________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ દસમી
૨૩૫ સ્વરૂપને બાધા ઉપજાવે એવી સામગ્રી અપાવનાર બને છે. તેથી તે અપકારક પણ છે. અને નિશ્ચયથી પાપરૂપ જ છે. અધર્મરૂપ છે. હેય છે.
એકનું એક દૂધ જો અમૃતથી મિશ્ર હોય તો ઉપાદેય છે (પય છે) અને વિષથી મિશ્ર હોય તો હેય છે (અપેય છે) તેમ એકની એક શુભ યોગપ્રવૃત્તિ જો શુદ્ધ આત્મદશાના લક્ષ્યયુક્ત હોય એટલે કે મોહનીયકર્મના લયોપશમ યુક્ત હોય અથવા તે તરફ આત્માને લઈ જાય તેવી આ પ્રવૃત્તિ હોય તો તે ઉપાદેય છે. એટલે કે ધર્મરૂપ છે. અથવા અભ્યાસકાલ દશા હોવાથી શુદ્ધ ઉપયોગ દશા તરફ આત્માને લાવવાની સંભાવના યુક્ત હોય તો પણ તે દ્રવ્યક્રિયા કાળાન્તરે ભાવક્રિયાનો હેતુ બનવાની હોવાથી ઉપાદેય છે. ધર્મરૂપ છે. પરંતુ વિષમિશ્રિતની જેમ કષાયોના આવેશોથી જ જો ભરેલી શુભયોગ પ્રવૃત્તિ હોય તો તે બાધક છે. હેય છે. અધર્મ રૂપ છે. એમ જાણવું. / ૧૦-૫ // શુભ યોગે દ્રવ્યાશ્રવ થાય, નિજ પરિણામે ન ધર્મ હણાય ! થાવત્ યોગક્રિયા નવિ થંભી, તાવત્ જીવ છે યોગારંભી || ૧૦-૬ / મલીનારંભ કરે જે કિરિયા, અસદારંભ તજીને તરીયા | વિષય કષાયાદિને ત્યાગે, ધર્મ મતિ રહીએ શુભ માગે છે ૧૦-૭ //
/ ૧૧૦-૧૧૧ || થાવત્ર જ્યાં સુધી, થંભી= અટકી, તાવત્ર ત્યાં સુધી.
ગાથાર્થ= આ જીવને શુભયોગ હોતે છતે દ્રવ્યાશ્રવ જરૂર થાય છે. પરંતુ સ્વભાવદશાની પરિણતિ રૂપ ધર્મ તેનાથી હણાઈ જતો નથી. કારણ કે જ્યાં સુધી (તેરમાં ગુણઠાણા સુધી) યોગાત્મક ક્રિયા અટકતી નથી. ત્યાં સુધી આ આત્મા યોગજન્ય કર્મબંધના આરંભવાળો તો રહે જ છે. તેથી (સર્વથા યોગક્રિયાનો ત્યાગ ચૌદમા ગુણસ્થાનક વિના શક્ય ન હોવાથી) મલીન આરંભ સમારંભવાળી જે જે અશુભ યોગક્રિયા છે કે જેને “અસદારંભ સમારંભ” કહેવાય છે. તેનો જ માત્ર ત્યાગ કરીને આજસુધી અનંતા જીવો તર્યા છે. તેથી (શુભ યોગાત્મક ક્રિયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org