૪ ગ્રંથોના કર્તા શાસ્ત્રકારભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ પંચાશકસૂત્રમાં કહ્યું છે. તેથી ગુણીના પાલનમાં તરતમતા થશે. પરંતુ સાવધના ત્યાગના પચ્ચકખાણોમાં કાળ-સંઘયણ આદિના કારણે પણ તરતમતા થશે નહીં. સાવદ્યપ્રવૃત્તિ આચરવી અને તેવા દોષને ગુણમાં ગણાવવા આવું બનશે નહીં. જ્યારે આવું બનશે ત્યારે શાસન સમાપ્ત જ થયું છે એમ જાણવું. સ્વીકારેલા પચ્ચખ્ખાણોની પાલનની હીનાધિકતા કે વિપરીતતા જૈનશાસનમાં ન જ હોઈ શકે. તે ૬-૭ છે. પરિગ્રહ ગ્રહવશ લિંગીયા, લેઈ કુમતિ રજ માથે રે ! નિજ ગુણ પર અવગુણ લવે, ઈન્દ્રિય વૃષભ નવિ નાથ રે / ૬-૮ || તુજ વિણ ગતિ નહી જંતુને ! ૭૧ ગ્રહવશ= ભૂતને વશ થયેલા, લિંગીયા= કેવળ વેષમાત્ર ધારી, કુમતિ= દુર્બુદ્ધિ રૂપી, રજ= રખા, ધૂળ, વૃષભ= બળદોને ગાથાર્થ= કેવળ વેશ માત્રધારી સાધુઓ (વસ્તુઓ તથા વસ્તુઓની મમતા રૂપી) પરિગ્રહાત્મક ભૂતને વશ થયા છતા આવા પ્રકારની દુર્બુદ્ધિ રૂપી રજને પોતાના માથે લે છે. તેઓ પોતાની પ્રશંસા અને પરની નિંદા કરે છે પરંતુ ઈન્દ્રિયો રૂપી વૃષભને નાથતા નથી. ૬-૮ || Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ છઠ્ઠી ૧૬૯ વિવેચન= જે જે આત્માઓએ સંસાર ત્યજીને બાહ્ય સાધુવેશ ધારણ કર્યો છે. અને તે વેશમાત્રથી પોતાની જાતને સાધુ માની મનાવી રહ્યા છે. પરંતુ તત્ત્વોનું અધ્યયન કર્યું નથી અને કરતા નથી. ઉત્તમ શાસ્રો વાંચ્યા નથી અને વાંચતા નથી-મોહસંજ્ઞાની તીવ્રતા હણી નથી અને હણતા નથી. આવા કેવળ લિંગધારી આત્માઓ વિવિધ પ્રકારની પૌદ્ગલિક વસ્તુઓની અને શિષ્યસમુદાયની આસક્તિ-મમતાવાળા થયા છતા પોતાની પાસે અથવા પોતાની સત્તા ચાલે તે રીતે બીજાની પાસે અનેક વસ્તુઓનો સંગ્રહ કરે છે. તેમાં પોતાનો માલિકી હક્ક રાખી પરિગ્રહ રૂપી ગ્રહને (ભૂતને) પરવશ બન્યા છે. કદાચ કોઈ તેઓને ઠપકો આપે કે “આવી વસ્તુઓનો પરિગ્રહ તમે કેમ રાખો છો ?'’ ત્યારે સ્વદોષના બચાવ અર્થે કહે છે કે આ સર્વે તો ધર્મકાર્યો અર્થે રાખી છે. આ પ્રમાણે મોહસંજ્ઞાથી પરાધીન બનેલા આ શિથિલાચારી આત્માઓ યથાર્થ સાધુત્વથી નષ્ટ-ભ્રષ્ટ થાય છે. જ્યાં ત્યાં પોતાની જ પ્રશંસા અને પરની નિંદા જ કરતા રહે છે. તથા વસ્તુઓના પરિગ્રહને લીધે સતત તે પદાર્થોનો ભોગ-ઉપભોગ કરવા દ્વારા ઈન્દ્રિયો રૂપી વૃષભોને (બળદોને) ન નાથનારા બને છે. આવા પ્રકારના વિષયાસક્ત જીવોની મન વચન કાયાની સમસ્ત પ્રવૃત્તિ આંતરિકશુદ્ધ પરિણતિ વિનાની કેવળ માયા પુરતી જ હોય છે. તે પોતાને અને પોતાના અનુયાયીઓને સમ્યક્ત્વાદિ આત્મગુણોથી નષ્ટ-ભ્રષ્ટ કરે છે. આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવાની વાતતો ઘણી જ દૂર રહી જાય છે. સંસારના ભોગો ત્યજવા છતાં, સાધુપણું મેળવવા છતાં, જ્ઞાનદશા પ્રાપ્ત ન કરવાથી પરિણતિની નિર્મળતા ન થવાથી આ આત્માઓ અશુદ્ધ વ્યવહારમાં અટવાઈ જાય છે. તેઓનો આવો જે માયાવી વ્યવહાર છે. તે અશુદ્ધ વ્યવહાર કહેવાય છે. II ૬-૮ || નાણ રહિત હિત પરિહરી, નિજ દંસણ ગુણ લૂંસે રે । મુનિ જનના ગુણ સાંભળી, તેહ અનારજ રૂસે રે ! ૬-૯ || તુજ વિણ ગતિ નહી જંતુને. ॥ ૭૨ II Page #187 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત લૂસે= લોપે, અનારજ= અનાર્ય, રૂસે= રોષાયમાન થાય. ગાથાર્થ= આત્મપરિણત જ્ઞાન વિનાના આ મુનિઓ આત્મહિતને ત્યજીને પોતાના સમ્યક્ત્વગુણનો નાશ કરે છે. અને સાચા આત્માર્થી સચ્ચારિત્રવાન મુનિઓના ગુણો તેમને કોઈ કહે તો તે સાંભળીને અનાર્ય એવા તે રોષે ભરાય છે. II ૬-૯ || ૧૭૦ વિવેચન= આત્માની અનાદિની મજબૂત પકડવાળી મોસંજ્ઞાને હણવા માટે અને પ્રતિદિન વૈરાગ્યના વર્ધમાન પરિણામ માટે સતત સત્શાસ્ત્રાભ્યાસ, ગીતાર્થોની નિશ્રા, અને વાચનાદિ પંચવિધ સ્વાધ્યાય આદરવો જોઈએ. તેમાં જ વધુ ને વધુ રચ્યા પચ્યા રહેવું જોઈએ. તેનાથી જ પરમાર્થતત્ત્વની પ્રીતિ, તે તરફ મતિ અને ગતિ તથા તેની પ્રાપ્તિ થાય છે. અને આ જ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી શુદ્ધ આચાર કહેવાય છે. આવા પ્રકારના શુદ્ધ આચારનું લક્ષ્ય ત્યજીને અને તેથી જ તેના કારણભૂત વાચનાદિ પંચવિધ સ્વાધ્યાય કરવા કરાવવા સ્વરૂપ જ્ઞાનદશા વિનાના આ આત્માઓ પોતે સંગ્રહિત કરેલા અલ્પ અને તુચ્છ પરિગ્રહમાં જ અત્યન્ત આસક્ત થઈ તેનાથી અહંકારી બનીને અન્ય ઉત્તમ આત્માઓની લઘુતા કરતા છતા પોતાના સમ્યક્ત્વગુણનો નાશ કરે છે. નરભવ, આર્યદેશ, જૈનકુલમાં જન્મ અને સાધુવેશ વગેરે વગેરે વિશિષ્ટ સામગ્રી પામીને જ્ઞાનદશા અને શુદ્ધ આચાર વિના આવા જીવો આ બધું હારી જાય છે. મોહસંજ્ઞાના ઉછાળા આત્મહિત તો કરવા દેતા નથી. પરંતુ અહિત તરફ લઈ જાય છે. પોતાનામાં ગુણવત્તા ન હોવા છતાં પોતાની પ્રસિદ્ધિ-પ્રતિષ્ઠા અર્થે શાસ્ત્રવિરુદ્ધ, સાવદ્યતાથી ભરપુર, અનેકવિધ આડંબરીય એવાં ધર્માનુષ્ઠાનોનાં આયોજનો જ કરતા રહે છે. તેમાં જ ઓતપ્રોત બનેલા તત્ત્વમાર્ગ સર્વથા ભૂલી જાય છે. પોતે પડે છે અને પરિચિત અનુયાયીને પાડે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ છઠ્ઠી ૧૭૧ કોઈ સજ્જન પુરુષો તેમને આવા પ્રકારના અહિતથી વારવા માટે સાચા મુનિજન કેવા હોય ? તેના ગુણો શાસ્ત્રાનુસારે સંભળાવે છે. અથવા એવા ગુણીયલ મહાત્માઓના ગુણો અને ગુણોનો પ્રભાવ તેઓની સામે જ્યારે ગાય છે. ત્યારે દુર્બુદ્ધિ ત્યજી દઈને સબુદ્ધિ લાવવી જોઈએ. પરંતુ સદ્ગુદ્ધિ લાવવાને બદલે અનાર્ય (આત્મતત્ત્વના સંસ્કાર વિનાના) એવા તેઓ મુનિજનના ગુણો ગાનારા એવા તે સજ્જન પુરુષો ઉપર રોષાયમાન થાય છે. ખરેખર મોહરાજાની પ્રબળતા અને અશુદ્ધ વ્યવહારનું આચરણ આવા આત્માને અતિશય નીચે પછાડે છે. અરેરે ! આ મોહરાજાની પ્રબળતા ક્યારે ઘટશે ? | ૬-૯ || અણુસમ દોષ જે પરતણો, મેરૂ સમાન તે બોલે રે । જેહ શું પાપની ગોઠડી, તેહ શું હિયડલું ખોલે રે ॥ ૬-૧૦ II તુજ વિણ ગતિ નહીં જંતુને ॥ ૭૩ 11 અણુસમ= પરમાણુ જેવડો, ગોઠડી= મિત્રતા, ખોલે= વ્યક્ત કરે. ગાથાર્થ= ૫૨વ્યક્તિના પરમાણુ જેવડા દોષને તેઓ મેરૂ સમાન કરીને બોલે છે. અને જેઓની સાથે મોહદશાવર્ધક પાપની મિત્રતા છે. તેઓની પાસે હૈયુ ખોલીને પાપદશાનો વધારો જ કરે છે. ॥ ૬-૧૦ || વિવેચન= પોતાનામાં યથાર્થ જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય, આત્મતત્ત્વનો લક્ષ્ય અને પરોપકારપરાયણતા આદિ ગુણો આવ્યા નથી. અને ગુણવત્તા વિના જ સ્વપ્રસિદ્ધિ તથા સ્પપ્રતિષ્ઠા માટે મિથ્યા અહંકાર જેઓમાં પ્રગટેલો છે. તે આત્માઓ હંમેશાં પોતાની જાત ઉંચી રાખવા માટે અન્ય મહાત્માઓમાં સંજોગવશ ક્યારેક કોઈક આંશિક દોષ સેવાઈ ગયો હોય અથવા સંજોગોની પરવશતાના કારણે કોઈ દોષ સેવવો પડતો હોય, તેવા મહાત્માઓના તે પરમાણુ જેવડા નાના દોષને વધારી વધારીને મેરૂ જેવડો મોટો દોષ કરીને જગતમાં કહેતા ફરે છે. જેથી મહાત્માઓની લઘુતા થાય અને પોતાની મોટાઈ વધે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા પોતે પોતાના અજ્ઞાનમૂલક અને સંમોહમૂલક પાપ વ્યાપારો આચરવા માટે પોતાના સરખે સરખા વિચારવાળા પાપબુદ્ધિ યુક્ત મિત્રોની સાથે ગોઠડી કરીને તેઓની સાથ-સહકાર લઈને હૈયુ ખોલે છે. મહાત્માઓના દોષો ગાવાની કરેલી કરણીનો પ્રેમપૂર્વક વિવિધ વાર્તાલાપ કરે છે અને પોત-પોતાના ભાવિના મતલબો (સ્વાર્થો) સાધવા માટે તથા કેવળ ધનાર્થે જ માયા કપટ પૂર્વક અનેકવિધ ધર્મકાર્યોનું વિશાળ આયોજન કરે છે. રત્નત્રયીની સાધનાને બદલે મોટા આયોજનોમાં જ જેઓનો સમય પસાર થાય છે. આવા આત્માઓ જ્ઞાનીગીતાર્થ અને સંવેગપાક્ષિક મહાત્માઓથી સદા દૂર જ રહે છે અને સ્વાર્થી પાપિષ્ટ તથા મોહાન્ય મિત્રોની સાથે પ્રેમ બાંધનારા હોય છે. તે ૬-૧૦ છે. સૂત્ર વિરુદ્ધ જે આચરે, થાપે અવિધિના ચાળા રે | તે અતિ નિબિડ મિથ્યામતિ, બોલે ઉપદેશ માલા રે ૬-૧૧ / તુજ વિણ ગતિ નહી જંતુને ! ૭૪ | થાપે= નવા શરૂ કરે, ચાળા= વ્યવહારો, અતિનિબિડ= અત્યન્તગાઢ. ગાથાર્થ= જે શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરે, અવિધિ પૂર્વકના વ્યવહારો ચલાવે. તે આવા પ્રકારના અશુદ્ધ આચારવાળા મુનિઓ અત્યન્ત ગાઢ મિથ્યાત્વવાળા છે. એમ ઉપદેશમાળા ગ્રંથમાં કહ્યું છે. વિવેચન= અશુદ્ધ વ્યવહારવાળા મુનિઓ કેવા હોય છે ? તે વાત વધુ સ્પષ્ટ સમજાવતાં કહે છે કે આગમવ્યવહાર-શ્રુતવ્યવહાર વગેરે પૂર્વે કહેલા પાંચ પ્રકારના વ્યવહારો શાસ્ત્રોક્ત છે. તેની અવગણના કરીને સ્વેચ્છાચારી પણે પોતાના મનમાં ઉઠેલી વિષય, કષાય અને ધનાદિની વાસનાને પોષનારુ વર્તન કરનારા તથા અમે શાસન પ્રભાવના અર્થે આ ધર્મપ્રચાર કરીએ છીએ એવો માયાપૂર્વક સ્વબચાવ કરવાની વાણી બોલનારા આ આત્માઓ હોય છે. ભક્તવર્ગ વધારવા માટે, તેઓમાં પ્રીતિ વિશેષ પ્રાપ્ત કરવા માટે, લોકરંજન અર્થે અને તે દ્વારા મનમાન્યા ભાવો પોષવા માટે અવિધિપૂર્વકના Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી ૧૭૩ જુદા જાદા અનેક નવા આડંબરીય વ્યવહારો ચલાવનારા આ આત્માઓ હોય છે. શાસ્ત્રવિરુદ્ધ આચરવામાં, શાસ્ત્રવિરુદ્ધ બોલવામાં જાણીબુઝીને અવિધિ માર્ગ ચલાવવામાં, ધીકા હદયવાળા (કઠણ હૃદયવાળા-નિર્ધ્વસ પરિણામ વાળા) જે આત્માઓ હોય છે. તે અતિશય તીવ્ર ગાઢ મિથ્યાત્વ મોહના ઉદયવાળા જાણવા. પોતે પણ સંસારમાં ડુબે છે. અને તેમના ફંદામાં ફસાનારાને પણ ડુબાડનારા હોય છે. આવું ઉપદેશમાલા શાસ્ત્રમાં પૂજ્ય શ્રી ધર્મદાસગણિજીએ કહ્યું છે. પામર જન પણ નવિ કહે, સહસા જૂઠ સશૂકો રે ! જૂઠ કહે મુનિ વેશે છે, તે પરમારથ ચૂકો રે || ૬-૧૨ | તુજ વિણ ગતિ નહીં જંતુને. # ૭પ પામરજન સામાન્ય માણસ, સહસા=ઉતાવળથી, શુક=નિર્ભયપણે. ગાથાર્થ= સામાન્ય અજ્ઞાની મનુષ્ય પણ નિર્ભયપણે (પાપ લાગશે એવા ભય વિના) એકદમ તુરત જ બોલતો નથી. (જાડુ બોલવામાં ડરે છે) અને મુનિવેશ ધારણ કરીને માયાકપટપૂર્વક નિર્ભયતાથી જે જાદુ બોલે છે. તે પરમાર્થપદથી ભ્રષ્ટ જાણવા. / ૬-૧૨ | વિવેચન= જગતના સામાન્ય વ્યવહારોમાં, વસ્તુઓની કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવામાં, અથવા ધર્મસંબંધી ચર્ચા વિચારણા આદિ કાર્યોમાં અજ્ઞાની એવા સામાન્ય કક્ષાના માનવીઓ પણ ઉતાવળે ઉતાવળે નિર્ભયપણે કઠણ હૃદય રાખીને જૂઠું બોલતા નથી. તે જીવોને “જુઠું બોલવામાં પાપ લાગશે, આપણું ખરાબ દેખાશે, સત્ય બહાર આવશે ત્યારે જાન-માનની હાનિ થશે” આવા ભયો પ્રવર્તે છે. જ્યારે આ આત્માઓ મુનિવેશ ધારણ કરીને આટલો ઊંચો હોદો ગ્રહણ કરીને પણ સૂત્રવિરુદ્ધતાના, તીવ્રપાપબંધના, અને જ્ઞાનીઓની અવગણનાના દોષો સેવવામાં કોઈ પણ જાતના ભયો રાખ્યા વિના છડેચોક જુઠું બોલે છે. આ મુનિઓ ખરેખર આત્માર્થતા સાધવાના પરમાર્થથી નષ્ટ ભ્રષ્ટ થયેલા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત છે. આત્મલક્ષ્ય વિનાના તે જીવો સંસારમાં પરિભ્રમણ કરનારા છે. તેઓના જે વ્યવહારો છે. તે અશુદ્ધ વ્યવહારો છે. એમ જાણવું. / ૬-૧૨ નિર્દય હૃદય છ કાયમાં, જે મુનિ વેશે પ્રવર્તી રે | ગૃહી-યતિ ધર્મથી બાહિરા, તે નિર્ધન ગતિ વર્ત રે / ૬-૧૩ . તુજ વિણ ગતિ નહીં જંતુને | ૭૬ | ગાથાર્થ= જે મુનિઓ વેશ ધારણ કરીને છએ કાયની હિંસામાં નિર્દયપણે પ્રવર્તે છે તે જીવો શ્રાવકધર્મ અને સાધુધર્મ એ બન્ને પ્રકારના ધર્મથી ભ્રષ્ટ થએલા અને આત્મધનની અપેક્ષાએ નિધન થયા છતા સંસારની ચારે ગતિમાં રખડનારા બને છે. તે ૬-૧૩ છે વિવેચન= જે મુનિઓ સ્વાધ્યાય, સત્સંગ, વાચના આપવી-લેવી, પરમાર્થપદપોષક ગ્રંથોનું ચિંતન-મનન, વૈરાગ્યવાહી દેશના આપવી અને સાંભળવી, કોમળ અને પાપભીરુ હૃદયવાળા બનવું ઈત્યાદિ અનુપમ અને આત્મતત્ત્વસાધક શુદ્ધવ્યવહારોને ત્યજીને ઉત્તમત્યાગવાળો તથા નિઃસ્પૃહતાને પ્રગટ કરનારો એવો સાધુનો વેશ ધારણ કરીને કેવળ લોકોમાં પ્રતિષ્ઠા મેળવવા, માનભુખ્યા જે લોકો એ કાયની મોટી હિંસાવાળાં, ઘણા મોટા આડંબર વાળાં સાવદ્ય કાર્યો કરે છે. પાપથી અલ્પ પણ ડરતા નથી અને આપણે સર્વવિરતિ ગ્રહણ કરતી વેળાએ “કરેમિ ભંતે” સૂત્ર બોલવા પૂર્વક સર્વ સાવદ્યયોગોનો યાવજીવ સુધી ત્યાગ કર્યો છે આવું સ્વયં સ્વીકારેલું પચ્ચકખાણ સ્મરણમાં પણ લાવતા નથી. તે આત્માઓ શ્રાવકધર્મ અને સાધુધર્મ એમ ઉભયધર્મથી ભ્રષ્ટ થયેલા જાણવા. શ્રાવકધર્મમાં યથાર્થપણે રહેનારા જીવો પણ નિર્ભયપણે છ કાયની હિંસા કરતા નથી. અને અજાણતાં પણ કોઈ હિંસા થઈ જાય તો પણ હૃદય ડંખે છે. અને અજાણતાં અથવા સંજોગોની પરવશતાથી થયેલા પાપોની નિંદા-ગ કરી આલોચના-પ્રાયશ્ચિત્ત કરે છે તથા પુનઃ નહીં કરવા રૂપે પ્રતિક્રમણ કરે છે. વંદિત્તા સૂત્રની ગાથા-૫ અને ૩૬માં આ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી વાત જણાવેલી છે. તથા યથાર્થ સાધુધર્મનું આચરણ કરનારા આત્માઓ બાહ્ય અને અભ્યન્તર એમ બન્ને પ્રકારે અત્યન્ત નિઃસ્પૃહપણે કેવળ આત્માર્થ સાધક સ્વાધ્યાયમાં રક્તપણે પ્રવર્તે છે. આવા શ્રાવક અને સાધુ જે હોય તે ઉત્તમ જાણવા. જ્યારે આ અશુદ્ધ આચારવાળા જે મુનિઓ ધનવાનોમાં પ્રીતિ મેળવી, ઘણા આરંભ સમારંભવાળાં, છએ કાયોની હિંસાવાળાં, સાવદ્યકાર્યો કરવા કરાવવામાં અને સ્વપ્રશંસા તથા પરનિંદા કરવા કરાવવામાં જ રચ્યાપચ્યા રહે છે. તેવા આત્માઓ ઉભય ભ્રષ્ટ જાણવા અને આવા પાપાચરણોથી આત્માર્થસાધક રત્નત્રયીનું ધન હારી ગયેલા એવા તેઓ નિધન થયા છતા ચારે ગતિમાં રખડનારા (અનંત જન્મમરણની પરંપરા વધારનારા) જાણવા. ૬-૧૩ | સાધુ ભગતિ જિન પૂજના, દાનાદિક શુભ કર્મ રે ! શ્રાવક જન કહ્યો અતિ ભલો, નહીં મુનિશે અધર્મે રે I ૬-૧૪ તુજ વિણ ગતિ નહીં જંતુને ! ૭૭ | ગાથાર્થ= ૧ સાધુસંતોની ભક્તિ કરનારા, ૨ જિનેશ્વર પ્રભુની પૂજા કરનારા, ૩ દાન શીયળ આદિ શુભકાર્યો કરનારા શ્રાવકો સારા જાણવા. પરંતુ મુનિનો વેશ સ્વીકારીને અધર્મમાં વર્તે તે સારા ન જાણવા. // ૬-૧૪ / વિવેચન= પુણ્યોદયથી અને સ્વ પુરુષાર્થથી પ્રાપ્ત કરેલા પોતાના ધનથી ધર્મનાં કાર્યો કરનારા શ્રાવકો, અને ધનનો તથા સાવઘયોગનો માવજીવ ત્યાગ કરીને પારકા ધનથી આડેબરીય સાવદ્યકાર્યો કરનારાકરાવનારા મુનિઓ, આ બન્નેમાં શ્રાવકો શ્રેષ્ઠ છે. પરંતુ અધર્મમાં વર્તનારા વેશધારી મુનિઓ સારા નથી એમ આ ગાથામાં જણાવે છે. સાવઘયોગના કાર્યો મન વચન કાયાએ કરીને સર્વથા ન કરવાં, ન કરાવવાં અને ન અનુમોદવાં એવાં લાવજીવનાં પચ્ચખાણો કરીને, બાહ્યપરિગ્રહનો સર્વથા ત્યાગદર્શક એવો વીતરાગ પ્રભુ પ્રદર્શિત સાધુવેશ પહેરીને જે આત્માઓ અનેક ધનવાનોને વાચ્છટાથી આકર્ષી તેઓના ધન Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત દ્વારા પોતાની મોટાઈ વધે તેવા આડંબરોથી ભરપૂર સાવધવાળાં વિવિધ કાર્યો કરે છે અને કરાવે છે. તેઓ સારા નથી. પરંતુ તેના કરતાં પોતાના જ ધનથી યથોચિત સાધુભક્તિ, જિનપૂજા, અને દાન શીયલ તપ ભાવ આદિ ધર્માનુષ્ઠાનો પોતાની ધર્મભાવના પૂર્વક કરનારા શ્રાવકો જૈન શાસ્ત્રોમાં વધારે સારા કહ્યા છે. એકની પરિણતિ માનાદિ મેળવવા મોહધેલી છે. અને સાવદ્યનો ત્યાગ કરીને સાવઘને સેવવા વાળી છે. જ્યારે બીજાની પરિણતિ માનાદિ કષાયોને ત્યજવા પૂર્વકની અને સાવદ્યમાં રહેલા હોવા છતાં સાવદ્ય યોગની નિવૃત્તિના લક્ષ્ય પૂર્વકની વિવેજ્યુક્ત ધર્મ પરિણતિ છે આ બન્નેમાં હૃદયના ભાવોનું ઘણું મોટું અંતર છે. ઊંચા સ્થાને આવેલાની નાની ભૂલ પણ મોટી ગણાય છે. અને નાના સ્થાને રહેલાની મોટી ભૂલ પણ નાની ગણાય છે. આ વાત આત્માર્થી મુમુક્ષુ જીવોએ હાર્દિક સંવેદના પૂર્વક વાગોળવા જેવી છે. આ છઠ્ઠી સાતમી ઢાળની ગાથાઓમાં તથા સાડા ત્રણસો ગાથાના સ્તવનની કેટલીક ઢાળોમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજશ્રીએ સાધુઓને ઉતારી પાડ્યા છે કે અવર્ણવાદ ગાયો છે કે હલકા ચિતર્યા છે. આવી શંકા ભૂલેચૂકે પણ મનમાં ન કરવી. તેમના હૈયામાં શુદ્ધ અશુદ્ધ એમ બે પ્રકારનો વ્યવહાર સમજાવવાની અને અનાદિની મોહની ચાલની પરાકાષ્ટાએ ચાલતી અશુદ્ધ વ્યવહારોની કાર્યવાહીથી ઉત્તમ આત્માઓને બચાવવાની અને શુદ્ધવ્યવહારોમાં જોડવાની ભારોભાર ભાવકરુણા ભરેલી છે. જેમ આપણે ઘેર આવેલો માણસ ભૂખ્યો-તરસ્યો પાછો જાય તો આર્યસંસ્કૃતિવાળાથી તે ખમાય નહીં. તેમ આપણા આ ઉત્તમ શાસનમાં આવેલા અને સાધુપણાના આચારો સુધી પહોંચેલા આત્માઓ આત્માર્થતા સાધ્યા વિના પાછા સંસારમાં જાય (ભટકે) એ વેદના તેઓને અસહ્ય લાગી છે. એટલે ભાવકરુણાથી પીડિતહૃદયવાળા મહાત્મા ગ્રંથકાર શ્રી આવા આત્માઓને સમજાવી રહ્યા છે. જે ૬-૧૪ | Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી ૧૭૭ કેવળ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે ! આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મ વિરુદ્ધો રે | ૬-૧૫ || તુજ વિણ ગતિ નહીં જંતુને ૭૮ | ગાથાર્થ= ફક્ત સાધુવેશ માત્ર ધારણ કરનારાનો જે વ્યવહાર છે તે અશુધ્ધ વ્યવહાર છે. તે વ્યવહાર ધર્મવિરુદ્ધ છે એમ સમજીને તેવો વ્યવહાર સર્વથા આદરવા જેવો નથી. ત્યજવા જેવો જ છે. / ૬-૧૫ .. વિવેચન= જે આત્મા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ બતાવેલો, સર્વત્યાગસૂચક, કેવળ શરીરના આચ્છાદન પુરતો નિર્મમત્વભાવે પહેરાતો અને શરીરની અનિવાર્ય આવશ્યક્તાઓ માટે જ રખાતો વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુઓવાળો સાધુવેશ ધારણ કરીને આવા પ્રકારના ઊંચા સ્થાને બીરાજમાન થઈને, જે મુનિઓ સૂત્રવિરુદ્ધ, સંવેગી ગીતાર્થ આચાર્યોની પરંપરાવિરુદ્ધ, કેવળ કપોલ કલ્પિત કલ્પનાઓથી કલ્પિત, અને વિવિધ આડંબરો માત્ર વાળા તથા સાવદ્યતાથી ભરેલા જે જે વ્યવહારો કરે છે, કરાવે છે. અને તેવા વ્યવહારોમાં જ રચ્યા પચ્યા રહ્યા છતા સમય વીતાવે છે. તેઓના આચરેલા આવા પ્રકારના બાહ્ય માત્ર જે આચારો છે. તે અશુદ્ધ આચારો છે. તેથી તેવા અશુદ્ધ આચારો આચરવા નહીં. તથા અશુદ્ધ આચારવાળા સાધુઓનો સંગ કરવો નહીં. તથા તેઓની નિશ્રાએ કોઈ પણ પ્રકારના ધર્માનુષ્ઠાનો આચરવાં નહીં (અહીં સાધુસંગનો કે ધર્માનુષ્ઠાનો આચરવાનો નિષેધ નથી. પરંતુ મોહમદ ઘેલા મલીન સાધુના સંગનો અને તેવાઓની નિશ્રાનો નિષેધ છે. અર્થાપત્તિન્યાયથી ઉત્તમ સાધુસંતોનો સંગ અને તેઓની નિશ્રાએ ધર્માનુષ્ઠાનો આચરવાનું વિધાન છે. એમ ભાવ જાણવો. કુગુરુમાં ગુરુબુદ્ધિ ન કરતાં સદ્ગુરુમાં ગુરુબુદ્ધિ કરવી. એમ સાર લેવો.) અહીં મુનિવેશમાં રહેનારા કોઈ કોઈ આત્માને (જ યથાર્થ નથી અને પોતાને યથાર્થ માને છે તેવા આત્માને) આવી ઢાળો સાંભળીને ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કદાચ દુઃખ થાય. પરંતુ આત્મહિતાર્થી આત્માઓએ આ ગાથાઓને આવો સીધો અર્થ ગ્રહણ કરવો કે જો આપણામાં આવા દોષો નથી તો આ આપણને કહેતા જ નથી. દોષિતને જ કહે છે. તો આપણે શા માટે રોષાયમાન થવું ? અને જો આપણામાં આવા કોઈ દોષો છે. તો આવા મહાત્મા પુરુષો આપણને હિતશિક્ષા આપે, તે સાવધાનીથી સાંભળવી જોઈએ. અને આવી હિતશિક્ષા સાંભળવા મળે તેવાં આપણાં અહોભાગ્ય પણ ક્યાંથી ? આવા મહાત્માઓ આત્માના હિત માટે જ હથોડા નહી મારે તો બીજાં કોણ આવા હથોડા મારશે ? સામાન્ય માણસનું તો આપણને કહેવાનું ગજુ જ શું ? તેને તો આપણે દૂરથી જ ઉતારી પાડીએ. તેથી આવું કડવું પણ અતિશય ઉપકારક સત્ય વચન કહેવા બદલ તેઓનો અમારા ઉપર પરમ ઉપકાર છે. અમે તેઓના ઋણી છીએ. આવા વિચારો હૃદયમાં લાવવા. સરળસ્વભાવી, સરળહૃદયી બની, ઉપકારી મહાત્મા પુરુષોનાં અર્થગાંભીર્યયુક્ત વચનોનો આત્મહિતકારી અર્થ જ મનમાં વિચારવો. જેથી આપણા આત્માનું અવશ્ય કલ્યાણ જ થાય. / ૬-૧૫ / છઠ્ઠી ઢાળ સમાપ્ત Page #196 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સાતમી જે મુનિવેશ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણ હીના જી ! તે પણ મારગમાંહે દાખ્યા, મુનિ ગુણ પક્ષ લીનાજી | મૃષાવાદ વિકારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપે જી ! વંદે, નવિ વંદાવે, મુનિને, આપ થઈ નિજરૂપે જી ! ૭-૧ | ! ૭૯ // ગાથાર્થ= દીક્ષા ગ્રહણ કર્યા પછી જે જીવો ચારિત્ર અને તેના આચારોમાં ન્યૂન છે. તથા સાધુવેશનો ત્યાગ કરી ગૃહસ્થપણામાં જવા ઈચ્છતા નથી. તથા મૃષાવાદ બોલવો તે સંસાર વધારવાનું કારણ છે. એમ સમજી ખોટી રીતે પોતાના દોષોનો બચાવ કે ઉત્સુત્ર પ્રરૂપણા કરતા નથી. પરંતુ શુદ્ધમાર્ગની દેશના આપે છે. પોતે અન્ય મુનિઓને વંદન કરે છે પરંતુ અન્ય મુનિઓ પાસે વંદન કરાવતા નથી. તથા પોતાનાથી ન પાળી શકાતા આચારોની શિથિલતામાં પોતે એકલા વર્તે છે. અન્યને જોડતા નથી. તેવા તથા મુનિપણાના ગુણોના જે પક્ષપાતી (અતિશય રાત્રી) છે. તેઓને જૈનશાસનના માર્ગમાં “સંવિજ્ઞપાક્ષિક” તરીકે ચાલનારા અર્થાત્ આરાધક કહ્યા છે. ૭-૧ | વિવેચન= જે આત્માઓએ વૈરાગ્યભાવથી સંસારને અસાર જાણીને સંવેગ-નિર્વેદના પરિણામ પૂર્વક દીક્ષા ગ્રહણ કરી છે પરંતુ વૃદ્ધાવસ્થા આવતાં માનસિક બળ કે શારીરિક બળ ઢીલું પડતાં અથવા અન્ય કોઈ કારણોની પરવશતાને લીધે ચારિત્રના આચારો પાળવામાં અને સાધુપણાની ઉત્કટ ક્રિયાઓનો વ્યવહાર કરવામાં જેઓ અસમર્થ બન્યા છે, તથા સાધુપણાનો વેશ છોડીને ઘરે જવામાં કે સંસારમાં જવામાં લજ્જા પામવા પૂર્વક મન ડંખે છે. અથવા વેશ છોડીને ઘરમાં કે સંસારમાં જઈશું તો વધારે આરંભ-સમારંભના દોષોવાળા થઈશું, આરંભ સમારંભના દોષો ત્યજીને હવે દોષોવાળા કેમ થવાય ? એમ સમજીને દોષાના ભયથી વેશ છોડવાની પણ ઇચ્છા થતી નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા પોતાના દોષોને છુપાવવા દોષોનો બચાવ થાય તેવી ધર્મદેશના જો આપીશું તો અનંતભવો સંસારમાં વધી જશે, એમ મૃષાવાદને સંસારવૃદ્ધિનું કારણ માનીને સૂત્રાનુસારિણી જ ધર્મદેશના જેઓ આપે છે. શુદ્ધ ધર્મની જ પ્રરૂપણા કરે છે. પોતે પોતાના દોષાનો બચાવ તો ન કરે, પરંતુ સમય આવે દોષો પ્રગટ કરીને પોતાના દોષોની નિંદા ગઈ આલોચના અને પ્રાયશ્ચિત્ત કરે છે. પોતે જાતે અન્ય ગુણવંત મુનિઓને વંદના કરે છે. પરંતુ તેવા ગુણવંત અન્ય મુનિઓ પાસે પોતે વંદના કરાવતા નથી. પોતાનાથી ન જ પાળી શકાતા એવા આચારોમાં શિથિલ થઈને (નિજરૂપે) પોતે એકલારૂપે શિથિલપણામાં રહે છે. પરંતુ પોતાનો શિષ્ય પરિવાર વધારતા નથી. જો કોઈને તેઓની પાસે દીક્ષા લેવાનું મન થાય તો શિથિલાચાર રહિત શુદ્ધચારિત્રવાળા મુનિઓ પાસે મોકલે છે, પણ પોતે શિષ્ય કરતા નથી, એવા જે સાધુઓ પોતે આચારમાં શિથિલ હોય પરંતુ મુનિઓના ગુણોના પક્ષપાતી હોય. નિર્દોષ ચારિત્રવાળાને જ મહત્ત્વ આપનારા હોય તેવા મુનિઓ જૈનશાસનમાં “સંવેગપાક્ષિક” (વૈરાગ્યવાહી આત્મા) કહેવાય છે. તથા આરાધક કહેવાય છે. તેવા મુનિઓને પણ જૈનશાસનના માર્ગને અનુસરનારા અર્થાત્ “માર્ગાનુસારી” કહેવાય છે. ઉન્માર્ગગામી કહેવાતા નથી. તે પણ પૂર્ણ આરાધક ભલે નથી પરંતુ આરાધકભાવ વાળા છે. તેથી માન્ય છે. જૈનશાસનમાં લગભગ સર્વત્ર પરિણામધારાને અર્થાત્ પરિણતિને જ પ્રધાન માનવામાં આવી છે. જેની જેની પરિણતિ ઉત્તમ છે. તેની પ્રવૃત્તિ (બાહ્ય આચાર) અવશ્ય શુભ જ હોય, કદાચ કોઈ કારણસર અશુભ આચાર હોય તો તે પણ શારીરિકાદિ સંજોગોની પરવશતાથી અથવા અજવ્યક્તિઓની પરાધીનતાથી જ હોય છે. પરંતુ પોતાના પરિણામથી (પાપ રસિકભાવે) અશુભ પ્રવૃત્તિ હોતી નથી. સંવેગપાક્ષિક જીવોમાં આ જ એક ખાસ વિશેષતા છે. || ૭-૧ || Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ સાતમી મુનિ ગુણ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાળે જી / તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાળે જી આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લોકે જી ! એ દુર્ધર વ્રત એહનું દાખ્યું, જે નવિ ફુલે ફોકે જી ! ૭-૨ | ૮૦ || ગાથાર્થ= જે જે આત્માઓ મુનિપણાના ગુણોના રાગમાં પૂરેપૂરા શૂરવીર છે. યથાશક્તિ જયણા અવશ્ય પાળે છે. આવા પ્રકારના ગુણોના પક્ષપાતવાળા જીવો શુભભાવથી પોતાનાં કર્મોને ખપાવે છે. પોતાની લઘુતા (નિર્બળતા) લોકો સમક્ષ માન મૂકીને જે જણાવે છે. તે પણ દુર્ધર વ્રત છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આવા મુનિઓ ફોગટ ફુલાતા નથી. તે ૭-૨ // || ૮૦ || વિવેચન= જે જે આત્માઓ સંયમ લીધા પછી માનસિક બળ કે શારીરિક બળની હીનતાના (દુર્બળતાના) કારણે શાસ્ત્રાજ્ઞા મુજબ સંયમ પાળવાને અસમર્થ છે. નિર્દોષ શુદ્ધ ચારિત્ર પાળવામાં સમર્થ નથી. પરંતુ અન્ય શુદ્ધ સંયમી મુનિઓના જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય આદિ ગુણો પ્રત્યે વિનય બહુમાન તથા ભક્તિભાવ પૂર્વક અતિશય અહોભાવ છે. તેઓના ગુણોનો પક્ષ કરવામાં અતિશય શૂરવીર છે. ક્યાંય પણ તેવા ગુણીઓની નિંદા કરે નહીં અને અન્ય કોઈ નિંદા કરે તો તે સહન કરે નહીં. તથા યથાશક્તિ કોઈ પણ અન્ય જીવની હિંસા ન કરવી કે કોઈનું પણ મન ન દુભાવવું એવી ઉત્તમ જયણા પાળનારા છે. શ્રેષ્ઠ જયણા પાળતા થકા યથાશક્તિ આચારમાં પ્રવર્તનારા છે, તેવા તે આત્માઓ પોતાના આત્માની શુદ્ધ પરિણતિથી કર્મક્ષય કરવાવાળા છે. જેમ પાણીમાં કાચલીને હોડી બનાવનારા અઈમુત્તા મુનિ, પર્વાદિ તિથિએ વધારે આહાર કરનારા કુરગડુ ઋષિ વગેરે આત્માઓની જેમ આ આત્માઓ પણ શુદ્ધ પરિણતિથી કર્મક્ષય કરવાવાળા અને નિશ્ચયથી આરાધક છે. કારણ કે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે પ્રસિદ્ધ એવું શુદ્ધ સંયમ પાળવાના સંબંધમાં માન મૂકીને પોતાનું નિર્બળપણું લોકોમાં પ્રકાશિત કરવું એને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જ્ઞાની પુરુષોએ દુધરવ્રત કહેલ છે. આવું દુધરવ્રત પાળનારા આ મુનિઓ છે. તેઓ ફોગટ ફેલાનારા બનતા નથી. પોતાનામાં ઉત્તમ-જ્ઞાન-ચારિત્રાદિ ન હોવાના કારણે અનુયાયી લોકોની વચ્ચે પોતાનાં ગાણાં ગાનારા અને ગવરાવનારા આ મહાત્માઓ હોતા નથી. આ જ તેઓનો મોટો ગુણ છે અને તેવા ગુણથી આ મુનિઓ સંસાર તરે છે. કે ૭-૨ | પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખી જી | એ ત્રણે શિવ મારગ કહીએ, જીહાં છે પ્રવચન સાખી જી ! શેષ ત્રણે ભવ મારગ કહીએ, કુમતિ કદાગ્રહ ભરીયાજી ! ગૃહી-યતિલિંગ-કુલિંગ લખીએ, સકળદોષના દરીયાજી ૭-૩ || ૮૧ | ગાથાર્થ= પ્રથમ સાધુ, બીજા શ્રેષ્ઠ શ્રાવક, અને ત્રીજા સંવેગપાક્ષિક આત્મા. આ ત્રણે મુક્તિમાર્ગના આરાધક છે. આ બાબતમાં જૈન પ્રવચન સાક્ષીભૂત છે. બાકીના ત્રણ ૧ ગૃહસ્થ, ૨ સાધુવેશધારી, અને ૩ અન્યવેશધારી. આ ત્રણે સંસાર માર્ગ છે. જેઓ કુમતિ અને કદાગ્રહથી ભરેલા છે. તથા સર્વે દોષોના ભંડાર (સાગર) છે. || ૭-૩ | વિવેચન= જૈનશાસનમાં મહાપુરુષોએ નીચે જણાવેલા ત્રણ પ્રકારના જીવોને આરાધક અને શેષ ત્રણ પ્રકારના જીવોને વિરાધક કહેલા છે. જે આરાધક છે તે મુક્તિમાર્ગ ઉપર છે અને જે વિરાધક છે તે સંસારમાર્ગ ઉપર છે. એક મુક્તિને નિકટ કરનાર છે અને બીજા સંસારની (જન્મ મરણની) પરંપરા વધારનારા છે. આ વાત બરાબર સમજીને આરાધકનો પક્ષ કરીએ, વિરાધકનો પક્ષ ન કરીએ. હોય, તો ત્યજીએ. આરાધકના ત્રણ પ્રકાર(૧) શાસ્ત્રાજ્ઞા અનુસારે શુદ્ધ ચારિત્રગુણમાં પ્રવર્તન કરનાર સાધુ (સાધ્વીજી). (૨) શાસ્ત્રાજ્ઞા અનુસાર દેશવિરતિ ચારિત્રગુણમાં પ્રવર્તન કરનાર શ્રાવક (શ્રાવિકા). Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ સાતમી ૧૮૩ (૩) નિર્વેદ-સંવેગ પરિણામ યુક્ત શાસ્ત્રોના શુદ્ધ અર્થની પ્રરૂપણા કરનારા સંવેગપાક્ષિક આત્માઓ. પોતાની સેવા પ્રકારની નિર્બળતાના કારણે અથવા બીજા કોઈ કારણે શિથિલાચારી પણ હોય. પરંતુ હૃદયમાં દોષો સેવ્યાનું અતિશય દુઃખ હોય. આ ત્રણ પ્રકારના જીવો મુક્તિમાર્ગના સાધક જાણવા. એટલે કે આરાધક જાણવા. વિરાધકના ત્રણ પ્રકાર(૧) કુમતિ અને કદાગ્રહથી ભરેલા સાધુવેશધારી મુનિઓ. (૨) કુમતિ અને કદાગ્રહથી ભરેલા ગૃહસ્થો. (૩) કુમતિ અને કદાગ્રહથી ભરેલા અન્યલિંગી સાધુઓ. આ ત્રણે પ્રકારના આત્માઓમાં પંચાચારાદિ ઉત્તમ આચારોનું પાલન તો નથી. પરંતુ મિથ્યાત્વના ઉદયના કારણે તથા વિષયવાસનાની અને કષાયોની પ્રબળતાના કારણે આ આત્માઓ શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી, વિપરીત અર્થો કરી સ્વદોષોનો બચાવ કરનારી અને મન ફાવે તેવી તર્કબાજી લગાડનારી કુમતિથી ભરેલા છે. વળી મારું જ સાચું છે. હું જે કંઈ કહું છું તે જ બરાબર છે એવા કદાગ્રહથી ભરેલા છે. અને તેના જ કારણે કોઈના પણ સમજાવ્યા સમજતા ન હોવાથી દોષોના દરીયા છે. આવા કારણોથી તે આત્માઓ વિરાધક છે. મુક્તિમાર્ગના બાધક છે. સંસારમાર્ગના જ સાધક છે. જે ૭-૩ ! જે વ્યવહાર મુક્તિ માર્ગમાં, ગુણઠાણાને લેખે જી | અનુક્રમે ગુણશ્રેણીનું ચઢવું, તેહ જ જિનવર દેખે જી ! જે પણ દ્રવ્યક્રિયા પ્રતિપાળે, તે પણ સન્મુખ ભાવે જી ! શુક્લ બીજની ચંદ્રકલા જેમ, પૂરણ ભાવમાં આવે છે કે ૭-૪ / ૮૨ છે. ગાથાર્થ= જે વ્યવહારો મુક્તિમાર્ગમાં ગુણસ્થાનક ઉપર ચઢાવનાર છે. તથા અનુક્રમે ગુણશ્રેણીનું આરોહણ કરાવીને પોતાના આત્મામાં રહેલું Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પોતાનું “જિનવર” પણું દેખાડનાર બને છે. તે જ વ્યવહાર ઉપકારક છે. તથા આત્મલક્ષ્યને સન્મુખ રાખીને જે મહાત્મા દ્રવ્યક્રિયા પાળે છે. તે મહાત્મા બીજના ચંદ્રમાની જેમ કાળાન્તરે પૂર્ણભાવમાં આવે છે. ૭-૪ | વિવેચન= સંસારમાં વર્તતા અનંત અનંત જીવો પોતાના સત્તાગત શુદ્ધસ્વરૂપથી સિદ્ધ સમાન છે. કારણ કે અનંત જ્ઞાનાદિ ગુણોએ વ્યાપ્ત એવું આ આત્મ દ્રવ્ય પારિણામિક ભાવે વર્તે છે. પરંતુ કષાયોદયજન્ય મલીનતાથી તેના ઉપર લાગેલાં કર્મોના આવરણોથી તે ગુણો ઢંકાયેલા છે. (પરંતુ નષ્ટ થયેલા નથી, છતાં જીવસ્વભાવથી કંઈક કંઈક અંશે ગુણો ઉઘાડા પણ છે. અને તેમાં પ્રયત્નવિશેષથી વધારો કરી શકાય છે. ગુણોના ઉઘાડનો વધારો કરવો એ જ ક્ષાયોપશમિકભાવ છે. અને ગુણોના ઉઘાડનો વધારો કરતાં કરતાં સર્વથા આવરણોનો નાશ કરતાં પૂર્ણપણે સર્વગુણોનો ઉઘાડ કરવો તે ક્ષાયિકભાવ કહેવાય છે. નિગોદાવસ્થામાં ગુણોનો ઉઘાડ (ક્ષાયોપથમિકભાવ) અલ્પમાત્રાએ હોય છે. તે વધતાં વધતાં કેવલી અવસ્થામાં અને સિદ્ધ અવસ્થામાં પરિપૂર્ણપણે ગુણોનો ઉઘાડ (ક્ષાયિકભાવ પ્રગટ) થાય છે. વચ્ચેની અવસ્થાઓમાં તરતમભાવે ગુણોનો ઉઘાડ હોય છે. તે વચ્ચેની અવસ્થાઓ અસંખ્ય જાતની છે. પરંતુ જ્ઞાની મહાત્માઓએ તે અવસ્થાઓને ૧૪ ગુણસ્થાનકરૂપે સમજાવીને તેમાં સર્વજાતની તરતમતાનો સમાવેશ કર્યો છે. જેમાં ઘણા ગુણો કર્મોથી ઢંકાયેલા હોય અને અલ્પમાત્રાએ જ ગુણો ઉઘાડા હોય તે પ્રથમ મિથ્યાષ્ટિગુણસ્થાનક કહેવાય છે. તેના કરતાં ગુણોના આવિર્ભાવ (ઉઘાડ)નો વધારો અને તિરોભાવ (ઢંકાવાપણા)નો ઘટાડો થવો તે બીજાં-ત્રીજો યાવત્ તેરમું-ચૌદમું ગુણસ્થાનક કહેવાય છે. ગુણોનો વધુ વધુ આવિર્ભાવ એ જ ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢવાપણું છે. અને ગુણોનો વધુ ને વધુ તિરોભાવ થવો તે પડવા પણું છે. ગુણોનો આવિર્ભાવ કરવામાં પ્રયત્નવિશેષ કરવો પડે છે. આ જ પ્રયત્ન વિશેષ કરવો પડે છે તેને જ શુદ્ધ વ્યવહાર કહેવાય છે. જીવની આંતરિકશુદ્ધિ એ નિશ્ચયનય Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ સાતમી ૧૮૫ છે. અને તેના સાધનરૂપે કરાતો પુરુષાર્થ વિશેષ તે વ્યવહારનય છે. એકને જ્ઞાનનય અને બીજાને ક્રિયાનય પણ કહેવાય છે. ચૌદ ગુણસ્થાનકોના આરોહણમાં ૨, ૩, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, અને ૧૪ આ ગુણસ્થાનકો ઉપર ચઢવામાં બાહ્ય પ્રયત્ન વિશેષ બહુ કરવો પડતો નથી. આન્તરિક શુદ્ધિની વૃદ્ધિથી આ જીવ સહસા ચઢી જાય છે પરંતુ ૧-૪-૫-૬-૭-૧૩ આ ગુણસ્થાનકો ઉપર નીચેથી ઊંચે જવામાં આન્તરિક શુદ્ધિ તો જોઈએ જ, પરંતુ તે આન્તરિકશુદ્ધિ લાવવા માટે બાહ્ય પ્રયત્નવિશેષ પણ અતિશય આવશ્યક છે. આવા પ્રકારનો આન્તરિક પરિણતિની નિર્મળતાના હેતુભૂત જે બાહ્ય પ્રયત્ન વિશેષ-વ્યવહાર છે તે જ વ્યવહાર મુક્તિમાર્ગની અંદર ગુણસ્થાનકો ઉપર ચઢવામાં ઉપકારક છે. આવા વ્યવહારવાળો જીવ જ ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢે છે. અને અંતે કેવલી થઈ તેનો પોતાનો આત્મા પણ જિનવરરૂપ બને છે. આપણો આત્મા જ સ્વયં ભગવાન છે. ભગવાનરૂપ છે. અર્થાત્ રાગદ્વેષ આદિ દોષોથી રહિત શુદ્ધ-બુદ્ધ-સ્કૂટિકારત્ન જેવો નિર્મળ છે. એમ તે આત્મા પોતાના આત્માનું જિનવરપણું દેખે છે. ગુણસ્થાનકો ઉપર ચઢવાનો જે આ પ્રયત્નવિશેષ છે તે જ શુદ્ધવ્યવહાર કહેવાય છે. જેમ કે મિથ્યાત્વગુણસ્થાનકે રહેલો જીવ હિતકારકને અહિતકારક અને અહિતકારકને હિતકારક સમજે છે. તેથી જ પુદ્ગલાનંદી થઈને ભવોમાં રખડે છે. પરંતુ તેવા જીવોની તથા ભવ્યતા જ્યારે પાકે છે. ભવપરિપાક જ્યારે થાય છે. ત્યારે જ સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય છે. સદ્ગુની પાસે જવું, સત્તાસ્ત્રો સાંભળવાં, સબોધ હૈયામાં ધારણ કરવો, સમ્યજ્ઞાનનો પ્રેમ જાગવો, નિરંતર અધ્યાત્મશાસ્ત્રો વાંચવા અને સાંભળવાં, તેનું ચિંતન મનન કરવું, તેના પ્રમાણે જીવન સદાચારી બનાવવું, રાગવૈષ આદિ કષાયોને મંદ કરવા, ગ્રંથિભેદ કરવો, જ્ઞાનવૃદ્ધિ માટે પુસ્તકો લખવાં લખાવવાં છપાવવા ઈત્યાદિ જે સઘળો વ્યવહાર (ધર્મક્રિયા) કરાય છે. તે પહેલા ગુણસ્થાનકેથી ચોથા ગુણસ્થાનકે ચઢવા માટેનો અંશે અંશે મુક્તિમાર્ગમાં હેતુભૂત શુદ્ધ વ્યવહાર છે તે આદરણીય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત એવી જ રીતે ચોથથી પાંચમે ગુણસ્થાનકે જવા માટે આન્તરિક શુદ્ધિ રૂપે અપ્રત્યાખ્યાનીય કષાયનો વિજય કરવો જરૂરી છે. અને બાહ્યથી શ્રાવકનાં બાર વ્રતો ઉચ્ચરવાં, તેમાં કહ્યા પ્રમાણે આચારો પાળવા અને બાધક આચારો ત્યજવા, એ સ્વરૂપ જે વ્યવહારો કરાય છે. તે ચોથથી પાંચમે જવાના શુદ્ધ વ્યવહારો છે. આ પ્રમાણે ૫-૬-૭ અને ૧૩ માના વ્યવહારો ગુરુગમથી જાણી લેવા. આવા પ્રકારના શુદ્ધ વ્યવહારો, ઉપરઉપરના ગુણસ્થાનકોમાં ચઢવા માટે નિસરણીની જેમ આલંબન રૂપે અતિશય આવશ્યક છે. તથા જેમ જેમ ઉપર ઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત થતું જાય છે. તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકના વ્યવહારો આદરવાના હોય છે. અને નીચે નીચેના વ્યવહારો (જે પૂર્વે સ્વીકાર્યા હતા તે વ્યવહારો) ત્યજવાના હોય છે. ઉપરના વ્યવહારો સ્વીકારવાના છે. અને નીચેના વ્યવહારો (સારા હોવા છતાં પણ હવે) ત્યજી દેવાના છે.એમ આ જીવ ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢીને કેવલી થઈ મુક્તિગામી થાય છે. ૧૮૬ આ પ્રમાણે ઉપરના ગુણસ્થાનકે ચઢવા માટેના જે શુદ્ધવ્યવહારો છે. તે બાહ્યક્રિયાસ્વરૂપ હોવાથી દ્રવ્યક્રિયા કહેવાય છે. અને તેના દ્વારા પ્રાપ્ત થતી આન્તરિક શુદ્ધિ તે ભાવક્રિયા છે. દ્રવ્યક્રિયા બે પ્રકારની હોય છે. એક ભાવક્રિયાનું કારણ બને તેવી, અને બીજી જે દ્રવ્યક્રિયા, ક્રિયા માત્ર રૂપે જ રહે, ફળ ના આપે તેવી, જેમ ગાડી ચલાવવાથી ગ્રામાન્તર પહોંચાય છે. ગ્રામાન્તર પહોંચવામાં ગાડી ચલાવવી એ દ્રવ્યક્રિયા છે. પરંતુ ગાડી ગ્રામાન્તર ભણી ચલાવવી તે પ્રથમની દ્રવ્યક્રિયા છે. જે ફળ આપનાર છે. અને ગ્રામાન્તરનું લક્ષ્ય રાખ્યા વિના ગાડી ચલાવ્યા જ કરવી તે બીજી દ્રવ્યક્રિયા છે. જે ફળ આપવામાં વ— છે. આવા પ્રકારની આ ચર્ચાથી સમજાશે કે ગ્રામાન્તરને સન્મુખ રાખીને તેના લક્ષ્યાનુસાર કરાતી ગાડી ચલાવવાની ક્રિયા ફળ આપનારી છે. તેની જેમ જે જે શુદ્ધ વ્યવહારની દ્રવ્યક્રિયાઓ આ જીવ ભાવક્રિયાને સન્મુખ રાખીને (તેનું લક્ષ્ય રાખીને) કરે છે. પ્રતિપાલન કરે છે. તે જીવ શુક્લ બીજનો ચંદ્રમા જેમ પૂર્ણ થાય છે એટલે કે શુક્લબીજની ચંદ્રમાની કલાઓની વૃદ્ધિ થતાં થતાં પુનમનો ચંદ્રમા પૂર્ણ ભાવમાં આવે છે Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ સાતમી ૧૮૭ તેમ આ જીવ પણ આવા શુદ્ધ વ્યવહારો કરતાં કરતાં આત્માના શુદ્ધગુણોનો લાયોપથમિકભાવ વધારતાં વધારતાં પૂર્ણભાવમાં એટલે કે ક્ષાયિકભાવમાં આવે છે. પુનમનો ચંદ્ર જેમ બધી જ કલાઓથી ખીલી ઉઠે છે તેમ આ જીવ પણ પોતાના અનંત અનંત ગુણોના આવિર્ભાવથી ખીલી ઉઠે છે. // ૭-૪ | તે કારણ લજ્જાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણી છે ! ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણી જી | એ વ્યવહારનયે મન ધારો, નિશ્ચયનય મત દાખ્યું છે ! પ્રથમ અંગમાં વિતિગિચ્છાએ, ભાવ ચરણ નવિ ભાખ્યું જીરે ૭-૫ // || ૮૩ છે. ગાથાર્થ= તે કારણોને લીધે લજ્જા આદિના કારણે પણ જે જીવો શીલવ્રત (ધર્મસંસ્કારો) ધારણ કરે છે તે જીવો ધન્ય છે. કૃતપુણ્ય છે. કૃતાર્થ છે. એવું મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે. આ સઘળો વ્યવહારનય સમજવો. નિશ્ચયનયની દૃષ્ટિ, પહેલી ૧ થી ૪ ઢાળમાં સમજાવી છે. તે નયની દૃષ્ટિએ વિતિગિચ્છા હોય તો (આન્તરિક શુદ્ધિનો વિરહ હોય તો) ભાવચારિત્ર હોતું નથી. એમ પણ આચારાંગસૂત્રમાં કહ્યું છે. તે ૭-૫ | વિવેચન= ઉપરની ગાથામાં સમજાવ્યા પ્રમાણે દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ છે. ક્યારેક દ્રવ્યક્રિયા કરવા છતાં ભાવક્રિયા નથી પણ પ્રાપ્ત થતી. પરંતુ વેપાર કરે તે બધા કમાય જ એવો નિયમ નથી. છતાં કમાવાની ઈચ્છાવાળાને વેપાર કરવો જ પડે છે. ખેતી કરે તે બધા ધાન્ય મેળવે જ એવો નિયમ નથી. પરંતુ ધાન્ય મેળવવા ખેતી કરવી જ પડે છે. શાળામાં ભણે તે બધા પાસ થાય જ, એવો નિયમ નથી. તો પણ ભણવા માટે શાળામાં જવાનું જ હોય છે. તેવી રીતે દ્રવ્યક્રિયા કરે તે બધા ભાવક્રિયા પામે જ એવો નિયમ નથી. પરંતુ ભાવક્રિયા પામવાની ઈચ્છાવાળાએ દ્રવ્યક્રિયા અવશ્ય કરવી જોઈએ. આ ન્યાયે જે જે આત્માઓ લજ્જા-ભય આદિ કારણોથી પણ દ્રવ્યક્રિયા કરે છે. શીયળવ્રત (ધર્મસંસ્કારો) પાળે છે. શુદ્ધ વ્યવહારો આદરે છે. તે જીવો ખરેખર ધન્ય છે. કૃતપુણ્ય (પુણ્યશાળી) છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કૃતાર્થ (સફળ જીવનવાળા) છે. કારણકે ભાવક્રિયા લાવવાના પરમસાધનભૂત - એવી દ્રવ્યક્રિયા કરવારૂપ નિસરણી તો મળી જ છે. આવા પ્રકારની લોકલ આદિના કારણે પણ જે આત્માઓ હિંસા-જૂઠ-ચોરી-મૈથુન-પરિગ્રહાદિ પાપોથી જેમ બને તેમ અળગા રહે છે. તથા તે લોકલ આદિથી ભોગ ઉપભોગમાં પણ દિન પ્રતિદિન હાનિ પરિમિતતા વાળા બને છે અને તેથી અહંકાર અને આસક્તિમાં પણ દિન પ્રતિદિન હાનિવાળા થાય છે. તથા યથાશક્તિ દાનશીયળ-તપ તથા શુભભાવ આદિ ધર્મકાર્યોનો પ્રામાણિક પણે વ્યવહાર કરતા છતા (ભલે કદાચ નિર્જરા અલ્પ કરે અથવા ન કરે તો પણ) પુણ્યબંધ કરનારા તો અવશ્ય બને જ છે. તેવા પુણ્યના બળે ધર્મસામગ્રી યુક્ત નરભવ, તીર્થંકરાદિની વિહારભૂમિવાળું ક્ષેત્ર, વગેરે ધર્મકાર્યની સાધનસામગ્રી પામવાને યોગ્ય બને છે. આવા પ્રકારનું મહાનિશીથ સૂત્રમાં પણ કહ્યું છે. ઉપરોક્ત સર્વે હકિકત વ્યવહારનયથી જાણવી. કારણકે વ્યવહારનય સાધનની પ્રધાનતા દર્શાવનાર છે. દ્રવ્યક્રિયા હશે તો ભાવક્રિયા આવશે. કદાચ નહીં આવે તો પણ છેવટે પુણ્યબંધ કરાવશે અને ધર્મના સાધનભૂત ક્ષેત્રોમાં જન્મ અપાવશે. તેથી લજજા આદિથી પણ દ્રક્રિયા અવશ્ય કર્તવ્ય છે. જ્યારે નિશ્ચયનયનો જે મત છે તે પૂર્વે ૧ થી ૪ ઢાળમાં ગ્રંથકારશ્રી કહી ચૂક્યા છે. નિશ્ચયનય સાધ્યની પ્રધાનતા દર્શાવનાર છે. તેથી તે દ્રક્રિયાને પ્રધાન ન કરતાં ભાવક્રિયાને જ અથવા જ્ઞાન ગુણને જ વધારે મહત્વ આપનાર છે. જો આત્મશુદ્ધિનો લક્ષ્ય ન હોય, સાધ્યની સિદ્ધિ થાય તે રીતે સાધન સેવવાની વૃત્તિ ન હોય અર્થાત્ યથાર્થ સાધ્ય સાધનદાવ જો ન હોય તો આવા પ્રકારની વિતિગિચ્છાએ (શંકાશીલ મનોવૃત્તિ, રૂચિ વિનાની મનોવૃત્તિએ) કરીને કરેલી ધર્મક્રિયાઓ સકામનિર્જરા કરાવનાર બનતી નથી. માટે તેમાં ભાવચારિત્ર કહેવાતું નથી. આમ નિશ્ચયનયનું કહેવું છે. આ વાત આચારાંગસૂત્રમાં પણ કહેલી છે. બને નયોનો સારાંશ આ પ્રમાણે છે કે ભાવ વિનાની (સમ્યકત્વાદિ ગુણ વિનાની) દ્રવ્યક્રિયા Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ સાતમી ૧૮૯ નકામી છે એમ નિશ્ચયનયનું કહેવું છે. અને ભાવક્રિયાનો લક્ષ્ય રાખીને કરાતી દ્રવ્યક્રિયા ભાવક્રિયાને કાળાન્તરે લાવનાર છે. માટે દ્રવ્યક્રિયા પણ ફળવાળી જ છે. એમ વ્યવહારનયનું કહેવું છે. - સાધ્યસાધનદાવ પૂર્વક બન્ને નયો જરૂરી છે. બન્ને પરસ્પર ઉપકારક છે. બન્ને નયોનો પરસ્પર સમન્વય છે. સાધ્યસાધનદાવ વિનાના આ બન્ને નયો નિરર્થક છે. ફળ શૂન્ય છે. તેથી એકાન્તદષ્ટિ ન પકડતાં સમન્વયાત્મક દૃષ્ટિવાળા બનવું એજ અનેકાન્તવાદ સમજવા-સમજાવવાનો સાર છે. તથા સમન્વયાત્મક દૃષ્ટિવાળાનું નરવ, જૈનત્વ, ધર્મકાર્યકારિત્વ, સફળ છે. એમ જાણવું. || ૭-૫ || સાતમી ઢાળ સમાપ્ત Page #207 -------------------------------------------------------------------------- ________________ ઢાળ આઠમી અવર એક ભાખે આચાર, દયા માત્ર શુદ્ધ જ વ્યવહાર | જે બોલે તેહી જ ઉત્થાપે, શુદ્ધ કરું હું મુખ ઈમ જપે છે ૮-૧ | !! ૮૪ || અવર= બીજો, ઉત્થાપક ઉખડે-દૂર કરે, જપ= કહે, ગાથાર્થ= બીજા કોઈ એવો પ્રશ્ન કરે છે કે “દયા માત્ર પાળવી” એ જ એક શુદ્ધ વ્યવહાર છે. અને તે અમે શુદ્ધ રીતે કરીએ છીએ એમ મુખે બોલે છે. પરંતુ આવું જે લોકો બોલે છે તેઓ જ (પોતાના વર્તનથી) આ બોલને ઉત્થાપનારા છે. ૫ ૮-૧ | વિવેચન= “દયા માત્ર પાળવી, એ જ શુદ્ધ વ્યવહાર છે.” એમ માનનારા કોઈક વાદીઓ કહે છે કે સર્વ આચારોમાં અહિંસા જ પ્રધાન છે. સર્વ ધર્મનું મૂલ દયા કહેલી છે. જીવોની હિંસા ન કરવી, રક્ષા કરવી, આહારાદિ આપવાં, કોઈપણ જીવોને દુઃખ ન પમાડવું, ઈત્યાદિ દ્રવ્યદયા પાળવી એ જ વાસ્તવિક ધર્મ છે. માટે દયા પાળવી એ જ શુદ્ધવ્યવહાર છે. અને તે જ ધર્મ જાણવો. (અર્થાત્ નિશ્ચયનય જાણવાની કે સાંભળવાની જરૂર નથી). આવું જે દ્રવ્યદયાવાદીઓ બોલે છે. તે પોતે જ દયાના સાચા સ્વરૂપને ન જાણતા હોવાથી વાચા દ્વારા જે વચનો બોલે છે. તે જ વચનોને વર્તન દ્વારા ઉત્થાપે છે. અર્થાત્ ખંડિત કરે છે. તે આ પ્રમાણે જે આત્માઓ દ્રવ્ય અહિંસા અને ભાવ અહિંસાને જાણતા નથી. તથા હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા અને અનુબંધ અહિંસાને જાણતા નથી. કેવળ લૌકિક રીતિ-નીતિ મુજબ અન્ય જીવોને ઘાસ-ચણ અને આહારાદિ આપીને જીવાડવા, મારવા નહીં અને મરાવવા નહીં તે જ અહિંસા છે. અને આ જ ધર્મ છે. આટલું જ જાણે છે. વાસ્તવિક તત્ત્વના અને Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી લોકોત્તરનીતિના જેઓ અજાણ છે. તેઓ જ ઉપરોક્ત દલીલો કરે છે. અને દ્રવ્યદયા કરીને અમે જ સચોટ ધર્મ કર્યો. એમ અહંકાર વહન કરે છે. પરંતુ તેઓ અહિંસાના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. તેથી તેઓ જ તેનું વર્તન દ્વારા ઉત્થાપન કરે છે. વાસ્તવિક સ્વરૂપ આ પ્રમાણે છે પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોશ્વાસ, અને આયુષ્ય એમ કુલ દશ દ્રવ્ય પ્રાણી છે. સંસારી જીવન ટકાવવા સાધનભૂત આ પ્રાણી છે. તેને દ્રવ્યપ્રાણ કહેવાય છે. આ દ્રવ્યપ્રાણીની રક્ષા કરવી તે દ્રવ્ય અહિંસા છે. અને દ્રવ્યપ્રાણોનો નાશ કરવો તે દ્રવ્યહિંસા કહેવાય છે. આ પ્રાણી જીવને એક ભવમાં જીવાડનાર છે. અને આ પ્રાણો નામકર્મ-આયુષ્યકર્મ આદિના ઉદયથી મળેલા છે. પુદ્ગલના બનેલા છે. જીવના પોતાના સ્વરૂપાત્મક નથી, પરંતુ પારદ્રવ્યકૃત છે. તેથી દ્રવ્યપ્રાણો કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ જે ગુણો છે. તે ભાવપ્રાણી છે. કારણકે તે જીવના સ્વરૂપાત્મક છે. કર્મોના ઉદયથી પ્રાપ્ત થતા નથી. પરંતુ ક્ષાયોપથમિકભાવે અથવા ક્ષાયિક ભાવે આ ગુણો પ્રાપ્ત થાય છે. તેથી પર વ્યકૃત નથી પરંતુ સ્વદ્રવ્યકૃત છે. માટે તે ભાવપ્રાણી છે. તેથી આત્માને કર્મના બંધનોમાંથી મુકાવવો અને ભાવપ્રાણોની રક્ષા કરવી તે ભાવઅહિંસા કહેવાય છે. તથા જ્ઞાનાદિ ગુણોનો (ભાવપ્રાણોનો) નાશ કરવો અને વધારે ચીકણા કર્મો બંધાય એવા કાષાયિક પરિણામોમાં જીવને નાખવો તે ભાવહિંસા કહેવાય છે. દ્રવ્ય અહિંસાથી એક ભવ પૂરતું જ જીવન જીવાય છે. ભાવ અહિંસાથી મૃત્યુ જ આવતું નથી. (અર્થાત્ આત્મા મુક્તિગામી થવાથી અમર થાય છે) એક અહિંસા અલ્પકાલીન લાભદાયક છે. બીજી અહિંસા ચિરકાળ લાભદાયક છે. એક પરદ્રવ્યના સ્વરૂપાત્મક છે. બીજી આત્માના સ્વરૂપાત્મક છે. આવા ભેદો આ જીવો જાણતા નથી. તેથી પાંચ મહાવ્રત અને છ કાયોની હિંસાના ત્યાગનાં પચ્ચખાણો કરીને સાધુપણું લે છે. તેથી મનમાં એમ માને છે અને લોકોમાં એમ મનાવે છે કે અમે છ કાયાના રક્ષક છીએ. દ્રવ્યદયાના પ્રતિપાલક છીએ. હિંસાના પચ્ચકખાણ કર્યા હોવાથી ત્રાસ-સ્થાવર એમ સર્વ જીવોની હિંસાના ત્યાગી છીએ. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત | મુખ દ્વારા વચન વડે તેઓ આ પ્રમાણે બોલે છે. પરંતુ ધર્મના નામે લોકો પાસે ઘણાં સાવઘવાળાં કાર્યો કરાવે છે. જેમાં આડબરો ઘણા, રોશની ઘણી, ગાજાં વાજાં ઘણાં, આરંભ સમારંભ ઘણા, પાણી અને ફળફુટની છૂટ ઘણી, આ બધું દ્રવ્યસાવદ્ય ઘણું, તથા આવા કાર્યોનો અત્યન્ત રસ (આસક્તિ), તેમાં જ રચ્યા પચ્યા રહેવું, આવા કાર્યોના આયોજન માટે કરાતી અર્થવ્યવસ્થાની મમતા, ડાયરેક કે ઈનડાયરેક તેના ઉપરનું સ્વામિત્વ, તેના માટેની પૂર્વભૂમિકામાં કરાતી માયા, ભભકાદાર પણે કરાતાં આવા કાર્યોથી માન વહન કરવું, તે તે કાર્યો બરાબર ન થાય તો ક્રોધાદિમાં પરિણામ પામવું. આ રીતે ક્રોધ માન માયા લોભ અને રાગ-દ્વેષ આદિ કષાયોની ઉત્તેજનામાં ફસાવું તે ભાવસાવદ્ય. આ રીતે દ્રવ્યથી અને ભાવથી એમ બન્ને રીતે મહાસાવદ્યવાળાં કાર્યોમાં લયલીન થઈને હિંસા અને અહિંસાના સ્વરૂપને નહીં જાણનારા આ આત્માઓ પોતાના આત્માને દ્રવ્યહિંસામાં અને ભાવહિંસામાં જોડે છે. તેથી “જે બોલે તેવી જ ઉત્થાપે” જે પોતે એમ બોલે છે કે અમે દ્રવ્યદયાના પાલક છીએ, તેઓ જ માનપાનની મોહદશાને પરવશ થયા છતા દ્રવ્યદયાના અને ભાવદયાના એમ બન્નેના ઉચ્છેદક થાય છે. કારણ કે તેઓ દયાના (અહિંસાના) પ્રકારોને જાણતા નથી. આ વાત સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે વિમલ શાહ મંત્રીએ આબુ ઉપર વિમલવસહીનું મંદિર બંધાવ્યું. વસ્તુપાલ તેજપાલે પણ આબુ ઉપર મંદિરો બંધાવ્યાં. કુમારપાલ રાજાએ તારંગા ઉપર મંદિર બંધાવ્યું. ધન્નાશાહે રાણકપુરનું મંદિર બંધાવ્યું. ભરત મહારાજાએ અષ્ટાપદનું મંદિર બંધાવ્યું. કૃષ્ણમહારાજાએ શંખેશ્વરનું મંદિર બંધાવ્યું. સંપ્રતિ મહારાજાએ ઘણાં જિનબિંબો બનાવરાવ્યાં. આ બધાં દૃષ્ટાન્તોમાં શ્રાવક-શ્રાવિકાઓનું જ (રાજા આદિનું જ) કર્તુત્વ આવે છે. કોઈ આચાર્યોનું કે મુનિઓનું કર્તુત્વ કે નામાભિધાન આવતું નથી. આ દરેક રાજાઓને મંદિર બંધાવવાનો ઉપદેશ-પ્રેરણા તો તે તે આચાર્યોએ જ આપી હશે ? તેના વિના આવું અદ્ભુત કાર્ય બનવું શક્ય નથી. છતાં તે મહાપુરુષો આવા પ્રકારનાં ધર્મનાં Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી ૧૯૩ કાર્યો કરવાની શ્રાવકોને પ્રેરણા આપનારા હોવા છતાં પણ આ કાર્યો કંઈક સાવદ્ય હોવાથી પોતાનું નામાભિધાન નહીં આપવાની પાછળ કેટલા અલિપ્તદશાવાળા હશે ? માત્ર ઉપદેશક જ બન્યા હશે પરંતુ આદેશક નહીં બન્યા હોય. તો જ પ્રેરક એવાં તેઓનાં નામો કોઈ જાણતું નથી. આ જ રીતે આભુ સંઘવીએ છ “રી” પાલિત સંઘ કાઢ્યો, સંપ્રતિ રાજાએ સંઘ કાઢ્યો, ઈત્યાદિમાં પણ શ્રાવક-શ્રાવિકાનું જ કર્તુત્વ પ્રસિદ્ધ છે. તેના ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે જેઓ સાવદ્યયોગનાં પચ્ચક્ખાણો કરીને દ્રવ્યદયાના પ્રતિપાલક તરીકે લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અને પછી ધર્મના કાર્યોના નામે કોઈપણ પ્રયોજનથી સાવદ્યના ત્યાગનો માર્ગ ગૌણ કરીને આરંભસમારંભવાળા કાર્યો કરે છે અને કરાવે છે. તેઓ પોતે જ પોતાના વચનને ઉત્થાપે છે. ઉપરછલ્લી ભૂલબુદ્ધિથી ન વિચારતાં કંઈક વધારે સૂક્ષ્મબુધ્ધિથી વિચારતા આ વાત જરૂર સમજાશે. “ઉપદેશ રહસ્ય” નામના ગ્રંથમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રીએ જ આ વાત વિસ્તારથી ચર્ચલી છે. ૫ ૮-૧ || જિન પૂજાદિક શુભ વ્યાપાર, તે માને આરંભ અપાર ! નવિ જાણે તે ઉતરતાં નદી, મુનિને જીવદયા ક્યાં ગઈ ૮-૨ / ગાથાર્થ વળી કેટલાક આત્માઓ જિનેશ્વર પરમાત્માની પૂજા ભક્તિ આદિ શુભ ધર્મવ્યાપારમાં અપાર આરંભ સમારંભ છે. એમ કહીને (ગૃહસ્થોમાં પણ) પૂજા આદિનો નિષેધ કરે છે. તેઓને અમે પૂછીએ છીએ કે મુનિમહારાજ વિહાર કરતાં કરતાં નદી ઉતરે ત્યારે તે જીવદયા (માનવા)ની વાત ક્યાં ગઈ ? | ૮-૨ || વિવેચન= સાવઘયોગના ત્યાગી બનેલા સાધુઓ જો આરંભસમારંભના કાર્યોમાં જોડાય તો જેમ આજ્ઞાઉલ્લંઘનનો દોષ લાગે છે તેમ સાવધયોગમાં જ રહેલા એવા શ્રાવક-શ્રાવિકાઓને “પૂજામાં આરંભસમારંભ છે. એમ કહીને” જિનપૂજાદિનો જો નિષેધ કરાય તો પણ આજ્ઞાઉલ્લંઘનનો દોષ લાગે જ છે. તે વાત સમજાવે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જે જે વ્યવહારોથી જ્યાં જ્યાં શુદ્ધસાધ્યની સિદ્ધિ થાય છે. તે તે વ્યવહારો ત્યાં ત્યાં શુદ્ધવ્યવહાર કહેવાય છે. એક વ્યવહાર એક જગ્યાએ ઉપકારક હોય તે જ વ્યવહાર બીજા સ્થાને ઉપકારક ન પણ હોય એટલે તે જ વ્યવહાર ત્યાં હેય બની જાય છે. જે જે સાંકળના અંકોડા પકડી પકડીને આપણે કૂવામાંથી બહાર આવ્યા, તે જ સાંકળના અંકોડા કૂવામાંથી બહાર આવ્યા પછી ત્યજી દેવાના હોય છે. જે ગાડીથી એક ગામથી બીજે ગામ ગયા તે જ ગાડી બીજે ગામ પહોંચ્યા પછી છોડી દેવાની હોય છે. તેની જેમ ચોથા-પાંચમા ગુણઠાણે રહેલા જીવો “સર્વસાવદ્યયોગના ત્યાગી નથી” તેથી ઘર-દુકાન માટે તથા સાંસારિક તમામ વ્યવહારો માટે આરંભ સમારંભવાળા જ છે. તેથી તેઓને અલ્પ આરંભ-સમારંભવાળી જિનપૂજાજિનભક્તિ આદિ ધર્મકાર્યો કરવાનાં જ હોય છે. સંસાર તરવાના ઉપાય રૂપે ઉપકારક છે. અને છઠ્ઠા-સાતમાં ગુણઠાણાવાળા સાધુમહાત્માઓ સાવઘયોગના સર્વથા ત્યાગી છે. તેથી તેઓને આરંભ-સમારંભવાળી આ જિનપૂજા અકર્તવ્ય છે. પરંતુ આરંભ-સમારંભ વિનાની વીતરાગ પરમાત્માની વાણીનો અભ્યાસ અને પ્રચાર કરવા રૂપ ભાવપૂજા કર્તવ્ય છે. આ પ્રમાણે આરંભ સમારંભવાળાને અલ્પ સાવદ્યવાળું ધર્મકાર્ય કર્તવ્ય છે. અને આરંભ-સમારંભના ત્યાગીને સાવદ્ય ધર્મકાર્ય અકર્તવ્ય છે. આવી સુંદર અને સુદઢ વ્યવસ્થા પરમાત્માના શાસનમાં છે. છતાં જેઓ સ્વચ્છંદાચારી છે. ગીતાર્થોની નિશ્રા જેઓને પ્રાપ્ત થઈ નથી. સંવિજ્ઞ જ્ઞાની ગીતાર્થ ગુરુઓ પાસેથી ઉત્સર્ગ-અપવાદ માર્ગ ક્યારે કોણે કેમ પ્રવર્તવું ? તેનો અભ્યાસ કર્યો નથી અને કરતા નથી. અભ્યાસ કરવાની દરકાર રાખતા નથી. શાસ્ત્રોને ઓળવે છે. ચૈત્યપૂજા આદિ શબ્દોના પોતાને મન ફાવતા અર્થો કરીને માયા વિસ્તારે છે. અર્થાત્ આરંભ સમારંભના સર્વથા ત્યાગી એવા મુનિઓમાં કોઈક આત્માઓ મહાઆરંભ સમારંભવાળા આડંબરીય કાર્યોનું જેમ આયોજન કરે છે. તેમ કોઈક Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ આઠમી ૧૯૫ આત્માઓ આરંભ સમારંભમાં જ બેઠેલા એવા શ્રાવક-શ્રાવિકાઓમાં સાધુને ઉપાદેય એવો સર્વસાવદ્ય યોગના ત્યાગનો આચાર જોડીને જિનપૂજાદિ કાર્યોનો નિષેધ કરે છે. તે પણ શાસ્ત્રવિરુદ્ધ અને પરમાત્માની આજ્ઞાનું લોપકપણું છે. એમ જાણવું. તેથી જિનેશ્વર પરમાત્માની પૂજામાં સ્નાન અને પુષ્પાદિના વ્યવહારને જોઈને અપાર આરંભ છે.” એમ માનીને જે કોઈ ગૃહસ્થોમાં પૂજાદિના શુભ વ્યવહારનો નિષેધ કરે છે. તેઓએ મનમાં કંઈક વિચારવું જોઈએ કે સર્વ સાવધયોગનો ત્યાગ કરનારા મુનિઓને વિહાર કરતાં કરતાં રસ્તામાં નદી આવે તો તેઓ નદી ઉતરે જ છે. તે વેળાએ અપ્લાયના જીવો ઉપરની જીવદયા ક્યાં ગઈ ? જો સર્વસાવદ્યત્યાગી મુનિ નદી ઉતરી શકે છે. તો પછી આરંભ-સારંભમાં જ રહેલા ગૃહસ્થો અલ્પ આરંભવાળી પૂજા કેમ ન કરી શકે ? ।। ૮-૨ ॥ જો ઉતરતાં મુનિને નદી, વિધિ જોગે નવિ હિંસા વદી । તો વિધિ જોગે જિનપૂજના, શિવકારણ મત ભૂલો જના || ૮-૩ II || ૮૬ ॥ ગાથાર્થ જો વિધિ પૂર્વક મુનિમહારાજ નદી ઉતરે તો હિંસા કહેવાતી નથી તો પછી તે જ પ્રમાણે વિધિપૂર્વક જિનેશ્વરની પૂજા ગૃહસ્થો કરે તો તે પૂજા પણ મુક્તિનું કારણ બને છે. માટે હે ભાગ્યશાળીઓ ! ભૂલ ન કરો. વિવેચન= મુનિઓ સર્વથા સાવદ્યયોગના ત્યાગી છે. એટલે કે નાનો પણ આરંભ સમારંભ સેવતા નથી. છતાં વિહાર કરતાં નદી આવે તો ઉતરે જ છે. કારણકે નદી ઉતરવામાં થતા સાવધના ભયથી એક ગામમાં વધારે જો રહે તો ગૃહસ્થોની સાથેના અતિશય પરિચયથી રાગ દ્વેષમાં ફસાય કે જેને જૈન શાસ્ત્રોમાં ભાવહિંસા કહી છે. તે ભાવહિંસા ત્યજવા માટે વિહાર કરે છે. તેથી રસ્તામાં નદી આવે તો શાસ્ત્રમાં કહેલી Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિધિપૂર્વક નદીને તે ઉતરે છે. (નદી ઉતરવાની પણ શાસ્ત્રોમાં વિધિ લખી છે કે એક પગ પાણીમાં આગળ મૂકીને બીજો પગ પાછળનો ઉપાડે, તે નીતરી રહે ત્યારે આગળ મસ્ત્યાદિ ન હોય તે જોઈને ધીરે ધીરે પગ મૂકે ત્યારબાદ પાછળનો પગ ઉપાડે, પાણી પણ કેટલું છે ? તે દાંડા વડે માપે. નદી ઉતરીને તેનું આલોચણા-પ્રાયશ્ચિત્ત કરે ઈત્યાદિ) અહીં સાવદ્યયોગ ન સેવવો એ ઉત્સર્ગમાર્ગ છે. અને વિહાર કરવાના કારણવશ નદી ઉતરવી તે અપવાદમાર્ગ છે. આ બન્ને માર્ગો પરસ્પર સાપેક્ષ હોય છે. બન્નેનું સાધ્ય સદા એક જ હોય છે. ઉત્સર્ગ માર્ગનું જે સાધ્ય છે. તે સાધ્યુ જ્યારે ઉત્સર્ગમાર્ગથી સાધી શકાય તેમ ન હોય ત્યારે તે જ સાધ્ય અપવાદ માર્ગથી સધાય છે. એકના એક સાધ્યને સાધવા ઉત્સર્ગમાર્ગ જ્યાં શક્ય ન હોય ત્યાં જો અપવાદમાર્ગ અપનાવાય તો જ તે અપવાદ એ અપવાદ કહેવાય છે. તેમ અહીં પણ શાસ્ત્રોમાં કહેલી વિધિપૂર્વક જો જિનેશ્વરની પૂજા કરવામાં આવે તો તેમાં કંઈ દોષ નથી. એટલું જ નહીં પરંતુ તે અવશ્ય મુક્તિનું કારણ બને છે એમ જાણવું. જિનેશ્વર પરમાત્માની પૂજામાં સાત પ્રકારની શુદ્ધિ સાચવવી જોઈએ. તે વિધિ છે. અંગ વસન મન ભૂમિકા, પૂજોપગરણ સાર | ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર ॥ (૧) શરીરશુદ્ધિ, (૨) વસ્ત્રશુદ્ધિ, (૩) મનશુદ્ધિ, (૪) ક્ષેત્રશુદ્ધિ, (૫) પૂજાના સાધનોની શુદ્ધિ, (૬) ન્યાયપૂર્વકની દ્રવ્યશુદ્ધિ, અને (૭) વિધિશુદ્ધતા એમ કુલ સાત પ્રકારની શુદ્ધિપૂર્વકની પૂજા એ મુક્તિનું કારણ બને છે. આ જ વાત હવે પછીની ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. II ૮-૩ || વિષયારંભ તણો જ્યાં ત્યાગ, તેહથી લઈએ ભવજલ તાગ । જિનપૂજામાં શુભ ભાવથી, વિષયારંભ તણો ભય નથી ।। ૮-૪ ।। || ૮૭ || ગાથાર્થ= જ્યાં જ્યાં પાંચ ઈન્દ્રિયોના વિષયોનો અને આરંભસમારંભનો ત્યાગ હોય છે. એવા પ્રકારનાં તે તે કાર્યોથી આ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી ૧૯૭ જીવ ભવસમુદ્રની જેમ પાર પામે છે. તેવી રીતે જિનેશ્વર પરમાત્માની પૂજામાં ઉત્તમભાવથી વિષયોનો અને આરંભોનો (અર્થાત્ તેવા દોષોનો) ભય નથી. + ૮-૪ || વિવેચન= ધર્મનાં જે તે કાર્યોમાં પાંચ પ્રકારની ઈન્દ્રિયોના વિષય સેવનનો અને આરંભસમારંભનો ભય હોતો નથી કારણકે ધર્મકાર્ય કરતી વેળાએ ચિત્તના આશય વિશેષમાં વિષય સેવનની કે સાવદ્ય સેવનની બુદ્ધિ હોતી નથી તે કારણથી તેવા તેવાં ધર્મકાર્યોથી આ જીવ જેમ ભવસમુદ્ર તરી જાય છે તેવી જ રીતે જિનેશ્વર પરમાત્માની પૂજામાં જોડાનાર આત્માઓ પણ પાંચ ઈન્દ્રિયોના વિષયસેવનથી અને આરંભ-સમારંભથી રહિત હોય છે. આ કારણે તેવાં પાપો લાગશે આવો ભય રાખવાનો રહેતો નથી. ગમે તેવા વ્યસનોને સેવનારા મનુષ્યો પણ જગતમાં ઉત્તમ-શ્રેષ્ઠ અથવા મોટા ગણાતા મહાનુભાવોની સામે વ્યસનો જેમ સેવતા નથી. મોટા માણસોની મર્યાદા સાચવે છે. તેવી રીતે વિષયોમાં અને આરંભમાં આસક્ત એવા મનુષ્યો પણ પૂજા આદિના કાળે પરમાત્માની સામે વિષયો સેવતા નથી. હિંસા આદિ પાપો આચરતા નથી. તેથી વિષયસેવન અને આરંભસેવન તથા તજન્યપાપો લાગવાનો ભય પૂજાકાળમાં રહેતો જ નથી. માટે આરંભની શંકા મનમાંથી કાઢીને પૂજાને કર્તવ્ય તરીકે સ્વીકારવી જોઈએ. || ૮-૪ | સામાયિક પ્રમુખે શુભ ભાવ, યદ્યપિ લહીએ ભવ જલ નાવ ! તો પણ જિનપૂજાએ સાર, જિનનો વિનય કહ્યો ઉપચાર ૮-૫ ગાથાર્થ સામાયિક વગેરે ધર્મકાર્યોમાં જે શુભભાવ આવે છે તે અવશ્ય ભવસમુદ્રને તરવામાં નાવ સમાન છે. તો પણ જિનપૂજા કરવી એ પણ શ્રેષ્ઠમાર્ગ છે. કારણકે આ પૂજા એ જિનેશ્વરનો ઉપચાર વિનય કહેવાય છે. ૮-૫ . Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિવેચન= સામાયિક, પૌષધ, દેશાવગાસિક, તપ, વ્રત, પચ્ચકખાણ વગેરે દેશવિરતિ અને સર્વવિરતિનાં ધર્મકાર્યો કરવામાં સાવઘયોગનો ત્યાગ હોવાથી રાગ-દ્વેષાત્મક વિભાવદશાના ત્યાગસ્વરૂપ શુભભાવ (શમભાવ) સંભવે છે. અને તેથી શાસ્ત્રોમાં તે તે કાર્યોને દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિસામાયિક કહ્યાં છે. આ કાર્યો જેમ સમભાવ આપનારાં છે. કષાયોને ટાળનારાં છે. તેથી સામાયિક કહેવાય છે. આરાધના કહેવાય છે. ભવસમુદ્ર તરવામાં નાવ સમાન છે. તેવી જ રીતે સમ્યકત્વગુણને અને શ્રુતજ્ઞાનને પણ શમભાવનું કારણ માનીને શાસ્ત્રોમાં સામાયિક કહ્યાં છે. એટલે સામાયિક ચાર પ્રકારનાં કલ્યાં છે. દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મ આરંભ-સમારંભના ત્યાગરૂપ હોવાથી વિરતિધર્મ છે. તે પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકે પ્રાપ્ત કરી શકાય છે. તેવી જ રીતે સમ્યકત્વગુણ ચોથે ગુણઠાણે અને શ્રુતજ્ઞાન પહેલા ગુણઠાણે મેળવી શકાય છે. આ બન્ને ગુણો ભલે આરંભ-સમારંભના ત્યાગરૂપ વિરતિધર્માત્મક નથી. તો પણ વિરતિધર્મની પ્રાપ્તિના અસાધારણ કારણરૂપ છે. શ્રુતજ્ઞાનના નિરંતર અભ્યાસથી સંવેગ-નિર્વેદ ગુણની વૃદ્ધિ થતાં આ જીવ સમ્યકત્વ પામે છે. અને સમ્યકત્વ પામ્યા પછી અપ્રત્યાખ્યાનીય કષાયને જિતવાથી આ જીવ વિરતિધર્મ પ્રાપ્ત કરે છે. તે માટે સમ્યક્ત્વ અને શ્રુતજ્ઞાન પણ વિરતિધર્માત્મક સામાયિકનાં કારણ હોવાથી સામાયિક કહેવાય છે. એટલે કુલ ચાર પ્રકારના સામાયિક છે. દેશવિરતિધર્મ અને સર્વવિરતિધર્મની પ્રાપ્તિમાં જેમ સમ્યકત્વ અને શ્રુતજ્ઞાન અસાધારણ કારણ છે. તેવી જ રીતે સમ્યકત્વ અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં જિનેશ્વરની પૂજા અલ્પ આરંભવાળી હોવા છતાં પણ પ્રધાનતમ કારણ છે. કારણકે જિનેશ્વર પરમાત્માનાં દર્શન-વંદન-પૂજન અને ભક્તિ આદિ કાર્યો કરતાં, તેમાં ભાવવિશેષની વૃધ્ધિ થવાથી પરમાત્માની અને તેઓના ઉપકારોની સાચી ઓળખાણ પ્રાપ્ત થતાં જ આ જીવ સમ્યકત્વગુણ પામે છે. પરમાત્માની પૂજા આદિ ધર્મકાર્યો ભલે અલ્પ આરંભવાળાં Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ આઠમી ૧૯૯ છે. તો પણ જેનાથી સંસારસાગર તરવાનો છે. તેવા સમ્યક્ત્વાદિ ગુણો પામવામાં અને તેવા પ્રકારના ભાવવિશેષની વૃદ્ધિમાં તેઓ પ્રત્યે અહોભાવપૂજ્યભાવ પ્રાપ્ત કરવામાં આ પૂજા પ્રબળ કારણ છે. તેથી અવિરતિ અને દેશવિરતિધર જીવો આવા પ્રકારના જિનપૂજા કરે એ જિનેશ્વર પ્રભુનો ઉપચાર વિનય કહેવાય છે. શાસ્ત્રોમાં તને ઉપચારવિનય કહ્યો છે. વિનયના ચાર પ્રકાર છે. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. પૂજા એ ચોથો ઉપચારવિનય છે. આરંભાદિક શંકા ધરી, જો જિનરાજભક્તિ પરિહરી । દાન-માન-વંદન-આદેશ, તો તુજ સઘળો પડ્યો ક્લેશ ॥ ૮-૬ ॥ ॥ ૮૯ ૫ ગાથાર્થ= જિનપૂજામાં આરંભાદિક છે. એમ મનમાં શંકા લાવીને જો જિનેશ્વર પ્રભુની ભક્તિ કરવાનું ત્યજવામાં આવે, તો દાન, માન, વંદન અને આજ્ઞા પાળવી વગેરે સર્વ શુભધર્મકાર્યો તે જીવને ક્લેશરૂપ થશે. (અર્થાત્ અકર્તવ્ય જ ઠરશે.) | ૮-૬ | વિવેચન= જે જે આત્માઓ જિનેશ્વરપ્રભુની પૂજા સાવધરૂપ છે. એવી મનમાં શંકા લાવે છે. અને તેના કારણે ઘર વગેરે સંબંધી સાવધમાં જ રહેલા ગૃહસ્થોને પણ પૂજા-ભક્તિ કરવા-કરાવવાનો જેઓ નિષેધ કરે છે. તેઓને (૧) બીજાને દાન આપવાનું, (૨) ગુરુ આદિને માન આપવાનું, (૩) ગુરુ આદિને વંદન કરવાનું, (૪) વંદન કરવા ગ્રામાન્તર જવાનું, તથા (૫) વ્રત-પચ્ચક્ખાણો કરવારૂપ આજ્ઞા પાળવાનું. ઈત્યાદિ સર્વે ધર્મનાં શુભકાર્યો પણ ક્લેશરૂપ (કર્મબંધનાં જ કારણો છે. એમ માનવાનું) થશે. અને તેથી દાન-માન-વંદનાદિ કાર્યો પણ ન કરવાનું જ સિદ્ધ થશે. (૧) દીન, અનાથ, રિદ્રી અને દુ:ખી જીવોને તથા પશુ-પક્ષીને • અપાતા આહાર-જલ-ધન-ધાસ અને ચણ વિગેરેનું દાન પણ આરંભસમારંભવાળું હોવાથી તેના દ્વારા તે તે જીવો રસોઈ કરવારૂપ આરંભ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨00 પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સેવન તથા શારીરિક તૃપ્તિ માણવા રૂપ વિષયસેવન કરનારા હોવાથી કલેશરૂપ જ થશે. (૨) ગુરુજી આવતા હોય ત્યારે સામા જવું, તેડવા જવું, મુકવા જવું, વગેરે પ્રકારે માન આપવામાં પણ જવા-આવવા દ્વારા વાઉકાય આદિ જીવોની હિંસા હોવાથી કલેશરૂપ થશે. (૩) ગુરુને વંદનાદિ કરવામાં ઉભા થવાની અને બેસવાની ક્રિયા કરવામાં વાઉકાય આદિનો આરંભ હોવાથી તથા વંદન કરવા માટે એક ગામથી બીજે ગામ કાર આદિ દ્વારા જતાં છએ કાયનો આરંભ થાય છે. તેથી તે પણ કલેશરૂપ બનશે. (૪) તથા પ્રતિવર્ષ એકવાર ગુરુને વંદન કરવા આવવું જ. ઈત્યાદિ આદેશ (આજ્ઞા) કરવામાં અને પાળવામાં પણ સાવદ્યતા હોવાથી કલેશરૂપ બનશે. ધર્મવ્યવહારની ઉપરોક્ત સર્વે પણ શુભક્રિયાઓ યત્કિંચિત્ આરંભવાળી હોવાથી શ્રાવક-શ્રાવિકાના જીવનમાં તે પણ અકર્તવ્ય જ બની જશે. તેથી સર્વસાવદ્યના ત્યાગી સાધુને જે આચરવા યોગ્ય નથી તે જિનપૂજા આદિ શુભકાર્યો શ્રાવક-શ્રાવિકાના જીવનમાં આચરવાનાં જ હોય છે. આ કાર્યો અલ્પ સાવદ્ય અને વિપુલ સંવર-નિર્જરાવાળાં હોવાથી કર્તવ્ય જ ઠરે છે. | ૮-૬ || સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય | જે કારણ જિનગુણ બહુમાન, તે અવસર વરતે શુભધ્યાન // ૮-૭ | | ૯૦ || ગાથાર્થ= જિનપૂજા આદિ ધર્મકાર્યો સ્વરૂપથી સાવદ્ય દેખાય છે પરંતુ અનુબંધની અપેક્ષાએ નિરવદ્ય કાર્ય છે. કારણકે જિનેશ્વરની પૂજાના કાળે તેઓના ગુણો ગાવા દ્વારા બહુમાનના અવસરે જીવોને શુભધ્યાન વર્તે છે. ૮-૭ II વિવેચન= આરંભ-પરિગ્રહધારી એવા શ્રાવક-શ્રાવિકાઓને પોતપોતાની શક્તિને અનુસાર વિવિધ પ્રકારનાં ઉત્તમ દ્રવ્યોથી જિનેશ્વર પરમાત્માની દ્રવ્યપૂજા કરવાની શાસ્ત્રોમાં કહેલી છે. વળી આ પૂજા કરતી વખતે સંસારના સુખ દુઃખ ઉપરના રાગ-દ્વેષ કેમ ઘટે ? પુલાદિ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી ૨૦૧ પરદ્રવ્યો પ્રત્યેની મમતા ત્યજી આત્મા સ્વદશાસન્મુખ કેમ આવે? એવા ભાવથી કરવાની કહી છે. તે કારણથી ઉપરછલ્લી રીતે તે પૂજા સાવદ્ય (જીવહિંસા વાળી) ભલે દેખાય છે. અર્થાત્ સ્વરૂપથી સાવદ્ય છે. પરંતુ અનુબંધની અપેક્ષાએ આ પૂજા અવશ્ય નિરવદ્ય છે. હિંસા ત્રણ પ્રકારની હોય છે. ૧ સ્વરૂપ હિંસા, ૨ હેતુહિંસા અને ૩ અનુબંધ હિંસા. જ્યાં જીવાત થતો હોય તે સ્વરૂપહિંસા. ત્યાં જીવઘાતમાં જયણાનો પરિણામ ન હોય તે હેતુહિંસા. અને જ્યાં હિંસા હોય કે ન હોય પરંતુ હિંસાના અને કષાયના તીવ્ર અધ્ય-વસાયો હોય તે અનુબંધ હિંસા કહેવાય છે. એવી જ રીતે અહિંસા પણ ત્રણ પ્રકારની છે. જ્યાં જીવધાત ન થતો હોય તે સ્વરૂપ અહિંસા. જ્યાં જયણાના પરિણામ હોય તે હેતુ અહિંસા. અને જ્યાં મિથ્યાત્વ-કષાયો-વાસનાઓ અને વિકારોનો વિજય થતો હોય તેવા પ્રકારની પરિણતિની નિર્મળતા તે અનુબંધ અહિંસા. આ પૂજાના કાર્યમાં સ્વરૂપહિંસા છે. પરંતુ અનુબંધ અહિંસા છે. તેથી અલ્પઆશ્રવ અને વધારે સંવર-નિર્જરા છે. તેથી મુનિઓને નદી ઉતરવાના ઉદાહરણના અનુસાર શ્રાવકોને આ પૂજા કર્તવ્ય જ છે. સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કેહેતુ અહિંસા જયણારૂપે, જંતુ અઘાત સ્વરૂપ છે ફળરૂપે જે તેહ પરિણમે, તે અનુબંધ સ્વરૂપ // ૮-૮ | સાડા ત્રણસો ગાથાનું સ્તવનઆ માટે વિશેષ વર્ણન સાડાત્રણસો ગાથાના સ્તવનમાં ઢાળ ૮માં ગાથા-૭ થી ૨૫માંથી જાણી લેવું. આમ, આ જિનપૂજા અનુબંધથી નિરવદ્ય છે. કારણ કે પૂજાના કાળે જિનેશ્વર પરમાત્માના ગુણો ગાતાં ગાતાં હૃદયમાં તેમના પ્રત્યે અહોભાવ-પૂજ્યભાવ વર્તે છે અને પ્રતિદિન તેમાં વૃદ્ધિ થાય છે. તથા વીતરાગના ગુણ ગાતાં, તેમની વાણી ઉપરનો Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અથાગ વિશ્વાસ વધતાં, આ જીવ શુભ ધ્યાનમાં (ધર્મધ્યાનમાં) વર્તનારો બને છે. તેથી સમસ્ત પ્રકારે શુભયોગવાળી દ્રવ્યક્રિયાઓ સ્વરૂપથી ભલે સાવદ્ય હોય પરંતુ અનુબંધની અપેક્ષાએ નિરવદ્ય હોવાથી શુભધ્યાન દ્વારા તે જીવ અનંત કર્મનિર્જરા કરનારો બને છે. ૮-૭ / જિનવર પૂજા દેખી કરી, ભવિયણ ભાવે ભવજલ તરી છ કાયના રક્ષક હોયાવલી, એહ ભાવ જાણે કેવલી | ૮-૮ | ! ૯૧ | ભવિયણ= ભવ્યજીવ, ભાવે= ઉત્તમભાવથી, એહભાવ= આ ભાવ. ગાથાર્થ= જિનેશ્વરની પૂજા કરીને (અથવા અન્ય વડે કરાતી પૂજા જોઈને) ભવ્યજીવો ઉત્તમભાવનાથી સંસારસાગરને તરી જાય છે અને સદાને માટે છે કાયના રક્ષક બને છે. આત્મામાં રહેલા આત્મશુદ્ધિના આ ચઢતા પરિણામો કેવલી ભગવાન જ જાણે છે. || ૮-૮ || વિવેચન= શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને અનુસરીને જે જે આત્માઓ પોતાના આત્માની શુદ્ધિ અર્થે મન-વચન-કાયા દ્વારા પરમાત્માની પૂજા આદિ શુભ ધર્માનુષ્ઠાન કરે છે અને પોતે કરેલાં તે કાર્યો જોઈ જોઈને ઘણો હર્ષ-આનંદ અનુભવે છે. સુકૃતની અનુમોદના કરે છે. તે આત્માઓ તે તે કાર્યો કરવા દ્વારા તથા તેવાં કાર્યોની અનુમોદના કરવા દ્વારા પોતાનાં પૂર્વબદ્ધ ઘણાં ઘણાં કર્મોને ખપાવે છે. અને તેના દ્વારા ભવસાગરને તરી જાય છે. ભવસાગરને તર્યા પછી સિદ્ધિપદ પ્રાપ્ત કરીને હવે અનંતકાળ સુધી તેઓ કદાપિ છ કાયની હિંસા કરતા નથી. સદાને માટે છે કાયના રક્ષક બને છે. તેઓ વડે કરાયેલી વિશિષ્ટ પૂજા આદિ ધર્મકરણી જોઈને અન્ય જોનારા આત્માઓ પણ તેઓના સુકૃતની અનુમોદના કરતા છતા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા દ્વારા સિદ્ધિપદ પામનારા અને સર્વકાળ માટે છે કાયની રક્ષા કરનારા બને છે. પૂજા આદિ શુભ અનુષ્ઠાનો કરનારા જીવોને અને તેઓ Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ આઠમી ૨૦૩ વડે કરાતાં પૂજા આદિ શુભ ધર્માનુષ્ઠાનોને જોઈ જોઈને અનુમોદના કરનારા આત્માના દિનપ્રતિદિન ચઢતા જે પરિણામો થાય છે. તે કેવલી પરમાત્મા જાણે છે. કારણકે જે બાહ્ય સાવદ્ય-નિરવદ્ય સ્વરૂપ છે. તે છબસ્થ જોઈ શકે છે. પરંતુ અભ્યત્તર એવા આત્માના પરિણામોને છબસ્થ આત્મા જોઈ શકતો નથી. તે પરિણામો તો માત્ર કેવલી ભગવાન જ જાણી શકે છે. પક્ષીને હણવાની બુદ્ધિથી બાણ મારનારાએ બાણ માર્યું પરંતુ બાણના અવાજથી કે બીજા કોઈ કારણે બાણ આવતાં પહેલાં પક્ષી ઉડી ગયું. અને પક્ષી ન વિંધાયું. તો પણ બાણ મારનાર હિંસક કહેવાશે અને તેને હિંસાનું પાપ લાગે જ છે. જો કે અહીં સ્વરૂપથી હિંસા નથી. પરંતુ અનુબંધથી હિંસા છે. રાત્રિના સમયે ડંડાસણના ઉપયોગ પૂર્વક પ્રવર્તતા મુનિને કદાચ જીવઘાત થઈ જાય તો પણ અલ્પદોષ લાગે છે. અને ડંડાસણના ઉપયોગ વિના પ્રવર્તમાન મુનિને કદાચ જીવઘાત ન થાય તો પણ અધિકદોષ લાગે છે. આ ઉદાહરણો વિચારતાં સ્વરૂપહિંસા કરતાં હતુહિંસા અને હેતુહિંસા કરતાં અનુબંધ હિંસા વધુ દોષદાયી છે. અને એવી જ રીતે અનુબંધ અહિંસા વધુ લાભદાયી છે. એમ સમજવું જોઈએ. / ૮-૮ || જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હોએ વૃથા | પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણ || ૮-૯ ! ૯૨ | વૃથા= ફોગટ, તિમ જાણ= તેમ જાણો, પૂજાને ઠાણ= પૂજાના સ્થાનમાં. ગાથાર્થ નદી આદિના જળ ઉપર ચાલતાં મુનિના હૃદયમાં જળના જીવો ઉપર જે દયા છે તે ફોગટ નથી. તેમ પુષ્પાદિક દ્વારા જિનપૂજા કરતા ગૃહસ્થોને પણ પુષ્પાદિ ઉપર જે દયાવર્તે છે તે વૃથા નથી. તે ૮-૯ | વિવેચન= મુનિમહારાજાઓને એક ગામમાં નિયતવાસાદિ ન આચરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો, વિહાર કરતાં નદી આવે તો નદી ઉતરવી, એક ઘરથી આહર ન લેતાં અનેક ઘરોથી ભ્રમરવૃત્તિએ આહાર Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત લેવો, ઈત્યાદિ આચારો પાળવામાં જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલનપણું સવિશેષ પ્રધાન હોવાથી અને સ્વરૂપથી કંઈક સાવઘતા હોવા છતાં પણ અનુબંધથી નિરવદ્યતા હોવાથી આજ્ઞાનુસારી તે મુનિઓ આ પ્રમાણે જ વ્યવહાર સાધે છે. અલ્પબંધ અને વિશેષ નિર્જરા કરે છે. તેથી આજ્ઞાનુસારે ચાલવાથી આરાધક કહેવાય છે. માટે નદી ઉતરતાં જળના જીવો ઉપરની દયા વિધિપૂર્વક નદી ઉતરતા હોવાથી વૃથા નથી. પણ આત્મહિતકારક છે. તેવી જ રીતે સ્નાન-પુષ્પ-ધૂપ-દીપ આદિ દ્રવ્યો દ્વારા જિનેશ્વર પ્રભુની દ્રવ્યપૂજા કરવાના અવસરે પૂજા કરનારા ગૃહસ્થોને પણ પરમાત્માની આજ્ઞાને અનુસરવાની બુદ્ધિ પ્રવર્તે છે. તેથી કર્મક્ષયનો હેતુ બને છે. આ પ્રમાણે સ્વરૂપથી કંઈક સાવદ્ય હોવા છતાં પણ અનુબંધથી નિરવદ્ય છે માટે પૂજા કરનારા ગૃહસ્થ જીવો પણ આજ્ઞાનુસારી પ્રવર્તમાનવાળા હોવાથી આરાધક છે. જો આજ્ઞાનું અનુસરણ ન હોય, મતિકલ્પનાએ પ્રવર્તે અને ઉપયોગ શૂન્ય એવી પોતાની સાવદ્યપ્રવૃત્તિને નિરવદ્યમાં ખપાવે તો તે વિરાધક છે. આમ, બાહ્ય સાવદ્ય-નિરવઘતા ગૌણ છે. અધ્યવસાયોની (પરિણતિની) સાવઘતા-નિરવઘતા મુખ્ય છે. તથા ઉત્સર્ગ-અપવાદને સમજાવનારી, નયસાપેક્ષ એવી પરમાત્માની આજ્ઞાનું અનુસરણ એજ અહીં પ્રધાન તત્ત્વ છે. ૮-૯ | તો મુનિને કિમ નહી પૂજના, એમ તું શું ચિંતે શુભમના ! રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ | ૮-૧૦ || _ ૯૩ છે ગાથાર્થ= જો જિનપૂજા કર્તવ્ય જ છે તો મુનિને તે પૂજા કેમ કરવાની હોતી નથી ? આવો પ્રશ્ન ઉત્તમ મનવાળા હે શિષ્ય ! તું મનમાં કેમ લાવે છે ? આ પૂજા રોગીને ઔષધ સમાન છે. અને મુનિવરનો દેહ તો નિરોગી છે. તે ૮-૧૦ | વિવેચન= ઉપરોક્ત લાંબી ચર્ચાથી એક વાત ફલિત થાય છે કે આત્મશુદ્ધિ અર્થે શાસ્ત્રાજ્ઞાનુસાર જિનપૂજા ઉપયોગની શુદ્ધિપૂર્વક ગૃહસ્થોએ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ આઠમી ૨૦૫ તથા કરવા યોગ્ય છે. હવે તે ચર્ચામાંથી કોઈક ભદ્રિક સ્વભાવવાળા શિષ્યને એક પ્રશ્ન થાય છે કે જો ઉપયોગની શુદ્ધિ પૂર્વક કરાતી જિનેશ્વરપ્રભુની આ દ્રવ્યપૂજા આટલી બધી શ્રેષ્ઠ છે. આત્માના હિતને કરનારી છે. આ દ્રવ્યપૂજા કરનારા જીવો આરાધક કહેવાય છે. તો પછી સાધુસંતોએ પણ તે દ્રવ્યપૂજા કરવી જોઈએ. કારણકે તેઓને પણ આત્મકલ્યાણ તો કરવાનું જ છે. ગૃહસ્થોને જો હિતકારી છે. તો સાધુઓને તો આ પૂજા અવશ્ય હિતકારક હશે જ. માટે સાધુ સંતોએ પણ આ દ્રવ્યપૂજા કરવી જોઈએ. આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો પૂ. ઉપાધ્યાયજી મ. આ ગાથામાં ઉત્તર આપતાં કહે છે કે હે કલ્યાણવાંછુક શિષ્ય ! મનમાં તું આવો પ્રશ્ન કેમ વિચારે છે ? તેનો ઉત્તર એ છે કે ધન ધાન્યાદિ નવવિધ પરિગ્રહનું હોવું તે રોગ છે. આરંભ સમારંભનું હોવું, તે પણ રોગ છે. ગૃહસ્થોને પરિગ્રહરૂપી અને આરંભ-સમારંભ રૂપી આ રોગ વર્તે છે. પરંતુ મુનિઓ નવવિધ પરિગ્રહના ત્યાગી હોવાથી અને આરંભ-સમારંભના પણ ત્યાગી હોવાથી આ રોગે તેઓનો દેહ નિરોગી છે. એટલે જેમ વૈદ્ય બધા પ્રકારનાં ઔષધ જાણે, તેના લાભો પણ જાણે, તેમની પાસે આવનારા રોગીને તે ઔષધ આપે અને ઔષધ લેવાની રીતરસમ પણ સમજાવે. પરંતુ પોતે તે ઔષધ લે નહીં. કારણ કે આવનાર દર્દી રોગી છે. પોતે નિરોગી છે. જ્યારે વૈદ્ય પણ રોગી થાય ત્યારે તે જ ઔષધ પોતે પણ સ્વીકારે, તેની જેમ જિનેશ્વરપ્રભુની દ્રવ્યપૂજા રૂપ આ ઔષધ નવવિધ પરિગ્રહના રોગી માટે અને આરંભ સમારંભના રોગી માટે ઉપકારી છે. મુનિ ભગવંતો, પંચ મહાવ્રતધારી હોવાના કારણે બાહ્ય-અત્યંતર પરિગ્રહથી સર્વથા મુક્ત છે તથા આરંભાદિકથી પણ સર્વથા મુક્ત છે. તેથી પરિગ્રહ અને આરંભાદિક રોગથી રહિત છે. જો તેઓ આ દ્રવ્યપૂજામાં જોડાય તો તે પૂજા કરતાં પહેલાં પૌદ્ગલિક દ્રવ્યોનો પરિગ્રહ કરવો પડે. સચિત્ત પુષ્પાદિ લાવવાં પડે. સ્નાનાદિ કરવું પડે, આરંભાદિક સેવવા પડે તે બધુ મુનિને માટે ઉચિત નથી. કારણ કે આ કામ તેઓને માટે પ્રથમ પગ ખરડીને ધોવા જેવું છે” Page #223 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જ્યારે ગૃહસ્થો તો પરિગ્રહી અને આરંભી છે જ. તેથી તેઓને આ પૂજા ઉપકારક છે. મુનિ ભગવંતો ગૃહસ્થોને પૂજાનો ઉપદેશ આપે, આદેશ ન આપે, વિધિ પણ સમજાવે. પણ પોતે ન આચરે. પરમાત્માના ગુણ ગાવા, તેમની વાણીરૂપી શ્રુત ભણવું, શ્રુતનો પ્રચાર કરવો, તેના દ્વારા પરમાત્માના માર્ગ ઉપર ચાલવું, અધ્યાત્મદશામાં લયલીન થવું, પૌદ્ગલિક વસ્તુઓના ગ્રહણ-મોચનમાં ન જોડાવું આ બધો ભાવપૂજા રૂપ આચાર મુનિઓનો છે. આમ મુનિઓને ભાવપૂજા હોય છે. અને ગૃહસ્થોને દ્રવ્યપૂજા તથા ભાવપૂજા એમ બન્ને પૂજા હોય છે. જેનું વર્ણન ગ્રંથકારશ્રી આગળ આવનારી નવમી ઢાળમાં કરે છે. જિનપૂજા આદિ જે જે ગૃહીકૃત્ય છે તે શ્રાવક-શ્રાવિકા માટે શુદ્ધ આચાર જાણવો. ॥ ૮-૧૦ | આઠમી ઢાળ સમાપ્ત ૨૦૬ Page #224 -------------------------------------------------------------------------- ________________ ઢાળ નવમી ભાવસ્તવ મુનિને ભલોજી, બેઉ ભેદે ગૃહી ધાર । ત્રીજે અધ્યયને કહ્યોજી, મહાનિશીથ મોઝાર | ૯-૧ || સુણો જિન, તુજ વિણ કવણ આધાર ॥ ૯૪ ।। ભલોજી= સારો, બેઉ ભેદે= બન્ને પ્રકારે, મોઝાર= અંદર. ગાથાર્થ મુનિઓને ભાવસ્તવન ઉપકારક છે. અને ગૃહસ્થોને બન્ને ઉપકારક છે. આ પ્રમાણે મહાનિશીથ સૂત્રમાં ત્રીજા અધ્યયનની અંદર કહેલ છે. હે જિનેશ્વર પ્રભુ ! તમે અમારી વાત બરાબર સાંભળો, અમારે તમારા વિના બીજા કોનો આધાર છે. ? ।। ૯-૧ || વિવેચન= સાધુ ભગવંતોના આચારો સમજાવનારૂં મહાનિશીથ સૂત્ર છે. તેના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે સાધુઓને દ્રવ્યપૂજા કરવી કરાવવી કે અનુમોદવી તે યોગ્ય નથી. તેઓ નવવિધ પરિગ્રહના ત્યાગી છે તથા આરંભાદિકના પણ ત્યાગી છે. તેથી તેઓને ભાવસ્તવન જ ઉપકારક છે. જ્યારે ગૃહસ્થો સપરિગ્રહી અને સારંભી છે. તેથી તેઓને ભાવપૂજાનું કારણ બને તેવી દ્રવ્યપૂજા પણ ઉપકારક છે. અહીં દ્રવ્યપૂજા એ ભાવપૂજાનું કારણ છે. અને શ્રાવકો પણ સપરિગ્રહી તથા સારંભી છે માટે તેઓને દ્રવ્યપૂજા તથા ભાવપૂજા એમ બન્ને પૂજા કર્તવ્ય છે. હે સીમંધરસ્વામી પરમાત્મા ! તમે અમારી વાતો સાંભળો. અમને ભરતક્ષેત્રમાં આ કાળે તમારા વિના બીજા કોનો આધાર છે ? કોની પાસે અમે અમારી આવી હૃદયવ્યથા ઠાલવીએ ? ।। ૯-૧ || વળી તિહાં ફળ દાખીયું જી, દ્રવ્યસ્તવનું રે સાર । સ્વર્ગ બારમું ગેહીનેજી, એમ દાનાદિક ચાર | ૯-૨ ॥ સુણો જિન, તુજ વિણ કવણ આધાર ॥ ૯૫ ॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થ= તથા વલી તે મહાનિશીથ સૂત્રમાં જ દ્રવ્યસ્તવનનું શ્રેષ્ઠ ફળ પુણ્યબંધ દ્વારા બારમા દેવલોકનું કહ્યું છે. એમ દાનાદિ ચાર પ્રકારના દ્રવ્યધર્મોનું પણ ફળ બારમા દેવલોક સુધીનું કહ્યું છે. મેં ૯-૨ | વિવેચન= આ દ્રવ્યપૂજા સાવદ્ય છે. તથા સપરિગ્રહ છે. તેથી તેના દ્વારા પુણ્યબંધ થાય છે. અને પૂજા કરતી વેળાએ આવેલી ઉપયોગશુદ્ધિએ કર્મોની નિર્જરા પણ થાય છે. ઉપયોગશુદ્ધિ લાવવામાં ગૃહસ્થો માટે દ્રવ્યપૂજા એ પણ એક પ્રબળ સાધન છે. માટે કર્તવ્ય છે. આ દ્રવ્યપૂજાથી ગૃહસ્થો વધુમાં વધુ બારમા દેવલોક સુધી જાય તેવું પુણ્ય બાંધે છે. અને તેનાથી જે ભાવનાની શુદ્ધિ થાય, તે દ્વારા કર્મનિર્જરા કરીને કેવલી થઈ મુક્તિપદ પણ પામે છે. આ જ પ્રમાણે દાન-શીયળ-તપ અને ભાવનાત્મક ધર્માનુષ્ઠાનો કરવા દ્વારા ગૃહસ્થો પુણ્યબંધ કરીને એટલે કે શુભ યોગાત્મક (પ્રવૃત્તિરૂપ) ધર્મકાર્ય કરવા વડે બારમા દેવલોક સુધી જાય છે. તેનાથી ઉપર રૈવેયક અને અનુત્તરમાં જતા નથી. ગૃહસ્થ જીવન હોવાથી ત્રિવિધ-ત્રિવિધ સાવધ આરંભનો ત્યાગ સંભવતો નથી. જેથી મન-વચન-કાયાની યોગાત્મક ધર્મકાર્ય કરવાની શુભપ્રવૃત્તિ ઉત્તમ સાધુ જેવી નવવિધ પચ્ચકખાણવાળી હોતી નથી. માટે પુણ્યબંધ બારમા દેવલોક સુધીનો જ સંભવે છે. તેનાથી અધિક પુણ્ય બંધ થતો નથી. પરંતુ આત્માના અધ્યવસાયોની નિર્મળતા, કષાયોનો વિજય, અને આત્મદશાની જાગૃતિ સ્વરૂપ શુદ્ધ આત્મપરિણતિમય ઉપયોગાત્મક ભાવધર્મથી ગૃહસ્થવેશમાં રહેલા જીવો પણ ક્યારેક ક્ષપકશ્રેણી પ્રારંભીને કેવલી થઈ મુક્તિપદ પામે છે. સારાંશ કે ક્રિયાત્મક યોગ પ્રવૃત્તિ એ પુણ્યબંધનું કારણ છે. અને જ્ઞાનાત્મક ઉપયોગશુદ્ધિ એ નિર્જરાનું કારણ છે. ગૃહસ્થજીવનમાં મન-વચન-કાયાથી પાપ કરવું નહીં કરાવવું નહીં એમ દ્વિવિધ-ત્રિવિધ સાવદ્યયોગનો ત્યાગ સંભવે છે પણ અનુમોદનથી સાવઘયોગનું સેવન છુટતું નથી. કારણકે પૌષધ આદિ પ્રતિમા વહન કરવા વડે ઘર પરિવાર અને ધનાદિનો સંયોગ છુટી શકે છે પણ સંબંધ છુટતો નથી તેથી પુણ્યબંધ બારમા દેવલોક સુધીનો જ થાય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ નવમી ૨૦૯ તથા સર્વવિરતિધર સાધુસંતો ત્રિવિધ ત્રિવિધ સાવદ્યયોગના ત્યાગી હોવાથી શ્રેષ્ઠ સદાચાર પાળનાર મુનિઓ બાર દેવલોક, નવરૈવેયક અને પાંચ અનુત્તર સુધી પણ જવાનું પુણ્ય બાંધી શકે છે અને ઉપયોગની (પરિણતિની) નિર્મળતાએ સર્વકર્મોનો ક્ષય કરીને મુક્તિપદ પણ પામી શકે છે. પુણ્યબંધ યોગથી થાય છે. અને નિર્જરા ઉપયોગથી થાય છે. યોગધર્મ ગૃહસ્થોનો કંઈક (અનુમોદનાત્મક અભ્ય) સાવદ્યવાળો છે જ્યારે સાધુનો યોગધર્મ નવે પ્રકારે નિરવદ્ય છે. માટે ગૃહસ્થો પરિમીત પુણ્ય જ (બારમાં દેવલોક સુધીનું જ) બાંધે છે. સાધુઓ અનુત્તરમાં ગમન થાય તેવું ઉત્કૃષ્ટ પુણ્ય પણ બાંધી શકે છે. અને અપૂર્વ નિર્જરા દ્વારા મુક્તિ પણ મેળવી શકે છે. આ પ્રમાણે આત્મધર્મની જાગૃતિરૂપ ઉપયોગાત્મક ભાવધર્મ બન્ને આત્માઓમાં (ગૃહસ્થમાં અને સાધુમાં) સંભવે છે. જેનાથી વિપુલનિર્જરા પ્રાપ્ત કરવા દ્વારા કેવલજ્ઞાન બન્ને પ્રકારના જીવો પામી શકે છે. / ૯-૨ // - હવે ગૃહસ્થોએ દ્રવ્યપૂજા કરવા દ્વારા આત્મકલ્યાણ કર્યું હોય એવાં કેટલાંક ઉદાહરણો આગમસાક્ષીએ આપીને શ્રાવક-શ્રાવિકાઓને દ્રવ્યપૂજા અત્યન્ત ઉપકારક છે. કરવા જેવી જ છે. તેઓ માટે આ પૂજા પણ શુદ્ધાચાર સ્વરૂપ છે. એમ સમજાવે છેછ અંગે દ્રૌપદીજી, જિન પ્રતિમા પૂજે ય | સુરિયાભ પરે ભાવથીજી, એમ જિનવર કહે છે ૯-૩ || સુણો જિન, તુજ વિણ કવણ આધાર || ૯૬ | ગાથાર્થ= છઠ્ઠા અંગમાં દ્રૌપદીજીએ ભાવથી સુર્યાભદેવની માફક જ જિનેશ્વરની પૂજા કરી હતી. એવો પાઠ છે. આમ, જિનેશ્વર ભગવંતો કહે છે. / ૯-૩ | | વિવેચન= ઐતિહાસિક દૃષ્ટિએ આગમપાઠના આધારે શ્રાવકશ્રાવિકાઓને દ્રવ્યપૂજા કર્તવ્ય છે તે સમજાવે છે. જ્ઞાતાધર્મકથા નામનું છઠું આગમ અંગ છે. તેમાં જિનેશ્વર અને ગણધર ભગવંતોએ અનુક્રમે અર્થથી ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અને સૂત્રથી દ્રૌપદીજીનો અધિકાર કહેલો છે. આ દ્રૌપદીજી પાંચ પાંડવોનાં પત્ની છે. સતી છે. ઉત્તમશ્રાવિકા છે. અને સમ્યગ્દષ્ટિ જીવ છે. તે દ્રૌપદીજીએ પ્રભુપૂજા કર્યાનો જ્ઞાતાધર્મકથામાં પાઠ છે. આ પ્રમાણે આગમપાઠના આધારે દ્રૌપદીની જેમ શેષ ગૃહસ્થોએ પણ જિનપૂજા કર્તવ્ય છે. એમ ઉપાધ્યાયજી મહારાજ સિદ્ધ કરે છે. / ૯-૩ II અહીં કોઈ પ્રશ્ન કરે છે કે “દ્રૌપદીજી સમ્યગ્દષ્ટિ ન હતાં” તેથી ધર્મ કરવામાં તેઓની સાક્ષી પ્રમાણ કેમ મનાય ? તેઓએ પૂજા કરી એટલે સર્વેએ કરવી જોઈએ એમ કેવી રીતે મનાય ? તેનો ઉત્તર આપે છે કેનારદ આવે નવિ થઈજી, ઉભી તેહ સુજાણ | તે કારણ તે શ્રાવિકાજી, ભાખે આળ અજાણ || ૯-૪ || સુણો જિન, તુજ વિણ કવણ આધાર II ૯૭ | જિન પ્રતિમા આગળ કહ્યોજી, શક્રસ્તવ તેણે નાર | જાણે કુણ વિણ શ્રાવિકાજી, એહ વિધ હૃદય વિચાર / ૯-૫ // સુણો જિન, તુજ વિણ કવણ આધાર / ૯૮ // સુજાણ= સારા જ્ઞાનવાળી, સમજુ, ભાખે= કહે આળ= લંક, અજાણ= અજ્ઞાનીઓ, નાર= સ્ત્રીએ, એહવિધ= આવા પ્રકારનો. ગાથાર્થ= જ્યારે નારદ તેના ઘરે પધાર્યા, ત્યારે સમજુ એવી તે શ્રાવિકા ઉભી ન થઈ (તેઓનો વિનય ન કર્યો) તે કારણે આ શ્રાવિકા (સમ્યગ્દષ્ટિ) જ હતી. તેથી “આ દ્રૌપદી મિથ્યાષ્ટિ હતી” આવું જે લોકો કહે છે તેઓ અજ્ઞાની છે. અને મિથ્યા કલંક આપનારા છે. / ૯-૪ | જિનેશ્વર પ્રભુની પ્રતિમાની સામે તેણીએ “નમુત્યુર્ણ સૂત્રનો પાઠ” ભાવપૂર્વક કર્યો છે. શ્રાવિકા વિના આ આચાર કોણ જાણે ? તેથી આવી સારી સારી યુક્તિઓ જિનપૂજાની પાછળ છે. એવું મનમાં વિચારો. / ૯-૫ / Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ નવમી ૨૧૧ વિવેચન= “નારદ” હંમેશા બ્રહ્મચારી હોય છે. કુતુહલ પ્રિય અને માનપ્રિય હોય છે. તેઓની અલ્પ પણ માનહાનિ થાય તો તે માનહાનિ કરનારને ઘણું નુકશાન પણ પહોંચાડે છે. દ્રૌપદીની બાબતમાં પણ આવું જ કંઈક બન્યું છે. જ્યારે નારદજી દ્રૌપદીને ઘેર આવ્યા ત્યારે “આ અવિરતિ છે.” એમ શાસ્ત્રાધારે સમજતાં એવાં દ્રૌપદીજીએ “ઉભા થવું, સામા જવું, આવો પધારો એમ કહેવું, આસન પાથરી આપવું, બેસો એમ કહેવું, તેઓ બેસે પછી જ બેસવું” ઈત્યાદિ જે ઉપચારવિનય છે. તે વિનય ન સાચવ્યો. આ પ્રક્રિયાથી પણ સમજાય છે કે આ દ્રૌપદી શ્રાવિકા હતાં. દ્રૌપદીજીએ આ વિનય ન સાચવ્યો તેનાથી પોતાની માનહાનિ થઈ છે. એવું માનનારા નારદજીએ ધાતકીખંડમાં જઈને ત્યાંના ક્ષેત્રના પડ્યોત્તર રાજા પાસે દ્રૌપદીના રૂપની પ્રશંસા કરી તે રાજાને કામાન્ય બનાવી તેના દ્વારા દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. પાંડવોએ ઘણી શોધ કરી, પરંતુ દ્રૌપદીજી મળ્યાં નહીં. પાછળથી નારદજીએ જ કહ્યું કે દ્રૌપદી જેવી જ કોઈ રૂપવતી સ્ત્રી મેં ધાતકી ખંડમાં પોત્તર રાજાને ઘરે જોઈ છે. ત્યારબાદ કૃષ્ણમહારાજાએ લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવની આરાધના કરીને તે દેવની સહાયથી ધાતકી ખંડમાં જઈને ત્યાંથી દ્રૌપદીને લાવ્યા. એકક્ષેત્રમાં એક જ કાળે બે વાસુદેવોનું હોવું એ ન બને અને બન્યું તે દશ અચ્છેરામાંનું એક અચ્છેરૂ સમજવું. આ રીતે આ દ્રોપદીજી પરમશ્રાવિકા હતા, સમ્યગ્દષ્ટિ હતાં, છતાં તેઓને જે મિથ્યાષ્ટિ કહે છે. તથા તેમણે કરેલી પૂજાના આધારે દ્રવ્યપૂજા કર્તવ્ય છે એવું જે નથી માનતા, તે સર્વે જીવો અજ્ઞાની જાણવા. તથા તે જ જ્ઞાતાધર્મકથામાં કહ્યું છે કે- આ દ્રૌપદીએ પરમાત્માની આગળ “નમુસ્કુર્ણનો (શક્રસ્તવનો સુંદર પાઠ કહ્યો” આ પ્રક્રિયા જોઈને વિચારો કે જૈનધર્મની અત્યન્ત રાગિણી એવી પરમશ્રાવિકા વિના આ પાઠ વિધિપૂર્વક બોલવાનો કોણ જાણે ? અર્થાત્ કોઈ ન જાણે. નમુત્થણે વખતે કઈ મુદ્રા ? કેટલી સંપદા ? કેવી રીતે વચ્ચે વચ્ચે વિરામ પામીને બોલવું. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પ્રત્યેક પદોનો અર્થ શું ? આ સઘળી વિધિ શ્રાવિકા વિના કોણ જાણે ? તેથી મનમાં સમજવું જોઈએ કે આ દ્રૌપદીજી આવી વિધિ તથા આવા પ્રકારનો વિનય સમજતાં હતાં, તેથી પરમાત્માના પરમભક્ત હતાં. સમ્યગ્દષ્ટિ હતાં અને પરમશ્રાવિકા હતાં. તેમના આચરણથી પણ આપણા જીવનમાં આ જિનેશ્વરપ્રભુની પૂજા કર્તવ્ય જ છે. આમ માનવું જોઈએ. હવે સુર્યાભદેવે પણ પૂજા કરી છે એવું બીજુ ઉદાહરણ આપે છેપૂજે જિન પ્રતિમા પ્રત્યેજી, સુરિયાભ સુરરાય | વાંચી પુસ્તક રત્નનાંજી, લેઈ ધરમ વ્યવસાય || ૯-૬ | સુણો જિન, તુજ વિણ કવણ આધાર ! ૯૯ || રાયપાસેણી સૂત્રમાં જી, મોહોટો એહ પ્રબંધ ! એહ વચન અણમાનતાં જી, કરે કરમનો બંધ / ૯-૭ || - સુણો જિન, તુજ વિણ કવણ આધાર ૧૦૦ ગાથાર્થ= “સુર્યાભ નામના દેવે” પણ ધર્મસભામાં જઈને, ત્યાં રહેલાં રત્નનાં પુસ્તકો વાંચીને પોતાનો આવા પ્રકારનો ધર્મ વ્યવસાય છે કે મારે પૂજા કરવી જોઈએ તેમ જાણીને જિનેશ્વર પ્રભુની પ્રતિમાની પૂજા કરી છે. આ સંબંધી ઘણો લાંબો અધિકાર (વર્ણન) રાયપણી નામના બીજા ઉપાંગસૂત્રમાં છે. આમ આગમપાઠ હોવા છતાં પણ જે નથી માનતા, તેઓ તીવ્ર કર્મોનો બંધ કરે છે. ૯-૬,૭ // વિવેચન દ્રૌપદીજીએ પરમાત્માની પ્રતિમાની પૂજા કરી, આ વિષયનો અધિકાર જેમ જ્ઞાતાધર્મકથામાં છે. તેવો જ અધિકાર સુર્યાભદેવનો રાયપાસેણીસૂત્રમાં છે. આ સુર્યાભદેવ પૂર્વભવમાં “પરદેશી રાજા” નો જીવ છે. જે અત્યન્ત નાસ્તિક હતો. “જીવતત્ત્વ છે જ નહીં” એમ માનતો હતો પરંતુ પાર્શ્વનાથ પ્રભુના કેશી ગણધર પ્રભુના સમાગમથી જૈનધર્મ પામ્યો હતો. કેશી ગણધરે તે પરદેશી રાજાની “જીવના નાસ્તિત્વને સૂચવનારી એક એક દલીલને” પ્રતિસ્પર્ધી દલિલો વડે અત્યન્ત પરાસ્ત કરીને તે રાજાને જૈનધર્મ Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ નવમી ર૧૩ પમાડ્યો હતો, તે રાજા મરીને દેવલોકમાં સુર્યાભ નામના દેવ તરીકે ઈન્દ્રની સમાન ઋદ્ધિવાળો સામાનિક દેવ થયેલ છે. તેણે દેવલોકમાં ઉત્પન્ન થતાંની સાથે જ ત્યાં પોતાના હાથ નીચેના અને સેવા માટે તત્પર એવો દેવોને પૂછયું છે કે મારે અહીં પ્રથમ કર્તવ્ય શું? અને તે સેવકદેવોએ પરમાત્માનાં ત્યાં રાખેલાં અસ્થિ આદિની પૂજા કરવાનું પ્રથમ કર્તવ્ય જણાવ્યું છે. પ્રતિમાની પૂજા કરવી તે સ્થાપના નિક્ષેપો જાણવો. અને અસ્થિની પૂજા કરવી તે દ્રવ્યનિક્ષેપો જાણવો. કારણ કે “અસ્થિ” એ પ્રભુના શરીરનું અંગ છે જે તીર્થંકર પરમાત્માની પાછળની અવસ્થા હોવાથી દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. અસ્થિની પૂજા કરીને ધર્મસભામાં જાય છે ત્યાં રત્નોનાં બનેલાં શાશ્વત પુસ્તકો છે. કે જે પુસ્તકો તે તે દેવોના કર્તવ્યનો અધિકાર જણાવે છે. આ ઉત્તમ રત્નનાં પુસ્તકો વાંચીને આ સામાનિકદેવ પરમાત્માની પ્રતિમાની પૂજા કરવાનું પોતાનું આવશ્યક ધર્મકાર્ય છે. એમ જાણે છે અને આચરે છે. આ પ્રમાણે ઉદાહરણો અને આગમપાઠો હોવા છતાં પણ જે પૂજાવિધિ કર્તવ્ય જ છે એમ માનશે નહીં, તેઓ સ્થાપનાનિપાના ઉચ્છેદક થવાથી, પરમાત્માની આજ્ઞાની આશાતના કરવા દ્વારા તીવ્ર ચીકણાં કર્મ બાંધનારા અને ભવોભવ રખડનારા થશે. સાક્ષાત્ આગમપાઠો હોય, ભૂતકાળનાં અનેક ઉદાહરણો હોય છતાં પોતાના માનેલા કદાગ્રહના કારણે ન માનવું આ વાત આત્માર્થી જીવો માટે ઉપકારક નથી પરંતુ અપકારક છે. તથા આગમોમાં નહીં લખાયેલાં અને પાછળથી હજાર-પંદરસો વર્ષોના ઈતિહાસમાં થયેલાં શ્રાવક-શ્રાવિકાએ પણ જિનપૂજા કરી કરાવી હોય એવાં અનેક ઉદાહરણો છે. જેમ કે (૧) સંપ્રતિ મહારાજાએ પૂ. મુનિચંદ્રસૂરિજી મ.ના. ઉપદેશથી અનેક જિન પ્રતિમાઓ બનાવરાવી અને પ્રસ્થાપિત કરી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત (૪) (૨) કુમારપાલ મહારાજાએ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી ઘણાં જિનમંદિરો અને તીર્થંકરપ્રભુની મૂર્તિઓ બનાવરાવી. (૩) વિમલશાહ મંત્રીએ આબુમાં દેલવાડાનું ભવ્ય જિનાલય બંધાવ્યું. વસ્તુપાલ-તેજપાલે પણ આબુ ઉપર દેલવાડામાં ભવ્ય જિનાલય બંધાવ્યું. (૫) ધન્નાજીએ રાણકપુરનું ચૌમુખી સુંદર જિનાલય બંધાવ્યું. (૬) તારંગા ઉપર અજિતનાથ પ્રભુનું જિનાલય શ્રી કુમારપાલે બંધાવ્યું. આવા પ્રકારનાં અનેક ઉદાહરણો તથા આગમપાઠો છે કે ગૃહસ્થોને આ દ્રવ્યપૂજા ઉપકારક છે. ગૃહસ્થો અર્થ અને કામના વ્યવસાયવાળા હોય છે. એટલે જિનમંદિર કે જિનપૂજા જેવા પવિત્ર આલંબન વિના ધર્મ વ્યવસાય સંભવતો નથી. અર્થદંડ જ સંભવે છે. બાળ-જીવોને માટે આ આલંબન અને ભક્તિયોગ અત્યન્ત ઉપકારક છે. માટે આ વાત માન્ય રાખવી જોઈએ. / ૯-૬,૭ // દેવોએ દેવલોકમાં પ્રભુપ્રતિમા પૂજી હોય એવું હવે ત્રીજાં ઉદાહરણ આપે છે વિજયદેવ વક્તવ્યતાજી, જીવાભિગમે રે એમ | જો સ્થિતિ છે એ સુરતણીજી, તો જિન ગુણ થતિ કેમ ૯-૮ | સુણો જિન, તુજ વિણ કવણ આધાર II૧૦૧ || ગાથાર્થ= જીવાભિગમસૂત્રમાં વિજયદેવનો અધિકાર છે. જો કોઈ એમ કહે કે પૂજા કરવી એ તો દેવભવની સ્થિતિ છે. (કર્તવ્યતા માત્ર છે). (કુલાચાર માત્ર જ છે) તો ઉત્તર આપે છે કે પ્રતિમાની આગળ જિનેશ્વરના ગુણગાન ગાવાના કેમ હોય ? / ૯-૮ છે. વિવેચન= “જીવાભિગમ” નામના ત્રીજા ઉપાંગસૂત્રમાં વિજય નામના દેવે પરમાત્માની પ્રતિમાની ભાવપૂર્વક પૂજા-સ્તુતિ-વંદના કરી છે. એવો અધિકાર છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ નવમી ૨૧૫ દોઢસો ગાથાના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી જણાવે છે કેવાંચી પુસ્તક રત્નનાં, હવે લેઈ ધર્મ વ્યવસાય લાલ રે ! સિદ્ધાયતને તે ગયો, જિહાં દેવછંદનો ઠાય લાલ રે / ર-૧૧ / તુજ આણા મુજ મન વસી. જિનપ્રતિમા દેખી કરી, કરે શિર પ્રણામ શુભબીજ લાલ રે પુષ્પ માલ્ય ચૂર્ણ કરી, વસ્ત્રાભરણે વલી પૂજે લાલ રે / તુજ આણા. | ૨-૧૨ ફુલ પગર આગેરી, આલેખે મંગળ આઠ લાલ રે ધૂપ દેઈ કાવ્ય સ્તવી, કરે શકસ્તવનો પાઠ લાલ રે છે તુજ આણા. _| ૨-૧૩ છે. જેહના સ્વમુખે જિન કહે, ભવસિદ્ધિ પ્રમુખ છ બોલ લાલ રે તાસ ભગતિજિનપૂજના, નવિમાને તેહનિટોલલાલરે તુજ આણા. ને ૨-૧૪ || પ્રભુ આગળ નાટક કર્યું, ભગતિ સુરિયાભને સાર લાલ રે ભગતિ તણાં ફળ શુભ કહ્યાં, શ્રી ઉત્તરાધ્યયન મોઝારલાલરે / ર-૧૫. તેથી જો દેવ-દેવીઓ પ્રભુની પ્રતિમાની પૂજા કરે છે. તો સંસારમાં રહેલા શ્રાવક-શ્રાવિકાઓએતો આ દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઈએ. અહીં કોઈક અજ્ઞાની જીવ એક પ્રશ્ન કરે છે કે પ્રશ્ન= કેટલાક એવા લૌકિક વ્યવહાર માત્ર જ હોય છે. કે તે જીવોએ કરવા પડે. તેથી તે તે કાર્ય સર્વને કર્તવ્ય છે એમ બની જતું નથી. જેમ કે જન્મકાળે જન્મવિધિના કેટલાક વ્યવહારો, જન્મ બાદ માથાના વાળ ઉતારવાના કેટલાક વ્યવહારો, લગ્નપ્રસંગે નાતજાતના ભિન્નભિન્ન વ્યવહારો, પોતપોતાના ગોત્રદેવને નમવાના જુદા જુદા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વ્યવહારો, આ સર્વકાર્યો લગ્નાદિ કરનારા તે તે જીવોને કરવા પડતા હોય છે. પરંતુ સર્વે જીવોને કરવાના હોતા નથી. તેવી રીતે સુર્યાભદેવ આદિ દેવો પણ તે તે દેવનિકાયમાં ઉત્પન્ન થયા.તેથી તેઓની “આ કાર્ય કરવાની એક સ્થિતિ છે. મર્યાદા છે. તે દેવોનો આ કુલાચાર છે. એમ માનીએ તો શું દોષ ? એમ માનવાથી પ્રભુપ્રતિમાની પૂજા દેવ કરે એટલે સર્વેએ કરવી એવું નિશ્ચિત થતું નથી. - ઉત્તર= ઉપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે જો માત્ર કુલાચાર આચરવારૂપ સ્થિતિ (મર્યાદા) જ હોય તો બીજા બધા સાંસારિક વ્યવહારોમાં સર્વે જીવો પોત-પોતાના સાંસારિક વ્યવહારો કરીને ઘરે ચાલ્યા આવે છે. બીજું કંઈ પણ કાર્ય તે સંબંધી કરતા નથી. જ્યારે અહીં તો પ્રતિમાની પૂજા કર્યા બાદ ત્યાં ઉભા ઉભા પરમાત્માની સ્તુતિ કરે છે. હર્ષોલ્લાસમાં આવીને નાટક કરે છે. વિવિધ પ્રકારનાં નૃત્યો કરે છે. ભાવમાં આવીને ભક્તિવિશેષ કરે છે. તે બધું કેમ કરે ? જો મર્યાદા જ (કુલાચાર) માત્ર જ સાચવવાનો હોય તો, તે કાર્ય કરીને તુરત પોતાના સ્થાનમાં જ આવી જવા જોઈએ. તો ન થતિ છે ? તો જિનેશ્વરની સ્તુતિ કરવાનું (ગાન-તાન અને નૃત્ય કરવાનું) કેમ ઘટે ? દોઢસો ગાથાના સ્તવનમાં પણ કહ્યું છે કેએહ અપૂરવ દરિસણ દીઠું, સુરતરુ ફળથી મીઠું રે ! એ સંસારસમુદ્ર નાવા, તારણ તરણ સહારા રે || ર-૨ છે. ધન ધન જિનવાણી | એમ વિસ્મય ભવભય ગુણરાગે, ઝીલે તેહ અતાગે રે | રાચે માચે ને વલી નાચે, ધરમ ધ્યાન મન સાચે રે ધનધન || ૫-૧૦ || થઈ થઈ કરતાં દે તે ભમરી, હર્ષે પ્રભુગુણ સમરી રે ! યોગ નિરાલંબન લય આણી, વશ કરતા શિવરાણી રે ધનધન ને પ-૧૮ || Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ નવમી એમ નંદીશ્વર પ્રમુખે અનેરાં, શાશ્વત ચૈત્ય ભલેરાં રે । ત્યાં જિન પૂજે તે અનુમાને, જનમ સફળ નિજ માને ૨ે ॥ ધનધન || ૫-૧૯ || । કલ્યાણ અઠ્ઠાઈ વરષી, તિથિ ચઉંમાસી સરખી રે તેહ નિમિત્તે સુર જિન અર્ચે, નિત્ય ભક્તિપણે વિરચે રે ॥ ધનધન || ૫-૨૦ || ૨૧૭ પ્રભુની પ્રતિમાની પૂજા કરવી. એ જો માત્ર સ્થિતિ (કુલાચાર) જ હોય તો જિનના ગુણગાવા, સ્તુતિ કરવી, નાચવું, કુદવું, અને નાટક કરવું આ સર્વ કાર્યો દેવો શું કામ કરતા હશે ? તેથી સ્વીકારવું જોઈએ કે દ્રવ્યપૂજા કર્તવ્ય છે. જિનપૂજાની કર્તવ્યતા ઉપર ચોથું ઉદાહરણ પણ ગ્રંથકાર શ્રી ટાંકે છેસિદ્ધારથ રાયે કર્યાજી, યાગ અનેક પ્રકાર । કલ્પસૂત્રે એમ ભાખીયું જી, તે જિનપૂજા સાર ॥ ૯-૯ ॥ સુણો જિન, તુજ વિણ કવણ આધાર ॥ ૧૦૨ ॥ શ્રમણોપાસક તે કહ્યા જી, પહેલા અંગ મઝાર । યાગ અનેરા નવિ ઘટેજી, તે જાણો નિરધાર | ૯-૧૦ ॥ સુણો જિન, તુજ વિણ કવણ આધાર || ૧૦૩ || ગાથાર્થ સિદ્ધાર્થ રાજાએ અનેક પ્રકારના યજ્ઞો કરાવ્યા. એવું શ્રી કલ્પસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે. તે યાગ એટલે જિનેશ્વર પ્રભુની શ્રેષ્ઠ પૂજા સમજવી. કારણ કે આચારાંગ સૂત્રમાં સિદ્ધાર્થરાજાદિને શ્રમણોપાસક કહ્યા છે. તેથી હોમ હવનવાળા અનેરા યજ્ઞો અહીં સંભવે નહીં. એમ તમે નિશ્ચયથી જાણો. | ૯-૯,૧૦ II વિવેચન= ચૌદ પૂર્વધારી ચરમશ્રુતકેવલી એવા શ્રી ભદ્રબાહુસ્વામી રચિત કલ્પસૂત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રભુ મહાવીરસ્વામીના પિતા શ્રી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સિદ્ધાર્થ રાજાએ અને ત્રિશલામાતાએ પરમાત્માના જન્માદિ પ્રસંગો ઉજવવા માટે અનેક પ્રકારના યાગ (જિનપૂજા આદિ ધર્મકાર્યો) કરાવ્યાં છે. આ પાઠમાં પૂજય ભદ્રબાહુસ્વામીજીએ પ્રાસ મેળવવા વિગેરેના કારણે “ચા” શબ્દનો પ્રયોગ કર્યો છે. પરંતુ અહીં યાગ શબ્દનો અર્થ હોમહવનવાળા યજ્ઞો એવો અર્થ કરવો નહીં. કારણ કે આ માતાપિતા પૂર્વે થયેલા પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય હતા. પાર્શ્વનાથ પ્રભુ દ્વારા પ્રરૂપણા કરાયેલા ધર્મના ઘણા જ અનુરાગી હતા. તથા આચારાંગ સૂત્રમાં તેઓને “શ્રમણોપાસક” કહ્યા છે. શ્રમણોપાસક એટલે સાધુના ઉપાસક. જેઓ સાધુ-સાધ્વીજીના ઉપાસક હોય છે. તેઓ અહિંસા પરમો ધર્મ સમજતા હોય છે. અને તેની જ પ્રીતિવાળા હોય છે. અહિંસાના જ પાલક હોય છે. તેથી હિંસાવાળા હોમહવન યુક્ત (જ્યાં બકરા આદિનો હોમ થતો હોય) તેવા યજ્ઞો કરવાનું સંભવતું નથી. શબ્દોના અર્થોને મરડીને પોત પોતાના ઈષ્ટ અર્થને સાધવામાં શબ્દોને જોડવા, તે કેવળ કદાગ્રહ મૂઢતા જ જાણવી. આટલી બધી આગમ પાઠોની સાક્ષી જાણ્યા પછી દ્રવ્યપૂજાની કર્તવ્યતામાં સંદેહ કરવો તે ઉચિત માર્ગ નથી. એમ અનેક સૂત્રે ભર્યું જી, જિનપૂજા ગૃહી કૃત્ય ! જે નવિ માને તે સહજી, કરશે બહુભવ નૃત્ય / ૯-૧૧ / સુણો જિન, તુજ વિણ કવણ આધાર ૧૦૪ || ગાથાર્થ આ પ્રમાણે અનેક સૂત્રોમાં જિનેશ્વરની પૂજા કરવી એ ગૃહસ્થોનાં કૃત્ય છે. એમ કહેવું છે. છતાં જે હઠાગ્રહના કારણે નહીં જ માને તે બહુભવોમાં ભટકશે. | ૨-૨ / વિવેચન= ઉપરોક્ત દશ ગાથાઓમાં અનેક દૃષ્ટાન્તો આપ્યાં છે. અનેક આગમોના (અંગ-ઉપાંગ વિગેરેના) સાક્ષીપાઠો આપ્યા છે તથા યુક્તિઓથી પણ જિનપૂજા એ ગૃહસ્થનું કૃત્ય છે. તે સિદ્ધ થાય છે. તે તે યુક્તિઓ આ પ્રમાણે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ નવમી ૨૧૯ (૧) ચાર નિક્ષિપે પરમાત્મા પૂજનીય છે. તેમાં પ્રતિમાની પૂજા એ સ્થાપના નિક્ષેપો છે. આ ન માનતાં સ્થાપના નિક્ષેપાનો અપલાપ થાય છે. દેવેન્દ્રસૂરિજી મહારાજશ્રીએ ચૈત્યવંદનભાષ્યમાં કહ્યું છે કેनामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिण जीवा, भावजिणा समवसरणत्था ॥ અર્થ-જિનેશ્વર ભગવાનનું જે નામ, તે નામજિન, જિનેશ્વરની જે પ્રતિમા તે સ્થાપનાજિન, જિનેશ્વર જીવ તે દ્રવ્યજિન, અને સમવસરણમાં બીરાજમાન જે ભગવાન તે ભાવિજન. (૨) અર્થ અને કામની નિરંતર વાસના વાળા આ જીવોને મંદિર, મૂર્તિ, અને તેની ભક્તિ એ જ દેવોનો વાસનાની મંદતા કરનાર છે. આ ભક્તિપૂજાના આલંબને જ વાસના ઘટે છે. (૩) દેવો જેમ ભોગી હોવાથી ભોગની આસક્તિ ઘટાડવા માટે પૂજાભક્તિ કરવી એ જ ધર્મવ્યવસાય છે. તેમ શ્રાવક-શ્રાવિકાઓને પણ જ્યારે જ્યારે પૌષધ આદિ વિરતિધર્મ ન હોય ત્યારે ત્યારે આ ભક્તિપૂજા માર્ગ જ અત્યન્ત ઉપકારક છે. (૪) અશુભ આલંબનો જો અશુભ ભાવનાઓમાં નિમિત્ત બને છે તો પછી શુભ આલંબનો શુભ અધ્યવસાયમાં નિમિત્ત કેમ ન બને ? ટી.વી.માં બતાવાતી શ્રૃંગાર, ભય, વીરતા અને કરૂણા આદિ રસોવાળી સીરીયલો જોઈને જો તે તે ભાવો સંસારમાં ઉત્પન્ન થતા દેખાય છે. તો શાન્તરસવાળી અને કામક્રોધનાં ચિહ્નો વિનાની મૂર્તિને જોઈને સમતારસના ભાવો આવે એવું કેમ ન બને ? તેથી પ્રભુની પૂજાનો નિષેધ કરવો એ કોઈ પણ રીતે ઉચિત નથી. ઉત્તમ આત્માઓએ ઉપરોક્ત ચર્ચાનો સાર ગ્રહણ કરીને જો મુનિ જીવન હોય તો મુનિઓનું નિરવદ્ય જીવન હોવાથી કેવળ ભાવસ્તવન Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જ આચરવું, અને જો શ્રાવક જીવન હોય તો શ્રાવકોનું પરિમિત સાવદ્ય જીવન હોવાથી દ્રવ્યસ્તવન અને ભાવસ્તવન એમ બન્ને આચરવું, એ જ બન્ને પ્રકારના આરાધકો માટે શુદ્ધ આચાર છે. બાકી બધો અશુદ્ધ આચાર છે. આ બધી ઢાળોમાં ગ્રંથકારશ્રી વ્યવહારનય સમજાવે છે. શુદ્ધ વ્યવહારનયને માન્ય શુભ આચારો આચરવા અને અશુભ આચારો ત્યજવા અર્થાત્ ન આચરવા તે ધર્મ કહેવાય છે. શાસ્ત્રોમાં નિશ્ચયનય અને વ્યવહારનયથી પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ધર્મતત્ત્વ આ રીતે સમજવું. (૧) વ્યવહારથી નિવૃત્તિધર્મ= હિંસા જુઠ-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહ ઈત્યાદિ પાપવ્યવહારોનો ત્યાગ કરવો, તેનાથી નિવૃત્તિ કરવી તે. વ્યવહારથી પ્રવૃત્તિ ધર્મક જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પંચાચારમાં સવિધિએ પ્રવૃત્તિ કરવી તે. (૩) નિશ્ચયથી નિવૃત્તિધર્મ= ક્રોધ-માન-માયા-લોભ-રાગ દ્વેષ આદિ કાષાયિક અધ્યવસાયોનો ત્યાગ, પરદ્રવ્ય પ્રત્યેની પરિણતિનો ત્યાગ કરીને ઉદાસીન સ્વભાવવાળા થવું તે. (૪) નિશ્ચયથી પ્રવૃત્તિધર્મ સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક, પ્રતિક્રમણ આદિ શુદ્ધભાવોને આદરવા પૂર્વક શુદ્ધ સ્વભાવદશાની પરિણતિમાં પ્રવર્તવું તે. આમ, નિશ્ચય નય અને વ્યવહારનયથી પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ સાપેક્ષતાપૂર્વક ધર્મતત્ત્વ સમજવું જોઈએ. કોઈપણ બાજુનો એકાન્ત માર્ગ આત્માને ઉપકારક થતો નથી “મૂર્તિપૂજન” નહીં માનનારાઓને ગ્રંથકારે આ ગાથાઓમાં જેમ હિતશિક્ષા આપી છે. તેમ મૂર્તિપૂજા માનનારા જીવોએ પણ હિતશિક્ષા સમજી લેવી જોઈએ કે આ પ્રભુજીની પ્રતિમા શુભધ્યાન લાવવા માટે, વીતરાગતા પ્રાપ્ત કરવા માટે છે. અનંત-અનંત ગુણોના ભંડાર અને આપણા ઉપર અનંત ઉપકાર કરનારા એવા પરમાત્માની મૂર્તિ છે. તે આલંબન રૂપ છે. કર્તા નથી. નિમિત્ત હંમેશાં કર્તાના વ્યવસાયને આધીન છે. જેમ એક રૂપસુંદરીને Page #238 -------------------------------------------------------------------------- ________________ ઢાળ નવમી ૨૨૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન ભોગી પણ દેખે છે અને યોગી પણ દેખે છે. પરંતુ ભોગીજીવ એ રૂપસુંદરીને રૂપનો ભંડાર દેખે છે. તેનાથી કામવાસનાને આધીન બને છે. અને એ જ રૂપસુંદરીને યોગી અશુચિનો (હાડકાં માંસ ચરબી મલસૂત્ર આદિ વસ્તુઓનો) ભંડાર દેખે છે. ઉકરડો જ સમજે છે. (એવી જ રીતે સ્ત્રીને આશ્રયી પુરુષ પણ સમજવો) તેથી તે યોગીને વૈરાગ્ય થાય છે. નિમિત્તરૂપે રહેલો પદાર્થ ભલા-ભુંડાનો કર્તા નથી. પરંતુ સાધક એવો આ આત્મા નિમિત્તને શેમાં યુંજે છે ? તેના ઉપર મોટો આધાર છે. કુહાડો લાકડુ પણ કાપી આપે અને પગ પણ કાપી આપે. જો લાકડા ઉપ૨ જોડતાં ન આવડે અને પગ ઉપર જોડે તો લાકડુ કાપવાને બદલે પગ પણ કપાઈ જાય એવું પણ બને. તેમ અહીં પણ વીતરાગની મૂર્તિની પૂજા સ્તવના ભક્તિ આદિ માત્ર કરી લેવાથી અને તમે તારજો, એમ તારવાનું કાર્ય ભગવાનને ભળાવી દેવાથી કંઈ થઈ જતું નથી. તરનારે પોતે પોતાના આત્મામાં પ્રભુની ભક્તિ કરવા દ્વારા તેવા તેવા ગુણો લાવવાનું અને દોષો દૂર કરવાનું કાર્ય પણ કરવું જોઈએ. “આત્મતત્ત્વને જાણ્યા વિના અને આત્મશુદ્ધિના લક્ષ્યમાં પ્રભુપૂજાને મુંજ્યા વિના કેવળ સંગીતની પ્રિયતાથી કરાતી ભક્તિ એ શુભપ્રવૃત્તિ હોવાથી દેવભવ જરૂ૨ અપાવે. પરંતુ આત્મકલ્યાણ કરાવતી નથી. તેથી મૂર્તિપૂજકોએ પણ કેવળ બાહ્યવ્યવહારોના આડંબરોમાં જ આસક્ત થવું ઉચિત નથી.' પરંતુ પ્રભુભક્તિથી આત્માને માયાદિ દોષોથી રહિત બનાવવો એ જ સાર છે. આમ, નિશ્ચય સાપેક્ષ શુભવ્યવહાર આદ૨વા જેવો છે. જેમ જેમ નિશ્ચય સાધ્ય અંશે અંશે સિદ્ધ થતું જાય છે. તેમ તેમ તેની નીચેના વ્યવહારો ત્યજતા જવાના હોય છે. અને ઉપર ઉપરના વ્યવહારો આદરતા જવાના હોય છે. આ પ્રમાણે બન્ને નયોની સાપેક્ષતાવાળા જીવો જ સંસાર તરે છે. એ જ જૈનશાસન પામ્યાનો સાર છે. II ૯-૧૧ ॥ નવમી ઢાળ સમાપ્ત Page #239 -------------------------------------------------------------------------- ________________ ઢાળ દસમી અવર કહે પૂજાદિક ઠામ, પુણ્ય બંધ છે શુભ પરિણામ / ધર્મ ઈહાં તે નવિ કોઈ દીસે, જેમ વ્રત પરિણામે મન હસે ૧૦-૧ || ૧૦૫ || અવર= બીજો કોઈ, મન હસે= મન હેલે ચડે છે. આનંદ પામે છે. ગાથાર્થ= બીજો કોઈ શિષ્ય એમ પ્રશ્ન કરે છે કે પૂજા-દાનાદિ ધર્મકાર્યો કરતાં શુભ પરિણામો થતા હોવાથી પુણ્યબંધ અવશ્ય થાય છે. પરંતુ વ્રતપચ્ચખાણોમાં જેવું મન ત્યાગના હીલોળે ચઢે છે. તેવો ધર્મપરિણામ અહીં દેખાતો નથી. / ૧૦-૧ || વિવેચન= પ્રથમ ચાર ઢાળના અર્થો સાંભળીને હૃદયમાં નિશ્ચય નયની દૃષ્ટિ જીવને આવે છે. અને પાછળની પાંચ ઢાળોના અર્થો સાંભળીને હૃદયમાં વ્યવહારનયની દૃષ્ટિ જીવને આવે છે. એમ બને દૃષ્ટિઓ જો સાપેક્ષભાવે હૃદયમાં સંગત થાય તો તો આત્માનું અવશ્ય કલ્યાણ થાય જ છે. પરંતુ ક્યારેક ક્યારેક આ જીવ ગરબામાં પડી જાય છે. અનાદિ કાળની મિથ્યાત્વમોહની અને અજ્ઞાનદશાની તીવ્રતાના કારણે હૃદયમાં અનેક પ્રકારની શંકાઓ ઉઠે છે. તેમાં હવે એક શિષ્ય નીચે પ્રમાણે પ્રશ્ન કરે છે કે જિનેશ્વર પરમાત્માની મૂર્તિની દ્રવ્યપૂજા કંઈક સાવદ્ય હોવા છતાં પણ કરવા જેવી છે. કરવી આવશ્યક છે. તે વાત બરાબર હવે સમજાઈ છે. પરંતુ દ્રવ્યપૂજા કરવી, કે પરમાત્માની સ્તુતિ કરવી, ગુણો ગાવા, ચૈત્યવંદન બોલવું, પ્રાર્થનાઓ બોલવી. ઈત્યાદિ વચનયોગ રૂપ હોવાથી, તથા અષ્ટપ્રકારી પૂજા કરવી, પ્રદક્ષિણા દેવી, ખમાસમણાં આપવા વિગેરે કાયયોગ સ્વરૂપ હોવાથી બંધહેતુઓ છે. જેમ મિથ્યાત્વ-અવિરતિ અને કષાય આ ત્રણ બંધહેતુઓ છે. તેમ મન-વચન-કાયાનો યોગ પણ ચોથો Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૩ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી બંધહેતું જ છે. જો બંધહેતુ સેવવામાં આવે તો તેના ફળરૂપે બંધ જ થાય. ફક્ત એટલો તફાવત છે કે શુભયોગ હોય તો પુણ્યબંધ થાય અને અશુભ યોગ હોય તો પાપબંધ થાય. તત્ત્વાર્થ અધ્યાય છટ્ટામાં ૧ થી ૪ સૂત્રોમાં આ જ વાત પૂજય ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ કહી છે. વામન: યા: ૬-૧, ર કાઢવ: ૬-૨, શુ: પુષ્યસ્થ ૬-૩, કશુમ:પાપચ્ચે ૬-૪ આ વચનો જોતાં પરમાત્માની મૂર્તિની દ્રવ્યપૂજા કરવી એ પણ મન વચન અને કાયાનો શુભ (પ્રશસ્ત) યોગ હોવાથી અને યોગ એ બંધહેતુ હોવાથી માનસિક શુભ પરિણામથી અને વાચિક ગુણગાનથી તથા કાયિક વંદનાદિ ક્રિયાથી શ્રેષ્ઠ એવો પુણ્યબંધ થાય છે. પરંતુ આત્મશુદ્ધિ, કર્મનિર્જરા, ગુણપ્રાપ્તિ, ઉપર ઉપરના ગુણંસ્થાનકની પ્રાપ્તિ કે આત્મ કલ્યાણ થતું નથી. જ્યાં જ્યાં યોગ હોય છે. ત્યાં ત્યાં તજ્જન્ય બંધ ચાલુ હોવાથી ધર્મ કહેવાતો નથી. જ્યાં જ્યાં બંધ ન હોય અને કેવળ એકલી કર્મક્ષયરૂપ નિર્જરા જ માત્ર હોય ત્યાં જ ધર્મ કહેવાય છે. માટે પૂજામાં પુણ્યબંધ છે. તેથી કર્તવ્ય છે. દેવલોકાદિની પ્રાપ્તિનું કારણ પણ છે. પરંતુ નિર્જરા કે ધર્મ થતો નથી. આવું કોઈક શિષ્ય ગુરુજીને પૂછે છે. તથા વળી તે જ શિષ્ય પોતાના આ પ્રશ્નને વધારે પુષ્ટ કરતાં જણાવે છે કે કોઈ પણ પ્રકારનાં વ્રતો કરીએ અથવા પચ્ચખાણો કરીએ તો તેમાં જે જે વિષયનાં વ્રતો કરીએ તેમાં તેમાં તે તે વિષયના પાપનો ત્યાગ આવે જ છે. એટલો એટલો આશ્રવ રોકાય જ છે. એટલે સંવર પણ થાય જ છે. પરંતુ આશ્રવ થતો નથી. જેમ કે સ્થૂલ અથવા સર્વથા પ્રથમ વ્રત સ્વીકાર્યું હોય તો તેટલા પ્રમાણમાં હિંસા કરવા સ્વરૂપ આશ્રવનો ત્યાગ સંભવે છે. જ્યારે પૂજાના કાર્યમાં આશ્રવનો ત્યાગ સંભવતો નથી. પરંતુ આશ્રવ સંભવે છે. તેથી વ્રતો ઉચ્ચરવામાં જેવો ધર્મ છે. તેવો ધર્મ પૂજામાં દેખાતો નથી. તેવી જ રીતે એકાસન-આયંબીલ-ઉપવાસ આદિ તપનાં પચ્ચકખાણો કરવાથી તેમાં પણ આહારાદિનો આંશિક કે સર્વથા ત્યાગ હોવાથી ધર્મ છે. પરંતુ પૂજામાં ભોગોનો ત્યાગ ન હોવાથી આશ્રવ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત છે પણ ધર્મ નથી. તથા વ્રત અને પચ્ચખાણો કરવામાં મન જેટલું ઉત્સાહાદિના હિલોળે ચડે છે. તેટલું પૂજામાં હિલોળે ચડતું નથી. આમ, પૂજાનું કાર્ય કર્તવ્ય છે પુણ્યબંધ કરાવનાર છે. સ્વર્ગાદિના સુખનો હેતુ છે. પરંતુ નિર્જરા કરાવનાર નથી. માટે ધર્મરૂપ નથી, તેથી મુક્તિપદની પ્રાપ્તિનું કારણ નથી. | ૧૦-૧ | ઉપરના પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રી બીજી ગાથામાં જણાવે છેનિશ્ચય ધર્મ ને તેણે જાણ્યો, જે શૈલેશી અંતે વખાણ્યો ! ધર્મ-અધર્મતણો ક્ષય કારી, શિવ સુખ દે જે ભવજલ તારી / ૧૦-૨ / | ૧૦૬ . ધર્મ-અધર્મ= પુણ્ય-પાપ, તણો= નો, ભવજલ= સંસારસમુદ્ર ગાથાર્થ= તે શિષ્ય નિશ્ચય ધર્મને યથાર્થ જાણ્યો નથી. જે ધર્મ શૈલેશી ગુણઠાણાના અંતે જ આવે છે. જે ધર્મ પુણ્ય-પાપ એમ ઉભયના ક્ષયને કરનારો છે. અને સંસારસમુદ્રથી તારીને મુક્તિસુખ આપનાર છે. || ૧૦-૨ // વિવેચનઃ પહેલી ગાથામાં શિષ્ય જે એમ કહ્યું કે જ્યાં બંધ ન હોય અને નિર્જરા જ હોય તે ધર્મ કહેવાય. આવું કહેનારો શિષ્ય વાસ્તવિક ધર્મતત્ત્વને જાણતો નથી. કારણ કે “સર્વથા બંધ રહિત કેવલ એકલો કર્મક્ષય” એવો જે ધર્મ છે તે તો “શૈલેશીકરણ” નામના ચૌદમા ગુણસ્થાનકે જ માત્ર આવે છે. કારણકે આવા પ્રકારનો સર્વથા બંધરહિત ધર્મ તો તે જ ગુણસ્થાનકે હોઈ શકે છે. મિથ્યાત્વ નામનો બંધહેતુ પહેલા ગુણઠાણે, અવિરતિ નામનો બંધહેતુ એકથી ચાર ગુણઠાણા સુધી, પ્રમાદ નામનો બંધહેતુ એકથી છ ગુણઠાણા સુધી, કષાય નામનો બંધહેતુ એકથી દસ ગુણસ્થાનક સુધી, અને છેલ્લો “યોગ” નામનો બંધહેતુ એકથી તેરમા ગુણઠાણા સુધી હોય જ છે. એટલે પહેલે ગુણઠાણે પાંચે બંધહેતુ છે. બીજે ત્રીજે અને ચોથે ગુણઠાણે મિથ્યાત્વ વિના ચાર બંધહેતુ છે. પાંચમે ગુણઠાણે માત્ર ત્રસકાયની હિંસાની અવિરતિ વિના શેષ અવિરતિ સાથે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી ચાર બંધહેતુ છે. છ ગુણઠાણે મિથ્યાત્વ અને અવિરતિ વિના ત્રણ બંધહેતુ છે. સાતમે ગુણઠાણે મિથ્યાત્વ અવિરતિ અને પ્રમાદ વિના બાકીના બે બંધહેતુ છે. આઠથી દસમાં ગુણસ્થાનક સુધી પણ કષાય અને યોગ એમ બે જ બંધહેતુ છે અને અગિયારમાથી તેરમા ગુણસ્થાનક સુધી યોગ નામનો એક બંધહેતુ હોય છે. જે જે ગુણસ્થાનકે ૫, ૪, ૩, ૨, અને ૧, પણ બંધહેતુ વર્તે છે. ત્યાં ત્યાં કર્મોનો બંધ અવશ્ય થાય જ છે. પછી તે બંધ ભલે પાપનો હોય કે ઉપરનાં ગુણસ્થાનકો હોવાથી પુણ્યનો હોય, પરંતુ બંધ તો અવશ્ય હોય જ છે. એટલે પહેલા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી બંધહેતુ વિદ્યમાન હોવાથી કર્મોનો બંધ પણ અવશ્ય વિદ્યમાન જ છે. તેથી જ્યાં કર્મબંધ હોય, ત્યાં ધર્મ ન જ હોય, એવું જો માનીશું તો ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ધર્મ થશે જ નહીં. અને ધર્મતત્ત્વ માન્યા વિના આ જીવ ઉપર ઉપરનાં ગુણસ્થાનકોમાં આરોહણ કેમ કરી શકે? તેરમા સુધી જો ધર્મતત્ત્વ ન હોય અને આ જીવ ધર્મરહિત જ હોય, તો એક ક્ષણમાત્રમાં જ એકદમ સર્વકર્માના બંધ વિનાનું ચૌદમું ગુણસ્થાનક કેવી રીતે આવે ? ધર્મ (પુણ્ય) અને અધર્મ (પાપ) આ બન્નેનો એટલે કે પુણ્ય અને પાપ બન્નેનો માત્ર ક્ષય જ થાય અને સર્વથા બંધ ન જ થાય એવો ધર્મ તો માત્ર શૈલેશી નામના ચૌદમા ગુણસ્થાનકના અંતે જ શાસ્ત્રોમાં કહ્યો છે કે જે ધર્મ તુરત જ (પાંચ હસ્વસ્વરના ઉચ્ચારણ કાળ માત્રમાં જ) શિવસુખને (મુક્તિ પદને) આપનાર બને છે. અને ભવજળથી (સંસારસમુદ્રથી) તારનાર બને છે. આવા પ્રકારનો સર્વથા બંધ વિનાનો અને પુણ્ય-પાપના ક્ષયવાળો ધર્મ તો ચૌદમે ગુણઠાણે જ આવશે. બાકીના તમામ ગુણસ્થાનકો ધર્મ વિનાનાં જ સ્વીકારવાં પડશે. જે શાસ્ત્રાજ્ઞાથી તદન વિરુદ્ધ છે. માટે આવો પ્રશ્ન ઉચિત નથી. સર્વથા બંધરહિત કેવળ સર્વ કર્મોના ક્ષયને જ ધર્મ કહેવો તે એવભૂતનયનો મત છે. અને આવો ધર્મ ચૌદમે ગુણઠાણે જ હોય છે. પરંતુ કેવળ એલો એવંભૂતનય માનવો અને બીજા નયોને ન સ્વીકારવા તે મિથ્યાત્વ છે. તેથી બીજા નયો અને તે તે નયોની માન્યતાવાળા ધર્ણને પણ સ્વીકારવો જોઈએ. ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જ મન-વચન અને કાયાની જે જે શુભાશુભ ક્રિયા છે. તેમાં શુભક્રિયા પુણ્યબંધનું કારણ છે. અને અશુભક્રિયા પાપબંધનું કારણ છે. આવી ક્રિયા હોતે છતે તેરમા ગુણઠાણા સુધી જીવ બંધવાળો તો હોય જ છે. મોહનીયના ઉદયથી મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અને કષાયો દ્વારા અને શરીરાદિ નામકર્મના ઉદયથી યોગ દ્વારા આ જીવ ૧ થી ૧૩ ગુણઠાણામાં યથાયોગ્ય કર્મ બાંધે જ છે. આ સઘળો મોહનીય અને નામકર્મનો ઉદય તે ઔયિકભાવ છે. આ ઔદિયકભાવ બંધહેતુ છે. આ રીતે ઔદિયકભાવ હોતે છતે પણ જે જે ગુણઠાણે જેટલા જેટલા અંશે ક્ષાયોપશમિકભાવ થાય છે. અને તે ક્ષાયોપશમિક ભાવમાં જેટલી જેટલી વૃદ્ધિ થાય છે. તથા અંતે જેટલો ક્ષાયિકભાવ આવતો જાય છે તે સર્વે ધર્મ છે. એટલે પહેલા ગુણઠાણાથી તેરમા ગુણઠાણા સુધી પૂર્વબદ્ધ કર્મોના ઉદયજન્ય કાષાયિક અને યૌગિક પ્રવૃત્તિ એ બંધહેતુ હોવાથી નિશ્ચયનયથી અધર્મ જરૂર છે. પરંતુ ક્ષાયોપશમિકભાવ તથા ક્ષાયિકભાવની જે પ્રાપ્તિ, અને તેની જે વૃદ્ધિ, એ આત્મતત્ત્વના ગુણોના આવિભાર્વરૂપ હોવાથી ધર્મ પણ છે. ૨૨૬ પહેલા ગુણઠાણે અલ્પ અંશે જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમભાવ છે. અને તે પણ મિથ્યાત્વના ઉદયથી કલુષિત છે. તેથી જ્યારે મિથ્યાત્વનો ઉદય મોળો પડે છે. ત્યારે આ જીવ ચરમાવર્તમાં આવે છે. અને બહુભાવમલ ક્ષય થયો હોય ત્યારથી જ અંશે અંશે ધર્મ આવ્યો છે. એમ નૈગમનયથી જાણવું. આ જીવ જ્યારે અવિરત સમ્યગ્દષ્ટિ થાય, આત્માની અંદર ધર્મતત્ત્વના મૂલબીજ ભૂત સમ્યક્ત્વ નામનો ગુણ (સદંશ) પ્રગટે, ત્યારે સંગ્રહનયથી જીવ ધર્મ પામ્યો કહેવાય છે. પાંચમે છઢે ગુણઠાણે જ્યારે જીવ આવે અને નાનાં-મોટાં વ્રતોપચ્ચક્ખાણો કરે, ત્યારે આ જીવ બાહ્યલિંગોથી ગોચર એવો ધર્મ પામ્યો એમ વ્યવહારનયથી કહેવાય. સાતમા ગુણઠાણે જીવ આવે ત્યારે પ્રમાદ રહિત થવાના કારણે વર્તમાન કાળે સાવધાન અવસ્થાવાળો છે. માટે ધર્મ પામ્યો એમ ઋજીસૂત્રનયથી કહેવાય. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી ૨૨૭ આઠથી બાર ગુણસ્થાનક સૂધી ક્ષપકશ્રેણીમાં ચઢતો જીવ ઘાતકર્મોનો ક્ષય કરીને ક્ષાયોપથમિક ભાવમાંથી ક્ષાયિકભાવ પામતો હોવાથી આત્માની શુદ્ધિદશાનો વિશેષ વિશેષ આવિર્ભાવ થતો જતો હેવાથી શબ્દનયથી ધર્મ પામ્યો એમ કહેવાય છે. તેરમા ગુણસ્થાનકે આવેલો જીવ ચારે ઘાતી કર્મોનો સંપૂર્ણપણે ક્ષય કરીને અનંત ચતુષ્ટયને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરી સંપૂર્ણ વીતરાગ અવસ્થાવાળો જ્યારે બને છે ત્યારે સમભિરૂઢનયથી આ જીવ ધર્મી કહેવાય. ચૌદમાં ગુણસ્થાનકે સર્વથા બંધરહિત છે. સંપૂર્ણપણે અનાથવભાવ અને સર્વ સંવરભાવ આ જીવ જ્યારે પામે છે. ત્યારે એવભૂતનયથી આ જીવ ધર્મ કહેવાય છે. આ પ્રમાણે નયભેદે પૂર્વના ગુણસ્થાનકોમાં પણ અવશ્ય ધર્મ છે. પૂર્વના ગુણસ્થાનકોમાં ધર્મ નથી. એમ નહીં. આ વાત ગ્રંથકારશ્રી હવે પછીની ગાથાઓમાં બરાબર સમજાવે છે. તે ૧૦-૨ તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે ! તેહ ધર્મ વ્યવહાર જાણો, કારજ કારણ એક પ્રમાણે છે ૧૦-૩ | || ૧૦૭ | ગાથાર્થ તે નિશ્ચયધર્મના સાધનભૂત એવું પૂર્વાવસ્થાવર્તી ધર્મતત્ત્વ જે જે ગુણઠાણે જેટલા જેટલા અંશે પ્રગટ થતું જાય છે. તે તે ગુણઠાણે તેટલા તેટલા અંશે તે પણ વ્યવહારથી ધર્મ છે એમ જાણો. કારણ કે પૂર્વવર્તી કારણ અને ઉત્તરવર્તી કાર્ય કથંચિત્ એકરૂપ છે. ૧૦-૩ | વિવેચનઃ અમદાવાદથી ઉપડીને મુંબઈ જતી ટ્રેન “બોમ્બે સેન્ટ્રલ પહોંચે ત્યારે જ મુંબઈ આવ્યું કહેવાય. આ વાત નિશ્ચયથી છે. એવંભૂતનયની છે. પરંતુ સાથે સાથે અમદાવાદથી ઉપડ્યા બાદ નડીયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, બિલ્લીમોરા, વલસાડ, વાપી, દહાણ, પાલઘર, વિરાર અને બોરીવલી એમ જે જે સ્ટેશન આવે અને જેટલુ જેટલું અંતર કપાતું જાય છે તે સ્ટેશને તેટલું તેટલું મુંબઈ (નજીક Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આવ્યું હોવાથી) આવ્યું એમ પણ કહેવાય છે. આ બધા નૈગમાદિ શેષ નયો છે જો શેષ સ્ટેશનોમાં મુંબઈ કંઈક કંઈક અંશે આવ્યું છે એમ ન માનીએ તો એક જ ક્ષણમાં અમદાવાદ-મુંબઈનું અંતર કપાતું નથી. માટે પૂર્વસ્ટેશનોમાં જે જે અંતર કપાતું ગયું તે બધાં (સાધન) કારણ છે. અને બોમ્બે સેન્ટ્રલનું આવવું તે કાર્ય છે. કારણ અને કાર્ય એક જ દ્રવ્યના પૂર્વ-ઉત્તરવર્તી પર્યાયો હોવાથી કથંચિત્ એક રૂપ છે. એવી જ રીતે ચૌદમા ગુણસ્થાનકના અંતે સર્વકર્મોનો ક્ષયરૂપ સંપૂર્ણ નિર્જરા અને સર્વથા અબંધકતા રૂપ પૂર્ણ એવો ધર્મ ત્યાં છે. તે નિશ્ચયધર્મ છે. એવંભૂતનયની દૃષ્ટિએ યથાર્થધર્મ ત્યાં જ છે. પરંતુ તે નિશ્ચયધર્મના સાધનભૂત પહેલા ગુણઠાણે મિથ્યાત્વ મોળુ પડે, ત્યારથી જ જેટલો જેટલો ક્ષયોપશમભાવ ચાર ઘાતી કર્મોનો (વિશેષ કરીને મોહનીય કર્મનો) વધતો જાય તેટલો તેટલો ધર્મ તે તે ગુણઠાણે પણ સ્વીકારવો જ જોઈએ. અહીં ધર્મ છે એમ જે કહેવાય છે. તે પૂર્વે જણાવ્યા પ્રમાણે ભિન્ન ભિન્ન નયોની અપેક્ષાએ જાણવું જો પૂર્વના ગુણસ્થાનકોમાં કર્મનો બંધ હોવાથી ધર્મ જ ન કહીએ તે એકદમ પૂર્ણધર્મ પ્રાપ્ત થાય જ નહીં. માટે પૂર્વ અવસ્થામાં કારણ કાળમાં પણ ધર્મતત્ત્વની આંશિક આંશિક પ્રગટતા વધતી જતી માનવી જોઈએ. તેથી ઉત્તર અવસ્થામાં આવનારા પૂર્ણધર્મ તત્ત્વ રૂપ કાર્યની સાથે એકતા કરીને સર્વ ગુણસ્થાનકોમાં ક્ષાયોપથમિકભાવ અને ક્ષાયિકભાવની યથાયોગ્ય પ્રાપ્તિ તે ધર્મ છે જ. એમ સમજવું જોઈએ. સર્વગુણસ્થાનકોમાં પુણ્ય-પાપનો બંધ પણ યથાયોગ્ય ચાલુ જ છે. છતાં ગુણોનો આવિર્ભાવ પણ ચાલુ જ છે. તેથી બંધ હોવા છતાં પણ ગુણોના આવિર્ભાવ સ્વરૂપ ધર્મતત્ત્વ પણ અવશ્ય છે જ, તો જ બીજનો ચંદ્ર પુનમના દિવસે જેમ પરિપૂર્ણ પણે ખીલી ઉઠે છે. તેમ ચૌદમે ગુણઠાણે પરિપૂર્ણ ધર્મતત્ત્વની પ્રાપ્તિ થાય છે. યોગદશા જ્યાં સુધી છે, ત્યાં સુધી બંધ રહેવાનું જ છે. પરંતુ તે ગુણસ્થાનકોમાં પણ જે ઉપયોગશુદ્ધિ છે તે ધર્મ પણ સાથે સાથે અવશ્ય હોય જ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી ૨૨૯ છે. મોહને, રાગાદિ કષાયોને, અને પરપરિણતિને વિનષ્ટ કરવાની બુદ્ધિએ જે ધર્માનુષ્ઠાન કરાય છે. ત્યાં યૌગિક ક્રિયા માત્ર વડે પુણ્યબંધ જરૂર થાય છે પરંતુ ઉપયોગશુદ્ધિ સવિશેષ થતી જતી હોવાથી વિપુલનિર્જરા પણ થાય જ છે. તથા આવો પુણ્યબંધ પણ જીવને સંસારમાં રખડાવનાર ન બનતાં (સાંસારિક સુખમાં આસક્ત ન બનાવતાં) મોક્ષને અનુકુળ મનુષ્ય ભવ, આર્યકુલ, નિરોગી દેહ, પાંચે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા, વિગેરે આપવા દ્વારા મોક્ષ આપવામાં નિમિત્ત રૂપ બને છે. માટે પુણ્ય બંધ થાય છે. એટલા માત્રથી ધર્મનો નિષેધ કરવો જોઈએ નહીં. આ વાત શાન્તચિત્તે ગાંભીર્યતા પૂર્વક સમજવા જેવી છે. તે ૧૦-૩ // એવંભૂત તણો મત ભાગો, શુદ્ધ દ્રવ્યનય એમ વલી દાખ્યો.. નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવ જ કર્મ / ૧૦-૪ | | ૧૦૮ | ગાથાર્થ= “સર્વકર્મોનો ક્ષયમાત્ર એ જ ધર્મ છે. આ વાત એવંભૂતનયથી જાણવી. વળી પોતાના આત્મતત્ત્વરૂપ સ્વભાવદશાની પરિણતિ તે ધર્મ કહેવાય છે એમ શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો મત દાખ્યો છે અને જે વિભાવદશા છે. તે ભાવકર્મરૂપ (અધર્મરૂપ) છે. / ૧૦-૪ | વિવેચન= નયો બે પ્રકારના છે. એક દ્રવ્યાર્થિક નય અને બીજો પર્યાયાર્થિક નય, તેના ઉત્તરભેદોમાં દ્રવ્યાર્થિકના ૩/૪ ભેદ છે અને પર્યાર્થિકના ૪૩ ભેદ છે. જેથી કુલ સાત નો થાય છે. તથા દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નયના શુદ્ધ અને અશુદ્ધ એમ બે બે ભેદો પણ છે. સાત નયોથી ધર્મતત્ત્વ પૂર્વે આજ ઢાળની બીજી ગાથામાં સમજાવ્યું છે. જ્યાં સર્વથા બંધ ન જ હોય અને કેવળ એકલો સર્વકર્મોનો ક્ષય જ થતો હોય તેવો ધર્મ તો એવંભૂતનયનો મત છે અને તે ચૌદમા ગુણઠાણે જ માત્ર સંભવે છે. બાકીના સર્વે પણ ગુણસ્થાનકોમાં તરતમતાએ કર્મબંધ હોવા છતાં પણ તેની સાથે જ પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા વિશેષ પણ હોવાથી અવશ્ય ધર્મતત્ત્વ પણ છે જ. આમ સમજવું જોઈએ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩) પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત “આત્મતત્ત્વ' એ મુખ્ય દ્રવ્ય છે. તેના ગુણોમાં એટલે કે સ્વભાવદશામાં આત્માની જે પરિણતિ છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ધર્મ કહેવાય છે. આ આત્મા જેટલા જેટલા અંશે રાગ દ્વેષ કષાય અને અજ્ઞાનદશાને ટાળીને શુદ્ધ આત્મતત્ત્વનો લક્ષ્ય રાખીને જ્ઞાન-દર્શન-ચારિત્ર-શમભાવ-વૈરાગ્ય આદિ ગુણોમાં રમણતા કરે છે. તે ઉપયોગશુદ્ધિરૂપ ધર્મ કહેવાય છે. શુદ્ધ જ્ઞાનદશાની રમણતા એ શુદ્ધ દ્રવ્યાર્થિકાય છે. આ જ શુદ્ધ નિશ્ચયનય કહેવાય છે. ઉપયોગશુદ્ધિ=મોહરહિત શુદ્ધ જ્ઞાનગુણમાં લયલીનતા એ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી એટલે શુદ્ધ નિશ્ચયનયથી ધર્મ કહેવાય છે. આ ધર્મતત્ત્વ વિશેષે સંવર-નિર્જરાનું કારણ બને છે. “ઉપયોગની મલીનતા” એટલે કે જ્ઞાનદશામાં રાગ દ્વેષ કષાયો અને અજ્ઞાન ભરપૂર ભરેલું હોય, મોહદશાની તીવ્રતા હોય, આવેશી જોર પકડતા હોય, આવા પ્રકારની મલીન જ્ઞાનદશા એ અધર્મ છે. આવા અધર્મમય પરિણામોથી જીવ પાપકર્મોને નિકાચિત કરે છે. આ જ વિભાવદશા (અથવા પર પરિણતિ) કહેવાય છે. તે ભાવકર્મ રૂપ છે એટલે કે રાગ-દ્વેષ અને કષાયોના વિકાર વાળી જે જ્ઞાનદશા છે. તે જ અધર્મ અને ભાવકર્મ જાણવું. આ રીતે ઉપયોગદશાની (જ્ઞાનદશાની) શુદ્ધિ અને અશુદ્ધિ એ જ ધર્મ અને અધર્મ રૂપ છે. સ્વભાવદશાનું લક્ષ્ય એ ધર્મ, અને વિભાવદશાનું લક્ષ્ય એ અધર્મ. આ રીતે નિશ્ચયનય ઉપયોગ આશ્રયી ધર્મ અધર્મ સમજાવવામાં પ્રવર્તે છે. જ્યારે વ્યવહારનય યોગ આશ્રયી ધર્મ અધર્મ સમજાવવામાં પ્રવર્તે છે. મન-વચન-કાયાની જે શુભ પ્રવૃત્તિ, જેમ કે જિનેશ્વરની પૂજા, દાનાદિ ધર્મક્રિયા, સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મ અનુષ્ઠાનોનું આચરણ, પંચાચારનું વિધિપૂર્વક પાલન, આમ, શુભ યોગાત્મક પ્રવૃત્તિરૂપ ક્રિયામાર્ગ એ વ્યવહારનયથી ધર્મ છે. આ શુભયોગાત્મક પ્રવૃતિ રૂપ ધર્મ, યોગ આશ્રયી હોવાથી બંધહેતુ પણ છે અને શુભ હોવાથી પુણ્યબંધનો હેતુ છે. છતાં આ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી ૨૩૧ ધર્મક્રિયા ઉપયોગ શુદ્ધિનું પણ કારણ છે. જીવ જ્યારે આ ધર્મક્રિયામાં વર્ત છે ત્યારે જ તેને ઉપયોગ શુદ્ધિ આવવી સંભવે છે. ધર્મક્રિયા બહાર રહેલાને ઉપયોગશુદ્ધિ આવવી પ્રાયઃ સંભવિત નથી. તેથી આ ધર્મક્રિયાના કરણ કાલે જેટલી ઉપયોગશુદ્ધિ આવી હોય અથવા આવવાની સંભાવના હોય તેટલી તે શુભયોગના પ્રવૃત્તિકાળે નિર્જરા પણ થાય જ છે. અથવા થવાનો સંભવ રહે છે. માટે ઉપયોગશુદ્ધિ પૂર્વક કરાતી ધર્મક્રિયા પુણ્યબંધનો હેતુ હોવા છતાં પણ તે બાધક બનતી નથી, બલ્ક સાનુકુળ સામગ્રી આપવા દ્વારા મોક્ષપદમાં સાધક (સહાયક) બને છે. અને કર્મોની નિર્જરા કરાવનાર પણ બને છે. તેથી આ વ્યવહારનયથી ધર્મ કહેવાય છે. પુણ્યબંધ હોવા છતાં પણ નિર્જરાનો સંભવ સવિશેષ હોવાથી અને બંધાતું પુણ્ય બાધક ન બનતું હોવાથી વ્યવહારનયથી યોગમાર્ગને (ક્રિયામાર્ગને) ધર્મ કહેવાય છે. હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહાદિ ૧૮ પાપથાનકોમાં કરાતી મન વચન અને કાયાની યોગપ્રવૃત્તિ એ વ્યવહારનયથી અધર્મ છે. તે અશુભ યોગ પ્રવૃત્તિ છે માટે પાપબંધનું કારણ છે. આ રીતે પાપસ્થાનકોમાં પ્રવૃત્તિરૂપ યોગક્રિયા પાપબંધનું કારણ છે. ધર્માનુષ્ઠાનોમાં પ્રવૃત્તિરૂપ યોગક્રિયા પુણ્યબંધનો હેતુ છે. કષાયોની તીવ્રતા રૂપ ઉપયોગની અશુદ્ધિ એ નિકાચનાનો હેતુ છે. અને કષાયોના ક્ષયોપશમ (મંદતા) રૂપ ઉપયોગશુદ્ધિ એ સંવરનિર્જરાનું કારણ છે. તેથી જિનેશ્વર પ્રભુની દ્રવ્યપૂજા એ શુભયોગ હોવાથી પુણ્યબંધ ભલે થાય છે. પરંતુ તે પુણ્ય બાધક બનતું નથી. મોક્ષપ્રાપક સામગ્રી દાયક બને છે, અને તે કાળે જેટલા અંશે ઉપયોગશુદ્ધિ આવે છે તેટલી નિર્જરા અને સંવર પણ અવશ્ય થાય જ છે. તથા આ શુભયોગ પ્રવૃત્તિ શુદ્ધ ઉપયોગ પ્રવૃત્તિ લાવવામાં કારણ પણ બને છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને (કાર્ય-કારણ એક માનીને) શુભયોગ પ્રવૃત્તિને પણ વ્યવહારનયથી ધર્મ કહેવામાં આવે છે. આ વાત હવે પછીની ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. તે ૧૦-૪ | Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ધર્મશુદ્ધ-ઉપયોગસ્વભાવ, પુણ્ય પાપ શુભ અશુભવિભાવી ધર્મહેતુ વ્યવહાર જ ધર્મ, નિજ સ્વભાવ પરિણતિનો મર્મ / ૧૦-૫ | | ૧૦૯ ! વિભાવ= વિભાવદશા, બંધહેતુ, મર્મન લક્ષ્ય. ગાથાર્થ= શુદ્ધ ઉપયોગ સ્વભાવ એ ધર્મ છે અને પુણ્ય-પાપમાં હેતુભૂત શુભ-અશુભ યોગ પ્રવૃત્તિ એ વિભાવદશા (બંધહેતુ હોવાથી અધર્મ) જ છે. તો પણ જે શુભપ્રવૃત્તિ ધર્મપરિણામમાં હેતુભૂત બને છે જ્યાં નિજસ્વભાવની પરિણતિનો મર્મ (શુદ્ધ આત્મદશાનું લક્ષ્ય) વર્તે છે તે યોગપ્રવૃત્તિને પણ વ્યવહારનયથી ધર્મ કહેવાય છે. તે ૧૦-૫ / વિવેચન= આત્મા ચૈતન્યમય છે. એટલે ચેતના (જ્ઞાનદશા) સદા ચાલુ જ રહેવાની છે. જે જેનું લક્ષણ હોય છે તે તેમાં સદા વર્તે છે. એમ ચેતના એ જીવનું લક્ષણ હોવાથી તેમાં સદા વર્તે છે. હવે તે ચેતના (જ્ઞાનદશા) રાગ-દ્વેષ-કષાયો આદિથી ઘેરાયેલી હોય ત્યારે તે અશુદ્ધ ચેતના કહેવાય છે. તે અધર્મ છે. અને મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓના ઉદયને મંદ-મંદતરમંદતમ કરવા વડે તેનો ક્ષયોપશમ કરવામાં આવ્યો હોય તો મોહનીય કર્મના ક્ષયોપશમભાવ યુક્ત અને અંતે ક્ષાયિકભાવ યુક્ત જે ચેતના તે શુદ્ધ ચેતના કહેવાય છે. તેને ધર્મ કહેવાય છે. સારાંશ કે મોહદશાયુક્ત જે ચેતના તે અધર્મ અને મોહદશા રહિત જે ચેતના તે ધર્મ સમજવો. આમ, આ આત્મા " પદ્રવ્યોનો મોહ ત્યજીને રાગાદિ દોષ રહિત થયો હતો જેટલો જેટલો શુદ્ધ ચેતનામાં વર્તે છે એટલે કે શુદ્ધ ઉપયોગ સ્વભાવમાં (સ્વસ્વભાવમાં) વર્તે છે તેટલો તેટલો ધર્મ છે એમ જાણવું. જેમ કે પહેલા ગુણસ્થાનકે વર્તનારા જીવોમાં મોહનીય કર્મની છવ્વીસે પ્રકૃતિઓનો ઉદય જુદા-જુદા જીવોને આશ્રયી હોય છે. મોહના ઉદયજન્ય વિકારોવાળી ચેતના છે માટે અધર્મ છે. પરંતુ બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વના ઉદયજન્ય વિકારો ટળ્યા છે. તેટલો ધર્મ છે અને શેષ પચીસ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન: ઢાળ દસમી ૨૩૩ પ્રકૃતિઓના યથાયોગ્ય ઉદયજન્ય વિકારો છે તે અધર્મ છે એમ જાણવું. એ જ રીતે ત્રીજે ગુણસ્થાનકે ચાર અનંતાનુબંધી કષાયના ઉદયજન્ય વિકારો તથા મિથ્યાત્વના ઉદયજન્ય વિકારો નથી તે ધર્મ, અને શેષ ૨૧ના ઉદયજન્ય વિકારો તથા મિશ્રમોહનીયના ઉદયજન્ય વિકારો ચેતનામાં છે તે અધર્મ. ચોથે ગુણસ્થાનકે મિથ્યાત્વ, અનંતાનુબંધી, અને મિશ્રમોહનીયના ઉદયજન્ય વિકારોનો અભાવ તે ધર્મ અને સમ્યકત્વમોહનીયના ઉદય સહિત શેષ ૨૨ના ઉદયજન્ય જે જે વિકારો છે. તે અધર્મ જાણવો. આ પ્રમાણે પાંચમે ગુણઠાણે અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયજન્ય વિકારો નથી