________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી
ચરણ = ચારિત્ર, કુલાચાર = કુલ સંબંધી આચાર, પોકાર = બૂમરાણ.
ગાથાર્થ= જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ આત્માના ગુણોની આરાધના વિના કેવળ કુલાચાર માત્ર રૂપે ધર્મક્રિયાઓ જે ગુરુઓ કરાવે છે તે ગુરુઓ લોકોના દેખતાં દેખતાં આત્મધન લુંટી રહ્યા છે. લુંટાતા એવા આ ભદ્રિક જીવો, હે પ્રભુ ! ક્યાં જઈને પોતાના દુ:ખના પોકારો કરે ? | ૩ |
વિવેચન= આત્માર્થી આત્માઓએ આત્માર્થસાધક એવાં જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણની જ સૌ પ્રથમ આરાધના કરવી જોઈએ. એટલે કે
જ્ઞાનારાધના (૧) આત્માની શુદ્ધદશાનું ભાન કરવું. (૨) તે પ્રાપ્ત કરવાની લગની લાગવી, (૩) તેને જ પ્રગટ કરવા પુરુષાર્થ કરવો, (૪) તેના કારણભૂત અધ્યાત્મ શાસ્ત્રોનું સતત અધ્યયન કરવું, (૫) તેવા જ્ઞાનીઓનો સંપર્ક કરવો, (૬) તેમના સાન્નિધ્યમાં રહી નિરંતર વૈરાગ્યવાહી ગ્રંથોની વાચના લેવી, (૭) આત્માની અંદર અંતરંગ પરિણતિથી તે જ્ઞાન પચાવવું આ જ્ઞાનગુણની આરાધના છે.
દર્શનારાધના (૧) જ્ઞાનગુણની આરાધનાથી જાણેલ તત્ત્વોની રુચિ કરવી, (૨) આત્મા અને શરીરના ભેદનું શ્રદ્ધાપૂર્વક ભાન કરવું. (૩) શરીર ઉપરની મમતા ઘટાડવી, (વૈરાગ્ય વાસિત ચિત્ત થવું.) (૪) શરીરજન્ય પુત્રાદિ ઉપરની મમતા ઘટાડવી, (વૈરાગ્ય વાસિત ચિત્ત થવું.) (૫) ધનાદિ સંસારસામગ્રીને અસાર સમજી રાગ ઘટાડવો, (વૈરાગ્ય
વાસિત ચિત્ત થવું.) (૬) વૈરાગ્ય વાસિત ચિત્ત બનાવવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org