________________
૧૨ ૧
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ચોથી નિશ્ચયનયથી ભાવદયાવાળા છે. એમ મહર્ષિપુરુષો કહે છે. ભાવદયાના પરિણામોવાળા અને મોહના વિકલ્પોથી રહિત એવા શુદ્ધ ઉપયોગમાં વર્તતા આ આત્માઓ પોતાના (ભાવ) પ્રાણીની રક્ષા કરનારા બને છે. / ૪-૧૦ ||
વિવેચન= જેમ શરીર આદિ ૧૦ દ્રવ્યપ્રાણો જીવને પ્યારા છે કારણકે દ્રવ્યપ્રાણી હોતે છતે જીવ પોતાનું જીવન જીવી શકે છે. ભવનો તે તે વિવક્ષિત પર્યાય દ્રવ્યપ્રાણી વડે ટકે છે. તેથી દ્રવ્યપ્રાણીની રક્ષા કરવી તેને જેમ દયા કહેવાય છે અને દ્રવ્યપ્રાણોનો વિયોગ કરવો-કરાવવો તે જેમ હિંસા કહેવાય છે તેવી જ રીતે પારદ્રવ્યો પ્રત્યેની પરિણતિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મતત્ત્વના અનુભવ રૂપ જ્ઞાનાદિ ગુણોમય જે પ્રાણો છે તે ભાવપ્રાણી છે. ભવાભિનંદીપણું ટળે ત્યારે આ ભાવપ્રાણી તરફ પ્રીતિ થાય છે. તે ભાવપ્રાણી હોતે છતે આ જીવ પોતાનું મોહના વિકલ્પો -વિનાનું શુદ્ધ-આત્મતત્ત્વના અનુભવરૂપ આત્મરમણતાવાળું જીવન અનંતકાળ જીવી શકે છે. તેવા પ્રકારના આ ભાવપ્રાણોની રક્ષા કરવી તે પણ ભાવથી દયા કહેવાય છે અને મોહના દોષોને આધીન થઈને આવા પ્રકારના આ ભાવપ્રાણોને હણવા તે ભાવહિંસા કહેવાય છે.
જે આત્માઓ પરજીવોને આહાર, વસ્ત્ર-પાત્ર, ધન આદિ આપીને ભુખ્યા-તરસ્યા માણસોને અને પશુ-પક્ષીઓને જીવાડે છે. અર્થાત્ તેઓના શરીર, ઇન્દ્રિય આદિ દ્રવ્યપ્રાણીની રક્ષા કરે છે તેને દ્રવ્યદયા કહેવાય છે. અને આવા દ્રવ્યપ્રાણોથી જીવનો વિયોગ (હત્યા) કરાવે છે તેને દ્રવ્યહિંસા કહેવાય છે. તેવી જ રીતે જે આત્માઓ પોતાના આત્માને અને યથાર્થ ધર્મોપદેશ દ્વારા પરના આત્માને મોહના દોષોથી છોડાવે છે. પરદ્રવ્યો પ્રત્યેના રાગ-દ્વેષથી મુક્ત બનાવે છે. અને આત્માના જ્ઞાનાદિ ગુણોની સાથે એકતા (લીનતા) કરે છે અને કરાવે છે. તેને સુગુરુઓ (પૂર્વના મહર્ષિ પુરુષો) ભાવદયા કહે છે અર્થાત્ નિશ્ચયનયથી તે દયા છે. એમ કહે છે. કારણકે આવી દયાથી સુરક્ષિત બનેલો આ જીવ હવે અનંતકાળ મરણ પામવાનો નથી. તથા કોઈ જીવને કે પોતાના જીવને પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org