________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન
૨૬૯
ઢાળ આઠમી
અવર એક ભાણે આચાર, દયા માત્ર શુદ્ધ જ વ્યવહાર | જે બોલે તેહી જ ઉત્થાપે, શુદ્ધ કરું હું મુખ ઈમ જપે છે -૧ જિન પૂજાદિક શુભ વ્યાપાર, તે માને આરંભ અપાર / નવિ જાણે તે ઉતરતાં નદી, મુનિને જીવદયા ક્યાં ગઈ | ૮-૨ || જો ઉતરતાં મુનિને નદી, વિધિ જોગે નવિ હિંસા વદી | તો વિધિ જોગે જિનપૂજન, શિવકારણ મત ભૂલો જના | ૮-૩ || વિષયારંભ તણો જ્યાં ત્યાગ, તેહથી લઈએ ભવજલ તાગ ! જિનપૂજામાં શુભ ભાવથી, વિષયારંભ તણો ભય નથી | ૮-૪ | સામાયિક પ્રમુખે શુભ ભાવ, યદ્યપિ લહીએ ભવ જલ નાવ ! તો પણ જિનપૂજાએ સાર, જિનનો વિનય કહ્યો ઉપચાર | ૮-૫ | આરંભાદિક શંકા ધરી, જો જિનરાજભક્તિ પરિહરી ! દાન-માન-વંદન-આદેશ, તો તુજ સઘળો પડ્યો કલેશ / ૮-૬ | સ્વરૂપથી દીસે સાવદ્ય, અનુબંધે પૂજા નિરવદ્ય જે કારણ જિનગુણ બહુમાન, તે અવસર વરતે શુભધ્યાન | ૮-૭ // જિનવર પૂજા દેખી કરી, ભવિયણ ભાવે ભવજલ તરી / છ કાયના રક્ષક હોયવલી, એહ ભાવ જાણે કેવલી || ૮-૮ || જલ તરતાં જલ ઉપર યથા, મુનિને દયા ન હોએ વૃથા ! પુષ્પાદિક ઉપર તિમ જાણ, પુષ્પાદિક પૂજાને ઠાણ + ૮-૯ / તો મુનિને કિમ નહી પૂજના, એમ તું શું ચિંતે શુભમના ! રોગીને ઔષધ સમ એહ, નિરોગી છે મુનિવર દેહ | ૮-૧૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org