________________
૭પ
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
“દ:ઉં મહાત્નમ્” શરીરને દુ:ખ આપવું એ જ મહાફળ છે આટલું જ માત્ર સમજીને આ જીવ સાધુજીવન અથવા વ્રતધારી શ્રાવકજીવન સ્વીકારીને શરીરને કષ્ટ આપવામાં જ માત્ર ધર્મ સમજે છે. અને તેથી ઉગ્રવિહાર, લોચ, દીર્ઘતપ, ઈત્યાદિ શારીરિક ઘણું કષ્ટ સહન કરે છે. માખીની પાંખને પણ દુઃખ ન થાય તેવુ સંયમ પાળે છે. અને વડીલોનો વિશ્વાસ તથા પ્રેમ મેળવે છે. વિનયરત્નની જેમ પ્રીતિપાત્ર શિષ્ય પણ બને છે. સુદીર્ઘતપ અને ઉગ્રવિહારાદિ વડે તથા શીત-ઉષ્ણ-સુધા-તૃષા આદિ પરિષદો અને ઉપસર્ગો વડે પોતાના લષ્ટપુષ્ટ શરીરને ઓગાળીને સુકલકડી શરીર પણ કરે છે. અગ્નિશર્માની જેમ માવજીવ ઉગ્રતપ પણ કરે છે. - ઉપરોક્ત કષ્ટકારી સંયમ પાળવા છતાં અને શરીર ઉતારવા છતાં જો ભેદજ્ઞાન થવારૂપ જ્ઞાનદશા જાગી ન હોય, સ્વ-પરનો વિવેક પ્રગટ્યો ન હોય, મોહદશા પાતળી પડી ન હોય, રાગદ્વેષ આદિ કષાયોને તોડવાની વૃત્તિ જન્મી ન હોય તો અંતર્મુખ જ્ઞાનદશા વિના, સર્વકર્માના નાશથી થનારો એવો સર્વથા દુઃખોના ઉચ્છદ રૂપ મોક્ષ થતો નથી. જ્યાં સુધી બહિર્મુખવૃત્તિ છે. પરપદાર્થોને મારા માન્યા છે. તેની જ પ્રાપ્તિ માટે જીવ પ્રયત્નશીલ છે. શરીર નિરોગી કેમ રહે ? ભવાન્તરમાં રૂપવાન અને નિરોગી દેહ કેમ મળે ? રાજ્યસંપત્તિ, ધનસંપત્તિ, યશસંપત્તિ અને માનસંપત્તિ કેમ મળે ? ઈત્યાદિ બહિર્મુખવૃત્તિ હોય, અંતર્મુખવૃત્તિ ખીલી ન હોય તો તેવા પ્રકારના “દેહાદિથી આત્માના ભેદજ્ઞાનવાળી દશા વિના” સહન કરાતું કષ્ટ, પળાતું સંયમ, અને ઓગાળાતો દેહ સર્વ કર્મોના નાશનું અને સર્વ દુઃખોના ઉચ્છેદનું કારણ બનતું નથી.
હર્ષિ મહત્નમ્ આ શાસ્ત્રવાક્ય સંપૂર્ણ સત્ય છે. પરંતુ તેની પૂર્વ મોક્ષયાય આવું વિશેષણ મનમાં સમજીને અર્થ કરવો જોઈએ. અર્થાત્ મોહના નાશની બુદ્ધિએ જે શારીરિક કષ્ટ સહન કરાય તે અવશ્ય મહાનિર્જરા રૂપ મહાફળને આપનાર છે. સહન કરાતાં કષ્ટોથી, પળાતા સંયમથી અને ઓગાળાતા દેહથી જો રાગ-દ્વેષ આદિ કષાયોની પરિણતિ તોડવામાં આવે, પર પદાર્થો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ કાપી નાખવામાં આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org