________________
૧૭૬
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત દ્વારા પોતાની મોટાઈ વધે તેવા આડંબરોથી ભરપૂર સાવધવાળાં વિવિધ કાર્યો કરે છે અને કરાવે છે. તેઓ સારા નથી. પરંતુ તેના કરતાં પોતાના જ ધનથી યથોચિત સાધુભક્તિ, જિનપૂજા, અને દાન શીયલ તપ ભાવ આદિ ધર્માનુષ્ઠાનો પોતાની ધર્મભાવના પૂર્વક કરનારા શ્રાવકો જૈન શાસ્ત્રોમાં વધારે સારા કહ્યા છે. એકની પરિણતિ માનાદિ મેળવવા મોહધેલી છે. અને સાવદ્યનો ત્યાગ કરીને સાવઘને સેવવા વાળી છે. જ્યારે બીજાની પરિણતિ માનાદિ કષાયોને ત્યજવા પૂર્વકની અને સાવદ્યમાં રહેલા હોવા છતાં સાવદ્ય યોગની નિવૃત્તિના લક્ષ્ય પૂર્વકની વિવેજ્યુક્ત ધર્મ પરિણતિ છે આ બન્નેમાં હૃદયના ભાવોનું ઘણું મોટું અંતર છે.
ઊંચા સ્થાને આવેલાની નાની ભૂલ પણ મોટી ગણાય છે. અને નાના સ્થાને રહેલાની મોટી ભૂલ પણ નાની ગણાય છે. આ વાત આત્માર્થી મુમુક્ષુ જીવોએ હાર્દિક સંવેદના પૂર્વક વાગોળવા જેવી છે. આ છઠ્ઠી સાતમી ઢાળની ગાથાઓમાં તથા સાડા ત્રણસો ગાથાના સ્તવનની કેટલીક ઢાળોમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજશ્રીએ સાધુઓને ઉતારી પાડ્યા છે કે અવર્ણવાદ ગાયો છે કે હલકા ચિતર્યા છે. આવી શંકા ભૂલેચૂકે પણ મનમાં ન કરવી. તેમના હૈયામાં શુદ્ધ અશુદ્ધ એમ બે પ્રકારનો વ્યવહાર સમજાવવાની અને અનાદિની મોહની ચાલની પરાકાષ્ટાએ ચાલતી અશુદ્ધ વ્યવહારોની કાર્યવાહીથી ઉત્તમ આત્માઓને બચાવવાની અને શુદ્ધવ્યવહારોમાં જોડવાની ભારોભાર ભાવકરુણા ભરેલી છે. જેમ આપણે ઘેર આવેલો માણસ ભૂખ્યો-તરસ્યો પાછો જાય તો આર્યસંસ્કૃતિવાળાથી તે ખમાય નહીં. તેમ આપણા આ ઉત્તમ શાસનમાં આવેલા અને સાધુપણાના આચારો સુધી પહોંચેલા આત્માઓ આત્માર્થતા સાધ્યા વિના પાછા સંસારમાં જાય (ભટકે) એ વેદના તેઓને અસહ્ય લાગી છે. એટલે ભાવકરુણાથી પીડિતહૃદયવાળા મહાત્મા ગ્રંથકાર શ્રી આવા આત્માઓને સમજાવી રહ્યા છે. જે ૬-૧૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org