________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ ત્રીજી
૮૩ બુદ્ધિથી ચેતન એવો આ જીવ જડતાને (મૂર્ખતાને) અનુભવે છે. પરંતુ આત્મતત્ત્વની શુદ્ધિ વિચારતો નથી. / ૩-૯ ||
વિવેચનઃ અપાર એવા આ સંસારમાં સર્વે જીવો મોહરાજાની મહાજાળમાં ખૂબ જ ફસાયેલા છે. જ્યાં જુઓ ત્યાં મોહરાજાનું જ સામ્રાજય દેખાય છે. જે પોતાનું નથી તેને આ જીવ પોતાનું માની બેઠો છે. અને જે પોતાનું છે, તેનું તો તેને ભાન જ નથી. આવું ઘોર અજ્ઞાન આ જીવમાં વર્તે છે.
- જ્યારે આ જીવ કોઈ એક પૂર્વભવમાંથી મૃત્યુ પામીને વિવલિત એવા બીજા ભવમાં જન્મે છે ત્યારે પૂર્વભવના પોતાના કુટુંબના કોઈપણ સભ્યને આ ભવમાં સાથે લાવતો નથી. પૂર્વભવની કોઈ પણ પૌદ્ગલિક સામગ્રી પણ આ ભવમાં સાથે લાવતો નથી. એકલો જ જન્મ પામે છે. એવી જ રીતે મૃત્યુ પામીને ભવાન્તરમાં જતાં પણ પોતાના ચાલુ કુટુંબના કોઈ પણ સભ્યને કે સગાં-વહાલાંને કે સ્વજનોને કે બંગલા, ગાડી-વાડીને પણ સાથે લઈ જતો નથી. એકલો જ જાય છે. છતાં મોહરાજાની જાળથી હું એહનો છું. (હું આ વ્યક્તિઓનો પિતા-પુત્ર-પતિ-પત્ની-ભાઈ-બહેનમા-મામા વગેરે છું) અર્થાત્ હું આ કુટુંબનો ઉપરોક્ત સગપણે સગો છું. તથા એ માહરો= આ જીવ મારા પિતા-પુત્રાદિભાવે સગા છે. તથા “એ હું” શરીર, ઘર, ધન, કંચનાદિ એ જ હું છું. “શરીરાદિ એ જ હું અને હું એ જ શરીરાદિ” એવી અભેદબુદ્ધિ થઈ ગઈ છે. આ જ મોહરાજાનું પ્રબળ સામ્રાજ્ય છે.
આવા પ્રકારની સચેતન-અચેતન એવા પરદ્રવ્યો પ્રત્યેની મમતામૂચ્છ ભરી જે અભેદબુદ્ધિ, એ જ નરી આ જીવની જડતા (મૂર્ખતા) છે. પોતાની આંખે સાક્ષાત્ સંયોગ-વિયોગ દેખાતો હોવા છતાં તે તે પદાર્થો આવે અથવા જાય તેમાં પોતાની કંઈ પણ સત્તા ન ચાલતી હોવા છતાં, પહેરવા માટે ઉછીના માગેલા સગા-વહાલાંના અલંકાર સમાન આ પદાર્થો હોવા છતાં પણ પરદ્રવ્યને પોતાનું માનીને સમજુ, ડાહ્યો અને બુદ્ધિશાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org