________________
૧૮૪
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત પોતાનું “જિનવર” પણું દેખાડનાર બને છે. તે જ વ્યવહાર ઉપકારક છે. તથા આત્મલક્ષ્યને સન્મુખ રાખીને જે મહાત્મા દ્રવ્યક્રિયા પાળે છે. તે મહાત્મા બીજના ચંદ્રમાની જેમ કાળાન્તરે પૂર્ણભાવમાં આવે છે. ૭-૪ |
વિવેચન= સંસારમાં વર્તતા અનંત અનંત જીવો પોતાના સત્તાગત શુદ્ધસ્વરૂપથી સિદ્ધ સમાન છે. કારણ કે અનંત જ્ઞાનાદિ ગુણોએ વ્યાપ્ત એવું આ આત્મ દ્રવ્ય પારિણામિક ભાવે વર્તે છે. પરંતુ કષાયોદયજન્ય મલીનતાથી તેના ઉપર લાગેલાં કર્મોના આવરણોથી તે ગુણો ઢંકાયેલા છે. (પરંતુ નષ્ટ થયેલા નથી, છતાં જીવસ્વભાવથી કંઈક કંઈક અંશે ગુણો ઉઘાડા પણ છે. અને તેમાં પ્રયત્નવિશેષથી વધારો કરી શકાય છે. ગુણોના ઉઘાડનો વધારો કરવો એ જ ક્ષાયોપશમિકભાવ છે. અને ગુણોના ઉઘાડનો વધારો કરતાં કરતાં સર્વથા આવરણોનો નાશ કરતાં પૂર્ણપણે સર્વગુણોનો ઉઘાડ કરવો તે ક્ષાયિકભાવ કહેવાય છે.
નિગોદાવસ્થામાં ગુણોનો ઉઘાડ (ક્ષાયોપથમિકભાવ) અલ્પમાત્રાએ હોય છે. તે વધતાં વધતાં કેવલી અવસ્થામાં અને સિદ્ધ અવસ્થામાં પરિપૂર્ણપણે ગુણોનો ઉઘાડ (ક્ષાયિકભાવ પ્રગટ) થાય છે. વચ્ચેની અવસ્થાઓમાં તરતમભાવે ગુણોનો ઉઘાડ હોય છે. તે વચ્ચેની અવસ્થાઓ અસંખ્ય જાતની છે. પરંતુ જ્ઞાની મહાત્માઓએ તે અવસ્થાઓને ૧૪ ગુણસ્થાનકરૂપે સમજાવીને તેમાં સર્વજાતની તરતમતાનો સમાવેશ કર્યો છે. જેમાં ઘણા ગુણો કર્મોથી ઢંકાયેલા હોય અને અલ્પમાત્રાએ જ ગુણો ઉઘાડા હોય તે પ્રથમ મિથ્યાષ્ટિગુણસ્થાનક કહેવાય છે. તેના કરતાં ગુણોના આવિર્ભાવ (ઉઘાડ)નો વધારો અને તિરોભાવ (ઢંકાવાપણા)નો ઘટાડો થવો તે બીજાં-ત્રીજો યાવત્ તેરમું-ચૌદમું ગુણસ્થાનક કહેવાય છે. ગુણોનો વધુ વધુ આવિર્ભાવ એ જ ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢવાપણું છે. અને ગુણોનો વધુ ને વધુ તિરોભાવ થવો તે પડવા પણું છે. ગુણોનો આવિર્ભાવ કરવામાં પ્રયત્નવિશેષ કરવો પડે છે. આ જ પ્રયત્ન વિશેષ કરવો પડે છે તેને જ શુદ્ધ વ્યવહાર કહેવાય છે. જીવની આંતરિકશુદ્ધિ એ નિશ્ચયનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org