________________
૨૩૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
નહીં ત્યજીને) વિષય કષાયાદિની પરિણતિરૂપ વિભાવદશાનો ત્યાગ કરવા દ્વારા ધર્મમતિવાળા બનીને શુભમાર્ગે વર્તીએ. ।। ૧૦-૬,૭ ॥
વિવેચન= આ જીવમાં જ્યાં સુધી યોગદશા વર્તે છે. ત્યાં સુધી પુણ્ય અથવા પાપનો બંધ તો ચાલુ જ રહેવાનો છે. પૂર્વે બાંધેલી શરીર નામકર્મ-અંગોપાંગ નામકર્મ આદિ પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો ઉદય જ્યાં સુધી છે (પ્રથમ ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી) ત્યાં સુધી ઔયિક ભાવે મન-વચન-કાયાની શુભ-અશુભ ક્રિયા રહેવાની જ છે. આ ત્રિવિધ ક્રિયાને જ કર્મબંધના હેતુભૂત “યોગ” કહેવાય છે. આ યોગદા આત્મપ્રદેશોની અસ્થિરતા રૂપ હોવાથી બંધનો હેતુ બને છે. પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય. જો શુભ ક્રિયાત્મક યોગ હોય તો પુણ્ય બંધાય છે. અને અશુભ ક્રિયાત્મક યોગ હોય તો પાપ બંધાય છે. એટલે ૧ થી ૧૩ ગુણઠાણા સુધી શુભાશુભ યોગક્રિયા યથાયોગ્ય ચાલુ હોવાથી બંધ તો રહેવાનો જ છે. કર્મબંધ ન જ થાય એવી ધર્મપ્રક્રિયા ૧ થી ૧૩ ગુણસ્થાનકોમાં સંભવવાની જ નથી. માત્ર ચૌદમે જ સંભવે છે.
આમ હોવાથી જે જે ધર્માનુષ્ઠાનોમાં (પ્રભુપૂજા-દાન-અનુકંપા અને પ્રતિક્રમણાદિ ધર્મનાં કાર્યોમાં) શુભ એવી યૌગિકપ્રવૃત્તિ હોવા છતાં પણ ૧૮ પાપસ્થાનકો સેવવાની બુદ્ધિ નથી, સેવાઈ ગયાં હોય તો તેની નિવૃત્તિનો અને ક્ષમાયાચનાનો પરિણામ વર્તે છે. ફરીથી તેવાં પાપો ન કરવાનો જ્યાં અભિપ્રાય વર્તે છે. મૂર્છા-મમતા ઓછી કરવાની બુદ્ધિ જ્યાં વર્તે છે ત્યાં તે યૌગિક પ્રવૃત્તિથી માત્ર દ્રવ્યાશ્રવ થાય છે. અત્યન્ત અલ્પ સ્થિતિ રસવાળો પ્રકૃતિ-પ્રદેશબંધ થાય છે તથા ૧૧-૧૨-૧૩મે ગુણઠાણે તો સર્વથા સ્થિતિ રસરહિત પ્રકૃતિ પ્રદેશ બંધ માત્ર જ થાય છે કે જે બંધ આત્માને બાધક બનતો નથી. તેથી આ દ્રવ્યાશ્રવ કહેવાય છે આવા પ્રકારનો યોગક્રિયાજન્ય દ્રવ્યાશ્રવ ચાલુ હોવા છતાં પણ વિષય કષાયોની વાસનાના ત્યાગરૂપ અને શુદ્ધ સ્વભાવ દશાની પ્રાપ્તિના લક્ષ્યરૂપ ધર્મતત્ત્વ” હણાતું નથી. પરંતુ જીવ જો જાગૃતિ રાખે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org