________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પાંચમી
૧પ૧ અને તેનો ઉચ્છેદ કરવો છે તેથી આવાં ઉદાહરણો આપે છે તે માટે તેઓ કુતર્કવાદી પાખંડી અને આભિગ્રહક મિથ્યાત્વવાળા કહેવાય છે. ભરત મહારાજા કે મરૂદેવા માતા આદિને ક્રિયાવ્યવહારો કરવા ન હતા એમ નથી પરંતુ મોહના ત્યાગથી નિર્મળ બનેલી તીવ્ર આત્મદશાએ આ વ્યવહાર કરવાનો સમય જ આપ્યો નથી. આ રીતે બનેલાં અપવાદભૂત ઉદાહરણો પોતાને મનગમતા અર્થમાં જોડવાં તે આભિગ્રહક મિથ્યાત્વ છે. બીજાં કંઈ જ નથી.
કોઈ લોકો લોટરીની એક ટિકિટથી બહુ ધન કમાય છે. કોઈ છોકરાઓ સ્કૂલે ગયા વિના ઘેર ભણીને પણ પરીક્ષા પાસ કરે છે. કોઈ લોકોને વેચાણ લીધેલા ઘરને ખોદાવતાં પણ ધન મળે છે. કોઈ લોકોને મહેનત કર્યા વિના બાપદાદાનું ધન ભાગમાં મળી જાય છે. આમ હોવા છતાં આવાં ઉદાહરણો આગળ કરીને કમાવાના ઉપાયો નોકરી ધંધા બધાએ છોડી દેવા અને લોટરીની ટિકિટથી, ઘર ખોદવાથી, કે બાપદાદાથી મળી જશે એવી આશાએ રહેવું અને બીજાને પણ આવું સમજાવવું એ ઉન્માર્ગ છે. ખોટો રસ્તો છે. છોકરાઓને સ્કૂલ છોડાવી દેવી તે સાચો રસ્તો નથી, તેમ અહીં પણ ક્યારેક ક્યારેક આત્મદશાની નિર્મળ પરિણતિની તીવ્રતા અતિશય વિશેષ બની હોય અને બાહ્યવ્યવહારો લેવા-પાળવાનો સમય ન રહ્યો હોય તેમ પણ બને છે. તેથી સર્વને માટે આ માર્ગ ઉચિત નથી.
પરમાત્મા શ્રી વીતરાગ દેવે પ્રથમ દેશનામાં પ્રથમ સર્વવિરતિ ધર્મ અને પછી દેશવિરતિ ધર્મ પ્રરૂપ્યો છે. તેમાં પાંચ અને બાર વ્રતો જણાવ્યાં છે. પાંચ મહાવ્રત પાળવાના અને પાંચ અણુવ્રતાદિ બાર વ્રત પાળવાના અનેક નાના-મોટા નિયમો જણાવ્યા છે. જે જે આત્માઓ આ વ્રતો લેવા-પાળવા તૈયાર થયા. તેઓને વ્રત પાળવાનાં પચ્ચકખાણો આપીને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા બનાવ્યાં. અને આ રીતે આવા પ્રકારનો ચતુર્વિધ સંઘ સ્થાપ્યો કે જે તીર્થ કહેવાય છે. તથા આવા તીર્થની સ્થાપના કરવાથી ભગવાનને તીર્થકર કહેવાયા છે. ભગવત્તે પોતે પણ દીક્ષા ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org