________________
૧૨૪
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
ઈત્યાદિ જોતાં આપનારાને પણ ક્યારેક ક્રોધ-માનાદિના અનેક પ્રકારના મોહજન્ય-સંકલ્પ-વિકલ્પો મનમાં ઉઠે છે. તથા આવું દાનનું કામકાજ કરનારાઓનું માન તે તે સંસ્થાઓમાં (સંસ્થાઓની કમિટિઓમાં) બરાબર સચવાયું કે ન સચવાયું, તેમાં પણ અનેક પ્રકારના કષાયોના વિકલ્પો ઉઠે છે. માટે આત્માને વિભાવદશામાં લઈ જવાની સંભાવનાવાળી આ દ્રવ્યદયા હોવાથી શુભાશુભ કાષાયિક પરિણતિનો હેતુ પણ ક્યારેક ક્યારેક બનતી હોવાથી ભાવદયાની તુલનામાં આ દ્રવ્યદયા આવતી નથી.
પરદ્રવ્યો પ્રત્યેની પ્રીતિ-અપ્રીતિ ત્યજી દેવી. વિભાવદશાનો ત્યાગ કરવો, પરદ્રવ્યોને વિયોગવંત સમજીને, અંતે અસાર અને દુ:ખદાયી છે એમ માનીને ત્યાગ કરવો. તથા મોહનો નાશ કરાવનારા અને સંકલ્પ-વિકલ્પોથી દૂર રાખનારા તથા મહાસાગરની જેમ આત્માને શાન્ત ચંચળતા રહિત, અને સ્થિર કરનારા એવા જ્ઞાનોપયોગમાં (સ્વગુણ-રમણતામાં) જ સ્થિર થવું તે ભાવદયા છે. આ ભાવદયા પ્રાચીન અને અર્વાચીન એમ બને પ્રકારનાં કર્મનાં બંધનોમાંથી તથા રાગ-દ્વેષ, હર્ષ અને શોકાદિ મોહના વિકલ્પોમાંથી, અને અનંત જન્મ-મરણોની પરંપરાના પાશમાંથી મુકાવનાર છે. માટે નિશ્ચયનયથી આત્માને મોહના દોષોથી રહિત કરવો તે જ શ્રેષ્ઠદયા છે. ભાવદયા છે. આ ભાવદયા દ્વારા આ આત્મા પ્રથમ પોતાના આત્માને નિર્મળ કરતો છતો વીતરાગ કેવળી બની ઉત્તમ એવી યથાર્થ ધર્મદેશના દ્વારા અનેક પર જીવોને પણ મોહના વિકારો અને વિલાસોમાંથી મુક્ત બનાવીને નિર્વાણપદ પ્રાપ્ત કરાવે છે કે જ્યાં કદાપિ મરણ આવતું જ નથી. આ રીતે દ્રવ્યદયા કરતાં ભાવદયા વધારે શ્રેષ્ઠ છે. વ્યવહારદયા કરતાં નિશ્ચયદયા વધારે શ્રેષ્ઠ છે.
દ્રવ્યદયા પરના દ્રવ્યપ્રાણીની રક્ષા કરનાર હોવાથી શુભ પ્રવૃત્તિ છે. તેના દ્વારા આત્મા પુણ્ય ઉપાર્જન કરીને સ્વર્ગાદિ સંસારનાં સુખો કદાચ પામે છે પરંતુ તે પણ એક પ્રકારનાં બંધનો જ છે. તેથી આ આત્મા બંધનમુક્ત થતો નથી. સંકલ્પ-વિકલ્પો વિનાની નિષ્ઠાષાયિકપરિણતિમય આત્માની જે આત્મશુદ્ધિ છે.
Jain Education International
etiopal
-
For Private & Personal Use Only
www.jainelibrary.org