________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ છઠ્ઠી
૧૭૭ કેવળ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે ! આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મ વિરુદ્ધો રે | ૬-૧૫ ||
તુજ વિણ ગતિ નહીં જંતુને ૭૮ | ગાથાર્થ= ફક્ત સાધુવેશ માત્ર ધારણ કરનારાનો જે વ્યવહાર છે તે અશુધ્ધ વ્યવહાર છે. તે વ્યવહાર ધર્મવિરુદ્ધ છે એમ સમજીને તેવો વ્યવહાર સર્વથા આદરવા જેવો નથી. ત્યજવા જેવો જ છે. / ૬-૧૫ ..
વિવેચન= જે આત્મા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ બતાવેલો, સર્વત્યાગસૂચક, કેવળ શરીરના આચ્છાદન પુરતો નિર્મમત્વભાવે પહેરાતો અને શરીરની અનિવાર્ય આવશ્યક્તાઓ માટે જ રખાતો વસ્ત્ર-પાત્ર આદિ વસ્તુઓવાળો સાધુવેશ ધારણ કરીને આવા પ્રકારના ઊંચા સ્થાને બીરાજમાન થઈને, જે મુનિઓ સૂત્રવિરુદ્ધ, સંવેગી ગીતાર્થ આચાર્યોની પરંપરાવિરુદ્ધ, કેવળ કપોલ કલ્પિત કલ્પનાઓથી કલ્પિત, અને વિવિધ આડંબરો માત્ર વાળા તથા સાવદ્યતાથી ભરેલા જે જે વ્યવહારો કરે છે, કરાવે છે. અને તેવા વ્યવહારોમાં જ રચ્યા પચ્યા રહ્યા છતા સમય વીતાવે છે. તેઓના આચરેલા આવા પ્રકારના બાહ્ય માત્ર જે આચારો છે. તે અશુદ્ધ આચારો છે. તેથી તેવા અશુદ્ધ આચારો આચરવા નહીં. તથા અશુદ્ધ આચારવાળા સાધુઓનો સંગ કરવો નહીં. તથા તેઓની નિશ્રાએ કોઈ પણ પ્રકારના ધર્માનુષ્ઠાનો આચરવાં નહીં (અહીં સાધુસંગનો કે ધર્માનુષ્ઠાનો આચરવાનો નિષેધ નથી. પરંતુ મોહમદ ઘેલા મલીન સાધુના સંગનો અને તેવાઓની નિશ્રાનો નિષેધ છે. અર્થાપત્તિન્યાયથી ઉત્તમ સાધુસંતોનો સંગ અને તેઓની નિશ્રાએ ધર્માનુષ્ઠાનો આચરવાનું વિધાન છે. એમ ભાવ જાણવો. કુગુરુમાં ગુરુબુદ્ધિ ન કરતાં સદ્ગુરુમાં ગુરુબુદ્ધિ કરવી. એમ સાર લેવો.)
અહીં મુનિવેશમાં રહેનારા કોઈ કોઈ આત્માને (જ યથાર્થ નથી અને પોતાને યથાર્થ માને છે તેવા આત્માને) આવી ઢાળો સાંભળીને
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org