________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી
૩પ માર્ગપતિત-માર્ગાનુસારી થઈ સમ્યત્વગુણ પ્રાપ્ત કરી વિરતિધર થઈ કેવલજ્ઞાની બનીને શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર બને, આવા પ્રકારનો ઉત્તમ ધર્મ તે સદ્ગુરુજી આ જીવને બતાવે છે. તેઓશ્રી જે રીતે ધર્મ બતાવે છે. તે રીતે તે ધર્મનું વર્ણન હવે અમે આ ઢાળથી કહીએ છીએ.
હે સીમંધરસ્વામી પ્રભુ! સદ્ગુરુ વડે ભવ્યજીવને સમજાવાતો તે ધર્મ હવે અમે અહીં લખીએ છીએ (કહીએ છીએ). તે અમારી કહેવાતી વાત આપશ્રી બરાબર સાંભળો. અને તેની યથાર્થતામાં સાક્ષીભૂત થાઓ.// ૨-૧
પરઘર જોતાં રે ધર્મ તુમે ફિરો, નિજ ઘર ન હો રે ધર્મા જિમ નવિ જાણે રે મૃગકસ્તુરીઓ, મૃગમદ પરિમલ મર્મ / ર-૨ .
શ્રી સીમંધર સાહિબ સાંભળો | ૧૨ // પરઘર પરદ્રવ્યમાં, નિજઘરગ પોતાના આત્મામાં, મૃગ= હરણ, મૃગમદ= કસ્તુરી, પરિમલ= સુગંધ, મર્મ= સાર.
ગાથાર્થ= જેમ કસ્તુરી મૃગ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીની સુગંધનો મર્મ જાણતો નથી તેમ હે મહાનુભાવ આત્મન્ ! તમે પણ પોતાના જ આત્મા રૂપી નિજઘરમાં રહેલા ધર્મતત્ત્વને જાણતા નથી અને પરઘરમાં (પરદ્રવ્યમાં) ધર્મ સમજીને લેવા માટે ચારે તરફ (નિરર્થક) ફરો છો. (અર્થાત્ ભટકો છો) મે ૨-૨
વિવેચન= આ જગતમાં અનેક પ્રકારનાં મૃગ (હરણો) હોય છે. તેમાં “કસ્તુરીયો” એ નામનું પણ હરણ હોય છે. કસ્તુરીયો મૃગ તેને કહેવાય છે કે જેના નાભિભાગમાં (ડુંટીમાં) અત્યન્ત સુગંધ વાળી કસ્તુરી હોય છે. જે કસ્તુરીની સુગંધ ચારે દિશામાં અત્યન્ત પ્રસરે છે. જ્યારે આજુબાજુના વાતાવરણમાં સર્વત્ર અતિશય ઘણી સુગંધ મહેકાય છે ત્યારે તે કસ્તુરીયા મૃગને પણ ખબર પડતી નથી કે આ સુગંધ ક્યાંથી આવે છે. અને કોની આવે છે ? શંકાશીલ થયેલો તે કસ્તુરીયો મૃગ સુગંધના મૂલભૂત કસ્તુરી પોતાનામાં જ હોવા છતાં તે વિષયનો અજાણ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org