SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ પૂજયપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત મેળવીને પણ આત્માને જ આપવાનું છે. આત્મદ્રવ્યમાં જ આ ધર્મસત્તા રહે છે. એમ છ એ કારકચક્ર સ્વમાં જ સંભવે છે. આત્માની ધર્મસત્તા પરમાં ક્યાંય છે જ નહીં, કર્મોના ઉદયજન્ય સર્વ પરભાવ પરિણમનથી ભાવપૂર્વક અળગા થવાનો મનમાં દૃઢ સંકલ્પ કરીને સમ્યક્તાદિ ગુણોમાં જ રમણતા પ્રાપ્ત કરવી એ જ હિતોપદેશ છે. અપ્રશસ્ત કષાયો જેમ હોય છે તેમ પ્રશસ્ત કષાયો પણ અંતે હેય છે માટે સર્વ પ્રકારના કષાયોથી અલિપ્ત થઈને, સર્વ બાહ્યભાવોથી અલિપ્ત થઈને, કરવાં જ પડે એવાં આહાર-નિહાર-વિહાર આદિ શારીરિક અને સામાજિક કાર્યોને કરવાં, રાચ્યા-માગ્યા વિના કર્તવ્યતા માત્ર સમજીને તે કાર્યો કરવા અને જ્ઞાનદશામાં જ લયલીન રહેવું-અન્ય સમસ્ત પુદ્ગલ દ્રવ્યો તરફથી તથા અન્ય સમસ્ત રાગી-અનુયાયી ભક્તવર્ગોમાંથી પણ ચિત્તને ખેંચી લઈને પ્રીતિ-અપ્રીતિ કર્યા વિના આત્મગુણોના વિકાસમાં જ જોડાઈ જવું. જેનાથી ભવરૂપી કૂવામાં આપણે ન ડૂબીએ. આ જ હિતોપદેશ આ ઢાળમાં સમજાવ્યો છે. || ૨-૧૧ || બીજી ઢાળ સમાપ્ત છેb 96 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy