________________
૧૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત (૭) વીતરાગ પરમાત્માના શાસન પ્રત્યે (આજ્ઞા પ્રત્યે) અતિશય રુચિ કરવી. આ દર્શનગુણની આરાધના છે.
ચારિત્રારાધના (૧) નિરવદ્ય અને નિરતિચાર જીવન જીવવું, (૨) વિષયવિકારોનો ત્યાગ કરી અલિપ્ત જીવન બનાવવું, (૩) સાધુસામાચારીની ઉત્તમધર્મક્રિયાઓથી સંયુક્ત જીવન બનાવવું, (૪) જ્ઞાનીઓ વડે કહેવાયેલ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે સદાચારી બનવું, (૫) સ્વાધ્યાય, સત્સંગ અને યથાશક્તિ તપગુણથી સુશોભિત જીવન જીવવું, (૬) આત્મપ્રશંસા અને પરનિંદા આદિ દોષોથી રહિત થવું, (૭) આત્મહિતકારક શાસ્ત્રોના અધ્યયનમાં જ લયલીન બનવું. અને તેને
અનુસરનારું પવિત્ર જીવન બનાવવું. આ ચારિત્ર ગુણની આરાધના છે.
જે ગુરુઓના પોતાના જીવનમાં રત્નત્રયીની આવી ભાવ આરાધના આવી નથી, ત્યાગ અને વૈરાગ્યની વાસનાથી વાસિત એવાં જૈનશાસ્ત્રોનું “સૂક્ષ્મ જ્ઞાન” જેઓએ પોતે મેળવ્યું નથી અને મેળવવા પ્રયત્ન પણ કરતા નથી. એટલે કે જેઓ જ્ઞાનગુણની પ્રાપ્તિ કરવા રૂપ આરાધનાથી વંચિત છે. તથા જીવનમાં સ્વમતિ-કલ્પનાની પ્રધાનતા હોવાથી વીતરાગ પરમાત્માનાં વચનો પ્રત્યે, તેના અર્થો પ્રત્યે, આદરમાન કે રુચિ (પ્રીતિ) નથી, અનેક બહાનાં આગળ કરીને, નવા નવા અર્થો કલ્પીને, નવી નવી માન્યતાઓ ઉભી કરીને, મૂલમાર્ગનો ઉચ્છેદ કરવા દ્વારા દર્શનગુણની આરાધનાથી પણ જેઓ વંચિત છે. તથા શાસ્ત્રાનુસારી જીવન જીવવાને બદલે સ્વચ્છંદપણે જે વિચરે છે. અને માન-મોભાની, મોટાઈની અને પ્રતિષ્ઠાની જ મહેચ્છા હોવાથી રાગાદિ કષાયોના વિજય કરવારૂપ શુદ્ધ ચારિત્ર ગુણની પણ આરાધના જેઓ કરતા નથી. એવા ગુરુઓને કુગુરુ કહેવાય છે. તેવા કુગુરુઓ શાસ્ત્રોનું અધ્યયન કરવા-કરાવવા રૂપ જ્ઞાનની, અર્થે ભણાવીને રુચિ દઢ કરવા-કરાવવા રૂપ દર્શનની, અને તેને અનુસારે નિર્દોષ અને પવિત્ર જીવન જીવવા રૂપ ચારિત્રની એમ રત્નત્રયીની આરાધના જેઓ સ્વયં પોતે કરતા નથી અને શિષ્યો પાસે કરાવતા નથી. પરંતુ નોકરો પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org