________________
૩૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત તે સુગંધના મૂલકારણભૂત દ્રવ્યને અને તેના ઉત્પત્તિસ્થાનને શોધવા માટે ચારે દિશામાં ઘણું જ ફરે છે. અહીં-તહીં ભટકે છે. જાએ છે. ઊંચ-નીચે અને તિહુઁ જાએ છે. પરંતુ તેને સુગંધનું મૂલ સ્થાન દૃષ્ટિગોચર થતું નથી. નિરાશ થઈને હતાશાને અનુભવે છે.
હે મહાનુભાવ ! તેવા જ પ્રકારનું આ જીવમાં પણ બને છે. એમ સંવિજ્ઞ પાક્ષિક (મોક્ષાભિલાષી-સંવેગનો જ પક્ષપાત કરનારા) ગીતાર્થ (સૂત્ર-અર્થના-યથાર્થ જાણ) એવા સદ્ગુરુભગવંત આત્માર્થી આત્માઓને આત્મશુદ્ધિ અર્થે શુદ્ધ ધર્મતત્ત્વનું સ્વરૂપ સમજાવે છે. તેઓ કહે છે કે હે ભાગ્યશાળી જીવો ! અપાર એવા આ સંસારસાગરથી જીવને તારે એવો યથાર્થ ધર્મ તો તમારા પોતાના આત્મામાં જ છે. બહાર નથી. (૧) પરદ્રવ્યો પ્રત્યેની પ્રીતિ ત્યજીને આત્માના શુદ્ધસ્વરૂપની પ્રીતિ કરવી તે જ
સાચો ધર્મ છે. (૨) પરપરિણતિનો ત્યાગ અને સ્વપરિણતિની પ્રાપ્તિ તે જ ધર્મ છે. (૩) કાષાયિક ભાવોનો ત્યાગ અને સ્વભાવદશાની રમણતા તે જ ધર્મ છે. (૪) બહિર્દષ્ટિપણાનો ત્યાગ કરીને અંતર્મુખવૃત્તિ કેળવવી તે જ ધર્મ છે. (૫) ઔદયિકભાવોનો રાગ-દ્વેષ ત્યજીને ક્ષાયોપથમિકભાવની શુદ્ધિ-વૃદ્ધિ કરવા દ્વારા ક્ષાયિકભાવ તરફ પ્રયાણ કરવું એ જ ધર્મ છે.
પરદ્રવ્યોને પોતાનાં માનવાં, તેના રંગ-રાગમાં મોહબ્ધ થવું, તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોક કરવો, તેના સંયોગ અને વિયોગમાં કષાયો કરવા, આ બધી બહિદૃષ્ટિ છે. વિભાવદશા છે. પરપરિણતિ છે. આવા પરિણામોથી કર્મબંધ કરવા દ્વારા આત્માના ગુણો આવૃત્ત થાય છે. માટે તે અધર્મ છે. આ અધર્મ પણ આત્મામાં જ છે. આત્મામાં રહેલી બહિદૃષ્ટિ એ જ સાચો અધર્મ છે. તેનાથી જ આ જીવ હિંસા-જુઠ-ચોરી-આદિ પાપો કરવા તરફ પ્રેરાય છે. તથા આત્માના શુદ્ધસ્વરૂપનું લક્ષ્ય થવું, સ્વભાવદશાની ઓળખાણ થવી અને પ્રીતિ થવી, મોહનીયકર્મની મંદતા થવી, તેનાથી અંતર્મુખવૃત્તિ પ્રગટ થવી, ચાર ઘાતકર્મોના લાયોપશમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org