________________
૨૬૮
પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજ શ્રી વિરચિત
ઢાળ સાતમી જે મુનિશ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણ હીના જી / તે પણ મારગમાંહે દાખ્યા, મુનિ ગુણ પક્ષે લીનાજી || મૃષાવાદ વિકારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપે જી / વંદે, નવિ વંદાવે, મુનિને, આપ થઈ નિજરૂપે જી ! ૭-૧ ! મુનિ ગુણ રાગે પૂરા શૂરા, જે જે જયણા પાળે જી ! તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાળે છે / આપ હીનતા જે મુનિ ભાખે, માન સાંકડે લોકે જી ! એ દુર્ધર વ્રત એહનું દાખ્યું, જે નવિ ફુલે ફોકે જી ૭-૨ / પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખી જી એ ત્રણે શિવ મારગ કહીએ, જીહાં છે પ્રવચન સાખી જી / શેષ ત્રણે ભવ મારગ કહીએ, કુમતિ કદાગ્રહ ભરીયાજી | ગૃહી-યતિલિંગ-કુલિંગ લખીએ, સકળ દોષનાદરીયાજી ૭-૩ } જે વ્યવહાર મુક્તિ માર્ગમાં, ગુણઠાણાને લેખે જી અનુક્રમે ગુણશ્રેણીનું ચઢવું, તેહ જ જિનવર દેખે જી જે પણ દ્રવ્યક્રિયા પ્રતિપાળે, તે પણ સન્મુખ ભાવે જી ! શુક્લ બીજની ચંદ્રકલા જેમ, પૂરણ ભાવમાં આવે છે કે ૭-૪ / તે કારણ લજ્જાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણી જી ! ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણી જી || એ વ્યવહારનયે મન ધારો, નિશ્ચયનય મત દાખ્યું છે ! પ્રથમ અંગમાં વિતિગિચ્છાએ, ભાવ ચરણ નવિ ભાખ્યું જી / ૭-૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org