________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ છઠ્ઠી
૧૬૯
વિવેચન= જે જે આત્માઓએ સંસાર ત્યજીને બાહ્ય સાધુવેશ ધારણ કર્યો છે. અને તે વેશમાત્રથી પોતાની જાતને સાધુ માની મનાવી રહ્યા છે. પરંતુ તત્ત્વોનું અધ્યયન કર્યું નથી અને કરતા નથી. ઉત્તમ શાસ્રો વાંચ્યા નથી અને વાંચતા નથી-મોહસંજ્ઞાની તીવ્રતા હણી નથી અને હણતા નથી. આવા કેવળ લિંગધારી આત્માઓ વિવિધ પ્રકારની પૌદ્ગલિક વસ્તુઓની અને શિષ્યસમુદાયની આસક્તિ-મમતાવાળા થયા છતા પોતાની પાસે અથવા પોતાની સત્તા ચાલે તે રીતે બીજાની પાસે અનેક વસ્તુઓનો સંગ્રહ કરે છે. તેમાં પોતાનો માલિકી હક્ક રાખી પરિગ્રહ રૂપી ગ્રહને (ભૂતને) પરવશ બન્યા છે.
કદાચ કોઈ તેઓને ઠપકો આપે કે “આવી વસ્તુઓનો પરિગ્રહ તમે કેમ રાખો છો ?'’ ત્યારે સ્વદોષના બચાવ અર્થે કહે છે કે આ સર્વે તો ધર્મકાર્યો અર્થે રાખી છે. આ પ્રમાણે મોહસંજ્ઞાથી પરાધીન બનેલા આ શિથિલાચારી આત્માઓ યથાર્થ સાધુત્વથી નષ્ટ-ભ્રષ્ટ થાય છે. જ્યાં ત્યાં પોતાની જ પ્રશંસા અને પરની નિંદા જ કરતા રહે છે. તથા વસ્તુઓના પરિગ્રહને લીધે સતત તે પદાર્થોનો ભોગ-ઉપભોગ કરવા દ્વારા ઈન્દ્રિયો રૂપી વૃષભોને (બળદોને) ન નાથનારા બને છે. આવા પ્રકારના વિષયાસક્ત જીવોની મન વચન કાયાની સમસ્ત પ્રવૃત્તિ આંતરિકશુદ્ધ પરિણતિ વિનાની કેવળ માયા પુરતી જ હોય છે. તે પોતાને અને પોતાના અનુયાયીઓને સમ્યક્ત્વાદિ આત્મગુણોથી નષ્ટ-ભ્રષ્ટ કરે છે. આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવાની વાતતો ઘણી જ દૂર રહી જાય છે. સંસારના ભોગો ત્યજવા છતાં, સાધુપણું મેળવવા છતાં, જ્ઞાનદશા પ્રાપ્ત ન કરવાથી પરિણતિની નિર્મળતા ન થવાથી આ આત્માઓ અશુદ્ધ વ્યવહારમાં અટવાઈ જાય છે. તેઓનો આવો જે માયાવી વ્યવહાર છે. તે અશુદ્ધ વ્યવહાર કહેવાય છે. II ૬-૮ ||
નાણ રહિત હિત પરિહરી, નિજ દંસણ ગુણ લૂંસે રે । મુનિ જનના ગુણ સાંભળી, તેહ અનારજ રૂસે રે ! ૬-૯ || તુજ વિણ ગતિ નહી જંતુને. ॥ ૭૨ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org