________________
૧૩પ
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી પણ શરમ સર્વથા ત્યજી દીધી છે. આવું બોલતાં તેઓને કંઈ શરમ પણ આવતી નથી.
નાનો બાળક પણ સમજી શકે છે કે “કારણ વિના કાર્યની સિદ્ધિ થતી નથી” આવી વાત તે પંડિતમાની પરુષો (પોતાની જાતને પંડિત માનનારા પુરુષો) જાણતા નથી કે જ્ઞાન અને ક્રિયા આ બન્ને સાધ્યસિદ્ધિના ઉપાયો છે. જેટલી જ્ઞાનની આવશ્યકતા છે. તેટલી જ ક્રિયાની પણ આવશ્યકતા છે. અને જેટલી ક્રિયાની આવશ્યકતા છે તેટલી જ જ્ઞાનની પણ આવશ્યકતા છે. એક જ રથનાં બે પૈડાં છે. જેમ બને પૈડાં વિના રથ ગતિ કરી શકતો નથી. તથા જેમ સ્ત્રી-પુરુષ વિના સંસાર ચાલતો નથી. એ જ રીતે જ્ઞાન અને ક્રિયા વિના સાધ્ય સિદ્ધિ થતી નથી.
કોઈ પણ ઈષ્ટસ્થાને પહોંચવા માટે તેના રસ્તાની જાણકારી અને રસ્તા ઉપર ગાડી ચલાવવાની ક્રિયા એમ બન્નેની અનિવાર્યતા છે. તેવી જ રીતે શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિ માટે અધ્યાત્મ શાસ્ત્રોનું જ્ઞાન જેમ જરૂરી છે. તેવી જ રીતે પંચાચારાદિનું પાલન પણ અત્યન્ત જરૂરી છે. એટલું જ નહીં પરંતુ હૃદયની અંદર જો અધ્યાત્મશાસ્ત્રોનું જ્ઞાન યથાર્થપણે વ્યાપક બન્યું હોય તો બહારથી સાંસારિક ભોગોના ત્યાગાત્મક ક્રિયામાર્ગ આવ્યા વિના રહે જ નહીં. શરીરમાં રોગ હોય તો મુખ ઉપર ગ્લાનિ અને શરીરમાં નિરોગિતા હોય તો મુખ ઉપર પ્રસન્નતા જેમ આવ્યા વિના રહે જ નહીં. તેમ હૈયામાં વૈરાગ્યદશાનું જ્ઞાન જો સાચું આવ્યું હોય તો બાહ્ય જીવનમાં ક્રિયામાર્ગ વ્યાપકપણે પ્રસરેલો જ હોય. જેની પરિણતિ યથાર્થ નિર્મળ બની છે. તેની શુભ પ્રવૃત્તિ અવશ્ય વધી જ છે. આ માટે પ્રયત્નવિશેષ કરવો પડતો જ નથી. બાહ્યજીવનમાં ધર્માનુષ્ઠાનોનું સવિશેષ આચરણ, એ જ અંતરંગ નિર્મળ પરિણતિનું પ્રતીક છે. મેં પ-૨ //
એકલા નિશ્ચયનયનું અવલંબન લેનારાને ગ્રંથકાર ઠપકો આપે છેનિશ્ચયનય અવલંબતાં જી, નવિ જાણે તસ મર્મ | છોડે જે વ્યવહારનેજી, લોપે તે જૈન ધર્મ છે પ-૩ |
સોભાગી જિન, સીમંધર સુણો વાત છે પ૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org