________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી
૧૨૫ તેનો હેતુ તે દયા બનતી નથી. બલ્ક પોતાની ઈચ્છા પ્રમાણે થયું હોય તો રાગપરિણતિમાં અને ધાર્યું ન થયું હોય તો દૈષની પરિણતિમાં આ આત્મા પ્રાયઃ આવી જાય છે. જે પોતાની પણ ભાવદયા કરી શકતો નથી. એટલે કે પોતાના આત્માને પણ કર્મબંધનોમાંથી અને કર્મબંધનોના હેતુભૂત કાષાયિક પરિણતિઓમાંથી બચાવી શકતો નથી. આવો (નિઝ ઢયા વિ) પોતાની ભાવદયા વિનાનો આ આત્મા પરજીવોને કર્મબંધનોમાંથી અને કાષાયિક પરિણામોમાંથી છોડાવી નિર્વાણ પદ પમાડવા રૂપ (દો પર તથા હવે વળી પ્રશ્નારે) પર દયા કેવી રીતે કરી શકે ? તે કહો તો ખરા. અર્થાત્ પોતે જ મોહના દોષોમાં જે ફસાયેલો છે તે આત્મા પર જીવદ્રવ્યોને મોહના દોષોથી બચાવી શકતો નથી. તેથી મોહના દોષો દૂર કરવા-કરાવવા પ્રયત્ન કરવો એ જ શ્રેષ્ઠ દયા માર્ગ છે. આ રીતે દ્રવ્યદયા કરતાં ભાવદયા કરવી તે વધારે ઉત્તમ માર્ગ છે. આનો અર્થ દ્રવ્યદયા ન કરવી તેવો ન સમજવો. પરંતુ દ્રવ્યદયા સોપાધિક છે. અને ભાવદયા નિપાધિક છે. / ૪-૧૧ ||
ભાવદયા વિનાની દ્રવ્યદયા કેવી હોય છે ? તે સમજાવે છે. લોક વિણ જેમ નગર મેદિની, જેમ જીવ વિણ કાયા ! ફોક તેમ જ્ઞાન વિણ પર દયા, જિસી નટી તણી માયા ૪-૧૨ .
શુદ્ધ નય અર્થ મન ધારીએ ૪૮ / નગર મેદિની= શહેરની ભૂમિ, ફેક= ફોગટ, નટીતણી= નટડીની
ગાથાર્થ જેમ લોકો વિના નગરની ભૂમિ, તથા જીવ વિના કાયા, શોભા પામતી નથી. તેવી જ રીતે શુદ્ધજ્ઞાનદશાના ઉપયોગાત્મક ભાવદયા વિના દ્રવ્યદયા પણ શોભા પામતી નથી કે જે નટડીની માયા સમાન છે. તે ૪-૧૨ છે.
વિવેચન= કોઈ એક સુંદર નગર હોય કે જ્યાં કાશ્મીર દેશના જેવી ઘણી જ હરીયાળી (વનરાજી) હોય, પાંચ પાંચ લાઈનોના ગાડીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org