________________
૧૨૨
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
ગુણોરૂપી ભાવપ્રાણોથી વિખુટો કરવો એટલે કે મોહના વિકારોમાં જોડવો. કામ, ક્રોધ, માન આદિ વિકારોમાં નાખવો તે નિશ્ચયનયથી ભાવહિંસા કહેવાય છે. મોહાન્યતાથી આ જીવ આવી ભાવહિંસા કરીને કર્મો બાંધે છે. અને અનંતીવાર મૃત્યુ પામનાર બને છે.
ઉપરોક્ત ચર્ચાથી સમજાય છે કે દ્રવ્યપ્રાણોનો વિયોગ તે દ્રવ્યમ૨ણ, ભાવપ્રાણોનો વિયોગ તે ભાવમરણ, દ્રવ્ય પ્રાણોની રક્ષા તે દ્રવ્યદયા, અને ભાવપ્રાણોની રક્ષા તે ભાવદયા કહેવાય છે. દ્રવ્યદયા એ પરજીવના દ્રવ્યપ્રાણોની રક્ષા કરવા સ્વરૂપ હોવાથી અવશ્ય શુભ છે. પરંતુ તેના (તે જીવના) રક્ષાયેલા દ્રવ્યપ્રાણો એક ભવ પૂરતા જ છે. કાળાન્તરે નાશ તો પામવાના જ છે. વળી દ્રવ્યદયા કરનારાને ધન-આહારાદિ મેળવવામાં સાવદ્યયોગ સેવવો જ પડે છે. તથા પરને આપવામાં અને આપ્યા પછી સદુપયોગ થયો કે દુરુપયોગ થયો તેમાં, હર્ષ-શોક, અને ક્રોધ-માનાદિ મોહના વિકલ્પો થવાનો પણ સંભવ તો રહે જ છે. આ કારણથી દ્રવ્યદયા જરૂર કર્તવ્ય છે. પરંતુ તેની સાથે ભાવદયા પણ કર્તવ્ય તથા વિશેષે ઉપકારી છે. અને અતિશયે કરીને કર્તવ્ય છે તથા જે ભાવદયા કરનારો જીવ હોય છે. તે સત્સંગ, સ્વાધ્યાય, અને ગીતાર્થોની નિશ્રાથી પરદ્રવ્ય પ્રત્યેના મોહના ત્યાગથી પુણ્યકર્મ અને પાપકર્મ બન્નેની બેડીરૂપતા સમજી બન્નેના આશ્રવોથી દૂર રહી હર્ષ-શોક-પ્રીતિ-અપ્રીતિ આદિ મોહના સંકલ્પ-વિકલ્પોથી રહિત બની શુદ્ધ એવા આત્મતત્ત્વના જ્ઞાનાદિ ગુણોના ઉપયોગમાં જ વર્તનાર બને છે. આવા પ્રકારની નિર્વિકલ્પવાળી શાનોપયોગદશા આ આત્માના ભાવપ્રાણોની રક્ષા કરનાર બને છે. જેનાથી અનંતકાળમાં પણ ક્યારેય મૃત્યુ ન આવે તેવી અવસ્થા તે જીવ પામે છે. અને શ્રોતાઓને પમાડે છે.
તેથી જ મહાપુરુષો વર્ષીદાન આદિ વડે કરાતી દ્રવ્યદયા એ દયા હોવા છતાં પણ, તેમાં પરનો ઉપકાર થતો હોવા છતાં પણ, તેને ગૌણ કરીને સર્વ બાહ્યસંપત્તિના ત્યાગવાળી દીક્ષા ગ્રહણ કરે છે. જેમાં પોતાના મોહના સંકલ્પ-વિકલ્પો જીતવાનો અવસર પ્રાપ્ત થાય છે. અને પોતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org