________________
૧૬૮
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ગાથાર્થક કાલાદિકનો બચાવપક્ષ કરીને ઉત્તરગુણોમાં હીનચારિત્ર વાળા સાધુઓ હશે. પરંતુ મૂલગુણોમાં હીન ચારિત્રવાળા નહીં હોય. એમ પંચાશક સૂત્ર જણાવે છે. આવું ગુરુજી કહે છે. / ૬-૭ .
વિવેચનઃ પૂર્વના મહાત્માઓ પ્રથમ સંઘયણ આદિના બળવાળા હતા. આ કાળના મહાત્માઓ છઠ્ઠા સંઘયણવાળા હોવાથી તેવા બળવાળા નથી. તેથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યકુચારિત્રાદિ ગુણો પાળવામાં હીનાયિક્તા હશે, અર્થાત્ પિંડ વિશુદ્ધિ આદિ સાધુ સમાચારીના જે ઉત્તરગુણો છે તેના પાલનમાં તરતમતા જરૂર હશે. પરંતુ પાંચ મહાવ્રત પાળવામાં અને સાવધના ત્યાગના મૂળ પચ્ચકખાણને આચરવામાં તરતમતાવાળા (ન્યૂનાધિક્તાવાળા) નહીં હોય એવું ૧૪૪૪ ગ્રંથોના કર્તા શાસ્ત્રકારભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ પંચાશકસૂત્રમાં કહ્યું છે.
તેથી ગુણીના પાલનમાં તરતમતા થશે. પરંતુ સાવધના ત્યાગના પચ્ચકખાણોમાં કાળ-સંઘયણ આદિના કારણે પણ તરતમતા થશે નહીં. સાવદ્યપ્રવૃત્તિ આચરવી અને તેવા દોષને ગુણમાં ગણાવવા આવું બનશે નહીં.
જ્યારે આવું બનશે ત્યારે શાસન સમાપ્ત જ થયું છે એમ જાણવું. સ્વીકારેલા પચ્ચખ્ખાણોની પાલનની હીનાધિકતા કે વિપરીતતા જૈનશાસનમાં ન જ હોઈ શકે. તે ૬-૭ છે. પરિગ્રહ ગ્રહવશ લિંગીયા, લેઈ કુમતિ રજ માથે રે ! નિજ ગુણ પર અવગુણ લવે, ઈન્દ્રિય વૃષભ નવિ નાથ રે / ૬-૮ ||
તુજ વિણ ગતિ નહી જંતુને ! ૭૧ ગ્રહવશ= ભૂતને વશ થયેલા, લિંગીયા= કેવળ વેષમાત્ર ધારી, કુમતિ= દુર્બુદ્ધિ રૂપી, રજ= રખા, ધૂળ, વૃષભ= બળદોને
ગાથાર્થ= કેવળ વેશ માત્રધારી સાધુઓ (વસ્તુઓ તથા વસ્તુઓની મમતા રૂપી) પરિગ્રહાત્મક ભૂતને વશ થયા છતા આવા પ્રકારની દુર્બુદ્ધિ રૂપી રજને પોતાના માથે લે છે. તેઓ પોતાની પ્રશંસા અને પરની નિંદા કરે છે પરંતુ ઈન્દ્રિયો રૂપી વૃષભને નાથતા નથી. ૬-૮ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org