________________
૭૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત જેવું જાણ્યું છે તેવું જ આચરણમાં લાવીને દુનિયાના ભાવોથી પર રહેવું એ જ સમ્યકત્વ છે. એ જ મૌન છે. અને એ જ મુનિપણું છે. મોહના વિકલ્પો ત્યજીને નિર્વિકલ્પ એવી શુદ્ધ જ્ઞાનદશામાં વર્તવું એ જ ચારિત્ર છે. અને એ જ કલ્યાણ કરનાર તત્ત્વ છે. તે ૩-૫ |
જ્ઞાનદશાની લીનતા વિના કષ્ટકારી પાળેલું ચારિત્ર પણ કર્મક્ષય માટે સમર્થ બનતું નથી. તે હવે સમજાવે છે.
કષ્ટ કરો સંયમ ધરો, ગાળો નિજ દેહ / જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખનો છેહ . ૩-૬ ||
આતમ તત્ત્વ વિચારીએ ૨૭ | કષ્ટ= દુઃખ, નિજ= પોતાનો, ગાળો= ઓગાળો, ઉતારો, દેહ= શરીર, છેહ= છેડો, નાશ.
ગાથાર્થ= દુઃખો સહન કરો, કષ્ટકારી સંયમ ભલે પાળો, પોતાના શરીરને ભલે ઓગાળો (ઉતારો), પરંતુ સ્વતત્ત્વ-પરતત્ત્વના વિવેકવાળી જ્ઞાનદશા વિના કર્મોનો (અને તદુદય-જન્ય દુઃખોનો) ઉચ્છેદ થતો નથી. ૩-૬ કે.
વિવેચન= સ્વતત્ત્વ અને પરતત્ત્વના ભેદયુક્ત વિવેકવાળો સમ્યકત્વ ગુણ પ્રાપ્ત કર્યા વિના આત્માને સમ્યજ્ઞાન થતું નથી. એટલે કે આત્માર્થ સાધવાની બુદ્ધિ થતી નથી. તેમ છતાં મોહાલ્વ જીવો સાંસારિક સુખ મેળવવાની બુધ્ધિથી જે જે પ્રકારની ષ્ટકારી તપ અને વિહાર આદિ ધર્મક્રિયાઓ કરે છે. સમિતિ, ગુપ્તિ આચરવા રૂપ સંયમ પાળે છે અને ઉપસર્ગ-પરિષદો સહન કરવા દ્વારા પોતાની કાયાને ઓગાળે છે. તેઓ તેવી ક્રિયાઓથી અને દ્રવ્યસંયમથી સંસાર-પરિભ્રમણના કારણભૂત એવું પુણ્યકર્મ બાંધીને સાંસારિક સુખ મેળવવા દ્વારા અને તેનો ઉપભોગ કરવા દ્વારા પાંચ ઈન્દ્રિયોના વિષયભૂત કંઈક સુખ પામે છે. પરંતુ તેમાં આસક્ત થયા છતા જન્મ, જરા, મરણોના દુઃખોમાંથી મૂકાવનારા એવા પરમાર્થતત્ત્વને પામતા નથી. (પામી શકતા નથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org