________________
આત્માનુભૂતિનો સરળ માર્ગ બત
આત્માનુભૂતિ માટે સાધનાને કઈ ઊંચાઈ પર લઈ જવી જોઈએ? મઝાના આ પ્રશ્નનો હૃદયંગમ જવાબ મળે છે સવાસો ગાથાના સ્તવન (ઢાળઃ૪)માં “જેહ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે...”
વિકલ્પોના ઘોડાપૂરથી સાધકે ઉપર ઊઠવું જોઈએ. અને વિકલ્પો પાંખા બનશે કે તરત સ્વગુણોની આછી સી અનુભૂતિ થવા લાગશે.
કંઈક અંશે આ આવું છે : ભીમસેન જોષી જેવા દિગ્ગજ સંગીતકાર ખંડમાં સંગીત આલાપી રહ્યા છે. પણ બહાર ઘોંઘાટ બહુ જ છે; સંગીતનો આસ્વાદ નહિ મળે; પણ જ્યાં ઘોંઘાટ બંધ કે સાવ ઓછો થયો; તરત જ સંગીતની દુનિયામાં આપણે ડૂબી જઈશું.
ફરી પ્રશ્ન થશેઃ વિકલ્પોથી ઉપર કેમ ઊઠવું ?
એકદમ સરળ છે એ : વિકલ્પો વિકલ્પોની જગ્યાએ, હું મારી જગ્યાએ. વિકલ્પો ચિત્તાકાશમાં, હું ચિદાકાશમાં. વિચારો મને શું કરે ? એટલે કે વિકલ્પોથી સ્વસત્તાને બિલકુલ ભિન્ન અનુભવવી.
બીજી વાત છે નિર્મળ આન્તર દશાની : ભીતર રાગ, દ્વેષ, ઈર્ષા આદિ જેમ પાંખા બને; વિકલ્પો ઓછા આવશે. મૂળીયા જ ઢીલા થઈ ગયા ને ! જે સાધકે મૂળીયાને શિથિલ કરવા પ્રયત્ન નથી કર્યો અને માત્ર વિકલ્પોને હટાવવા મહેનત કરે છે, તે પાંદડાને તોડવાની ચેષ્ટાથી વધુ કાંઈ કરતો નથી.
જે હ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે...” એકત્વાનુભૂતિની આ વ્યાખ્યા જ શુદ્ધ દયાની – અહિંસાની વ્યાખ્યા છે. એટલે કે સ્વમાં-સ્વગુણોના ઉપયોગમાં રહેવું તે અહિંસા, અને પરમાંપરના ઉપયોગમાં રહેવું તે હિંસા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org