SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી આવિર્ભાવ રૂપ સ્વદશાની પ્રાપ્તિ વડે જ) પુષ્ટિક આનંદ પામે છે. પરદ્રવ્યોની પ્રાપ્તિ દ્વારા તૃમિ માનવાનો ભ્રમ જ્ઞાની આત્માને શોભતો નથી. જો પરદ્રવ્યો સાથે પ્રીતિ થાય તો તે પ્રીતિ પરદ્રવ્યોની પ્રાપ્તિમાં હર્ષ-ઉત્સાહ અને આનંદ આદિ-વિકારો કરાવે છે. અને અપ્રાપ્તિમાં (અથવા વિયોગમાં) શોક-ઉદાસીનતા અને આકુળ-વ્યાકુળતાના વિકારો કરાવે છે. અનિષ્ટ વસ્તુઓના સંયોગ અને વિયોગમાં તેનાથી ઉલટા વિકારો થાય છે. તેથી આ આત્મા સમભાવમાં રહી શકતો નથી. તેથી પદ્રવ્યો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ ત્યજવા રૂપ જે ભાવપરિણતિ છે તે જ સામાયિક છે. આ જ સામાયિકનો અર્થ છે. જે જ્ઞાની આત્મા હોય છે. તે જ આવા પરિણામવાળો બને છે. પરંતુ અજ્ઞાની આત્મા આવા પરિણામવાળો બનતો નથી. તેથી આવા પ્રકારના નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગવાળો જે આત્મા છે તે જ સામાયિક છે. આવું ભગવતીસૂત્રમાં જણાવેલ છે. ગુણી એવા આત્માને સમતાભાવાદિ ગુણોથી જો અભિન્ન સમજીએ તો શુદ્ધાત્મસ્વરૂપી એવો આ આત્મા જ સામાયિક કહેવાય છે. તે સામાયિક નિશ્ચયનયથી એક જ પ્રકારનું છે. પરંતુ ભેદગ્રાહક વ્યવહારની દૃષ્ટિએ ચાર પ્રકારે જણાવેલ છે. (૧) વીતરાગ પરમાત્મા કથિત તત્ત્વો ઉપર યથાર્થ અવિરુદ્ધપણે શ્રદ્ધા કરવી, રુચિ કરવી, પ્રીતિ કરવી તે સમ્યકત્વ સામાયિક. (૨) વીતરાગ પ્રણીત તત્ત્વોનો અભ્યાસ કરવો તે શ્રુતસામાયિક. (૩) વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર આશ્રવોનો અંશથી ત્યાગ કરવો તે દેશવિરતિ સામાયિક. (૪) વીતરાગ પરમાત્માની આજ્ઞાનુસાર આશ્રવોનો સર્વથા ત્યાગ કરવો તે સર્વવિરતિ સામાયિક. આ બાબતમાં ગ્રંથકારશ્રી લોકસાર અધ્યયનની સાક્ષી આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy