________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
લૂસે= લોપે, અનારજ= અનાર્ય, રૂસે= રોષાયમાન થાય. ગાથાર્થ= આત્મપરિણત જ્ઞાન વિનાના આ મુનિઓ આત્મહિતને ત્યજીને પોતાના સમ્યક્ત્વગુણનો નાશ કરે છે. અને સાચા આત્માર્થી સચ્ચારિત્રવાન મુનિઓના ગુણો તેમને કોઈ કહે તો તે સાંભળીને અનાર્ય એવા તે રોષે ભરાય છે. II ૬-૯ ||
૧૭૦
વિવેચન= આત્માની અનાદિની મજબૂત પકડવાળી મોસંજ્ઞાને હણવા માટે અને પ્રતિદિન વૈરાગ્યના વર્ધમાન પરિણામ માટે સતત સત્શાસ્ત્રાભ્યાસ, ગીતાર્થોની નિશ્રા, અને વાચનાદિ પંચવિધ સ્વાધ્યાય આદરવો જોઈએ. તેમાં જ વધુ ને વધુ રચ્યા પચ્યા રહેવું જોઈએ. તેનાથી જ પરમાર્થતત્ત્વની પ્રીતિ, તે તરફ મતિ અને ગતિ તથા તેની પ્રાપ્તિ થાય છે. અને આ જ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી શુદ્ધ આચાર કહેવાય છે. આવા પ્રકારના શુદ્ધ આચારનું લક્ષ્ય ત્યજીને અને તેથી જ તેના કારણભૂત વાચનાદિ પંચવિધ સ્વાધ્યાય કરવા કરાવવા સ્વરૂપ જ્ઞાનદશા વિનાના આ આત્માઓ પોતે સંગ્રહિત કરેલા અલ્પ અને તુચ્છ પરિગ્રહમાં જ અત્યન્ત આસક્ત થઈ તેનાથી અહંકારી બનીને અન્ય ઉત્તમ આત્માઓની લઘુતા કરતા છતા પોતાના સમ્યક્ત્વગુણનો નાશ કરે છે. નરભવ, આર્યદેશ, જૈનકુલમાં જન્મ અને સાધુવેશ વગેરે વગેરે વિશિષ્ટ સામગ્રી પામીને જ્ઞાનદશા અને શુદ્ધ આચાર વિના આવા જીવો આ બધું હારી જાય છે.
મોહસંજ્ઞાના ઉછાળા આત્મહિત તો કરવા દેતા નથી. પરંતુ અહિત તરફ લઈ જાય છે. પોતાનામાં ગુણવત્તા ન હોવા છતાં પોતાની પ્રસિદ્ધિ-પ્રતિષ્ઠા અર્થે શાસ્ત્રવિરુદ્ધ, સાવદ્યતાથી ભરપુર, અનેકવિધ આડંબરીય એવાં ધર્માનુષ્ઠાનોનાં આયોજનો જ કરતા રહે છે. તેમાં જ ઓતપ્રોત બનેલા તત્ત્વમાર્ગ સર્વથા ભૂલી જાય છે. પોતે પડે છે અને પરિચિત અનુયાયીને પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org