________________
અભ્યાસ કરાવી તેઓએ જ્ઞાન તરફનો પ્રેમ બતાવેલ છે. અને અભ્યાસક વર્ગમાં આદર પાત્ર બનેલ છે. પ્રમાણનયતત્ત્વ ઉપરની રત્નાકરાવતારિકા ટીકાનું સરળ ભાષામાં વિવેચન કરી અભ્યાસકોને બહુ જ ઉપયોગી સાહિત્ય આપેલ છે. પંચમ કાળમાં પરમાત્માની મૂર્તિ અને આરામ આ બે જ આપણા માટે આલંબનરૂપ છે. આ સ્તવનમાં મહાનિશિથસૂત્ર, રાયપરોણી સૂત્ર આદિ આગમગ્રન્થોના સાક્ષીપાઠો આપી ગૃહસ્થો માટે મૂર્તિપૂજાની આવશ્યકતા સમજાવી છે.
અભ્યાસકવર્ગ આ સ્તવનના અભ્યાસ દ્વારા તત્ત્વદર્શી બની આન્તરદશા નિર્મળ બનાવી, પરપદાર્થોના વિકલ્પોથી પર બની, સચ્ચિદાનમંદમય બનવા પૂર્વક રાગ-દ્વેષ મોળા કરી સ્વગુણોમાં રમણતાવાળા બનો.
અંતે શાસનદેવને પ્રાર્થના કરૂ છું કે મારા આત્મીયમિત્ર શ્રી ધીરૂભાઈ મહેતા દ્રવ્યાનુયોગના બીજા ગ્રંથો “જ્ઞાનસારાષ્ટક, પ્રશમરતિ આદિ ગ્રંથોનું” સરળ ભાષામાં પ્રકાશન કરે એવી અભિલાષા રાખું છું.
૫, રત્નસાગર એપાર્ટમેન્ટ, ગોપીપુરા-કાજીનું મેદાન, સુરત. ફાગણ સુદ-૩ તા. ૬-૩-૨૦૦૩
લિ. માણેકલાલ હરગોવનદાસ સોનેથા સાહિત્યશાસ્ત્રી, ડી-બી. એડ. પ્રથમવર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org