________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તથા જેમ કોઈ ફેકટરીમાં એક માણસ કચરો વાળવાનું કામકાજ કરે છે. તે માણસ ત્યાં પણ કચરો વાળે છે. અને નોકરીથી છુટ્યા પછી ઘેર આવીને ઘરનો પણ કચરો વાળે છે. છતાં ફેક્ટરીનો કચરો વાળવાનું કામકાજ પગારની પરવશતાથી કરે છે. પગાર મળે ત્યાં સુધી જ કરે છે. કાયમ કરતો નથી. તેમ દ્રવ્યકર્મો અને નોકર્મોનું કર્તુત્વ રાગ-દ્વેષ આદિ ભાવકર્મોની પરવશતાથી જીવ કરે છે. ભાવકર્મો દૂર થતાં જ તે જીવ દ્રવ્યકર્મો કે નોકર્મો કરતો નથી. તેથી ત્યાં વ્યવહારનયથી જ (ઔપચારિક રીતિએ જ) કર્તુત્વ છે. પારમાર્થિક રીતિએ નહીં. તથા તે જ કર્માચારી પોતાના ઘરનો કચરો હંમેશાં વાળે છે. સ્વેચ્છાએ વાળે છે. ઘર સ્વચ્છ રાખવાની બુદ્ધિથી હોંશે હોંશે વાળે છે. તેમ આ જીવ જ્ઞાનાદિ ગુણોનો કર્તા છે. અને તેમાં પરાધીનતા નથી. તેથી તે ગુણોનો નિશ્ચયનયથી કર્તા છે. આ વાત સમજવા હવે પછીની બે ગાથા જુઓ. + ૩-૧૩ |
પુદ્ગલ કર્માદિક તણો, કરતા વ્યવહારે . કરતા ચેતન કરમનો, નિશ્ચય સુવિચારે છે. ૩-૧૪ . કરતા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધ કહીએ ! કરતા પરપરિણામનો, બેઉ કિરિયા ગ્રહીએ રે ૩-૧૫ |
આતમ તત્ત્વ વિચારીએ ૩૫-૩૬ / ગાથાર્થ= આ જીવ શરીરાદિ પૌગલિક ભાવોનો, તથા જ્ઞાનાવરણીયાદિ બધ્યમાન દ્રવ્યકર્મોનો એમ બન્નેનો કર્તા વ્યવહારનયથી જાણવો. તથા રાગ-દ્વેષાદિ સ્વરૂપ ભાવકર્મોનો આ ચેતન જે કર્તા છે તે (અશુદ્ધ) નિશ્ચયનયથી જાણવો. તથા જ્ઞાનાદિ ગુણો રૂપ શુદ્ધસ્વભાવોનો આ જીવ જે કર્તા છે તે શુદ્ધ નિશ્ચયનયથી જાણવો. પરપરિણામનો જ્યારે કર્તા છે ત્યારે પણ કથંચિત્ ક્ષયોપશમભાવ અવશ્ય હોવાથી ઔદયિક અને ક્ષાયોપથમિક એમ બન્ને ભાવોના (શુદ્ધાશુદ્ધ) કર્તુત્વરૂપ બન્ને ક્રિયા જીવમાં હોય છે એમ જાણવું. જે ૩-૧૪,૧૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org