________________
૫૦
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત
નિર્મળ જ છે. પરંતુ પૂર્વે બાંધેલા પુણ્ય (૪૨) અને પાપ (૮૨) રૂપ જે દ્રવ્યકર્મો છે તેના ઉદયથી, તથા તે તે દ્રવ્યકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલાં સાંસારિક સુખ-અને દુઃખનાં સાધનોના સંયોગ રૂપ નોકર્મોથી, આ સંસારી જીવો રાગ અને દ્વેષના પરિણામો રૂપી ભાવકર્મો વાળા બને છે. સંસારી જીવોને પ્રાપ્ત થયેલાં સાંસારિક સુખનાં જે સાધનો જેમકે સુંદર ઘર, ધન, પરિવાર આદિ છે. તે સર્વે પૂર્વબદ્ધ ૪૨ પ્રકારના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલાં છે. જીવનાં પોતાનાં નથી. અજ્ઞાની જીવો પ્રાપ્ત થયેલી તે સુખસામગ્રીને પોતાની માનીને જે રાગ પરિણામ કરે છે અને તેના વિયોગ કાળે જે દ્વેષ પરિણામ કરે છે આ સર્વ વિભાવદશા છે અને તે જ અધર્મ છે. એવી જ રીતે પૂર્વબદ્ધ ૮૨ પ્રકારના પાપના ઉદયથી પ્રાપ્ત થયેલી જે પ્રતિકુલ સામગ્રી છે. તે પણ પોતાની નથી, કર્મોદયજન્ય હોવાથી પરાયી છે. તેથી તેના ઉદય કાળે દુ:ખ, દ્વેષ અને ક્રોધાદિ જે થાય છે. આ સર્વે પણ વિભાવદશા છે. અને તે જ સાચો અધર્મ છે. આ રાગઅને દ્વેષના પરિણામ રૂપ અધર્મના કારણે જ જીવ હિંસા-જાઠ-ચોરીઅબ્રહ્મ ઇત્યાદિ ૧૮ પાપસ્થાનકો આચરે છે.
જ્ઞાની પુરુષો પ્રાપ્ત થયેલી સુખ-દુ:ખની સામગ્રીને પુણ્ય-પાપ કર્મજન્ય છે. ક્ષણિક છે. નાશવંત છે. કર્મરાજાની માલિકીની છે એટલે પરાઈ છે. આપણી નથી. કર્યોદય પૂરો થતાં જવાવાળી જ છે. એમ સમજે છે. તેથી તેમાં રાગ-દ્વેષના પરિણામ કરતા નથી. લેપાતા નથી આ જ સાચો ધર્મ છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે
आया सहावनाणी, भोई रमइ वि वत्थुधम्मंमि ।
સો ઉત્તમો મહપ્પા, અવરે ભવસૂયા નીવા ॥ ૧ ॥
આ આત્મા સ્વભાવે જ જ્ઞાનગુણવાળો છે. પોતાના ગુણોનો જ ભોક્તા છે પોતાના વસ્તુધર્મમાં જ રમનારો છે. આવો આત્મા એ જ ઉત્તમ મહાત્મા છે. બાકીના જીવો કે જે (પુણ્ય-પાપના ઉદયજન્ય સુખદુઃખના સંયોગને પોતાના માની) રાગ-દ્વેષના પરિણામવાળા થઈને તેમાં જ ડુબેલા છે તે જીવો ભવમાં ભૂંડ જેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org