________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ બીજી
૫૯ ભજી=સેવીએ, છાંડીએ છોડી દઈએ, ભવકૂપસંસારરૂપી કૂવો.
ગાથાર્થ= આ પ્રમાણે ધર્મતત્ત્વનું સાચું સ્વરૂપ જાણીને આત્મતત્ત્વની જ્ઞાનદશાને જ નિરંતર સેવીએ, અને આત્મસ્વરૂપમાં મગ્ન થઈને રહીએ, પર-પરિણતિને આધીન થઈને સ્વભાવદશા રૂપ ધર્મ ન ત્યજીએ કે જેથી ભવરૂપી કૂવામાં ન પડીએ. તે ૨-૧૧ /
વિવેચન= આ ઢાળની ૧૧ ગાથાઓમાં ધર્મતત્ત્વનું જે સુંદર સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, તે ગીતાર્થ જ્ઞાની એવા સદ્દગુરુ પાસે બરાબર જાણીને નિરંતર જ્ઞાનદશામાં જ રમણતા કરવી. કસ્તુરીની સુગંધ જેમ કસ્તુરીયા મૃગની નાભિથી બહાર નથી, તેમ ધર્મતત્ત્વ પણ આત્મદ્રવ્યથી બહાર (એટલે કે પરદ્રવ્યમાં) નથી. જન્માંધ આત્મા તો દેખતો પુરુષ સમજાવે તેમ હજુ સમજે છે. પરંતુ મિથ્યાદૃષ્ટિ જીવ કદાગ્રહી હોવાથી, કુંઠિત હોવાથી અને અવળી બુદ્ધિને લીધે વક્ર હોવાથી આ વાત સમજતો નથી. અને વિપરીત પ્રરૂપણા કરતો છતો સ્વ અને પર એમ બન્નેનું અહિત કરે છે. તેથી મિથ્યાત્વાંધતાનો દોષ મહા-આકરો છે. જે અંધતા જલ્દી જતી નથી.
પરંતુ જ્ઞાની ગીતાર્થ એવા સદ્ગુરુ રૂપી સૂર્યનો જો યોગ થઈ જાય. તો તેઓ પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશ મેળવીને મોહરૂપી અંધકાર દૂર કરીને આત્માની અંદર જ રહેલ ક્ષાયિકભાવે અનંતજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ રૂપ ધર્મસત્તા દેખાય છે. તે ધર્મસત્તાનાં દર્શન પ્રાપ્ત થતાંની સાથે જ જીવના પોતાના સહજ આનંદનો પાર રહેતો નથી.
આત્મદ્રવ્યની પોતાના જ ગુણોમાં રમણતા, સ્વસ્વરૂપમાં જ તન્મયતા, પ્રબળ કષાયોનો અભાવ, પરપરિણતિનો ત્યાગ, નોકર્મ અને દ્રવ્યકર્માદિ જન્ય રાગ-દ્વેષના પરિણામનો ત્યાગ, વિભાવદશાથી સર્વથા મુક્તિ આ સાચું ધર્મતત્ત્વ છે. આવા પ્રકારનું આ ધર્મતત્ત્વ નિજઘરમાં જ (પોતાના આત્મામાં જ) છે. પોતાનો આત્મા જ મેળવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org