________________
૧૫૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત કરતી વેળાએ વ્રતો ઉચ્ચર્યા છે. તથા વ્રતના અર્થી જીવોને પચ્ચકખાણો ઉચ્ચરાવીને વ્રતી બનાવીને તીર્થની સ્થાપના કરી છે. આજે પણ એ જ મા વ્રતો લેવાય છે. અપાય છે. અને પળાય છે.
આમ હોવા છતાં જેઓને આવાં વ્રતો લેવાં નથી, પાળવાં નથી, બાહ્ય ધર્માચારો ગમતા જ નથી, તેઓ જ એકાન્તનિશ્ચયને આગળ કરીને વ્યવહારમાર્ગનો ઉચ્છેદ કરે છે. આવા વ્યવહાર ઉચ્છેદક ઉન્માર્ગ,રૂપક, સન્માર્ગનાશક એકાન્તના આગ્રહક આ આત્માઓ ભગવંતોએ સ્થાપેલા ચતુર્વિધ સંઘના વિનાશક જાણવા. આશાના ઉલ્લંઘક જાણવા. પોતાના અને પરના સમ્યકત્વગુણના નાશક જાણવા અને મિથ્યામાર્ગના પ્રરૂપક, પોષક અને વર્ધક જાણવા. આ કારણથી આવી એકાન્ત નિશ્ચયની પ્રરૂપણા કરનારાના સમાજમાં સર્વત્યાગી સાધુ-સાધ્વીજી તો હોતા જ નથી. માત્ર શ્રાવક-શ્રાવિકા જ હોય છે અને તે પણ પોતાના મનનાં માનેલાં માત્ર શ્રાવક-શ્રાવિકા સમજવાં. વ્રતધારી તો નહીં. તેથી શાસ્ત્રોક્ત ધર્માનુષ્ઠાનો અને બાર વ્રત ધારણ કરવાનું છોડીને નવી નવી કપોલકલ્પિત પ્રાર્થનાઓ, સ્તુતિઓ, દુહાઓ કે કોઈ એકાદ નિયત વ્યક્તિના ગુણગાન કરીને ધર્મ કર્યાનો સંતોષ માનનારા આ જીવો હોય છે. આ રીતે વ્યવહારમાર્ગનો ઉચ્છેદ કરવો, એ ન્યાયમાર્ગ નથી. | પ-૧૦ ||
બહુ દલ દીસે જીવનાં જી, વ્યવહારે શિવ યોગા છીંડી તાકે પાધરોજી, છોડી પંથ અયોગ -૧૧ |
સોભાગી જિન, સીમંધર સુણો વાત. ૬૨ ||
દલ= ઉપાદાન કારણ, છીંડી= અપવાદમાર્ગ, તાકે જાએ, પાધરો= સીધેસીધો રોડ માર્ગ, છોડી= ત્યજીને, અયોગ= ખોટો.
ગાથાર્થ= જીવોનાં ઉપાદાનકરણ બહુ પ્રકારનાં દેખાય છે. વ્યવહારમાર્ગથી મુક્તિનો યોગ થાય આ રાજમાર્ગ છે. તેવા રાજમાર્ગને છોડીને જે લોકો પાધરો (સીધેસીધો) અપવાદમાર્ગ જુએ છે તે માર્ગ અયોગ્ય (ખોટો) છે એમ સમજવું. | પ-૧૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org