SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત દૂર કરવામાં જેઓનું લક્ષ્ય નથી, મેં આ કરી લીધું, આટલું થઈ ગયું, હવે આ કરવાનું છે, તેની પછી અનુક્રમે તે તે કાર્યો મારે કરવાનાં છે. ઈત્યાદિ કાર્યો કરવા માત્રની જ ખેવના જ રાખે છે. તે જીવો તેવાં કાર્યો કરવા દ્વારા શારીરિક ઘણાં કષ્ટો સહન કરે છે. ઘણાં દુઃખો-મુશ્કેલી અનુભવે છે. મેં ધર્મ કર્યો, એમ મનમાં માની લઈ ફુલાય છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિનું ભાન ન હોવાથી (એટલે કે મિથ્યાત્વ, અજ્ઞાન, કષાયાદિ દૂર કરવા દ્વારા આંતરિક શુદ્ધિ માટે પ્રાપ્ત કરવી જોઈએ એ તરફ લક્ષ્ય જ ન હોવાથી) યથાર્થ આત્મશુદ્ધિ આ જીવો પામી શકતા નથી. કાયા દ્વારા ધર્માનુષ્ઠાનોનું આચરણ, વચન દ્વારા સૂત્રાભ્યાસ, અને મન દ્વારા તેના અર્થોનું ચિંતન એમ ત્રિવિધ શુભ યોગના સેવન દ્વારા બાહ્ય અશુભ આશ્રવને છોડીને આ જીવ શુભ આશ્રવોના સેવનરૂપ ધર્માનુષ્ઠાન કરે છે. પરંતુ જ્ઞાનદશા વિના કષાયોને ત્યજવારૂપ ભાવાશ્રવોનો ત્યાગ આવતો નથી. એટલે આંતરિક શુદ્ધિ થતી નથી. આ જીવમાં અજ્ઞાનદશા તો છે. અને વળી મેં આ કર્યું, મેં આ કર્યું, એવાં ગાણાં ગાવાની મહત્તા વધારવાની અને યશ મેળવવાની તમન્ના અને અહંકારદશા આ જીવમાં પેદા થાય છે. એટલે જેમ વાંદરાની જાત હોય એ કુદાકુદ તો કરે જ, તેમાં પણ પુછડે વીંછી કરડે કે આગનો તણખો લાગે તો વધારે ને વધારે કુદાકુદ કરે તેની જેમ અજ્ઞાની અને વળી અહંકારી જીવો મોહના ભાવોમાં ઘણા રાચે-માગે છે. સ્વને અને પરને ઘણું નુકશાન કરનારા બને છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે अज्ञानं खलु कष्टं, क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः । મર્થ હિતમાં વા, ને વેર વેનાવૃતો નીવઃ || ૧ | અજ્ઞાનદશા” એ ક્રોધ આદિ અન્ય સર્વપાપોથી વધારે ભયંકર છે. જે અજ્ઞાનતાથી ઘેરાયેલો જીવ હિતકારી અને અહિતકારી અર્થને જાણતો જ નથી. તેથી સ્વભાવદશાનો જ્ઞાની, સ્વ-પરના વિવેકવાળો અને જ્ઞાનોપયોગ દ્વારા આંતરિક શુદ્ધિ કરનારો જીવ જ સંસાર તરે છે. અને બીજાને તારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy