________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ત્રીજી
৩৩
બાહિરયતનાબહાર બહારની જયણા,બાપડા=બીચારા, દુહવાએ= દુઃખી થાય, તેણે= તેટલા માત્રથી, અંતર જયણા= અંદરની જયણા
ગીતાર્થ= જે બીચારા અજ્ઞાની આત્માઓ બાહ્યજયણા બહુ બહુ પાળે છે. તેથી શારીરિક રીતે ઘણાં દુ:ખો સહન કરે છે. પરંતુ તેટલા માત્રથી આંતરિક જ્ઞાનદશા રૂપ જયણા પ્રગટ થતી નથી ( જે જ્ઞાનદશા વચનાતીત છે. અને અલૌકિક સુખદાયક છે.) || ૩-૭ ||
વિવેચન= “આત્મતત્ત્વનું” જેઓને પારમાર્થિક જ્ઞાન નથી. જેમ કે કર્મોના ઉદયને આધીન થયેલો આ જીવ ૮૪ લાખ જીવયોનિઓમાં જન્મ-જરા-મરણાદિ દુઃખો પામે છે. અજ્ઞાનદશા અને મોહાધીનદશાના કારણે જ સમયે સમયે બાહ્યથી ત્રિવિધ યોગમાં વર્તતો અને અત્યંતરથી રાગ-દ્વેષ આદિ કષાયોમાં વર્તતો છતો નવાં નવાં કર્મો બાંધે છે. કર્મબંધના હેતુભૂત મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગને બરાબર ઓળખીને, ભણીને, યથાર્થપણે જાણીને આત્માને ક્રમશઃ તેનાથી દૂર કરવો જોઈએ. પ્રથમ મિથ્યાત્વ જ દૂર થાય, પછી જ અવિરતિ જાય, ત્યાર બાદ અનુક્રમે જ પ્રમાદ અને કષાય જાય. તથા અંતે યોગનો ત્યાગ થાય, મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનક સુધી, અવિરતિ ચાર ગુણસ્થાનક સુધી, પ્રમાદ છ ગુણસ્થાનક સુધી, કષાય દશ ગુણસ્થાનક સુધી અને યોગ તેર ગુણસ્થાનક સુધી હોય જ છે.
આવા પ્રકારનો શાસ્ત્રાનુસારી ક્રમ છોડીને મિથ્યાત્વાદિ પ્રથમના ચાર દોષોને દૂર કર્યા વિના એટલે કે જ્ઞાનદશા દ્વારા આંતરિક શુદ્ધિ કર્યા વિના જે ઉગ્ન વિહારાદિ, લોચાદિ અને સુદીર્ઘ તપ આદિ ધર્માનુષ્ઠાન કરવા રૂપ મન-વચન અને કાયાથી ક્રિયા કરવા સ્વરૂપ યોગક્રિયામાં જ માત્ર જયણાવાળા બને છે. તે જીવો બીચારા (જેના ઉપર ભાવદયા ઉપજે) એવા અજ્ઞાની છે. એમ જાણવું.
ત્રિવિધ યોગક્રિયા માત્ર કરવા રૂપે ધર્માનુષ્ઠાનો આચરવામાં જ જેઓનું ધ્યાન વર્તે છે. અજ્ઞાનદશાને દૂર કરવામાં કે કાષાયિક પરિણતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org