તે ધર્મ, છછું ગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયજન્ય વિકારો નથી તે ધર્મ, સાતમે ગુણઠાણે પ્રમાદનો ત્યાગ, આઠમે ગુણઠાણે સમ્યકત્વમોહનીયના ઉદયનો ત્યાગ, નવમે ગુણઠાણે હાસ્યષકના ઉદયનો જે અભાવ વર્તે છે તે સઘળો ધર્મ જાણવો. દસમે ગુણઠાણે ત્રણ વેદ અને ત્રણ સંજવલનના ઉદયનો જે અભાવ છે તે ધર્મ, અગ્યારમે બારમે સંજ્વલન લોભના ઉદયનો જે અભાવ વર્તે છે તે ધર્મ, અને તેરમે ગુણઠાણે ચારઘાતી કર્મોના ઉદયજન્ય દોષોનો જે અભાવ વર્તે છે તે ધર્મ. આ રીતે આત્માની ચેતના જેટલા જેટલા અંશે નિરુપાધિક થાય, મોહદશાજન્ય મલીનતા રહિત થાય તે જ શુદ્ધ ઉપયોગ સ્વભાવ કહેવાય છે અને તેને જ પારમાર્થિક ધર્મ કહેવાય છે. પુણ્યબંધમાં અને પાપબંધમાં કારણ બને એવી અનુક્રમે શુભયોગ પ્રવૃત્તિ હોય કે અશુભયોગપ્રવૃત્તિ હોય પરંતુ તે આત્મપ્રદેશોની અસ્થિરતારૂપ હોવાથી વિભાવદશા કહેવાય છે. એટલે યોગ પ્રવૃત્તિ એ બંધહેતુ હોવાથી પારમાર્થિક રીતિએ તે અધર્મરૂપ છે. તો પણ જે યોગ પ્રવૃત્તિ શુભ હોવાથી આત્માને શુદ્ધ સ્વભાવ પ્રાપ્તિમાં સહકારી કારણ બને છે. તે યોગપ્રવૃત્તિને વ્યવહારથી (ઉપચારથી) ધર્મ કહેવાય છે. જેમ કે પ્રતિક્રમણની જ ક્રિયા છે. તેમાં સૂત્રો બોલવાની વચનક્રિયા, ખમાસમણાં આપવાં આદિમાં થતી ઉઠવા બેસવાની કાયિકક્રિયા, અને અર્થચિંતનરૂપ થતી માનસિકક્રિયા આ સર્વે વચન Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કાયા અને મનની ક્રિયા એ શુભયોગાત્મક હોવાથી પુણ્યબંધનો હેતુ છે. તો પણ ભૂલોની ક્ષમા માગવાના અને ફરીથી ભૂલો ન કરવાના ઉપાયભૂત એવી તે યોગક્રિયા હોવાથી કષાયોને જિતવા દ્વારા શુદ્ધ ઉપયોગદશાની પ્રાપ્તિ કરાવનાર છે. ચેતનામાંથી રાગાદિ કષાયોનો જેટલા અંશે નાશ કરાવનાર થાય છે તેટલા અંશે તે ક્રિયા શુદ્ધ ઉપયોગરૂપ ધર્મતત્ત્વ છે. આવા શુદ્ધ પરિણામ લાવવામાં કાયિકાદિ યોગપ્રવૃત્તિ અવશ્ય હેતુ બને છે. તેથી ઉપચાર તે શુભયોગ પ્રવૃત્તિને પણ વ્યવહારનયથી ધર્મ કહેવાય છે. શુદ્ધ ઉપયોગદશા એ કાર્ય છે. અને શુભ યોગ પ્રવૃત્તિ એ કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને શુભયોગ પ્રવૃત્તિને પણ વ્યવહારનયથી ધર્મ કહેવાય છે. પારમાર્થિકનયથી શુદ્ધ આત્મદશાની જે પરિણતિ છે તે ધર્મ છે. આ રીતે આ તત્ત્વ નયસાપેક્ષ સમજવું જોઈએ. જે જે ધર્માનુષ્ઠાન કરાય છે. તે તે શુભયોગ પ્રવૃત્તિરૂપ હોવાથી પુણ્યબંધ તો અવશ્ય થાય જ છે. પરંતુ તેમાં શુદ્ધ આત્મદશાનું લક્ષ્ય પણ જ્વલંત વિદ્યમાન હોય છે. તેનાથી વિશાળ સંવર-નિર્જરા પણ થાય છે. અને બંધાયેલું તે પુણ્ય પણ મોક્ષાનુકુળ સામગ્રીદાયક બને છે. માટે ધર્મ જ થયો છે એમ વ્યવહારનયથી જાણવું. તથા આ ધર્માનુષ્ઠાન કરતાં જો કષાયોની માત્રા તીવ્ર હોય (જેમ કે અગ્નિશર્માને અને કમઠને તપ કરવા છતાં તીવ્ર કષાયો હતા) તો તે અનુષ્ઠાન શુભ હોવાથી પુણ્ય જરૂર બંધાવે છે. પરંતુ કષાયોની તીવ્રતા હોવાથી એવું પુણ્ય બંધાવે છે કે જે અનેક પાપકાર્યો કરવાની સામગ્રીદાયક બને છે. અને સંસારની ભ્રમણાનો જ હેતુ બને છે. જેને શાસ્ત્રોમાં પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. આ કારણથી“પુણ્યબંધ” થાય છે આટલા માત્રથી રાજી થવા જેવું કંઈ નથી અને ગભરાવા જેવું પણ કંઈ નથી. જે પુણ્યબંધ શુદ્ધ સ્વભાવદશા તરફ જવામાં સહાયક સામગ્રી આપનાર થાય છે. તે ઉપકારક પણ છે. અને જે પુણ્યબંધ તેના ઉદયકાળે કષાયોની તીવ્રતા તરફ લઈ જનાર અને તેથી આત્માના Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી ૨૩૫ સ્વરૂપને બાધા ઉપજાવે એવી સામગ્રી અપાવનાર બને છે. તેથી તે અપકારક પણ છે. અને નિશ્ચયથી પાપરૂપ જ છે. અધર્મરૂપ છે. હેય છે. એકનું એક દૂધ જો અમૃતથી મિશ્ર હોય તો ઉપાદેય છે (પય છે) અને વિષથી મિશ્ર હોય તો હેય છે (અપેય છે) તેમ એકની એક શુભ યોગપ્રવૃત્તિ જો શુદ્ધ આત્મદશાના લક્ષ્યયુક્ત હોય એટલે કે મોહનીયકર્મના લયોપશમ યુક્ત હોય અથવા તે તરફ આત્માને લઈ જાય તેવી આ પ્રવૃત્તિ હોય તો તે ઉપાદેય છે. એટલે કે ધર્મરૂપ છે. અથવા અભ્યાસકાલ દશા હોવાથી શુદ્ધ ઉપયોગ દશા તરફ આત્માને લાવવાની સંભાવના યુક્ત હોય તો પણ તે દ્રવ્યક્રિયા કાળાન્તરે ભાવક્રિયાનો હેતુ બનવાની હોવાથી ઉપાદેય છે. ધર્મરૂપ છે. પરંતુ વિષમિશ્રિતની જેમ કષાયોના આવેશોથી જ જો ભરેલી શુભયોગ પ્રવૃત્તિ હોય તો તે બાધક છે. હેય છે. અધર્મ રૂપ છે. એમ જાણવું. / ૧૦-૫ // શુભ યોગે દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામે ન ધર્મ હણાય ! થાવત્ યોગક્રિયા નવિ થંભી, તાવત્ જીવ છે યોગારંભી || ૧૦-૬ / મલીનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજીને તરીયા | વિષય કષાયાદિને ત્યાગે, ધર્મ મતિ રહીએ શુભ માગે છે ૧૦-૭ // / ૧૧૦-૧૧૧ || થાવત્ર જ્યાં સુધી, થંભી= અટકી, તાવત્ર ત્યાં સુધી. ગાથાર્થ= આ જીવને શુભયોગ હોતે છતે દ્રવ્યાશ્રવ જરૂર થાય છે. પરંતુ સ્વભાવદશાની પરિણતિ રૂપ ધર્મ તેનાથી હણાઈ જતો નથી. કારણ કે જ્યાં સુધી (તેરમાં ગુણઠાણા સુધી) યોગાત્મક ક્રિયા અટકતી નથી. ત્યાં સુધી આ આત્મા યોગજન્ય કર્મબંધના આરંભવાળો તો રહે જ છે. તેથી (સર્વથા યોગક્રિયાનો ત્યાગ ચૌદમા ગુણસ્થાનક વિના શક્ય ન હોવાથી) મલીન આરંભ સમારંભવાળી જે જે અશુભ યોગક્રિયા છે કે જેને “અસદારંભ સમારંભ” કહેવાય છે. તેનો જ માત્ર ત્યાગ કરીને આજસુધી અનંતા જીવો તર્યા છે. તેથી (શુભ યોગાત્મક ક્રિયાને Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત નહીં ત્યજીને) વિષય કષાયાદિની પરિણતિરૂપ વિભાવદશાનો ત્યાગ કરવા દ્વારા ધર્મમતિવાળા બનીને શુભમાર્ગે વર્તીએ. ।। ૧૦-૬,૭ ॥ વિવેચન= આ જીવમાં જ્યાં સુધી યોગદશા વર્તે છે. ત્યાં સુધી પુણ્ય અથવા પાપનો બંધ તો ચાલુ જ રહેવાનો છે. પૂર્વે બાંધેલી શરીર નામકર્મ-અંગોપાંગ નામકર્મ આદિ પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો ઉદય જ્યાં સુધી છે (પ્રથમ ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી) ત્યાં સુધી ઔયિક ભાવે મન-વચન-કાયાની શુભ-અશુભ ક્રિયા રહેવાની જ છે. આ ત્રિવિધ ક્રિયાને જ કર્મબંધના હેતુભૂત “યોગ” કહેવાય છે. આ યોગદા આત્મપ્રદેશોની અસ્થિરતા રૂપ હોવાથી બંધનો હેતુ બને છે. પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય. જો શુભ ક્રિયાત્મક યોગ હોય તો પુણ્ય બંધાય છે. અને અશુભ ક્રિયાત્મક યોગ હોય તો પાપ બંધાય છે. એટલે ૧ થી ૧૩ ગુણઠાણા સુધી શુભાશુભ યોગક્રિયા યથાયોગ્ય ચાલુ હોવાથી બંધ તો રહેવાનો જ છે. કર્મબંધ ન જ થાય એવી ધર્મપ્રક્રિયા ૧ થી ૧૩ ગુણસ્થાનકોમાં સંભવવાની જ નથી. માત્ર ચૌદમે જ સંભવે છે. આમ હોવાથી જે જે ધર્માનુષ્ઠાનોમાં (પ્રભુપૂજા-દાન-અનુકંપા અને પ્રતિક્રમણાદિ ધર્મનાં કાર્યોમાં) શુભ એવી યૌગિકપ્રવૃત્તિ હોવા છતાં પણ ૧૮ પાપસ્થાનકો સેવવાની બુદ્ધિ નથી, સેવાઈ ગયાં હોય તો તેની નિવૃત્તિનો અને ક્ષમાયાચનાનો પરિણામ વર્તે છે. ફરીથી તેવાં પાપો ન કરવાનો જ્યાં અભિપ્રાય વર્તે છે. મૂર્છા-મમતા ઓછી કરવાની બુદ્ધિ જ્યાં વર્તે છે ત્યાં તે યૌગિક પ્રવૃત્તિથી માત્ર દ્રવ્યાશ્રવ થાય છે. અત્યન્ત અલ્પ સ્થિતિ રસવાળો પ્રકૃતિ-પ્રદેશબંધ થાય છે તથા ૧૧-૧૨-૧૩મે ગુણઠાણે તો સર્વથા સ્થિતિ રસરહિત પ્રકૃતિ પ્રદેશ બંધ માત્ર જ થાય છે કે જે બંધ આત્માને બાધક બનતો નથી. તેથી આ દ્રવ્યાશ્રવ કહેવાય છે આવા પ્રકારનો યોગક્રિયાજન્ય દ્રવ્યાશ્રવ ચાલુ હોવા છતાં પણ વિષય કષાયોની વાસનાના ત્યાગરૂપ અને શુદ્ધ સ્વભાવ દશાની પ્રાપ્તિના લક્ષ્યરૂપ ધર્મતત્ત્વ” હણાતું નથી. પરંતુ જીવ જો જાગૃતિ રાખે તો Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ દસમી ૨૩૭ યોગક્રિયા હોવા છતાં પણ ધર્મતત્ત્વ વૃદ્ધિ પામે છે. માટે યોગ પ્રવૃતિજન્ય બંધને આગળ કરીને ધર્મનાં પુષ્ટિ-અનુષ્ઠાનો છોડી દેવાં તે ઉચિત નથી, ઉન્માર્ગ છે. કારણ કે સર્વથા યોગક્રિયા અટકી જાય એવું તો તેરમા ગુણઠાણા સુધી બનવાનું જ નથી. યાવ= જ્યાં સુધી આ જીવમાંથી મન-વચન-કાયાની શુભાશુભ યોગપ્રવૃત્તિ સર્વથા થંભી .જતી નથી. ત્યાં સુધી (એટલે કે ૧ થી ૧૩ ગુણઠાણા સુધી) આ જીવ નિયમા હીનાધિક યોગક્રિયાની પ્રવૃત્તિવાળો જ છે. અને તજ્જન્ય કર્મબંધવાળો પણ છે જ. સર્વથા યોગદશાની નિવૃત્તિ અને કર્મબંધનની નિવૃત્તિ તો માત્ર ચૌદમે ગુણઠાણે જ થવાની છે. તેથી માત્ર ચૌદમે ગુણઠાણે જ ધર્મતત્ત્વ સ્વીકારવાનું રહેશે. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ધર્મનો સર્વથા અભાવ જ થશે. જો ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં સર્વથા ધર્મતત્ત્વ ન જ હોય તો ચૌદમાની પ્રાપ્તિ પણ સહસા કેમ થાય ? આ પ્રમાણે આટલી ચર્ચાના અંતે હે ભાગ્યશાળી મહાનુભાવો ! હવે કંઈક સમજો કે યોગક્રિયા હોય કે યોગક્રિયાજન્ય કર્મબંધ હોય તો પણ ઉપયોગશુદ્ધિરૂપ આત્મધર્મ હણાતો નથી. આ આત્મા જો જાગૃતિ રાખે તો પૂજા-દાન અનુકંપાદિ યૌગિક ધર્મક્રિયા પ્રવર્તતે છતે પણ “નિજ પરિણતિના મર્મ” સ્વરૂપ આત્મદશાની પ્રાપ્તિમય ધર્મતત્ત્વ હોઈ શકે છે. અને આ ધર્મતત્ત્વના પ્રતાપે જ ૧ થી ૧૩ ગુણસ્થાનકોમાં ઉર્વારોહણ થાય છે. જો આશ્રવ કાલે ધર્મતત્ત્વ સર્વથા નથી એમ કહીએ તો તેરમા સુધી ચડાય જ નહી. અને ચૌદમાની વાત તો ઘણી દૂર જ રહે. તેથી સર્વથા શુભાશુભ યોગક્રિયા છોડી દેવાનો કદાગ્રહ ત્યજી દો. અને માત્ર મલીનારંભ સમારંભવાળી એટલે કે હિંસા-જાઠ-ચોરી-અબ્રહ્મઅને પરિગ્રહ ઈત્યાદિ ૧૮ પાપસ્થાનકોને સેવનારી જે જે મલીનારંભવાળી યોગક્રિયા છે. કે જેને જૈનશાસ્ત્રોમાં “અસદારંભ” કહેવાય છે. તેનો જ માત્ર ત્યાગ કરવાનો છે. આવી અશુભ યોગક્રિયાનો જ ત્યાગ કરીને આજ સુધી અનંતા જીવો સંસાર તર્યા છે અને તરશે. માટે સર્વથા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત યોગક્રિયાનો ત્યાગ શક્ય જ નથી, પરંતુ મલીનારંભવાળી માત્ર અશુભ યોગક્રિયાને ત્યજીને શુભયોગક્રિયામાં પ્રવર્તવું જોઈએ. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી શુભયોગાત્મક ક્રિયાઅનુષ્ઠાનો પણ ધર્મરૂપ છે. - આ જીવ જ્યારે જયારે શુભયોગક્રિયામાં પ્રવર્તે છે ત્યારે ત્યારે પ્રભુપૂજામાં પાંચ ઈન્દ્રિયોના વિષયવિકારોના ત્યાગની, દાન-અનુકંપાદિમાં ધનાદિની મૂછ-મમતાના ત્યાગની એમ વિષય વિકારો અને કષાયોના ત્યાગની જે પરિણતિ આવે છે તે નિશ્ચયનયથી ધર્મ છે. એમ સમજીને વિષય કષાયોના ત્યાગની પરિણતિને નિશ્ચયધર્મ, અને તેના કારણભૂત શુભયોગક્રિયાને વ્યવહારધર્મ સમજીને શુભયોગક્રિયામાં પણ પ્રવર્તવું જોઈએ. અને તેમાં નિશ્ચય-વ્યવહાર એમ બન્ને પ્રકારનો પણ ધર્મ છે જ. એવી ધર્મમતિવાળા થઈને શુભમાર્ગે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનુસારીના માર્ગમાં વર્તો. દ્રવ્યપૂજામાં આશ્રય છે. અને આશ્રવ હોય ત્યાં ધર્મ ન થાય. આવા આવા કુતર્કોને ત્યજી દો. અને સૂત્રાનુસાર શુભમાર્ગમાં આવો. એવો ઉપાધ્યાયજી મહારાજશ્રીનો સાંકેતિક ઉપદેશ છે. | ૧૦-૬,૭ || સ્વર્ગહેતુ જો પુણ્ય કહીએ, તો સરાગ સંયમ પણ લીજે ! બહુરાગે (શુભભાવે) જે જિનવરપૂજે, તસ મુનિની પરે પાતક પૂજે ૧૦-૮૫ ગાથાર્થ= જો પુણ્યને કેવળ સ્વર્ગનો જ હેતુ માનીશું તો સરાગસંયમ પણ સ્વર્ગહેતુ જ થશે. પરંતુ મુક્તિહેતુ બનશે નહીં, તેથી કંઈક સમજો કે બહુ રાગપૂર્વક જે જે આત્માઓ જિનેશ્વર પ્રભુને પૂજે છે તે તે આત્માનાં પાપો મુનિજીવનની જેમ ધ્રુજે છે. (અર્થાત્ ક્ષય પામે છે) વિવેચન= હજા કોઈ શિષ્ય એવો પ્રશ્ન કરે છે કે જેમ પાપકર્મ બેડી છે તેમ પુણ્યકર્મ પણ બેડી જ છે. લોખંડની બેડી હોય કે સુવર્ણની બેડી હોય પરંતુ બેડી એ તો બેડી જ છે. પગબંધણી જ છે. ઝકડાવાનું જ છે. તેથી જેમ પાપકર્મ કરવા લાયક નથી તેમ પુણ્યકર્મ પણ કરવા લાયક નથી. Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી ૨૩૯ પાપકર્મો જેમ નરકનો ભવ આપે, તેમ પુણ્યકર્મ બહુ બહુ તો સ્વર્ગનો ભવ આપે. પરંતુ બન્ને ભવો આખરે છે તો સંસાર જ. આ બન્ને ભવોમાં એક પણ ભવ મુક્તિરૂપ તો નથી જ. માટે પ્રભુની દ્રવ્યપૂજા સાવદ્ય હોવાથી પુણ્યબંધનું કારણ છે. અને પુણ્યબંધ સ્વર્ગપ્રાપ્તિનું કારણ છે. અને સ્વર્ગપ્રાપ્તિ એ પણ સંસાર જ છે. એટલે પ્રભુની દ્રવ્યપૂજા સંસારહેતુક જ થઈ તેથી કરવા લાયક નથી. આવો પ્રશ્ન કોઈ શિષ્ય કરે છે. આ પ્રશ્નનો ઉત્તર ઉપાધ્યાયજી મહારાજ શ્રી આપે છે કે હે ભાઈ ! જો દ્રવ્યપૂજાને પુણ્યબંધનું, અને પુણ્યબંધને સ્વર્ગનું કારણ માનીને ત્યજવાની જ વાત કરશો તો મુનિઓ વડે આચરણ કરાતો “સરાગસંયમ” પણ ત્યજવા લાયક થઈ જશે. કારણ કે વીતરાગ અવસ્થાવાળો સંયમ તો ૧૧ થી ૧૪ ગુણસ્થાનકોમાં જ આવે છે. તે જ આદરવા લાયક થશે. તે સંયમ તો વર્તમાન કાળ ભરતક્ષેત્રમાં છે જ નહીં. અને ૫/૬ થી ૧૦ સુધી જે સંયમ હોય છે તે સરાગસંયમ હોય છે. આ ગુણ ચારિત્રાત્મક હોવાથી નિર્જરા અવશ્ય કરાવે છે. પરંતુ સરાગ હોવાથી પુણ્યબંધ પણ કરાવે જ છે. તત્ત્વાર્થાધિગમ અધ્યાય ૬ સૂત્ર ૨૦માં સરાગસંયમને દેવાયુષ્યના બંધનો હતુ કહ્યો પણ છે. આ રીતે સરાગસંયમ” પણ સ્વર્ગપ્રાપ્તિ અને પુણ્યબંધનું જ કારણ બનતું હોવાથી અને અનંતરપણે મુક્તિપદનું કારણ ન બનતું હોવાથી તે પણ સંસાર હેતુક જ થવાથી ત્યજવા લાયક થશે. અને જો સરાગસંયમ ન પાળીએ તો સંયમના અભ્યાસ વિના એકદમ સહસા વીતરાગસંયમ આવી જવાનું પણ નથી જ. આ રીતે સીધેસીધો વીતરાગસંયમ આવે નહીં, અને સરાગસંયમ પુણ્યબંધ તથા સ્વર્ગપ્રાપ્તિનો હેતુ હોવાથી અસ્વીકાર્ય જ થાય. તો કોઈપણ કાળે કોઈપણ જીવને સંયમગુણ આવશે જ નહીં. અને મુક્તિ થશે જ નહીં તેથી પ્રાથમિકદશામાં જે કર્તવ્ય હોય તે ઉત્તરાવસ્થામાં અકર્તવ્ય હોય અને ઉત્તરાવસ્થામાં જે કર્તવ્ય હોય તે પ્રાથમિકદશામાં અકર્તવ્ય હોય. આવો નિર્દોષ ન્યાયમાર્ગ સમજવો જોઈએ. અને જીવનમાં ઉતારવો જોઈએ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તે પ્રમાણે ૫/૬ ગુણસ્થાનકથી ૧૦ ગુણસ્થાનક સુધી પ્રાથમિક દશામાં સરાગસંયમ ઉપકારક છે અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં વીતરાગસંયમ ઉપકારક છે તેવી જ રીતે ૧ થી ૫ ગુણસ્થાનકવર્તી પ્રાથમિક દશાના ગૃહસ્થ જીવોને દ્રવ્યપૂજા ઉપકારક છે. અને તે જ દ્રવ્યપૂજા ૬ થી ઉપરના ગુણસ્થાકવર્તી જીવોને અકર્તવ્ય છે. તેથી બહુ શુભ ભાવપૂર્વક અર્થાત્ પરમાત્મા પ્રત્યેના ઉપકારીપણાના અતિશય ગુણાનુરાગ પૂર્વક જે ગૃહસ્થો દ્રવ્યપૂજા કરે છે. તે દ્રવ્યપૂજાથી (અલ્પસાવદ્યયોગજન્ય પુણ્યબંધવાળી હોવા છતાં પણ) ઉપયોગની નિર્મળતાના કારણે ગૃહસ્થોનાં પણ કર્મોનો ક્ષય જ થાય છે. બંધ થતો નથી. (અલ્પબંધ અને વિપુલનિર્જરા) થતી હોવાથી બંધ થયાની ગણના કરાતી નથી. મુનિપણાની ક્રિયાથી મુનિનાં પાપો જેમ ધ્રુજે છે. તેમ ગૃહસ્થનાં પાપો પણ આવા પ્રકારની પરમાત્માની પૂજા આદિથી ધ્રુજે જ છે. નાશ પામે જ છે. આ ગૃહસ્થ આત્માઓ આવા પ્રકારની દ્રવ્યપૂજામાં જો જોડાય છે, તો જ તેવા પ્રકારનું મૂર્તિ અને મંદિરોનું તથા તેમાં લયલીન બનેલા જૈન સમાજનું વાતાવરણ જ એવું અસરકારક બની જાય છે કે તે તે ગૃહસ્થોને ઉપયોગની નિર્મળતા અને ભક્તિના ભાવો તરફ, તથા આત્મશુદ્ધિના લક્ષ્યરૂપ ભાવક્રિયા તરફ આ દ્રવ્યપૂજા ખેંચી જાય છે. અર્થાત્ આ દ્રવ્યક્રિયા, તે જીવોને ભાવક્રિયાનું પ્રધાનતમ કારણ બને છે. જો દ્રવ્યપૂજામાં ન જોડાયા હોત તો ગૃહસ્થોનાં જીવન અર્થ-કામ પરાયણ હોવાથી આવા ઉચ્ચતમ ભાવોમાં તે જીવો કદાપિ આવ્યા ન હોત. માટે દ્રવ્યપૂજા એ ભાવક્રિયાનું પ્રધાનતમ કારણ છે એમ સમજીને પણ આ દ્રવ્યપૂજા કરવી જોઈએ. મે ૧૦-૮ | ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીએ ! દ્રવ્ય શબ્દ જે કારણ વાચી, ભ્રમે ન ભૂલો કર્મ નિકાચી એ ૧૦-૯ || ૧૧૩ || Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ દસમી ૨૪૧ ગાથાર્થ= આ દ્રવ્યપૂજાથી જીવ ભાવસ્તવન પ્રાપ્ત કરે છે. તે કારણથી જ આ દ્રવ્યસ્તવન કહેવાય છે. અહીં દ્રવ્ય શબ્દ કારણવાચી છે. તેથી કુતર્કવાદીઓએ કરેલી ખોટી દલિલોથી ભ્રમમાં પડીને ભૂલા ન પડશો અને નિકાચિત કર્મો ન બાંધશો. વિવેચન= દ્રવ્યપૂજા, દાન, અનુકંપા, દેવ-ગુરુની ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય ઇત્યાદિ સાવદ્ય શુભક્રિયા અને સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચક્ખાણો ઈત્યાદિ નિર્વદ્ય શુભક્રિયા, આ બધી મન-વચન અને કાયાના યોગોથી થતી યૌગિક ક્રિયા એ દ્રવ્યક્રિયા કહેવાય છે. યોગજન્ય અલ્પ આશ્રયવાળી હોવાથી દ્રવ્યક્રિયા અવશ્ય કહેવાય છે. પરંતુ દ્રવ્યક્રિયા બે પ્રકારની હોય છે. એક દ્રવ્યક્રિયા એવી હોય છે કે જે સદ્ગુરુના યોગે, સત્શાસ્ત્રોના યોગે, સત્સંગના યોગે અને સ્વાધ્યાય આદિના કારણે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનો લક્ષ્ય વૃદ્ધિ પામતાં આન્તરિક ભાવમલનો ક્ષયોપશમ અને ક્ષય કરવા દ્વારા ભાવક્રિયા તરફ કાળાન્તરે લઈ જાય તેવી દ્રવ્યક્રિયા હોય છે. આ દ્રવ્યક્રિયા ભલે અલ્પ પુણ્યબંધ કરાવે પરંતુ ઉપયોગ શુદ્ધિ કરાવનાર હોવાથી અથવા તે તરફનું લક્ષ્ય વધારનાર હોવાથી વિશાળ સંવ-નિર્જરા કરાવનાર બનવાથી ઉપાદેય છે. આદરવા યોગ્ય છે. ભરત આ દ્રવ્યક્રિયા (દ્રવ્યસ્તવન) તુરત અથવા ધીમે ધીમે પણ કાળાન્તરે ભાવસ્તવનનું કારણ બને તેવી છે. તેથી તે ઉપાદેય છે. હેય નથી. આજ સુધી જે અનંતા જીવો મોક્ષે ગયા છે તે આ માર્ગે જ ગયા છે. મહારાજા, મરૂદેવા માતા, ઇલાચી, ચિલાતી જેવા દાખલા અલ્પ જ બન્યા છે. ભાવક્રિયાની અપેક્ષા રાખીને કરાતી આ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનો હેતુ હોવાથી ઉપકારી છે. અહીં ‘‘દ્રવ્યક્રિયા’’ શબ્દમાં જે દ્રવ્ય શબ્દ વપરાયો છે તે કારણ અર્થવાળો છે. કારણને પણ દ્રવ્ય કહેવાય છે. કોઈ પણ વસ્તુની પૂર્વાપર અવસ્થા તે દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેનો ભાવનિક્ષેપ દર્શનીય વંદનીય અને પૂજનીય જ હોય છે તેનો દ્રવ્યનિક્ષેપ પણ દર્શનીય વંદનીય અને પૂજનીય જ હોય છે. ૧૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત બીજી દ્રવ્યક્રિયા એવા પ્રકારની હોય છે કે જે દ્રવ્યક્રિયા ભાવક્રિયાની અપેક્ષારહિત હોય છે. કેવળ દ્રવ્યક્રિયામાં જ સમાપ્તિ માની લઈ, આ સંસારી જીવો તેના દ્વારા માન, અને યશના જ અર્થી બને છે. જે દ્રવ્યથી ધર્માનુષ્ઠાનો કરીને રાગાદિ ભાવમલનો ત્યાગ કરવો જોઈએ તેને બદલે રાગાદિ ભાવમલને પોષે અને વધારે તેવી દ્રવ્યક્રિયા પણ ક્રિયારૂપે અલ્પસાવધવાળી અથવા બાહ્યથી નિરવદ્ય હોવાથી અગ્નિશર્મા-કમઠ આદિની જેમ પુણ્ય બંધાવનારી અને સ્વર્ગ અપાવનારી બને છે. પરંતુ તેવી દ્રવ્યક્રિયા કરવાના કાલે કાષાયિક મલીનતા રૂપ ભાવમલ વિશેષ હોવાથી પ્રાપ્ત થયેલ તે સ્વર્ગાદિ સાંસારિક સંપત્તિ પણ અનંત સંસાર વધારવામાં જ કારણ બને છે. પરમાત્માની મૂર્તિની પૂજા આદિ શુભ અનુષ્ઠાનો એ આવા બે નંબરના પ્રકારવાળાં દ્રવ્યાનુષ્ઠાનો નથી. પરંતુ પહેલાં કહેલા એક નંબરના પ્રકારવાળાં દ્રવ્યાનુષ્ઠાનો છે. તેથી અવશ્ય ઉપકાર કરનારા જ બને છે. તથા ભવ્ય જીવોને ઉપાધ્યાયજી મહારાજશ્રી એવો પણ ઉપદેશ આપે છે કે દ્રવ્યક્રિયા પણ એવી કરો કે જે ભાવક્રિયાનો હેતુ બને. જે દ્રવ્યક્રિયા કરીને આ જીવને જો તે ક્રિયા માનાદિ કરાવે, અહંકારીભાવમાં જીવને લાવે, માયાવૃત્તિ અને ધનાદિની લાલચવૃત્તિમાં જીવને ફસાવે, રાગ-દ્વેષના પરિણામ વધારે, આવી દ્રક્રિયા કર્તવ્ય તરીકે અહીં લેવાની નથી. પરંતુ ભાવક્રિયાનું કારણ બને એવી દ્રવ્યક્રિયા લેવાની છે. દ્રવ્યક્રિયા અલ્પ સાવદ્યવાળી હોવા છતાં પણ અકર્તવ્ય નથી. પરંતુ દ્રવ્યક્રિયાકાળે ઉપયોગની જે અશુદ્ધિ છે. તે અકર્તવ્ય છે. તેથી ઉપયોગની અશુદ્ધિવાળી દ્રવ્યક્રિયા પણ અકર્તવ્ય જ બને છે. અર્થાત્ ઉપયોગની શુદ્ધિવાળી અથવા ઉપયોગની શુદ્ધિનો હેતુ બને એવી Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી ૨૪૩ દ્રવ્યક્રિયા કર્તવ્ય જ બને છે. જેમ ધંધામાં માલની લે-વેચ (વકરો) કર્યા વિના નફો પ્રાપ્ત થતો નથી. એટલે વકરો કરવો પડે છે. પરંતુ ઉડે ઉડે પણ નફો મળતો હોય તેવો વકરો કર્તવ્ય છે. જેમાં નફો ન મળતો હોય પણ ખાદ આવતી હોય તેવો વકરો અકર્તવ્ય બને છે. તેમ અહીં પણ સમજી લેવું. . આ જ ન્યાયને અનુસરીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ યોગવિંશિકા ઉપરની પોતાની સંસ્કૃત ટીકામાં પણ કહ્યું છે કે- હૈયામાં જે આત્માઓને વિધિપૂર્વક ક્રિયા કરવાની અપેક્ષા છે તેઓ અજ્ઞાનતાના કારણે અવિધિ કરે તો પણ હૃદયમાં વિધિ સાપેક્ષતા હોવાથી આરાધક છે. અને અવિધિ જન્ય લાગેલા દોષો નિંદી ગહ આલોચના કરીને આ જીવ શુદ્ધ થઈ શકે છે. પરંતુ જેઓ વિધિપૂર્વક ક્રિયા કરવાની હૃદયમાં અપેક્ષા જ રાખતા નથી. કેવળ અવિધિએ જ કરે છે. અને તેમાં ફુલાઈને ગર્વ વહન કરે છે. પોતાની મોટાઈ, માન, ધન અને યશના ઇચ્છુક થાય છે તેઓ પોતે પોતાના આત્માને કષાયોની મંદતામાંથી કષાયોની તીવ્રતામાં લઈ જાય છે. માટે આરાધક નથી પણ વિરાધક છે. આવા જીવોને આશ્રયીને લખ્યું છે કે વિધિનિરપેક્ષપણે અવિધિએ ધર્મકાર્યો કરનારા કરતાં ન કરનારા જીવો સારા કે જેઓ આવાં ધર્માનુષ્ઠાનનાં કાર્યો ન કરેલાં હોવાથી માનાદિ કષાયોમાં તો આવતા નથી. મિથ્યા અહંકાર તો ધરતા નથી. ઉપરોક્ત ચર્ચા સૂક્ષ્મબુદ્ધિથી નયોની સાપેક્ષતાએ સમજવા જેવી છે. એક વસ્તુ એકકાલે કર્તવ્ય હોય છે. તે જ વસ્તુ બીજાકાળે અકર્તવ્ય પણ બને છે. એક વસ્તુ એક વ્યક્તિને કર્તવ્ય હોય છે. તે જ વસ્તુ બીજી વ્યક્તિને અકર્તવ્ય પણ હોય છે. એકને કર્તવ્ય હોય એટલે સર્વને પણ કર્તવ્ય હોય, એવો નિયમ નથી. સ્યાદ્વાદષ્ટિ પ્રધાન રાખીને જે વસ્તુ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જે જીવને જ્યારે હિતકારક હોય છે ત્યારે તે વસ્તુ તે જીવને કર્તવ્ય બને છે. અને તે જ વસ્તુ જે કાળે તે જ જીવને અથવા જેને અહિતકારક હોય છે. તેને તે અકર્તવ્ય બને છે. આ પ્રમાણે ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પહેલી ઢાળમાં સદ્ગુરુનો યોગ દુર્લભ છે. અને કુગુરુઓનો યોગ ઉન્માર્ગમાં ફસાવી સંસાર ભ્રમણ કરનાર છે. તે સમજાવ્યું. ૨-૩-૪ ઢાળમાં નિશ્ચયનયથી ધર્મ સમજાવ્યો. પ-૬ ઢાળમાં વ્યવહારનયથી ધર્મ સમજાવ્યો. તથા શુદ્ધ વ્યવહાર અને અશુદ્ધ વ્યવહારના બે ભેદ સમજાવ્યા. ૭મી ઢાળમાં શુદ્ધ પરિણતિવાળા સાધુ શ્રાવક અને સંવિજ્ઞપાક્ષિક એમ ૩ આરાધક અને શુદ્ધ પરિણતિ વિનાના ગૃહસ્થ યતિલિંગધારી અને કુલિંગી એમ ૩ વિરાધક સમજાવ્યા. ૮મી ઢાળમાં ગૃહસ્થોને દ્રવ્યપૂજા કર્તવ્ય છે. એ વાત યુક્તિપૂર્વક સમજાવી. ૯મી ઢાળમાં ગૃહસ્થોએ કરેલી દ્રવ્યપૂજાનાં ઉદાહરણો સમજાવ્યાં અને છેલ્લે આ દસમી ઢાળમાં સાતનય સાપેક્ષ તથા નિશ્ચય-વ્યવહારનયની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે અગ્યારમી ઢાળમાં પરમાત્મા શ્રી સીમંધરસ્વામીને ભક્તિભાવે સ્તવના વંદના અને પ્રાર્થના કરતાં નિખાલસપણે હૈયું ખોલે છે. / ૧૦-૯ / દસમી ઢાળ સમાપ્ત Page #262 -------------------------------------------------------------------------- ________________ ઢાળ અગ્યારમી કુમતિ એમ સકળ દૂર કરી, ધારીએ ધર્મની રીત રે હારીએ નવિ પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જિત રે / ૧૧-૧ | સ્વામી, સીમંધર તું જયો. / ૧૧૪ || ગાથાર્થ આ પ્રમાણે સઘળી કુમતિ (ઉન્માર્ગ પ્રરૂપણા) દૂર કરીને સાચા ધર્મના સ્વરૂપને હૈયામાં સમજી લઈએ, વીતરાગ પ્રભુનો સાથ મળ્યો છે. તે કારણે કોઈથી ન હારીએ અને જગતમાં સાચું કહેવા દ્વારા સર્વત્ર જિત મેળવીએ. | ૧૧-૧ | વિવેચન= કુગુરુઓએ પોતાની અજ્ઞાનદશાથી, અહંકારદશાથી ઉસૂત્રપ્રરૂપણા કરવામાં નિર્ભયતાવાળા બનવાથી અને સ્વાર્થાદિની પરવશતાથી આ જગતને ઘણું ઘણું અવળા માર્ગે દોર્યું છે. ગુરુપણું આવી જવાથી ગમે તે સૂત્રોના ગમે તે અર્થે કરવામાં અને મન ફાવે તેમ પ્રરૂપણા કરવામાં તથા તે દ્વારા ભદ્રિક લોકોને તેમાં ફસાવવામાં કંઈ કમી રાખી નથી અને રાખતા પણ નથી. કોઈથી ડરતા પણ નથી એમ કહીએ તે જ બરાબર છે. આમ અહંકાર પૂર્વક ઉન્માર્ગની દેશના આપે છે. શાસ્ત્રોનો કે તેના ટીકાગ્રંથોનો ઝીણવટપૂર્વક પૂર્વાપરનય સાપેક્ષા દષ્ટિયુક્ત અભ્યાસ કરતા નથી. બલ્ક બાહ્ય આડંબરીય મોટાં મોટાં આયોજનોના વ્યવહારોમાં પોતે જ ગુંથાયેલા હોવાથી અભ્યાસ કરવાનો કે કરાવવાનો સમય પણ નથી. આવા આત્માઓ અર્થની જ પ્રધાનપણે દેશના આપીને દેશનાના અંતે સઘળી વાત અર્થના સંગ્રહમાં (ધનપ્રાપ્તિમાં) જ લાવીને મુકે છે. આવા જીવોની જાળમાં ફસાયેલા ભદ્રિક મુમુક્ષુ અને આત્માર્થી જીવોને બચાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ઢાળ ૧ થી ૧૦માં સત્યધર્મ સમજાવ્યો છે. સાચા ધર્મની યથાર્થ સમજણ આપી છે. ધર્મતત્ત્વ સમજાવ્યું છે. - સત્યધર્મની આ રીતે રજુઆત કરવાથી કુગુરુઓ વડે ફેલાવાયેલી સઘળી કુમતિ (ઉન્માર્ગની દેશના) દૂર કરી છે. જે જે લોકો આ સ્તવન Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વાંચશે, ભણશે અને ભણાવશે તે જીવો અવશ્ય ધર્મના સાચા સ્વરૂપને જાણશે, પામશે, અને આચરશે. હૃદયમાં એકવાર ધર્મનું સાચું સ્વરૂપ સમજાઈ ગયું હોય, બરાબર જામી ગયું હોય, તો પછી પ્રભુએ બતાવેલા ધર્મનું યથાર્થ સ્વરૂપ હૃદયમાં ધારણ કર્યા પછી આ જીવમાં એટલો બધો સત્યતત્ત્વ પ્રાપ્ત કર્યાનો પાવર (બળ અર્થાત્ હિંમત) આવે છે કે તે કોઈથી કદાપિ હારતો નથી. તેની સામે જે જે લોકો જેટલા જેટલા (ધર્મનું ઉલટું-સુલટું સ્વરૂપ લઈને) કુતર્કો કરે છે. તે તમામને આ જીવ સુંદર દાખલા દલીલો આપીને હરાવીને જગતમાં અવશ્ય જિત પ્રાપ્ત કરે છે. જેમ જેણે સાચા હીરાના દાગીના પહેર્યા હોય છે. તેના મુખની કાન્તિ કોઈ જુદી જ હોય છે. તેમ જેના હૈયામાં ધર્મનું સાચું સ્વરૂપ સમજાયું હોય છે. તેનો પ્રભાવ જ દુનીયાના સામાન્ય જીવો કરતાં કંઈક જુદો જ હોય છે. સત્ય ધર્મ સમજાવનારા પરમાત્માનો જેને સાથ છે. સત્યધર્મની સમજણ જેની પાસે છે તે કોઈથી હારતો નથી. સર્વ વાદીઓને હરાવીને જગતમાં જય જ પામે છે. તેમ તમે પણ સાચું ધર્મતત્ત્વ સમજો. અને જગતમાં જિત પામો. એવો ગુરુજીનો ધ્વનિ છે. તે ૧૧-૧ / ભાવ જાણો સકળ જંતુના, ભવ થકી દાસને રાખ રે ! બોલીયા બોલ જે-તે ગણું, સફળ છે જો તુજ સાખ રે ૧૧-૨// _| ૧૧૫ || ગાથાર્થ= હે પરમાત્મા ! તમે સર્વે જીવોના હૈયાના ભાવને જાણો જ છો. (એટલે વધારે શું કહીએ ?) તમારા સેવક એવા મને આ સંસારથી બચાવ. આ સ્તવનમાં કહેલી સઘળી હકિકત તો હું સફળ માનું. જો તમે તેમાં સાક્ષી થાઓ. ૧૧-૨ / વિવેચન= હે પરમાત્મા શ્રી સીમંધરસ્વામી પ્રભુ ! જો કે આપશ્રી સર્વજ્ઞ સર્વદર્શી પ્રભુ છો. ત્રણે લોકના સર્વ દ્રવ્યોના સર્વકાળના સર્વે ભાવોને જાણો છો એટલે મારે વધારે આપશ્રીને કંઈ કહેવાનું રહેતું • નથી. આ પાંચમા આરાના કાળમાં “સાચા સદ્ગુરુના સંયોગના Page #264 -------------------------------------------------------------------------- ________________ -- શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી ૨૪૭ અભાવે” બીચારા ભદ્રિક જીવો કુગુરુઓની માયાજાળમાં ઘણા ફસાઈ જાય છે. તે જીવોના અને મારા પોતાના કલ્યાણ અર્થે ધર્મતત્ત્વનું સાચું સ્વરૂપ સમજાવવા માટે મેં આ સ્તવન બનાવીને હૈયાના દુ:ખદર્દ ભર્યા ભાવો આપશ્રીની સામે પ્રગટ કર્યા છે. હવે તો તમે જ અમારા તારણહાર છો. તેથી તમારા અત્યન્ત ભાવવાહી સેવક (દાસ) એવા મને આ સંસારના ચક્રમાંથી (ભવથકી) બચાવી લો. ઉગારી લો. મેં મારા ક્ષયોપશમ અનુસાર આ સ્તવનમાં નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. તથા ગુરુગમથી અને આગમશાસ્ત્રોના . આધારથી મને જે પ્રમાણે સમજાયું છે. તે પ્રમાણે આ સ્વરૂપ મેં સમજાવ્યું છે. એટલે સાચું જ હશે, યથાર્થ જ હશે એવો મને પાકો ભરોંસો છે. છતાં હું છદ્મસ્થ હોવાથી કદાચ ક્યાંય ક્ષતિ થઈ ગઈ હોય એવું પણ કદાચ બને. તેથી લખેલી આ તમામ હકીકત (મારા વડે બોલાયેલા આ સઘળા બોલોની વાત) તો હું સાચી માનું કે જો સર્વજ્ઞસર્વદર્શી એવા આપ આ હકિકતમાં સમ્મત થાઓ. સાક્ષી પૂરો, સમ્મતિ આપો, અર્થાત્ કાગળ ભલે મેં લખ્યો છે. પરંતુ તેમાં આપ સાક્ષીભૂત થાઓ. એટલે હું મારી તમામ મહેનત સફળ માનું. ભાવાર્થ એવો છે કે ભરતક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ અતિશય વિકટ જોઈને ઘરના કજીયાની વાત જેમ બીજા કોઈની પાસે ન કહેવાય તેમ જૈનશાસનને મારું પોતાનું ઘર માનીને ગુપ્તપણે મેં આપને હુંડીના સ્તવન સ્વરૂપે આ કાગળ લખ્યો છે. તે વાંચીને યથાર્થપણાની છાપરૂપે આપ સમ્મતિ કરજો. જેથી હું મારી બધી વાત એમ માનીશ આપશ્રીને પહોંચી છે. આપશ્રી જરૂર મને ભવચક્રમાંથી બચાવવાનો ઉપાય કરશો જ. એમ માનીને હું સંતોષ અનુભવું છું. તે ૧૧-૨ . એક છે રાગ તુજ ઉપરે, તેહ મુજ શિવતરૂ કંદ રે ! નવિ ગણું તુજ પરે અવરને, જો મીલે સુર નર વૃંદ રે ૧૧-૩ / સ્વામી સીમંધર તું જયો. ૫ ૧૧૬ ! Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થ= તમારા પ્રત્યેનો મને જે રાગ છે. તે જ એક મને મુક્તિ રૂપ વૃક્ષ ઉગાડવામાં મૂલબીજ સમાન બનશે. જો સામે દેવોનો સમુહ (દેવઋદ્ધિ) અને મનુષ્યોનો સમુહ (રાજઋદ્ધિ) મળે તો પણ તે અન્યને હે પરમાત્મા ! તમારા સમાન ગણું નહીં. તમારાથી તે સર્વે અત્યન્ત તુચ્છ છે. // ૧૧-૩ // વિવેચન= હે સીમંધરસ્વામી પરમાત્મા ! તમારૂં શાસન પામ્યા પછી સત્સંગથી, સદ્ગુરુથી અને આગમશાસ્ત્રોથી ત્રણે કાળે અબાધિત એવી આપની વાણીનો મેં અભ્યાસ કર્યો છે. અનેક દર્શન શાસ્ત્રોની સાથે તેની પૂર્વાપર તુલના કરી છે. કાચના ટુકડાઓથી જેમ હીરો જુદો તરી આવે તેમ તમારી વાણી પૂર્વાપર અવિરુદ્ધ, ત્રણે કાળે અબાધિત, સર્વથા નિર્દોષ અને જેમ જેમ પાન કરીએ તેમ તેમ સરસ શેરડી કરતાં પણ અતિશય મીઠી લાગે છે. આવી સુંદર આ વાણીનો અભ્યાસ કર્યા પછી હીરાને હીરા તરીકે જાણ્યા બાદ, હીરા ઉપર જેમ અથાગ પ્રેમ જાગે છે તેમ મને તમારી વાણી ઉપર તથા અનુપમવાણી પ્રકાશિત કરનાર તરીકે તમારા ઉપર અતિશય રાગ થયો છે. તમે જ સાચા દેવ છો. તમે જ સાચા વીતરાગ છો. તમે જ સાચા યથાર્થવાદી છો. તમે જ પૂર્ણ સત્યવાદી છો. આવો આપશ્રી તરફનો પક્ષપાત મારા હૃદયમાં અતિશય જામી ગયો છે. તે કોઈનાથી ઉખેડી શકાય કે હચમચાવી શકાય તેમ નથી. પરમાત્મા પ્રત્યેનો આ રાગ જ (પક્ષપાત જ) યથાર્થતાનો પક્ષપાત હોવાથી મને મુક્તિપદરૂપી વૃક્ષ ઉગાડવામાં (ફળવાળું બનાવવામાં) મૂલબીજ ભૂત થશે. જેમ મૂલબીજમાંથી આખું વૃક્ષ કાળાન્તરે ઉગે છે. તેમ આપશ્રી પ્રત્યેના રાગથી જ કાલાન્તરે મારી મુક્તિ થશે. આપશ્રી પ્રત્યે (એટલે કે આત્માના શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યે અર્થાત્ આત્માની સાચી વીતરાગાવસ્થા પ્રત્યે) એવો તો આ રાગ જામ્યો છે કે જો તેની સામે દેવદ્ધિ કોઈ આપે અથવા રાજ્યઋદ્ધિ કોઈ આપે તો પણ તે ઋદ્ધિને આપની સમાન એટલે કે આત્માની વીતરાગાવસ્થા સમાન ન ગણું. આપશ્રીનું તત્ત્વ પ્રાપ્ત કરવાનું ઘેલું મને એવું લાગ્યું છે કે કાળાન્તરે નાશવંત અને અસ્થિર એવી આ લૌકિક સંપત્તિમાં મન ચોંટતું જ નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી ૨૪૯ જેમ એકવાર પણ ગંગાનું શીતળ અને મધુર જળ જેણે પીધું હોય, તેને લવણસમુદ્રનું ખારું પાણી કેમ ભાવે ? તેમ જેણે એકવાર પણ લોકોત્તર પુરૂષોને જાણ્યા હોય, લોકોત્તર પુરૂષોના સહજ ગુણોના આનંદને જાણ્યોમાણ્યો હોય. તેને લૌકિક સંપત્તિ જોઈને આનંદ કેમ થાય ? | ૧૧-૩ // તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં, તુજ મિત્યે તે કેમ હોય રે ! મેહ વિણ મોર માચે નહીં, મેહ દેખી માચે સોય રે ! ૧૧-૪ | સ્વામી સીમંધર તું જયો . ૧૧૭ // ગાથાર્થ= હે પરમાત્મા ! મેં તમારા વિના ઘણાં દુ:ખો મેળવ્યાં છે. હવે તમે મળ્યા પછી તે દુ:ખો કેમ રહી શકે ! જેમ વાદળ વિના મોર ન નાચે. પરંતુ વાદળ દેખ્યા પછી તે મોર નાચ્યા વિના કેમ રહે? અર્થાત્ નાચે જ. / ૧૧-૪ . વિવેચન= હે પરમાત્મા શ્રી વીતરાગ દેવ સીમંધરસ્વામી પ્રભુ ! અનાદિ કાળથી આજ દિન સુધી હું તમારા વિના=તમને સર્વજ્ઞ સર્વદર્શી સાચા વીતરાગ પરમાત્મા તરીકે ઓળખ્યા વિના, જાણ્યા વિના અને તેવી માન્યતા કર્યા વિના ભવોભવમાં ઘણું ભટક્યો છું અને બહુ દુ:ખો પામ્યો છું. તમને ન જાણ્યા એટલે તમારા કહેલા યથાર્થ આત્મધર્મને ન સમજ્યો. યથાર્થ આત્મધર્મ ન આચર્યો એટલે ઘણાં દુ:ખો પામ્યો. કુગુરુઓના સંસર્ગોથી મિથ્યાષ્ટિ દેવોને દેવ માની લીધા. વીતરાગને ક્યારેક ભજયા હશે તો પણ સંસારના સુખોની લાલસાથી ભજ્યા. દૃષ્ટિ જ ઉલટી પામ્યો. મિથ્થા સંસ્કારોમાં જ રહ્યો. તેથી હું ભવોભવમાં બહુ રખડ્યો છું. અને બહુ બહુ દુઃખો પામ્યો છું. હવેથી (આજ દિનથી) આપશ્રી મળ્યા છો. આપને જ સર્વજ્ઞ, સર્વદર્શી, યથાર્થવાદી, સત્યધર્મ પ્રકાશક, વીતરાગ પરમાત્મા તરીકે ઓળખ્યા છે. જાણ્યા છે. માન્યા છે. તેનાથી મને ઘણો ઘણો હર્ષ-આનંદ પ્રગટ્યો છે. હવે યથાર્થ સ્વરૂપે મેં આપશ્રીને પ્રાપ્ત કર્યા હોવાથી મારાં તે દુ:ખો રહેવાનાં જ નથી. ગયાં જ સમજો. એક બે ભવમાં જ મારાં Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત સર્વ દુઃખોનો ક્ષય કરીને હું મુક્તિપદ પામ્યો જ સમજો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સાચા દેવની અને સાચા ધર્મની બરાબર ઓળખાણ અને પ્રાપ્તિ મને જે થઈ છે તેનાથી હવે મારામાં દુઃખો રહે જ કેમ ? અર્થાત્ સર્વ દુઃખો ગયાં જ છે. એમ હું માનું છું. મોરલાઓ જ્યાં સુધી આકાશમાં વાદળ થાય નહીં. દેખે નહીં ત્યાં સુધી જ ન નાચે, હર્ષ ન પામે, પરંતુ આકાશમાં જેમ જેમ વાદળોની ઘટા દેખે, મેઘગર્જારવ સાંભળે, વીજળીના ઝબ્બકારા દેખે એટલે તેઓ નાચ્યા વિના ન રહે. અવશ્ય નાચે જ, તેમ હું મોરલા જેવો છું. આપશ્રી મેઘઘટા તુલ્ય છો. મને આપશ્રીની પ્રાપ્તિનો અને આપશ્રીના યથાર્થ ધર્મતત્ત્વની પ્રાપ્તિનો જે યોગ થયો છે. અને તેનાથી જે આનંદ થયો છે. તે હું શબ્દોથી વર્ણવી શકતો નથી. માત્ર મારા અનુભવથી જ જાણું છું. માણું છું અને આનંદમાં આવીને નાચું છું. બસ, હર્ષાવેશમાં નાચ્યા જ કરું છું. ૧૧-૪ / મન થકી મીલન મેં તુજ કીયો, ચરણ તુજ ભેટવા સાંઈ રે ! કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે ૧૧-૫ | સ્વામી સીમંધર તું જયો // ૧૧૮ || તુજન્નતમારી સાથે સાંઈ=હે સ્વામી,જતન સુરક્ષા,અવર=બીજાં. ગાથાર્થ= મેં આપશ્રીની સાથે મનથી મીલન તો કરી જ લીધું છે. હવે ફક્ત આપશ્રીના ચરણકમલોને સાક્ષાત્ ભેટવા હે સ્વામી ! ઇચ્છું છું. આપશ્રી મારી આ ભવભ્રમણાથી સુરક્ષા કરો, આ એક પ્રાર્થના વિના બીજા કંઈ હું ઇચ્છતો નથી. | ૧૧-૫ | વિવેચન= હે પરમાત્મા! ગણધર ભગવંતોએ બનાવેલા આગમગ્રંથો તથા પૂજ્ય હરિભદ્રસૂરિજી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી જિનભદ્રગણિજી, તથા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી આદિ અનેક સૂરિપુંગવોએ બનાવેલા શાસ્ત્રગ્રંથો વાંચીને તેનો પૂર્વાપર અભ્યાસ કરીને મન થકી (શ્રદ્ધાગુણથી)મેં આપશ્રીની સાથે મીલન તો કરી જ લીધું છે. અર્થાત્ આપશ્રીની પૂર્વાપર અવિરુદ્ધ, અનેકાન્તશૈલીવાળી, નિશ્ચય-વ્યવહારાદિ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી નયોની અપેક્ષાવાળી, સર્વદોષોથી મુક્ત એવી વાણી; શાસ્ત્રોના આધારે અને - સદ્ગુરુઓના આલંબને જાણીને તેનો અભ્યાસ કરીને અત્યન્ત શ્રદ્ધાળુણવાળો હું બની જ ચુક્યો છું. હવે આપના પ્રત્યે જામેલા મારા મનને (જામેલી શ્રદ્ધાને) કોઈ દેવ માનવ કે ઈન્દ્ર પણ ચલિત કરી શકે તેમ નથી. હવે ફક્ત તમારા ચરણો ભેટવા (એટલે કે આપશ્રીની વાણી દ્વારા ભણેલા નિશ્ચય-વ્યવહારથી શુદ્ધ એવા ધર્મતત્ત્વને આચરવા) માટે હું ઇચ્છું છું. આપશ્રીએ જણાવેલા પરપરિણતિથી મુક્ત અને શુદ્ધ એવા આત્મતત્વને પ્રાપ્ત કરવું એ જ તમારા ચરણોને સાક્ષાત્-પ્રત્યક્ષ ભેટવું કહેવાય છે. તેને મેળવવા ઇચ્છું છું. હું વિભાવદશામાં ન ચાલ્યો જાઉં. ફરી ફરી નવાં કર્મો ન બાંધું. મારૂ દિન-પ્રતિદિન પ્રાપ્ત થતું કલ્યાણ અટકે નહીં. એવી મારી “સુરક્ષા” આપશ્રી કરો, તેના વિના બીજું કંઈ પણ હું આપશ્રીની પાસે માગતો નથી. પરપરિણતિના ત્યાગ વિના બીજાં કંઈ માગવા જેવું આ સંસારમાં છે જ નહીં, સંસારનાં સર્વે પણ સુખો, પર દ્રવ્યોના સંયોગજન્ય હોવાથી પરાધીન અસ્થિર, અને ક્ષણભંગુર છે. મોહકતા વધારનારા છે. તે સર્વે ઉપરથી મારું મન ઉઠી ગયું છે. કેવળ એક શુદ્ધ, બુદ્ધ, અખંડ, અનંતગુણમય, ચિદાનંદમય આત્મતત્ત્વ મેળવવાની જ ઝંખના લાગી છે. તેની જ અતિશય તાલાવેલી લાગી છે. તે જ એક તત્ત્વ પ્રાપ્ત કરવામાં અને ભવભ્રમણ મીટાડવામાં આપશ્રી મારી સુરક્ષા કરવાવાળા થાઓ. // ૧૧-૫ / તુજ વચન રાગ સુખ આગળ, નવિ ગણું સુર-નર શર્મ રે ! કોડી જો કપટ કોઈ દાખવે, નવિ તળું તો એ તુજ ધર્મરે ! ૧૧-૬ સ્વામી સીમંધર તું જયો || ૧૧૯ | ગાથાર્થ= તમારી વાણી ઉપરના રાગના (અહોભાવના) સુખની આગળ દેવ-મનુષ્યનાં સુખોને પણ હું ગણકારતો નથી. જો કોઈ કરોડો કપટ કરીને પણ મને લલચાવે, તો પણ હું તમારા ધર્મને ત્યજવાનો નથી. / ૧૧-૬ ! વિવેચન= હે સીમંધરસ્વામી પરમાત્મા ! પાંત્રીસ ગુણોથી ભરેલી અને સર્વ દોષોથી રહિત એવી તમારી વાણી સાંભળીને (આગમશાસ્ત્રો Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત દ્વારા જાણીને) તે નિર્દોષ વચનો ઉપર મને જે રાગ પ્રગટ થયો છે. હૈયામાં અનહદ અહોભાવ (પૂજ્યભાવ) જે ઉદ્ભવ્યો છે. તેના આનંદના સુખની સામે દૈવિક સુખો કે માનવભવનાં સુખોની કોઈ ફુટી કોડી જેટલી પણ કિંમત નથી. ઐહિક કે પારભવિક સુખો કર્મોદય જન્ય છે આસક્તિ દ્વારા નવા કર્મો બંધાવનારાં છે. પરદ્રવ્યની આધીનતાવાળાં છે. આત્માની સ્વતંત્રતાને છેદનારાં છે. તે સુખોને પ્રાપ્ત કરવામાં, પ્રાપ્ત થયેલાના સંરક્ષણમાં, અને અંતે વિયોગમાં દારૂણ દુઃખ આપનારાં છે. અસ્થિર ચંચળ અને ક્ષણભંગુર છે. પત્તાનાં મહેલની જેમ, વિજળીના ચમકારાની જેમ અને મેઘઘટાની ગીચતાની જેમ વિખેરાઈ જવાવાળાં છે. જ્યારે આપશ્રીની વાણીના શ્રવણ મનન ચિંતન અને આચરણ દ્વારા જે અનુપમ આનંદ પ્રાપ્ત કરાય છે. તે કર્મોનો ક્ષય કરનારો છે. નવાં કર્મો નહીં બંધાવનારો છે. સ્વાધીન છે. આત્માની સ્વતંત્રતાને સમજાવનારો અને આપનારો છે. આવ્યા પછી કદાપિ નહીં જનારો છે. તથા વધારે ને વધારે હર્ષ ઉપજાવનારો છે. મારા આત્મામાં આપની વાણી પ્રત્યેનો અહોભાવ (પૂજ્યભાવ)એવો તો સુદઢ થયો છે કે જો કોઈ દેવ અથવા માનવ મારા તે અહોભાવને ડગાવવા કરોડો કપટ કરે, અમાપ ઉપાયો આચરે, તો પણ હું તમારા ધર્મને અંશમાત્ર પણ તણું નહીં. એવો આ પૂજ્યભાવ માર આત્મામાં સુદઢ પણે મેં પ્રાપ્ત કર્યો છે. મેં ૧૧-૬ || તું મુજ હૃદય ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહ રે ! કુમત માતંગના જુથથી, તો ન કશી પ્રભુ મુજ બીહ રે // ૧૧-૭ સ્વામી સીમંધર તું જયો / ૧૨૦ || નિરીહ= નિસ્પૃહ, વીતરાગ, કુમત= અન્યધરૂપી, માતંગહાથી જુથ સમુહ, કશી= કોઈ પણ પ્રકારની, બીહ= બીક, ભય. ગાથાર્થ= મારા હૃદયગિરિમાં સિંહસમાન વીતરાગ પ્રભુ તમે જો વસો છો તો તેના કારણે અન્યમતો રૂપી હાથીઓના ટોળાથી મને કોઈ પ્રકારની બીક (ભીતિ) હવે રહી નથી. કોઈપણ તરફથી મને ભીતિ લાગતી નથી. Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી ૨૫૩ વિવેચન= જંગલમાં સ્વતંત્રપણે છુટા ફરનારા પરાક્રમી સિંહ નામના પ્રાણીઓ દિવસે બહાર ઘુમતા હોય છે. અને સંસ્થા આદિ વેળાએ પર્વતોની પોતપોતાની ગુફામાં વસનારા હોય છે. જે જંગલોમાં સિંહો ઘુમતા હોય છે. તે જંગલોમાં, સિંહોનો વાત્સલ્યભાવ જેણે પ્રાપ્ત કરી લીધો છે તેવા પુરુષોને હરવા-ફરવા અને ચાલવામાં, ત્યાં ચારે બાજુ ફરતા એવા જંગલી હાથીઓના ટોળાનો ભય ક્યાંથી હોય ? જે પુરુષને સિંહ બચાવનાર છે. તે પુરુષને ગજગ્રાહનો ભય સંભવતો જ નથી. તેવી જ રીતે હે પરમાત્મા ! તમે વીતરાગ (નિરીહ) છો. તેથી જ પરાક્રમી સિંહ સમાન છો. તમને તમારી વાણીને અને આપશ્રીએ બતાવેલા ધર્મતત્ત્વને) મેં મારા હૃદયમાં બરાબર વસાવ્યા છે. તેથી અન્યધર્મો-અન્યદર્શન મને પોતાની જાળમાં ફસાવે એવો ભય હવે મને રહ્યો જ નથી. કારણ કે તે સર્વે અન્યમતો કરતાં બળવાન ધર્મનો (બળવાન વ્યક્તિનો) મેં આશ્રય કર્યો છે. આપ પરાક્રમી સિંહસમાન છો. મારા હૃદય પર્વતોની ગુફા સમાન છે. અન્યમતો એ હાથીઓના ટોળા સમાન છે. જ્યાં સિંહ વસે છે ત્યાં જંગલી હાથીઓના ટોળાનો ભય લાગતો નથી તેમ જ્યાં આપશ્રી વસો છો ત્યાં અન્યમતોનો (ત્યાં ફસાઈ જવાનો) ભય લાગતો નથી. આપશ્રીનાં યુક્તિસંગત વચનોના અભ્યાસના સહાયથી અમે લલચાવનારાં અન્યદર્શનોનાં વચનોને દૂરથી જ ફગાવી દેનારા વિદ્વાન બન્યા છીએ. જેને બળવાનની સહાય હોય છે તે પોતે પણ તેની મદદથી બળવાન બને છે. તે ૧૧-૭ છે કોડી છે દાસ પ્રભુ તાહરે, માહરે દેવ તું એક રે | કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક રે ૧૧-૮ સ્વામી સીમંધર તું જ્યો / ૧૨૧ / ગાથાર્થ= હે પ્રભુ ! તમારે તો કરોડો સેવક છે. પરંતુ મારે તો તું એક જ સ્વામી છે. તેથી આ સેવકની સારસંભાળ કરવી એ તમારો ઉચિત વિવેક ગણાય. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ - પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત વિવેચન= હે સીમંધરસ્વામી પ્રભુ ! આપશ્રી સર્વગુણ સંપન્ન છો. વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી છો. તીર્થંકર નામકર્મ સ્વરૂપ તીવ્ર પુણ્યોદયવાળા છો. તેથી આપની સેવાની સ્પૃહા કોણ ન રાખે ? માટે કરોડોની સંખ્યામાં રહેલા દેવો, દેવેન્દ્રો, માનવો, રાજાઓ અને ચક્રવર્તીઓ આપશ્રીની સેવા ભક્તિ, કરે છે. આ કારણે આપને તો કરોડો સેવકો છે. પરંતુ અગાધ એવા ભવસાગરથી તારવામાં, તરવાનો સાચો રાહ બતાવવામાં, યથાર્થ દિશા સૂચવવામાં અમારા માટે તો એક તમે જ છો. તેથી મેં આપશ્રીને એકને જ સ્વામી બનાવ્યા છે. (માન્યા છે). તમારા જેવું સામર્થ્ય અન્ય કોઈમાં પણ ન હોવાથી મારે મન તમે એક જ સ્વામી છે. તેથી મારી સારસંભાળ લેવી એ તમારી ફરજ થઈ પડે છે. તેથી જો તમે અમારી સાર સંભાળ કરશો તો જ તમે જગતમાં ઉચિતવિવેકવાળા કહેવાશો. જે સેવકને ઘણા સ્વામી હોય તે સેવકની એક સ્વામી કદાચ સારસંભાળ ન કરે તો ચાલે. કારણકે તે પોતાની સારસંભાળ બીજા સ્વામી પાસે અથવા ત્રીજા-ચોથા-પાંચમા સ્વામી પાસે કરાવી શકે છે. આ કારણે આવા સેવકની જો કોઈ એક સ્વામી ઉપેક્ષા કરે તો તે સ્વામી ઉપાલંભને પાત્ર બનતા નથી. સેવકની સારસંભાળ કરવાનું અટકી જતું નથી. સેવક ડુબી જતો નથી. પરંતુ જે સેવકને એક જ સ્વામી હોય છે. તે સ્વામી જો સેવકની સારસંભાળ કરવામાં ઉપેક્ષા કરે તો સેવકને કેટલું નુકશાન થાય ? તે તો ભવસમુદ્ર તરી જ ન શકે. અગાધ ઊંડા જળમાં ડુબી જ જાય. આટલું મોટું નુકશાન કરાવવામાં સ્વામીની ઉપેક્ષાબુદ્ધિ જ કારણ કહેવાય. તેથી સ્વામી પણ ઉપાલંભને પાત્ર બને જ છે. જે સેવકે “આ સ્વામી મને અવશ્ય તારશે જ” “મને તારવામાં તેઓ જ સમર્થ છે.” આમ માનીને એક પાક્ષિક અભિલાષા કરી અને સ્વામી-સેવક ભાવનો સંબંધ બાંધી તેઓની જ આશાએ જે સેવક સમય પસાર કરે છે. અને જો સ્વામી અનેક સેવકોની સેવામાં અંજાઈ જઈ આ એક જ સ્વામી માનનારા સેવકને ભૂલી જાય તો શું તે સ્વામી પણ ઠપકાપાત્ર આ સંસારમાં ન ગણાય ? અર્થાત્ ગણાય જ. તો આપશ્રી અનેક સેવકોવાળા હોવા છતાં પણ મને ભૂલી ન જાઓ. મને Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨પપ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી ભૂલી જાઓ તો શું ઠપકાપાત્ર ન ગણાઓ ? તેથી મને ન ભૂલી જાશો, હે સ્વામી ! ન ભૂલી જાશો. તેમાં તમારી વિવેકશૂન્યતા ગણાશે. (આ બધા વચનો ભક્તિભાવથી બોલાયેલાં જાણવા) | ૧૧-૮ || ભક્તિ ભાવે ઈસ્યું ભાખીએ, રાખીએ એહ મનમાંહી રે ! દાસના ભવદુઃખ વારીએ, તારીએ સો ગ્રહી બાંહી રે / ૧૧-૯ છે સ્વામી સીમંધર તું જયો | ૧૨૨ | ગાથાર્થ ભક્તિભાવથી મેં આવું કહ્યું છે. તે સઘળી વાત આપ આપના મનમાં જ રાખજો. સેવક એવા મારાં ભવદુઃખ, હે પ્રભુ કાપો, અને હાથ પકડીને તારો. # ૧૧-૯ , વિવેચન= હૈયામાં જયારે જુદી જુદી જાતનો પ્રેમ ઉભરાય છે. ત્યારે ઉપર ઉપરથી અનુચિત લાગતાં પણ પરમાર્થથી ઉચિત જ વચનો નીકળી જાય છે. જેમ બાળકને માત-પિતા પ્રત્યે ઉપકારીપણાનો ભાવ (પ્રેમ) છે. તેથી કાલુંઘેલું બોલી જાય છે. જે ઉપર ઉપરથી અનુચિત પણ લાગે. પરંતુ તેવું વચન અંદરનો પ્રેમ જ સૂચવે છે. તેવી જ રીતે હે પરમાત્મા ! અમે તમને એકને જ સ્વામી માન્યા છે. માતપિતાતુલ્ય માન્યા છે. ઉપકારી માન્યા છે. તરણતારણહાર માન્યા છે. તમારા પ્રત્યે અમાપ પ્રેમ છે. અમાપ વિશ્વાસ છે. તમે અમારું કામ કરશો જ એવી સો ટચના સોના જેવી પાકી શ્રદ્ધા છે. એટલે જ્યારે (અમારો ભવસ્થિતિ પરિપાક હજુ બરાબર ન થયો હોવાથી ) અમારું કામ ન થાય, અથવા કામકાજ થવામાં કાળવિલંબ થાય ત્યારે તે કાર્ય કરાવવાની અધીરાઈના કારણે , અને પાકો વિશ્વાસ હોવાથી સ્વામી કંઈ ભૂલી તો નથી ગયાને ? ઇત્યાદિ મનની કાલીઘેલી કલ્પનાઓથી બોલાયેલાં અમારાં આ સઘળાં વચનો છે. આવાં કાલાઘેલાં (ગાંડપણ જેવા લાગતાં) અમારાં વચનોને સાંભળીને હે પરમાત્મા ! ખોટું ન લગાડશો, મનમાં દુઃખ ન ધરશો. અમારું આ બધું બોલવું શ્રદ્ધાના અતિશયથી અને કાર્યની ઘેલછાથી થયું છે તેથી અમારાં આ વચનો બાળકની જેમ વિવેકશૂન્ય પણ કદાચ હશે. તો પણ આપશ્રી અમારાં Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ વચનો મનમાં જ રાખજો. કોઈ બીજાને કહેશો નહીં. નહીં તો આવાં વિવેકશૂન્ય વચનો બોલવા બદલ અમારૂં માઠું દેખાશે. અમારી ઇજ્જત ઓછી થશે. પ્રેમથી બોલાયેલાં વિવેકશૂન્ય વચનો બીજાને કહેવાનાં હોતાં નથી. વિવેકવાળુ અથવા વિવેક વિનાનું અમે આપશ્રીને ઘણું ઘણું કહી દીધું છે. તે કહેવાની પાછળ સર્વે વચનોનો એક જ સાર છે કે આપના અતિશય ભક્તિભાવવાળા આ દાસનાં ભવદુઃખો વારો. અને હાથ પકડીને પણ તારો. એટલે કે મારામાં મોહના સંસ્કારો આજ કાલના નથી. અનાદિના છે. જ્હી ટળે તેમ નથી. તેમાં કાળવિલંબ પણ કદાચ થવાનો સંભવ છે. મારે તો તે મોહના સંસ્કારો જલ્દી જલ્દી નાશ કરવા છે. તેથી આપશ્રી એવી જાદુઈ લકડી ચલાવો કે જેથી હું આ મોહના સંસ્કારોનો નાશ કરી, ભવના પેલે પાર પહોંચનારો થાઉં. આપશ્રી જ આ કામ કરી શકો તેમ છો. || ૧૧-૯ | બાળ જિમ તાત આગળ કહે, વિનવું હું તેમ તુજ રે । ઉચિત જાણો તેમ આચરો, નવિ રહ્યો તુજ કિસ્યુ ગુજ્જી રે ।। ૧૧-૧૦ II સ્વામી સીમંધર તું જ્યો ॥ ૧૨૩ ॥ નવિ રહ્યો= રાખ્યું નથી, કિસ્યુ= કોઈપણ પ્રકારનું, ગુઝ= ગુપ્ત. ગાથાર્થ= જેમ બાળક પોતાના પિતાની આગળ પોતાની દુઃખદર્દ ભરેલી આપવીતી કહે છે. તેમ હે પરમાત્મા ! હું પણ આપશ્રીને વિનંતિ કરું છું કે મારા માટે આપશ્રીને જે ઉચિત લાગે તેમ કરો. પણ જલ્દી કરો. કારણકે મેં આપની પાસે કંઈ પણ ગુપ્ત રાખ્યું નથી. ॥ ૧૧-૧૦ || વિવેચન= હે સીમંધરસ્વામી પરમાત્મા ! આપ તો છએ દ્રવ્યોના, ત્રણે કાળના, અનંતાનંત વર્તના પર્યાયોને જાણનારા છો. લોકાલોકવ્યાપી કેવળજ્ઞાન કેવળદર્શનવાળા છો. મારા પણ ત્રણે કાલના સર્વ પર્યાયોને આપશ્રી જાણો છો જ. જેથી આપને જણાવવા માટે મારે બીજુ કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ બાળક જેમ પોતાના હૈયાના ભાવો પોતાની મધુર લાગતી Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ અગ્યારમી ૨૫૭ બાલભાષામાં પોતાના પિતાને કહે છે. તેવી જ રીતે આપશ્રી જાણતા હોવા છતાં પણ હું આપશ્રીને મારા હાર્દિક દુઃખદર્દને) જણાવું છું. હૈયામાં જેવું આવ્યું તેવું હોઠ દ્વારા પ્રકાશિત કરી નાખ્યું છે. બોલાય કે ન બોલાય તેનો વિવેક કંઈ રાખ્યો જ નથી. ઉપકારી પણાના આપશ્રી પ્રત્યેના રાગે વિવેક રહ્યો પણ નથી તેથી મારી બાહ્યચેષ્ટાને ન જોતાં મારા કહેવાના ભાવને જોજો: મેં મારા હૈયાના ભાવો કહેવામાં તમારી પાસે કંઈ પણ ગુપ્ત રાખ્યું નથી. જે વસ્તુ જેમ હતી તે વસ્તુ તેમ ભદ્રિકભાવે કહી જ દીધી છે. તેથી આપશ્રી મારુ કલ્યાણ કરવાનું, દુઃખ દૂર કરવાનું, ભવભ્રમણા મટાડવાનું, કાર્ય જે રીતે ઉચિત લાગે તે રીતે આચરો ( તે રીતે કરો) પણ મારું કાર્ય ચોક્કસ કરો જ. હવે રાહ ન જોવરાવો. કાલવિલંબ ન કરો. હવે ધીરજ રહેતી નથી. | ૧૧-૧૦ / મુજ હોજો ચિત્ત શુભ ભાવથી, ભવો ભવ તાહરી સેવ રે ! યાચિએ કોડી યતને કરી, એહ તુજ આગળ દેવ રે ૧૧-૧૧ | સ્વામી સીમંધર તું જયો | ૧૨૪ / ગાથાર્થ= હે પરમાત્મા ! તમારી આગળ મનના ઉત્તમ ભાવથી કરોડો પ્રયત્નો કરીને આ એક જ યાચના કરીએ છીએ કે ભવોભવમાં તમારી સેવા મને મળજો. ૧૧-૧૧ / વિવેચન- હે સીમંધરસ્વામી પરમાત્મા ! તમારી સમક્ષ આ સ્તવન દ્વારા મેં ઘણું ઘણું કહી દીધું છે. હૈયામાં આપના પ્રત્યે શુભભાવ હોવાથી (અંતરમાં સત્વ નામનો ગુણ હોવાથી આપનું શાસન અતિશય રૂચિ ગયુંeગમી ગયું) હોવાથી ઉપરોક્ત કાલીઘેલી મારી બાલભાષામાં મેં મારી સર્વ હકિકત અતિશય શ્રદ્ધા પૂર્વક આપશ્રીને કહી દીધી છે. હવે કહેવાનું કંઈ જ બાકી નથી. હૈયાના ભક્તિભાવ પૂર્વક આપને અમારી એક જ અન્તિમ વિનંતિ છે કે વિવિધ પ્રકારના અનેક પ્રયત્નો કરીને જણાવીએ છીએ કે મને ભવોભવ તમારા ચરણોની સેવા એટલે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કે તમારી આજ્ઞાનું જ્ઞાન, સમજ, આચરણ અને પાલન મલજો. આ જ એક અમારી અન્તિમ વિનંતિ છે. કારણ કે જો ભગવાનની આજ્ઞા જણાય, સમજાય અને પળાય તો અમારો આત્મા સત્યમાર્ગને સેવનારો બને જ. અકલ્યાણ થાય જ નહીં. નિયમા કલ્યાણ જ થાય. અલ્પકાળમાં જ મુક્તિપદ પામે. ॥ ૧૧-૧૧ || ઇમ સકલ સુખકર, દુરિત ભયહર, વિમલ લક્ષણ ગુણધરો । પ્રભુ અજર, અમર, નરિંદ વંદિત, વિનવ્યો સીમંધરો । નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત ધૈર્ય નિર્જિત મંદરો । શ્રી નયવિજય બુધ ચરણસેવક જવિજય બુધ જય કરો ॥૧૨૫॥ ગાથાર્થ= આ પ્રમાણે સકલ સુખને કરનારા, સર્વ પાપો અને ભયોને હરનારા, નિર્મળ લક્ષણો અને ગુણોને ધારણ કરનારા, અજર (જરા વિનાના), દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે વંદાયેલા, પોતાની ધર્મદેશનાની વાણી વડે તર્કના (પરાભવ) કર્યો છે મેધના ગર્જારવનો જેઓએ એવા, અને ધૈર્યગુણ વડે જિત્યો છે મેરૂપર્વત જેઓએ એવા પ્રભુ શ્રી સીમંધર સ્વામીને વિનંતી કરવારૂપે શ્રી નવિજયજી મહારાજશ્રીના ચરણસેવક એવા શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ સ્તવનની રચના કરી છે. વિવેચન= આ ગાથા કળશ રૂપે છે. ગ્રંથકર્તાનું અને તેમના ગુરુજીનું નામ આપીને સીમંધરસ્વામીને વિનંતી કરવા રૂપે આ સ્તવન બનાવ્યું છે. એમ સુચવ્યું છે. આ સ્તવનના કર્તા છે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રી કે જેઓ મહેસાણા પાસેના કનોડા ગામમાં જન્મેલા, પાટણમાં દીક્ષિત થયેલા, અને ડભોઈમાં સ્વર્ગવાસી બનેલા. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ અગ્યારમી ૨૫૯ તથા વિક્રમ સંવત- -માં જન્મેલા. કાશીમાં જઈ વિશિષ્ટ સંસ્કૃત પ્રાકૃત અને ન્યાય શાસ્ત્રોનો જેઓએ ઘણો અભ્યાસ કર્યો હતો તે. તેમના ગુરુનું નામ પૂજ્ય શ્રી નયવિજયજી મહારાજશ્રી. આ પ્રમાણે પૂજ્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયમાં થયેલા એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ આ સ્તવન બનાવ્યું. તેમાં મહાવિદેહક્ષેત્રમાં વર્તમાન કાળે વિચરતા, ધર્મદેશના આપતા સીમંધરસ્વામી ૫રમાત્માને વિનંતી કરવા રૂપે આ સ્તવન બનાવ્યું છે. સીમંધરસ્વામીના સાત ગુણો આ છેલ્લી ૧૨૫મી ગાથામાં ગાવા વડે સ્તુતિ કરેલી છે. ૧ સકલ સુખકર= સકલ સુખોને કરનારા, જેઓની આરાધના કરવાથી એટલે કે ભાવપૂર્વક સ્તવના વંદના કરવાથી, સ્થિર અને અનંત કાળસ્થાયી એવા સર્વોત્તમ મુક્તિસુખની પ્રાપ્તિ થાય છે. ૨ દુરિત ભયહર= પાપો અને ભયોને હરનારા, જેમના શાસનની (આજ્ઞાની) પાલના (આચરણા) કરવાથી પૂર્વબદ્ધ પાપો અને ભયો ચાલ્યા જાય છે. ૩ વિમલ લક્ષણ ગુણધરો= નિર્મળ લક્ષણો અને ગુણોને ધારણ કરનારા. તીર્થંકરપણાનાં હાથ-પગની રેખાવાળાં બહુ બાહ્ય લક્ષણો અથવા ૩૪ અતિશયોરૂપી બાહ્ય લક્ષણો અને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રવીર્યાદિ ગુણોરૂપી ભાવ લક્ષણોને ધારણ કરનારા. ૪ અજર= જરા વિનાના, જેના જીવનમાં હવે જન્મ જરાદિ આવવાનાં નથી એવા. ૫ અમર નદિ વંદિત= દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે વંદાયેલા. ૬ નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત ૩૫ ગુણોથી ભરેલી પોતાની ધર્મદેશના આપવાવાળી અદ્ભૂતવાણી વડે તર્જના કરી છે મેઘના ગર્જારવની જેણે એવા. અર્થાત્ મેઘના ગર્જારવ કરતાં પણ અત્યન્ત ગંભીર વાણીવાળા. ૭ ધૈર્ય નિર્જિત મંદરો– ધૈર્યગુણ વડે જિત્યો છે મેરૂપર્વત જેઓએ એવા. અર્થાત્ કલિકાલના તોફાની પવનો વડે પણ મેરૂપર્વત Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ચલાયમાન (કંપાયમાન) થાય તેમ નથી. છતાં કદાચ તે કંપાયમાન થાય પરંતુ પરમાત્મા સીમંધરસ્વામી પ્રભુ ગમે તેવા ઉપસર્ગ પરિષહો આવે તો પણ કંપાયમાન ન થાય તેવા છે. તેથી મેરૂપર્વતને પણ ધર્યગુણ દ્વારા જિતનારા. આવા શ્રી સીમંધરસ્વામીને વિનંતિ કરવારૂપે આ સ્તવન બનાવ્યું છે. વર્તમાન કાળમાં સર્વજ્ઞ, પૂર્વધર, શ્રુતકેવલી વિગેરે મહાપુરુષોના વિરહવાળા કાળમાં, અજ્ઞાની અને અહંકારી એવા તથા પોતાના અનુયાયી વર્ગના તોફાનોના કારણે પદારૂઢ થયેલા કુગુરુઓ ધર્મની દેશના પાલટે છે. ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે. અર્થ-કામની દેશના આપવા રૂપ ઉન્માર્ગ જ બતાવે છે. સાચો જ્ઞાનમાર્ગ બતાવતા જ નથી. કલહ અને કદાગ્રહના દરિયા છે. સત્તાધીશ થઈ ગયા છે. એવા કુત્સિત કુગુરુઓના હાથમાં ફસાઈ ચુકેલા ભવ્ય મુમુક્ષુ આત્માર્થી અને ભદ્રિક જીવોને વ્યવહારનયથી અને નિશ્ચયનયથી ધર્મનું સાચું સ્વરૂપ સમજાવવા માટે શ્રી સીમંધરસ્વામીને વિનંતિ કરવા રૂપે પૂજ્યપાદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ સ્તવન બનાવ્યું છે. આવા પ્રકારની નિર્ભય, સર્વથા સત્ય, ટંકશાળી વાણી પ્રકાશવા દ્વારા આપણા ઉપર અસીમ ઉપકાર કરનારા એવા પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીને લાખો-લાખો વંદના. અગ્યારમી ઢાળ સમાપ્ત શ્રી સીમંધર સ્વામી પરમાત્માને વિનંતિ કરવા રૂપે બનાવેલું નિશ્ચય-વ્યવહારનયથી ધર્મનું સ્વરૂપ સમજાવનારા સવાસો ગાથાના સ્તવનની તથા તેના સરળ ગુજરાતી અર્થોની સમાપ્તિ થઈ. Page #278 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૫ ગાથાનું સ્તવન-મૂળ સ્વામી સીમંધરા વિનતિ, સાંભળો માહરી દેવ રે | તાહરી આણ હું શિર ધરું, આદરું તાહરી સેવ રે ! સ્વામી ! સીમંધરા વિનતિ. ૧-૧ | કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે | તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે સ્વામી // ૧-૨ / જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે | લુંટીઆ તેણે જન દેખતાં, કીધાં કરે લોક પોકાર રે / સ્વામી ! ૧-૩ . જેહ નવિ ભવ તર્યા નિર્ગુણી, તારશે કેણી પેરે તેહ રે ! એમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે સ્વામી | ૧-૪ || કામકું ભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે | દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગ શૂલ રે / સ્વામી | ૧-પી . અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે ! પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથ રે // સ્વામી | ૧-૬ / વિષયરસમાં ગૃહી માચીયા, નાચિયા કુગુરુ મદ પૂર રે ! ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે . સ્વામી | ૧-૭ // કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બોલ રે ! જિન વચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે I સ્વામીII ૧-૮ | કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કે ઈ મત કંદ રે ! ધર્મની દેશના પાલટે, સત્ય ભાખે નહી મંદ રે I સ્વામી) | ૧-૯ I બહુમુખે બોલ એમ સાંભળી, નવિ ધરે લોક વિશ્વાસ રે ! ઢંઢતાં ધર્મને તે થયા, ભ્રમર જિમ કમળની વાસ રે // સ્વામી ! ૧૧૦ / Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨, પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ઢાળ બીજી એમ ટૂંઢતાં રે ધર્મસોહામણો, મિલીઓ સગુરુ એક ! તેણે સાચો રે માર્ગ દાખવ્યો, આણી હૃદય વિવેક | શ્રી સીમંધર સાહિબ સાંભળો || ર-૧ || પરઘર જોતાં રે ધર્મ તુમે ફિરો, નિજ ઘર ન હો રે ધર્મ જિમ નવિ જાણે રે મૃગકસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ | શ્રી૨-૨ . જેમ તે ભૂલો રે મૃગ દશદિશિ (દિશિદિશિ) ફરે, લેવા મૃગમદ ગંધ ! તેમ જગ ટૂંઢે રે બાહિર ધર્મને, મિથ્યાદૃષ્ટિ રે અંધ | શ્રી. ર-૩ / જાતિ અંધનો રે દોષ ન આકરો, જે નવિ દેખે રે અર્થ છે મિથ્યાદૃષ્ટિ રે તેહથી આકરો, માને અર્થ અનર્થ | શ્રી૦૨-૪ આપ પ્રશંસે રે પરગુણ ઓળવે, ન ધરે ગુણનો રે લેશ. તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દિએ મિથ્યા ઉપદેશ // શ્રી ૨-૫ છે. જ્ઞાન પ્રકાશે રે મોહતિમિર હરે, જેહને સદ્ગુરુ સૂર ! તે નિજ દેખે રે સત્તા ધર્મની, ચિદાનંદ ભરપૂર | શ્રી ૨-૬ / જેમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી, તેમ તે જીવ સ્વભાવી તે જિન વિરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ | શ્રી. ૨-૭ જેમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ | પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ | શ્રી. ૨-૮ છે. ધર્મ ન કહીએ રે નિશે તેહને, જેહ વિભાવ વડવ્યાધિ ! પહેલે અંગે રે એણી પેરે ભાખીયું, કર્મે હોય ઉપાધિ | શ્રી. ર-૯ I જે જે અંશે રે નિરુપાયિકપણું, તે તે જાણી રે ધર્મ | સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણા થકી, જાવ લહે શિવ શર્મ | શ્રી ૨-૧૦ll. એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આપ સ્વરૂપ છે પરપરિણતિથી રે ધર્મ ન છાંડીએ, નવિ પડીએ ભવકૂપ શ્રી ૨-૧૧ , Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું ! તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણું || આતમ તત્ત્વ વિચારીએ રે ૩-૧ | આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ | આતમ જ્ઞાને તે ટળે, એમ મન સદહીએ આતમ૩-૨ / જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો | નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો | આતમ0 ૩-૩ || ભગવાઈ અંગે ભાખિઆ, સામાયિક અર્થ | સામાયિક પણ આતમાં, ધરો સુધો અર્થ | આતમ૦ ૩-૪ / લોકસાર અધ્યયનમાં, સમકિત મુનિ ભાવે | મુનિ ભાવ જ સમક્તિ કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે | આતમ૦ ૩-૫ / કષ્ટ કરો સંયમ ધરો, ગાળો નિજ દેહ | જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખનો છેહ | આતમ0 ૩-૬ | બાહિર યતના બાપડા, કરતાં દુહવાએ | અંતર જતના જ્ઞાનની, નવિ તેણે થાયે | આતમ) ૩-૭ II રાગ દ્વેષ મલ ગાળવા, ઉપશમ જલ ઝીલો | આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલો . આતમ૦ ૩-૮ હું એહનો, એ માહરો, એ હું, એણી બુદ્ધિ | ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ | આતમ૦ ૩-૯ || બાહિર દૃષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે છે અંતર દૃષ્ટિ દેખતાં, અક્ષયપદ પાવે || આતમ૦૩-૧૦ા ચરણ હોય લજ્જાદિકે, નવિ મનને ભંગ | ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે | આતમ૦૩-૧૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનમલ તોલે, ને મમકારાદિક યોગથી, એમ જ્ઞાની બોલે આતમ૦૩-૧૨ હું કરતા પરભાવનો, એમ જેમ જેમ જાણે | તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે | આતમ0૩-૧૩ પુદગલ કર્માદિક તણો, કરતા વ્યવહારે | . કરતા ચેતન કરમનો, નિશ્ચય સુવિચારે છે આતમ૦૩-૧૪ કરતા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધ કહીએ | કરતા પર પરિણામનો, બેઉ કિરિયા ગ્રહએ આ આતમ૦૩-૧પ ઢાળ ચોથી શિષ્ય કહે જો પરભાવનો, અકર્તા કહ્યા પ્રાણી ! દાન-હરણાદિક કિમ ઘટે, કહે સદ્ગુરુ વાણી II શુદ્ધ નય અર્થ મન ધરીએ || ૪-૧ | ધર્મ નવિ દીએ નવા સુખ દીએ, પર જંતુને દેતો | આપ સત્તા રહે આપમાં, એમ હૃદયમાં ચેતો. ને શુદ્ધ૦ ૪-૨ જોગવશે જે પુદ્ગલ ગ્રહ્યાં, નવિ જીવનમાં તેલ | તેહથી જીવ છે જાજુઓ, વળી જુઓ દેહ ને શુદ્ધ૦ ૪-૩ / ભક્તપાનાદિકપુગલ પ્રત્યે, નદીએ છતી વિના પોતા દાન હરણાદિ પર જંતુને, એમ નવી ઘટે જોતે ! શુદ્ધ૦ ૪-૪ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ | દીએ હરે તું નિજ રૂપને, મુખે અન્યથા જલ્પ | શુદ્ધ૦ ૪-૫ / અન્યથા વચન અભિમાનથી, ફરી કર્મ તું બાંધે શાકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે | શુદ્ધ૦ ૪-૬ . શુભ અશુભ વસ્તુ સંકલ્પથી, ધરે જે નટ માયા | તે ટળે સહજ સુખ અનુભવે, પ્રભુ આતમરાયા શુદ્ધ૦ ૪-૭ | Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ શ્રી સવાસો ગાથાનું સ્તવન પર તણી આશ વિષવેલડી, ફલે કર્મ બહુ ભાંતિ | જ્ઞાન દહને કરી તે દહે, હોએ એક જે જાતિ કે શુદ્ધ૦ ૪-૮ | રાગ દ્વેષ રહિત એક જે, દયા શુદ્ધ તે પાળે પ્રથમ અંગે એમ ભાખિયું, નિજ શક્તિ અજાઆળે II શુદ્ધ0 ૪-૯ || એક્તા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે ! જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે છે શુદ્ધ૦ ૪૧૦ જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે | નિજ દયા વિણ કહો પરદયા, હોવે કવણ પ્રકારે છે શુદ્ધ0 ૪-૧૧ છે. લોક વિણ જેમ નગર મેદિની, જેમ જીવ વિણ કાયા ! ફોક તેમ જ્ઞાન વિણ પર દયા, જિસી નટી તણી માયા ! શુદ્ધ૦ ૪-૧ | સર્વ આચારમય પ્રવચને, જાણ્યો અનુભવ યોગ | તેહથી મુનિ વમે મોહને, વળી અરતિ-રતિ શોગ | શુદ્ધ૦ ૪-૧૩ // સૂત્ર (અર્થ) અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી ! તાસરસ અનુભવ ચાખીએ, જીહાં (અનુભવ)એક છે સાખીશુદ્ધ૦૪-૧૪ આતમરામ અનુભવ ભજો, તજો પરતણી માયા | એહ છે સાર જિનવચનનો, વળી એ શિવ છાયા | શુદ્ધ૦ ૪-૧૫ / ઢાળ પાંચમી એમ નિશ્ચયનય સાંભળીજી, બોલે એક અજાણ | આદરશું અમે જ્ઞાનનેજી, શું કીજે પચ્ચખાણ / સોભાગી જિન, સીમંધર સુણો વાત / પ-૧ કિરિયા ઉત્થાપી કરીજી, છાંડી તેણે લાજ | નવિ જાણે તે ઉપજેજી, કારણ વિણ નવિ કાજ | સોભાગી ૫-૨ / નિશ્ચય નય અવલંબતાં જી, નવિ જાણે તસ મર્મ | છોડે જે વ્યવહારનેજી, લોપે તે જૈન ધર્મ | સોભાગી-૫-૩ I. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત નિશ્ચયદૃષ્ટિ હૃદયે ધરીજી, પાળે જે વ્યવહાર | પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર || સોભાગી ૫-૪ || તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરનો પંથ | મારગ તિમ શિવનો લહેજી, વ્યવહાર નિગ્રંથ / સોભાગી ૫-૫ | મહેલ ચઢતાં જિમ નહીજી, તેહ તુરંગનું કાજ ! સફળ નહી નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ || સોભાગી પ-.. નિશ્ચય નવિ પામી શકેજી, પાળે નવિ વ્યવહાર | પુણ્યરહિત જે એહવાજી, તેહનો કુણ આધાર // સોભાગી પ-૭ || હમ પરીક્ષા જેમ હુએજી, સહત હુતાશન તાપ | જ્ઞાનદશા તેમપરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપ સોભાગી) ૫-૮ | આલંબન વિણ જિમ પડેછે, પામી વિષમી વાટ ! મુગ્ધ પડે ભવકૂપમાંજી, તિમ વિણ ક્રિયા ઘાટ / સોભાગી) પ-૯ || ચરિત ભણી બહુ લોકમાંજી, ભરતાદિકનાં જેહ ! લોપ શુભ વ્યવહારને જી, બોધિ હણે નિજ તેહ સોભાગી પ-૧૦ || બહુ દલ દીસે જીવનાં જી, વ્યવહારે શિવ યોગ | છીંડી તાકે પાધરોજી, છોડી પંથ અયોગ સોભાગી૦૫-૧૧ આવશ્યકમાં ભાખીયોજી, એહી જ અર્થ વિચાર | ફળસંશય પણ જાણતાંજી, જાણીજે સંસાર | સોભાગીઓ પ-૧૨ || ઢાળ છઠ્ઠી અવર ઈસ્યો નય સાંભળી, એક ગ્રહે વ્યવહારો રે ! મર્મ ક્રિવિધ તસ નવિ લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે || તુજ વિણ ગતિ નહી જંતુને ૬-૧ | તુજ વિણ ગતિ નહીં જંતુને, તું જગજંતુનો દીવો રે ! જીવીએ તુજ અવલંબને, તું સાહેબ ચિરંજીવો રે / તુજ ૬-૨ // Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન જેહ ન આગમ વારીઓ, દીસે અશઠ આચારો રે । તેહ જ બુધ બહુ માનીઓ, શુદ્ધ કહ્યો વ્યવહારો રે || તુજ૦ ૬-૩ || જેહમાં નિજ મતિ કલ્પના, જેહથી નવિ ભવ પારો રે । અંધ પરંપરા બાંધીઓ, તેહ અશુદ્ધ આચારો રે || તુજ૦ ૬-૪ | શિથિલ વિહારીએ આચર્યાં, આલંબન જે કુડાં રે । । નિયત વાસાદિક સાધુને, તે નવિ જાણીએ રૂડાં રે || તુજ૦ ૬-૫*|| આજ નિવ ચરણ છે આકરૂં, સંહનનાદિક દોષે રે એમ નિજ અવગુણ ઓળવી, કુમતિ કદાગ્રહ પોષે રે II તુજ૦ ૬-૬ ઉત્તર ગુણમાં હીણડા, ગુરુ કાલાદિક પાખે રે । મૂળગુણે નહીં હીણડા, એમ પંચાશક ભાખે રે | તુજ૦ ૬-૭ ॥ પરિગ્રહ ગ્રહવશ લિંગીયા, લેઈ કુમતિ રજ માથે રે । ૨૬૭ નિજ ગુણ પર અવગુણ લવે, ઈન્દ્રિય વૃષભ નવિ નાથે રે । તુજ૦ ૬-૮ ॥ નાણ રહિત હિત પરિહરી, નિજ દંસણ ગુણ લૂંસે રે । મુનિ જનના ગુણ સાંભળી, તેહ અનારજ રૂસે રે | તુજ૦ ૬-૯ ॥ અણુસમ દોષ જે પરતણો, મેરૂ સમાન તે બોલે રે । જેહ શું પાપની ગોઠડી, તેહ શું હિયડલું ખોલે રે || તુજ૦ ૬-૧૦ || સૂત્ર વિરુદ્ધ જે આચરે, થાપે અવિધિના ચાળા રે । તે અતિ નિબિડ મિથ્યામતિ, બોલે ઉપદેશ માલા રે ।। તુજ૦ ૬-૧૧ || પામર જન પણ વિ કહે, સહસા જૂઠ સણૂકો રે । જૂઠ કહે મુનિ વેશે જે, તે પરમારથ ચૂકો રે | તુજ૦૬-૧૨॥ નિર્દય હૃદય છ કાયમાં, જે મુનિ વેશે પ્રવર્તે રે । ગૃહી-યતિ ધર્મથી બાહિરા, તે નિર્ધન ગતિ વર્ષે રે ।। તુજ૦ ૬-૧૩।। સાધુ ભગતિ જિન પૂજના, દાનાદિક શુભ કર્મ રે । શ્રાવક જન કહ્યો અતિ ભલો, નહીં મુનિવેશે અધર્મો રે । તુજ૦ ૬-૧૪ II કેવળ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે । આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મ વિરુદ્ધો રે || તુજ૦૬-૧૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજ શ્રી વિરચિત ઢાળ સાતમી જે મુનિશ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણ હીના જી / તે પણ મારગમાંહે દાખ્યા, મુનિ ગુણ પક્ષે લીનાજી || મૃષાવાદ વિકારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપે જી / વંદે, નવિ વંદાવે, મુનિને, આપ થઈ નિજરૂપે જી ! ૭-૧ ! મુનિ ગુણ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાળે જી ! તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાળે છે / આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લોકે જી ! એ દુર્ધર વ્રત એહનું દાખ્યું, જે નવિ ફુલે ફોકે જી ૭-૨ / પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખી જી એ ત્રણે શિવ મારગ કહીએ, જીહાં છે પ્રવચન સાખી જી / શેષ ત્રણે ભવ મારગ કહીએ, કુમતિ કદાગ્રહ ભરીયાજી | ગૃહી-યતિલિંગ-કુલિંગ લખીએ, સકળ દોષનાદરીયાજી ૭-૩ } જે વ્યવહાર મુક્તિ માર્ગમાં, ગુણઠાણાને લેખે જી અનુક્રમે ગુણશ્રેણીનું ચઢવું, તેહ જ જિનવર દેખે જી જે પણ દ્રવ્યક્રિયા પ્રતિપાળે, તે પણ સન્મુખ ભાવે જી ! શુક્લ બીજની ચંદ્રકલા જેમ, પૂરણ ભાવમાં આવે છે કે ૭-૪ / તે કારણ લજ્જાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણી જી ! ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણી જી || એ વ્યવહારનયે મન ધારો, નિશ્ચયનય મત દાખ્યું છે ! પ્રથમ અંગમાં વિતિગિચ્છાએ, ભાવ ચરણ નવિ ભાખ્યું જી / ૭-૫ / Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી સવાસો ગાથાનું સ્તવન ૨૬૯ ઢાળ આઠમી અવર એક ભાણે આચાર, દયા માત્ર શુદ્ધ જ વ્યવહાર | જે બોલે તેહી જ ઉત્થાપે, શુદ્ધ કરું હું મુખ ઈમ જપે છે -૧ જિન પૂજાદિક શુભ વ્યાપાર, તે માને આરંભ અપાર / નવિ જાણે તે ઉતરતાં નદી, મુનિને જીવદયા ક્યાં ગઈ | ૮-૨ || જો ઉતરતાં મુનિને નદી, વિધિ જોગે નવિ હિંસા વદી | તો વિધિ જોગે જિનપૂજન, શિવકારણ મત ભૂલો જના | ૮-૩ || વિષયારંભ તણો જ્યાં ત્યાગ, તેહથી લઈએ ભવજલ તાગ ! જિનપૂજામાં શુભ ભાવથી, વિષયારંભ તણો ભય નથી | ૮-૪ | સામાયિક પ્રમુખે શુભ ભાવ, યદ્યપિ લહીએ ભવ જલ નાવ ! તો પણ જિનપૂજાએ સાર, જિનનો વિનય કહ્યો ઉપચાર | ૮-૫ | આરંભાદિક શંકા ધરી, જો જિનરાજભક્તિ પરિહરી ! દાન-માન-વંદન-આદેશ, તો તુજ સઘળો પડ્યો કલેશ / ૮-૬ | સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય જે કારણ જિનગુણ બહુમાન, તે અવસર વરતે શુભધ્યાન | ૮-૭ // જિનવર પૂજા દેખી કરી, ભવિયણ ભાવે ભવજલ તરી / છ કાયના રક્ષક હોયવલી, એહ ભાવ જાણે કેવલી || ૮-૮ || જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હોએ વૃથા ! પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણ + ૮-૯ / તો મુનિને કિમ નહી પૂજના, એમ તું શું ચિંતે શુભમના ! રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ | ૮-૧૦ | Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ઢાળ નવમી ભાવસ્તવ મુનિને ભલોજી, બેઉ ભેદે ગૃહી ધાર ! ત્રીજું અધ્યયને કહ્યોજી, મહાનિશીથ મોઝાર | સુણો જિન, તુજ વિણ કવણ આધાર ૯-૧ | વળી તિહાં ફળ દાખીયું જી, દ્રવ્યસ્તવનું રે સાર | સ્વર્ગ બારમું ગેહીનેજી, એમ દાનાદિક ચાર સુિણો જિન ૯-રા છટ્ટે અંગે દ્રૌપદીજી, જિન પ્રતિમા પૂજે ય / સુરિયાભ પરે ભાવથીજી, એમ જિનવર કહેય સુણો જિન૦૯-૩ નારદ આવે નવિ થઈજી, ઉભી તેહ સુજાણ | તે કારણ તે શ્રાવિકાજી, ભાખે આળ અજાણ સુણો જિન૦૯-૪ો જિન પ્રતિમા આગળ કહ્યોજી, શક્રસ્તવ તેણે નાર | જાણે કુણવિણ શ્રાવિકાજી,એહવિધ હૃદયવિચાર સુણો જિન૦૯-૫TI પૂજે જિન પ્રતિમા પ્રત્યેજી, સુરિયાભ સુરરાય છે વાંચી પુસ્તક રત્નનાંજી, લેઈ ધરમ વ્યવસાય સુણો જિન૦૯-૬ રાયપાસણી સૂત્રમાં જી, મોહોટો એહ પ્રબંધ | એહ વચન અણમાનતાં જી, કરે કરમનો બંધ સુણો જિન૦૯-છા વિજયદેવ વક્તવ્યતાજી, જીવાભિગમે રે એમ | જો થિતિ છે એ સુરતણીજી, તો જિન ગુણ થતિ કેમ સુણો૦૯-૮ સિદ્ધારથ રાયે કર્યાજી, યાગ અનેક પ્રકાર | કલ્પસૂત્રે એમ ભાખીયું છે, તે જિનપૂજા સાર સુણો જિન૦૯-૯ શ્રમણોપાસક તે કહ્યા છે, પહેલા અંગ મઝાર / યાગ અનેરા નવિ ઘટેજી, તે જાણી નિરધાર સુણો જિન-૯-૧૦ એમ અનેક સૂત્રે ભર્યું જી, જિનપૂજા ગૃહી કૃત્ય ! જે નવિ માને તે સહજી, કરશે બહુભવ નૃત્ય સુણો જિન૦૯-૧૧] Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ દસમી અવર કહે પૂજાદિક ઠામ, પુણ્ય બંધ છે શુભ પરિણામ | ધર્મ ઈહાં તે નવિ કોઈ દીસે, જેમ વ્રત પરિણામે મન હસે // ૧૦-૧ | નિશ્ચય ધર્મ ન તેણે જાણ્યો, જે શેલેશી અંતે વખાણ્યો | ધર્મ-અધર્મતણો ક્ષય કારી, શિવ સુખ દે જે ભવજલ તારી // ૧૦-૨ / તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણઠાણાને લેખે ! તેહ ધર્મ વ્યવહાર જાણો, કારજ કારણ એક પ્રમાણો / ૧૦-૩ | એવંભૂત તણો મત ભાખ્યો, શુદ્ધ દ્રવ્યનય એમ વલી દાખ્યો ! નિજ સ્વભાવ પરિણતિ તે ધર્મ, જે વિભાવ તે ભાવ જ કર્મ / ૧૦-૪ | ધર્મ શુદ્ધ-ઉપયોગ સ્વભાવે, પુણ્ય પાપ શુભ અશુભ વિભાવે ! ધર્મહેતુ વ્યવહાર જ ધર્મ, નિજ સ્વભાવ પરિણતિનો મર્મ | ૧૦-૫ // શુભ યોગે દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામે ન ધર્મ હણાય છે થાવત્ યોગક્રિયા નવિ થંભી, તાવત્ જીવ છે યોગારંભી . ૧૦-// મલીનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજીને તરીયા | વિષય કષાયાદિને ત્યાગે, ધર્મ મતિ રહીએ શુભ માગે // ૧૦-૭ / સ્વર્ગહેતુ જો પુણ્ય કહીએ, તો સરાગ સંયમ પણ લીજે ! બહુરાગે (શુભભાવે)જે જિનવર પૂજે, તસમુનિની પરે પાતક પૂજે ૧૦-૮ ભાવસ્તવ એહથી પામીજે, દ્રવ્યસ્તવ એ તેણે કહીજે | દ્રવ્ય શબ્દ જે કારણ વાચી, ભ્રમે ન ભૂલો કર્મ નિકાચી / ૧૦-૯ | ઢાળ અગ્યારમી કુમતિ એમ સકળ દૂર કરી, ધારીએ ધર્મની રીત રે | હારીએ નવિ પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જિત રે .. સ્વામી, સીમંધર તું જયો. મેં ૧૧-૧ WWW.jainelibrary.org Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ભાવ જાણો સકળ જંતુના, ભવ થકી દાસને રાખ રે ! બોલીયા બોલ જે-તે ગણું, સફળ છે જો તુજ સાખ રે I સ્વામી, ૧૧-૨ / એક છે રાગ તુજ ઉપરે, તેહ મુજ શિવતરૂ કંદ રે ! નવિ ગણું તુજ પરે અવરને, જો મીલે સુર નર વૃંદ રે // સ્વામી, ૧૧-૩ / તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં,તુજ મિલ્વે તે કેમ હોય મેહ વિણ મોર માચે નહીં, મેહ દેખી માચે સોય રે ! સ્વામી૧૧-૪ મન થકી મીલન મેં તુજ કીયો,ચરણ તુજ ભેટવા સાંઈરા કીજીએ જતન જિન એવિના,અવર નવાંછીએ કાંઈરે સ્વામી૦૧૧-પી તુજ વચન રાગ સુખ આગળે,નવિ ગણું સુરનર શર્મા કોડી જો કપટ કોઈદાખવે, નવિતરું તો એ તુજ ધર્મરે સ્વામી, ૧૧-૬ II તું મુજ હૃદય ગિરિમાં વસે, સિંહ જો પરમ નિરીહરે ! કુમત માતંગના જાથથી, તોન કશી પ્રભુ મુજ બીહરે //સ્વામી૧૧- કોડી છે દાસ પ્રભુ તાહરે, માહરે દેવ તું એક રે ! કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક રે II સ્વામી) ૧૧-૮ | ભક્તિ ભાવે ઈસ્યું ભાખીએ, રાખીએ એહમનમાંહી રા. દાસના ભવદુઃખ વારીએ, તારીએ સો ગ્રહી બાંહી રે I સ્વામી, ૧૧-૯ I બાળ જિમ તાત આગળ કહે, વિનવું હું તેમ તુજ રે ! ઉચિતજાણો તેમઆચરો,નવિરહ્યોતુજકિસ્યુગુઝરે સ્વામી૦૧૧-૧૦ મુજ હોજો ચિત્ત શુભ ભાવથી,ભવો ભવ તાહરી સેવરી યાચિએ કોડી યતને કરી, એહ તુજ આગળ દેવ રે !સ્વામી૧૧-૧૧ / ઇમસકલસુખકર,દુરિતભયહર,વિમલલક્ષણગુણધરો પ્રભુ અજર, અમર, નરિંદ વંદિત, વિનવ્યો સીમંધરો. નિજ નાદ તર્જિત મેઘ ગર્જિત પૈર્ય નિર્જિત મંદરો ! શ્રી નવિજયબુધ ચરણસેવકજશવિજયબુધ જયકરો સ્વિામી૧૧-૧ર • ૧. શ્રી યશોવિજયજી કૃત ૧૨૫ ગાથાનું સ્તવન સંપૂર્ણ • Page #290 -------------------------------------------------------------------------- ________________ મહાવિદેહ ફરી - શ્રી સીમંધરસ્વામીને રાજ રે હવ4 ગાદો હતી ! બરલક્ષીથી Bharat Graphics, Ahmd. (079-2134176, 2124723) . inatio terral