SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નિર્વિકલ્પતાને પ્રતિષ્ઠિત કરતી બીજી મઝાની આ કડી (૩-૩) : જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...” તીક્ષ્ણ, સૂક્ષ્મ જ્ઞાતાભાવ તે ચારિત્ર. ચારિત્ર એટલે ઉદાસીનભાવ. જ્ઞાતાભાવ ઘૂંટાય એટલે એ ઉદાસીનભાવમાં પરિણમે. જ્ઞાયકભાવને સુખ સાથે સાંકળતાં સરસ વાત કહેવાઈ (૪-૬) : જ્ઞાયકભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે... આવી રણઝણાવનારી પંક્તિઓ એક પછી એક વહ્યા જ કરે છે સ્તવનમાં અને ભાવક એના પ્રવાહમાં લસર્યા જ કરતો હોય છે. આ તો થઈ મૂળ સ્તવનાની વાત. હવે થોડીક વાતો અનુવાદક વિષે. અનુવાદક પંડિત ધીરુભાઈને માટે એક વાક્ય કહેવાનું ખાસ મન થાય : તેઓ વિદ્વત્તાના ભાર વિનાના વિદ્વાન છે. તેમની આંખોમાં ગ્રન્થો ભણાવતી વખતે જે અહોભાવનું પૂર પ્રગટે છે તે દેખતા જ રહી જવાય તેવું છે. અહોભાવ ગ્રંથકાર ભગવંત પ્રત્યે, અહોભાવ ભણનાર પૂ. સાધુસાધ્વીજી મહારાજાઓ પ્રત્યે. પંડિત ધીરુભાઈ ભણનારને ઉપયોગી થાય એ પદ્ધતિથી જે ગ્રન્થોની શ્રેણિ પ્રગટ કરી રહ્યા છે, તેનો આ એક સમૃદ્ધ મણકો છે. પંડિતજી દ્વારા આવા અનુવાદો આવ્યા જ કરો એવી મંગળ ભાવના. ભદ્રકરસૂરીશ્વરજી સમાધિમંદિર, - વાસણા, અમદાવાદ. મહા વદિ ૧૧, વિ. ૨૦૫૯ -આચાર્ય યશોવિજયસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy