________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન ઢાળ ચોથી
૧૨૩
મોહ જીત્યા પછી વીતરાગ બની કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પરજીવોને પણ મોહના દોષોથી બચાવવા માટે શુદ્ધધર્મની દેશના આપતા છતા વિચરે છે. આવા પ્રકારના આત્મરમણી આત્માઓને શાસ્ત્રકારભગવંતોએ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ દયાવાળા કહેલા છે. ।। ૪-૧૦ ||
આ જ વાત ગ્રંથકારશ્રી હજુ વધારે સ્પષ્ટ કરે છે કેજેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે । નિજ દયા વિણ કહો પરદયા, હોવે કવણ પ્રકારે ॥૪-૧૧ શુદ્ધ નય અર્થ મન ધારીએ ॥ ૪૭ ॥
ગાથાર્થ= જે આત્માઓ પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરે છે તે વ્યવહારનયથી દયા કહેવાય છે. પરંતુ પોતાની ભાવદયા વિના પરની કરાતી તે દ્રવ્યદયા કહો તો ખરા કે કેવી રીતે આત્મશુદ્ધિરૂપ ઉપકારનેકરનારી બને ? | ૪-૧૧ ||
વિવેચન= જે આત્માઓ પશુઓની રક્ષા માટે તૃણાદિ, પક્ષીઓની રક્ષા માટે ચણ આદિ, અને મનુષ્યોની રક્ષા માટે આહાર-વસ્ત્ર, પાત્ર-ધનાદિ આપવા દ્વારા દ્રવ્યદયા કરે છે. તેને શાસ્ત્રકારભગવંતો વ્યવહારનયથી દયા કહે છે. કારણ કે આ દ્રવ્યદયા પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરનારી છે. લાગણીરૂપ છે. પરના પ્રાણો પ્રત્યેના પ્રેમવાળી છે. પરજીવો પણ પ્રાપ્તજીવનને જીવવાના અર્થી છે. તેમનું જીવન જીવવાનું પ્રયોજન સધાય છે. તેથી અવશ્ય શુભ છે. પ્રાથમિક કક્ષામાં આદરણીય પણ છે. અને આ અનુકંપા અવશ્ય કર્તવ્ય જ છે. પરંતુ ભાવદયાની તુલનામાં આવે તેવી નથી. કારણકે આ દ્રવ્યદયા કરવા માટે ધન અવશ્ય જોઈએ. તે મેળવવામાં આ જીવ રાગ-દ્વેષ અને આરંભ-સમારંભના અનેક દોષો સેવનાર હોય છે. તથા પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિના અનેક પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે. વળી પર-પ્રાણીઓને આહાર-ધનાદિ આપ્યા પછી તેઓએ તેનો ઉપયોગ બરાબર કર્યો કે ન કર્યો ? કોઈ કોઈનું પડાવી ગયું કે કોઈ બે-ત્રણ વાર લઈ ગયું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org